________________
પરમ તપસ્વી, તેજસ્વી મહાપુરુષ, શાસ્ત્ર વિશારદ પૂ. આ.ભ. શ્રી ભક્તિસૂરિજી મહારાજના નામ સાથેની શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય(શંખેશ્વર)માં મૂળ નાયક રૂપે બિરાજમાન છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભક્તિ પાર્શ્વનાથ
ભક્તિ પાર્શ્વનાથ
1
શંખેશ્વરમાં તપાગચ્છસૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ.પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ.આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજની પ્રેરક પ્રેરણાથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ વિશાળ જગ્યામાં રચાયું છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. જેમાં પ્રથમ શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. આ પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથની ખરા હૃદયથી જેઓએ આરાધના કરી છે તેઓને મંગલકારી લાભ પ્રાપ્ત થયો છે. પ્રતિમાજી માંથી કરૂણા વરસતી જોવા મળે છે.
૯
(e)