________________
રોકાઈને ધર્મ આરાધના કરીને આત્માનું શ્રેય સાધે છે. | શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની અહીં અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. અહીં રહીને અનેક સાધકો શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના જાપઆરાધના કરે છે. અને દિવ્યતાની અનુભૂતિ કરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વના ભક્તિ વિહાર મહાપ્રસાદમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી૩૧ ઈંચના છે. પ્રભુજીની પ્રતિમા પદ્મસાનસ્થ છે. શ્વેત વર્ણની છે.
| મહિમા અપરંપાર માં જામનગરના વેપારી મનસુખભાઈ દર પુનમ ભરવા શંખેશ્વર આવતા અને તેઓ અચૂક ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં દર્શનાર્થે આવતા. એકવાર તેમને વેપારમાં ભારે ખોટ આવી બજારમાં પૈસાન ચૂકવે તો શાખા ગુમાવવી પડે તેમ હતી.
આથી મનસુખભાઈ શંખેશ્વર આવ્યા તેમણે બે દિવસ રહીને ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં જાપ કર્યા તેમણે હૃદયના સાચા ભાવથી અને પૂરી શ્રધ્ધાથી શ્રી જીરવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે બેસીને જાપ કર્યા હતા..
ત્રીજે દિવસે જામનગરથી સંદેશો આવ્યોકે બધુ સમુસૂરત ઉતર્યું છે, મનસુખભાઈ જામનગર ચાલ્યા ગયા. અને શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની આરાધાથી તેમની ચિંતા દૂર થઈ.
સાવરકુંડલાના રજનીભાઈ મનમાં આવે ત્યારેજ દેરાસર દર્શન કરવા જતાં, એકવાર સાવરકુંડલાથી શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા બસ નીકળી. આમ તો રજનીભાઈ યાત્રા પ્રવાસની બસ માં ક્યારેય જતા નહોતા આ વખતે તેમના મિત્રોએ ખૂબ આગ્રહ કર્યો એટલે રજનીભાઈ શંખેશ્વરના
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૨૪