________________
પરથી ઉભા થયા ત્યાં જ વૃધ્ધાએ ભવનમાં પ્રવેશ કર્યો અને આશ્ચર્યના ભાવ સાથે ધાંધલ શેઠ પાસે આવી. વૃધ્ધાએ શેઠ-શેઠાણીને પ્રણામ કર્યા. ધાંધલ શેઠે કહ્યું: માજી, આમ દોડતા કેમ આવ્યા? શું કંઈ થયું છે? “શેઠજી ગજબનો ચમત્કાર થઈ ગયો. વૃધ્ધાએ આશ્ચર્યભર્યા સ્વરે કહ્યું.
શું થયું છે? માંડીને વાત કરો તો ખબર પડે.” શેઠ બોલ્યા
શેઠજી કેટલાક દિવસોથી મારી ગાય દૂધ આપતી નહોતીવહેલી સવારે હું તેને ગામના પાદરે છૂટી મૂકી આવતી તે ચરીને ઘેર પાછી આવી જતી પણ દૂધ આપતી નહોતી આથી મને થયું કે કોઈ મારી ગાયને દોહી લેતું હશે. કોણ હશે? એ જાણવા હું ગાયની પાછળ પાછળ ગઈ ત્યાં તો આશ્ચર્ય જેવી વાત હતી.” - “શું થયું? શેઠાણી ને વૃધ્ધાની વાતમાં રસ પડ્યો .”
શેઠાણીએ દેવીની ગુફામાં જઈને જોયું તો ત્યાં મારી ગાય ઉભી રહી. ગઈ અને તેના આંચળમાંથી એકાએક દૂધ ઝરવા લાગ્યું, આવું તો મે મારા જીવનમાં ક્યારેય જોયું હોતું આમ કેમ થયુ હશે તે જાણવા હું આપની પાસે આવી છું.'
“માજી આપે એક દિવસની પ્રતીક્ષા કરવી પડશે. હું આજ તે સ્થાને જઈ આવું પછી આવતીકાલે જણાવીશ કે આપની ગાય ત્યાં દૂધ કેમ ઝરાવે છે?'
તો શેઠજી હું આવતી કાલે આપની પાસે આવું?” “હા... પણ આપની ગાયને ત્યાં તો મોકલજો જ...” “હા... આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ” માજી બોલ્યા. થોડીવાર રહીને વૃધ્ધા પોતાના સ્થાને ચાલ્યા ગયા.
આ તરફ કુતૂહલ પામેલા ધાંધલ શેઠ પેઢીએ જવાના બદલે સીધા દેવીની ગુફા તરફ ગયા. દેવીની ગુફા ગામના પાદર પાસે હતી. ધાંધલ શેઠ ગુફામાં ગયા પરંતુ કશું જોવા ન મળ્યું અને વિચાર્યું કે રાત્રે
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
૧૨