________________
યાત્રા પ્રવાસમાં જોડાયા
સાવરકુંડલાથી ઉપડેલી યાત્રાની બસ શંખેશ્વર આવી યાત્રિકોનો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદની ધર્મશાળા માં ઉતારો હતો. અગાઉથી બુકીંગ કરાવેલું હતું. યાત્રિકો ધર્મશાળામાં ઉતર્યા યાત્રિકોએ નવકારશી વાપરીને સેવાપૂજા માટે તૈયાર થવા લાગ્યા રજનીભાઈ ને ભારે મુંઝવણ થઈ પોતે પૂજાના વસ્ત્રો લાવ્યા નહોતા અને આમેય તેઓ પૂજા પણ કરતાં નહિ. ઘરમાં પૂજાના વસ્ત્રો હતા પણ તેનો ઉપયોગ નહોતો.
મિત્રોએ રજનીભાઈ ને કહ્યું: ‘રજનીભાઈ અમારી સાથે પૂજા કરવા આવશોને ?’
‘હું પૂજાના વસ્ત્રો લાવ્યો નથી’
‘કંઈ વાંધો નહિ, અહીં પૂજા ઘરમાંથી મળી જશે ત્યાં તમે સ્નાન કરીને પૂજાનના વસ્ત્રો પહેરી લેજો આપણે બેજગ્યાએ પૂજા કરવાની છે. પ્રથમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની તથા ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં’
‘પૂજાનું ૨હેવા દોને’ હું તમારા સૌની સાથે રહીશ’.
અરે ભલા માણસ અહીં સુધી આવ્યા હોઈએ અને પૂજા ન કરીએ તે કેમ ચાલે ?
મિત્રોએ રજનીભાઈ ને સેવાપૂજા માટે પરાણે તૈયાર કર્યા રજનીભાઈએ બન્ને જિનાલયમાં મિત્રોની સાથે રહીને સેવાપૂજા કરી. મિત્રોની સાથે ચૈત્યવંદન કર્યું રજનીભાઈ પણ તેમાં જોડાયા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે રજનીભાઈ અને તેમના મિત્રોએ ચૈત્યવંદન કર્યું રજનીભાઈ શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે એકીટશે જોઈજ રહ્યાં પ્રભુનું જિન સ્તવન ગાતા તેઓ ભાવવિભોર બની ગયા.
રજનીભાઈને અંતરમાં પ્રભુભક્તિના અનેરા ભાવ જાગ્યા તેમને થયું કે મને પચાસ વર્ષ થયા અને હું પ્રભુની પૂજાથી વંચિત રહેવા માગતો હતો ?
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૨૫