________________
બન્ને પતિ-પત્નિએ ભોજન ગ્રહણ કરવું શરૂ કર્યુ ભોજન કરીને બન્નેએ ઉભા થઈને મુખવાસ ગ્રહણ કર્યો અને પ્રતીક્ષા ખંડમાં આવ્યા.
સંધ્યાકાળ થયો ત્યારે ધાંધલ શેઠ અને શેઠાણી એ વાળું કરી ને પ્રતિક્રમણ કર્યું. | રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયો એટલે ધાંધલ શેઠ દેવીની ગુફામાં જવા માટે ભવનની બહાર નીકળ્યા શેઠાણીએ પોતાના સ્વામીને સાવચેત રહેવા જણાવ્યું હતું. આ ધાંધલ શેઠ હાથમાં દીપક રાખ્યો હતો. તેના પ્રકાશમાં તેઓ આગળ વધતા હતા. લગભગ અર્ધ ધટિકા બાદ ધાંધલ શેઠ સરિતા પાર કરીને દેવીની ગુફા પાસે આવી પહોંચ્યાં. | દેવીની ગુફામાં એક જગ્યા સ્વચ્છ કરીને આસન પાથર્યું અને તેના પર બેઠાં તરતજ તેમણે શ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરવા માંડ્યું લગભગ એકાદ ઘટિકા શ્રી નવકાર સ્મરણ કરીને તેઓ આડેપડખે થયા. થોડીવારમાં તેમની આંખો ઘેરાવા લાગી અને નિદ્રાધીન થઈ ગયા.
રાત્રિના અંતિમ પ્રહરની પ્રથમ ઘટિકા બાદ ધાંધલ શેઠને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે સંકેત આપ્યોકે આ ગુફામાં જ્યાં દરરોજ ગાય દૂધની ધારા વરસાવે છે ત્યાં નયનરમ્ય અને મનમોહક શ્રી જિનેશ્વર દેવની ચમત્કારિક પ્રતિમાજી છે.
સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવની વાણી સાંભળીને ધાંધલ શેઠના આનંદનો પાર ન રહ્યો. તેઓ તરતજ જાગૃત થઈ ગયા અને શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા.
થોડીવાર રહીને તેઓ આસન પરથી ઉભા થયા અને અતિહર્ષ અનુભવતો ધાંધલ શેઠ પોતાના ભવન પર આવ્યો. ત્યારે રાત્રિનાં અંતિમ પ્રહરની છેલ્લી ઘટિકા ચાલી રહી હતી.
જ્યારે ધાંધલ શેઠ પોતાના ભવન પર આવ્યા ત્યારે શેઠાણી તેમની પ્રતિક્ષા
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ