________________
ધાંધલ શેઠ કહ્યું : હે મહાનુભાવો, આ રીતે બન્ને ગામોના સંઘ જક્કી વલણ સેવશે તો તેનું કોઈ નિરાકરણ આવવું શક્ય નથી. તેમજ આવી ચર્ચા આપણા સૌ માટે શોભનીય નથી. આ વિવાદનો અંત આણવા મને એક વિચાર સુઝિયો છે બન્ને સંઘના લોકોને માન્ય હોય તો ગ્રહણ કરવો.' | બન્ને સંઘના લોકો શાંત થઈ ગયા અને ધાંધલ શેઠ શું ઉપાય બતાવે છે તે જાણવા ઉત્સુક બન્યા.
થોડીવાર રહીને ધાંધલ શેઠે કહ્યું: ‘દેવી ગુફામાંથી દિવ્ય નયનરમ્ય અને દર્શનીય શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીની પ્રાપ્તિ થઈ છે. પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવવા માટેની બન્ને સંઘોની દલીલ સાચી છે. શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા
ક્યાં કરાવવી તે માટે એક બળદગાડું લઈ આવવું તેમાં બે બળદ જોડવા. તેમાં એક બળદ જીરાવલા ગામનો અને બીજો બળદ બ્રહ્માણ ગામનો રાખવો. ત્યારબાદ બળદગાડામાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી ને પ્રસ્થાપિત કરવા. આ બળદગાડુ જે દિશામાં અર્થાત્ જે ગામના પાદરમાં જાય તે ગામમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિષ્ઠા કરવી.
બન્ને સંઘોએ ધાંધલ શેઠના વિચારને વધાવી લીધો અને શ્રી પાર્શ્વપ્રભુનો જય જયકાર કર્યો. ( થોડીવારમાં એક બળદ જીરાવલા ગામનો તથા બીજો બળદ બ્રહ્માણ ગામનો બાંધવામાં આવ્યો. બન્ને સંઘના શ્રાવકોમાં ઉત્સુકતા વ્યાપી ગઈ હતી. કે આ બળદગાડુ કઈ દિશામાં જશે ? શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કયા ગામમાં થશે ? શું થશે ?
શ્રાવકોએ અનેરા હર્ષ અને ઉમંગ સાથે બળદગાડામાં સુવ્યવસ્થિત રીતે શ્રી પાર્શ્વપ્રભુજીની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરી.
બળદગાડુ એકલું રહેવા દઈને બન્ને ગામના સંઘો એક તરફ ઉભા રહી ગયા અને બળદગાડુ કઈ દિશામાં આગળ વધશે તે જોવા ઉત્સુક બની ગયા.
થોડીવાર સુધી બળદગાડું ચાલ્યું નહિ.
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૧૮