________________
વૃધ્ધાએ અમને કરી. મને થયું કે કોઈ દેવની પ્રતિમાજી હશે. ગઈકાલે રાત્રે હું ત્યાં નવકાર મંત્રનું સ્મરણ કરીને સૂતો ત્યારે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં દર્શન કરીને જણાવ્યું કે અહીં મનોરમ્ય અને ચમત્કારિક શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી ભંડારાયેલી છે. આ સંકેત જાણ્યા પછી હું આપની પાસે આવ્યો છું.'
‘ઓહ... દેવની ગુફામાં શ્રી જીનેશ્વર દેવની પ્રતિમાજી છે. વાહ.. આપણે વાજતે ગાજતે ગામમાં લાવીને તે પ્રતિમાજી- ની પ્રતિષ્ઠા કરીશું આવતીકાલે સંઘ સાથે જઈશું હું ગામના વણિક પરિવારોને દેવીની ગુફા પાસે પ્રાતઃકાળે એકત્રિત થઈ જવાનું જણાવી દઉં છું’. નગરશેઠે કહ્યું.
ધાંધલ શેઠે થોડીવાર રહીને વિદાય લીધી.
આ તરફ દેવીની ગુફાની નજીક રહેતા જીરાવલા નગરના લોકો ને ધાંધલ શેઠને આવલા સ્વપ્નની જાણ થઈ. તેઓ પણ ભારે ઉત્સાહમાં આવી ગયા. તેઓએ પણ બહ્માણ ગામના લોકો ની સાથે જોડાવાનું નક્કી કર્યું.
અને બીજે દિવસે ...પ્રાતઃકાળે દેવીની ગુફા પાસે બ્રહ્માણ ગામના નગરશેઠ, ધાંધલ શેઠ તથા જૈન અગ્રણીઓ સંઘ સાથે એકત્રિત થયા. સાથોસાથ જીરાવલા નગરનો સંઘ પણ ઉમટી પડ્યો હતો. બન્ને ગામના સંઘોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પ્રવર્તતો હતો.
બ્રહ્માણ ગામના નગરશેઠે ધાંધલ શેઠના કથન અનુસાર એક જગ્યાએ ખાડો કરાવ્યો ખાડો કરનારા માણસોએ ખૂબજ ધૈર્ય થી પોતાનું કાર્ય કરતા હતા. શ્રી જિનપ્રતિમાજી ને કોઈપણ જાતનું નૂકશાન ન થાય તેની પુરી ચિવટ અને તકેદારી રાખતા હતા.
વાતાવરણમાં ઉત્સુકતા છવાઈ ગઈ હતી.
બન્ને ગામના સંઘોમાં ભારે આનંદ છવાયો હતો. ત્યાં એક માણસ ખાડો ખોદતાં બોલી ઉઠ્યોઃ ‘નગરશેઠજી, આનંદ પામો... ઘંટનાદ કરાવો.. વાતાવરણને મંગલમય બનાવો... અહીં શ્રી જિન પ્રતિમાજી છે...
૧૬
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ