________________
શોભાયાત્રામાં જોડાઈ હતી. ગામનું યુવાધન શ્રી પાર્શ્વપ્રભુના નગર પ્રવેશ પ્રસંગે શોભાયાત્રામાં હર્ષનો ભાવ વ્યક્ત કરવા નૃત્યો કરી રહ્યાં હતા. શ્રાવિકા ઓ અને ગામની સ્ત્રીઓ રાસ લઈ રહી હતા. વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું.
શ્રી પાર્શ્વપ્રભુજીની પ્રતિમાજીનો ભવ્ય નગર પ્રવેશ થયો. નગર પ્રવેશ નિમિત્તે સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું ધૂમાડા બંધ જમણવાર થયો.
જીરાવલા માં શ્રી વીઅભુના જિનાલયમાં વાજતે ગાજતે શ્રી પાર્શ્વપ્રભુજીની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજીત કરવામાં આવી
થોડા દિવસો પછી ધાંધલ શેઠે જીરાવલામાં ભવ્ય જિનાલય નિર્માણનું કામ શરૂ કરાવ્યું થોડા સમયમાં જીરાવલામાં નૂતન જિનાલય નિર્માણ થયું. એ સમયે આચાર્ય ભગવંત શ્રી અજિતદેવસૂરિજી મહારાજનું આગમન થયું અને તેમની પાવન નિશ્રામાં શ્રી પાર્શ્વપ્રભુનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આઠ-આઠ દિવસ સુધી શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ચાલ્યો આમ જીરાવલામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ધાંધલ શેઠે બનાવેલા નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠિત થઈ જે જીરાવલા પાર્શ્વનાથ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાયા
ભાવિકોની મનોકામના આ તીર્થના દર્શન માત્રથી સંપન્ન થતી હોવાથી આ તીર્થનો મહિમા સર્વત્ર ગુંજવા લાગ્યો.
રાજસ્થાનમાં આબુરોડ રેલ્વે સ્ટેશનથી ૪૮ કિલોમીટર ના અંતરે તેમજ તાલુકાના રેવદર ગામથી પાંચ કિલોમીટરના અંતરે પ્રાચીન તીર્થસ્થળ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી સિરોહી જીલ્લામાં આવેલું છે.
આ તીર્થ આજે અનેક ડુંગરમાળા ઓની વચ્ચે શોભી રહ્યું છે. આ તીર્થમાં બાવન દેવકુલિકાઓમાં જુદા જુદા નામના શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજીત છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે.
શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ
૨૦