________________
પંદરમા સૈકામાં માંડવગઢના બાદશાહ આલમશાહના રાજ્ય કારભારી ઝાંઝણશેઠના પુત્ર સંઘવી અલ્હારાજે આ તીર્થમાં અઢળક સંપત્તિ વાપરીને અદ્ભૂત રંગમંડપ બંધાવ્યો હતો.
શ્રી સંઘે મુસ્લિમ આક્રમણોથી બચાવવા આ તીર્થના મૂળનાયક માં ફેરફાર કર્યો, ગભારામાં બહારની ડાબી તરફથી દીવાલના બે ગોખલામાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ અને શ્રી દાદા પાર્શ્વનાથને બિરાજીત કર્યા તેમજ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ ફેરફાર ક્યારે થયો તે અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી
સંવત ૨૦૨૦ માં વૈશાખ સુદ-૬ ના સોમવારે આચાર્ય ભગવંત શ્રી હિમાચલસૂરિશ્વરજી મહારાજ તથા મુનિરાજ શ્રી ત્રિલોકવિજયજી મહારાજ આદિની શુભ નિશ્રામાં પુનઃ મૂળનાયકના સ્થાનમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવી, જ્યારે શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજીને ભમતીની એક દેરીમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. એક માન્યતા અનુસાર આ પ્રતિમાજીના દર્શન શ્રી મહાવીર સ્વામીએ કર્યા હતા.
આજે આ તીર્થનો મહિમા દિવસો દિવસ વધતો જાય છે પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથના મંત્રાક્ષર ૐૐ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ નું આલેખન કરવામાં આવે છે. ભાવિકો પ્રતિક્રમણમાં તીર્થવંદના સૂત્રમાં આ તીર્થને ભાવથી વંદના કરે
છે.
દર વર્ષે અહીં કાર્તિકી પુનમ, ચૈત્રીપુનમ અને ભાદરવા સુદ છઠ ના દિવસે મેળો ભરાય છે.
સવંત ૧૩૪૦માં ઝાંઝણશાહ સંઘ સહિત આ તીર્થની યાત્રાએ આવ્યાનો ઉલ્લેખ ઈતિહાસમાં જોવા મળે છે. તેમણે મૂલ્યવાન મોતી અને સુવર્ણના
૨૨
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ