________________
આ તીર્થની આસપાસ શ્રી આશાપુરણ પાર્શ્વનાથ તીર્થ, શ્રી સિરોડીયા પાર્શ્વનાથ તીર્થ (સિરોડી), શ્રી હમીરપુરા પાર્શ્વનાથ તીર્થ (મીરપુર), શ્રી સ્યાકરા પાર્શ્વનાથ, શ્રી સમેતશિખર તીર્થ (નાના સિરોડી), મુંડસ્થલ, હણાદ્રા, વરમાણ વગેરે તીર્થો આવેલા છે. ભારતભરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ના અનેક જિનાલયો આવેલાં છે.
જીરાવલા માં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ પદ્માસનસ્થ છે. વેળુનાવ શ્વેતવર્ણના અને સાતફણાથી અલંકૃત છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ ૧૧ ઈંચ અને ૧૪ ઈંચ પહોળા છે. આ પ્રતિમાજી ભમતીમાં મૂળનાયકની ડાબી બાજુની દીવાલ બહારના ભાગના ગોખલામાં બિરાજીત છે. પ્રભુજીને સાચાં મોતીનો લેપ કરવામાં આવ્યો છે.
સંવત ૧૩૬૮ માં અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યએ કાન્હડ દેવને યમસદને પહોંચાડીને જાલોર પરવિજય મેળવ્યો હતો. આ આક્રમણ દરમ્યાન જીરાવલા તીર્થને અલ્લાઉદીન ખીલજીના સૈન્ય દ્વારા ભારે નુકશાન થયું હતું. એ વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ખંડિત થઈ હતી.
ખંડિત પ્રતિમાજીના સ્થાને નવી પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી અને તેમની ડાબી બાજુએ આ ખંડિત પ્રતિમાજી ને સ્થાપિત કરવામાં આવ્યા. તે પ્રાચીન પંડિત પ્રતિમાજી આજે દાદા પાર્શ્વનાથજીના નામથી જાણવામાં આવે છે. ખંડિત પ્રતિમાજીના અંગો પર નવ ખંડો આજે પણ જોવા મળે છે.
પ્રાચીન શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાને ખંડિત ક૨ના૨ આક્રમણ ખોરોને તેનું પરિણામ તત્કાળ ભોગવવું પડ્યું હતું. જાલોરના સૂબાને આ કૃત્યથી સહી ન શકાય તેવો વિચિત્ર ઉપદ્રવ ઉત્પન્ન થયો. સૂબાએ અનેક ઉપચારો કર્યાં પરંતુ કોઈપણ ઉપાય કરાગત ન નિવડ્યો ત્યારે કારભારીના સૂચનથી આ તીર્થમાં આવીને સૂબાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે આવીને મસ્તક મુંડાવીને ક્ષમા યાચના કરી, તેમ કરવાથી તેનો ઉપદ્રવ શાંત થયો. એવું કહેવાય છે કે ત્યારથી આ તીર્થમાં મસ્તક મુંડાવવાનો ચીલો શરૂ થયો છે.
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૨૧