________________
નિશ્ચય કર્યો છે હું દરરોજ સેવાપૂજા કર્યા પછીજ કામધંધે જઈશ.
મિત્રો પણ રજનીભાઈમાં આવેલા પરિવર્તનથી ભારે આનંદ પામ્યા. ત્યાર પછીથી રજનીભાઈ સાવરકુંડલામાં આવેલ જિનાલયમાં નિયમિત રીતે સેવાપૂજા કરવા જવા લાગ્યા. આજે પણ તેમનો આ ક્રમ ચાલુ જ છે એટલું જ નહિ વર્ષમાં બે-ત્રણ વાર યાત્રાએ જવાનું પણ નક્કી કરી લીધું છે.
રજનીભાઈ પ્રથમવાર શ્રી શંખેશ્વર તીર્થ યાત્રા કરી અને તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું માર્ગ ભૂલેલાને માર્ગ મળી ગયો. અંતરના સાચા ભાવ અને શ્રધ્ધાથી પ્રભુ ભક્તિ કરવામાં આવે તો તેનું પરિણામ સર્વશ્રેષ્ઠ આવે છે.
શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના મંત્રો ૧. ૐ હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ ૨. ૐ હીં શ્રી ઓ અહં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ ૩. ૐ નમો ભગવતે પાર્શ્વનાથાય મંત્રેણ સમાધિ ક્રિયતે મમ શરીરે રક્ષાં કુરુ કુરુ વનેવા ગામે વા નગરે વા ત્રિકે વા અચ્ચરે વા ચતુષ્ય થે વા દ્વારેવા ગૃહે વા વાહી શુદ્રાણી ક્ષત્રિયાણી વૈશ્યથી ચાંડાલી માતંગિની . ૐ હૌં હીં હૈ હું યઃ ૐ: મંત્ર પ્રસાદેન મમ શરીરે અવતરંતુ દુષ્ટ નિગ્રહકુર્રતુ. હૂંફ સ્વાહા!
- ઉપરોક્ત મંત્રની કોઈપણ એક માળા શ્રધ્ધા પૂર્વક ગણવી. મુખ પૂર્વ દિશા પર રાખવું. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. અખંડ દીવો અને ધૂપ રાખવા ૧૨૫૦૦જાપ પૂર્ણ થયા પછી ઉપરનો કોઈપણ મંત્ર સિધ્ધ થઈ જશે. ત્યાર પછી માળાનું આરાધન ચાલુ રાખવું આ મંત્રથી પરિવારમાં શાંતિ, ઐશ્વર્ય, ઋધ્ધિ-વૃદ્ધિ થાય છે. કલેશ-કંકાશ નાશ પામે છે. યશ-કીર્તિ માં વધારો થાય છે...
આ મંત્રના જાપ ૧૨૫૦૦ કરવા. શુભ દિવસથી મંત્રજાપ કરવો આ મંત્રજાપથી માનસિક શાંતિ અને સુખ-વૈભવમાં વધારો થાય છે.
દરરોજ ૧૦૮ મણકાની માળા ગણવાથી રિધ્ધિ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ
ર૭