________________
બન્ને સંઘના લોકોએ હર્ષનાદ કર્યો.
Bh
તે માણસે હળવેકથી શ્રી જિન પ્રતિમાજીને ખાડામાંથી બહાર કાઢયા. ખાડામાં ભંડારાયેલી હોવા છતાં શ્રી જિન પ્રતિમાજી અત્યંત દિવ્ય લાગતા હતા. તે જિનપ્રતિમા શ્રી પાર્શ્વનાથપ્રભુની હતી.
સૌએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જય જયકાર કર્યો. સંઘના અગ્રણીઓએ શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીના વ્હાલથી વધામણાં કર્યાં.
દર્શનીય, નયનરમ્ય શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી નિહાળીને ભાવિકજનો ભાવ વિભોર બન્યા.
બન્ને સંઘના અગ્રણીઓએ શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને ઉચિત સ્થાને બિરાજમાન કર્યા.
બ્રહ્માણ ગામના નગરશેઠ કહ્યું: શ્રી પાર્શ્વપ્રભુની આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા અમે ભવ્ય રીતે બહ્માણ ગામમાં કરીશુ’
ત્યાં જીરાવલાના અગ્રણીઓ બોલ્યા : ‘નગરશેઠજી, આપ આ શું કહો છો ? આ દેવીની ગુફાથી અમારું ગામ એકદમ નજીક છે તેથી આ નયનરમ્ય શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી ને પ્રતિષ્ઠા કરવાનો અમારો પ્રથમ હક બને છે.
નગરશેઠે કહ્યું : ‘ભાઈઓ તમારી વાત સાચી છે કે દેવીની ગુફાથી તમારૂં ગામ જીરાવલા નજીક છે. પરંતુ અહીં શ્રી જિન પ્રતિમાજી ભંડારાયેલા છે તેની જાણ અમારા ગામના ધાંધલ શ્રેષ્ઠીને સ્વપ્નમાં થઈ હતી. તેમને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત આપ્યો હતો આથી અમેજ આ પ્રતિમાજી ની પતિષ્ઠા અમારા ગામમાં કરીશું.
અને...બન્ને ગામોના સંઘો વચ્ચે ચર્ચા શરૂથઈ બન્ને સંઘોમાંથી કોઈ મચક આપતું નહોતું બન્ને સંઘો વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બ્રહ્માણ ગામનો સંઘ કહે કે આ પ્રતિમાજી અમે લઈ જઈશું જીરાવલા ગામનો સંઘ કહે કે અમે પ્રતિમાજી લઈ જઈશું આ ચર્ચામાં બે ઘટિકા થઈ ગઈ છતાં કોઈ અંતિમ નિર્ણય લેવાયો નહિ.
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૧૭