________________
મહારાજાએ બને પુત્રોના સમૃદ્ધ રાજ્યોની રાજકન્યા સાથે વિવાહ કરાવ્યા હતા. વીરમદત્ત અને નાકોરસેન જૈન ધર્મના અનુયાયી હતા. દરરોજ પ્રાત:કાળે સેવાપૂજા કરવા જતાં હતા. આ
પ્રાતઃકાળ થઈ ગયો હતો અને કુમારો પોતાના ભવનમાંથી બહાર નીકળ્યાં અને સાથેજ નગરમાં ભ્રમણ કરવા નીકળ્યા બન્ને રાજપુત્રોનો આ નિત્યક્રમ હતો.
વીરમદને કહ્યું : નાકોરસેન, ગઈકાલે મહામંત્રીશ્વર કહેતા હતા કે આપણી નગરીથી પૂર્વ અને પશ્ચિમ દિશા તરફની ભૂમિ અત્યંત ફળદ્રુપ છે ત્યાં નગરો વસાવવામાં આવે તો સમૃધ્ધિ ની છોળો ઊડે તેમ છે. ‘ભાઈ’ આપણે બન્ને ભેગા થઈને નગર વસાવીએતો ? ‘તારી વાત વિચારવા જેવી છે પૂર્વમાં હું નગરી વસાવું, પશ્ચિમ દિશામાં તું વસાવે...' વીરમદત્તે કહ્યું.
બન્ને નગર ભ્રમણ કરીને પિતા પાસે આવ્યા અને ભાવથી વંદન કર્યા મહારાજાએ બન્ને કુશાગ્ર બુધ્ધિ ધરાવતાં પુત્રોને આશીર્વાદ આપ્યા. વીરમદત્તે કહ્યું: “પિતાજી, આપને એક વાત જણાવવી છે.' વિના સંકોચે જણાવો” મહારાજાએ પ્રસન્ન સ્વરે કહ્યું. “પિતાજી, ગઈકાલે મહામંત્રીએ કહેલું કેઆપણી નગરીથી પૂર્વ અને પશ્ચિમ દિશાની ભૂમિ અત્યંત ફળદ્રુપ છે. જો આપ આજ્ઞા આપો તો અમે બન્ને ભાઈઓ ત્યાં નગરી વસાવીએ.”
મહારાજા થોડીવાર માટે વિચારમાં પડી ગયા પછી કહ્યું: “આ કાર્ય ઘણું દુષ્કર છે. નગરી વસાવવા માટે ઘણો ખર્ચ થાય તેમ છે. શિલ્પકારો, બાંધકામના કારીગરો વગરેની જરૂર પડશે.”
પિતાજી' આપના આશીર્વાદથી બધું ગોઠવાઈ જશે મહારાજાએ બન્ને પુત્રો સહમતિ આપી
અને પાંચ વર્ષના ગાળામાં વીરમદત્ત અને નાકોરસેને પૂર્વ અને પશ્ચિમ
શ્રી નાકોડાજી પાર્શ્વનાથ
૩૧