________________
તાર સાથેનો ચંદરવો અહીં બાંધ્યાનું કહેવાય છે.
આ તીર્થની અનેક જૈનાઆર્યોએ પ્રશસ્તિ મુક્તમને ગાઈ છે અને તીર્થની પ્રાચીનતા અને પ્રભાવક્તાના ગુણગાન ગાયા છે. આ તીર્થ રાજસ્થાનમાં સિરોહી જીલ્લામાં આવેલું છે. ભારત ભરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીના અનેક જિનાલયો આવેલા છે. તીર્થના સંપર્ક માટે શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્વે. . જૈન તીર્થ મ. જીરાવલા, તા. રેવદર, જી. સિરોહી (રાજસ્થાન) વાયા- આબુરોડ,
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી જીરાવલા પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે. તપાગચ્છસૂર્ય પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા ઈતિહાસવેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજની પાવન પ્રેરણાથી આ ભવ્યાતિભવ્ય તીર્થનું નિર્માણ થયું છે.
આ સંકુલમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દેરીઓ આવેલી છે. દરેક દેરીમાં શ્રી પાર્શ્વપ્રભુની નયનરમ્ય, દર્શનીય પ્રતિમાજીઓ બિરાજમાન છે.
તીર્થના સંકુલમાં બીજી દેરી શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની છે આ દેરીમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવશાળી અને અલૌકિક છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં જ અંતરમાં આનંદ પ્રગટી ઉઠે છે. અને તેમની સેવા પૂજા કરતાં હૈયાના ભાવ મહોરી ઉઠે છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ તીર્થની જગ્યા વિશાળ છે. આ સ્થાને આવતાં જ ભાવિકોના હૈયામાં ધર્મ આરાધના કરવાનો ભાવ સંકૃત થયા વિના રહેતો નથી હજારો ભાવિકો ભક્તિ વિહાર મહાપ્રસાદમાં
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૨૩