________________
કરતાં ખંડમાં બેઠા હતા. Apsuk 1 pp Fre the form for
સ્વામી ને આવેલા જોઈને શેઠાણી આસન પરથી ઉભા થઈ ગયા અને કહ્યું : ‘સ્વામી હું આપની જ પ્રતીક્ષા કરતી હતી.’
‘પ્રિયે દેવીની ગુફામાં નયનરમ્ય, મહાપ્રભાવક શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી ભંડારાયેલા છે. ત્યાં રાત્રે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત આપ્યો છે.’
‘ઓહ...આ તો અત્યંત ખુશીના સમાચાર છે...'
શેઠાણી એ કહ્યું:
‘મારે આ વાત મહાજનને જણાવવી પડશે. શું કરવું તેનો નિર્ણય કરવો પડશે.’
એમજ થયું
ધાંધલ શેઠ પ્રાતઃ કાર્યથી નિવૃત્ત થઈને નવા વસ્ત્રો ધારણ કર્યા પછી ભવનની બહાર નીકળ્યા અને સીધા નગરશેઠની પાસે પહોંચ્યા.
નગરશેઠે ધાંધલ શ્રેષ્ઠીને આવકાર આપ્યો...ભાવથી સ્વાગત કર્યું. અને પૂછ્યું: ‘ધાંધલ શેઠ આજે વહેલાં... વહેલાં... મારે ત્યાં... શું કોઈ પ્રશ્ન છે ? નગરશેઠજી એક અત્યંત આનંદ અને હર્ષના સમાચાર આપવા માટે આવ્યોછું.
‘શું વાત છે?’ નગરશેઠને ધાંધલ શેઠની વાતમાં રસ પડ્યો
‘નગરશેઠજી, આપણા ગામના સીમાડે આવેલ દેવીની ગુફામાં શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી ભંડારાયેલી છે તેવો સંકેત મને ગઈકાલે સ્વપ્નમાં મળ્યો છે હવે શું કરવું તે આપને નક્કી કરવાનું છે.’
‘ધાંધલ શેઠજી તમે વાત પૂરી જણાવો..’
‘શેઠજી’ મારે ત્યાં એક વૃધ્ધા આવી હતી. તેણીની ગાય છેલ્લા કેટલાક દિવસોથી દૂધ આપી રહી નહોતી આથી તે વૃધ્ધાએ તપાસ કરી તો તેણીને જાણવા મળ્યું કે ગાય દેવીની ગુફામાં જઈને દૂધની ધારા કરે છે. આ વાત તે
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૧૫