Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004865/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 6386 5 yasi voi! ES & CIDRE DIET ICISICRICE SOSSS SP:9059 પ્રઘથdale * પ્રાઉથનપ્રણાવ પૂ.આ.શ્રી વિજય Side212121 23 HSR2LX Jain Education, international Page #2 -------------------------------------------------------------------------- ________________ IANIE હીનાથી જ ! TECIDRI DHÉE ICISICRIE, પ્રવચનકાર વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયી ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક જન્માષ્ટ પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩પ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail: sanmargp@icenet.net www.jainelib Hatto Jain Education Maka Page #3 -------------------------------------------------------------------------- ________________ যূথso qছাবা থুথৰাই આનાથી જઇ ! ISBN 81 - 87163 -69-0 પ્રથમ આવૃત્તિ ઃ વિ. સં. ૨૦૧૨ નકલ : ૩૦૦૦ મૂલ્ય : રૂ. ૩૦-૦૦ વિમોચન દિવસઃ સં. ૨૦૬૨, કારતક વદ-૭ બુધવાર, તા.૨૩-૧૧-૨૦૦૫ વિમોચન સ્થળ : “દીક્ષાયુગ પ્રવર્તન મંડપ', ગુજરાત કોલેજ કોર્ટ ગ્રાઉન્ડ, એલીસબ્રીજ, અમદાવાદ-૬. પ્રકાશક સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન સત્યાર્થ પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધગિરિરાજ અને રાજરાજેશ્વર શ્રી આદિનાથ પ્રભુ MOTOR Jain Edation International Www.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા Jain Education o sewarelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપોનિધિ નિઃસ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહારાજ આ ગુણયશસૂરીશ્વરજી Jain Educatiomernational Page #7 -------------------------------------------------------------------------- ________________ માર્ગોનુગામી પ્રતિભાના સ્વામી, પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીતિયશસૂરીશ્વરજી મહારાજ Jain Education Page #8 -------------------------------------------------------------------------- ________________ , , , , , , , , , , ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0000000000 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 . 0 ૦ ૦ 0 0 ૦ 0 0 0 0 બંધનમુક્તિનો સંદેશ સિદ્ધાચલ તીર્થાધિરાજની શીતલ છાયા, શ્રી રામચંદ્રસૂરિરાજ સમુદાયની = વર્ધિષ્ણુ નિશ્રા, ૧૪-૧૪ સૂરિવરો, શતાધિક સાધુ, ૪૫૦ જેટલા સાધ્વીજી અને (૩૫00 આરાધકોનું ઐતિહાસિક ચાતુર્માસ, વર્તમાનકાળના મૂર્ધન્ય પ્રવચનકાર, બુલંદ અવાજના સ્વામી, અખૂટ ઉક્તિઓ અને અકાઢ્ય યુક્તિઓથી સભર આગમ || - આધારિત પ્રવચનધારા, રોજ સવારે ૧૦ના ટકોરે થતો “બુક્ઝિઝ' - બોધ પામો | - નો આપ્તનાદ, આત્માને જગાડી બંધનને જાણી તોડવાનો હિતોપદેશ. સૈકાઓ પહેલા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી સુધર્માસ્વામીજી વચ્ચે કે : તેમજ શ્રી સુધર્માસ્વામીજી અને શ્રી જંબુસ્વામીજીવચ્ચે થયેલ સંવાદ.. સૂરિવરોની :) કે પરંપરાએ અમ સુધી પહોંચ્યો... અમે ય એ સંવાદના એક પાત્ર બન્યા. આ ; યોગ્યતાની ખીલવટ વધતી વધતી અમને ય પ્રભુવીરમય બનાવે, બંધન-મુક્તિના : માર્ગે ! એ જ એક અભિલાષાથી આનું પ્રકાશન કરવામાં અલ્પ નિમિત્તભૂત બન્યા : છીએ. પરમોપકારી વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી | મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી : * મહારાજનો ઉપકાર ઝીલીને રાજનગર-અમદાવાદ નિવાસી સ્વ. શ્રી શનાભાઈ ચંદુલાલ દલાલ- સ્વ.સવિતાબેન શનાલાલ દલાલ = સ્વ.શ્રી રસિકલાલ શનાભાઈ દલાલ- સ્વ.શ્રી ભરતભાઈ શનાલાલ દલાલ શનાભાઈના સુપુત્રી સ્વ. ભારતીબેન ક સર્વ સ્વજનોના આત્મશ્રેયાર્થે તેમજ પરિવારના તપસ્વીઓના તપ-અનુમોદનાર્થે - અ. સી. રશ્મીબેન નિતીશભાઈ દલાલ | સ્વ. પ્રેમચંદભાઈ માણેકલાલ ૧૦૪૧ સળંગ આયંબિલ કરી બૅરીસ્ટરના આત્મશ્રેયાર્થે * સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવને | શ્રીમતી તારાબેન પ્રેમચંદભાઈ, : અર્પણ કરેલ. વર્ધમાનતપ-૬૫ ઓળી હસમુખભાઈ-ચંદ્રકાન્તભાઈ-મયૂરભાઈ શ્રીમતી મીનાબેન ભરતભાઈ દલાલ શ્રીમતી પ્રજ્ઞાબેન રસિકલાલ દલાલની વિવિધ આરાધનાઓ નિતીશ શનાલાલ દલાલ E નિરવ-અ.સો. હીના, સુજલ-અ.સૌ. જેસલ, વૈશલ, વર્ષિલ, સીમરન, આશ્મન 0 ooo ૦ ૦ ૦ ૦ ૦ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 o o o o o o o o o o o Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વ્યાખ્યાનવાચસ્પતિ, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પરમનિઃસ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પરમવિનેય અધ્યાત્મ-ધ્યાનયોગગ્રંથ નિષ્ણાત, જ્યોતિશિવિશારદ, પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે વિ.સં. ૨૦૫૩ થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષોમાં ચાતુર્માસિક તેમજ શેષકાલીન રોજીંદા વ્યાખ્યાનોમાં પ્રભુ શ્રીમહાવીરદેવે અર્થથી પ્રરૂપેલ અને શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સૂત્રથી ગ્રંથિત કરેલ શ્રી આચારાંગજી સૂત્રનું ખૂબ જ રસાળ, વૈરાગ્યવર્ધક શૈલીમાં વાચન કર્યું હતું. મુંબઈમાં શ્રી આચારાંગજી સૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધનાં વ્યાખ્યાનો પૂર્ણ થયાં. એ જ વેળાએ જિજ્ઞાસુ શ્રોતાવર્ગે બીજું આગમ અંગસૂત્ર સૂયગડાંગજી વાંચવા અંગે વિનંતીઓ કરેલ. તપાગચ્છાધિરાજશ્રીજીના પટ્ટાલંકાર, પ્રશાંતમૂર્તિ, જ્યોતિષમાર્તણ્ડ, સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અંતિમ ઈચ્છા-પાલીતાણા ખાતે ચાતુર્માસ નિશ્રા આપવાની હતી. તે, તેઓશ્રીમદ્નો સમાધિપૂર્વક ચૈત્ર વદ-૨ના કાળધર્મ થવાથી પૂર્ણ થઈ ન હતી. તેને સામુદાયિક રૂપે પરિપૂર્ણ કરવાની શુભ ભાવનાથી વિ. સં. ૨૦૫૮માં પાલીતાણા, સાચોરી ભવન ધર્મશાળામાં જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી – પૂ. આ. શ્રી વિજય વિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ 4 Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય અજિતસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૪-૧૪ સૂરિભગવંતો, શતાધિક સાધુ અને ૪૫૦ થી વધુ સાધ્વીજી ભગવંતોએ રામસણપૂના નિવાસી ધર્મબેન વીરચંદ ટુકમાજી પરિવાર તથા મોકલસર નિવાસી સમરથમલ જીવાજી વિનાયકીયા પરિવાર આયોજિત ભવ્ય ચાતુર્માસ પ્રસંગે શુભનિશ્રા આપી હતી. તેઓશ્રીની નિશ્રા-ઉપસ્થિતિ તેમજ ત્રણ-ચાર હજાર જેટલા દૈનિક શ્રોતાવર્ગની સમક્ષ એ વિનંતીને સાકાર કરવારૂપ શ્રી સૂયગડાંગજી પરનાં વેધક પ્રવચનો શરૂ થતાં મયૂરો મેઘ ગાજતાં નાચી ઉઠે તેમ ભવ્ય જીવો નાચી ઉઠ્યા હતા. સમ્યગ્દર્શનની શુદ્ધિ માટેનો શ્રી સૂયગડાંગ સૂત્ર અપૂર્વ ગ્રંથરાજ છે. તો એ સૂત્ર પર વ્યાખ્યાનો ફરમાવતા વ્યાખ્યાતા પણ વર્તમાન સમયના પ્રવર પ્રાવચનિક તેમજ પ્રવચનોપરાંત અન્ય વિવિધ શાખાવિષયક પ્રગર્ભ જ્ઞાનદાનથી શ્રીસંઘમાં અત્યંત આદરણીય વ્યક્તિત્વ ધરાવે છે. શાશ્વત તીર્થાધિરાજની છાયા ને ભવનિસ્તારક ચાતુર્માસિક માહોલ વગેરે ભાવવર્ધક આલંબનો મળવાથી આ મહાન આગમના ભાવો અપૂર્વ ખૂલ્યા હતા, સુવાસી ગુલાબની જેમ ખીલ્યા હતા. જેની સુવાસથી હજારો ભવ્યાત્માઓએ બંધનને જાણી એ બંધનને તોડી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ પ્રારંભ્યો હતો. સન્માર્ગના હજારો વાચકો તેમજ ત્યાંના શ્રોતાઓ તરફથી વારંવારની માંગ આવતી હતી કે – “આ પ્રવચનોને સન્માર્ગનાં પૃષ્ઠો પર સમાવવામાં આવે.” આગ્રહ એટલો બધો થતો હતો કે – “પૂરાં પ્રવચનો ન જ છાપી શકો તોય સારગ્રાહી અવતરણ તો જરૂર આપો. અમારાં જુગજૂનાં અંધારાં આ પ્રવચનોથી ઓગળે છે. અમે કાંઈક પ્રકાશ પામીએ છીએ. તે પ્રકાશ કિરણ લૂંટાઈ ન જાય માટે અમને પ્રવચન-સાહિત્યનું Page #11 -------------------------------------------------------------------------- ________________ આલંબન આપો !” એમ વારંવાર અમારી પર અનુરોધો આવવાથી જિજ્ઞાસુ વર્ગના સંતોષ માટે... સન્માર્ગની ચાલુ કોલમોને ગૌણ કરીને ય પાલીતાણાના વ્યાખ્યાનોનો આંશિક રસાસ્વાદ કરાવવાનો શુભ નિર્ણય લેવાયો હતો. આશા જ નહિ, વિશ્વાસ હતો કે સુજ્ઞો તેને વધાવશે અને બન્યું પણ એવું જ. ત્યારબાદ થોડો સમય એનું પ્રકાશન અટક્યું. ફરી આગ્રહી વિનંતિઓનો મારો થતાં એનાં અવતરણો પૂરેપૂરાં આપવાની શરૂઆત કરાઈ. એ પ્રવચનો ખૂબ જ લોકપ્રિય બન્યાં. અંકમાં છપાયેલાં પ્રવચનો પુસ્તકાકારે થાય તો ઘણો લાભ થાય. એમ વિચારી એનું પુનઃ સંપાદન, અવલોકન, પરિમાર્જન, શુદ્ધિ-વૃદ્ધિકરણ તેમજ જેટલાં પ્રવચનો તૈયાર કરી શકાયાં ન હતાં, તેમનું પણ સંપાદનાદિ કરીને અત્રે તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. પાલીતાણામાં પહેલા શ્રુતસ્કંધના પહેલા સમય અધ્યયન ઉપર જ પ્રવચનો થયાં હતાં. એ પૈકીનાં કુલ ૩૩ પ્રવચનો આ પ્રથમ ત્રણ પુસ્તકોના સેટ રૂપે છપાયાં છે. પ્રથમ ભાગમાં ૧૩ પ્રવચનો, બીજા ભાગમાં ૧૪ થી ર૩ એમ ૧૦ પ્રવચનો અને ત્રીજા ભાગમાં ૨૪ થી ૩૩ એમ ૧૦ પ્રવચનો છપાયાં છે. - પાલીતાણા પછી વિ. સં. ર૦૫માં અમદાવાદ-પાલડી-ભગવાનનગરના ટેકરે શ્રી વિશ્વનંદિકર જૈન સંઘના આંગણે આ જ આગમ ગ્રંથ પર પ્રવચનો થયાં, જેમાં પહેલું અધ્યયન વંચાયું. ત્યારબાદ વિ. સં. ૨૦૬૦માં સુરત-અઠવાલાઈન્સ ખાતેના ચાતુર્માસમાં બીજું-વૈતાલીક અધ્યયન વંચાયું; અને વિ. સં. ૨૦૬૧માં અમદાવાદપાલડી-વસંતકુંજ ખાતે ત્રીજા-ઉપસર્ગ પરિજ્ઞા અધ્યયન પર માર્મિક પ્રવચનો થયાં હતાં. તે પ્રવચનો હવે પછી તૈયાર કરી પ્રકાશિત કરવા ભાવના રાખીએ છીએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે પટ્ટશિષ્ય ગણધર શ્રી સુધર્માસ્વામીજીને સોપેલો, શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને સમર્પેલો અને ત્યારપછીના પટ્ટધરોની પરંપરાએ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુધી આવી પહોંચેલો આ વ્યુતવારસો તેઓશ્રીજીના આજીવન અંતેવાસી વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના ચરણોની સેવા કરતાં કરતાં આત્મસાત્ કરનાર પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના માધ્યમથી આપણા સુધી આવી પહોંચ્યો છે. આપણા કર્ણપટલ સુધી આવેલ આ શ્રુતવહેણને હદયકમળમાં સ્થાપિત કરી આત્મમહેલમાં પ્રતિષ્ઠિત કરીએ એ જ શુભકામના. - જન્માર્શ પ્રકાશન Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રભુવીરનો વારસો : આપણા સુધી આવી પહોંચ્યો ! પરમાત્મા શ્રી મહાવીરદેવે ફરમાવેલ ત્રિપદીને ઝીલી અગ્યારે ગણધર ભગવંતોએ ચૌદ પૂર્વપૂર્વક દ્વાદશાંગીની રચના કરી. પંચમ ગણધર શ્રી સુધર્માવામીજી મહારાજાએ રચેલી દ્વાદશાંગીનું વહેણ આગળ વધ્યું. એમાંનું જ બીજું અંગઆગમ છે : ‘શ્રી સૂયગડાંગ સુતં'; એનું સંસ્કૃત નામ છે : ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમ્.' શ્રી આચારાંગજી નામના પ્રથમ અંગ આગમમાં શ્રમણ ભગવંતોના મોક્ષસાધક ભવ્ય-દિવ્ય આચારનું વર્ણન કર્યા બાદ બીજા શ્રી સૂયગડાંગ સૂત્રમાં મુખ્યત્વે દર્શનવાદની ચર્ચા-વિચારણા કરાઈ છે. આત્મા કર્મનાં બંધનોથી કેમ બંધાય છે ? તેની કારણ-મીમાંસામાં અહીં બધા જ મિથ્યાદર્શનોની માન્યતાઓ રજુ કરીને, એમાં રહેલા મિથ્યા-અંશનું બરાબર પરિમાર્જન કરવામાં આવ્યું છે. મિથ્યામતોની મિથ્યા-માન્યતાને આધીન બનેલું જગત પ્રથમ તો મિથ્યાત્વનું બંધન ઉભું કરે છે. એથી પ્રેરાઈ પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો ઉભાં કરે છે અને એ બધાં જ બંધનોથી કર્મનું બંધન ઉભું થાય છે. આત્મા પાપકર્મથી બંધાઈ એના ફળ-વિપાકો ભોગવવા દુર્ગતિના દારુણ ચકરાવે ચડી જાય છે. દુર્ગતિના ચકરાવે ચડેલો જીવ દુઃખ અને દુઃખની પરંપરાનો ભોગ બને છે. એ દુઃખી જીવોની કરુણાથી પ્રેરાઈ પ્રભુએ સુખનો માર્ગ બતાવ્યો. સમ્યગ્દર્શન એ સુખનો પ્રારંભ છે. સર્વવિરતિ એ સુખનો ઈહલૌકિક પારલૌકિક આસ્વાદ છે અને મોક્ષ-શિવગતિ એ સુખનું શાશ્વત ધામ છે. જૈન દર્શન જીવને સમ્યગ્દર્શન, સર્વવિરતિના માધ્યમે શાશ્વત સુખરૂપ સ્વ-ઘર સુધી પહોંચાડી આપે છે. એનો જ બોધ-માર્ગ શ્રી સૂયગડાંગ સૂત્ર સાધકને સમર્પે છે. આ સૂયગડાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. શ્રુતસ્કંધ એટલે મોટા વિભાગો, જેમ કોઈ વૃક્ષના મોટા બે થડ હોય તેમ આ આગમ ગ્રંથના બે વિભાગો શ્રુતસ્કંધ રૂપે ઓળખાય છે. 7 Page #13 -------------------------------------------------------------------------- ________________ પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથા ષોડશ' છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. અધ્યયન એટલે જ અધ્યાય. મુખ્ય મુખ્ય વિષય-વિભાગ જ્યાં જુદા પડતા હોય તેને અધ્યાય કે અધ્યયન રૂપે ઓળખવામાં આવે છે. એ સોળ અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – સમય ૭ – કુશીલ પરિભાષા ૧૩ - યથાતથ્ય. ૨ – વૈતાલિક ૮ - વીર્ય ૧૪ – ગ્રંથા ૩ – ઉપસર્ગ-પરિજ્ઞા ૯ - ધર્મ ૧૫ – આદાનીય ૪ – સ્ત્રી-પરિજ્ઞા ૧૦ - સમાધિ ૧૬ – ગાથા ૫ – નરક-વિભક્તિ ૧૧ - માર્ગ ૬ - વીરસ્તુતિ ૧૨ – સમવસરણ. આ સોળ અધ્યયનોમાં ઉદ્દેશાઓ (પેટા વિભાગો) નીચે મુજબ છે. અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા ૧3 ૧૪ ૧૫ ૧૬ કુલ-૧૬ કુલ-૨૬ એટલે પહેલા શ્રુતસ્કંધમાં કુલ અધ્યયનો-૧૬ અને કુલ ઉદેશાઓ-૨૬ છે. બીજો શ્રુતસ્કંધ “મહાઅધ્યયન' નામે પ્રસિદ્ધ છે. એમાં અધ્યયનો-૭ છે અને પ્રત્યેક અધ્યયન સ્વયં ઉદ્દેશારૂપ છે. એટલે ઉદ્દેશા પણ ૭ જ છે. એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના મળી ૨૩ અધ્યયનો અને ૩૩ ઉદ્દેશાઓ છે. બીજા શ્રુતસ્કંધોના અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – પુંડરીક ૪ – પ્રત્યાખ્યાન ક્રિયા ૭ - નાલંદીયા ૨ – ક્રિયાસ્થાન ૫ – આચારશ્રુત ૩ – આહારપરિજ્ઞા ૬ - આદ્રકીયા Page #14 -------------------------------------------------------------------------- ________________ આ સૂયગડાંગ સૂત્ર મૂળ અને પંચાંગીના પઠન-પાઠન માટે કેવળ યોગવાહી, ગુરુઆજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો જ અધિકારી છે. ચતુર્વિધ શ્રીસંઘ ગીતાર્થ, બહુશ્રુત, સંવિગ્ન, ભવભીરુ ગુરુના શ્રીમુખે એના સૂત્ર-અર્થ-તદુભયનું વ્યાખ્યાન સાંભળવાનો અધિકારી છે. જૈનશાસનના ચાર અનુયોગો પૈકી આ અંગમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગનો અધિકાર છે. આમાં ૩૬૩ પાખંડીઓના મિથ્યા-સંકલ્પનોનું યુક્તિયુક્ત ખંડન અને સર્વાંગસુંદર, સર્વનય સમન્વયાત્મક, અનેકાંતમય, જૈનદર્શનનું અકાટ્ય મંડન કરવામાં આવ્યું છે. આ મહાન આગમ ગ્રંથ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ કરનાર હોઈ પ્રત્યેક ભવ્યાત્માએ સુયોગ્ય સદ્ગુરુ ભગવંત પાસે આનું વિધિવત્ શ્રવણ કરવું જોઈએ. શ્રી સૂયગડાંગ સૂત્રની વિવિધ પ્રકારે ભક્તિ કરવાથી પણ સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે. સ્વર્ણની શાહીથી ઉત્તમ તાડપત્ર, કાગળ ઉપર આ આગમ લખાવવું, એની દ્રવ્ય-ભાવ અર્ચા કરવી, સૂત્ર-અર્થ વ્યાખ્યાનકાર મહર્ષિનું સુગંધી દ્રવ્યો વગેરેથી પૂજન કરી જ્ઞાનના આચારોનું પાલન, બુદ્ધિના આઠ ગુણોનું ધારણ આદિપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવાથી મિથ્યાત્વનાં પડલો દૂર થાય છે, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને પ્રાપ્ત સમ્યગ્દર્શન વિશુદ્ધ થાય છે. મહાતીર્થના સાનિધ્યમાં, વડીલોની નિશ્રામાં, સકલસંઘની સમુપસ્થિતિમાં આ પ્રવચનો કરતી વખતે મેં અનેરી સંવેદનાઓ અનુભવી છે. પ્રભુવીરની વાણી અનેકવાર હૃદયને, જીવનને અને આત્માને સ્પર્શી છે. મેં મુખ્યપણે મારા આત્માને આગમના ઉદાત્ત ભાવોથી ભાવિત અને સંસ્કૃત કરવા માટે જ આ પ્રવચનો કર્યા છે; સાથોસાથ શ્રવણ કરનાર આત્માઓના એકાંતે કલ્યાણની કામના સેવી છે. નિરૂપણ કરતાં ગ્રંથનો ભાવ જળવાય એની શક્ય કાળજી પણ રાખી છે. છતાં ક્યાંક ચૂક્યો હોઉં તો બહુશ્રુતો મને જણાવે તો પુનરાવલોકનમાં ઉપયોગી બની શકશે. અહીં રજુ થતાં પ્રવચનોનાં વાચન-મનનાદિ દ્વારા સૌ કોઈ અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા આત્માને જગાડી, આત્માને ભવ-દુઃખ બંધનમાં બાંધતા કર્મનાં બંધનો, પરિગ્રહ, હિંસા, મમતા અને મિથ્યાત્વનાં બંધનોને જાણી, એને તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરી શાશ્વત સુખમય મોક્ષને પામે એ જ શુભાભિલાષા. લિ. આચાર્ય વિજય કીર્તિયશસૂરિ Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્રના સથવારે : ભાગ-૨ આતમ જાગો ! અલ્પાક્ષરી પરિચય આગમને જાણવાનું તે આતમને જગાડવા ! અનાદિકાળથી મોહની મીઠી નિંદરમાં સૂતેલા આપણા આતમરામને જગાડી, આગમ-અરીસામાં સ્વરૂપને જોઈ પોતાને વળગેલાં જુદાં જુદાં બંધનોને જાણવાનો અને તે બંધનોને તોડી શાશ્વત સુખાનંદને માણવાનો સંદેશો આ વિભાગ આપે છે. કુલ દસ પ્રવચનો આ માટે જ પ્રયોજાયાં છે. પહેલા જ પ્રવચનમાં ‘સમય’ અધ્યયનના પ્રારંભને નિમિત્ત બનાવી ‘સમય’ શબ્દના જૂદા જૂદા અર્થ બતાવ્યા છે. “બોધ” આપનારાં વચનો કેટલાં દુર્લભ છે, તે અહીં અનેક દૃષ્ટાંતો સાથે સમજાવેલ છે. ત્યારબાદ અનાદિથી ચાલતું ભવભ્રમણ મૂર્તિમંત કરતું બીજું પ્રવચન ફરમાવ્યું છે. બોધ પામેલ આત્માનો બંધનને જાણવાનો અને તોડવાનો પુરુષાર્થ રજુ કરતું ત્રીજું પ્રવચન છે તો ચોથામાં શ્રી સુધર્માસ્વામીજીએ જે જંબૂકમારને જગાડ્યા તેમનો દિલવેધક જીવનવૃત્તાંત રજુ થયો છે. પાંચમું પ્રવચન “મિથ્યાત્વ' બંધનને ઓળખાવી “અવિરતિ બંધનનો ય પરિચય આપે છે. છઠ્ઠા પ્રવચનમાં “કષાય' બંધનની ભયાનકતાની તાસિર રજુઆત પામી છે. સાતમાં પ્રવચનમાં અવિરતિની સુંવાળપ અને “પરિગ્રહ” બંધનનો પરિચય કરાવાયો છે. આઠમું પ્રવચન અનેકપ્રકારે “પરિગ્રહને બંધનરૂપ પુરવાર કરે છે તો નવમા પ્રવચનમાં પરિગ્રહે કરેલ આત્માની બેહાલીને આબેહુબ વર્ણવી છે. છેલ્લા પ્રવચનમાં પરિગ્રહ બંધનને નાથવાના ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. પહેલાં પ્રવચનો સુધી પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાની પહેલી ગાથા જ વિવેચના પામી છે. તો છેલ્લા ચાર પ્રવચનો બીજી ગાથા ઉપર પણ વિવેચના ધરાવે છે. આત્મા જાગે નહિં ત્યાં સુધી બંધનને જાણે કે તોડે નહિં માટે આત્માને જગાડવાની મુખ્યત્વે વાત કરતા આ વિભાગનું નામકરણ “આતમ જાગો !” કરવામાં આવ્યું છે. 10 Page #16 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ આઘાણ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૭. ભોરોલતીર્થ નિવાસી વોરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહહ વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૭. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૬. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા કઃ કિર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ ૨૯. છોટાલાલ નાથાલાલ શાહ મુંબઈ ૩૦. સીતાદેવી પોદાર મુંબઈ મુંબઈ નવસારી - 11 Page #17 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશીહ.શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૭. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી ૭. શ્રી મણીલાલ નહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારુબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ ૧૯. શાહ માણેકલાલ નાનચંદ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આઘોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હર અભયભાઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ. ભરતભાઈ નવસારી ૨૫. વિણાબેન ધીરજલાલ કપાસી ૨૭. શ્રીમતી આશાબેન કિરીટભાઈ શાહ મુંબઈ ૨૭. વોહરા રામચંદ હકમચંદ પાલડી-અમદાવાદ ૨૮. કલાબેન કાંતિલાલ પનાજી જેતાવાડા-મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે ! ૨. આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ ૩. બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં ૪. દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબૂસ્વામી ૫. બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ . કષાય બંધનની બહુરૂપિતા ૭. અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ ૮. આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ ૯. પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી : ૧૦. પરિગ્રહ એ સુંવાળું બંધન ૨૦૫ ૨૩૫ 13 Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ 14 ૧ - બોધ પામો ! બોઘ પામો ! પ્રભુ વીટની એ વાણી છે - વિ.સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૪, સોમવાર, તા. ૧૨-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • સમય અધ્યયનના વિવિધ રૂપો • પ્રભુ, ચંડકૌશિક અને જંબુસ્વામીની જેમ • સાધનાનો આદિ-મહામંત્ર: આપણું સૌભાગ્ય : ન્સિઝ'=બોધ પામ! - રોહિણીયો ચોર : જાગ્યો અને • ભગવંતને સંબોધનઃ “યુહિ.' બંધનોને તોડ્યા : - ચંડકૌશિકને સંબોધન: ‘ગુજ્જ.. .' - એક વચનથી અજવાળું : • ચડતા તાવમાં દવા ન અપાય : વિષયઃ પહેલા પદ “ક્સિ' ની વિચારણા. શ્રી સૂયગડાંગ સૂત્રના ‘સમય’ નામના પ્રથમ અધ્યયનના વ્યાખ્યાનનો પ્રારંભ કરતાં પ્રવચનકારશ્રીએ ‘સમય’ના શાસ્ત્રસંમત અર્થો બતાવ્યા છે. ત્યારબાદ આ પ્રથમ અધ્યયનના પહેલા ઉદ્દેશાની ગાથાઓમાં વણિત વિષયની માહિતી આપી છે. અન્ય ઉદ્દેશાઓની ટુંકી સમરી આપીને તેઓ સૂત્રના પ્રથમ પદની વિચારણામાં આગળ વધ્યા છે. પ્રભુનાં વચનો: ‘જાગો ! બોધ પામો ! બંધનને જાણો અને બંધનને તોડો !' અહીં એક નવો તાજો અંદાજ લઈ ઉદય પામ્યાં છે. શ્રી જંબુસ્વામીજી જેવા સુશિષ્ય ને શ્રી સુધર્માસ્વામીજી જેવા સદ્ગુરુ પ્રભુ વીરનાં વચનો સુણાવે છે; એ આપણને પણ કેવાં લાગુ પડે છે, તેની અહીં અનુપ્રેક્ષા કરાઈ છે. ચંડકૌશિક સર્પ અને રોહિણીયા ચોર જેવા પાપીઓને પુનિત બનાવતાં એ વચનોની અહીં મહત્તા પદ પદ પર ગોચર થાય છે. પ્રવચનનું પ્રતિબિંબ * જ્ઞાનીઓ ધમધમતા ક્રોધમાં ક્યારેય ઉપદેશ આપતા નથી. ચડતા તાવમાં જેમ દવા ન અપાય તેમ. * સદોષ વ્યક્તિ પણ જ્યારે નિર્દોષ બને છે, ગુણસંપન્ન બને છે ત્યારે જે લોકો એને ધિક્કારતા હોય છે તે જ એની પૂજા કરે છે. * સાવધ થયેલાને બંધન એટલાં હેરાન ન કરી શકે. જેટલાં બેસાવધને કરી શકે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ઃ બોઘ પામો ! બોઘ પામો! પ્રભુ વીટની એ વાણી છે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પરમતારક પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીને પ્રાપ્ત કરીને અન્ય દસ ગણધર ભગવંતોની જેમ જ મહાન દ્વાદશાંગીની રચના કરી, જેને પરમતારક પરમાત્માએ પોતાની કેવલ્યદૃષ્ટિથી પ્રમાણી, જે પૈકીનું બીજું અંગ-આગમ, શ્રી સૂયગડાંગ સૂત્ર જેનું નામ છે, તેના દ્વારા આત્માને જાગવાનો, જાગીને આત્માને અનાદિકાળથી વળગેલાં બંધનોને ઓળખવાનો, તે બંધનોને ઓળખીને તેને તોડવાનો ઉપદેશ આપ્યો છે અને તે પછી તે માટેની સાધના કઈ ? તે માટે કેવો પુરુષાર્થ કરવો ? વગેરે બાબતોનું ઉચ્ચતમ માર્ગદર્શન આપ્યું છે. અત્યાર સુધીના દિવસોમાં આપણે, આ આગમનું શ્રવણ કરવા માટે કેવી પૂર્વતૈયારી હોવી જોઈએ ? તેની વાતો કરી, તેમજ તેમાં આવતા વિષયોની પણ વિચારણા કરી. આજે એ આગમનો પહેલો શ્રુતસ્કંધ, તેનું પહેલું અધ્યયન અને તેમાં આવતા ચાર ઉદ્દેશાની અને તેનાં નામો વગેરેની વાત કરીને આગળ વધવું છે. સમય અધ્યયનના વિવિધ રૂપો : પહેલા અધ્યયનનું નામ “સમય અધ્યયન' છે. નિર્યુક્તિકાર પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ આ “સમય” શબ્દના બાર નિક્ષેપાઓ કર્યા છે. આપણે ત્યાં કોઈપણ વાતની રજૂઆત કરતાં સામાન્ય રીતે ચાર નિક્ષેપાથી વિચારણા થાય છે. એ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, નિક્ષેપા એ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ - આતમ જાગો ! વસ્તુના સ્વરૂપને વિવિધ રીતે સમજાવવા માટે કરાતી વિચારણાનો એક પ્રકાર છે. અનુયોગદ્વાર નામના આગમમાં એની વિસ્તારથી વાત કરવામાં આવી છે. અહીં સમય શબ્દના ૧ નામ સમય, રે સ્થાપના સમય, ૩ દ્રવ્ય સમય, ૪ કાળ સમય, ૫ - ક્ષેત્ર સમય, ૬ - કુતીર્થ સમય, ૭ - સંકેત સમય, ૮ - કુળ સમય, ૯ ગણ સમય, ૧૦ સંકર સમય, ૧૧ ગંડી સમય અને ૧૨- ભાવ સમય એમ બાર નિક્ષેપા કર્યા છે. આ બધુ રજૂ કર્યા પછી કહ્યું કે, અહીં જે ‘સમય’ની વાત કરવાની છે, તે ‘ભાવ સમયની’ કરવાની છે. કેમકે એકમાત્ર ભાવસમય જ ઉપાદેય છે. બાકીના માત્ર જાણવા યોગ્ય છે. એથી તેમની માહિતી આપી છે અને ભાવસમય આરાધવા યોગ્ય હોઈ એની સવિગત માહિતી આપી છે. ૪ - ‘સમય’ શબ્દના પણ ઘણા અર્થ થાય છે. સમય એટલે કાળ, સમય એટલે અવસર, સમય એટલે શાસ્ત્ર, સમય એટલે સિદ્ધાંત, સમય એટલે દર્શન, સમય એટલે મત. એવા તો ઢગલાબંધ અર્થ કોષગ્રંથોમાં મળે છે. સભા : અહીં ‘સમય' શબ્દનો કયો અર્થ લેવાનો ? 284 અહીં મુખ્યતયા સમય એટલે ‘દર્શન’, ‘શાસ્ત્ર', ‘સિદ્ધાંત’ એવો અર્થ સમજવાનો છે. આ મહાન આગમની વાતો કરશું, એ દરમ્યાન વારંવાર ‘સમય', ‘સ્વસમય’, ‘પરસમય' એવા શબ્દો આવશે. આને માટે ‘સ્વસમય-પરસમય વક્તવ્યતા' આવો શબ્દપ્રયોગ પણ જોવા મળશે. સભા : ‘સ્વસમય’ એટલે શું અને ‘પરસમય’ એટલે શું ? સ્વસમય એટલે જૈનદર્શન તથા તેના સિદ્ધાંતો અને પરસમય એટલે અજૈન દર્શન તથા તેના સિદ્ધાંતો. ૫૨મતા૨ક પરમાત્માએ કેવળજ્ઞાન પામ્યા પછી જે માર્ગ જોયો અને તેનું જે નિરૂપણ કર્યું, તે ‘સ્વસમય’. જેની પાસે વીતરાગતા નથી - સર્વજ્ઞતા નથી, આત્માને જોયો નથી-જાણ્યો નથી અને આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટેનો માર્ગ પણ જેણે જોયો નથી-જાણ્યો નથી, તેવાઓએ પોતાની મતિકલ્પનાથી થોડું અહીંથી - થોડું ત્યાંથી લઈને જે મતો પ્રવર્તાવ્યા, તે બધા ‘પ૨સમય.’ એમાંના Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫ – ૧ બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 - 285 કેટલાક આત્માને માને છે -- કેટલાક માને તોય આત્માને જેવો ન હોય તેવો માને છે – તો કેટલાક આત્માનું અસ્તિત્વ જ માનવા તૈયાર નથી, એ અંગેની વાતો આમાં આપવામાં આવી છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશા પૈકી પહેલા ઉદ્દેશામાં ૧ થી ૨૩ ગાથા છે. એમાં ૧ થી ૫ ગાથામાં “બંધન' કોને કહેવાય? તેનું સ્વરૂપ શું ? કઈ રીતે તે દારૂણ છે? તેને તોડવાનો માર્ગ કયો? ઉપાયો કયા ? તેની વાત કરવામાં આવી છે. ઉઠ્ઠી ગાથામાં કે જે લોકોને જૈન દર્શન મળ્યું નથી, એવા જેટલા મિથ્યામતવાળા છે, તેમની કેવી અવદશા છે અને તેમની મિથ્યા માન્યતા અને અવદશા શા માટે છે ? તેની વાત છે. ૭મી અને ૮મી ગાથા એ અર્વાધિકાર સ્વરૂપ છે. પહેલા અધિકારમાં પંચમહાભૂતને જ માનતા “ચાર્વાક' મતની માન્યતાનું વર્ણન કરીને તેનું ખંડન કરવામાં આવ્યું છે. ૯મી અને ૧૦મી ગાથામાં બીજો અર્વાધિકાર છે, તેમાં આત્મા અને શરીર એક જ છે, જુદાં નથી, તેવી માન્યતાવાળા “મીમાંસક' મતનું વર્ણન અને ખંડન કરવામાં આવ્યું છે. ત્યાર પછી - ૧૧મી અને ૧રમી ગાથામાં ત્રીજો અર્થાધિકાર રજૂ કરતાં, જડ અને ચેતન એ આત્માનો જ પર્યાય છે, બાકી બધું મિથ્યા છે - ખોટું છે તેમ માનનાર તજીવ-તછરીરવાદી-“અદ્વૈતવાદી' મતની માન્યતા અને તેનું ખંડન કર્યું છે. ત્યાર પછી - ૧૩ મી અને ૧૪મી ગાથામાં ચોથો અર્થાધિકાર રજૂ કરતાં જણાવ્યું છે કે જીવ પુણ્ય-પાપ કરતો નથી, એ પુણ્ય પણ બાંધતો નથી અને પાપ પણ બાંધતો નથી, એમ માનનાર “અકારવાદી' મતની માન્યતા રજૂ કરી તેનું ખંડન કરવામાં આવ્યું છે. અકારવાદી કહો કે અક્રિયાવાદી કહો, બંને એક જ છે. ૧૫મી અને ૧૯મી ગાથામાં પાંચમો અર્થાધિકાર વર્ણવવામાં આવ્યો છે. જેમાં પાંચ ભૂત અને છઠ્ઠો આત્મા – એમ માની તેને એકાંતે નિત્ય માનનાર પડાત્મવાદી’ મતની રજૂઆત કરીને એનું ખંડન કર્યું છે. ૧૭ મી અને ૧૯મી ગાથામાં છટ્ટા અને છેલ્લા અર્થાધિકારમાં ‘ક્રિયાઓ નિરર્થક છે, તેનું કાંઈ ફળ નથી, એને કરવાનો કોઈ અર્થ નથી. એમ માનનાર Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ - આતમ જાગો ! –– - 286 ક્ષણિકવાદી બૌદ્ધ મતની વાત રજૂ કરી તેનું ખંડન કર્યું છે. ૧૯ થી ૨૭ સુધીની ગાથામાં આ બધી વાતો કર્યા બાદ આ બધા મતોના પ્રવર્તકો અને એને અનુસરનારા જીવો કેવા અજ્ઞાન છે ? તેમણે “સંધિને એટલે કે આત્માને અને કર્મના સંબંધને જાણ્યો જ નથી. તેને તોડવાનો માર્ગ જાણ્યો જ નથી. એથી તેમનો મોક્ષ નહિ થાય, તેમના ભવભ્રમણનો અંત નહિ આવે, એઓ નિરંતર ભવમાં ભટક્યા જ કરશે અને દુઃખની પરંપરાનું સર્જન કરશે. એમના ગર્ભવાસનો, જન્મનો, મરણનો, દુઃખનો અંત નહિ આવે. એમ ભગવાને કહ્યું છે – એવું સુધર્માસ્વામીજી કહી રહ્યા છે. આમ આ અંગેની વાતો કરીને પહેલો ઉદ્દેશો પૂર્ણ કર્યો છે. બીજા ઉદ્દેશામાં, નિયતિવાદ, અજ્ઞાનવાદ, વિનયવાદ અને બૌદ્ધમતની માન્યતાઓનું વર્ણન અને તેનું ખંડન કરવામાં આવ્યું છે. ત્રીજા ઉદ્દેશામાં, આધાકર્મી આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર લેવામાં આવે તો સાધુને કયા કયા દોષો લાગે છે; જે લોકો ઈશ્વરને જગત્કર્તા માને છે, તેઓની તે વાત કઈ રીતે ખોટી છે, દરેક મત મોક્ષની માન્યતા કઈ રીતે રજૂ કરે છે અને તે માન્યતા કેટલી ખોટી છે તે વાત કરી છે. ચોથા ઉદ્દેશામાં, જેટલા પણ મિથ્યામતના સંન્યાસીઓ છે અને સ્વમતના પણ પાસસ્થા, અવસન્ના, કુશીલીયા, સંસક્તા અને યથાશૃંદા છે, તેનામાં અને ગૃહસ્થમાં તત્ત્વતઃ કોઈ તફાવત નથી – એમ જણાવ્યું છે. આ વાત ગમે તેણે નથી કહી પણ ભગવાન પોતે કહી ગયા છે અને શ્રી. સૂયગડાંગ સૂત્રમાં લખાયેલી છે. આ વાતની વિચારણાના અનુસંધાનમાં અવિરતિનું સ્વરૂપ કેવું છે ? સમતા યોગ કેવી રીતે સાધવો ? કષાયોને કેવી રીતે જીતવા ? વગેરે આત્મોપયોગી વાતો આમાં કરવામાં આવી છે. આ રીતે ચોથો ઉદ્દેશો પૂર્ણ થતાં પ્રથમ અધ્યયન પૂર્ણ થાય છે. પ્રથમ અધ્યયન અને પ્રથમ ઉદ્દેશાની આટલી ભૂમિકા કર્યા પછી હવે આપણે પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશાની શરૂઆત કરવી છે. એના પ્રારંભમાં આપણે પ્રથમ ગાથાના પ્રથમ પદની વિચારણા કરવી છે. સાધનાનો આદિ-મહામંત્રઃ “ક્સિ' બોધ પામ!: એ મહામંગળકારી પદ છે - ”િ Page #26 -------------------------------------------------------------------------- ________________ - ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે ! - 14 - 287 અનાદિકાળના અંધકારમાંથી, પ્રમાદમાંથી, નિદ્રામાંથી, મોહમાંથી જગાડનારો આ મહામંત્ર છે. પરમાત્માના પાવન મુખેથી આ મહામંગળકારી મંત્ર પ્રગટ્યો છે. પરમાત્માના પાવન મુખેથી આ મહામંત્ર ક્યારે પ્રગટ્યો ? પરમાત્માના પાવન મુખમાંથી શું આ પૂર્વે પણ આ મંત્ર પ્રગટ્યો હતો ? જો પ્રગટ્યો હતો તો તે ક્યારે, કયા સંયોગમાં અને કોને માટે પ્રગટ્યો હતો ? આ મહામંત્ર શ્રવણનો અધિકારી બનનાર એ પુણ્યાત્મા કોણ હતો ? શું પરમાત્માને પણ આ મંત્ર વાક્યો કોઈએ સંભળાવ્યાં હતાં ? જો સંભળાવ્યાં હતાં તો શા માટે ? પરમાત્મા જેવા પરમાત્માને એ મહામંત્ર સંભળાવવાનું પ્રયોજન શું ? અને પરમાત્મા જેવા પરમાત્માને આ મહામંત્ર વાક્યો સંભળાવવાનું સૌભાગ્ય કોને સાંપડ્યું હતું ? આ બધું જ આજે આ અવસરે વિચારવું છે. પરમાત્માની ગૃહસ્થ અવસ્થા, સાધુપણાની સાધક અવસ્થા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીની સર્વજ્ઞ અવસ્થા, આ ત્રણેય અવસ્થા સાથે આ મહામંત્ર રૂ૫ આ પદો સંકળાયેલાં છે. પુહિ, બુક્સ, વુક્િa' - આ ત્રણેય મંત્ર પદો “આત્મજાગૃતિ'નો અર્થ દર્શાવે છે. ભગવંતને સંબોધન : “૩ાાદિ : પરમાત્મા શ્રી મહાવીર દેવ જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા. સંયમ જીવન સ્વીકારવાને હજુ એક વર્ષની વાર હતી, પ્રભુએ ૨૯ વર્ષનો કાળ સંસારમાં પસાર કર્યો હતો. તે સમયે નવ લોકાંતિક દેવોએ આવીને ગુટ્ટાદિ મયવં ! ઢોરનાદ!” લોકના નાથ ! આપ બોધ પામો ! ધર્મતીર્થને પ્રવર્તાવો. એમ પ્રભુજીને વિનંતી કરતાં વુદિ એ પદો સંભળાવ્યાં હતાં. જે સાંભળતાં જ પ્રભુએ સંયમ માટે સજ્જ બનીને વર્ષીદાનનો પ્રારંભ કર્યો હતો. જો કે પરમાત્મા સ્વયં જાગ્રત જ હતા. તેમને બોધ પામો' કહેવાની જરૂર ન હતી, છતાં પણ પોતાના કલ્પને-આચારને અનુસરીને લોકાંતિક દેવોએ “વાહિ માવ રોજના' એવા શબ્દો ઉચ્ચાર્યા હતા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ - આતમ જાગો ! એ પછી પ્રભુએ પોતાની ત્રીસ વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કર્યો હતો. સર્વવિરતિની મહાપ્રતિજ્ઞાનો સ્વીકાર કરીને પ્રભુએ સાધના જીવનનો પ્રારંભ કર્યો હતો. 288 આ સાધનાકાળમાં જ કેવળજ્ઞાન પામતાં પૂર્વે પ્રભુના પાવન મુખેથી ‘વુાં, વ્રુષ્ણ' - એવાં મંત્ર પદોનો ઉચ્ચાર થયો હતો. જેના કા૨ણે એક દૃષ્ટિવિષ સર્પનો ઉદ્ધાર થયો હતો. પ્રભુના જીવનમાં આ મંત્રપદો સાથેના સંબંધનો આ બીજો અવસર હતો. ભગવાનશ્રી મહાવીર પરમાત્મા સર્વવિરતિનો સ્વીકાર કરીને અનુપમ કોટિની સાધના કરતા હતા તે સમયની આ બીજી ઘટના છે. પ્રભુની એ સમયની સાધનાનું વર્ણન ચૌદ પૂર્વધરશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ શ્રી કલ્પસૂત્રમાં યથાતથ રીતે રજૂ કર્યું છે. રૂરિવામિણ - વગેરે પદો દ્વારા એ વર્ણનનો પ્રારંભ કર્યો છે. જે ગણધરવાદના દિવસે સવારના વ્યાખ્યાનમાં ઉપસર્ગો ને પરીષહોનું વર્ણન પત્યા પછી સંભળાવવામાં આવે છે. જે સાંભળતાં સમજાશે કે, પરમાત્માની અંતરંગ સાધના અને અંતરંગ પરિણતિ કેવી પરાકાષ્ઠાની હતી ? તેનું વર્ણન પણ કરાયું છે. ચંડકોશિકને સંબોધન : ‘વુાં... વ્રુષ્ણ...’ એ સાધના કાળમાં વિહાર કરતાં-કરતાં પરમાત્મા કનકખલ આશ્રમ તરફ જતા હતા; ત્યારે લોકોએ ૫૨માત્માને રોકવાનો પ્રયત્ન કર્યો અને પ્રભુને કહ્યું કે, ‘આર્ય ! ભલે એ માર્ગ ટૂંકો હોય પણ આપ એ રસ્તે ન જશો. કારણ કે ત્યાં દૃષ્ટિવિષ સર્પ છે. સૂર્ય સામે દૃષ્ટિ નાંખીને એ જેની ઉ૫૨ દૃષ્ટિ કરે છે, તે ત્યાંને ત્યાં રાખનો ઢગલો થઈ જાય છે. આપ આ બીજા માર્ગે પધારો.' પરમાત્માએ કાંઈ જવાબ ન આપ્યો, છતાં માર્ગ પણ ન બદલ્યો, પગની દિશા પણ ન બદલી, વ્યવહારભાષામાં કહીએ તો હાથે કરીને મોતના મોઢામાં ગયા. પણ ના ! એ કરુણાના નિધાન હતા અને એમની અનંત કરુણા જ એમને તે દિશામાં લઈ ગઈ હતી. કેવળજ્ઞાન થયા બાદ તારવા માટેનો ઉપદેશ તારવા માટેની પ્રવૃત્તિ ૫૨માત્મામાં સહજ હોય છે. વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી એક ઘોડાને Page #28 -------------------------------------------------------------------------- ________________ ૯ – ૧ : બોધ પામી ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 289 પ્રતિબોધ કરવા એક રાતમાં ૬૦ યોજનનો વિહાર કરીને છેક પ્રતિષ્ઠાનપુરથી ભરૂચ સુધી પધાર્યા હતા. પરંતુ તે ઘટના કેવળજ્ઞાન પામ્યા પછી બનેલી છે. જ્યારે પ્રભુ મહાવીરદેવના જીવનની આ ઘટના તો તેઓશ્રીના કેવળજ્ઞાન પામતાં પૂર્વેના છબસ્થકાળમાં બનેલી છે. સામાન્ય નિયમ એવો છે કે તીર્થકરો છબસ્થ અવસ્થામાં ઉપદેશ આપતા નથી. પરંતુ અપવાદપદે તેઓ ક્યારેક અલ્પાક્ષરી બોધ આપવાનું કાર્ય પણ કરતા હોય છે. તીર્થકરો છબસ્થ અવસ્થામાં ચારજ્ઞાનના ધણી હોય છે. ચારજ્ઞાનના ધણી “આગમવ્યવહારી'માં ગણાય છે. આગમવ્યવહારીને પોતાના પ્રત્યક્ષ જ્ઞાનથી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાનથી જે વસ્તુમાં લાભ દેખાય અગર તો જે જે કરવું ઉચિત લાગે તે તેઓ કરી શકે છે. પરમાત્મા મહાવીરદેવે પણ છદ્મસ્થ અવસ્થામાં આ રીતે લાભ દેખી ઉપદેશાદિની ક્વચિત પ્રવૃત્તિ કરી હતી. સભા: “આગમ વ્યવહારીમાં કોણ કોણ આવે ? આગમાદિ શાસ્ત્રોમાં આગમવ્યવહારીમાં છ જણનો સમાવેશ કરેલો છે. કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વ અને નવપૂર્વી. વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં જણાવ્યું કે – 'आगमव्यवहारिणः षट् तद्यथा - केवलज्ञानी, मनःपर्यवज्ञानी, अवधिज्ञानी', चतुर्दशपूर्वी , दशपूर्वी, नवपूर्वी च ।' ‘આગમવ્યવહારીઓ છ છે. તે આ મુજબ - કેવળજ્ઞાની-૧, મન:પર્યવજ્ઞાની-૨, અવધિજ્ઞાની-૩, ચૌદપૂર્વી-૪, દશપૂર્વી-પ અને તવપૂર્વી-૬.' ભગવતી સૂત્ર' આગમના “આઠમા શતકના “આઠમા ઉદેશા'ની ટીકામાં તેઓની પ્રવૃત્તિ અંગે લખ્યું છે કે - 'xxयदा यदा यस्मिन् यस्मिन् अवसरे यत्र यत्र प्रयोजने वा क्षेत्रे वा यो यः उचित: तं तं (इति शेषः) तदा तदा काले तस्मिन् तस्मिन् પ્રયોગના xx' ‘xxજે જે અવસરે અથવા જે જે કાર્યમાં અથવા જે જે ક્ષેત્રમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ 290 ૨ - આતમ જાગો ! જે જે ઉચિત હોય તે તે આચરણ તે તે કાળે કે કાર્યો કરતા હોય છે.' લોકોએ વારવા છતાં દૃષ્ટિવિષ સર્પ જે વનમાં હતો, તે માર્ગે પરમાત્મા આગળ વધ્યા. દૂરથી પ્રભુનો પગરવ જાણીને સર્પ છંછેડાયો - પરમાત્મા જેમ જેમ નજીક જતા ગયા, તેમ તેમ સર્પને એમાં પોતાનું અપમાન લાગ્યું. અહં ઘવાતો લાગ્યો. એથી એને ગુસ્સો આવ્યો અને સૂર્ય સામે દૃષ્ટિ કરીને પ્રભુ પર એ જ્વાળાઓ ફેંકવા લાગ્યો. પહેલીવાર ફેંકી, બીજી વાર ફેંકી, ત્રીજીવાર ફેંકી. ત્રણ ત્રણ વાર ફેંકવા છતાં જવાળાઓ પ્રભુ ઉપર અસર કરવામાં નિષ્ફળ ગઈ. એટલે એને વધારે ગુસ્સો આવ્યો અને પ્રભુને દંશ મારવા અધિરો થયો. મનમાં હતું કે, મારો એક જ દેશ આને હતો ન હતો કરી નાંખશે. એથી એ ધસમસતો દોડ્યો. દોડીને એ પ્રભુના ચરણ પાસે પહોંચ્યો. ક્રોધમાં ને ક્રોધમાં એણે પોતાની ફણા ઊંચી કરી જોરથી ઝટકો માર્યો અને પ્રભુના અંગુઠાને પોતાના મોઢામાં લઈ લીધો. જેટલું ઓકી શકાય તેટલું ઝેર એણે પ્રભુના અંગૂઠામાં ઓકી દીધું. પ્રભુના એ અમૃત ભર્યા અંગૂઠામાંથી અમૃત પીને અમર થવાના બદલે ક્રોધાંધ બનેલા એણે પ્રભુને દંશ દીધો. પણ ક્રોધાંધ બનીને પ્રભુને દંશ દેનાર એ ચંડકૌશિકને આમાંનું કશું જ ભાન ન હતું. કષાયના તીવ્ર અનુબંધ અને એમાંથી પ્રગટેલ ક્રોધના મહાદાવાનળમાં એ ભડભડ બળી રહ્યો હતો. જે નજરે ચડે એના પ્રાણ લેવા એ તલસી રહ્યો હતો. અત્યારે એનું એક જ ધ્યેય હતું કે, દંશ દઈને આને હમણાં જ હતો ન હતો કરી દઉં. પ્રભુ વરના ચરણને દંશ દઈને એ ઝડપથી પાછો ફર્યો. કારણ કે, એને પોતાના કાતિલ ઝેર ઉપર વિશ્વાસ હતો કે, એ શરીરમાં જતાં જ આના પ્રાણ હરી લેશે અને મહાકાય આ માનવી નીચે ઢળી પડશે. આ મહાકાય જો મારા ઉપર પડશે તો મારા પણ રામ રમી જશે. એણે પ્રભુ સામે નજર કરી કે એ પડ્યો કે નહિ. પ્રભુને એમને એમ સર્વથા શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે ઉભેલા જોઈને એ આશ્ચર્યમાં પડ્યો. એમાં એને વધારે આશ્ચર્ય તો ત્યારે થયું કે, જ્યારે એણે દંશ દીધેલા અંગૂઠામાંથી લાલ કે કાળા લોહીના બદલે શ્વેત-ઉજ્વળ-ધવલ દૂધશા પ્રવાહને ઉંચી ધાર રૂપે વહેતો જોયો. .................................................................................................................. .......................................................................................................................................................................................................... Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ – ૧: બોધ પામો ! બોધ પામો! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 291. એને થયું કે આ શું? હું શું જોઈ રહ્યો છું? આમ કેમ બન્યું ?ન મારી દૃષ્ટિજ્વાળાઓની કોઈ અસર થઈ, ન કોઈ મારા દેશની અસર થઈ, ન એ ધરતી ઉપર ઢળી પડ્યો કે, ન એના ચહેરા ઉપર વેદના પ્રગટી, ન એના અંગૂઠામાંથી કૃષ્ણ કે રક્ત રૂધિરનો પ્રવાહ છૂટ્યો. આ તો એમને એમ શાંત, સ્થિર અને સુપ્રસન્ન વદને ઉભા છે. ચહેરા ઉપરથી કરુણાનો ધોધ વહી રહ્યો છે, તો એના અંગૂઠામાંથી શ્વેત-ઉજ્વલ દૂધ સમાન પ્રવાહ છૂટી રહ્યો છે. આ બધું શું છે ? આમ, એ વિચારી રહ્યો છે. ત્યાં તો એના કાને પરમ પવિત્ર મંત્રશા શબ્દો સંભળાયા. એ શબ્દો હતા, “ ચંડયા ' બોધ પામ, બોધ પામ ચંડકૌશિક ! જાગ જાગ ચંડકૌશિક ! તું તને ઓળખ ચંડકૌશિક ! તારા સ્વરૂપને જાણ જાણ ચંડકૌશિક ! - એવો એ મહામંત્રનો – મંત્રપદોનો નાદ હતો અને એ મંત્ર મહાકરુણા મૂર્તિ પ્રભુ મહાવીરના મુખમાંથી નિસર્યા હતાં. પરાકાષ્ઠાનું સમત્વ અને પરાકાષ્ઠાની કરુણાની એ પેદાશ હતી. છબસ્થ કાળનો એ પરમ શ્રેષ્ઠ ઉપકાર હતો. ચંડકૌશિકની જ્વાળાઓ કે ઝેર પ્રભુને સ્પર્શી ન શક્યું. પણ પ્રભુનાં મંત્ર પદો ચંડકૌશિકને સ્પર્શી ગયાં, એને જગાડી ગયાં, આત્મભાન કરાવી ગયાં. સ્વરૂપ દર્શન કરાવી ગયાં. કષાયના અનુબંધને તોડી ગયાં. ક્રોધના દાવાનળને શાંત કરી ગયાં. અંતરંગ વિષભાવનાને અમૃતમાં પલટાવી ગયાં. સંભવિત એવી અનંત જન્મ-મરણની પરંપરાનો અંત લાવી ગયાં. પ્રભુના મુખમાંથી નીકળેલાં છુટ્ટા-વુ ચંડવોશિયા !' એ મંત્ર પદો કાને પડતાં જ એના આત્મામાં અમૃતનો સંચાર થયો. મોહવિષનો ઉતાર થયો, જાગૃતિનો અજવાસ થયો. મનોમન ઉહાપોહ જાગ્યો. જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવોનું ભાન થયું. પૂર્વે કરેલી ઉત્તમ સંયમ સાધના, એમાં કરેલી વિરાધના, પ્રગટેલો અહં અને ક્રોધ એમાંથી પ્રગટેલ હિંસક પરિણામ. એમાંથી સર્જાયેલા દારૂણ અનુબંધ, એના યોગે થયેલી કષાયાવિષ્ટ ભવપરંપરા, એમાં ભળેલું હિંસક ભાવોના અનુબંધનું કાતિલ વિષ, આમ છતાં એમાં મળેલા પ્રભુ, પ્રભુ સાથે પોતે આચરેલો હિંસક વ્યવહાર, તે પછી પણ પ્રભુએ વર્ષાવેલી મહાકરુણા. આ બધું જ ક્ષણવારમાં જાગૃત થયેલા એના આત્માએ અનુભવી લીધું અને એણે કષાયોને, હિંસક ભાવોને, અહંને તિલાંજલિ આપી એ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ – ૨ – આતમ જાગો ! – - 292 સ્વભાવમાં સ્થિર થયો. પ્રભુના ચરણોમાં એણે પોતાની ફણા ઢાળી દીધી. આંખમાંથી પશ્ચાત્તાપનાં આંસુ વહેવા લાગ્યાં. નમ્ર-વિનમ્ર બનીને એ પ્રભુનાં પાવન ચરણોમાં પુનઃ પુનઃ નમવા લાગ્યો. ચડતા તાવમાં દવા ન અપાય : સભા: પ્રભુએ આવીને તરત જ “વું લુ વંડોશિય' એવું કેમ ન કહ્યું. આટલું બધું બન્યા પછી જ કેમ કહ્યું ? જ્ઞાનીઓ ધમધમતા ક્રોધમાં ક્યારેય ઉપદેશ આપતા નથી. ચડતા તાવમાં જેમ દવા ન અપાય તેમ. ઉપદેશ ઝીલવાની ભૂમિકા ન સર્જાય ત્યાં સુધી જ્ઞાનીઓ ઉપદેશની પ્રવૃત્તિ કરતા નથી. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનથી જોયું કે, જન્માંતરમાં સંતોષને ધરનારો એ આત્મા હતો. સુંદર સંયમી એ આત્મા હતો, ચારિત્રવાન એ આત્મા હતો, વિષયોને જીતનારો એ આત્મા હતો અને ગુણોની સમૃદ્ધિને વરેલો એ આત્મા હતો. પણ થોડો પ્રમાદ થયો, એ પછી અહં પ્રગટ્યો. એમાંથી ક્રોધ આવ્યો, ક્રોધવશ એ એની સાધના ચૂકી ગયો અને હિંસકભાવને આધીન થયો. એમાંથી ક્રોધ અને હિંસાના અનુબંધો પડ્યા, જેને પરિણામે એ અહીં આવી ચડ્યો છે. એટલે જ એણે પ્રભુ ઉપર ત્રણ-ત્રણ વખત વાળાઓ મૂકી, ભયંકર ડંખ માર્યો અને એ ડંખ દ્વારા પોતાનું ઝેર પ્રભુના શરીરમાં ઓક્યું, આમ છતાં તેના ઉપર પણ પ્રભુ મહાવીરે કરુણા કરી. અવસરની રાહ જોતા પ્રભુએ જ્યારે બરાબર અવસર આવેલો જોયો ત્યારે જ તેઓ બોલ્યા, “લુફ્ફ ડુ ચંડોલિયા ' ન જાણે એ શબ્દોએ શું અસર કરી ? તિર્યંચના ભાવમાં રહેલા એ જીવમાં, ક્રોધના અનુબંધોને લઈને આવેલા એ જીવમાં, દુર્ગતિની પરંપરા ચાલે તેવા કર્મોના બોજ નીચે દબાયેલા એ જીવમાં ન જાણે પરમાત્માએ કઈ લાયકાત જોઈ હતી ! પ્રભુ વીરે બહુ લુ’ એટલું કહ્યું ને ખરેખર એ જીવ જાગ્યો, મોહની નિદ્રા ત્યાગી, એને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવમાં કરેલી સંયમની આરાધના અને વિરાધના આંખ સામે આવી, કરેલી વિરાધનાનાં પરિણામો આંખ સામે આવ્યાં. પૂર્વે કરેલી આરાધના અને એનો આસ્વાદ આંખ સામે આવ્યો અને થયું, જો આજે ભગવાન ન મળ્યા હોત તો મારું શું થાત ? પશ્ચાત્તાપનો પાવક પ્રગટ્યો. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ – ૧ બોધ પામો ! બોધ પામો! પ્રભુ વીરની એ વાણી છે! - 14 - 293 હવે પ્રભુના ચરણે નમી નમીને એ પોતાના અપરાધની માફી માંગવા લાગ્યો. દંશ માર્યો ત્યારે ય એ પ્રભુના ચરણે નમ્યો હતો, પણ એ નમનથી એણે પાપ એકઠાં કર્યાં હતાં અને હવે પણ એ પ્રભુના ચરણે નમ્યો. પણ એ નમનથી એણે એકઠાં કરેલાં પાપો ભસ્મસાત્ કર્યા. પરમાત્મા બધુ જોઈ રહ્યા છે. એને હવે પોતાનાં બંધનો તોડવાં છે. કેટકેટલાં બંધનો એને વળગ્યાં છે ? તિર્યંચ ગતિનું બંધન, કષાયોનું બંધન, હિંસક ભાવનું બંધન, કર્મોનું બંધન, તેને તોડવા એ પુરુષાર્થશીલ બન્યો. પરમાત્માએ માત્ર એક વાક્યથી બોધ કર્યો અને તેણે ‘બુક્સ વુક્સ ” પદનો પરમાર્થ પકડી લીધો અને તે જ વખતે જીવનભર માટે ચારે ય આહારનો ત્યાગ કરી અનશન કર્યું. અનશન કર્યા પછી, અનંત ઉપકારી એવા પરમાત્માનાં દર્શન જ કર્યા કરું એવી ભાવના હોવા છતાં પોતાની ઝેરીલી દૃષ્ટિનું ઝેર ક્યારે કોના પ્રાણ લેશે, તે કહેવાય નહિ; એ વિચારે દરમાં મોટું નાખીને રહ્યો. શરીર આખું બહાર રાખ્યું. જાણે નક્કી કર્યું કે ભલે હું પરમાત્માને ન જોઉં, પરંતુ પરમાત્માની દૃષ્ટિ તો મારા ઉપર પડવી જ જોઈએ. ચારેય આહારનો ત્યાગ કરવાના સંકલ્પપૂર્વક, જીવ માત્રને અભય આપવાના સંકલ્પપૂર્વક કરેલાં પાપકર્મોનો ક્ષય કરવાના સંકલ્પપૂર્વક, સાધના દ્વારા જ જીવનને પૂર્ણ કરવાના સંકલ્પપૂર્વક એણે પોતાના મુખને દરમાં રાખીને કાયાને પ્રભુ વીરની પાવન દૃષ્ટિમાં સ્થાપીને ચિત્તને સમભાવમાં સ્થિર કરીને શાંત, પ્રશાંત, ઉપશાંત બનીને એણે સાધનાનો પ્રારંભ કર્યો અને પરમાત્માએ પણ નક્કી કર્યું કે, જ્યાં સુધી આની સાધના પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે અહીં જ રહેવું. કેવો ભાગ્યશાળી એ આત્મા ! મહાહિંસા કરનારો એ જીવ, ક્રોધમાં ધમધમતો એ જીવ, પરમાત્માના પ્રાણ લેવા આવેલો એ જીવ, કષાયોના અને હિંસાના અનુબંધ લઈને આવેલો એ જીવ. એના ઉપર પણ પરમાત્માએ કરુણા કરી ! મહાકરુણા કરી, એનો ઉદ્ધાર કર્યો. એનું કલ્યાણ કર્યું, એના ભવભ્રમણને ટાળ્યું. એને મોક્ષમાર્ગ ઉપર દોડતા કરી દીધો. કેવા પ્રભુ ! કેવી પ્રભુની કરુણા ! અને કેવો એ કરુણાપાત્ર. આવો ક્રોધી, હિંસક, કષાયી એ જીવ હોવા છતાં એનામાં ઘણી લાયકાત Page #33 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! હતી. દેખીતી રીતે, આપણામાં તેનાં કરતાં ઘણું સારું છે, એના જેવી ખરાબીઓ પણ નથી, છતાં એનામાં જે લાયકાત હતી તે આપણામાં નથી. માટે જ પ્રભુએ પોતાના ૫૨ જેણે ઝેર વર્ષાવ્યું તેના ઉપર પણ અમૃત-કરુણા વર્ષાવી. એણે સિંચેલા ઝેરને પણ પચાવીને એને સાધનાનું અમૃત પાયું. જન્મ-મ૨ણની પરંપરામાંથી એને ઉગારીને અમરત્વના માર્ગે પ્રયાણ કરાવ્યું. ૧૪ ૨ લોકોએ વિચાર્યું, દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિથી દેવાર્ય પણ રાખનો ઢગલો થઈ ગયા હશે. દૂરદૂરથી જોયું અને તેમને સ્થિર ઉભેલા જોયા. લોકો ધીમે ધીમે નજીક આવવા લાગ્યા. તમાશાને તેડું હોતું નથી. લોકો વધારે નજીક આવવા લાગ્યા અને લોકોમાં વાત ફેલાઈ કે, દેવાર્થે મહાનાગને નાથ્યો. લોકોનું ગમનાગમન ચાલુ થયું. દૂધ-દહીં-ઘી વેચવાવાળા તે માર્ગેથી ચાલવા લાગ્યા. જે સર્પને જોઈને ગઈ કાલ સુધી જે લોકો દૂર ભાગતા હતા, તે જ આજે તેની પૂજા કરવા લાગ્યા. સદોષ વ્યક્તિ પણ જ્યારે નિર્દોષ બને છે, ગુણસંપન્ન બને છે ત્યારે જે લોકો એને ધિક્કારતા હોય છે તે જ એની પૂજા કરે છે. કોઈ દૂધથી એને નવરાવે છે, તો કોઈ એના દેહ ઉ૫૨, દૂધ, દહીંનાં છાંટણાં કરે છે, કોઈ એના અંગ ઉપર ઘીનું સિંચન કરે છે, તો કોઈ મીઠી નજરોથી એને નિહાળે છે. આમ છતાં વિવેક વગરની, પરિણામના વિચાર વગરની પૂજા પણ કેવાં પરિણામ સર્જે છે, એ વસ્તુ આ ઘટનામાં જોવા મળે છે. 294 એ દૂધ-દહીં ને ઘીની ગંધથી જંગલી કીડીઓ આવવા લાગી અને ચંડકૌશિકના શરીરને ડંખ મારવા લાગી, જંગલી કીડીઓના કાતિલ ડંખના કારણે એના શરીરમાંથી લોહીની શેરો ફૂટવા લાગી. તેની ગંધથી કીડીઓનાં ઝુંડના ઝુંડ તૂટી પડ્યાં. એ ડંખથી શરીરમાં કાળી બળતરા અને પારાવાર વેદના થવા લાગી. ત્યારે ચંડકૌશિક સર્વે વિચાર્યું કે, ‘જો હું જરા પણ હાલીશ તો કેટલીયે કીડીઓનાં પ્રાણ જશે ! થોડા જ સમય પૂર્વે ખુદ પ્રભુ વીરના પ્રાણ લેવા મરણીયો થઈ પ્રયત્ન કરનારો એ જીવ હવે કીડીઓના પણ પ્રાણ બચાવવાની ચિંતા કરે છે. કીડીઓએ એનું શરીર ચારણી જેવું કરી નાંખ્યું. આ સ્થિતિમાં સુસ્થિરપણે શુભધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન કરીને આઠમા દેવલોકમાં ચાલ્યો ગયો. આ બધી સાધના એક ‘વ્રુષ્ણ-વ્રુષ્ણ’ શબ્દને આભારી છે. આ એક જ શબ્દ ઝીલનારા જો બરાબર ઝીલે તો આ શબ્દમાં કેટલી તાકાત છે. તે આથી બરાબર સમજી શકાય તેમ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ – ૧: બોધ પામી ! બોધ પામી ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 - 295 પરમતારક ગુરુદેવે આજ ગરવા ગિરિરાજની પાવન છાયામાં ભવ્યાત્મા ચંડકૌશિક અને એના પૂર્વભવની અવસ્થાઓનું અદ્ભુત વર્ણન કર્યું હતું. જેનું સંકલન “પતન અને પુનરુત્થાન' નામના પુસ્તકમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. જેમાં ગોભદ્ર તરીકેનો ચંડકૌશિકનો પૂર્વભવ. એમાં એણે સાધેલો આત્મવિકાસ, એમાંથી થયેલું એનું પતન, એમાંથી સર્જાયેલી પતનની પરંપરા અને પુનઃ પ્રભુના યોગે થયેલું એનું પુનરુત્થાન અદ્ભુત રીતે વર્ણવાયું છે. માટે જ એ પુસ્તકનું નામ “પતન અને પુનરુત્થાન” રાખ્યું છે. આ પુસ્તકને વાંચવું એ પણ જીંદગીનો એક લહાવો છે. અન્ય સમુદાયના એક આચાર્ય ભગવંતે આ પુસ્તક ૨૧-૨૧ વખત વાંચ્યું છે. તો બીજા એક મહાત્માએ આ પુસ્તકના આધારે ચોમાસાના ચાર મહિનાનાં વ્યાખ્યાનો કર્યો છે. એ પુસ્તકમાં જે રીતે એક એક પ્રસંગોને રજૂ કર્યા છે, તેને જ્યારે તમે વાંચો ત્યારે જ ખ્યાલ આવે ! ભવ્યાત્મા ચંડકૌશિકનો પૂર્વજન્મ એમાં વર્ણવાયેલો છે, તેની ભૂમિકા અતિ અભુત છે, રજૂઆતની શૈલી પણ વિશિષ્ટ કોટિની છે અને ઉપસંહાર પણ અદકેરો છે. સભાઃ પરમાત્મા ત્યારે જે શબ્દ બોલ્યા, તેને કેટલાક તે પરમાત્માનો પ્રસાદ હતો” એમ માને છે, શું તે સત્ય છે ? પરાકાષ્ઠાની સમત્ત્વની સાધના અને મહાકરુણામાંથી ઘટેલી આ ઘટનાને પ્રમાદ માનવો કે મનાવવો એ જ વિપર્યાસ નામનો મોટો પ્રમાદ છે. પહેલી વાર ગૃહસ્થ જીવનમાં પ્રભુને બુદિ ' - એવું પદ લોકાંતિક દેવોએ કહ્યું, બીજી વાર ‘લુ બુટ્ટા' - એવું પદ છમસ્યકાળમાં પ્રભુએ ચંડકૌશિકને કહ્યું અને હવે ત્રીજી વાર ફિઝ' - એવું પદ પ્રભુએ સુધર્માસ્વામીને કેવળજ્ઞાન પછી કહ્યું. પ્રભુ, ચંડકૌશિક અને જંબુસ્વામીની જેમ આપણે પણ સૌભાગ્ય : સુધર્માસ્વામીના મુખે એ જ મંત્રપદ જંબુસ્વામીજીને સાંભળવા મળ્યું, જંબુસ્વામીજીના મુખેથી એ જ મંત્રપદ પ્રભવસ્વામીને સાંભળવા મળ્યું, તેમ પરંપરા ચાલતી ચાલતી આચાર્ય ભગવંતોની પરંપરાના માધ્યમે આજે આપણા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨ - આતમ જાગો ! સુધી પહોંચી. આજે આપણું સદ્ભાગ્ય જાગ્યું. ગરવા ગિરિરાજની છત્રછાયામાં, મહિમાવંતું આ આગમ વચન, અનાદિકાળના ભવભ્રમણનો ઉચ્છેદ કરનારું આ આગમ વચન, આત્માને બંધનોમાંથી મુક્ત કરનારું તે મંગલ મંત્રપદ આજે આપણને સાંભળવા મળ્યું છે. 296 ‘વૃગ્નિજ્ઞ’ - બોધ પામો ! જાગો ! નિદ્રામાંથી બહાર આવો !, પ્રમાદમાંથી બહાર આવો ! મિથ્યાત્વમાંથી બહાર આવો ! અવિરતિમાંથી બહાર આવો ! કષાયમાંથી પણ બહાર આવો !વિભાવમાંથી બહાર આવો ! સ્વભાવને સમજો ! ઓળખો ! માનો ! અનુભવો ! જાગો !... આત્માને જાણો !, આત્માને માણો !, સ્વરૂપદશાને જાણો !, સ્વરૂપદશાને માનો !, સ્વરૂપદશાને માણો !, કેટલો બધો મર્મ ભર્યો છે. મહામંત્રશાં આ પદોમાં ! જાગીને શું કરવાનું ? તેના માટે બીજું પદ આપ્યું. ‘તુકૃષ્ના’ - તોડી નાંખો, શેને તોડવાનાં ? બંધનોને તોડો. બંધનોને શી રીતે તોડવાનાં? પરિખાનીવાત્ । બંધનોને બરાબર ઓળખો ! ઓળખીને તોડો ! ચારે બાજુથી બંધનોને ઓળખીને એને તોડો ! પહેલાં “જાગો... જાગીને બંધનોને જાણો !... જાણીને પછી તે બંધનોને તોડો... !” આ શબ્દો શૌર્યરસ પેદા કરે તેવા છે. માણસ બેભાન હોય, આખા શરીરે બેડીઓ બાંધેલી હોય, આખા શરીરે બેડીઓ છે તેનું એને ભાન ન હોય, ગાલીચામાં એ સૂતો હોય. ઉપ૨ ૨જાઈઓ ઓઢાડી દીધી હોય ! એમાં એને કોઈ હિતસ્વી જગાડી, હલાવી કહે કે ‘ભાઈ, તું જાગ - તું બંધાયેલો છે, જોઈ લે કે તને કઈ કઈ બેડીઓ બંધાયેલી છે ? જાણી લે કે એને કઈ કઈ રીતે તોડી શકાય તેમ છે, પછી તેને તોડ, તેને તોડવા માટેનો પુરુષાર્થ કર !' અનાદિકાળનાં બંધનો એવાં છે કે, ઉંઘેલાને કોઈ રીતે તે દેખાય એવાં નથી. માટે પહેલાં જાગો, ઉંઘમાંથી ઉઠો, બંધનને જાણો અને પછી તેને તોડો. કેટલાંક બંધનો જોતાં જ બંધન તરીકે ઓળખાય તેવાં હોય છે; જ્યારે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ – ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 297 કેટલાંક બંધનને બંધન તરીકે ઓળખવામાં જ થાપ ખાઈ જવાય તેવું છે. વધvi રિજિયા' તમને પણ કેટલાં બંધન વળગેલાં છે. વ્યાપારનું બંધન, પરિવારનું બંધન, માવતરનું બંધન, પત્નીનું બંધન, સ્વજનોનું બંધન, શરીરનું બંધન, અંદરની વૃત્તિઓનું બંધન, વિવિધ પ્રવૃત્તિઓનું પણ બંધન, કર્મોનું બંધન, કેટકેટલાં બંધનો વળગેલાં છે ? રોહિણીયો ચોર : જાગ્યો અને બંધનોને તોડ્યા : વ્યવહારિક જગતમાં પણ જે જાગે છે, બંધનને જાણે છે, બંધનને તોડવાનો પ્રયત્ન કરે છે, તે કઈ રીતે બચે છે, તે સમજાવવા માટે તમને એક વ્યવહારિક દૃષ્ટાંત આપવું છે. એના ઉપરથી આધ્યાત્મિક સ્તરે કેવી રીતે જાગવું, બંધનને જાણવાં અને એને તોડવાનો પ્રયત્ન શી રીતે કરવો એ સહેલાઈથી સમજાશે; રોહિણીયા ચોરની એ વાત છે. એ રોહિણીયો ચોર જ્યારે પકડાયો ત્યારે મહારાજ શ્રેણિકના ક્રોધનો પાર નહોતો, એને જોતાં જ એમને થયું કે “આખી રાજગૃહીને એણે ઘમરોળી નાખી છે, હમણાં જ એને પૂરો કરી નાંખ્યું. આથી તેઓ આવેશમાં ને આવેશમાં તલવાર લઈને એને મારવા દોડ્યા, ત્યાં જ અભયકુમારે એમને રોકીને કહ્યું, “મહારાજ ! હજુ ગુનો પુરવાર થયો નથી, ગુનો પુરવાર થયા વિના કોઈને સજા કરી શકાય નહિ.” પછી અભયકુમારે તેના ગામમાં એના વર્તાવ અંગેની તપાસ કરી. ગામમાંથી કોઈએ પણ કહ્યું નહિ કે, “આ ચોર છે.” ઉપરથી કહ્યું કે, “તમે કોને પકડ્યો ? એ તો અમારા જીવનનો આધાર છે, એ અમારી જીવાદોરી છે. એ અમારાં ગામનો મોભી છે.” એની વિરૂદ્ધમાં એક પણ પુરાવો મળ્યો નહિ, બધા જ પુરાવા એની સજ્જનતાના સાક્ષીરૂપ મળ્યા. ગુનો પુરવાર થાય નહિ, ત્યાં સુધી આરોપીને શિક્ષા થાય નહિ. અભયકુમારે વિચાર્યું કે, આ જબરો બુદ્ધિમાન છે. સહેલાઈથી એનો ગુનો પુરવાર થાય તેવો નથી. આથી તેમણે ગંભીરપણે એક યોજના વિચારી અને અમલમાં મૂકી. એ માટે તેને ઉત્તમ ભોજન આપ્યું. એમાં એ બેભાન થાય તેવાં દ્રવ્યો મેળવી દીધાં, જેથી એ બેભાન થયો, બેભાન થતાં જ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ - આતમ જાગો ! • 298 તેનાં કપડાં બદલાયાં, તેને અલંકારો પહેરાવાયાં, પુષ્પોની શૈયા તૈયાર કરાવી, એમાં એને સુવડાવીને આખો દેવલોક ખડો કરી દીધો હોય, એવી વ્યવસ્થા કરી કે ભલભલા એમાં ફસાઈ જાય. બુદ્ધિના નિધાન અભયકુમાર જે આયોજન કરે એમાં બાકી શું હોય ? નિશ્ચિત થયેલી યોજના મુજબ દરેકે દરેક રાજપુરુષો દેવોનો સ્વાંગ સજીને પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા. ચારેય બાજુ દેવલોકનું દિવ્ય વાતાવરણ વહેતું થયું. એમાં જ્યારે એ જાગ્યો ત્યારે બધા જ દેવોએ “જય જય નંદા - જય જય ભદ્દા” લ્હી તેનું સ્વાગત કર્યું. આ દશ્ય જોઈ રોહિણીઓ તો આભો જ બની ગયો. એને થયું કે આ બધું શું છે ? હું ક્યાં હતો અને અત્યારે ક્યાં આવી ગયો ? એણે એ બધાને પૂછ્યું કે, હું ક્યાં છું અને તમે બધા કોણ છો ?' તે લોકોએ કહ્યું કે, “સ્વામિનાથ ! આપ દેવલોકમાં ઉત્પન્ન થયા છો ? આપ અમારા નાથ છો ! આપ અમારા સ્વામી છો !” રોહિણીયાને થયું કે, “શું હું ખરેખર દેવલોકમાં આવ્યો છું. શું હું દેવલોકમાં આવી શકું ?' એને એટલી તો ચોક્કસ ખબર હતી કે દેવલોકમાં આવવા જેવું મેં કાંઈ જ કર્યું નથી. આટલો ખ્યાલ એને હતો જ. આજે ધર્મી તરીકે ઓળખાતા વર્ગને પણ પોતાના જીવન અંગે અને એનાં પરિણામો અંગે કેટલો ખ્યાલ હશે ! - એ સવાલ છે ? કોઈ મરે ત્યારે કેટલાક લખે છે કે, “દુ:ખ સાથે જણાવવું પડે છે કે, ફલાણા ભાઈ સ્વર્ગે ગયા, કારણ કે એ સ્વર્ગે જઈ શકે એવું તો એમનામાં કાંઈ હતું નહિ, પણ એ જ્યાં ગયા હોઈ શકે તે જણાવાય એવું નથી અને જે જણાવીએ છીએ એ સાચું નથી. માટે લખે છે કે, “દુઃખ સાથે જણાવવું પડે છે કે ભાઈ સ્વર્ગ ગયા છે.' રોહિણીયાએ વિચાર કર્યો કે આ સ્વપ્ન તો નથી ને ? એણે પોતાને ચૂંટી ખણી, યાદ કર્યું કે હું ક્યારે મર્યો ? મર્યા વગર તો સ્વર્ગે જવાય નહિ ! વિચારતાં થયું કે હું મર્યો નથી અને સ્વર્ગે આવ્યો પણ નથી. આ તો અભયકુમારની ચાલ લાગે છે. એ જાગી ગયો ! એને પોતાની સ્થિતિ અને સ્વરૂપનો ખ્યાલ આવ્યો એટલે એણે બંધનને ઓળખવાની મહેનત ચાલુ કરી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ – ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 299 કેમકે હવે જો બંધનને ન ઓળખે તો મોતને ઘાટ ઉતરવાનો વારો આવે. દેવલોક ! સાંભળી તરત વિચાર આવ્યો - ભગવાન મહાવીરે કહ્યું હતું કે, દેવોની આંખ ખોલ-બંધ થાય નહીં; તેમને પરસેવો થાય નહિ, તેમના ગળામાં રહેલી માળા ક્યારેય કરમાય નહિ, તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલતા હોય. અહીં તો બધું ઉધું જોવા મળે છે. આંખ ખોલ-બંધ થાય છે, પરસેવો બાઝયો છે, પગ જમીનને અડે છે અને ગળાની માળા પણ ક્યાંક કરમાઈ ગયેલી છે. નક્કી આ અભયકુમારનો પ્રપંચ લાગે છે. એ બંધનને ઓળખી ગયો. સુંવાળા એવા પણ બંધનને જાણી ગયો. એથી એ સાવધ થઈ ગયો. સાવધ થયેલાને બંધન એટલાં હેરાન ન કરી શકે. જેટલાં બેસાવધને કરી શકે. દેવના સ્વાંગમાં રહેલા રાજપુરૂષોએ એને કહ્યું, “આપણા દેવલોકનો નિયમ છે કે, પૂર્વજન્મમાં જે જે કરણી કરી હોય તે કહેવી પડે. એટલે આપ અમને આપની કરણી કહો !” રોહિણીઓ જાગી ચૂક્યો હતો. પૂરેપૂરો સાવધ થઈ ગયો હતો. એટલે એને ખ્યાલ આવ્યો હતો કે, આ બધો પ્રપંચ છે. હવે એ બંધનને, ફસામણને બરાબર ઓળખી ગયો હતો. એટલે એણેય બંધનથી-ફસામણથી છૂટવા માટે નાટક ચાલુ કર્યું. એણે કહ્યું કે, “ગયા જન્મમાં મેં બહુ ધર્મ કર્યો હતો, આટઆટલું દાન આપ્યું, આટઆટલો તપ કર્યો, આટઆટલું શીલ પાળ્યું,” એનું લાંબું વર્ણન કર્યું. એ બધું અભયકુમાર પાછળ ઉભા ઉભા સાંભળતા હતા. ત્યારબાદ રાજપુરુષોએ એને પૂછ્યું કે, “આ બધું તો આપે કર્યું તે બરાબર પણ ખોટું ય કાંઈક કર્યું હશે ને ? જેમ સારું જે જે કર્યું હોય તે કહેવું પડે, એમ ખોટું પણ જે જે કર્યું હોય, તે પણ કહેવું પડે એવો આપણા દેવલોકનો આચાર છે. તો સ્વામિન્ ! હવે આપ એ પણ કહો કે, ગત જન્મમાં આપે ખોટું શું શું કર્યું હતું ?' આણે કહ્યું કે, “ખોટું કરનારો ક્યારેય દેવલોકમાં આવે ખરો ? મેં તો મારા જીવનમાં કશું જ ખોટું કર્યું નથી.” પ્રભુ વીરના પાવન મુખે સાંભળેલા દેવ જીવનના વર્ણનના પ્રભાવે, આ રીતના અભયકુમારના આયોજનમાં પણ રોહિણીયો ન ફસાયો. એ જાગ્યો, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - ૨ - આતમ જાગો ! – 300 એણે બંધનને બરાબર જાણ્યું અને યુક્તિથી ઉભા કરેલા એ બંધનને પ્રતિયુક્તિથી બરાબર તોડ્યું અને એ બચી ગયો. એક વચનથી અજવાળું : અભયકુમારને આ આયોજન કર્યા પછી પણ જ્યારે પુરાવો એકેય ન મળ્યો ત્યારે એને જીવતો છોડી દેવામાં આવ્યો. રોહિણીયાને થયું કે, અગર મેં પરમાત્મા મહાવીરનાં આ વચનો ન સાંભળ્યાં હોત તો આજે મારું મોત નક્કી હતું. એનો બાપ લોહખુર-મહાચોર હતો. જ્યારે એની મોતની વેળા આવી ત્યારે એ તરફડતો હતો. એનો જીવ છૂટતો ન હતો. એને રોહિણીયાએ પૂછ્યું કે, ‘તમારો જીવ કેમ છૂટતો નથી ?' એણે કહ્યું કે, હું કહું એ પ્રતિજ્ઞા તું કરે તો મારો જીવ શાંતિથી છૂટે અને ગતિએ જાય.' રોહિણીયાએ કહ્યું કે, ‘તમારો જીવ સુખ-શાંતિ પામતો હોય તો તમે કહો તે લોહખુરે કહ્યું કે, “બેટા ! તું નક્કી કર કે, જીંદગીમાં ક્યારેય મહાવીરનું એક પણ વચન નહીં સાંભળું; તો મારો જીવ શાંતિથી છૂટે' પિતૃભક્ત રોહિણીયાએ હાથમાં પાણી લઈ સૂરજની સાખે પ્રતિજ્ઞા કરી અને લોહખુરની આંખ સદા માટે મીંચાઈ ગઈ. એકવાર રોહિણીયો રાજગૃહીમાંથી ચોરી કરીને નીકળ્યો ત્યારે નિશ્ચિત કરેલ આયોજન મુજબ અભયકુમારના સૈનિકોએ એને ઘેરી લીધો. બચવાની એક જ દિશા બાકી હતી અને તે દિશામાં જ ભગવાન મહાવીરનું સમવસરણ હતું. ભૂલે ચૂકે ભગવાન મહાવીરનું એકપણ વેણ ન સંભળાઈ જાય, મરતાં મરતાં બાપને આપેલ વચનનો ભંગ ન થઈ જાય તે માટે બન્નેય કાનમાં આંગળી નાંખીને એ દોડી રહ્યો હતો. તેમાં એને પગમાં કાંટો વાગ્યો, છતાં એણે દોડવાનું ચાલુ જ રાખ્યું. પણ વેગ ઘટી ગયો. સૈનિકો અને પોતાની વચ્ચેનું અંતર પણ ઘટવા લાગ્યું. જ્યારે એને લાગ્યું કે કાંટો કાઢ્યા વગર દોડાય તેવું નથી; ત્યારે એક કાનમાંથી આંગળી કાઢીને કાંટો ખેંચ્યો અને ફરી દોડવા લાગ્યો. પરંતુ એ કાનમાંથી આંગળી કાઢી પગમાંથી કાંટો ખેંચી કાઢે તેટલો જ સમયમાં ભગવાનની દેશનાનાં ચાર વાક્યો એના કાને પડ્યાં. જેમાં ભગવાને દેવોનું Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ – ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 301, સ્વરૂપ વર્ણવ્યું હતું. એ સમયે એણે જે સાંભળ્યું હતું, તે મનમાં જડાઈ ગયું અને કટોકટીની પળમાં એ વચનો ઉપર શ્રદ્ધા પ્રગટી તો એ બચી ગયો. જો ભગવાનની વાત એણે સાંભળી ન હોત, એ વાત એણે યાદ રાખી ન હોત અને એ વાત ઉપર અને શ્રદ્ધા થઈ ન હોત તો એ અભયકુમારની જાળમાંથી બચી શક્યો ન હોત. જો એણે એમ વિચાર્યું હોત કે મહાવીરની વાત ખોટી છે. હું દેવલોકમાં આવ્યો છું અને પ્રત્યક્ષ દેખું છું. હું જે પ્રત્યક્ષ દેખું છું તે સાચું કે પ્રત્યક્ષથી વિરુદ્ધ એવી ભગવાન મહાવીરની વાત સાચી ! અહીં તો મહાવીરે કહ્યું હતું તેનાથી બધુ વિપરીત છે. બાપની વાત સાચી હતી કે, “ભગવાન મહાવીરનો ઉપદેશ ન સાંભળવો ! જે વ્યક્તિ પ્રત્યક્ષ વિરોધી વાતો કરે તે કેમ મનાય ? – આવું જો એણે વિચાર્યું હોત તો એનું પરિણામ શું આવ્યું હોત? અભયકુમારની યોજનાની જાળમાંથી એ બચી શક્યો. કારણ કે, એણે પ્રભુ વીરનાં વચનો અનિચ્છાએ સાંભળવા છતાં પણ યાદ રાખ્યાં અને અણીના અવસરે કટોકટીની પળે પ્રભુ વિરનાં એ વચનો ઉપર એણે શ્રદ્ધા કરી, એનું પરિણામ એ આવ્યું કે, તે ભગવાન મહાવીરનાં ચરણે ગયો અને એણે પોતાનું જીવતર લેખે લગાડ્યું. આ રીતે જે જાગે, જાગીને જે પોતાને જાણે, પોતાને જાણીને જે બંધનને પણ જાણે, બંધનને બરાબર જાણીને તોડવાનો પ્રયત્ન કરે તે જ ભવનાં દુઃખોથી મુક્ત થઈ શકે. બંધનને જાણવા, બંધનને તોડવા માટે શ્રી સુધર્માસ્વામીજી મહારાજા હવે આગળ શું ફરમાવે છે તે અવસરે. Jain Education international For Private & Personal use only w Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમ-મહિમા શાસનનાયક વંદિએ, ત્રિશલા માત મલ્હાર, જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણધાર. સુધર્મા ગણધરતણી, રચના વરતે સોય, દ્વાદશ અંગ થકી અધિક, સૂત્ર નહિ જગ કોય. આથમતે કેવળ-રવિ, મંદિર દીપક જ્યોત, પંચમ આરે પ્રાણીને, આગમનો ઉદ્યોત. ભવમંડલ મેં ન દેખિયો, પ્રભુજીનો દેદાર, આગમપંથ કહ્યા વિના, રઝળ્યો હું સંસાર. આગમને અવલંબતાં રે, ઓળખીએ અરિહંત, શ્રી શુભવીરને પૂજતાં રે, પામો સુખ અનંત. આગમ વાણી અમીય સરોવર, ઝીલત રોગ ઘટાયો, મિથ્યાત મેલ ઉતારી શિર પર, આણા મુગટ ધરાયો. ............................................... Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ – આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રાદંભ 150 - વિ.સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૫, મંગળવાર, તા. ૧૩-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • પહેલી ગાથામાં રત્નત્રયીનો નિર્દેશ: • તમે કોણ છો ? • પરમાર્થ પામો બાપ અને ત્રણ દીકરા : • સ્વભાવમાં વિકૃતિ લાવે છે કર્મના બંધનો • આપણી બેહાલી : • અનુભૂતિનો ઉપાય : સમ્યગ્દર્શન : વિષય : લાખ ચોર્યાશીનો ચકરાવો. આ પ્રવચનમાં પહેલી ગાથાના પ્રત્યેક પદોનો છૂટક અર્થ કરી એમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં પ્રતિકો ઘટાવી પ્રવચનકારશ્રી અધ્યાત્મની અનિવાર્યતાની સમજ આપવા પ્રેરિત થયા છે. આત્મા જુદો છે, શરીર જુદું છે. બન્ને એક નથી જ. એ બંને એક લાગે છે – એ આપણને થયેલો ભ્રમ છે. એ સમજાવવા તેઓ ઢગલાબંધ યુક્તિઓ લઈ આવ્યા છે. જીવો ચાર ગતિચોર્યાશી લાખ યોનિઓમાં કેવાં કેવાં બંધનો - પાપો સંજ્ઞાઓ અને ભાવમનનાં કારણે સર્જ છે, તેનું હદયદ્રાવક વર્ણન કરી એ કર્મના વિપાકો કેવા દારૂણ હોય છે, તેનો જ્ઞાનીએ વર્ણવેલો આબેહૂબ ચિતાર રજુ કર્યો છે. અનાદિકાળથી અભાન અવસ્થામાં સબડતા આત્માને ભાનમાં લાવવા માટે અક્સીર ઔષધ જેવા શબ્દપ્રયોગો આ પ્રવચનની વિશેષતા છે. પ્રવચનનું પ્રતિબિંબ * સમ્યગ્દર્શન વિના વાસ્તવિક સાધના ક્યારેય થતી નથી. સમ્યગ્દર્શન વિના સાધનામાં વાસ્તવિક યત્ન પણ થતો નથી. * અધ્યાત્મ વગરની ક્રિયા શરીરના મેલ જેવી છે. * જે નરી આંખે જોઈ શકાતું નથી, તે શ્રુતનાં ચશ્માં પહેરવાથી જોઈ શકાય છે. * સમ્યગ્દર્શન પ્રગટતાં જ આત્મા જાગ્રત થાય છે. એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. * વિપ્નો આવશે તેને વ્યર્થ કરશો – વટાવશો એટલે સિદ્ધિ થશે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત ‘બુપ્લિગ્ન તિટ્ટિા, વંથળ પરિનાળિયા । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।। ' ‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨ આત્માની અનુભૂતિથી પાઘનાનો પ્રારંભ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીનું શ્રવણ કરી અન્ય ગણધરોની જેમ જ માત્ર અંતર્મુહૂર્તમાં સમગ્ર દ્વાદશાંગીની રચના કરી. પરમાત્માએ પોતાના કેવળજ્ઞાન અને કેવળ દૃષ્ટિથી તેને પ્રમાણી. તે દ્વાદશાંગી પૈકીનું બીજું અંગ આગમ : સૂયગડાંગ જેનું નામ, તે મહાન આગમ ગ્રંથરત્ન દ્વારા તે મહાપુરુષોએ બંધનને ઓળખીને તોડવા માટેનો ઉપદેશ આપ્યો છે. પહેલા અંગ : શ્રી આચારાંગમાં આત્માની ઓળખ આપી છે. ત્યાં; આત્મા આત્માને ઓળખતો નથી, તેનો ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આત્મા ઓળખાયા પછી, તેની અવદશા જાણ્યા પછી બંધનને ઓળખવાનો અને ઓળખાયેલા બંધનને તોડવાનો માર્ગ આ બીજા શ્રી સૂયગડાંગ આગમ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. શ્રી સૂયગડાંગ સૂત્રનો પહેલો શ્રુતસ્કંધ, તેનું પહેલું અધ્યયન, તેનો પહેલો ઉદ્દેશો, તેની પહેલી ગાથા અને તેનું પહેલું પદ છે : ક્િઝ' પહેલી ગાથામાં રત્નત્રયીનો નિર્દેશ: સૌથી પ્રથમ પદ એ સમ્યગ્દર્શનનું પ્રતીક છે. જ્યારે પહેલી અડધી ગાથામાં આખી રત્નત્રયીનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પદો જો બરાબર યાદ રાખશો તો તેમાં કેટલું ઊંડાણ છે, તે જાણી શકશો. ન્ફિ' એ સમ્યગ્દર્શનનું પ્રતિક છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આતમ જાગો ! ‘તિઽટ્ટિા’ એ સચ્ચારિત્રનું પ્રતિક છે અને ‘પરિનાળિયા’ એ સમ્યજ્ઞાનનું પ્રતિક છે. - વ્યવહારનયની અપેક્ષાએ સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય, એટલે જ સમ્યગ્દર્શનના પ્રતીક સ્વરૂપ પહેલું પદ સહજતાથી ગોઠવાયેલું છે. બોધિ ખૂબ જ દુર્લભ છે, આપણને આત્માનું ‘આરોગ્ય' –મોક્ષ જોઈએ છે અને તે માટે ‘બોધિ’-સમ્યગ્દર્શન જોઈએ છે માટે જ દ૨૨ોજ પ્રભુને પ્રાર્થના કરતાં ‘આરુTવોદિત્ઝામ' પદ દ્વારા આત્માનું આરોગ્ય અને તે માટે બોધિલાભ માંગીએ છીએ. આગમોમાં-શાસ્ત્રોમાં બોધિનો લાભ કેટલો દુર્લભ છે, તેનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. બોધિ એટલે જ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન વિના આત્માની ઝાંખી ક્યારેય થતી નથી. સમ્યગ્દર્શન વિના તાત્ત્વિક રીતે આત્મા ઉપર નજર ક્યારેય મંડાતી નથી. સમ્યગ્દર્શન વિના ‘હું આત્મા છું,’ તેની પ્રતીતિ પણ થતી નથી. માટે જ પરમતારક ગુરુદેવે આઠ-આઠ દાયકા સુધી આ સમ્યગ્દર્શનને સમજાવવાનો, એને પ્રગટાવવાનો અને તેમાં આડે આવતાં આવરણોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. સમ્યગ્દર્શન વિના વાસ્તવિક સાધના ક્યારેય થતી નથી. સમ્યગ્દર્શન વિના સાધનામાં વાસ્તવિક યત્ન પણ થતો નથી. ‘અધ્યાત્મસાર’ ગ્રંથરત્નમાં કહ્યું છે કે 'गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्त्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः ।' 306 ‘મોહની પક્કડમાંથી બહાર આવેલ સાધકોની આત્માને ઉદ્દેશીને જે શુદ્ધ ક્રિયા થાય છે તેને જિનોએ અધ્યાત્મ કહ્યું છે.’ આત્માને લક્ષ્ય બનાવીને, તેને કેન્દ્રમાં સ્થાપીને જે સાધના થાય તે અધ્યાત્મ છે. જ્યાં સુધી આત્મા કેન્દ્રમાં ન મૂકાય ત્યાં સુધી કોઈપણ આરાધના-સાધના અધ્યાત્મ બનતી નથી. હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? ક્યાં જવાનો છું ? તેનું જ્યાં સુધી ભાન થાય નહિ, ત્યાં સુધી અધ્યાત્મ સાધના પ્રગટે નહિ. ક્રિયાઓ ગમે તેટલી કરો, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 તપ ગમે તેટલો કરો, ત્યાગ ગમે તેટલો કરો, પણ જ્યાં સુધી આત્માનું ભાન ન થાય ત્યાં સુધી આ બધી ક્રિયાઓ જડ ક્રિયાઓ બની રહે છે. માટે જ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે, ૨૭ 'आत्माऽज्ञानभवं दुःख - मात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञान - हिनैश्छेतुं न शक्यते ।।१।।' ‘આત્માને ન ઓળખવાથી ઊભું થયેલું દુ:ખ આત્માને જાણવાથી - ઓળખવાથી નાશ પામે છે. આત્માનું જ્ઞાન પામ્યા વિના તપથી પણ દુઃખતો ક્ષય કરવો શક્ય નથી.' સંસારની રઝળપાટ, આત્માની વિભાવદશા અને અંતરંગ વિકૃતિઓનું મૂળ જો કોઈ હોય તો તે આત્માએ આત્માને ન ઓળખ્યો તે છે. ગમે તેટલો તપ કર્યો, પણ જો આત્માને ઓળખ્યો નહિ તો, ભવ દુઃખનો અંત ક્યારેય નહિ આવે. સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ પણ કહ્યું છે કે - ‘કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છેહ' એ જ રીતે કહ્યું છે કે - ‘જીહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું.' આત્મા આત્માને ઓળખે નહિ ત્યાં સુધી ખરી રીતે પહેલું ગુણસ્થાનક પણ પ્રગટી શકે નહિ. આત્માને ઓળખ્યા વગર આત્માના લક્ષ્ય વગર અને આત્મહિતની ભાવના વગર કરાતી ધર્મકરણી શરીરના મેલ જેવી છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, B ‘અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે’ અધ્યાત્મ વગરની ક્રિયા શરીરના મેલ જેવી છે. 307 પ્રયત્ન એક જ કરવાનો છે, જાગવાનો. પોતાના અસ્તિત્વને જાણવાનો, પોતાના અસ્તિત્વને સ્વીકારવાનો. Page #47 -------------------------------------------------------------------------- ________________ 308 ૨૮ ૨ - આતમ જાગો ! - તમે કોણ છો? હું શરીર નથી, હું ઈન્દ્રિય નથી, હું પાંચ ભૂતરૂપ નથી, હું તો આત્મા છું. અનાદિકાળથી મારું અસ્તિત્વ છે. અનંતકાળ સુધી રહેવાનું છે. આ શરીર તો માના ઉદરમાં પેદા થયું છે, એક દિવસ નાશ પામી જવાનું છે. આ જ્યારે ન હતું ત્યારે પણ હું હતો. અને જ્યારે આ શરીર નહિ હોય ત્યારે પણ હું તો રહેવાનો છું. શરીર આદિ સાંત છે હું-આત્મા અનાદિ અનંત છું. આ શરીર તો નાશ પામવાના સ્વભાવવાળું છે. જ્યારે હું તો અવિનાશી છું. “વધુ વિનાશી તું અવિનાશી' - આ ભાવનાથી આત્માને ભાવિત કરવાનો છે. આ નહિ થાય ત્યાં સુધી આ પહેલી ગાથાનું પહેલું પદ પણ નહિ સમજાય, જેને આ પહેલું પદ નહિ સમજાય તેને આ ગાથાનાં બાકીનાં પદ નહિ સમજાય. અને જેને આ ગાથા નહિ સમજાય તેને આખું શ્રી સૂયગડાંગ સૂત્ર નહિ સમજાય. જેને માટે આ પહેલું પદ નકામું છે, તેને માટે આ ગાથાનાં બાકીનાં પદ નકામાં છે અને જેને માટે આ ગાથા નકામી છે, તેને માટે શ્રી સૂયગડાંગ સૂત્ર પણ નકામું અને જેને માટે શ્રી સૂયગડાંગ સૂત્ર નકામું, તેને માટે આખી દ્વાદશાંગી નકામી છે માટે આત્માને ઓળખવો અત્યંત આવશ્યક છે અને એ માટે અંતર્મુખ બનવું જરૂરી છે. અંતર્મુખ બનવા માટે બહિર્મુખતા ટાળવી અત્યંત જરૂરી છે. જ્યારે પણ બહિર્મુખતા ટાળી અંતર્મુખ બની આત્મસ્વરૂપનું ચિંતન કરવા બેસો ત્યારે કાનના વિષયોનું શ્રવણ ન જોઈએ, આંખના વિષયોનું દર્શન ન જોઈએ. નાકના વિષયોની ગંધ ન જોઈએ, રસનાના વિષયોનો કોઈ સ્વાદ ન જોઈએ. સ્પર્શના વિષયોની અનુભૂતિ ન જોઈએ, બીજો કોઈ વિચાર ન જોઈએ. અંદર ઉતરીએ, અંતર્મુખ થઈને વિચારીએ. શરીરનો ભાગ એ હું છું કે હું કોઈ જુદો છું ? તમને તમારી ભાષામાં સમજાય તે રીતે કહું. વાળ એ તમે છો ? ના, કારણ કે, એ નીકળી જાય તો પણ તમે રહેવાના છો ! કાન એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! દાંત એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! જીભ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો! Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ – ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 - 309 નાક એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! આંખ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! હાથ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! પગ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! આ રીતે એક એક અવયવ માટે વિચારો. તમારી કીડની નીકળી ગઈ, ફેફસું ખલાસ થઈ ગયું, આંતરડાંનો કોઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો - તમારા શરીરમાંનું ઘણું ઘણું લોહી વહી જાય, છતાં તમે હોવાના ? એટલે આમાંની કોઈ વસ્તુ એ તમે નથી જ. તમે એના કરતાં જુદા જ છો. બરાબર? હા ! શરીરના આધારે તમારું જીવન ટકે છે, એ જુદી વાત પણ શરીર એ તમે નથી એ નક્કી વાત છે. આજે વિચારોનું વલોણું કરાવવું છે - માત્ર મોઢેથી બોલાવવું નથી, અંદર લઈ જવા છે; અંતર્મુખ બનાવવા છે; ચિંતનની ભૂમિકા ઉભી કરવી છે અને ભાવનામાં સ્થિર કરવા છે. માટે એ અંગેના મુદ્દા તમારી સામે રજૂ કરું છું. જો શરીર તમારું નથી, તેની અંદરની વસ્તુઓ તમારી નથી તો દુનિયાની બીજી કઈ વસ્તુ તમારી હોઈ શકે ? હવે વિચારો કે પત્ની મારી નથી, પરિવાર મારો નથી, બાળકો મારાં નથી અને આ શરીર પણ મારું નથી તો એ સિવાય બીજું મારું શું હોઈ શકે ? બહુ સાંભળ્યાનું બહુ પરિણામ આવે, એવું નથી. બહુ કરવાથી બહુ પરિણામ આવે, એવું નથી. બહુ ખાવાથી બહુ શક્તિ મળે, એવું નથી. પણ ખાધેલું જેટલું પચે તેટલી શક્તિ મળે અને સાંભળેલું જેટલું પરિણમે તેટલો બોધ થાય. પરમાર્થ પામો: બાપ અને ત્રણ દીકરા : એક પિતા હતા. તેમને ત્રણ દીકરા હતા. પિતાનો છેલ્લો સમય હતો. પિતાએ ત્રણેય દીકરાને બોલાવ્યા. મોટા દીકરાને કહ્યું, “બેટા, દીવો પ્રગટાવ ! મોટો દીકરો ઘી લેવા ગયો અને ઘી લઈને આવ્યો. બાપાએ કહ્યું, ‘એ ઘી રહેવા દે ! ફલાણી ગાગરમાં જે ઘી છે, તે લઈને દીવો પ્રગટાવ ! એટલે સંતોષ લઈને જઉં.” દીકરો ગયો, ગાગરમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ – ૨ – આતમ જાગો ! 310 જોયું અને પાછો આવ્યો ! બાપાને કહ્યું, “દીવો નહિ પ્રગટે ?' “કેમ ?” તેમાં દહીં છે, ઘી નથી.” બાપાએ કહ્યું, “ના, એમાં પણ ઘી છે જ.” દીકરો કહે છે, મારી સગી આંખે જોઈને આવ્યો ! અંદર ઘી નથી, દહીં જ છે.” વિચારે છે કે – બાપાની સાઠે બુદ્ધિ નાઠી લાગે છે. બાપાએ નિસાસો નાંખ્યો ! બાપને થયું કે દીકરામાં જરાય જ્ઞાન નથી, એ શી રીતે સુખી થશે. બાપાએ બીજા દીકરાને કહ્યું, “બેટા ! તું એ ગાગરમાંથી એ ઘી લઈને દીવો પ્રગટાવ, એટલે સંતોષ લઈને જાઉ.' તે પણ ગયો, તેને પણ દહીં જ દેખાયું, પણ લાગ્યું કે આમાં ઘી છે જ. એને ખ્યાલ તો જરૂર આવ્યો કે, બાપા શું કહેવા ઈચ્છે છે. એથી એ સમજ્યો પણ ખરો કે આ દહીંમાં ઘી છે જ પણ એ મેળવવા વલોણું કરવું પડે. એ બધુ થાય તો જ ઘી હાથમાં આવે અને દીવો પ્રગટે. પણ તે સ્વભાવનો આળસુ હતો, એટલે એને થયું કે એક દીવો પ્રગટાવવા આવી બધી લટપટ શું કામ કરવી ! એણે આવીને કહ્યું કે, એમાં તમારા કહ્યા મુજબ ઘી છે તો ખરું પણ વાઢીમાંથી જેટલી સહેલાઈથી ઘી લઈને દીવો પ્રગટાવી શકાય તેવું એ સહેલું નથી. મારાથી એ નહીં થાય. બાપને થયું કે, આ દીકરામાં અક્કલ છે, પણ ઉદ્યમ નથી, માટે સુખી નહીં થાય. બાપાએ ત્રીજા દીકરાને પણ તે ઘીમાંથી દીવો પ્રગટાવવા કહ્યું. ત્રીજા દીકરાએ કહ્યું, હમણાં જ પ્રગટાવું છું. પહોંચ્યો – દહીંનું વલોણું કર્યું - માખણ કાઢ્યું અને તેમાંથી ઘી બનાવ્યું. તે ઘીમાંથી દીવો પ્રગટાવ્યો. પિતાને એની સૂજ-સમજ અને સક્રિયતાથી ઊંડો સંતોષ થયો. તેમણે કહ્યું કે, “બેટા, મારો વારસો તું જાળવીશ એવો મને વિશ્વાસ છે ! જે લોકો ધર્મ આરાધના કરતા નથી એની વાત બાજુ ઉપર રાખીએ તોય ધર્મ આરાધના કરનારો વર્ગ પણ આ રીતે ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. એક વર્ગ એવો છે કે જેને શરીરમાં આત્મા છે, એ વાત સમજાતી જ નથી?-૧ બીજો વર્ગ એવો છે કે જેને શરીરમાં આત્મા છે અને તે શરીરથી જુદો થઈ શકે છે, એ સમજાય છે પણ એ માટે એનો કોઈ પ્રયત્ન નથી - ૨ જ્યારે ત્રીજો વર્ગ એવો છે કે, જે શરીરમાં આત્મા છે – તેમ જાણે છે અને તે સમ્યગુ પુરુષાર્થ દ્વારા છૂટો થઈ શકે છે, તેમ માને છે. તેથી તે માટે સમુચિત પુરુષાર્થ પણ કરે છે - ૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ - ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ – 15 – 311 સૌએ વિચારવાનું છે કે પોતાનો નંબર શામાં આવે છે. “હદયપ્રદીપ છત્રીશી'માં કહ્યું છે કે – નાનત્તિ વેવિત્ર તુ સ્તુની:, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, તે વેડ સ્ટોરે વિરા ભવત્તિ મારા' કેટલાક તત્વને જાણે છે પણ તે મુજબ કરવા સમર્થ નથી. કેટલાક કરવા સમર્થ છે, પણ તે જાણતા નથી. તત્ત્વને જાણે છે અને તે મુજબ પુરુષાર્થ કરવા જે સમર્થ છે, તેવા તો કોઈ વિરલા જ છે.' હવે સૌએ પોતપોતાની સ્થિતિનો વિચાર કરવાનો છે. આપણે પણ આ જ વાત કરવી છે. ભગવાન કહે છે, “તમે શરીર નથી પણ શરીરમાં વસેલ આત્મા છો ? - તો ઘણા કહે છે કે “અમે આવું કાંઈ માનતા નથી'. રોજીંદી ધર્મક્રિયા કરનારા વર્ગની પણ આજે આ દશા છે, જે જોઈને કોઈપણ વિચારકને દુ:ખ થયા વિના ન રહે, દાન આપ્યું, શીલ પાળ્યું, તપ કર્યો, નાનાં-મોટાં અનુષ્ઠાનો કર્યા, પૂજા કરી, પૂજન ભણાવ્યાં, યાત્રા કરી, સંઘ કાઢયા, ઉજમણાં કર્યા, ઉત્સવ કર્યા, ઉપધાન કર્યા, ઉપધાન કરાવ્યાં, સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા આવી તો નાની મોટી કેટલીએ ધર્મક્રિયા કરી પણ આત્માને ઓળખવાનો, સમજવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. સદ્ગુરુઓએ આત્માને ઓળખાવવાની વાત કરી તો પણ એના તરફ ધ્યાન ન આપ્યું. - પારણામ એ આવ્યું કે આવી સર્વજ્ઞકથિત ધર્મકરણી પણ જડક્રિયા બની, બોજલ બની, એમાં ચૈતન્ય ન પ્રગટ્ય. આવી મહાનક્રિયા કરવા છતાં પણ વિષયોની આસક્તિ ન છૂટી, કષાયોનું તોફાન ન શમ્યું, વ્યવહારિક ઔચિત્ય પણ ન પ્રગટ્યું. ઘણાંનું જો જીવન જોઈએ, એની વિચારશૈલી જોઈએ, એની પ્રવૃત્તિ જોઈએ, એમનો વ્યવહાર જોઈએ તો પણ લાગે કે એમણે હજુ આત્મા માન્યો જ નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ - આતમ જાગો ! આત્માને માનનારનાં વાણી, વિચાર અને વર્તન જુદાં હોય. તેની ચાલ બદલાઈ જાય. તેની શકલ બદલાઈ જાય. 312 બીજા દીકરાની જેમ જેને ખ્યાલ આવ્યો કે, આ શરીરમાં આત્મા છે, કર્મનાં બંધનોથી એ બંધાયેલો છે, પુરુષાર્થ દ્વારા એ બંધનોને તોડી શકાય છે, પણ એ માટે જરૂરી પુરુષાર્થ કરવાની એની તૈયારી જ હોતી નથી. આપણે આત્માને જાણ્યો, આત્માના બંધનને જાણ્યું, એ બંધનને તોડવાનો માર્ગ પણ જાણ્યો. પણ વલોણું કરીને ઘી મેળવવારૂપ બંધનને તોડીને આત્માને પ્રગટ કરવાનો જે પુરુષાર્થ કરવાનો છે, તેમાં ઉણા ઉતર્યા છીએ. ત્રીજા દીકરા જેવા જે મહર્ષિઓ હતા તેમણે ગોળીમાં રહેલા દહીંમાં ઘીને જાણ્યું, વલોણું કર્યું, ઘી મેળવ્યું ને દીવો પ્રગટાવ્યો ! આત્માને જાણ્યો, બંધનોને જાણ્યા, બંધનોને તોડવાનો માર્ગ જાણ્યો અને બંધનોને તોડ્યાં. આત્મસ્વરૂપને પ્રગટ કર્યું અને સિદ્ધશિલા ઉપર જઈને વસી ગયા. સ્વભાવમાં વિકૃતિ લાવે છે કર્મના બંધનો : પહેલું કામ આત્માને ઓળખવાનું છે. કારણ કે, આત્મા ઓળખ્યા વગર બંધન-બંધન તરીકે ઓળખાય એ શક્ય નથી. એટલે પહેલાં એ નક્કી કરો કે, હું આત્મા છું, ! અનાદિકાળથી મારું અસ્તિત્વ છે અને અનંતકાળ સુધી હું રહેવાનો છું. ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓમાં ભટકવું, વિવિધ સ્વરૂપોને ધારણ કરવાં, ચૌદ રાજલોક સ્વરૂપ વિશ્વમાં ઉપરથી નીચે ફરવું, તે આત્માનું સ્વરૂપ નથી. રાગ અને દ્વેષ ક૨વો, એ આત્માનું સ્વરૂપ નથી. માયા-પ્રપંચ અને કપટ કરવાં તે આત્માનું સ્વરૂપ નથી. ક્રોધ, લોભ અને માન-માયા કરવાં તે આત્માનું સ્વરૂપ નથી. જો એ આત્માનું સ્વરૂપ નથી, તો કેમ થઈ રહ્યું છે ? ઘરમાં તમારો દીકરો ખૂબ વિનીત હોય, બધું સાંભળનારો હોય, બધું કહ્યું કરનારો હોય, પણ એકાએક તેનામાં પરિવર્તન આવે તો તમને શું થાય ? પહેલાં તમારું કહ્યું બધું જ સાંભળતો હતો, બધું જ કરતો હતો અને અત્યારે કાંઈ સાંભળતો નથી. કશું કહ્યું કરતો નથી તો તરત થાય ને કે; આપણા દીકરાનો આ સ્વભાવ ન હતો, એકાએક તેનામાં આ પરિવર્તન કેમ આવ્યું ? આમ કેમ બન્યું ? તેવો વિચાર કરો ને ? તેમ રાગ-દ્વેષ કરવો તે આત્માનો સ્વભાવ નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩ – ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 - 313 ચૌદ રાજલોકમાં ભ્રમણ કરવું તે આત્માનો સ્વભાવ નથી, માયા, પ્રપંચ ને કપટ કરવાં તે આત્માનો સ્વભાવ નથી. ક્રોધ, લોભ અને માન-માયા કરવા તે આત્માનો સ્વભાવ નથી. છતાં આજે આપણો આત્મા એ બધું કરતો દેખાય છે. એનું કારણ શું ? આ પરિસ્થિતિનું નિર્માણ કરનાર જો કોઈ હોય તો તે કર્મનું બંધન છે. એના કારણે જ જે સ્વભાવ આત્માનો નથી, તે જ પ્રવૃત્તિ આજે આત્મા કરી રહ્યો છે. ચિરંતનાચાર્યશ્રીએ રચેલા “પંચસૂત્ર'નાં આ ત્રણ પદો યાદ કરો. 'अणाइ जीवे, अणाइ जीवस्स भवे, अणाइकम्मसंजोगनिव्वत्तिए ।' જીવ અનાદિનો છે, જીવતો સંસાર અનાદિનો છે અને તે અનાદિ કર્મના સંયોગથી સર્જાયેલો થયેલો છે.' આ ઉપરથી નક્કી થાય છે કે – હું અને તમે અનાદિના છીએ, મારો અને તમારો સંસાર અનાદિકાળનો છે અને અનાદિકાલિન કર્મસંયોગથી પેદા થયેલો છે. જ્ઞાની ભગવંતો આમ કહીને આપણને ભૂતકાળમાં લઈ જવા માંગે છે. આપણે બહુ ટૂંકી દૃષ્ટિના માણસો છીએ. કોઈ કહે, કેમ ભાઈ ! કેટલાં થયાં ? તરત આપણે કહીએ ૨૦-૨૫ કે ૫૦ વર્ષ થયાં પણ તે તમારાં નહિ, તે તો તમારા શરીરનાં થયાં. તમારાં કેટલાં થયાં એ કહો ! પણ એની તો ખબર જ નથી. જ્ઞાની ભગવંતો આપણને એક નવી દૃષ્ટિ આપવા માંગે છે. એ આપણા આત્માનો, આ સંસારનો અને કર્મ સાથે આત્માના બંધનનો કાલખંડ ઓળખાવવા માગે છે. જે નરી આંખે જોઈ શકાતું નથી, તે શ્રુતનાં ચશ્માં પહેરવાથી જોઈ શકાય છે. અસંખ્ય પ્રદેશ રૂપ આત્મા, તેના એક એક પ્રદેશ ઉપર લાગેલી અનંત-અનંત કાર્પણ વર્ગણા, તેને કારણે આત્માએ પોતે ગુમાવેલું પોતાનું સ્વરૂપ, એ બધું સમજાવું બહુ જરૂરી છે. આત્માનું પોતાનું સ્વરૂપ નાશ તો નથી પામ્યું પણ દબાઈ ગયું છે, અવરાઈ ગયું છે. ગમે તેવું તેજસ્વી રત્ન હોય, તેને માટી કે છાણ લાગે ત્યારે તેનું તેજ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ – આતમ જાગો ! 314 ભલે અવરાઈ જાય, પણ નાશ નથી પામતું તેથી તેનામાં તેજ હોવા છતાં બહાર નથી આવતું. એ જ રીતે કર્મોને કારણે તમારી અને મારી પણ આ જ સ્થિતિ થઈ છે. આ સ્થિતિમાં મૂકાયાં છીએ. આપણું આત્મ તેજ દબાઈ ગયું છે. આપણે સૌએ એવો અનંતો કાળ પસાર કર્યો છે કે જ્યાં સાંભળવા માટે આપણી પાસે કાન ન હતા, જોવા માટે આંખ ન હતી, સુંઘવા માટે નાક ન હતું, બોલવા કે સ્વાદ કરવા માટે જીભ ન હતી, વિચારવા માટે મન ન હતું. બેહાલી તો ત્યાં સુધી હતી કે, સ્પર્શ કરવા માટે સ્વતંત્ર ચામડી પણ ન હતી. અનંતાની વચ્ચે એક જ શરીર હતું અને અનંતાની વચ્ચે એક સાથે અને એક રીતે જીવવાનું હતું. તેથી સ્પર્શનો અનુભવ કરવા માટે ચામડી પણ અનંત જીવો વચ્ચે એક જ હતી. આ સ્થિતિમાં તમે અને મેં અનંત-અનંત કાળ વીતાવ્યો છે. આપણી બેહાલી : આપણી એ બેહાલીનું વર્ણન કરતાં “ઉપમિતિ ભવપ્રપંચા કથા'માં લખ્યું છે 'xxसुप्ता इव अस्पष्टचैतन्यतया, मत्ता इव कार्याकार्यविचारशून्यतया, मूर्छिता इव परस्परं लोलीभूतया, मृता इव लक्ष्यमाणविशिष्टचेष्टाविकलतया, निगोदाभिधानेष्वपरकेषु निक्षिप्य सम्पिण्डिताः सकलकालं धार्यन्ते ।xx' (મહાઅજ્ઞાન અને મહામોહનીય કર્મોદયના કારણે એ જીવો) સૂતેલા માણસોની જેમ અસ્પષ્ટ ચેતવ્યવાળા, ગાંડા માણસોની જેમ કાર્ય-અનાર્યનો વિચાર કરવાની ક્ષમતા વિનાના, બેભાન માણસોની જેમ એકબીજામાં આસક્ત-એકમેક બની ગયેલા, મડદાંઓની જેમ દેખાતી વિશિષ્ટ ચેષ્ટાઓથી રહિત થઈને નિગોદ નામના ઉકરડામાં ફેંકાઈ એકીસાથે પિંડિત કર્યા હોય તેમ જ બધો કાળ પસાર કરે છે.' સામાન્યપણે કોઈ જડ અને ચેતન વચ્ચે ભેદ ન દેખાય તેવી સ્થિતિમાં તમે અને મેં અનંત-અનંત કાળ વીતાવ્યો છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૫ – ૨: આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 – 315 સભા: ત્યાં જીવ પાપ કેવી રીતે બાંધે ? સંજ્ઞાઓને કારણે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ ચાર સંજ્ઞાના કારણે પણ કર્મ બંધાય છે. ત્યાં દ્રવ્યમાન ભલે ન હતું, પણ ભાવમન તો જરૂર હતું. એ ભાવમનના યોગે પણ જીવ ત્યાં પળે પળે પાપ બાંધે છે. હું જે બેહાલીની વાત કરવા માગું છું, તેની જરા કલ્પના તો કરો ! થોડાં વર્ષો પહેલાં મારે અમદાવાદ છોડીને મુંબઈ તરફ જવાનું હતું. વિહારના આગલા દિવસની જ આ વાત છે. એક બેન આવ્યાં અને મને કહ્યું, મહારાજ સાહેબ, મારા બાપુજીને લઈને આવું, બે વાત કરજો ને !' મેં કહ્યું, શેના અંગેની ?” પછી એમણે મને પરિસ્થિતિનું બયાન આપ્યું. “છ મહિના પહેલાંની વાત છે. બાપુજી સાવ સાજા-નરવા હતા. ક્યાંય નખમાંય રોગ ન હતો, એકાએક રાત્રે તાવ આવ્યો. તેમાં ખેંચ આવી અને એક સાથે આંખ અને કાન બન્ને ચાલ્યા ગયા !” તેમની દશા શું થઈ હશે ? વિચાર કરો કે, આંખ ચાલી જાય તો માણસ હજી કાનથી પણ વ્યવહાર કરી શકે ! કાન ચાલ્યા જાય તો કદાચ આંખથી પણ વ્યવહાર કરી શકે, પણ જ્યારે એક સાથે બન્નેય ચાલ્યાં જાય તો વ્યવહાર કેવી રીતે કરે ? દિવસ થયો કે રાત થઈ, ખબર શું પડે ? બહારના એક વાતાવરણની કલ્પના પણ એને ન આવે. પાસે કોઈ છે કે નહિ ? તે પણ ખબર ન પડે, પોતે કાંઈ બોલે તે કોઈએ સાંભળ્યું કે નહિ, તે પણ ખબર ન પડે ! કોઈએ એને કાંઈ કહ્યું, તે પણ ખબર ન પડે ! તે બહેન પોતાના પિતાજીને મારી પાસે લઈ આવ્યાં. ટેકો આપીને તેમને મારી પાસે બેસાડ્યા. એમનાં દીકરીએ કહ્યું કે, “મહારાજ સાહેબ ! મારા પિતાજીને દેખાતું પણ નથી અને સંભળાતું પણ નથી. એટલે અત્યારે તેઓ ક્યાં છે, એમની આજુબાજુમાં કોણ છે, એની એમને કશી જ ખબર નથી.' મેં પૂછ્યું તો તમે એમની સાથે વ્યવહાર શી રીતે કરો છો ?' તેમણે કહ્યું કે, “જ્યારે એમને અડીએ ત્યારે જ એમને ખ્યાલ આવે કે, એમની બાજુમાં કોઈક છે અને સ્પર્શથી જેટલું સમજાવી શકાય તેટલો વ્યવહાર શક્ય બને.” જેને દેખાતું ન હોય તેઓ સાંભળીને અવાજ ઉપરથી પણ પોતાનો વ્યવહાર ચલાવી શકે અને જેમને સંભળાતું ન હોય તે જોઈને પણ પોતાનો વ્યવહાર Page #55 -------------------------------------------------------------------------- ________________ - ૨ - આતમ જાગો ! 316 ચલાવી શકે. આમને તો ન દેખાય, ન સંભળાય એટલે માત્ર સ્પર્શથી જ વ્યવહાર થઈ શકે છે. બેને આગળ વાત કરી – “શરૂઆતમાં તો પિતાજી સાવજ ભાંગી પડ્યા હતા. આત્મહત્યાના નિર્ણય સુધી પહોંચ્યા હતા. પરંતુ આત્મહત્યાના માર્ગો પણ આંખ-કાન જવાથી બંધ થયા હતા. એ સ્થિતિમાં હાથમાં આંગળી ફેરવી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં ધીમે ધીમે સફળતા મળી. આજે હાથમાં આંગળીથી અક્ષરો લખી એમની સાથે સંવાદ સાધુ છું. ધીમે ધીમે પિતાજીનું મન ધર્મના માર્ગે વળ્યું અને મેં તેમને આ રીતે હાથમાં લખી લખીને બે પ્રતિક્રમણની ગાથાઓ ગોખાવી અને તેમણે આનંદપૂર્વક બેય પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા. હું હંમેશાં કહેતી કે બાપુજી તમે હિંમત રાખો, કોઈ તમારી સાથે ન હોય તો આ ધર્મ તો તમારી સાથે જ છે. તેઓ હિંમતમાં આવી ગયા. હવે એમનું મન ધર્મમાં પરોવાઈ ગયું છે.' હવે આપ જુઓ, હું આપની સાથે પણ એમને વાત કરાવું છું.” આટલું કહી તેમની દીકરીએ એમના હાથમાં લખીને મારો પરિચય આપ્યો, એમના આનંદનો પાર ન હતો. હું એક વાક્ય બોલતો જાઉં, બેન તેમના હાથમાં લખે અને તે ભાઈ સામે પ્રત્યુત્તર આપે. આમ એક કલાક અમે સંવાદ સાધ્યો. “જ્યારે અમારો આ રીતનો વાર્તાલાપ પૂરો થયો ત્યારે એમના ચહેરા ઉપર ઊંડો સંતોષ હતો. એમની આવી વિષમ પરિસ્થિતિમાં સહાયક માર્ગદર્શક બનવા બદલ મને પણ ઊંડો સંતોષ થયો, પણ એમની કર્મજન્ય સ્થિતિ જોઈને એવો જ ઊંડો ખેદ થયો.” (એ ભાઈ વિ. સં. ૨૦૧૧માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.) કર્મના વિપાકો કેવા કરુણ હોય છે, તે જોતાં હૈયું હચમચી ગયું. મનુષ્ય જીવનમાં જો આવી અવદશા થતી હોય તો તિર્યંચ ગતિમાં અને એમાંય જ્યાં આંખ, કાન, નાક, જીભ કે મન ન હોય ત્યાં કેવી દારૂણ પરિસ્થિતિ હશે, તેની વાસ્તવિકતા સમજાય તો ખાવું પણ ન ભાવે એવું છે. માત્ર બે જ ઈન્દ્રિયો ગયા પછીની આ દશા અનુભવાતી-સંવેદાતી હોય તો નિગોદના જીવોની, એકેન્દ્રિય જીવોની, બેઈન્દ્રિય જીવોની, ઈન્દ્રિય જીવોની, ચઉરિન્દ્રિય જીવોની અને મન વગરના પંચેન્દ્રિય જીવોની પરિસ્થિતિ કેવી હશે ! હું અને તમે એ સ્થિતિમાં અનંતકાળ રહીને આવ્યા છીએ. સભા: ત્યાં આટલું બધું કર્મ બંધાય ? Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 ઘણું ન બંધાતું હોય છતાં અનંતકાળ મને અને તમને એ સ્થિતિમાં રાખી શકે તેવા અનુબંધવાળું તો બંધાય છે જ. થોડું ખપાવે ત્યાં બીજું નવું બાંધે. આમ પરંપરા ચાલ્યા જ કરે. કોઈ જ્ઞાની ભગવંતને પૂછીએ કે, ‘આ સ્થિતિમાંથી એ જીવો બહાર ક્યારે નીકળશે ?’ તો જ્ઞાની ભગવંતો કહે કે, ‘કોઈ સંખ્યાત કાળે, કોઈ અસંખ્યાત કાળે અને કોઈ અનંતકાળે.’ ૩૭ આવ્યા. એક દિવસ તમને કે મને, મોઢામાં ડૂચા નાખીને, આંખે પાટા બાંધીને, કાનમાં પૂમડાં ભરાવીને હાથ-પગ કચકચાવી બાંધીને અંધારી રૂમમાં પૂરવામાં આવે તો મારી-તમારી શું હાલત થાય ? આ સ્થિતિમાં કેટલાયને પુરવામાં તેમાં કેટલાયે આત્મહત્યા કરી. કેટલાક ગાંડા બની ગયા. કોઈ પ્રકારનું આશાનું કિરણ ન મળે. માનવ જીવનમાં સર્જાતી આ પરિસ્થિતિ જો આવી દુઃસહ જણાતી હોય તો આના કરતાં કેઈ ગુણી વધારે ખરાબ હાલત એકેન્દ્રિય વગેરે ગતિઓમાં છે. ત્યાં શું થતું હશે ! -એનો વિચાર કરો ! આમ છતાં એવી સ્થિતિ આપણે અનંતકાળ સુધી ભોગવીને આવ્યા છીએ. 317 અત્યાર સુધીમાં આપણને નરકના ભવો પણ મળ્યા. દેવોના ભવો પણ મળ્યા, તિર્યંચના ભવો પણ મળ્યા અને મનુષ્યના ભવો પણ મળ્યા. આ દરેક ભવોમાં આપણે બેભાન જ રહ્યા. એમાં આપણને આપણું-આપણા આત્મસ્વરૂપનું ભાન જ ન થયું. સર્વત્ર પૌલિક દુનિયામાં રાચતા રહ્યા, ગમતાં પુદ્ગલો મળતાં જ એને વળગી પડ્યા, એમાં લપટાયા, એમાં મુંઝાયા અને છેવટે એમાં ફસાયા. પરિણામે કર્મથી બંધાણા, દુર્ગતિઓમાં પટકાણા અને એવું કોઈ સ્થાન બાકી ન રહ્યું કે જ્યાં ન અટવાયા. નરક અને તિર્યંચમાં તો અથડાયા અને કુટાણા, પણ દેવ અને મનુષ્યમાં પણ એ જ અવદશામાં ફસાયા. ખુદ તા૨ક તીર્થંકર મળ્યા તો તેમને પણ ન સાંભળ્યા, ન માન્યા, એમની પણ ક્રુર મશ્કરીઓ કરી. એમના સિદ્ધાંતોનું ખંડન કર્યું. આત્મા જેવી કોઈ વસ્તુ નથી. પાંચ ભૂતથી જુદો આત્મા સંભવિત નથી. પરલોક નથી, પુણ્ય-પાપ નથી, કર્મનો બંધ કે કર્મથી મુક્તિ સંભવિત નથી. મોક્ષ જેવી કોઈ સ્થિતિ નથી. આ અને આવી કેટલીએ વાતો કરી. ૩૬૩ પાખંડીઓમાંના આપણે પણ એક હતા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ - આ પાંચ ભૂતમાંથી ચેતના પ્રગટે છે, ચેતના પ્રગટી તે પહેલાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ - આતમ જાગો ! પણ કાંઈ ન હતું અને પછી પણ કાંઈ નથી, તેવી વિચારધારામાં ઘણો કાળ આપણે પસાર કર્યો. આજે પણ જે કાંઈ કરીએ છીએ, તે પુદ્ગલ અને આત્મા ભિન્ન છે, તેમ માનીને કરીએ છીએ ખરા ? ૩૮ 318 અનુભૂતિનો ઉપાય : સમ્યગ્દર્શન : સભા: આ બધી વાત જાણવા મળે છે, પણ એની અનુભૂતિ કેવી રીતે થાય ? આ જ બધી વાતોને વાગોળો, ખૂબ વાગોળો. એમાંથી આત્મા ૫૨થી મોહની પક્કડ ઘટશે, એ ઘટશે એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે એટલે આત્મસ્વરૂપની અનુભૂતિ થશે. એ અનુભૂતિ જેમ જેમ ઘેરી થતી જશે તેમ તેમ વિભાવદશાની પણ અનુભૂતિ થશે. પછી તેમાંથી વિભાવને કાઢવા માટેનો અને સ્વભાવને પ્રગટ કરવાનો પ્રયત્ન થશે. દર્દી બેભાન હોય. અવાજ કરતો ન હોય, શાંતિથી પડ્યો હોય ત્યારે સ્નેહીસ્વજનો માને કે ‘શાંતિ છે, વેદના નથી.’ જ્યારે ડૉક્ટર કહે છે કે, ‘કેસ ગંભીર છે. મોતની દિશામાં આગળ વધી રહ્યો છે.’ આથી ડૉ. તે દર્દીને ભાનમાં લાવવા માટે પ્રયત્ન કરે છે. ડૉક્ટરને ખબર છે કે, ભાનમાં આવતાંની સાથે જ દર્દીને વેદનાનો, બળતરાનો, દુઃખાવાનો અનુભવ થવાનો છે, ચીસાચીસ કરી મૂકશે. છતાં ડૉક્ટર એને ભાનમાં લાવવા પ્રયત્ન કરે છે. બેભાન દર્દી જેવો જાગતો થાય કે તરત દર્દની ફરિયાદ કરે એટલે સ્વજનો કહે છે કે, ‘કેસ બગડી રહ્યો છે.' જ્યારે ડૉક્ટર કહે કે ‘ના, કેસ સુધરી રહ્યો છે.’ દર્દીને અત્યાર સુધી ભાન ન હતું. હવે ભાન થયું છે, ‘હું માંદો છું અને મારે હવે સાજા થવું છે.’ એવી જે એનામાં ઇચ્છા પ્રગટી છે, તે સારી નિશાની છે. કેટલાક દર્દીઓ વિશ્વાસ ગુમાવી બેઠા હોય છે. એને લાગે છે કે, ‘હું સાજો થવાનો નથી,’ તેને હિંમત આપીને વિશ્વાસ પેદા કરાવવો પડે છે કે ‘તું બરાબર ઉપચાર કરાવીશ તો જરૂર સારો થઈશ.' એવી જ પરિસ્થિતિ સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી થાય છે. સમ્યગ્દર્શન પ્રગટતાં જ આત્મા જાગ્રત થાય છે. એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. સાથોસાથ વર્તમાનની અવિરતિજન્ય અને કષાયજન્ય વિકૃતિનું પણ ભાન થાય છે. અવિરતિ અને કષાયોનું જોર જોઈને તો કેટલાક વધારે સજાગ બનીને પ્રયત્નશીલ બને છે, તો કેટલાક હતાશ થઈ જાય છે. જેઓ હતાશ થાય Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ – ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 - 319 છે, તેમને જ્ઞાની ભગવંતો હિંમત આપે છે કે, હવે તો તમને સમ્યગ્દર્શન મળ્યું છે, તમારી ચેતના જાગૃત થઈ છે. બંધનો પણ ઓળખાયાં છે. હવે તો તમારે માત્ર પુરુષાર્થ જ કરવાનો છે. તમે સમજપૂર્વક હવે થોડો પણ જે પુરુષાર્થ કરશો, તેનાથી તમારી વિભાવદશા છૂટશે, સ્વભાવદશા પ્રગટશે. તમે કર્મનાં બંધનોથી મુક્ત થશો અને તમે તમારા સ્વરૂપને પ્રગટ કરી શકશો. જીવ જ્યારે સભાન દશામાં આવે છે અને એને તે રાગ-દ્વેષ, વિષયકષાયની પરિસ્થિતિઓ પરખાય છે, ત્યારે તેને આત્મરોગનું ભાન થયું કહેવાય. ભલે તમને આજે આત્માની સંવેદના ન સમજાય, પણ જો અંતરમાં ચાલતાં રાગ-દ્વેષનાં તોફાનો ઓળખાય અને એની વેદના થાય તો પણ આત્મા જાગ્યો છે એમ સમજવું. મનમાં જ્યારે રાગ-દ્વેષના ભાવો ઉભરાય ત્યારે તેમાં સ્વાભાવિકતા ન અનુભવાય, એ વિચારોમાં વહેતા રહેવું ન ગમે, એ વમળમાંથી બહાર આવવાની ઇચ્છા થાય, વિષયોની લાગણી જન્મે ત્યારે એમાં વિકૃતિનું ભાન થાય, સ્વસ્થતા તરફ ઢળવાનું મન થાય. તેમજ જ્યારે દુન્યવી પદાર્થો તરફ ખેંચાણ થાય ત્યારે તેમાં અસ્વાભાવિક્તા અનુભવાય અને એ દુન્યવી પદાર્થોના ખેંચાણથી છૂટવાનું મન થાય, ત્યારે માનજો કે તમે ભાનમાં આવ્યા. આત્મા જાગશે એટલે રાગ-દ્વેષની ગ્રંથી ઓળખાશે. દુન્યવી અનુકૂળતાઓ ગમવી તે રાગ છે, દુન્યવી પ્રતિકૂળતાઓ ન ગમવી તે દ્વેષ છે. આ રાગ-દ્વેષની તીવ્ર લાગણીને ગ્રંથી કહેવાય છે. રાગ-દ્વેષની તીવ્ર લાગણીઓ હોવા છતાં તેનું ભાન ન થવું, રાગ-દ્વેષની સંવેદનાઓ હોવી-થવી, તે સ્વાભાવિક છે, એમ લાગવું. રાગદ્વેષની સંવેદનામાં સુખનો અનુભવ થવો અને એમાં કશું ખોટું ન લાગવું તે ગ્રંથીની ઓળખનો અભાવ છે. જ્યારે રાગ-દ્વેષની આ સંવેદનાઓ ઓળખાય છે, એ સંવેદનાઓ એ અસ્વાભાવિક પરિસ્થિતિ છે એવું સમજાય છે, અનુભવાય છે ત્યારે ગ્રંથીની ઓળખ થઈ એમ કહેવાય. દુન્યવી અનુકૂળતાઓમાં થતી રાગની સંવેદના અને દુન્યવી પ્રતિકૂળતામાં થતી દ્વેષની સંવેદના જ્યારે પ્રત્યેક પળે ઓળખાય છે, એ અસ્વાભાવિક છે એવું અનુભવાય છે અને એનાથી છૂટીને સ્વાભાવિક સ્વસ્થ ચિત્તવૃતિ તરફ ઢળવાનો Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૨ - આતમ જાગો ! 320 પુરુષાર્થ થાય છે ત્યારે ગ્રંથીની ઓળખ થઈ અને ગ્રંથીભેદનો પુરુષાર્થ પ્રારંભાયો એમ સમજવું. આ પુરુષાર્થમાં જ્યારે સફળતા મળે છે ત્યારે ગ્રંથભેદ થાય છે અને એ ગ્રંથભેદ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, જેના સહારે આત્માની અનુભૂતિનો, આત્મિક સુખનો, સ્વાભાવિક સુખનો સ્વસ્થતાની અનુભૂતિનો પ્રારંભ થાય છે. માટે જ આ સ્થિતિને “સુખારંભ” તરીકે ઓળખાવવામાં આવી છે. આજે રાગ એ સ્વાભાવિક લાગે છે, દ્વેષ એ સ્વાભાવિક લાગે છે. વિષયો કર્તવ્ય લાગે છે, કષાયો કરવા જેવા લાગે છે, એ આત્માના રોગ છે એમ નથી લાગતું – એ એમ સૂચવે છે કે, આત્મા હજુ જાગ્યો નથી. જ્યારે ધન મેળવવાની ઈચ્છા જાગે ત્યારે થાય કે, મને આ ઈચ્છા કેમ જાગી ? આહાર કરવા બેસે ત્યારે અણાહારી પદ યાદ આવે તો એમ સમજવું કે હવે આત્મા જાગ્યો છે. સંસારની પ્રવૃત્તિ કરવા જાવ અને લાગે કે, આ મારું સ્વરૂપ નથી. આ મારું કર્તવ્ય નથી, તો માનવાનું કે, હવે હું જાગ્યો છું. હવે નક્કી કરો કે મારે જાગવું છે. સભા પણ સાહેબ, એ જાગૃતિ ટકતી નથી. એવું તો બનવાનું. આ તો શરૂઆત છે યોગની પ્રારંભિક દશામાં આવું પણ બની શકે. પણ આત્માની જાગવાની શરૂઆત પહેલા ગુણસ્થાનકે થાય છે, તેમાં યોગની પહેલી દૃષ્ટિ, બીજી દૃષ્ટિ, ત્રીજી દૃષ્ટિ અને ચોથી દૃષ્ટિ - એમ ચાર દૃષ્ટિ જેટલો વિકાસ હોય છે. આ દરેક દૃષ્ટિનો બોધ સમ્યગ્દર્શન પ્રગટ્યા પછીની પાંચમી દષ્ટિ જેવો નિર્મળ અને સ્થાયી નથી હોતો. હજુ પ્રકાશ પ્રગટ્યો, ન પ્રગટ્યો અને બુઝાઈ જાય, એવું વારંવાર બને છે. તે પ્રકાશને – તે બોધ, સ્થાયી, સ્થિર કરવો છે. જે જાગીને વિરૂપને જોઈ શકે તે જ સ્વરૂપને જોઈ શકે, માટે જ પહેલાં “વંધvi પરિનાળીલા' બંધનને ઓળખવાની વાત કરી. એ બંધનો બરાબર ઓળખવામાં છે. ચારે બાજુથી ઓળખવાનાં છે - સભા: એ બંધન કયાં છે ? શાનાં છે ? .. .......... .............................................................................................. .................................................................... .................................................................................................................................................... Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 એ બંધન કર્મનું છે. આ કર્મ આઠ પ્રકારનાં છે. જે આત્માને બાંધવાનું કામ કરે છે. ૪૧ આ કર્મબંધનનાં મુખ્યત્વે પાંચ કારણો છે. જેમાં પહેલું કા૨ણ મિથ્યાત્વ છે. બીજું કારણ અવિરતિ છે, ત્રીજું કારણ કષાયો છે, ચોથું કારણ પ્રમાદ છે અને પાંચમું કારણ યોગ છે. આ પાંચેયની પરિણતિ જેમ કર્મબંધનું કારણ છે, તેમ તેની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ છે. એટલા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ - આ પાંચનું સ્વરૂપ સમજવું જરૂરી છે. જીવનના એક એક વ્યવહારમાં મિથ્યાત્વ ક્યાં અને કઈ રીતે કામ કરે છે, તે જોવું-જાણવું બહુ જ જરૂરી છે. 321 એ જ રીતે અવિરતિ અને કષાયો પણ કઈ રીતે કામ કરે છે, તે જોવું પડશે. પ્રમાદ અને યોગનો પણ કેવો કેવો, ક્યાં ક્યાં પ્રભાવ પડે છે તે જોવું પડશે. એ પછી તેની માત્રા કેટલી છે ? તીવ્રતા કેટલી છે ? તેની અસરો કેવી થશે, તે જાણશો ત્યારે બંધનને જાણ્યું કહેવાશે. બંધનને જાણ્યા પછી તોડવાનું મન થશે, તેમાં પ્રયત્ન થશે. વિઘ્નો આવશે તેને વ્યર્થ કરશો - વટાવશો એટલે સિદ્ધિ થશે. પણ મૂળમાં બંધનોને બંધન તરીકે ઓળખવાં જ અઘરાં છે. સમ્યગ્દર્શનને પામવાનો પુરુષાર્થ મિથ્યાત્વની હાજરીમાં કરવાનો છે. એકવાર ‘વૃષ્ણિ’ પદ આપણાં જીવનમા આવી જાય તો બોધનો - તે પ્રકાશનો સહારો આપણને મળશે. જેના સહારે આગળનો પુરુષાર્થ સરળ બનશે. વિશેષ પુરુષાર્થરૂપ અપૂર્વકરણ તો બે વાર જ કરવાનું છે. એક સમ્યગ્દર્શન પામતાં અને બીજું ક્ષપક શ્રેણી માંડતાં ! - બાકી વચ્ચેનું કામ તો તે બહુ સહેલું છે. જાગૃત બનીને આત્માને અને બંધનને ઓળખ્યા પછી તપ કરવો, ત્યાગ ક૨વો, વ્રતો લેવાં, મહાવ્રતો પાળવાં, એ બધું જ સહેલું છે. જાગવું, જાગીને આત્માને અને બંધનને ઓળખવાં અને બંધનને ઓળખીને તોડવાં એ જ સૌથી અઘરૂં છે. માટે જ અહીં પહેલાં તેને ઓળખવાની અને તોડવાની વાત કરી. આ સંદર્ભમાં જ્ઞાની ભગવંતો હજુ આગળ શું કહેવા માગે છે, તે આપણે ક્રમશઃ જોઈશું. Page #61 -------------------------------------------------------------------------- ________________ આતમ ઝંખે છૂટકારો (રાગ : ચંદન સા બદન) બંધન બંધન, ઝંખે મારું મન, પણ આતમ ઝંખે છૂટકારો, મને દહેશત છે આ ઝગડામાં, થઈ જાય પૂરો આ જન્મારો. બ. ૧ મધુરાં, મીઠાં ને મનગમતાં પણ બંધન અંતે બંધન છે, લઈ જાય જનમના ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને, પણ એક જ એનો ઊંહકારો. બ. ૨ અકળાયેલો આતમ કે' છે, મને મુક્ત ભૂમિમાં ભમવા દો, ના રાગ રહે, ના દ્વેષ રહે, એવી કક્ષામાં મને રમવા દો, મિત્રાચારી આ તનડાની, બે ચાર ઘડીનો ચમકારો. બ. ૩ વરસો વીત્યાં, વીતે દિવસો, આ બે શક્તિના ઘર્ષણમાં, મને શું મળશે, વિષ કે અમૃત, આ ભવસાગરના મંથનમાં ? ક્યારે પંખી આ પિંજરાનું, કરશે મુક્તિનો ટહુકારો ? બં. ૪ (રચના - શ્રી પ્રવીણભાઈ દેસાઈ) Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩ – બંઘન, બંધનરૂપ લાગે ત્યારે, '16 છોડવાં અઘણાં નથી લાગdi. -વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૬-૭, બુધવાર, તા. ૧૪-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • ધર્મકિયાથી પણ બંધન વધાર્યા. • સેવા પણ બંધન હોઈ શકે : • ધર્મકિયા તારક, પણ જેમ તેમ કરો તો નહિં. • સંન્યાસીનું બાવલું સુવિચાર : ભક્તો : • આત્માની ઓળખ કઈ રીતે કરવી ? • હું કોણ ? શરીર કે આત્મા? • મોહાધીનને શરીરના રોગોની ચિંતા : • સમ્યગ્દર્શન એટલે જ સુખારંભ : આત્મભાનવાળાને આત્માના રોગોની ચિંતા : મનુષ્ય દેહ વિના મુક્તિ નહિ અને એ • બંધન તોડ્યું... બાંધ્યું અને તોડ્યું. દેહ પર મમતા હોય ત્યાં સુધી મુક્તિ નહિ ! મહાત્મા આદ્રકુમારની પુરુષાર્થ કથા : આગમનો અર્ક રામવાણીમાં : વિષય : કલ કરે સો આજ કરો ! આત્માને જાણ્યા વિના આત્માને વળગેલાં બંધનોને જાણવાનું મન ન થાય. વર્ષોથી ધર્મક્રિયા કરનાર વર્ગ પણ આત્માને જાણવાની બાબતે ધરાર ઉપેક્ષા સેવે છે, એથી જ આત્મજ્ઞાન થતું નથી અને એથી જ બંધનો પણ જણાતાં નથી. ક્રિયાયોગ અને જ્ઞાનયોગનું સંતુલન કરી આપી આ પ્રવચનમાં ‘આ જ ભવમાં સાધવાનું સાધી લેવા જેવું છે એ પ્રધાન સૂર રખાયો છે. બંધન જેને બંધન લાગતાં નથી તે મજેથી પાપરૂપ સંસારમાં પડ્યા રહે છે અને એ જ જ્યારે બંધનરૂપ જણાય ત્યારે પળવારમાં સંસારત્યાગ શક્ય બને છે. એ વાત ‘આર્દ્રકુમાર'ના કથાનકની સાથોસાથ પીરસવામાં આવી છે. અંતે : આગમોના સીધા સાદા શબ્દોમાંય કેવાં ઉંડાણ ભર્યા હોય છે, તેની વાત કરવામાં આવી છે. પ્રવચનનું પ્રતિબિંબ * જેને આત્મા નથી ઓળખાતો તેનો તપ કર્મો તોડવાની તાકાત નથી ધરાવતો, તેનું ચારિત્ર કર્મને તોડવાની તાકાત નથી ધરાવતું, તેનું જ્ઞાન એ બંધનોને ઓળખાવવાનો હેતુ નથી બનતું. * આત્માનો રોગ, આત્માના રોગ તરીકે ઓળખાય ત્યારે સમજવું કે આત્માને આત્માનું ભાન થયું. * પરમાત્માની પ્રતિમાનું દર્શન એ આત્મદર્શન માટેનું અનુપમ આલંબન છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘણું નથી લાગતાં અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા બીજબુદ્ધિના સ્વામી એવા પંચમ ગણધરશ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ ૫૨મતારક પરમાત્માના મુખેથી પન્નૂફ વા, વિનમેક્ वा ने धुवेइ वा આ મહામંગલકારી ત્રિપદીને પ્રાપ્ત કરીને અન્ય દસ ગણધરોની જેમ જ માત્ર અંતર્મુહૂર્તમાં ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગીની રચના કરી. એ પૈકીના પ્રથમ અંગ-આગમ શ્રીઆચારાંગ સૂત્ર દ્વારા આત્માના સ્વરૂપનો બોધ કરાવ્યો છે અને બીજા અંગ-આગમ શ્રી સૂયગડાંગ સૂત્ર દ્વારા એ આત્માને વળગેલાં બંધનોનો અને તેને દૂર કરવાના ઉપાયોનો બોધ કરાવ્યો છે. તેનો સાર ‘બંધનને જાણવાં અને બંધનને જાણીને તોડવાં' તે છે. - બંધનને જાણવાનું અને બંધનને તોડવાનું મન કોને થાય ? જેણે આત્માને જાણ્યો હોય તેને જ બંધનને જાણવાનું અને તોડવાનું મન થાય. જેણે આત્માને જાણ્યો ન હોય, આત્મસ્વરૂપને પિછાણ્યું ન હોય તેને બંધનની કલ્પના પણ શી રીતે આવે ? અને બંધનની જાણકારી વગર એને તોડવાની ઇચ્છા અને તે માટેનો પુરુષાર્થ પણ શી રીતે સંભવે ? જ્યાં સુધી આત્મા ઓળખાતો નથી, ત્યાં સુધી બંધનની કલ્પના પણ આવતી નથી. બંધનની કલ્પના આવ્યા વિના બંધનને તોડવાનું મન થતું નથી અને બંધનને તોડવાનું મન થયા વિના બંધન તોડવાનો પુરુષાર્થ થતો નથી. ધર્મક્રિયાથી પણ બંધન વધાર્યાં : આપણી અનાદિકાળની રઝળપાટનો વિચાર કરીએ; ૮૪ લાખ યોનિઓનાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ – ૨ - આતમ જાગો ! 326 એક-એક ભયંકર દુઃખોનો વિચાર કરીએ; તો આટઆટલાં દુઃખોની વચ્ચે અટવાવવા છતાં; એ દુ:ખોથી રિબાવા છતાં; અનાદિ મોહના બંધનોને કારણે આજ સુધીમાં ક્યારેય આપણે આપણા આત્મસ્વરૂપને ઓળખ્યું નહિ. તારક પરમાત્માના સમવસરણમાં ગયા, તેમની વાણી સાંભળી, છતાં આપણે આત્માને ન ઓળખ્યો. એવું નથી કે, આજ સુધી આપણને સર્વજ્ઞપ્રભુનું ધર્મ શાસન નથી મળ્યું. એવું નથી કે આજ સુધી આપણે સર્વજ્ઞશાસનની ધર્મ ક્રિયાઓ નથી કરી. અનંતીવાર ચારિત્ર લીધું, અનંતીવાર આ ક્રિયાઓ પણ કરી, જીંદગીભર વ્રતો પાળ્યાં, જીંદગીભર મહિનાને પારણે મહિનાનો તપ પણ કર્યો. આમ છતાં આપણી નજર ક્યારેય આત્મા ઉપર ન ગઈ. એટલે જ એ પ્રત્યેક ધર્મક્રિયાઓ આપણે એવા ભાવોથી એવી રીતે કરી કે જેને કારણે એ ક્રિયાઓ બંધન તોડવાના બદલે, બંધન ઘટાડવાના બદલે બંધન વધારનારી બની. આપણે જે તપ કર્યો, જે પણ ત્યાગ કર્યો, જે પણ ચારિત્ર પાળ્યું તે બધું જ સર્વજ્ઞના શાસનનું જ કર્યું પણ તે આત્મહિત માટે ન કર્યું, આત્મિક ઉત્થાન માટે ન કર્યું, પૌદ્ગલિક સુખો માટે કર્યું, વિષય-કષાયની વૃત્તિના સંતર્પણ માટે કર્યું, એટલે કર્મનાં બંધનને તોડનારી ક્રિયા કરીને પણ કર્મનાં બંધનો વધાર્યા, મજબૂત કર્યા. આ દરમ્યાન જે પણ બંધનો વધતાં ગયાં તે બંધનો બંધન જ ન લાગ્યાં. એમાં વિકૃતિનો બોધ ન થયો અને દુ:ખની અનુભૂતિ ન થઈ. જેને આત્મા નથી ઓળખાતો તેનો તપ કર્મો તોડવાની તાકાત નથી ધરાવતો, તેનું ચારિત્ર કર્મને તોડવાની તાકાત નથી ધરાવતું, તેનું જ્ઞાન એ બંધનોને ઓળખાવવાનો હેતુ નથી બનતું. બંધનો ત્યારે જ ઓળખાય છે, જ્યારે આત્માની ઓળખ થાય છે. આટલાં વર્ષોથી તમે કાંઈક આરાધના કરતા આવ્યા છો, આટલા વર્ષોથી અમે પણ કાંઈક આરાધના કરતા આવ્યા છીએ. પણ તે શા માટે ? એ વિચારવું બહુ જ જરૂરી છે. અમે મા-બાપને છોડ્યાં, પત્ની-પરિવારનો ત્યાગ કર્યો. સ્વજન અને સ્નેહીઓને છોડ્યાં, તમે પણ તપ કરીને ખાવા-પીવાનો ત્યાગ કર્યો, શીલ પાળીને, મોજ-મજાનો ત્યાગ કર્યો, દાન કરીને પૈસા-ટકાનો ત્યાગ કર્યો, પણ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં – 16 —— 327 નજર આત્મા ઉપર ક્યારે ય ન મંડાઈ. ચોવીશ કલાક શરીરની જ ચિંતા ! નિરંતર દેહાધ્યાસ ! ચોવીશ કલાક શરીરના સુખ-દુઃખની જ ચિંતા અને સુખદુઃખની જ અનુભૂતિ ! દુઃખ ટાળવાનો અને સુખ મેળવવાનો જ પ્રયત્ન ! તે સિવાય આપણે કર્યું શું ? જાતને પૂછો ! ૪૭ ધર્મક્રિયા તારક, પણ જેમતેમ કરો તો નહિં : સભા : અત્યારે અમે જે તપ-ક્રિયા કરીએ છીએ શું તે વ્યર્થ છે ? તો ચારિત્રની પણ જરૂર ક્યાં રહી ? હું જો કહેતો હોઉં કે, ક્રિયાઓ નિરર્થક છે, તપ વ્યર્થ છે, ચારિત્ર તમે નહિ લેતા તો તમારો પ્રશ્ન બરાબર છે, પણ હું તો તમને એ બધું જ કરવાનું કહું છું. પરંતુ મારી અને તમારી વાતમાં ફરક એટલો જ છે કે તમે એમ માની બેઠા છો કે ‘આ બધું વગર સમજે ગમે તેમ, ગમે તે ભાવે, ગમે તે રીતે કરીએ તો પણ ચાલે’ અને હું એમ કહું છું કે ‘આ બધું સમજીને કરો !' આત્મહિત સાધવા માટે કરો ! આ બધું કરેલું સાર્થક બને, એનાથી આત્મહિત સધાય તે રીતે કરો !' તમે તપ-ક્રિયા કરો પણ તે સાર્થક ત્યારે જ થશે કે જ્યારે આત્મા ઉપર તમારી નજર મંડાશે અને આ તપસાધના, ધર્મક્રિયા દ્વારા આત્મહિત સાધવાનો ભાવ પ્રગટશે. આ ક્રિયાનો, તપનો, સાધનાનો માર્ગ તીર્થંકર ભગવંતોએ બતાવેલો છે. એટલે એની ઉપેક્ષા, અનાદર કે અપલાપ કરવાનો વિચાર કરવો એ પણ આત્મઘાતક છે. જેમ આ બધી ક્રિયાનો અપલાપ કરવો એ આત્મઘાતક છે, તેમ આ ક્રિયાઓ ગમે તે રીતે, ગમે તેવા ભાવો અને ગમે તે લક્ષ્યથી કરવી એ પણ ઘાતક છે. જે કોઈ તેને બરાબર સમજે નહિ અને કોઈ સુયોગ્ય રીતે સમજાવે તે છતાં સમજવા ઇચ્છે નહિ તે આ ક્રિયા, તપ, સાધના કરીને પણ બંધન વધારે છે. જે આત્માને નથી ઓળખતો, તેણે જે પણ ક્રિયાઓ કરી, તે બધી કીર્તિકામના માટે કે, વર્તમાન જીવનનાં દુન્યવી દુઃખોને ટાળવા કે દુન્યવી સુખો મેળવવા માટે કરી. એમાં જો દૃષ્ટિ થોડી આગળ વધી તો પરલોકનાં દુન્યવી દુઃખોને ટાળવા કે દુન્યવી સુખોને મેળવવા માટે કરી. આમાંનું બધું જ કર્યું ! Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ----- ૨ - આતમ જાગો ! - 328. બધાને માટે કર્યું ! પણ પોતાને માટે, આત્માને માટે શું કર્યું? માટે જ પહેલું પદ છે ફ્રિઝ - જાગો ! બોધ પામો ! આ જ સૂયગડાંગના બીજા અધ્યયનમાં કહ્યું કે - ___ 'संबुजह किं न बुज्झइ संबोहि खलु पेञ्च दुल्लहा' ‘જાગ ! કેમ જાગતો નથી ? જન્માંતરમાં જાગવું દુર્લભ છે.' બોધ પામ ! કેમ બોધ પામતો નથી ? જન્માંતરમાં બોધ પામવો દુર્લભ છે.” સમકિત પામ ! કેમ સમકિત પામતો નથી ? જન્માંતરમાં સમકિત પામવું દુર્લભ છે.' આ સંબોધિ શબ્દનો અર્થ જાગવું થાય, બોધ પામવો થાય, સમકિત પામવું એવો થાય અને ધર્મ પામવો એવો પણ થાય છે. આપદોનો અર્થ દરેક રીતે વિચારવા જેવો છે. આ શબ્દોમાં બોધ પામવાની વાત કહી છે. એ સાંભળી કોઈ કહે કે રહેવા દો ને. આવતા ભવમાં પામી જઈશ. તો એને જણાવ્યું કે - જન્માંતરમાં એની પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. અહીં તને મળ્યું છે છતાં તું કરતો નથી, તો આગળ જઈને શું કરવાનો હતો ? માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે ૩૫૦ ગાથાના સ્તવનની પહેલી ઢાળમાં કહ્યું કે, “પામી બોધ ન પાળે મૂરખ, માંગે બોધ વિચાલે; લહિએ તેહ કહો કુણ મૂલે, બોલ્યું ઉપદેશમાળે જી.’ અહીં જે બોધ એટલે કે ધર્મશાસન મળ્યું છે, તે આરાધતો નથી અને ભવિષ્યમાં ધર્મશાસન મળે તેવી માંગણી કરે છે, એ મૂર્ખ છે. આગળ ધર્મશાસન મળે એ માટેની કઈ મૂડી એની પાસે છે ? – એમ પ્રશ્ન કર્યો છે. આ વાત પણ તેઓશ્રી પોતાના ઘરની કહેતા નથી. પ્રભુશ્રી મહાવીર મહારાજાના સ્વહસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસ ગણીએ ઉપદેશમાળા ગ્રંથમાં આ વાત કહેલી છે, એમ સાક્ષીપૂર્વક કહે છે. જે ગાથાનો આદ્ય ભાગ મેં તમને સંભળાવ્યો હતો તેમાં આગળ જઈને કહ્યું છે કે, “તેવા આત્માઓ માટે ભવિષ્યમાં-જન્માંતરમાં બોધિ દુર્લભ છે.” Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ –૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 - 129 આત્માની ઓળખ કઈ રીતે કરવી ?? સભાઃ સ્વયં પોતે આત્મા હોવા છતાં પોતે પોતાને આત્માને ઓળખતો કેમ નથી ? કારણ કે એ બેભાન છે. એને બેભાન રાખનાર મિથ્યાત્વ વગેરે કર્મોથી એ ઘેરાયેલો છે. એનાં મિથ્યાત્વ વગેરે કર્મ એવાં ગાઢ-ચિકણાં છે કે, એ ભાનમાં આવી શકતો નથી, માટે એ સ્વયં પોતે પોતાને-આત્માને ઓળખતો નથી. અભીનો કર્મમળ સદા માટે ગાઢો જ રહેતો હોય છે. એ જ રીતે ચરમાવર્તિમાં નહિ આવેલા ભવીનો પણ કર્મમળ ગાઢો રહેવાનો, ચરમાવર્તમાં આવેલો ભવ્યાત્મા પણ જો ભારેકર્મી હોય તો તેનો પણ કર્મમળ ગાઢો હોય છે. આવા આત્માઓને આત્મા ઓળખાતો નથી. આત્માનો વિચાર આવતો નથી. એને મળેલા ચોવીસ કલાકમાંથી પા કલાક પણ એવો નથી હોતો કે જે એણે પોતે પોતાના માટે આત્માને માટે ગાળ્યો હોય. સભા: આત્માને ઓળખવા શું કરવું ? નિરંતર વિચારવું કે, “હું કોણ છું' - જ્યાં સુધી એનો જવાબ ન મળે ત્યાં સુધી વિચારવું જોઈએ કે હું કોણ નથી? હું શું નથી ? હું શરીર નથી. હું ઈન્દ્રિયો નથી, હું મન નથી. ઘર, કુટુંબ, પરિવાર, ધન-સંપત્તિ વગેરે મારું નથી. આ વારંવાર વિચારશો તો પછી હું કોણ છું એનો જવાબ મેળવવો સરળ બનશે. સભાઃ હું કોણ છું તે ઓળખવાનું, તેને માટે હું કોણ નથી તે ઓળખવાનું, શરીર એ હું નથી, ઈન્દ્રિયો એ હું નથી. આ બધું વિચાર્યા કરવું એ વાહીયાત અને નિરર્થક નથી ? આ વાતો, આ વિચારો તેને જ નિરર્થક લાગે કે જેનું દર્શન મોહનીય કર્મ અત્યંત મજબૂત હોય, મતલબ કે જેનું મિથ્યાત્વ પ્રગાઢ હોય. જે વ્યક્તિનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય તેને આ વાતો, આ વિચારો નિરર્થક નથી લાગતા. જેનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય તે પણ જ્યાં સુધી નાસ્તિક વગેરે મિથ્યામતોના સંસ્કારોથી વાસિત હોય તેને જ્યાં સુધી આસ્તિક દર્શનોનો સંપર્ક ન થાય અને એના શુભસંસ્કારોથી વાસિત ન થાય ત્યાં સુધી આત્માની વાતોવિચારો નિરર્થક લાગે એવું પણ બને. જે વ્યક્તિનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય અને આસ્તિક દર્શનનો જેને સમ્યપરિચય થયો હોય તેને આત્માની વાતો અને વિચારો નિરર્થક નથી લાગતા. આસ્તિક દર્શનોમાં પણ જ્યાં સુધી સર્વજ્ઞ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આતમ જાગો ! દર્શનનો સંપર્ક ન થાય ત્યાં સુધી આત્માના સ્વરૂપ વગેરેના બોધમાં ગરબડ રહે છે; આમ છતાં એને આત્માની વાત-વિચા૨ નિરર્થક નથી લાગતી. ૐ આસ્તિક દર્શનના સંપર્કમાં આવવા છતાં જો મિથ્યાત્વ ગાઢ હોય તો આત્માની વાત-વિચાર કરવા ગમે. આમ છતાં આત્મસ્વરૂપની મિથ્યા માન્યતા એની એવી પ્રગાઢ હોય કે એને આત્માના વાસ્તવિક સ્વરૂપને સ્વીકારવાનું મન પણ ન થાય. આ બધા દૃષ્ટિકોણથી વિચારીએ તો મિથ્યાત્વની હાજરીમાં અને મિથ્યામતોના સકંજામાં ફ્સાયેલા જીવોને આત્માનો સ્વીકાર કરવો એ પણ અઘરું બને છે. અને આત્માનો સ્વીકાર કર્યા પછી પણ આત્માના વાસ્તવિક સ્વરૂપનો સ્વીકા૨ ક૨વો એ પણ એટલું જ કઠીન બને છે. 330 જે કોઈ મિથ્યાત્વથી બચે, મિથ્યામતોના સંપર્કથી છૂટે, સમ્યક્ત્વને પામે તેના માટે આત્મસ્વરૂપનો વાસ્તવિક બોધ થવો સરળ બને, અગર તો જેનું મિથ્યાત્વ મંદ પડે અને જે સર્વજ્ઞશાસનના - જૈન દર્શનના સંપર્કમાં આવ્યો હોય એને જ આત્માનો અને આત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ થવો સરળ બને છે, એને જ આત્માની, આત્માના વાસ્તવિક સ્વરૂપ-વિરૂપની વાતો સાંભળવી, વિચારવી ગમે છે. આગળ એવા મતોની વાત આવવાની જ છે કે જે એમ માને કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતમાંથી ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે, આ ચેતના શક્તિ એ જ આત્મા છે, એથી જુદો કોઈ આત્મા જ નથી. પાંચ ભૂતોમાંથી ચેતના પેદા થાય છે અને એ પાંચ ભૂતોમાં જ ચેતના વિલીન થઈ જાય છે. તે ચેતનાશક્તિ ગઈ એટલે આત્મા વિલીન થઈ ગયો. જે પાંચભૂતરૂપ છે તે હું છું અને એનાથી હું જુદો નથી વગેરે. હું નથી એટલે કોઈ નથી વગેરે. એ મતો કેવા ખોટા છે તે ત્યારે જોઈશું. મૂળ વાત પર આવો. ૨૪ કલાકમાં આપણે આપણી સાથે વાત ક્યારે કરી ? ૨૪ કલાકમાં આપણે આપણી ખુદની દરકાર ક્યારે કરી ? તમને કોઈ પૂછે, ‘કેમ છો ?’ એટલે તમે તમારી વાત કરો કે શરીર, ધનસંપત્તિ, પરિવારની વાત કરો ! તમારા અંત૨ના ભાવો-પરિણામોની અનુભૂતિની વાત કરો કે શરીરની અનુભૂતિની વાત કરો ? તમે તો તરત જ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૧ – ૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 - 331 ચાલુ કરો કે “શું વાત કરું ? પેટમાં દુઃખે છે, બેચેની છે, હાથ દુઃખે છે - પગ તૂટે છે, માથું ફાટે છે. કાંઈ ચેન પડતું નથી' તમે આ બધી કોની વાત કરી ? તમારી કે શરીરની? મોહાધીનને શરીરના રોગોની ચિંતા : આત્મભાનવાળાને આત્માના રોગોની ચિંતા : ઉપમિતિ ભવપ્રપંચા' નામના મહાન ગ્રંથનું નામ તમે સાંભળ્યું હશે ? તે મહાન ગ્રંથની રચના કરીને સિદ્ધર્ષિ ગણીએ સમગ્ર જૈન સંઘ ઉપર જે ઉપકાર કર્યો છે, તે અકલ્પનીય છે. તેના પહેલા પ્રસ્તાવમાં આત્માને જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય છે, ત્યારની તેની મનોદશાનું બહુ સુંદર વર્ણન કર્યું છે. આત્મા જ્યારે અનાદિની મોહની પક્કડમાંથી છૂટીને ભાનમાં આવે છે, ત્યારે એને પીડતા એક એક રાગાદિ રોગોનું એને કેવું ભાન થાય છે ? એની એમાં વાત કરી છે. મોહાધીન જીવને જેમ ચોવીસ કલાક શરીરના રોગોની ચિંતા થાય છે, તેમ આત્મભાનવાળા જીવને આત્માના એક એક રોગની ચિંતા થાય છે. શરીર પોતે હોવાના ભ્રમવાળા જીવોને શરીરમાં નાનો મોટો રોગ થતાં જેવી બેચેની અનુભવાય છે તેવી જ બેચેની આત્મભાન જેને થયું છે તેને આત્મિક રોગોની અનુભૂતિ થતાં થાય છે. સાધકને જ્યારે ક્રોધ વગેરે કષાયો પડે ત્યારે થાય કે “મને ક્રોધ કેમ પ્રગટ્યો ! મને માન કેમ સતાવે છે ? હજુ મને માયા કેમ સ્પર્શી જાય છે ? લોભ હજુ મારો કેડો કેમ છોડતો નથી. મને હજુ આસક્તિ કેમ થાય છે ? પરનિંદાનો ભાવ હજુ કેમ છૂટતો નથી ? ઈર્ષા ને અસૂયા કેમ પડે છે ? ભગવાનની વાત ગમતી કેમ નથી ? ભગવાનની વાત સ્પર્શતી કેમ નથી ?” આવું થાય ત્યારે માનજો કે આત્મા ભાનમાં આવ્યો અથવા આત્માનું ભાન થયું. આત્માનો રોગ, આત્માના રોગ તરીકે ઓળખાય ત્યારે સમજવું કે આત્માને આત્માનું ભાન થયું. જમવા બેઠા, વાનગી પીરસાઈ ને રાગ થયો તો થાય કે, મને રાગ-રોગ કેમ પડે છે ? ક્યાંક ગયા ત્યારે કોઈએ મીઠો આવકાર આપ્યો, ગમ્યો તો થાય કે, મને રાગ-રોગ કેમ પીડે છે ? આવું થાય તો સમજવું કે મને આત્મભાનની શરૂઆત થઈ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ૨ – આતમ જાગો ! ---- 332 ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસારમાં કહ્યું છે કે, સારી વાનગી જોઈને બે જણને પાણી આવે. સંસારના રસીયાને પણ પાણી આવે અને વૈરાગ્યવાન એવા સાધકને પણ પાણી આવે. પણ ફરક એટલો જ કે, સંસારના રસીયાને વાનગી જોઈ મોઢામાંથી પાણી છૂટે જ્યારે વેરાગ્યવાન એવા સાધકને આંખમાંથી પાણી છૂટે. 'मधुरं रसमाप्य निष्पतेद्रसनातो रसलोभिनां जलम् । परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोर्जलम् ।।' મધુર રસને પામીને રસના લોલુપોની જીભથી પાણી ટપકે છે. જ્યારે વૈરાગી આત્માઓને તો તેના પરિણામોનો ભય વિચારીને બંને આંખોમાંથી પાણી ટપકે છે.” તેને થાય કે - પુદ્ર પુત્રીસ્કૃHિ, વાન્યાત્મા પુનર ત્મિના ! परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन युज्यते ।।' । પુદ્ગલો, યુગલોથી વૃદ્ધિ પામે છે; જ્યારે આત્મા, આત્માથી વૃદ્ધિ પામે છે. પરની તૃપ્તિને પોતાની તૃપ્તિ માનવી એ જ્ઞાનીને ઘટતું નથી.' (જ્ઞાનસાર) જે જ્ઞાની છે, જેણે પોતાને ઓળખ્યો છે, તેને પારકાની તૃપ્તિમાં કયારેય પોતાની તૃપ્તિ લાગતી નથી. આપણને પારકી વસ્તુ વસ્તુની તૃપ્તિમાં આપણી તૃપ્તિ લાગે છે. એનો અર્થ એ થયો કે, આપણે આપણી જાતને જાણી નથી. જ્યાં સુધી આપણને પરતૃપ્તિમાં, પુદ્ગલની તૃપ્તિમાં, પોતાની તૃપ્તિનો અનુભવ થશે અને એમાં કાંઈ ખોટું પણ નહિ લાગે ત્યાં સુધી આપણે શ્રી સૂયગડાંગ સૂત્ર સાંભળીને પણ આત્મવિકાસ શી રીતે સાધી શકીશું ? ખોરાક ખાવાથી, પાણી પીવાથી, શક્તિપ્રદ ઔષધો લેવાથી શરીરનું સંતર્પણ થાય છે, આત્માનું નહીં. આત્માના સંતર્પણ માટે તો આત્મિક ખોરાક, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ જ ઉપકારક બને છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ –૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16– 333 જે જ્ઞાની હોય તે શરીરના સંતર્પણને પોતાનું સંતર્પણ ન માને, ન અનુભવે. એ તો જ્ઞાનાદિની પરિણતિ દ્વારા થતા આત્માના સંતર્પણને જ પોતાનું સંતર્પણ માને. અજ્ઞાનીની દશા એથી ઊંધી છે. આત્મબોધ વગરનો જીવ અજ્ઞાની છે. એને સમ્યજ્ઞાનાદિની પરિણતિથી થતા આત્મ સંતર્પણની કલ્પના પણ આવતી નથી. એ તો આહારાદિથી થતા શરીરના સંતર્પણને જ પોતાનું સંતર્પણ માને છે, સુખ માને છે અને એમાં જ રાચે છે. આત્મભાન વગરના જીવો સદાય આવી જ અવદશામાં અટવાય છે. જેને આત્મભાન ન થયું હોય એને કર્મનાં બંધન બંધન તરીકે ક્યારેય ન દેખાય એને કોઈ દોરડાથી-સાંકળથી કે તારથી બાંધે તો હજું બંધન દેખાય, કોઈ ઘરમાં પૂરે તો હજું બંધન લાગે. પણ આત્માને વળગેલું કર્મનું બંધન તો એને દેખાય જ નહીં. બંધન તોડ્યું... બાંધ્યું અને તોડ્યું... મહાત્મા આદ્રકુમારની પુરુષાર્થ કથા : જેને બંધન-બંધન લાગે છે, તે કેવાં કેવાં મજબૂત બંધનોને પણ તોડી નાંખે છે અને જેને બંધન-બંધન નથી લાગતું તેને નાનું ગણાતું બંધન પણ પટકી નાંખે છે – આ વાતને સમજવા માટે ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રમાં નોંધાયેલાં છે. આદ્રકુમારનું જીવન પણ એક એવું જ દૃષ્ટાંત છે. આદ્રકુમાર, એ જન્માંતરનો સાધક આત્મા હતો. સર્વવિરતિને આરાધી ચૂકેલો એ આરાધક હતો. આમ છતાં કર્મવશ હતો. ચારિત્રની આરાધનામાં એ ચૂક્યો હતો, સંયમજીવનની વિરાધના કરીને એણે મોહનીય કર્મ બાંધ્યું હતું. તે કારણે અનાર્ય દેશમાં જન્મ્યો હતો. એનું કુળ પણ અનાર્ય હતું. આમ છતાં ધર્મ પામવાની એની યોગ્યતા જીવંત હતી. અનંતકાળે અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે માંડ આર્યદેશાદિ સામગ્રી મળે છે. જૈનધર્મના ઉંચા સંસ્કારો તો એથી ય વધુ પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ મળે છે. એ પ્રાપ્ત સામગ્રીની વિરાધના કરવાથી એ સામગ્રી ફરી મળતી નથી. ફરી જ્યારે અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ ગુમાવેલી એ આર્યદેશાદિ સામગ્રીની ફરી પ્રાપ્તિ થાય છે. આજની તમારી પરિસ્થિતિ વિચારજો ! આર્યદેશમાં જન્મેલા તમારા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - ર - આતમ જાગો ! – | 334 દીકરા-દીકરીઓને અનાર્યદેશમાં મોકલવાના મનોરથો થાય છે, અનાર્યત્વના સંસ્કારો આપવાના મનોરથો થાય છે, ત્યાં સ્થાયી” કરવાના મનોરથો થાય છે અને ત્યાં સ્થાયી થઈ જાય એટલે એમાં ગૌરવ અનુભવાય છે. “આ બધું કેટલું યોગ્ય અને કેટલું હિતકર છે તે વિચારજો ! અભયકુમારની મૈત્રીને કારણે આદ્રકુમારને જિનેશ્વર પરમાત્માની પ્રતિમા મળી, તેના ઉપર એણે નજર સ્થિર કરી, પ્રતિમાની વીતરાગી મુદ્રા જોતાં જ આત્મજ્ઞાન લાધ્યું, સૂતેલો આત્મા જાગ્યો. એક વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે, પરમાત્માની પ્રતિમાનું દર્શન એ આત્મદર્શન માટેનું અનુપમ આલંબન છે. પરમાત્માની પ્રતિમા ખુદ આપણા સ્વરૂપનું પ્રતિબિંબ છે. તેની વીતરાગતા, તેની સર્વજ્ઞતા, તેની કરુણા, તેના ગુણો, તેની મુદ્રા, તેનું સ્વરૂપ, આપણા ખુદના સ્વરૂપને બતાવનારું છે, જોવાની દૃષ્ટિ જોઈએ. અત્યાર સુધીમાં આપણે ઘણીવાર આંગી કરી, ઘણી પૂજાઓ કરી, પણ તે કરતાં પ્રતિમામાં જાતને જોવાનો પ્રયત્ન ક્યારેય કર્યો ? પરમાત્માની પૂજા એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. મોટા ભાગની એ અવદશા છે કે, એણે પૂજા ચાલુ રાખી, પણ ધ્યાનને ધ્યાનમાં જ ન લીધું. ધ્યાનની ઉપેક્ષા કરી અનાદર કર્યો. મોટો ભાગ એવો છે કે જેણે ક્રિયાઓ ચાલુ રાખી પણ ધ્યાનને, ભાવનાઓને બાજુમાં મૂક્યાં, માત્ર ક્રિયાઓને વળગી પડ્યા, તેમાં જ અટવાઈ ગયા, ચાલવાનું ચાલુ જ રાખ્યું. પણ ક્યાં જવું છે, એ ક્યારેય ન વિચાર્યું. ભૂખ્યા રહેવાની ક્રિયા કરી, મહિના સુધીના ઉપવાસ કરી માસક્ષમણ વગેરે તપ કર્યો પણ એ તપ દરમ્યાન અંતર્મુખ થઈ આત્મભાન જાગૃત કરવાનું હતું તે ક્યારેય ન કર્યું. જે આત્મપરિણતિ કેળવવાની હતી તેનો વિચાર પણ ન કર્યો. આ સ્થિતિમાં ભવસાગર શી રીતે તરાય, આત્મસ્વરૂપ શી રીતે પમાય ? ભગવંતે આપેલ ફ્રિાજ્ઞ' ના સંદેશને જો લક્ષ્યમાં નહિ જ લઈએ તો આપણું કલ્યાણ, કોણ શી રીતે કરી શકશે ? આકુમારે એક સરખી, એકધારી નજરે પરમાત્માની પ્રતિમાને જોઈ, પ્રતિમાને જોતાં જોતાં “આવું ક્યાંક જોયું છે' - એમ થયું અને એમાંથી Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ –૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 – 335 જાતિસ્મરણ જ્ઞાન થયું, જેના દ્વારા પૂર્વજન્મમાં કરેલી સાધના યાદ આવી અને તેમાં કરેલી વિરાધના પણ યાદ આવી. તે વિરાધનાના કારણે જ જિનરાજનું શાસન ન મળ્યું, ધર્મ ન મળ્યો, સાધનાનો માર્ગ ન મળ્યો. ધર્મનો ઉપદેશ આપનારા સગુરુ ભગવંતો પણ ન મળ્યા. ચતુર્વિધ સંઘનો પડછાયો પણ ન મળ્યો અને આ અનાર્યદેશમાં જન્મવાનો વારો આવ્યો. એ બધું જ યાદ આવ્યું. “સંવાદિ વહુ ઘેરું ' - નો સંદેશ એમને માટે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય બની ગયો. મનમાં એક જ ઝંખના થઈ કે ક્યારે આ અનાર્ય દેશને છોડું, આ અનાર્ય દેશનાં, અનાર્ય સંસ્કારનાં, અનાર્ય પરિવારનાં બંધનોને તોડું, સર્વવિરતિ પામું અને પરમાત્માના ચરણે જીવન સમર્પિત કરું. પિતા રાજવીને ખબર પડી ગઈ કે આ આર્યદેશમાં જવા ઈચ્છે છે. એ ન જઈ શકે તે માટે તેની ચારે બાજુ લકર મૂકવામાં આવ્યું. જેટલા સેવકો મૂકવામાં આવ્યા, તેમને કહેવામાં આવ્યું હતું કે, સેવા અખંડ કરવી, એના અંગત જીવનમાં ક્યાંય ડખલ ન કરવી. આમ છતાં ચારે બાજુથી એના ઉપર ચાંપતી નજર રાખવાની કે, એ ક્યાંય અહીંથી ભાગી ન જાય. આ પંખીડું આ દેશ છોડીને ઉડી ન જાય ! સેવા પણ બંધન હોઈ શકે ? આદ્રકુમારની સેવામાં જે સેવકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે આદ્રકુમારનો પડતો બોલ ઝીલતા, ઈશારો કરે ત્યાં કામ થઈ જતું. ન ગરમી લાગવા દે, ન ઠંડી લાગવા દે, ના શરીર પર મચ્છર બેસવા દે, ન માખી બેસવા દે. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય. ચોવીસ કલાક બરાબર કાળજી રાખે. ક્યાંય અનાદર નહિ, ક્યાંય અવિનય નહિ. આમ છતાં આદ્રકુમારને એ વાતની બરાબર ખબર હતી કે, આ બંધન છે. સેવક અને સેવાના રૂપમાં બેડી છે. તમારો નોકર, તમારો દીકરો, તમારી દીકરી, તમારી પત્ની કે તમારાં સગાં-વહાલાં તમારી ખૂબ કાળજી લેતાં હોય ત્યારે તમને લાગે કે આ બંધન છે, બેડી છે ? માનો કે રાજ્યના કોઈ ગુનાના આરોપસર તમને પકડવામાં આવ્યા હોય. એ પછી જામીન ઉપર છોડવામાં આવ્યા હોય. હજુ ગુનો પૂરવાર કરવાનો બાકી હોય, તમે કોઈ ગુનો નથી કર્યો, છતાં તમારી ઉપર ચોકી મૂકવામાં આવી હોય, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૭ આતમ જાગોં ! તમે કાંઈ પણ કરો, ક્યાંય પણ જાઓ ત્યારે, ચાર નજ૨ તમારી ઉપર ચાંપતી ને ચાંપતી ફરતી હોય, બને કે તમારી ખૂબ જ સરભરા કરાતી હોય પણ ત્યારેય તમને ખબર હોય છે કે, ‘આ બંધન છે, એ બેડી છે.' આવા સમયે તમારા મનમાં શું થતું હોય ? આ મોહરાજાએ આપણી ચારે બાજુ ચોકી મૂકી છે. બને કે અમારી પાસે અમારા શિષ્યના રૂપે પણ એ હોઈ શકે, સાધ્વીજી મહારાજને શિષ્યાના રૂપે પણ એ હોઈ શકે, ભક્તવર્ગના રૂપે પણ હોઈ શકે, તમારી પાસે પત્ની-પરિવારના રૂપે પણ હોઈ શકે. સ્વજનોના રૂપે પણ હોઈ શકે. એ બંધન છે એવી પ્રત્યેક સાધકને ખબર હોવી જોઈએ. 336 આર્દ્રકુમારને એ બંધન છે એની ખબર હતી, એટલે એમાં એ ફસાયા નહીં. બરાબર એક દિવસ બધાને ભ્રમમાં નાંખીને વહાણના માર્ગે, અનાર્ય દેશનો ત્યાગ કર્યો, આર્યદેશમાં પગમંડાણ કર્યું. આમ છતાં ભગવાનના ચરણે પહોંચતાં-પહોંચતાં એમને કેટ-કેટલાં વિઘ્નો આવ્યાં ? તે આપણે આગળ જઈને આ જ સૂયગડાંગ સૂત્રમાં જોવાનું છે. માર્ગમાં એમને ગોશાળો મળ્યો, પાખંડીઓ મળ્યા, તાપસો મળ્યા, બધાએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. એ બધાંએ પ્રભુ મહાવી૨ સુધી એ ન પહોંચી શકે તે માટે તેની પ્રજ્ઞાની ચારેય બાજુ અપસિદ્ધાંતોની દિવાલો ઉભી કરવાના પ્રયત્નો કર્યા; આમ છતાં એ બધાં બંધનોને ફગાવીને અંતે આર્દ્રકુમાર ભગવાન મહાવીરના ચરણોમાં પહોંચ્યા. ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચરણે જઈને તેમણે સંયમ સ્વીકાર્યું. સંયમ સ્વીકારીને તેઓ ૫૨મ ગીતાર્થ બન્યા. જેને કારણે એમને એકાકી વિચરવાની અનુજ્ઞા મળી હતી. વિહાર કરતાં કરતાં એકવાર તેઓ એક ગામની બહાર ખંડેર જેવા મંદિરમાં ધ્યાનમાં ઉભા હતા. ગામની કુમારિકાઓ રમત કરવા માટે આવી હતી, અંધારિયા મંદિરમાં આછેરો પ્રકાશ વહી રહ્યો હતો, જેમાં મંદિરના થાંભલા ઝાંખા ઝાંખા દેખાતા હતા. એ મંદિરના જેટલા થાંભલા હતા, તેના કરતાં એક વધારે છોકરી હતી. રમતની રીત એવી હતી કે એક-બે ને ત્રણ બોલાય, ત્યાં બધી છોકરીઓ થાંભલાને વળગીને બોલે કે, ‘આ મારો વ૨’ અને જેના હાથમાં થાંભલો ન આવે તે હારી કહેવાય. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 — 337 રમતની શરૂઆત થઈ, એક-બે ને ત્રણ બોલાયા. કુમારિકાઓએ દોડી અને એ દરેકે એક-એક થાંભલો પકડ્યો. એમાંથી બાકી રહી ગયેલી એક કુમારિકાએ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહેલા આર્દ્રકુમારને જ થાંભલો સમજી પકડી લીધા અને બોલી ‘આ મારો વર.' એ કુમારિકાનું નામ હતું સુનંદા. તેમની ધ્યાનની ધારા કેવી હશે ? અંતર્મુખતા કેવી હશે ? આત્મપરિણતિ કેવી હશે ? કાયાની સ્થિરતા કેવી હશે ? જોનારને ખબર પણ ન પડી કે આ થાંભલો છે કે માણસ ? ત્યાં જ વીજળીનો ઝબકારો થયો અને એ છોકરીને સમજાયું કે હું જેને પકડીને ઉભી છું તે થાંભલો નથી પણ કોઈ સાધુપુરુષ છે, એણે તરત જ વિચાર્યું કે ભલે હું ભૂલથી બોલી કે ‘આ મારો વર’ પણ હવે તો મારા માટે આ જ વ૨ હોઈ શકે બીજો નહી એટલે એણે મનોમન નિર્ણય કરી લીધો કે ભવિષ્યમાં પરણીશ તો આ સાધુને જ પરણીશ. ૫૭ વિજળીનો ઝબકારો થતાં સુનંદાને જેમ એ ખ્યાલ આવ્યો કે આ થાંભલો નથી પણ પુરુષ છે તેમ તેની સાથોસાથ ત્યારે જ તેને મુનિવરના પગ ઉપરનું એક ચિહ્ન પણ દેખાયું અને એને એણે પોતાની સ્મૃતિમાં કોતરી લીધું. આર્દ્રકુમારને પણ ઉભાં થનારાં બંધનોનો અંદાજ આવી ગયો. એથી એમણે ઉભાં થનારાં બંધનોથી બચવા તત્કાળ ત્યાંથી વિહાર કર્યો. જ્યારે બંધનો બંધનરૂપ લાગે છે, ત્યારે સાધકો બંધનોથી ભાગતા ફરે છે અને જ્યારે બંધન સુંવાળાં લાગે છે, ત્યારે બંધનને શોધતા ફરે છે. સંન્યાસીનું બાવલું : સુવિચાર : ભક્તો : એક સંન્યાસીની વાત કરું. તેમના ભક્તોએ તેમના ઉપકારોની સ્મૃતિ માટે એમનું બાવલું બનાવ્યું. તે બાવલાની નીચે એક સુવાક્ય લખવાનું નક્કી કર્યું. બધા ભેગા થયા. પણ મુંઝવણ થઈ કે લખવું શું ? અંતે નિર્ણય ઉપર આવ્યા કે, લખાણ અંગે સંન્યાસીજીને જ આપણે પૂછીએ. એ જે લખી આપે તે જ સુવાક્ય લખાવી દઈએ. એમ વિચારી સંન્યાસી જ્યાં હતા ત્યાં જઈ બધી વાત કરી. એ સંન્યાસી પાસે જૈનદર્શનનો બોધ ન હતો, જૈનદર્શનનો ઊંચો વિવેક પણ ન હતો. છતાં એક વાત ચોક્કસ હતી કે એ બંધનથી ડરતા હતા. સંન્યાસીએ પેલા ભક્તોને ઘણા સમજાવ્યા. કહ્યું ‘આવું કાંઈ કરવાની જરૂર નથી. રહેવા દો !' પણ ભક્તો એકના બે ન થયા, ન માન્યા તે ન જ માન્યા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૐ આતમ જાગો ! પછી સંન્યાસીએ કહ્યું, ‘હું એક સુવાક્ય લખી આપું, પણ તમે લખશો ને ?’ તેઓએ કહ્યું, ‘અવશ્ય લખશું !’ ‘તો હું લખીને આપું છું, પણ એક શરત કે, તમારે તે કવર અહીં નહીં ખોલવાનું, બરાબર લખવાનું હોય ત્યારે જ ખોલવાનું !' એ બધાએ કબૂલ રાખ્યું. સંન્યાસીએ લખીને આપ્યું. 338 પેલા લોકો ગામમાં ગયા. સારામાં સારી પ્લેટ લીધી. કોતરવા સારા કારીગરને બોલાવ્યો અને કવર ખોલ્યું ! અંદર લખ્યું હતું કે – “મહેરબાની કરીને મારા ભક્તોથી સાવચેત રહેજો.” જ્યારે બંધન બંધન નથી લાગતું, ત્યારે તે સુંવાળું લાગે છે અને માણસ તેને ચારે બાજુથી શોધતો ફરે છે. બંધન સુંવાળું લાગે છે, એટલે એમાં એ વધારે ને વધારે અંદર ખૂંપતો જાય છે. અહીં આર્દ્રકુમાર એક બંધનથી ભાગ્યા, પણ એમણે એ પૂર્વે જ એક બીજું બંધન ઉભું કરેલું હતું અને તે હતું કર્મનું, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાણી હતી. લાંબી વાત કરતો નથી. સરવાળે આ જ કન્યાના પતિ તરીકે સંસાર ઉભો કરવાનો વારો આવ્યો ! કાળક્રમે બાળક જન્મ્યો. બાર વર્ષ સંસાર ચાલ્યો. છેવટે સંસાર છોડીને સર્વવિરતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો. એ દરમ્યાન બાળક નાનું હતું અને એની મા રેંટીયો કાંતી રહી હતી; બાળકે માને પૂછ્યું કે, ‘મા ! તું અને રેંટીયો ? શા માટે રેંટીયો કાંતે છે ?’ ‘બેટા, કાલે તારા બાપુ જવાના છે. એ ગયા પછી ખાઈશું શું ? માટે રેંટીયો કાંતું છું !' જવાબમાં એ નાના બાળકે કહ્યું કે, ‘મા ! તું ચિંતા ન કર, હમણાં મારા બાપુને બાંધી દઉં છું. જાય શેના ?’ પેલા બાળકે માએ કાંતેલા કાચા સુતરના તાંતણા લીધા. ખાટલામાં ઉંચા પગ કરીને સૂતેલા આર્દ્રકુમારના પગમાં બાંધી દીધા. પછી બાળક તાળી પાડીને, ખુશ થતો બોલ્યો કે, ‘મા ! મેં બાપુને બાંધી દીધા. હવે આપણને મૂકીને ક્યાંય નહિ જઈ શકે.' આર્દ્રકુમાર બાળકનાં કાલી કાલી ભાષામાં બોલાયેલાં વેણ સાંભળી એની લાગણીના બંધનથી બંધાઈ ગયા. મનોમન નિર્ણય કર્યો કે, કાચા સૂતરના જેટલા આંટા હશે, એટલા વર્ષ હું રહી જઈશ. એમણે એ આંટા ગણ્યા તો બાર હતા અને બાર વર્ષ રહેવાનું નક્કી કરી લીધું. આ રીતે ફરી બાર વર્ષનું બંધન ઉભું થયું. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ – ૩ બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16- 339 જેને રાજ્યનું બંધન બાંધી ન શક્યું, જેને લશ્કરનું બંધન બાંધી ન શક્યું. જેને મિથ્યામતોની તર્કજાળનું બંધન બાંધી ન શક્યું તેને એક કન્યા બાંધી શકી. જ્યારે એ કન્યા પણ બાંધી ન શકી ત્યારે એક નાનું બાળક બાંધી શક્યું. જેને રાજ્યના તોતીંગ કિલ્લાઓ બાંધી ન શક્યા, તેને એક સ્ત્રીનાં હાથે કંતાયેલ અને બાળકના હાથે બંધાયેલ કાચા સુતરના તાંતણે બાંધી લીધા. ફરી બાર વર્ષ સંસારના બંધનમાં બંધાઈ રહેવું પડયું. છતાં એ આદ્રકુમારના એવા અનુબંધો ન હતા કે, એની પરંપરા ચાલે. છેવટે એ બંધન પણ તોડ્યું ને સાધનામાં આગળ વધી ગયા. એમને કર્મોનું બંધન હતું પણ કર્મોના અનુબંધ ન હતા. માટે એ છૂટી શક્યા. જે કર્મ એકવાર ભોગવીને છૂટી જાય તેવા આત્મા સાથે એકાકાર થયેલા કર્મના જોડાણને બંધ કહેવાય છે અને જે કર્મો, ભોગવતી વખતે નવાં કર્મનાં બંધન મૂકીને જાય છે. ફરી એને ભોગવતાં એ બીજાં બંધન મૂકી જાય છે, એવા આત્મા સાથેના પરંપરાવાળા કર્મના જોડાણને અનુબંધ કહેવાય છે. આ બંધ અને અનુબંધની વાતો પણ ઊંડાણથી સમજવા જેવી છે. આપણે આ બંધનોને ઓળખ્યા જ ક્યાં છે ? હું કોણ? શરીર કે આત્મા? શ્રી “આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, હું આત્મા છું, એવું મોટા ભાગના જીવોને ભાન નથી. હું ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો છું ? એનું પણ મોટા ભાગના જીવોને ભાન નથી. રોજ પંદર મિનિટ માટે પણ વિચારવાનું નક્કી કરવું છે ? આત્માને જાણવો છે ? જોવો છે ? - એ માટે જાગવું છે ? તો એ માટે પ્રયત્ન કરો અને વિચારો કે હું શરીર નથી, બહુ શાંતિથી વિચારો ! હું શરીર નથી તો હું કોણ છું ? અને જો એમ લાગતું હોય કે હું શરીર છું, તો વિસ્તારથી વિચારો ! શરીરનો કેટલો ભાગ હું છું ? શું વાળ એ હું છું? શું કાન એ હું છું? નાક એ હું છું ? દાંત એ હું છું ? આંખ એ હું છું ?, અંદરના ડોળા એ હું છું ? જીભ એ હું છું ? હાથ એ હું છું ? પગ એ હું છું ? શું અંદરનાં આંતરડાં, લીવર, કીડની કે ફેફસાં હું છું? શું આ શરીરમાં જે વાયુ ફરી રહ્યો છે તે હું છું? શું આ શરીરમાં ફરતું લોહી કે કફ હું છું? આમાંની ઘણી વસ્તુઓ ન હોવા છતાં, કે તે બદલાઈ જવા છતાં કે એમાંના ચોક્કસ ભાગો દૂર થવા છતાં પણ હું તો એનો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ રે આતમ જાગો ! એ જ રહું છું અને એ જ રીતે આ બધાં અકબંધ હશે ત્યારે પણ હું નહીં હોઉં અને બધા કહેશે કે ‘ભાઈ ગયા.' તો પછી ખરેખર હું કોણ છું ? એ બરાબર વિચારો. 340 આ વિચારણાથી એટલું તો જરૂ૨ સમજાય છે કે, આ શરીર કે શરીરનાં અવયવો એ હું નથી. હું એનાથી જુદો જ છું અને એ પણ મારાથી જુદાં જ છે. ભલે એ મારી સાથે હોય અને હું એની સાથે હોઉં પણ શરીર કે શરીરનાં અવયવો એ તો હું નથી જ. આટલું તો નક્કી જ છે. જેમ કે, મકાન તમે બનાવ્યું છે, અંદર તમે રહો છો. એક દિવસ તમે જ એ મકાન છોડીને ચાલ્યા જવાના. કારણ કે મકાન એ તમે નથી. ગાડી તમે ખરીદી છે, ગાડીમાં તમે બેસો છો, ગાડી તમે ચલાવો છો, એક દિવસ ગાડી છોડીને ચાલ્યા જવાના. કારણ કે ગાડી એ તમે નથી. કપડાં તમે બનાવ્યાં છે, કપડાં તમે પહેરો છો, એક દિવસ કપડાં તમે છોડી દેવાના. કારણ કે કપડાં એ તમે નથી. તેમ શરીર તમે બનાવ્યું છે, શ૨ી૨માં તમે રહો છો ! શરીરનું સંચાલન તમે કરો છો; આમ છતાં એક દિવસ શરીર છોડીને ચાલ્યા જવાના, કા૨ણ કે શરીર એ તમે નથી. આવા વિચારોથી મન જેમ જેમ ભાવિત થશે, તેમ તેમ જાગૃતિની પળો શરૂ થશે, એના સહારે તમે તમને ઓળખી શકશો. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકશો. સમ્યગ્દર્શન એટલે જ સુખારંભ : સર્વવિરતિ પામીને જીવન સફળ થાય તે તો સર્વશ્રેષ્ઠ વાત છે; પણ ઓછામાં ઓછું સમ્યગ્દર્શન પામી જ્વાય તો ય જીવન સફળ થાય અને આપણો દીર્ઘ સંસાર ખાબોચીયા જેટલો નાનો થઈ જાય. અનંત પરિભ્રમણમાંથી માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્તની અંદર આવી જાય. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે, સમ્યગ્દર્શન થાય એટલે આત્માની ઝાંખી થાય, આત્મિક સુખની શરૂઆત થાય, સુખનો આરંભ થાય. માટે જ ‘બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચય' નામના ગ્રંથરત્નમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સમ્યગ્દર્શનને ‘સુખારંભ’ કહ્યો છે. સમ્યગ્દર્શન આવે એટલે અનાદિનું દુઃખ જાય Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં – 16 341 અને સૌથી પહેલી વાર વાસ્તવિક સુખનો આસ્વાદ પ્રાપ્ત થાય. પ્રયત્ન કરવો છે એને પામવાનો ? આપણે જો સમ્યગ્દર્શનને પામવાનો પ્રયત્ન નહિ કરીએ તો આજ સુધીમાં કરેલા અનંત ભવોમાં આ ભવનો એક નવો ઉમેરો થશે. ૬૧ મનુષ્યદેહ વિના મુક્તિ નહિ અને એ દેહ પર મમતા હોય ત્યાં સુધી મુક્તિ નહિ : પરમતા૨ક ૫૨મશ્રદ્ધેય ૫૨મ ગુરુદેવશ્રીની વાત કરું. દેહમાં હોવા છતાં કેવી દેહાતીત અવસ્થાનો અનુભવ તેઓશ્રીએ કર્યો હતો એ મારે બતાવવું છે. તેઓશ્રી ત્યારે ખંભાતમાં હતા. ભયંકર શીળસ નીકળ્યું હતું. આખા શરી૨માં લાલ લાલ જામઠાં થઈ ગયાં હતાં. શરીર આખું જ સૂજી ગયું હતું. પરિચિત વ્યક્તિ પણ ન ઓળખી શકે એવો ચહેરો અને શરીર સૂજી ગયાં હતાં. સતત તાવ, અસહ્ય ચળ આવે, એક પળની ઉંઘ નહિ, એ સ્થિતિમાં ૭૨ કલાક એકધારી ચિંતનધારા ચાલી. અમે જોયું છે, જ્યારે પણ આવી પળો જીવનમાં આવી હોય, પછી એ કલાક હોય, દિવસ હોય કે મહિના હોય; એ મહાપુરુષ ઉંડા ભાવોમાં, ઉંડી અનુપ્રેક્ષામાં ચાલ્યા જતા હતા. ત્રણ દિવસ પછી જ્યારે એ માંદગી કંટ્રોલમાં આવી ત્યારે અમે પૂછ્યું, સાહેબ, ‘આપે આ ત્રણ દિવસોમાં શું વિચાર્યું ?' દેહમાં હોવા છતાં દેહાતીત અવસ્થાનો અનુભવ કરનારા એ મહાપુરુષે અતિ સહજતાથી કહ્યું. ‘આ મનુષ્યના દેહ વગર પણ મુક્તિની સાધના થતી નથી અને આ દેહ ઉપર જ્યાં સુધી મમતા હોય ત્યાં સુધી પણ મુક્તિની સાધના થતી નથી.’ આ મુદ્દા ઉપર ચિંતન ચાલ્યું. આ બે જ પદ ઉપર ત્રણ-ત્રણ દિવસ ચિંતનધારા ચાલી હશે, તો તેનું ઉંડાણ કેવું હશે ? ઉંડાણ ન હોય તો એક પદ ઉપર લાંબો સમય વીતી શકતો નથી. આ ચિંતનને કારણે આટલી વેદનાની વચ્ચે તેઓશ્રીનો ચહેરો જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન-પ્રસન્ન જોવા મળતો. પ્રશમભાવમાં સમરસમાં ઝીલતા જાય અને કર્મના મેલને ધોતા જાય. ‘કહત કૃપાનિધિ સમરસ ઝીલે, કર્મમયલ જો ધોવે' પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજની આ પંક્તિઓને ત્યારે ચરિતાર્થ થતી જોઈ. પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીની જીંદગીની અનેક પળો મેં એવી જોઈ છે કે, એમને એમના દેહની દરકાર ન હોય. કોઈને ત્યાં સ્કુટર-મોટ૨ કે કોમ્પ્યુટ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૯૨ – ૨ - આતમ જાગો – - 342 જૂનું થઈ જાય, કામમાં ન આવતું હોય તો શું કરે ? બાજુમાં મૂકે ને ? તેમ આ મહાપુરુષે પોતાના કાળધર્મના પંદર દિવસ પહેલાં અમને બોલાવી કહ્યું હતું કે, આજ સુધી મને એમ લાગતું હતું કે, હું આ શરીરથી શાસનની સેવા કરી શકીશ. સંઘનો યોગક્ષેમ કરી શકીશ, માટે તમે એને માટે જે કાંઈ કરતા હતા, તે હું તમને કરવા દેતો હતો, પણ હવે લાગે છે કે આ શરીર શાસનના કશા કામમાં આવે તેમ નથી. માટે એ માટેની બધી દોડધામ બંધ કરો ! મને એક ખૂણામાં મૂકી દો !” દેહ પ્રત્યે કેવો નિર્મમભાવ હશે ત્યારે આ નિર્ણય લેવાયો હશે ! એની સામે હવે આપણે આપણો વિચાર કરીએ. કોઈક એવી માંદગીમાં આપણે ઘેરાઈ ગયા હોઈએ. એમાં જો ડોક્ટર હાથ ખંખેરી નાંખીને કહી દે કે બાજી હવે હાથમાં નથી, ત્યારે આપણે શું કહીએ ? “સાહેબ ! કાંઈક પ્રયત્ન કરો ! તમારે વધારે પૈસા જોઈએ તો વધારે આપીશું, પણ જીવાડો !” જ્યારે આ મહાપુરુષે સામેથી કહ્યું કે “મને એક ખૂણામાં મૂકી દો !' આત્મબોધ વગર, આત્માની ઝાંખી કર્યા વગર, શરીર એ પણ આત્માનું એક બંધન જ છે, એમ સ્વીકાર્યા વગર સહજભાવે આવા ઉદ્ગારો નીકળવા એ શક્ય નથી. જ્યારે જ્યારે પણ આ આગમો વાંચું છું, તેનાં એક એક પદો વિચારું છું, ત્યારે એ મહાપુરુષ શરીરથી પણ કેવા નિર્લેપ હતા, કેવી આધ્યાત્મિક ઉચ્ચદશાને વરેલા હતા, તેનો ખ્યાલ આવે છે. આ શાસ્ત્રો, આ આગમો જો શ્રદ્ધાનો, બોધનો અને પ્રતીતિનો વિષય બન્યાં હોય તો તે ઉપકાર આ મહાપુરુષનો છે. એમણે માત્ર જાણવાની વાતો નથી કરી, માત્ર શ્રદ્ધાની ય વાતો નથી કરી, પણ તે આગમોને, તે શાસ્ત્રોને જીવનમાં તાણે-વાણે વણીને જીવી બતાવ્યાં છે. શાસ્ત્રથી પરિકર્મિત થઈને જો તેમનાં વચનો વાંચવામાં આવે તો જ એ વાત બરાબર સમજમાં આવે. આપણી મૂળ વાત યુન્નિg' ની છે. જાગો ! “આત્માને જાણો” ની વાત છે. આત્માને ઓળખો ! આત્માને ઓળખ્યો એટલે બીજા નંબરે બંધનોને ઓળખો ! બંધનો ઓળખ્યાં પછી એ બંધનોને તોડો ! જૈનશાસનનો માર્ગ કેવો અદ્ભુત છે ! કે જેમાં જ્ઞાન અને ક્રિયા તાણેવાણે વણાયેલાં છે. જગતમાં એવાં પણ દર્શનો છે, જે માત્ર ક્રિયા દ્વારા જ મોક્ષને માને છે. એવાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૯૩ – ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 167 343 પણ દર્શનો છે, જે માત્ર જ્ઞાનથી જ મોક્ષ માને છે. વેદાંત દર્શન માત્ર જ્ઞાનથી મોક્ષને માને છે અને મિમાંસક દર્શન માત્ર ક્રિયાથી મોક્ષને માને છે. એક આંધળો છે અને એક લંગડો છે. એક દેખતો છે, પણ લંગડો છે, તે ક્રિયાની ઉપેક્ષા કરે છે અને બીજો ચાલી શકે છે, એના પગ સાજા છે, પણ એ દેખી શકતો નથી. તે જ્ઞાનની ઉપેક્ષા કરે છે. જે આંધળો છે, તે પણ અટવી ઓળંગી શકતો નથી અને લંગડો જે છે, તે પણ અટવી ઓળંગી શકતો નથી. પણ જો બંને ભેગા થાય; આંધળો, લંગડાને ખભે બેસાડીને ચાલવાનું શરૂ કરે, દેખતો માર્ગ ચીંધે તેમ આંધળો પગ ઉપાડે તો બંને અટવી ઓળંગી જાય. બંધનને જાણવું તે સમ્યજ્ઞાન છે, બંધનને માનવું તે સમ્યગ્દર્શન છે અને બંધનને તોડવું તે સમ્યક ક્રિયા છે, સમ્યક્યારિત્ર છે. આ ગાથામાં ત્રણેય બતાવવામાં આવ્યાં છે. જાણવાનું, માનવાનું અને કરવાનું છે. બંધનને જાણવું છે, ઓળખવું છે, બંધનને જાણીને, ઓળખીને માનવું છે, બંધનને જાણીને માનીને તોડવું છે. ચારે બાજુથી જાણીને તોડવાનું છે. દશવૈકાલિક સૂત્રનું વાક્ય છે : “પઢમં ના તો રયા' – પહેલાં જ્ઞાન પછી દયા, પહેલાં જ્ઞાન પછી ક્રિયા. એટલે પહેલાં જાણવાનું પછી તોડવાનું. જાણ્યા વિના તોડવું શક્ય નથી. તોડવું હોય તો પહેલાં જાણવું અનિવાર્ય તોડવાનું કેવી રીતે ? ઉપલક નજરે જોઈને નહિ, પરંતુ ચારે બાજુથી જાણીને; એ માટે શબ્દ આપ્યો કે, ‘રિવાળિયા” ચારેય બાજુથી જાણો ! શાસ્ત્રોમાં જાણકારી માટે બે શબ્દો આવે છે. શપરજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. તમારી ભાષામાં કહેવું હોય તો જ્ઞપરિજ્ઞા એટલે થીઅરીકલ નોલેજ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એટલે પ્રેક્ટિકલ નોલેજ. જો કે તમારે ત્યાં વપરાતા આ બન્નેય શબ્દો અધુરા છે. જ્ઞપરીક્ષા અને પ્રત્યાખ્યાન પરીક્ષા આ બે શબ્દો દ્વારા જેટલું કહેવું છે, તે તમારે ત્યાં વપરાતા થીઅરીકલ નોલેજ અને પ્રેકટીકલ નોલેજ શબ્દ દ્વારા પુરેપુરુ કહેવાતું નથી છતાં તમને કાંઈક અણસાર આવે માટે કહું છું. આ બંને રીતે જાણકારી મેળવવાની છે. તે બન્ને રીતે બંધનની જાણકારી મેળવ્યા પછી તે બંધનને તોડવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આ જ વસ્તુ નિશ્ચયનય અને વ્યવહારનયથી જોવાની છે. “ોિz' પદ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - ૨ - આતમ જાગ ! – – 344 નિશ્ચયનયથી સાતમે ગુણસ્થાનકે આવે અને વ્યવહારનયથી ચોથે ગુણસ્થાનકે આવે. સ્થૂલ વ્યવહારનયથી પહેલે ગુણસ્થાનકે પણ આ પદ લાગુ પડે અને તિક્રિ' પદ વિરતિની શરૂઆત થાય ત્યારથી આવે. વિરતિની શરૂઆત પાંચમા ગુણસ્થાનકેથી છે, માટે તે પાંચમાં ગુણસ્થાનકે આવે. આમ છતાં સ્કૂલ વ્યવહારથી પહેલા ગુણસ્થાનકે પણ તોડવાની ક્રિયા હોઈ શકે. આમ છતાં વાસ્તવિક રીતે તોડવાની ક્રિયા અપ્રમત્ત-સાતમે ગુણસ્થાનક બને છે. ત્યારબાદ પ્રમત્ત-છદ્દે ગુણસ્થાનકે પણ એ હોય છે અને દેશવિરતિરૂપ પાંચમે ગુણસ્થાનકે અંશથી બંધનને તોડવાની ક્રિયા ચાલુ હોય છે. આગમનો અર્ક રામવાણીમાં : આગમોના શબ્દો ભલે સાવ સાદા હોય, પણ તેમાં એટલું ઉડાણ હોય છે કે, જેને આત્માની, બંધનની, સંસારની પ્રતીતિ કરવી છે, તેને એમાંથી બધું જ મળી રહે છે. જેની જેવી તાકાત, તેવું અંદરથી ખેંચી શકે. પરમતારક ગુરુદેવ પણ આ જ શૈલીને વરેલા હતા. પરમતારક ગુરુદેવશ્રીની ઉપદેશની શૈલી, વ્યાખ્યાનની શૈલી, સાવ સાદા શબ્દોવાળી હતી, પણ તેમાં તેઓશ્રીએ અધ્યાત્મના, યોગના, ઉપદેશના ગ્રંથોની અઘરામાં અઘરી વાતો સાવ સાદા શબ્દોમાં વણી લીધી હતી. તેઓશ્રીમદ્રના પ્રખર વિરોધી એવા એક વિદ્વાનને પણ એવું કહેતાં અનેકવાર સાંભળ્યા છે કે, “અઘરામાં અઘરા વિષયને સહેલામાં સહેલા શબ્દોમાં રજૂ કરવાની કળા રામચંદ્રસૂરિજી મહારાજને સહજભાવે વરેલી છે.” પરમતારક ગુરુદેવશ્રીની પ્રસિદ્ધ ત્રિપદીની જો વાત કરું તો પરમતારક ગુરુદેવશ્રીની એ ત્રિપદીનું અનુકરણ કરવાનો પ્રયત્ન ઘણાંએ કર્યો, તેમની જેમ ત્રિપદી ઘણાંએ ઘણીવાર બનાવી પણ કાં તો અતિવ્યાપ્તિ કાં તો અવ્યાપ્તિ દોષવાળી હોય, જૈનસંઘને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ વગેરે દોષ વગરની, આગમ શાસ્ત્ર સાપેક્ષ, જિનવચનને તદ્દન અનુરૂપ “છોડવા જેવો સંસાર, મેળવવા જેવો મોક્ષ અને એ માટે લેવા જેવું સંયમ” એવી ત્રિપદીની ભેટ આ મહાપુરુષે ધરી છે. અનુકૂળતાનો રાગ છોડો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો', આ બે જ પદોમાં એ મહાપુરુષે આખો સામ્યયોગ-સમતાયોગ વણી લીધો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ — ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં – 16 ——— 345 સાવ સાદા જણાતા શબ્દોમાં વિશેષ વાત કહીને સામાન્ય સાધક ઉપર જે ઉપકાર કર્યો છે, તે જ ઉપકાર વિદ્યાનાં વિદ્વાન ગણાતા સાધકો ઉપર પણ કર્યો છે. કેટલાક લોકોને એમ લાગે છે કે, આવી સીધી સાદી વાતોથી શું વળે ? આમાં કોઈ તત્ત્વ તો આવતું જ નથી. તેવા લોકોને તો આ આગમોના શબ્દો વાંચીને કે સાંભળીને પણ લાગશે કે આમાં તો કાંઈ નથી. ‘જાગો, બંધનને ઓળખો અને બંધનને તોડો.’ શબ્દોની દષ્ટએ જોઈએ તો આ બધી વાર્તા તો સાવ સીધી સાદી જ વાતો છે ને ? આમાં બીજું કાંઈ નવું નથી ને ? પ બુદ્ધિનો અહં જ્યારે આવે છે, જ્ઞાનનો અહં જ્યારે ઘેરો ઘાલે છે, ત્યારે એક પ્રકારનો બુદ્ધિનો અંધાપો આવી જાય છે. એવા બુદ્ધિના અંધાપાને વરેલાને આગમનો, આગમ વચનનો પ્રકાશ મળતો નથી. એને આગમોથી મળતા પ્રકાશમાં પણ કાંઈ દેખાતું નથી. આ કોઈ નિંદા માટેની, ટીકા માટેની કે કોઈને હીન ચીતરવા માટેની વાત નથી. તમને સાવચેત કરવા માટેની આ વાત છે. અવસરે અમારી અને તમારી જાતને ય બુદ્ધિના અંધાપામાંથી બચાવવાની આ વાત છે. પ્રભુની કહેલી આ વાતોને જેમ જેમ વિચારશો, વાગોળશો તેમ તેમ તમને થશે કે આમાં કેટલું ઉંડાણ ભરેલું છે. કેટલી કરુણા ઉભરાઈ રહી છે, આપણું કેટલું હિત સમાયેલું છે ! આનું માત્ર પહેલું જ ‘બુજ્ઞિ’ પદ જોઈએ તો તેમાં આખું આચારાંગ સમાઈ જાય છે. તે કેવી રીતે સમાયું છે તે વાત આગળ જોઈશું ! * Page #85 -------------------------------------------------------------------------- ________________ આનંદ કી ઘડી આઈ (રાગ માલકૌંસ વધાઈ) આનંદ કી ઘડી આઈ, સખીરી આજ આનંદ કી ઘડી આઈ. કરકે કૃપા પ્રભુ દરિસન દિનો, ભવ કી પીડ મીટાઈ, મોહ નિદ્રા સે જાગ્રત કરકે, સત્ય કી સાન સુનાઈ, તન-મન હર્ષ ન માઈ. સખીરી. ૧ નિત્યાનિત્ય કા તોડ બતાકર, મિથ્યાદષ્ટિ હરાઈ, સમ્યજ્ઞાન કી દિવ્યપ્રભા કો, અંતર મેં પ્રગટાઈ, સાધ્ય સાધન દિખલાઈ.. સખીરી. ૨ ત્યાગ-વૈરાગ્ય સંયમ કે યોગ સે, નિસ્પૃહ ભાવ જગાઈ, સર્વ સંગ પરિત્યાગ કરાકર, અલખ ધૂન મચાઈ, અપગત દુઃખ કહલાઈ.... સખીરી. ૩ અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર, ક્ષણ ક્ષેપક મંડાઈ, વેદ તીનોં કા છેદ કરાકર, ક્ષીણ મોહી બનવાઈ, જીવન મુક્તિ દિલાઈ... સખીરી. ૪ ભક્તવત્સલ પ્રભુ કરુણાસાગર, ચરણ શરણ સુખદાઈ, જસ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ, ધંધ સકલ મિટ જાઈ.. સખીરી. ૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪-દીપ સે દીપ જલે પ્રવટ વૈરાગી જંબૂટવામી 17 | - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૮, ગુરુવાર, તા. ૧૫-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • જંબુસ્વામીનાં ઓવારણા લઈએ એટલાં ઓછાં : • બ્રહ્મચર્ય એટલે અડધી દક્ષા : • મોહની મૂચ્છ અને મુમુક્ષુનું કર્તવ્ય : • એ અખતરો બીજા કોઈએ કરવા જેવો નથી : • લોકો પાપ ન બાંધે ઃ એ સમકિતીની ચિંતા : • ધર્મી આત્માના વાર્તાલાપ પણ કેવા ? • પ્રમાદ સૌએ છોડવા જેવો : • શબ્દ એક અર્થ અલગ : ઉપદેશ એક મર્મ અલગ : • આત્માની ઓળખ એટલે સાધનાની શરૂઆત : વિષય : સંબોધનનું સોભાગ્ય ! સર્વાક્ષરસંનિપાતી પંચમ ગણધરશ્રી સુધર્માસ્વામીજી મહારાજા જેમને સંબોધન કરી આ સૂત્રના માધ્યમે જાગવાનો, બંધનને જાણવાનો અને બંધનને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે તે – તેઓશ્રીના પલંકાર શ્રી જંબૂસ્વામીજી કોણ હતા ? કેવી એમની સુખ-સાહ્યબી હતી ? ગણધર ભગવંતની એક જ દેશનાથી એમને કેવી રીતે વૈરાગ્ય થયો ? એમના પરિવારજનોએ એમને સંસારમાં રોકવા કઈ શરત મૂકી ? એનો એમણે કઈ શરતે સ્વીકાર કર્યો ? એમનાં લગ્ન કેવાં લેવાયાં ? પહેલી જ રાતે પોતાની નવોઢાઓ જોડે અને ઘરે ચોરી કરવા આવેલા ચોર જોડે એમનો શો સંવાદ થયો? પરિણામ શું આવ્યું? એ આખો ઘટનાક્રમ અહીં જીવંત ઊતારવામાં આવ્યો છે. અંતે આત્મદર્શન કઈ રીતે થાય ? એ પ્રશ્નના સમાધાનમાં સુંદર ઉપાયોનું નિદર્શન કરાયું છે. પ્રવચનનું પ્રતિબિંબ ગ્ર વિરતિધરને સુખ શેમાં ઉપજે ? સાધનામાં, વિરતિમાં, સાધનાની અને વિરતિની ક્રિયાઓમાં. * બ્રહ્મચર્ય વ્રતને અડધી દીક્ષા તરીકે ઓળખાવ્યું છે. એનાથી અડધો સંસાર કપાઈ જાય છે. * મિથ્યાત્વનો જ્યારે હુમલો આવે ત્યારે શું શું ન બોલાય, એ સવાલ છે. * જેને બંધનો જાણીને તોડવાની ઈચ્છા જાગે તેને જ જિજ્ઞાસા જાગે ! Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुज्झिज तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” ‘જંબૂકુમાર મહાવ્રતી, સોભાગી સિરદારો રે, અવર ન મુગતિવધુ વર્યો, જે પામી ભવપારો રે.' - પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર સાધુવંદના ઢાળ-૭. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪ દીપ સે દીપ જલે : પ્રવર વૈશગી જંબૂવામી : જંબૂસ્વામીનાં ઓવારણાં લઈએ એટલાં ઓછાં : અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર મહારાજાના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા અંગ-આગમમાં બંધનને તોડવાનો ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ જેને આપવામાં આવ્યો છે, તે ઉપદેશનું શ્રવણ કરવાનું સૌભાગ્ય જેને મળ્યું છે એવા ચરમ કેવલી જંબૂસ્વામીજી મહારાજનાં ઓવારણાં લઈએ એટલાં ઓછાં છે. કેવું એ દૃશ્ય હશે કે જે સમયે જંબૂસ્વામીજીને સુધર્માસ્વામીજી ‘વૃગ્નિજ્ઞ તિટ્ટા' જેવાં પદો દ્વા૨ા બોધ પમાડવાનો પ્રયત્ન કર્યો હશે ! બંધનોને ઓળખવાનો ઉપદેશ આપ્યો હશે ! અનંતકાળથી વળગેલાં બંધનોને તોડવા માટેનો પુરુષાર્થ જગાડ્યો હશે ! તે વખતે અત્યંત વિનીત ભાવે, નમ્ર બનીને, ચરણોમાં મસ્તક જુકાવીને, નવ્વાણું કરોડ નગદ સોનૈયાના માલિકનો એકનો એક દીકરો સંસારત્યાગીને શ્રમણત્વને વરેલો હાથ જોડીને વિનમ્ર ભાવે પૂછતો હશે કે – ‘ભગવન્ ! પરમાત્માએ બંધન કોને કહ્યું છે અને એને તોડવાનો ઉપાય શું છે ? એ આપ મને સમજાવો !' જંબુસ્વામીના આ પ્રશ્નના ઉત્તરરૂપે આખા સૂયગડાંગ સૂત્રનો જન્મ થયો છે. ખરેખર એ પળ કેવી ધન્ય હશે કે, જ્યારે પરમાત્માના મુખેથી ત્રિપદીને સાંભળી જેમ દ્વાદશાંગીની રચના બીજા દશ ગણધર ભગવંતોએ કરી તેમ સુધર્માસ્વામીજી મહારાજાએ પણ કરી હશે ! તે પછી દશ ગણધર ભગવંતો Page #89 -------------------------------------------------------------------------- ________________ 350 ૭૦ -- - - ૨ - આતમ જાગો ! મોક્ષમાં ગયા, અને આખો શ્રમણ સંઘ શ્રી સુધર્માસ્વામીજીના શરણે રહ્યો. એ શ્રમણ સંઘનો યોગક્ષેમ કરતાં-કરતાં, અનેક નગરોને પાવન કરતાં-કરતાં શ્રી સુધર્માસ્વામીજી રાજગૃહીનાં આંગણે પધાર્યા. એ પરમાત્માના વારસદાર, શ્રમણ સંઘ શિરતાજ, શ્રી સુધર્માસ્વામીજીની ધર્મ દેશના સાંભળવા આખું રાજગૃહી નગર ઉમટ્યું છે. એટલો બધો ઘેરો એમનો પ્રભાવ હતો, નિર્મળ સંયમ-પ્રબળપુણ્યશાળી, સંઘનું નેતૃત્વ ધારણ કરનારા; પરમાત્માના ગણધારિત્વને વરેલા, અમોઘ દેશના લબ્ધિવાળા, ચૌદપૂર્વના રચયિતા એ મહાપુરુષ પધાર્યા હશે ત્યારે રાજગૃહીનાં લોકોએ કેવો આનંદ અનુભવ્યો હશે ? જેને આંગણે નવ્વાણું કરોડ નગદ સોનૈયાની છોળો ઉછળતી હતી. એ પણ નગદ ! વેપારમાં રોકેલાં જુદાં, જમીનમાં દાટેલાં જુદાં. એ નવ્વાણું કરોડના સ્વામીને આંગણે વર્ષો પછી ખોળાનો ખુંદનારો બાળક અવતર્યો. જન્માંતરનો એ સાધક આત્મા હતો. પ્રબળ પુણ્ય લઈને આવેલો એ પુણ્યાત્મા હતો. એકનો એક લાલ હતો - તેને કેવી રીતે ઉછેર્યો હશે ? એને માટે મા-બાપે કેવા-કેવાં અરમાનો સેવ્યાં હશે ? માટે જ આઠ-આઠ શ્રીમંત ઘરની કન્યાઓ સાથે તેનું વેવિશાળ કરવામાં આવ્યું હતું. જેવો તે સુખી હતો તેવાં જ વેવિશાળ કરનારાં સામા પક્ષનાં કુટુંબો પણ શ્રીમંત અને મોટા ઘરનાં હતાં. એ સુખી ઘરનો નબીરો, શ્રીમંત કુળનો વારસદાર, સોળ વર્ષની એની ઉમર અને તેને ધર્મદેશના સાંભળવાનું મન થાય તો તેના સંસ્કાર કેવા હશે ? તેના ઘરમાં સંસ્કારવારસો કેવો હશે ? લોકમાં ભગવદ્ગીતામાં વર્ણવાયેલ સંવાદ પ્રસિદ્ધ છે. લોકમાં ભૌતિક પદાર્થો, રાજ્ય, સુખસામગ્રી ઈષ્ટ મનાય છે. માટે તેવાં ઈષ્ટ પદાર્થો કઈ રીતે મળે એ ધરી ઉપર જ લૌકિક સંવાદો સર્જાતા હોય છે. એવા જ લૌકિક ઈરાદાથી સર્જાયેલ ગીતાનો સંવાદ અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો હતો. જ્યારે લોકોત્તર જૈનશાસનમાં જેટલા પણ સંવાદો હોય છે તે ભૌતિક પદાર્થો, રાજ્ય, સુખસામગ્રી વગેરે ઈષ્ટ ગણાતી વસ્તુઓનો પણ ત્યાગ કરવાની પ્રેરણા કરવા માટે રચાતા હોય છે. કેમકે એ બધી જ વસ્તુઓથી સરવાળે દુઃખ અને દુઃખની પરંપરા જ પ્રાપ્ત થતી હોય છે. એવા જ આ સૂયગડાંગ સૂત્રનો સંવાદ, પંચમ ગણધારી શ્રી સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચેનો હતો. એ સંવાદ સર્જાયો Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૧ – ૪ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17 – 351 કઈ રીતે તેની ભૂમિકા કરવી છે ! તે જંબૂકુમાર ધર્મદેશના સાંભળવા ગયા હતા. એ ધર્મદેશના સ્થળને નજર સામે લાવો, એ દેશનાસ્થળની ચારેય બાજુના દૃશ્યને નજર સામે લાવો ! દરેક શ્રીમંતના વિધ-વિધ રથોના ઢેર ત્યાં ખડકાયા છે. કોઈ પાલખીમાં આવ્યા છે. કોઈ મેનામાં સવાર થઈ આવ્યા છે, કોઈ શિબિકામાં આવ્યા છે, તો કોઈ રથમાં આવ્યા છે. કોઈ હાથી ઉપર સવાર થઈને આવ્યા છે, તો કોઈ ઘોડાઓ ઉપર પલાણીને આવ્યા છે. હય–ગય-રથ-મેના-પાલખી-વાહનનો નહિ પાર' - આ કડી ત્યાં સાર્થક થઈ રહી છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વૈવિધ્યતા સભર વાહનોમાં બેસીને તો કોઈ પગપાળા ચાલીને ત્યાં આવ્યા છે. સૌએ પોતપોતાનાં વાહનોની શોભા-શણગાર પોતાના મોભાને અનુરૂપ કર્યા છે. એક તરફ સંસારરસની છોળો ઉછળતી હોય અને બીજી બાજુ વૈરાગ્યસભર ધર્મદેશના વહેતી હોય તે વખતે વર્ષોની ભોગ-વાસનાઓને તોડીને, આશા અને અરમાનોને છોડીને સાધક પુણ્યાત્માઓ એ વૈરાગ્યધારામાં ઝાકઝબોળ થયા હશે ત્યારની એ પળો કેવી ધન્ય હશે ? ન જાણે દેશનામાં કયાં શબ્દો બોલાયા હશે ? કેવી શૈલી પ્રયુક્ત કરાઈ હશે ? કેવી અભિવ્યક્તિ થઈ હશે ? શું સંવેદનાઓ અનુભવાઈ હશે ? આપણે કહી શકતા નથી. પણ એવું તો ચોક્કસ કહી શકીએ કે તેમના શબ્દ-શબ્દ સંવેગ અને નિર્વેદની છોળો ઉછળતી હશે. જંબૂકુમારે એમાં સ્નાન કર્યું - આત્મા પાવન બન્યો હશે, વૈરાગ્ય પ્રબળ બન્યો હશે. વૃત્તિઓ શાંત-પ્રશાંત ને ઉપશાંત બની હશે. ધર્મદેશના પૂર્ણ થતાં એ ઉભા થયા હશે અને કહ્યું હશે, “ભગવંત ! આપ મારા ઉપર અનુગ્રહ કરો ! થોડો સમય આપ અહીં જ સ્થિરતા કરો. માતા-પિતા પાસે જઈને આવું છું, અનુમતિ લઈને આવું છું, મારે મારું સમગ્ર જીવન આપને ચરણે સમર્પિત કરવું છે.” નવાણું (૯૯) કરોડ નગદ સોનૈયાના માલિકનો એ દીકરો, એકનો એક છતાં એક જ ધર્મદેશના સાંભળીને સર્વ સંપત્તિનો ત્યાગ કરવા તૈયાર થાય ? સર્વ માન-પાન, ભોગ સુખોનો ત્યાગ કરવા તૈયાર થાય ? - એ ઘટનાને જરા આંખ સામે લાવો ! એ કાળમાં, એ સમયમાં, એ ક્ષેત્રમાં, એ વાતાવરણમાં વિહરવાનું જરા ચાલુ કરો ! તમને ખ્યાલ આવશે એ ક્ષણો, એ પળો, એ ઘડીઓ કેવી હશે ? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૨ . આતમ જાગો શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ એમને માત્ર એટલું જ કહ્યું, ‘મા ડિબંધ ુદ' - ‘રાગનાં બંધન કરતો નહિં,’ 352 ‘જા જલ્દી જા, જલ્દી પાછો આવજે અથવા ‘નન્હા સુË’ એવું કે એમાંનું કશું જ નથી કહ્યું. આમાનું કશું જ નથી કહેવાનું. આ સહજ વિવેક છે. વીતરાગના શાસનને પામેલા સાધુની ભાષા કેવી વિવેકપૂર્ણ મર્યાદા વાળી હોય. તેને પાપનો ભય હોય. ‘જા' કહે તો જાય તેની વિરાધના, ‘જલ્દી આવજે' એમ બોલે તો આવે તેની વિરાધના. સભા: જહા સુખ ન કહી શકાય ? ના, સંસારીને-અવિરતિધરને જહા સુખ ન કહી શકાય. ‘તને સુખ ઉપજે તેમ કરજે’ એમ કહે તો પણ પાપ, સંસારીને-અવિરતિધરને સુખ શેમાં ઉપજે ? સંસારની પ્રવૃત્તિમાં, અવિરતિ-આરંભની પ્રવૃત્તિમાં માટે એને સાધુથી ‘જહા સુખ' ન કહેવાય. સાધુ વિરતિધરને ‘જહા સુખ' કહી શકે. કારણ કે વિરતિધરને સુખ શેમાં ઉપજે ? સાધનામાં, વિરતિમાં, સાધનાની અને વિરતિની ક્રિયાઓમાં. સભા: પૌષધવાળાને પણ ન કહેવાય ? ના. પૌષધમાં પણ તમારે દુવિ... - તિવિહેણની જ પ્રતિજ્ઞા છે. વિરતિ થોડી અને અવિરતિ ઘણી છે. વિવેકપૂર્વક-અપેક્ષાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરો. ‘મા પડિબંધ વુદ્િ’ - ‘રાગનાં બંધન કરતો નહિં.’ કેવા સરસ શબ્દો છે. શ્રી સુધર્માસ્વામીના પાવન મુખમાંથી એ શબ્દો સરી પડ્યા અને જંબૂકુમારે મસ્તક ઝુકાવીને ઝીલી લીધા. પૂજ્યને પૂંઠ ન પડે તે રીતે પાછલે પગલે બહાર નીકળ્યા, રથમાં ગોઠવાયા અને મનમાં મનોરથમાળા ચાલુ થઈ. ‘ગામમાં જઈશ. માતા-પિતાને નમીશ, હૈયાની વાત રજૂ કરીશ. માતા-પિતાની અનુમતિ મેળવીને પાછો આવીશ, ગુરુચરણે જીવન સમર્પિત કરીશ અને જાતને ધન્ય બનાવીશ.' આ જ મનોરથોમાં જઈ રહ્યા. નગરના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે અહીં તો યાંત્રિક શસ્ત્રો ગોઠવાએલાં છે, ત્યાંના રાજવીને સમાચાર મળ્યા હતા કે શત્રુ રાજવી વિશાળ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ - ૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબૂવામી -17 - 353 સૈન્ય સાથે આવી રહ્યો છે. ક્યારે ચડાઈ કરશે ખબર નથી. તેનો સબળ સામનો કરવા માટે યોજના અમલમાં મૂકાઈ હતી. નગરના ધારો બંધ કરાયાં હતાં. અનેક પ્રકારની યાંત્રિક રચનાઓ કરાઈ હતી. કયું શસ્ત્ર ક્યારે સક્રિય બને અને કઈ તરફ ફંગોળાઈ, કોના, કેટલાના પ્રાણ લે તે કહેવું-સમજવું મુશ્કેલ હતું. જંબૂકુમારે પરિસ્થિતિનો તાગ કાઢી લીધો. નગરના મહાદ્વારોમાંથી પ્રવેશ કરવો તેમને જોખમકારક લાગ્યો. આમ છતાં તેમના મનમાં હવે કોઈ ભય ન હતો. મૃત્યુનો ડર હવે એમના રોમમાં ય ન હતો; આમ છતાં મળેલું દુર્લભ માનવ જીવન હારી ન જવાય, વિરતિ પામ્યા વિના ચાલ્યા ન જવાય તેનો ડર જરૂર હતો. એમને થયું કે નગરમાં જવા માટે મહાદ્વારમાંથી પસાર થાઉં અને કોઈક કળ દબાતાં, શસ્ત્રો પડે ને મોત થાય તો વિરતિ પામ્યા વગર જવું પડે. મરવાનો ડર ન હતો, પણ વિરતિ પામ્યા વિના મરવાનો ડર હતો. તત્કાળ કરવા યોગ્ય નિર્ણય કરી લીધો અને રથ પાછો વાળ્યો. શ્રી સુધર્માસ્વામીના ચરણોમાં ઉપસ્થિત થઈ નતમસ્તકે વિનંતી કરી કે “ભયવં ! વંમાં દિ !' 'ભગવન્! બ્રહ્મચર્ય વ્રત આપો !” બ્રહ્મચર્ય એટલે અડધી દીક્ષા : બ્રહ્મચર્ય વ્રતને અડધી દીક્ષા તરીકે ઓળખાવ્યું છે. એનાથી અડધો સંસાર કપાઈ જાય છે. સુખી શ્રીમંત ઘરનો દીકરો છે, એકનો એક છે. મા-બાપને મળ્યા વગર આવ્યો છે, તેમની અનુમતિ લીધા વગર આવ્યો છે, ભર યુવાનીના ઉંબરે ઉભો છે. તેનાં મા-બાપને પુછ્યા વગર ચોથું વ્રત અપાય ? તમને પૂછું છું, મહાનુભાવ ! આ રીતે અમારાથી કે કોઈપણ ધર્મોપદેશકથી કોઈને બ્રહ્મચર્યનો નિયમ અપાય કે ન અપાય ? અડધી દીક્ષા અપાય ? એ નિયમ આપવો યોગ્ય છે કે અયોગ્ય છે તે જાણવું છે; માટે તમારો જવાબ જોઈતો નથી, પણ જવાબ એ માટે જોઈએ છે કે તમારી આસક્તિ કેવી છે તે તમારા જવાબ પરથી નક્કી થાય. તે કાળ કેવો હશે ? ધર્મદેશકનો પ્રભાવ કેવો હશે કે આવા શ્રીમંત કુટુંબના નબીરાને પણ સહજ રીતે પ્રતિજ્ઞા આપી શકતા. તમે રોજના વ્યાખ્યાન સાંભળવાવાળા, આવું થાય તે વખતે તમે શું કરો ? તમારા જ દીકરાનું આવું થાય તો શું કરો ? જેની સાથે તમારો સારો સંબંધ હોય, તેના જ દીકરાને કોઈ Page #93 -------------------------------------------------------------------------- ________________ – ૨ – આતમ જાગો ! – 354 ગુરુ ભગવંતે આવો નિયમ આપ્યો હોય અને એથી અકળાઈને એ તમારા સંબંધી તેનો વિરોધ કરવા તમને લઈ આવે અને તમને કહે કે, “ચાલો મહારાજ સાહેબ પાસે થોડી વાત કરવી છે.” ત્યારે તમે શું કહો ? વ્રત-નિયમ આપનાર ગુરુભગવંત સાથે તમારો વ્યવહાર કેવો હોય ? શ્રી સુધર્માસ્વામીએ જંબૂકુમાર સામે જોયું, એમની વિનંતી સાંભળી, એમના ઉપર અનુગ્રહ કર્યો અને જીવનભરના બ્રહ્મચર્ય વ્રતની મહાપ્રતિજ્ઞા કરાવી. આ પ્રતિજ્ઞા કરીને જંબૂકુમારે અતિ ધન્યતાનો અનુભવ કર્યો. જેને ઘરે શ્રીમંતાઈની છોળો ઉછળતી હશે, આઠ-આઠ કોડભરી કન્યાઓ સાથે જેનું વેવિશાળ થયું હશે, તેના માટે મા-બાપે કેટલાં શમણાઓ સેવ્યાં હશે ? જેનાં મા-બાપે કેટલાંય શમણાઓ સેવ્યાં હશે તેનો એકનો એક દીકરો આ પ્રતિજ્ઞા લેતો હશે તે ક્ષણ કેવી હશે ? તમે વર્તમાનને ભૂલી જાવ. ભૂતકાળમાં ચાલ્યા જાવ. તમારી જાતને, તમારા મનને, તમારી સમગ્ર ચેતનાને એ કાળમાં, એ ક્ષણમાં, એ ક્ષેત્રમાં, એ વાતાવરણમાં લઈ જાઓ અને એ ઘટનાને આત્મસાક્ષિક બનાઓ. તમારી જાત ધન્ય બની જશે. તમે અતિ અતિ ધન્યતાનો અનુભવ કરી શકશો. તમારો આતમ પણ પાવન થશે ! ચિત્તવૃત્તિ નિર્મળ અને સબળ બનશે. તમે તમારાં મોહનીય કર્મોને તોડી સાધના માટે સજ્જ બની શકશો. મોહની મૂચ્છ અને મુમુક્ષુનું કર્તવ્ય : જંબૂકુમારે ઘરે આવીને મા-બાપને કહ્યું કે, “આજે શ્રી સુધર્માસ્વામીની ધર્મદેશના સાંભળવા ગયો હતો.” “દીકરા ! બહુ ઉત્તમ કર્યું,” તમે હો તો શું કહો ? તેમની એક-એક વાત મને હૃદય સોંસરી ઉતરી ગઈ.' મા-બાપે કહ્યું, “એ તારી યોગ્યતાનું પરિણામ છે દીકરા !' આ પૂરો સંસાર, અસાર લાગી ગયો છે, એક ક્ષણ પણ રહેવા જેવો નથી, એવું મને લાગ્યું છે.' વાત સાચી છે દીકરા ! આ સંસાર એક ક્ષણ પણ રહેવા જેવો નથી.' “પણ.... મેં તો નિર્ણય કર્યો છે કે, મારે હવે આ સંસારમાં એક ક્ષણ પણ નથી Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબૂસ્વામી - 17 રહેવું. માટે આપની અનુમતિ લેવા આવ્યો છું.’ આ સાંભળીને મા-બાપને ત્યાં જ મોહનો ઉછાળો આવ્યો. મૂચ્છિત થઈ ગયાં. વર્ષોનો સજાવેલો સપનાનો મહેલ કકડભૂસ થતો જોવામાં આવ્યો. દુઃખ ઘણું થયું, અવિરતિ કર્મનો હુમલો જરૂર આવ્યો પણ મિથ્યાત્વ એમની પાસે ફરકી પણ ન શક્યું. ૭૫ મિથ્યાત્વનો જ્યારે હુમલો આવે ત્યારે શું શું ન બોલાય, એ સવાલ છે. ‘દીક્ષા લઈને શું ઉકાળવું છે ? ઘ૨માં ધર્મ ક્યાં નથી થતો, ત્યાં જઈને બધા શું કરે છે ? એની તને ક્યાં ખબર છે. ત્યાં પણ અહીં જેવો જ સંસાર છે, ત્યાંય માટીના ચૂલા છે, અમારા જેવો પરિપકવ થા, તારી જેમ અમને પણ ઘણા ઉછાળા આવતા હતા, પછી બધો અનુભવ થયો. થોડો ઠરેલ બન. મહારાજ તો બધી આવી જ વાતો કરે, એ બધી વાતો સાંભળવાની હોય. એમાં આગળ વધતાં લાખ વાર વિચારવું પડે. યુદ્ધસ્ય વાર્તા રમ્યા. ડુંગરા દૂરથી જ રળીયામણા’ - આવી તે કેટલીયે વાતો થાય. 355 તમે જ વિચારો, તમારો જ દીકરો, લક્ષણ અને યોગ્યતા જોતાં લાગતું નથી, છતાં માનો કે કોઈ સારા સદ્દગુરુ ભગવંતના પરિચયમાં આવે, વૈરાગી બને અને જંબૂકુમાર જેવો સંવાદ તમારી સાથે જ કરે તો તમે એને શું કહો ? તમે સાધુપણા માટે નબળું તો કાંઈ ન જ બોલો ને ? સભા: ના, સાહેબ ! કાંઈ મજા નથી, પોતાના પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી જ તમારી ના છે. મારા પરમતારક ગુરુદેવે અનુભવેલી એક વાત કરું, વ્યાખ્યાનમાં છેક આગળ એમની પાટને પાયે બેસનારા, ભલભલાને દીક્ષા અપાવનારા, ઝંજાવાતોમાં છાતી કાઢીને ઉભા રહેનારા એક ભાગ્યશાળી હતા; તેમના જ દીકરાને દીક્ષાના ભાવ થયા ને બાપાને કહ્યું તો વ્યાખ્યાનમાં આગળ બેસનારા એ બાપે જ આંખો લાલ કરીને કહ્યું કે, ‘આ મહારાજે તો મારા ઘરને પણ ન છોડ્યું ? છેવટે મારા ઘ૨માં પણ હાથ નાંખ્યો ?' અંતે પાટનો પાયો છોડીને ચાલ્યા ગયા. એવા પણ જોવા મળ્યા છે કે જેઓ વ્યાખ્યાનમાં રોજ આવે, સામાયિક ને પૌષધ કરે. એમની ક્રિયા જોઈ હોય તો એક-એક ક્રિયા અપ્રમત્ત, બરાબર ઉભા Page #95 -------------------------------------------------------------------------- ________________ - ૨ - આતમ જાગો ! 356 થઈને કરતા હોય. એમાં એક દિવસ વ્યાખ્યાન દરમ્યાન બાળદીક્ષાનો વિષય છેડાયો, એમાં કોઈ બાળ મુમુક્ષુને જોઈને એ વર્ષોના ધર્મક્રિયા કરનાર વડીલ ગણાતા ભાઈ બોલ્યા કે, “મને ૬૦-૬૦ વર્ષ થયાં રોજ વ્યાખ્યાન સાંભળું છું, સામાયિક પૌષધ કરું છું. હજુ મને વૈરાગ્ય નથી થયો ને આ ટેણિયાને થઈ ગયો ? ભોળવાઈ ગયો છે.” ભર વ્યાખ્યાનમાં એણે આ અંગે પ્રશ્નો કર્યા. મહારાજ સાહેબે બધા જવાબો આપ્યા. એમની પાસે કોઈ પ્રશ્ન રહ્યો નહિ; છતાં છેવટે ભર સભામાંથી વ્યાખ્યાન છોડીને ચાલ્યા ગયા. માટે તમને કહું છું તમે તમારા આત્માને પૂછી જુઓ ! તમારી પરીક્ષા કરી જુઓ, તમારા મોહને પીછાણી જુઓ, વિવેક ઉપર નજર કરી જુઓ કે મારા જીવનમાં, મારા પરિવારમાં આવો પ્રસંગ આવે તો હું શું કરું ? ઋષભદત્ત શ્રેષ્ઠી અને મા ધારિણીએ જંબૂકુમારને સમજાવતાં કહ્યું, “દીકરા, સંસારમાં મજા નથી. આ વાત સાચી છે. દીક્ષા જ લેવા જેવી છે. તેને મનોરથો જાગ્યા તે ઉત્તમ છે, પણ અમારા મનોરથોનું શું ? તું એકનો એક દીકરો છે ! તારા માટે અમારી કેવી લાગણી ને મનોરથો છે ? અમે કેટ-કેટલાં અરમાનો કર્યા છે ? કેટલા કોડથી આઠ-આઠ કન્યાઓએ તારી સાથે વેવિશાળ કર્યું છે. તારે જવું જ છે તો તો તું જવાનો જ ! જ્યારે પંખીને પાંખ આવે ત્યારે કોઈ તેને બાંધી શકતું નથી. પણ અમે તારાં માવતર છીએ. અમારી પણ કાંઈક લાગણી છે. એકવાર અમારી ઈચ્છા પૂરી કર ! નક્કી કરેલી આઠે ય કન્યાઓ સાથે એકવાર લગ્ન કર પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કરજે.” આખા વાર્તાલાપમાં સંયમ માટે, સાધુપણા માટે, સાધનામાર્ગ માટે, મોક્ષ માટે, કે ગુરુ માટે એક નબળું વેણ કાઢયું નથી. માત્ર પોતાની લાગણીઓ - વ્યથા ને વેદનાઓની જ રજુઆત હતી. સંયમ કેટલું દુષ્કર છે, એની પણ વાત કરી. કોણ કોણ કેવી રીતે પડ્યા એની પણ વાત કરી. તારી કાયા કેવી સુકોમળ છે, તું આ સંયમનો ભાર શી રીતે વહન કરી શકીશ ? એ વાત પણ કરી; પણ સંયમ માટે, સંયમ આપનાર માટે કે સંયમ લેનાર માટે એક પણ નબળો શબ્દ ન બોલ્યા. કારણ કે એમને અવિરતિ ભલે પડતી હતી, પણ મિથ્યાત્વના પડછાયાથી એ દૂર હતા. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ – ૪ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબૂસ્વામી - 17 – 357 એ અખતરો બીજા કોઈએ કરવા જેવો નથી : માતા-પિતાએ પોતાના સંતોષ માટે આઠ કન્યા સાથે એકવાર લગ્ન કરવા લાગણીભીના અવાજે જ્યારે આગ્રહ કર્યો ત્યારે જંબૂકમારે વિચાર્યું કે, આટલાથી જ જો પતતું હોય અને માતા-પિતાનો મોહ ટળતો હોય તો તેમની લાગણીને સંતોષવી. એમને પોતાના સત્ત્વની, વૈરાગ્યની, દૃઢતાની પૂર્ણ ખાતરી હતી. એટલે માતા-પિતાની એ વાત સ્વીકારવા એ તૈયાર થયા. પોતાનું સત્ત્વ જાણી લીધું હતું. આ અખતરો એક જંબૂકુમાર સિવાય બીજા કોઈએ કરવા જેવો નથી. સભા: મક્કમ હોય તો ? મક્કમતાની વાત કરતા જ નહિ, આપણામાં સત્ત્વ કેટલું છે, તેની આપણને બધાને ખબર છે. એક સામાન્ય ગણાતો નિયમ પણ લેવો હોય તો ગામ-પરગામ છૂટ, સાજે-માંદે છૂટ, વારે-તહેવારે છૂટ ! આવી રીતે નિયમ લેનારમાં સત્ત્વ કેટલું? અને આ રીતે ય નિયમ લઈને પૂરો પાળનારા કેટલા ? માતા-પિતાની વાતનો સ્વીકાર કરતાં પૂર્વે માતા-પિતા સાથે સ્પષ્ટતા કરી લેવાનું જંબૂકુમારે નક્કી કર્યું અને કહ્યું કે, “આપની વાત માનું પણ એક શરત છે. આજે લગ્ન ને કાલે દીક્ષા ? મા-બાપે વિચાર્યું કે આમે ય જવાનો નક્કી જ છે. એને આપણે કોઈ પણ હિસાબે રોકી શકીએ તેમ નથી. આ બહાને ય રહી જાય તો આપણા મનોરથ પૂરા થઈ જવાની સંભાવના રહે. એટલે માબાપે સંમતિ આપી. મા-બાપ પણ કેટલાં લાયક ને ખાનદાન હતાં ! સામેવાળાને અંધારામાં રાખવાં તે આ કુળની ખાનદાની ન હતી. માટે તેઓ વેવાઈઓને મળવા સામે ચાલીને ગયાં. મળ્યાં ને વાત કરી કે જ્યારે તમારી પુત્રીઓ સાથે અમારા જંબુનાં લગ્ન નક્કી કર્યા હતાં તે વખતનો અમારો જંબૂ જુદો હતો અને આજનો જંબૂ જુદો છે. ભગવાન શ્રી સુધર્માસ્વામીજીના વચને તે વૈરાગી બન્યો છે. માત્ર અમારા કહેવાથી જ લગ્ન કરવા તૈયાર થયો છે પણ “આજે લગ્ન ને કાલે દીક્ષા.” એવું એણે નક્કી કર્યું છે. હવે વાત અમારા હાથમાં નથી. તમને અંધારામાં રાખવા નથી, તેથી પૂછવા આવ્યા છીએ. હવે તમે કહો તેમ કરીએ.” સામે આઠેય કન્યાનાં મા-બાપ પણ એટલાં જ ખાનદાન હતાં. ‘કયાં મોઢે કહેવા આવ્યા છો ?' આવી એક નબળી વાત ન કરી. આજે તમારે ત્યાં આવું બને તો શું Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૨ - આતમ જાગો ! – 358 બોલો ? તેમના તે વખતના વ્યવહારો - વ્યવહાર શૈલી પણ કેવી હશે ? આઠેયનાં મા-બાપે કહ્યું “અમે દીકરીને મળીએ, વાત કરીએ પછી જવાબ આપીએ.” આઠેયનાં મા-બાપે દીકરીઓને બોલાવીને વાત્સલ્યથી કહ્યું. ‘તમારા માટે ઉત્તમ ઘર શોધ્યું હતું, ઉત્તમ વર શોધ્યો હતો. તમારા સુખની ચિંતા કરી હતી; પણ અચાનક પરિસ્થિતિ પલટાણી છે. જંબૂકુમાર વિરાગી બન્યા છે. દીક્ષાની રઢ લઈને બેઠા છે. માતા-પિતાના આગ્રહથી લગ્ન માટે તૈયાર થયા છે. પણ “આજે લગ્ન અને કાલે દીક્ષા' ત્યાં સુધી વાત આવીને ઉભી છે. આ પરિસ્થિતિમાં હવે આપણે શું કરવું? બેટા ! આ નિર્ણય હવે તમે જ લ્યો, તમારા જીવનનો સવાલ છે. શું કરવું? વિચારી લો. હજુ કાંઈ બગડ્યું નથી. બાજી હજી આપણા હાથમાં છે.' ન જાણે એમા-બાપે દીકરીઓને કેવા સંસ્કાર આપ્યા હશે ?એ દીકરીઓએ કેવા સંસ્કાર ઝીલ્યા હશે ? એમની વિચારધારા ઉપર વિવેકનો કેટલો અંકુશ હશે ? એ આ પ્રસંગે તેમના મુખમાંથી નીકળેલા ઉદ્ગારો ઉપરથી સમજાય તેવું છે. આઠેએ કહ્યું “અમે મનથી એમનો સ્વીકાર કરી લીધો છે, એટલે આ જીવનમાં હવે બીજા કોઈ વિચારને અવકાશ નથી. મનથી એકવાર પણ જેનો સ્વીકાર કર્યો તેને મૂકીને જીવનમાં બીજાનો વિચાર પણ શી રીતે થઈ શકે ? આ ભવમાં લગ્ન કરશે તો તેમની સાથે જ, લગ્ન પછી રાખવાની મહેનત કરશું. રહેશે તો ઠીક અને જો નહિ રહે તો જે એમનો માર્ગ એ જ અમારો માર્ગ.' આ ઘટના ઉપર શાંતિથી વિચાર કરો ! જંબૂકુમાર અને આઠેય કન્યાની પરિસ્થિતિ અને ભૂમિકા વચ્ચેના ભેદને તપાસો તો તમને સમજાશે કે જંબૂકુમાર તો મહાન છે જ, પણ આ આઠ કન્યાઓ પણ કેટલી મહાન છે ? જંબૂકુમારે તો ધર્મદેશના સાંભળી છે, તેમને વૈરાગ્ય જન્મ્યો છે; આઠેય કુમારિકાઓએ જ્યારે કોઈ ધર્મદેશના સાંભળી નથી, એમને વૈરાગ જાગ્યો નથી. ઉપરથી સંસાર સજાવવાનાં સોણલાં જ એમણે સેવેલાં છે. છતાં મર્યાદા ઓળંગવાનો વિચાર પણ નથી. દીકરીઓનો જવાબ સાંભળી માતા-પિતાની આંખો હર્ષાશ્રુથી સજળ બની, ઋષભદત્ત શ્રેષ્ઠીને લગ્ન લેવા સંમતિ અપાઈ અને લગ્ન મહોત્સવનાં મંડાણ થયાં. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪ : દીપ સે દીપ જલે ઃ પ્રવર વૈરાગી જંબૂસ્વામી - 17 અબજોપતિના એકના એક દીકરાના લગ્નનો આ પ્રસંગ કેવો ઉજવાયો હશે ? એ માટેની તૈયારીઓ કેવી કરાઈ હશે ? વરઘોડો કેવો નીકળ્યો હશે ? આ બધું આંખ સામે લાવજો. આ બધી વાતો કરીને તમને લગ્ન પ્રસંગના માહોલમાં તાણી જવા નથી. તમને એ જણાવવું છે કે, જેનાં લગ્ન પણ આવાં લેવાયાં હશે તેણે પણ સાપ જે સહજતાથી કાંચળી ઉતારે તેવી સહજતાથી આ સંસારનો ત્યાગ કર્યો તો તેનો વૈરાગ્ય કેટલો પ્રબળ અને પ્રબુદ્ધ હશે ? ૩૯ — અપાર સંપત્તિ હતી, જીવનનો પહેલો કે છેલ્લો અવસર હતો. સામે પણ એવા જ શ્રીમંત પરિવારો હતા. અનેક શ્રીમંતોને, સ્વજનોને નિમંત્ર્યા હતા. તે જમાનાનાં સ્વજનો પણ લુખ્ખાં ન હતાં. જે આવતાં તે બધું પહેરી, સજી-ધજીને આવતાં. દરેકનાં શરીર સોના, હીરા, માણેક, મોતીથી લદાયેલાં રહેતાં. મહોત્સવ મંડાયો. આંગણે માંડવો રોપાયો, સ્નેહી સ્વજનોની વણથંભી વણઝાર આવવા લાગી. હૈયે હૈયું દબાય એવું માનવ-મહેરામણ ઉભરાયું. લગ્નના દિવસે વરઘોડો ચડાવાયો, એક સામગ્રીને જુવો ને બીજીને ભૂલો, એવી સામગ્રીઓના ઢેર ખડકાયા. ગામ-ગામના માણસો જોવા ઉભરાયા. વરઘોડો જોતાં જ લોકો મોઢામાં આંગળા નાંખવા લાગ્યા અને બે મોઢે વખાણ કરવા લાગ્યા. 359 લોકો પાપ ન બાંધે : એ સમકિતીની ચિંતા : લોકોના મોઢે લગ્ન પ્રસંગ અને આ વરઘોડાનાં વખાણ સાંભળી જંબૂકુમારને થયું કે, ‘કર્મ યોગે લગ્ન મારે કરવાં પડે છે અને આ પ્રસંગની અનુમોદના કરી કરીને પાપ આ લોકો બાંધે છે.’ આવતી કાલે દીક્ષાનો વરઘોડો એવો કાઢું કે આ બધાનું લગ્નની પ્રશંસાથી બંધાયેલું બધું પાપ ધોવાઈ જાય, નિચોવાઈ જાય. લગ્ન એ લહાવા લેવાની ચીજ છે કે ન છુટકે, કર્મયોગે કરવાની ચીજ છે ? આજ તો દેવું કરીને લગ્ન કરે. તોય છાતી કાઢીને ફરે અને કહે, કે કેમ ? કેવું લાગે છે ? અને મોટા ભાગના લોકોનો એ સ્વભાવ હોય છે કે પૂછે તો ‘ગજબગજબ કરે' અને પાછળ ‘કશો ભલીવાર નથી’ એમ બોલે. આમ છતાં આવી ખોટી પ્રશંસા સાંભળીને પણ ઘણા લોકોની છાતીના સેન્ટીમીટર વધવા લાગે. અહીં તો લોકો સહજભાવે હૃદયના ઉલ્લાસથી પ્રશંસા કરતા હતા. આમ છતાં લોકો દ્વારા કરાતી લગ્ન પ્રસંગની પ્રશંસા સાંભળીને પણ જંબૂકુમારને વ્યથા થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! લગ્ન કરતાં પણ સમકિતીઆત્મા નિર્જરા કરે તે આવા પરિણામથી. એમને થયું કે ‘આવતી કાલે દીક્ષાનો વરઘોડો એવો કાઢું કે આ બધાનું લગ્નની પ્રશંસાથી બંધાયેલું બધું પાપ ધોવાઈ જાય, નિચોવાઈ જાય.' ८० ૨ 360 સમકિતી જીવ પોતે પાપ બાંધતો નથી અને એનું ચાલે તો કરવા, કરાવવા, અનુમોદવા દ્વારા બીજા જીવો જે પણ પાપ બાંધતા હોય તે જીવોને તે પાપોથી છોડાવવા દ્વારા પાપથી મુક્ત કરવાની ચિંતા કરે છે. પોતે બંધન ઊભું કરતો નથી ને બીજાનાં બંધનોને તોડવાની ભાવના સેવે છે. જંબૂકુમારની પણ આ જ દશા હતી. યોગની છઠ્ઠી ષ્ટિને વરેલા એ પુણ્યાત્મા હતા. એવા આત્માનું સમ્યગ્દર્શન અતિશય નિર્મળ હોય છે તેના સહારે જેટલાં ભોગનાં સાધનો વધારે મળે, ભોગનાં નિમિત્તો વધારે તેટલી તેની વૈરાગ્યધારા વધારે સુદૃઢ બનતી જાય છે. જંબૂકુમારનું એક એક પગલું દેખીતી રીતે ભલે લગ્નની ચોરી ત૨ફનું મંડાતું હતું પણ વાસ્તવિક અર્થમાં તે પગલાં સર્વવિરતિ તરફનાં હતાં. એમના ચોરીના ચાર ફેરા ચારગતિ ફેરાઓને કાપવા માટેના હતા. એક કવિએ યોગની છઠ્ઠી દૃષ્ટિને વરેલા તીર્થંકરોનાં લગ્ન વેળાનું ગીત બનાવ્યું છે. ‘આ લગ્ન છે, બંધન નથી પણ મુક્તિનો એકરાર છે.' જે વસ્તુ જંબૂકુમાર માટે પણ એમની ભૂમિકા અનુસાર જરૂર લાગુ પડતી હતી. આજે તો મોટા ભાગના જીવોની અવદશાનો વિચાર કરતાં એમ લાગે કે એમણે વગર લગ્ન કર્યે કેટલાં બંધન ઉભાં કર્યાં હશે ? કેટલીય મનોરથ માળાઓ રચી હશે ? કેટલાંય આર્તધ્યાન એની પાછળ કર્યાં હશે ? જ્યારે આ પુણ્યાત્માને ઉગતી વય છે, અનુપમ રૂપ છે, વિપુલ ભોગ સામગ્રી છે. સામે આઠ-આઠ પત્નીઓ અનુકૂળ અને સમર્પિત છે, છતાં નિરાગી છે, વિરાગી છે, અલિપ્ત છે. જંબૂકુમાર લગ્ન કરવા છતાં લગ્નના બંધનથી મુક્ત હતા. લગ્નગ્રંથિથી બંધાવા છતાં, લગ્નની ક્રિયા કરવા છતાં, યોગમાર્ગમાં લીન હતા. લગ્નની પ્રશંસા કરનારનાં પણ કર્મનાં બંધન તોડવાના ભાવમાં રમી રહ્યા હતા. આ સ્થિતિમાં લગ્ન કર્યા પછી રાત્રે નવે નવ જણ ભેગાં થયાં. ધર્મી આત્માના વાર્તાલાપ પણ કેવા ? : આઠેય નવોઢાઓ દરેક રીતે સજ્જ થઈને બેઠી હતી. આઠેયના હાથમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબુસ્વામી – 17 આજની જ રાત હતી. કાં તો કાલથી સંસારની શરૂઆત, નહીં તો કાલે જ સંસારનો અંત. એની એમને બરાબર ખબર હતી. એટલે જંબૂકુમાર આવતાં જ આઠેય નવોઢાએ પોતાની પ્રીતિ અને ભક્તિના વ્યવહારોથી જંબૂકુમારને બંધનમાં પલોટી લેવાનો મનસૂબો સેવ્યો હતો. ૮૧ જંબૂકુમાર સાથે આઠેય નવોઢાએ જે સંવાદ સાધીને બંધનને સુદૃઢ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ આઠેય સાથે જંબૂકુમારે જે સંવાદ કરીને નિર્બંધતાનો માર્ગ સાધ્યો હતો, તેનું અદ્ભુત વર્ણન કલિકાલસર્વજ્ઞ પ્રભુએ કર્યું છે. 361 આઠેયનો પ્રયત્ન જંબૂકુમારને બાંધવાનો હતો અને પોતાની જાતને એમની સાથે જોડવાનો હતો. જ્યારે જંબૂકુમારનો પ્રયત્ન આઠેયથી પોતાની જાતને મુક્ત રાખીને આઠેયને મોહના બંધનથી, પ્રેમના પાશથી નિર્બંધ કરવાનો હતો. આઠ બાંધવા અને બંધાવા ઈચ્છતી હતી. જંબૂકુમાર જાતે મુક્ત રહીને આઠેયને મુક્ત કરવા ઈચ્છતા હતા. એમાં વિજય જંબૂકુમા૨નો થયો હતો અને એ વિજયમાં સહભાગી બનવાનું પરમ સૌભાગ્ય આઠેય નવોઢાઓને સંપ્રાપ્ત થયું હતું. કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો એ ઉપકાર છે કે પરિશિષ્ટ પર્વમાં જંબૂકુમાર અને તેમની આઠ પત્નીઓ વચ્ચેનો સંવાદ આલેખ્યો છે. પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ ‘જંબૂકુમારના રાસ'માં એ ભાવો ઢાળ્યા છે. એ વાંચતાં જ ખ્યાલ આવે કે આ આલાપ-સંલાપ વાર્તાલાપ અત્યંત વિવેકપૂર્ણ હતો. એમાં ક્યાંય ઔચિત્યનો ભંગ દેખાતો નથી તો ખોટા લાગણીવેડા પણ દેખાતા નથી. એમાં ક્યાંય ભોગવૃત્તિની નફટાઈ પણ દેખાતી નથી તો વ્યવહારની આછકલાઈ પણ વર્તાતી નથી અને રડારોળ જેવું નબળું વાતાવરણ પણ જણાતું નથી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કે આરોપ-પ્રત્યારોપ પણ જોવા મળતો નથી. કજીયાની કોઈ ભાવના કોઈ પણ ભોગે પોતાનું ઈષ્ટ સાધવાની કોઈ હીનવૃત્તિ દેખાતી નથી કે હક-દાવાની કોઈ તુચ્છવૃત્તિ પણ દેખાતી નથી. પૂરો વાર્તાલાપ વિવેકપૂર્ણ અને તર્કબદ્ધ જણાય છે. પહેલી પત્નીએ સંસારમાં શા માટે રહેવું જોઈએ તેની તર્કબદ્ધ રજૂઆત કરી છે અને દૃષ્ટાંતો દ્વારા સમજાવવાના પ્રયત્નો ર્યો છે. સામે જંબુકુમારે પણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૨ - આતમ જાગો ! 362 સંસારમાં શા માટે ન રહેવું જોઈએ તેની પણ તર્કબદ્ધ રજુઆત કરી દૃષ્ટાંતો દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી નિરુત્તર થઈ અને શાંત થઈ. એટલે બીજી પત્નીએ પણ એ જ શૈલીમાં પોતાની વાત કરી. એને પણ જંબૂકુમારે એ જ રીતે પ્રત્યુત્તર આપ્યો. આ રીતે આઠે આઠ નિરુત્તર થઈ એટલે છેલ્લે આઠે ભેગી થઈને બોલી કે, “સ્વામિનાથ ! આપને અમારા ઉપર જરાય લાગણી કે પ્રેમ જેવું કાંઈ છે કે નહીં ?' આ વાત કરતી વખતે આઠેયની લાગણીઓ ઉભરી આવી હતી અને આઠેયની આંખોમાં મોટાં મોતીઓનાં તોરણ બંધાયાં હતાં. ચક્રવર્તી માટે કહેવાય છે કે બધાં જ શસ્ત્રો ખુટી જાય ત્યારે છેલ્લે એ ચક્રરત્નને યાદ કરે તેમ સ્ત્રીઓને પણ પોતાનાં બધાં શસ્ત્રો ખૂટી જાય પછી છેલ્લું હથિયાર આંસુનું હોય છે. આઠેએ કહ્યું કે, “સ્વામિનાથ !' શબ્દોની રજૂઆત તો જુઓ, આજે તો આ શબ્દો સાંભળવાનું ય તમારું કોઈનું સદ્ભાગ્ય નથી. નિપુણ્યક આત્માઓ આવું પુણ્ય લાવે ક્યાંથી ? હૈયાની વેદના અને આંસુ સાથે આડેએ કહ્યું કે, “સ્વામિનાથ ! શું આપને અમારા ઉપર જરાય પ્રેમ નથી ? ભલભલા ચમરબંધીઓ પણ આ પ્રશ્ન સામે મહાત થઈ જાય, પણ જંબૂકુમાર તો કોઈ જુદી માટીમાંથી ઘડાયેલા હતા. તેથી તેમણે અત્યંત સહજતાથી કહ્યું કે “મને તમારા ઉપર આટલો (જરાય) ય પ્રેમ નથી !' તમારા ઘરમાં જો કદાચ કોઈ પ્રસંગે આવો વાર્તાલાપ થાય, એમાં તમને એવું પૂછવામાં આવે કે તમને મારા ઉપર જરાય પ્રેમ-બ્રેમ છે કે નહિ ?' તો તમે શું કહો ? જે હોય તે વિચારીને કહેજો અને જો કદાચ તમે એવું કહી દો કે, “ના મને તારા ઉપર જરાય પ્રેમ નથી. તો તમને વળતો જવાબ શું મળે ? શું મુંડાવા આવ્યા હતા ? શું જોઈને પેણવા આવ્યા હતા? આવો જ કોઈ નબળો જવાબ મળે કે સારા જવાબની આશા રાખી શકાય ? જૈનકુળમાં આવો અવિવેક ક્યારેય ન હોય. જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય ત્યારે પ્રતિવાસુદેવ દ્વારા વાસુદેવ ઉપર ચક્રરત્ન મૂકવામાં આવે, તે ચક્રરત્ન વાસુદેવને પ્રદક્ષિણા આપીને તેના જ હાથમાં આવે અને વળતો તે જ ચક્રરત્નનો ઉપયોગ વાસુદેવ, પ્રતિવાસુદેવ ઉપર કરે છે. એ જ રીતે જંબૂકુમારે તે જ પ્રશ્નરૂપી શસ્ત્રનો વળતો ઉપયોગ આઠેય Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17 નવોઢાઓ ઉપર કર્યો. જંબૂકુમારે આઠેય પત્નીઓને પૂછ્યું કે, ‘મને તો તમારા ઉપર પ્રેમ-લાગણી જેવું કાંઈ નથી પણ તમને મારા ઉપર પ્રેમ છે ?’ ૮૩ ‘સ્વામિનાથ ! અમને જો આપના ઉપર પ્રેમ-લાગણી ન હોત તો આખી રાત આ મહેનત શા માટે કરત ?' ― 363 આઠેય નવોઢાઓને આ જવાબ સાંભળીને જંબૂકુમારે પૂછ્યું કે, ‘સાચો પ્રેમ કોને કહેવાય ? જેના ઉપર સાચો પ્રેમ હોય તેની ઉ૫૨ હક્ક-દાવો કરવાનું મન થાય કે તે જે કહે તે કરવાનું મન થાય ? જેના ઉપર પ્રેમ હોય તેને જે ગમે તે જ કરવાનું મન થાય તો સમજવું કે આ સાચો પ્રેમ છે.’ આ સાંભળીને આઠેય પત્નીઓએ કહ્યું કે, ‘અમને આપના પ્રત્યે અનહદ પ્રેમ છે માટે આપને જે ગમે તે કરશું, આપ જે કહેશો તે કરશું, અમે આપના માર્ગમાં ક્યાંય અવરોધ નહીં કરીએ. પણ સહયોગ કરશું.' જંબૂકુમારે કહ્યું - ‘મેં તો નિર્ધાર કર્યો છે, ઉગતી પ્રભાતે સંયમ સ્વીકારી ભગવાન શ્રી સુધર્માસ્વામીજીના ચરણોમાં જીવન સમર્પિત કરવું. શું તમે પણ તેમ જ કરશો ?' આઠેય પત્નીઓએ કહ્યું કે, ‘સ્વામિનાથ ! જે આપની ઈચ્છા એ જ અમારી ઈચ્છા. જે આપનો માર્ગ એ જ અમારો માર્ગ. અમે પણ આપના માર્ગે જ સંચરશું.’ કેવો સુંદર યોગ હશે ! કેવી એ જીવોની ઉત્તમતા હશે ! કેવાં એમનાં માતાપિતા હશે ! કેવા ઉત્તમ સંસ્કારોનું એમણે સિંચન કર્યું હશે ! જેમાંથી આ ઉત્તમ પરિણામ નિપજી શક્યું. નવેનાં મા-બાપ રાહ જોઈને બેઠાં હતાં કે નિર્ણય શું થાય છે. સવારે નવેયનાં માતા-પિતાને ખબર પડી કે આ બધાં જ પ્રભુ વીરના પંથે સંચરવા સજ્જ બન્યાં છે, ત્યારે તેમને થયું કે ઉગતી વયમાં આપણાં સંતાનો જો આ રીતે સંસાર છોડીને જો પ્રભુ વીરના પંથે સંચરતાં હોય તો આપણાથી હવે આ સંસારમાં કેમ રહેવાય ? જે એમનો માર્ગ તે જ આપણો માર્ગ. વચ્ચે ૫૦૦ ચોરોની પણ વાત આવે છે, પણ એ વાત હમણાં કરતો નથી. લગ્નનો વરઘોડો એકનો હતો. અને દીક્ષાનો વરઘોડો પ૨૭ મતાંતરે ૫૨૮નો હતો. લગ્ન કર્યા પછી સંસાર માણવા ઘણું રાખવાનું હતું. આજે બધું છોડીને જવાનું હતું. કેવો હશે એ વરઘોડો ? ગઈકાલે જેમણે લગ્નની - Page #103 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! અનુમોદના કરી-કરીને કર્મનાં બંધનો બાંધ્યાં હતાં, તેમનાં બંધનો તો તૂટ્યાં પણ બીજા કેટલાંયનાં મોહનાં બંધનો તૂટી જાય તેવો એ પ્રસંગ હતો. ૫૨૭ની એક સાથે દીક્ષા થતી હશે, એ પળ કેવી હશે ? એ દૃશ્ય કેવું હશે ? ૮૪ ૨. ww 364 જંબૂકુમાર છેલ્લા કેવળી હતા આ અવસર્પિણીના. કવિએ અહીં કલ્પના કરી છે કે આઠ-આઠ પત્નીનો ત્યાગ કરીને જે સૌભાગ્ય મેળવ્યું તેને કારણે મુક્તિ રમણીને ય થયું કે આવો પતિ મને મળ્યો... હવે મારે બીજો કોઈ ન જોઈએ, એથી મુક્તિએ પોતાનાં દ્વાર બંધ કરી દીધાં. જંબૂકુમારે ૫૨૭ સાથે શ્રી સુધર્માસ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. આત્મોત્થાનની સાધનાનો પ્રારંભ કર્યો. રત્નત્રયીની ઉજ્જ્વળ સાધનામાં રત બન્યા. પાત્રતાને પ્રગટ કરી, સાચા શિષ્યત્વને પ્રદીપ્ત કર્યું. શ્રી સુધર્માસ્વામીના જ્ઞાનવારસાના એ ઉત્તરાધિકારી બન્યા. આગળ વધીને પોતાના સમગ્ર વ્યક્તિત્વને શ્રી સુધર્માસ્વામીમાં ઓગાળીને શ્રી સુધર્માસ્વામીના સમગ્ર વ્યક્તિત્વને પોતામાં પ્રતિબિંબિત કર્યું અને પૂરા ચતુર્વિધ શ્રીસંઘના યોગક્ષેમના અધિકારી બની અંતે મુક્તિ૨માના, સિદ્ધિવધૂના તેઓ સ્વામી બન્યા. શ્રમણ જીવનના સાધનાકાળમાં જંબુસ્વામી નત મસ્તકે હાથ જોડીને શ્રી સુધર્માસ્વામીજીનાં ચરણોમાં બેઠા હતા. શ્રી સુધર્માસ્વામીજીએ જંબુસ્વામીને ઉદ્દેશીને કહ્યું કે, શ્રમણ ભગવાન શ્રી મહાવીરનાં ચરણોની સેવા કરતાં-કરતાં જે મોક્ષમાર્ગની મને પ્રાપ્તિ થઈ, જે અધ્યાત્મ વિદ્યા, યોગ વિદ્યાને મેં સંપ્રાપ્ત કરી, તે મારે તને આપવી છે. કેવું સદ્ભાગ્ય હશે કે એ અધિકાર જંબુસ્વામીને મળ્યો ? હવે તે પદોને યાદ કરો ? ‘વ્રુત્ત્વિજ્ઞ’ કહેનાર કોણ હતા ? અને એ પદોને સાંભળનાર કોણ હતા ? એ શબ્દોની તાકાત કેવી હતી ? જેમ જેમ મોટા માણસ કહે તેમ તેમ તે શબ્દોની તાકાત વધતી જાય છે. કોઈ રસ્તે જતો માણસ, તમને કહે ‘જોઈ લઈશ’ અને કોઈ મોટો ગુંડો કહે કે જોઈ લઈશ,’ કોઈ મુંઝવણ ઉભી થઈ હોય ત્યારે સાવ સામાન્ય માણસ કહે કે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે અને કોઈ મોટો માણસ કહે કે ‘બધું સારું’ થઈ જશે. તો ફરક પડે ને ? તેમ હું તમને કહું અને એ શબ્દો જ્યારે શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યા હશે તો તેની ગરીમા, તેનું ઉંડાણ કેવું હશે ? Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૫ - ૪ઃ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17 – 365 પ્રમાદ સૌએ છોડવા જેવો: શાસનશિરતાજ ગૌતમ ગોત્રી ઈન્દ્રભૂતિજીને પણ ભગવાને “સમર્થ જોયા મા પમાયણ' એમ કહ્યું અને આજે આપણને કોઈ કહે, બેમાં કેટલો ફરક પડે ? ગૌતમસ્વામી જેવા શાસન શિરતાજને ઉદ્દેશીને ભગવાન શ્રી મહાવીરદેવે આ શબ્દો શા માટે પ્રયોજ્યા હતા ? શું એ પ્રમાદી હતા ? આપણે જેને પ્રમાદ સમજીએ છીએ તે અર્થમાં તેઓ લેશ પણ પ્રમાદી ન હતા. પરંતુ આત્મભાવરમણતાથી લેશ પણ ખસવું, સમત્વથી અંશમાત્ર દૂર થવું, એ પણ એક જાતનો સૂક્ષ્મ પ્રમાદ જ છે. એ પ્રમાદને લક્ષ્યમાં રાખીને પ્રભુએ આ શબ્દ પ્રયોજ્યા હતા. માટે જ સાતમાં ગુણસ્થાનકને અપ્રમત્ત ગુણસ્થાનક તરીકે ઓળખાવ્યું છે અને છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમત્ત ગુણસ્થાનક તરીકે ઓળખાવ્યું છે. ઉચ્ચતમ સાધના કરનારો પણ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે હોય ત્યારે તે પ્રમત્ત કહેવાય છે અને એ જ્યારે સાતમે ગુણસ્થાનકે પહોંચે ત્યારે જ એ અપ્રમત્ત કહેવાય છે. છટ્ટ ગુણસ્થાનકે પણ પ્રમાદ છે. જ્યાં સુધી સાધક છટ્ટ ગુણસ્થાનકે છે ત્યાં સુધી ગુરુ અનુશાસન કરે છે. ક્યાંય પ્રમાદ ન નડે અને સતત જાગ્રત રહેવાય તે માટે ઉપદેશ છે. અહીં (છઠે ગુણસ્થાનકે) નિરંતર આત્મ પરિણતિમાં વિલસવાનું છે, આત્મિક ભાવોમાં સંચરવાનું છે અને આત્માનું સંવેદન કરવાનું છે. સાતમું ગુણસ્થાનક માત્ર એક નાનું અંતમુહૂર્ત ટકે છે. અંતરમુહૂર્તથી વધારે ટકી શકતું નથી, જાવ કાં તો આઠમેં પણ જો આઠમેં ન જવાય તો આવો પાછા છટ્ટે. આઠમેં ત્યારે જ જઈ શકાય કે જ્યારે સામર્થ્ય યોગ પ્રગટે. જ્યાં સુધી સામર્થ્યયોગ પ્રગટતો નથી ત્યાં સુધી સામાવાળાને છટ્ટ આવ્યા વગર આરોવારો નથી. જાગૃત દશાવાળા છઠ્ઠા ગુણસ્થાનકવાળા એ મહાત્માઓનો પુરુષાર્થ ફરી સાતમે જવાનો હોય છે અને સાતમે જઈને ફરી પાછા નીચે છછું આવે છે. બગીચામાં હિંચકા જોયા હશે ? ઘરના હિંચકા ને બગીચાનાં હિંચકા બહુ જુદા હોય છે. બાળકો બરાબર આવડત ને તાકાતનો ઉપયોગ કરીને બગીચાના એ હિંચકાને એક દિશામાં ઊંચે ટોચ સુધી લઈ જાય અને બીજી તરફ પણ એ જ રીતે ટોચ ઉપર લઈ જાય, તે બે ટોચની અવસ્થા તે સાતમું ગુણસ્થાનક અને વચ્ચેનો ગાળો તે છઠ્ઠ ગુણસ્થાનક. વચ્ચે રહેનાર બાળક ટોચ ઉપર જવાની મહેનતમાં હોય તેમ અહીં પણ છછું રહેલો સાધક ટોચ ઉપર જવાની જ મહેનતમાં હોય. Page #105 -------------------------------------------------------------------------- ________________ – ૨ – આતમ જાગો ! – - 365 શ્રમણ જીવનનો સાધક પ્રતિપળ અપ્રમત્ત દશાની ટોચે પહોંચવા યત્નશીલ હોય, જ્યારે તેમાં તે સફળ બને ત્યારે તેની તે ટોચ કક્ષાની અપ્રમત્તતા એ સાતમું ગુણસ્થાનક અને એ સાતમું ગુણસ્થાનક જતાં જ વળી પાછું સાતમે પહોંચવાનો પુરુષાર્થ તે છઠું ગુણસ્થાનક. છછું ગુણસ્થાનકે રહેલા સાધકને પણ છઠ્ઠા ગુણસ્થાનકમાં બહુ રહેવું નથી અને એને તો સાતમા વગેરે ગુણસ્થાનકે જ પહોંચવું હોય છે. પણ સાતમું ગુણસ્થાનક એવું છે કે, સાધક ત્યાં લાંબો સમય રહી શકતો નથી. આવા સાધકને સતત સાતમે જવાની પ્રેરણા આપવા માટે જ “સમાં યમ ના પમાયણ’ પદ છે. શબ્દ એક અર્થ અલગ: ઉપદેશ એક મર્મ અલગ : છઠું ગુણસ્થાનક પ્રમત્ત અવસ્થા છે, ત્યાં અતિચારની સંભાવના છે, પ્રમાદની સંભાવના છે પડવાની પણ સંભાવના છે માટે જ ભગવાન શ્રીમહાવીરે જેમ શ્રી ગૌતમસ્વામીજીને કહ્યું “સર્વ નાયમ મા પમાયણ' એ જ રીતે અહીં શ્રી સુધર્માસ્વામીજી જંબૂસ્વામીને કહે છે કે, “ક્સિજ્ઞ' જાગો ! બોધ પામો ! આ પણ પહેલેથી છકે ગુણસ્થાનકે રહેલા દરેક સાધક માટે ઉપકાર છે. જ્યારે જ્યારે કોઈપણ પ્રકારનો નાનો-મોટો પ્રમાદ આત્મસ્વરૂપ ભૂલાવે ત્યારે ત્યારે આત્મસ્વરૂપની જાગૃતિ-અનુભૂતિ માટેનો આ સંદેશ - ઉપદેશ છે. પહેલે, ચોથે, પાંચમે અને છટ્ટ ગુણસ્થાનકે રહેલાને પણ કહેવાય કે “ટ્ટિા', પણ બધાનો અર્થ-ઉંડાણ. વ્યાપ દરેકની ભૂમિકા મુજબ જુદા-જુદો હોય. જેમ ખુમચો કરી કમાતો હોય તેને કહેવાય કે વેપાર બરાબર કરજો, ગલ્લોલારી કરતો હોય તેને પણ કહેવાય કે વેપાર બરોબર કરજો અને લાખો-કરોડો અબજોનો વેપાર કરનારને પણ કહેવાય કે વેપાર બરોબર કરજો. બધાને કહેલ “બરાબર’ શબ્દની તરતમતા સમજાય છે ? ત્યાં જેમ દરેકને વાક્ય તો એક જ કહેવાયું કે વેપાર બરાબર કરજો. આમ છતાં દરેકને કહેવાયેલ બરાબર શબ્દનો તેમની તેમની ભૂમિકા, કક્ષા, ક્ષમતા મુજબ અર્થ જુદો જુદો થાય છે, તેમ અહીં પણ તરતમતા છે. શ્રી સુધર્માસ્વામીજી જંબૂસ્વામીને “ક્રિા', કહે તો તેનો અર્થ કયો? અને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૭ - ૪ ઃ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17 – 367 એ જ પદ ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમસ્વામી, સુધર્માસ્વામી વગેરે ગણધર ભગવંતોને કહેતા હશે તો તેનો મર્મ શું? અને આજે આપણને પણ આ પદો સંભળાવવામાં આવે તો એનો અર્થ શું ? આ બધું આપણે ઊંડાણથી સમજવાનું છે. એ માટે આપણે “જ્ઞિ ' પદને બરોબર સમજી લઈએ. જે વખતે આ પદ આવે તે વખતે મહાન પ્રકાશ દેખાવો જોઈએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાવું જોઈએ, આત્માની નિર્મળ અવસ્થા દેખાવી જોઈએ. આત્માના ઉજ્જવળ પર્યાયો દેખાવા જોઈએ. જે આત્માનું સ્વરૂપ દેખાય છે તે આપણા ખુદનું છે, તે અંદર જોવાનું છે. પહેલે ગુણસ્થાનકે અપુનબંધક અવસ્થામાં આત્મસ્વરૂપની જે ઝાંખી થાય છે, સમ્યગ્દર્શનના સહારે જે આત્માનું દર્શન થાય છે, એનાં કરતાં અપ્રમત્ત દશામાં જે આત્માનું દર્શન થાય છે તે અતિવિશિષ્ટ કોટિનું થાય છે. મિથ્યાત્વના કાળમાં આત્મદર્શન બહુ અલ્પ થાય છે, તે પણ મિથ્યાત્વની મંદતાથી થાય છે. ચોથે ગુણસ્થાને શ્રદ્ધાનું આવરણ નથી પણ અવિરતિનું આવરણ ઊભું છે. છટ્ઠ અવિરતિનું આવરણ નથી પણ પ્રમાદ છે. સાતમે પ્રમાદનું આવરણ નથી પણ કષાયોનું આવરણ છે અને વીતરાગ બન્યા પછી જે આત્મદર્શન થાય છે તેમાં કષાયોનું આવરણ પણ નથી માટે સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા પછી જે આત્મદર્શન થાય તે ઉત્કૃષ્ટ આત્મદર્શન હોય છે. કારણ કે તેમાં જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - મોહનીય ને અંતરાય આ ચાર પૈકી એક પણ ઘાતિકર્મોનું આવરણ હોતું નથી. આત્મદર્શન કરવામાં નડતરભૂત હોય તો આ ઘાતિકર્મો છે. એ ઘાતિકર્મો જ આત્મદર્શન-પરમાત્મદર્શન કરવામાં અવરોધક બને છે. માટે જ યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજે પ્રભુને ફરીયાદરૂપે કહ્યું છે કે, “ઘાતી ડુંગર આડા અતિઘણા, તુમ દરિસણ જગનાથ.' જે જાગ્યો છે, જેને આત્મદર્શનની તલપ લાગી છે, તેને જ ઘાતિ ડુંગર અવરોધરૂપ જણાય છે. બાકી જેઓ જાગ્યા નથી, જેને આત્મદર્શનની તલપ જાગી નથી, તેને ઘાતિ ડુંગરની નડતરનો અનુભવ થતો નથી. આત્મદર્શનમાં અવરોધક ઘાતિ ડુંગર જેના દૂર થઈ જાય તેઓ તો ધન્ય છે જ, પણ જેઓને એ ઘાતિ ડુંગર નડતરરૂપ અનુભવાય છે, તેઓ પણ ધન્ય છે. કેમકે તે જ તેને Page #107 -------------------------------------------------------------------------- ________________ ८८ - ૨ - આતમ જાગો ! - 368 દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને એ જ એક દિવસ એ નડતર દૂર કરી ચોક્કસપણે આત્મસ્વરૂપનું દર્શન કરે છે. આત્મદર્શન કરવા માટે આંખ ખુલ્લી રાખવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ યોગ અને પ્રમાદના ભારથી આ આંખ બંધ ન થઈ જાય તેને માટે સતત કાળજી રાખવાની છે. આત્માની ઓળખ એટલે સાધનાની શરૂઆત : આત્મદર્શન કરવા માટે પહેલાં આત્મા ઓળખીએ, આત્માને પીછાણીએ. જ્યારે આત્મા ઓળખાશે ત્યારે આત્માને લાગેલાં બંધનો પણ ઓળખાશે. પછી થશે કે “આત્મા જેવો છે તેવો કેમ નથી દેખાતો ? કાંઈક વિંટળાયેલું - લાગેલું છે, તે શું છે ?' આત્માને વળગેલાં બંધનોને ઓળખવા એ પણ આત્મદર્શન માટેની સાધના છે. આત્માને ઓળખ્યો એટલે એક પગથિયું ચડાયું, પણ એટલા માત્રથી કામ પતતું નથી. આત્માની ઓળખથી સાધનાની શરૂઆત થાય છે અને બંધનને ઓળખવાથી સાધના આગળ વધે છે. માત્ર આત્માને ઓળખવાથી કામ નથી થતું, બંધનો ઓળખવાં પડે છે. જે ક્યારેય બંધન જોવાનો પ્રયત્ન કરતા નથી તે વીતરાગતાના સાધક બની શકતા નથી. માત્ર આત્માની વાતો કરીને જે સોહેં-સોહ, કર્યા કરે છે, શુદ્ધોડાંબુદ્ધોડહં કર્યા કરે છે પણ બંધનને ઓળખવાનો પ્રયત્ન જ નથી કરતા, તેણે આત્માને જાણ્યો જ નથી. જો આત્માને જાણ્યો હોત તો તેને વળગેલાં બંધનોને જોવાની-જાણવાની ઈચ્છા જાગી જ હોત ! અને એ પછી જો બંધનો જોયાંજાણ્યાં હોત તો બંધનો તોડવાની ભાવના જાગી જ હોત ! જે દર્શનો, મતો કે પંથો માત્ર આત્માની જ વાત કરે પણ તેનાં આવરણોને જાણે જ નહિ, તેને જોવા-જાણવા, તોડવાની વાત કરે જ નહિ, તે માટેનો માર્ગ બતાવે જ નહિ તે દર્શન, દર્શન જ નથી. આત્માની સાથે બંધનોને ઓળખવાં જરૂરી છે. બંધનો જાણવાં અલગ છે અને બંધનોને ઓળખવાં તે અલગ છે. બંધનને ઓળખવાં એટલે ચારે બાજુથી, દરેક પ્રકારે, સર્વાગ શોધ દૃષ્ટિથી ઓળખવાનાં છે. જે આત્માને ઓળખે છે તે સાધનાના પહેલે પગથિયે છે. આત્માને ઓળખ્યા બાદ જે બંધનોને જાણે છે, ઓળખે છે તે સાધનાનાં બીજે પગથિયે છે. બંધનો Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૯ - ૪ઃ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી બૂસ્વામી - 17 – 369 જાણ્યા, ઓળખ્યા પછી ત્રીજે પગથિયે સાધકને આદેશ કરવામાં આવ્યો કે - તિક્િar' - તોડી નાંખો. આ રાજનીતિની ભાષા છે તેને અધ્યાત્મની દિશામાં વાળવાની છે. રાજનીતિમાં કહેવાય છે કે, શત્રુને જોઈ લીધો પછી જીવતો જવા ન દેવાય. તેને પૂરો કર્યો જ છૂટકો ! અહીં અધ્યાત્મ જગતમાં આપણા શત્રુ કયા છે ? રાગ-દ્વેષ, વિષય, કષાય, માટે જ મહામંત્ર નવકારમાં મૂળ પદ છે અરિહંત. શત્રુઓનો નાશ કરનારા. આમાં બાહ્ય શત્રુઓની વાત નથી, આંતરશત્રુઓની વાત છે. જાગો, જાણો ને તોડો આ ત્રણ કામ કરવાનાં છે. શ્રી સુધર્માસ્વામીજીએ આ વાત કરી કે તરત જંબુસ્વામીને જિજ્ઞાસા જાગી. વાંચના પછી પૃચ્છના સ્વાધ્યાય આવે ને ! આ સાચી પૃચ્છના હતી. તેમણે પૃચ્છા કરી - “વિમાદ વંધvi વીરો ?' “ગુરુદેવ ! જે ભગવાનનાં ચરણોની સેવા આપે કરી, જેમનું ઉપનિષદ આપ પામ્યા, તે વીર પ્રભુએ બંધન કોને કહ્યાં છે ? તેને કઈ રીતે જાણવાં જોઈએ, કઈ રીતે તોડવાં જોઈએ !' આ પ્રશ્ન જંબુસ્વામીએ શ્રી સુધર્માસ્વામીને કર્યો છે. આતમ જાગો ! બંધન જાણો, બંધન તોડો' - આ વાત સાંભળી જંબુસ્વામીને જેમ જિજ્ઞાસા જાગી કે, “ભગવાન મહાવીરે બંધન કોને કહ્યાં છે ? અને એને તોડવાનો ઉપાય કયો બતાવ્યો છે ?” તેવો કોઈ પ્રશ્ન તમને જાગ્યો ? જેને બંધનો જાણીને તોડવાની ઈચ્છા જાગે તેને જ “કઈ રીતે તોડવા” એની જિજ્ઞાસા જાગે ! જેને સમ્યગ્દર્શન પ્રગટે તેને બંધન જાણવાનું તરત મન થાય. એને ચોવીશ કલાક થાય કે ભગવાન મહાવીર પરમાત્માએ બંધન કોને કહ્યું છે ! તે બંધનને કઈ રીતે જાણું ? તે બંધનને કઈ રીતે તોડું ? તે માટે નિરંતર ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા જાગવી જોઈએ. ઘરમાં સાપ પેસી ગયો હોય તો શું કરો ? પહેલાં તેને શોધવો પડે ? કેવી રીતે શોધો ?ખૂણે-ખાંચરે, બધું ઉંચું નીચું કરીને શોધો ? કોઈ ખૂણો બાકી રહી ન જાય, તેની કાળજી રાખો. જેવો દેખાય કે તરત પકડીને બહાર મુકવાનો જ પ્રયત્ન કરો ? આ સભામાં કોઈ બે મોટા ચોરો ઘૂસી ગયા છે, એવા સમાચાર મળે તો શું કરો ? બધાની સામે તાકી-તાકીને જુઓ ? આ તો નહિ હોય ને ? Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ર - આતમ જાગો ! -- 370 એક-એક વ્યક્તિને જુઓ ? ત્યાં જેમ ચોરાઈ જવાનો ડર છે તેમ સાધકને અહીં ડર લાગવો જોઈએ. તેવું અહીં થવું જોઈએ. અનાદિથી મને વળગેલાં બંધનોને કઈ રીતે ઓળખું ને કઈ રીતે તોડું ? આ જ કામ કરવાનું છે. આજના ચિંતનનો મુદ્દો યાદ રાખો ! હું આત્મા છું, બંધનોથી અવરાયેલો છું. આ બંધનોને મારે ઓળખવાં છે, એને ઓળખીને મારે તોડવાં છે. એને ઓળખવાનો માર્ગ કયો ? એને તોડવાનો માર્ગ કયો? ક્યારે અને કઈ રીતે એને ઓળખીશ અને ક્યારે, કઈ રીતે એને તોડીને આત્મસ્વરૂપનું દર્શન કરીશ ? આ ચિંતન આજે કરવાનું છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫ - બઘન અને બઘનનાં શeણો : 18 - મિથ્યાત્વ અને અવિeતિ - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૯, શુક્રવાર, તા. ૧૩-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • જેનાથી આત્મા બંધાય તે છે બંધન : • અવિરતિ : • આત્મા સાથે એકમેક બને તે કર્મ બંધન : • આ લવાર મિથ્યાત્વની હાજરી સૂચવે છે : • કષાય પરવશ જીવ કર્મબંધન કરે : • શેર એક, પાપ આખી મીલનું : • કર્મબંધનાં કારણો : • પરિગ્રહ છોડીને આવ્યા બાદ પણ • મિથ્યાત્વ : પરિગ્રહ કઈ રીતે ? • ચાર કષાયોનો ચાર-ચાર પ્રકાર : • ભરતજીનું ભાવવિશ્વ : • સૌથી તગડો છે મિથ્યાત્વ : • સમકિતીની ભાવના સ્વજનો પરનો રાગ તૂટે તો સારું : વિષય : આત્માનો મોટો દુશ્મન : મિથ્યાત્વ. જાગીને આત્માને જાણ્યા પછી કામ બંધનને જાણવાનું હોઈ આ પ્રવચનમાં બંધનનું સ્વરૂપ, પ્રકારો, તેનો ઉદ્ભવ થવાનાં કારણો અને તેને તોડવાના ઉપાયોનું વર્ણન શરૂ થયું છે. પ્રથમ બંધનની વ્યાખ્યા કરાઈ છે. પછી કર્મરૂપ બંધનના પેટા પ્રકારો દર્શાવ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ વગેરે તેમજ કારણમાં કાર્યનો ઉપચાર કરીને પરિગ્રહ, આરંભ વગેરેને અહીં બંધનરૂપ બતાવ્યાં છે. એમાં ય મિથ્યાત્વ' નામના બંધનને સવિગતે ઓળખાવ્યું છે. પરમાત્માએ અને પરમતારક ગુરુદેવે ‘મિથ્યાત્વ' ઉપર પ્રહારો કેમ કર્યા છે ? - તેની કારણમીમાંસા પણ અહીં કરાઈ છે. આગળ વધી ‘અવિરતિ' બંધનની પણ વ્યાપક સમજ આપી છે. ભરત-બાહુબલીજી અને મહાસતી સીતાજી-રામચંદ્રજી જેવાં પ્રસિદ્ધ દષ્ટાંતોનો પ્રસ્તુત વિષય સ્પષ્ટ કરવા ખૂબી પૂર્વક ઉપયોગ કરાયો છે. પ્રવચનનું પ્રતિબિંબ * તમે જેને તમારા આત્માનો અવાજ માનો છો, તે તમારા આત્માનો નહિ પણ તમારા ઉપર કબજો જમાવી બેઠેલા મોહનો, રાગાદિ ભાવોનો અવાજ છે. * જીવ જ્યારે કષાયને પરવશ બને છે ત્યારે કર્મો જીવને સતત બાંધ્યા જ કરે છે. * જેવો જીવ, જેવા એના સંસ્કાર એવી એની વૃત્તિ-પ્રવૃત્તિ બેય ઊંઘમાં થતી હોય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुज्झिज तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' ‘શ્રી સુધર્માસ્વામી બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫ : બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ અનંત ઉપકારી, ચરમ તીર્થપત્તિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના ૫૨માર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ જંબૂસ્વામીને ઉદ્દેશીને આત્માને જાગ્રત થવા માટેનો ઉપદેશ આપ્યો. જંબૂસ્વામીને ઉદ્દેશીને કહ્યું ‘બોધ પામ ! જાગ્રત થા ! સ્વયં પોતાને જોઈ લે ! જાતને ઓળખી લે ! તારું સ્વરૂપ શું છે બરાબર પીછાણી લે. તેમાં જે વિકૃતિ દેખાય છે તે પણ પીછાણી લે. તે બંધન છે. તે બંધનને સમ્યક્ પ્રકારે જાણી લે. બંધનને ઓળખીને મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કર !' અનાદિકાળથી પોતાના સ્વરૂપને ગુમાવી બેઠેલા આત્માઓ, પોતાના સ્વરૂપના ભાનને પણ ગુમાવી બેઠેલા આત્માઓ, બેભાન બનેલા આત્માઓને જગાડવા માટે મહામંત્ર તુલ્ય આ ‘બુદ્ધિજ્ઞ' પદ કહ્યું છે. આ મહામંત્ર માત્ર જંબૂસ્વામીને જ (એમને જ) કહ્યો છે એવું નથી, મહાપુરુષોની કરુણા એટલી વ્યાપક સ્તરે પહોંચેલી હોય છે કે કોઈ ચોક્કસ એક જીવને ઉદ્દેશીને વાર્તાલાપ (ઉપદેશ આપતા ત્યારે) કરાતો હોય ત્યારે પણ વિશ્વના તમામ જીવો તેમની આંખ સામે તરવરતા હોય છે. ‘વ્રુત્ત્વિજ્ઞ’ નો આ નાદ, આ આધ્યાત્મિક ધ્વનિ અવિરતપણે ૨૧,૦૦૦ હજાર વર્ષ સુધી ભવ્યાત્માઓને જગાડ્યા ક૨શે. આપણે પણ જાગવું છે અને એ માટે આ આધ્યાત્મિક ધ્વનિને સાંભળવા માટે આપણે આપણા ઉપયોગને સુદૃઢ બનાવવો છે. સ્થિર અને એકાગ્ર બનાવવો છે. શ્રી સુધર્માસ્વામીજી જંબુસ્વામીના માધ્યમથી આપણને સ્વતરફ નજર કરવાનું કહી રહ્યા છે, આત્માને જાગવાનું અને જોવાનું કહી રહ્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ રે આતમ જાગો ! આત્માની વિકૃતિનું મૂળ જો કોઈ હોય તો તે બંધન છે. તે બંધનને જાણો ! ઓળખો અને પછી તમારી જેટલી તાકાત હોય, સામર્થ્ય હોય, મન-વચનકાયાનું બળ હોય તે બળનો ઉપયોગ કરીને, આત્મવીર્યને જોડીને એ બંધનોને તમે તોડી નાંખો ! આ વાર્તાલાપ શ્રી સુધર્માસ્વામીજી અને જંબુસ્વામી વચ્ચે થયો છે. ૯૪ આપણે જો આપણી જાતનું શ્રીજંબુસ્વામી સાથે જોડાણ કરીએ તો આપણા સૌના વતી અને જો જોડાણ ન કરીએ તો તેમના પોતાના વતી તેમણે પ્રશ્ન કર્યો કે ‘હે પ્રભો ! જે ભગવાન મહાવીરનાં ચરણોની આપે અખંડપણે જીવનભર સેવા કરી છે, જેમની પાસેથી આપે આ બોધ પ્રાપ્ત કર્યો છે, જેમની પાસેથી આ અનુપમ અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી છે તેમણે બંધન કોને કહ્યું છે ? તે બંધન શું છે ? અને તેને તોડવાના ઉપાયો કયા છે ?' આ પ્રશ્નના ઉત્તરરૂપે શ્રી સુયગડાંગ સૂત્રની રચના કરાઈ છે. બંધનનું સ્વરૂપ, પ્રકારો, ભેદો, તેનાં-બંધનાં કારણો, તેનાથી બચવાના ઉપાયો, તેને તોડવાના માર્ગો, વગેરે બાબતો આમાં બતાવવામાં આવી છે. જેનાથી આત્મા બંધાય તે છે, બંધન : 'बध्यते परतन्त्रीक्रियते आत्माऽनेनेति बन्धनम् ।' ‘જેના દ્વારા આત્માને બાંધવામાં આવે છે, પરતંત્ર કરવામાં આવે છે, તે બંધત છે.’ 374 જેનો સ્વભાવ સ્વતંત્ર છે, જેનું સ્વરૂપ સ્વતંત્ર છે, તેવા આત્માને જે બાંધે છે અને પરતંત્ર બનાવે તેનું નામ છે બંધન. આ બંધનની પહેલી વ્યાખ્યા છે. આના ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે આપણું સ્વરૂપ સ્વતંત્ર છે પણ આજ સુધી આપણને આપણા સ્વરૂપનો અનુભવ કરવા નથી મળ્યો. કારણ કે આપણને કોઈકે પરતંત્ર કર્યા છે. આજની મારી, તમારી, આપણી જે પણ વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃત્તિ છે, તે બંધનનું પરિણામ છે. આજે આપણી એક પણ પ્રવૃત્તિ આપણે સ્વતંત્રરૂપે નથી કરતા. તમે સાંભળો છો, તે સ્વતંત્ર પણે નહિ, તમે જુવો છો, તે સ્વતંત્રપણે નહિ, | Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૫ – ૫ બંધન અને બંધનનાં કારણે મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 375 તમે સંઘો છો. તે સ્વતંત્રપણે નહિ, તમે સ્વાદ કરો છો, તે સ્વતંત્રપણે નહિ, તમે સ્પર્શો છો, તે સ્વતંત્રપણે નહિ. જે કાંઈ ઈચ્છાઓ જાગે છે, તે તમારી પોતાની નથી. તમે જે દિશામાં દોડો છો, તે દોડ તમારી પોતાની નથી. તમે જે કાંઈ કરવા માંગો છો, કરો છો, સાંભળો છો, જુઓ છો, સુંઘો છો, બોલો છો, સ્પર્શી છો, વિચારો છો તે તમારી પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિ નથી પણ કોક તમારી પાસે કરાવે છે અને પરાધીનપણે એ બધું તમે કરો છો. આતંકવાદી, કોઈ વ્યક્તિને ઉઠાવીને લઈ જાય, લઈ ગયા પછી હાથમાં ટેલીફોન પકડાવે, લમણે રીવોલ્વર ધરી દે, નંબર જોડી આપે, સામે કાપલી ધરી દે, આમાં જે લખ્યું છે તે જ બોલવાનું અને “એક પણ અક્ષર આઘો-પાછો બોલ્યો છે તો આ રિવોલ્વર તારી સગી નહિ થાય. એવી કડક ધમકી આપી દે. પછી જે ફોન નંબર જોડી આપે તે બને કે તમારી પત્નીનો જ હોય અથવા તમારા મા-બાપ કે દીકરાનો જ હોય ! તેને તમારો જ અવાજ, તમારી જ સૂચના સંભળાતી હોય છે; પણ તે અવાજ કે સૂચના તમારી હતી ? તમારી પત્ની કે દીકરો કહે કે “અવાજ તમારો જ હતો. તમે કહ્યું તેમ જ કર્યું છે, તો તમે કહોને કે “દેખીતી રીતે અવાજ મારો હતો પણ એ બીજાના દબાણથી, ધમકીથી બોલાયેલો હતો. મારી ઈચ્છા મુજબની મારો અવાજ ન હતો.' આજે કેટલાક લોકો કહે છે, “મારા આત્માનો જે અવાજ આવે એને હું અનુસરું છું. મારે એમને પૂછવું છે કે, તમારા આત્માનો અવાજ તમારા સુધી પહોંચે છે ખરો ? તમે જેને તમારા આત્માનો અવાજ માનો છો, તે તમારા આત્માનો નહિ પણ તમારા ઉપર કબજો જમાવી બેઠેલા મોહનો, રાગાદિ ભાવોનો અવાજ છે. બંધનની પહેલી વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે સ્વરૂપથી આપણે સ્વતંત્ર છીએ છતાં આપણને કોઈકે પરતંત્ર બનાવ્યા છે અને જેણે આપણને પરતંત્ર બનાવ્યા છે, તે કર્મ છે અને તે કર્મ એ જ બંધન છે. આત્મા સાથે એકમેક બને તે કર્મ બંધન : કર્મગ્રંથ'ના રચયિતા પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે જે રીતે આ બંધનની વ્યાખ્યા આપી છે. તે જ રીતે “શ્રી સૂયગડાંગ સૂત્ર” અને તેની ટીકામાં પૂ. આ. શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ પણ બંધનની વ્યાખ્યા આપી છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૨ આતમ જાગો ! 'बध्यते जीवप्रदेशैरन्योऽन्यानुवेधरूपतया व्यवस्थाप्यते इति बन्धनम् । ज्ञानावरणीयाद्यष्टप्रकारं कर्म ।।' ‘આત્મપ્રદેશો સાથે જે બંધાય છે, આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરની જેમ એકમેક બનીને જે રહે છે, તે બંધન છે. જે જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારનાં કર્મ છે.’ આત્માના એક-એક પ્રદેશ સાથે જે એકમેક થઈ જાય તેનું નામ બંધન છે. કર્મોનો આ સ્વભાવ છે, જે આત્માની સાથે એકમેક થઈને આત્માને બાંધી લે છે. 376 દોરડાનું બંધન ઉપરનું હોય છે. કર્મનું બંધન અંદરથી હોય છે. આત્માના એક-એક પ્રદેશે. કર્મનાં અનંત-અનંત બંધનો વળગેલાં છે. તે પરિસ્થિતિમાં આત્માને કોણે મૂક્યો ? આંખે પાટા બંધાય, મોઢે ડૂચા ભરાય, હાથ-પગ બંધાય. આ પણ બંધન છે પણ આ તો બહારનાં બંધન છે. આત્માના અનંત પ્રદેશ અને તેના એક-એક પ્રદેશને જે બંધને બાંધ્યો છે, તે બંધન શું ? તેનું સ્વરૂપ શું ? તેનું નામ શું ? આવી જિજ્ઞાસા જાગી ત્યારે કહેવામાં આવ્યું કે તેનું નામ છે કર્મ ! તેણે આત્માના એક એક પ્રદેશને પરતંત્ર બનાવ્યા છે. એક પણ આત્મપ્રદેશને સ્વતંત્ર રહેવા દીધો નથી, બધાને ગુલામ બનાવ્યા છે. તે કર્મ, આઠ વિભાગમાં વહેંચાયેલું છે. જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, વેદનીયકર્મ, મોહનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાયકર્મ. આ રીતે કર્મ, આઠ વિભાગમાં વહેંચાયેલું છે. આ આઠ પ્રકારનું કર્મ, આત્માના એક એક પ્રદેશને જકડીને બેઠું છે. એક સમય પણ એવો નથી હોતો કે જેમાં આ આઠ પૈકીનાં સાત કર્મ આત્માને સતત બાંધતાં ન હોય. નિરંતર આત્માને એ બાંધ્યા જ કરે છે. એક આયુષ્ય કર્મ જ એવું છે કે જે આત્માને એક ભવમાં એકવાર જ બાંધે છે. બાકીનાં સાત કર્મ પ્રતિસમય બાંધે છે. મિનિટ નહીં, સેકન્ડ નહીં પણ સમય અને તે પણ પ્રતિસમય આત્માને બાંધે છે. સમય એટલે ? એક ચપટી વગાડો તેમાં અસંખ્ય સમય થઈ જાય. જૈનશાસનનું ગણિત ભણશો એટલે ખબર પડશે કે અસંખ્ય કોને કહેવાય ? Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૭ – ૫ : બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 377 સમયના ગણિતને સમજવા માટે શાસ્ત્રમાં એક દષ્ટાંત આપ્યું છે. એક કદાવર માણસ હોય, એ બરાબર સશક્ત હોય, દરરોજ કસરત કરતો હોય, એવો પહેલવાન તીક્ષ્ણમાં તીણ છરી લઈને કોમળમાં કોમળ કમળની સો પાંદડીઓને એક ઝાટકે વિંધે તો આ સો પાંખડીને વિંધતાં કેટલો સમય વીતે ? એના જવાબમાં કહ્યું કે અસંખ્ય સમય વીતે. આ પછી પૂછ્યું કે, એક પાંખડીથી બીજી પાંખડી વિંધતાં વચ્ચે કેટલો સમય પસાર થાય ? એના જવાબમાં પણ કહ્યું કે અસંખ્ય સમય થાય અને એ પછી પણ પૂછુયું કે, એક જ પાંખડીના ઉપરના પડથી નીચેનું પડ વિધતાં કેટલો સમય લાગે ? તો એના જવાબમાં પણ કહ્યું કે, અસંખ્ય સમય લાગે. આના ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે સમય કેટલો સૂક્ષ્મ છે ? આવા એક એક સમયમાં આત્મા ઉપર સાત-સાત કર્મો બંધાય છે. સભા છુટે પણ ખરાં ને ? કાઢો બકરું ને પેસે ઉંટ જેવી સ્થિતિ છૂટવાની સામે બંધાવાની હોય છે. જે છૂટ્યાં તેનું પ્રમાણ સાવ નગણ્ય છે. તમે જાગતા હો કે ઉંઘતા હો, ખાતા હો કે પીતા હો, ભાનમાં હો કે બેભાન હો, દરેક સ્થિતિમાં આ સાત કર્મો સતત બંધાયા જ કરે છે, આત્માને બંધનો બંધાવાનાં ચાલુ જ છે અને આત્મા તેમાં બંધાયા જ કરે છે. સભા : ઓટોમેટીક બંધાય છે ? કર્મબંધ થવાની ચોક્કસ પ્રક્રિયા છે. જેમ દવાની ગોળી મોઢામાં મૂકતાં જ એ પોતાનું કામ ચાલુ કરી દે છે અને દર્દના સ્થાન સુધી પહોંચી ચોક્કસ સમયે ચોક્કસ અસર ઉભી કરે છે, તેવું અહીં છે. દવા જેમ પુદ્ગલ છે તેમ કર્મ પણ પુદ્ગલ છે. દવાની જેમ તેનો પણ પોતાનો ચોક્કસ સ્વભાવ છે, એ ચોક્કસ રીતે આત્મા સાથે જોડાય છે. ચોક્કસ સમય સુધી આત્મા સાથે જોડાયેલા રહે છે, ચોક્કસ સમયે ચોક્કસ પ્રકારનો પોતાનો પ્રભાવ બતાવે છે અને ચોક્કસ સમયે ચોક્કસ રીતે આત્માથી છૂટું પડે છે. એનું પણ પોતાનું વિશિષ્ટ વિજ્ઞાન છે. એ જાણવા માટે તમારે ઊંડાણથી કર્મગ્રંથોનું અધ્યયન કરવું જરૂરી છે. અહીં કાંઈપણ એમને એમ નથી બનતું, બધું એની રીતે જ અને એના સમયે જ બને છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ - ૨ - આતમ જાગ ! – –– – 378 કષાય પરવશ જીવ કર્મબંધન કરે : સભા તે જીવને કઈ રીતે બાંધે છે ? આ અંગે “શ્રી તત્ત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં લખ્યું છે કે, 'सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते स बन्धः ।' ‘કષાયને પરવશ થયેલો જીવ કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે, તેને બંધ કહેવાય છે.” જીવ જ્યારે કષાયને પરવશ બને છે ત્યારે કર્મો જીવને સતત બાંધ્યા જ કરે છે. આ કષાયો ક્રોધના સ્વરૂપે હોય કે માનના સ્વરૂપે હોય, માયા-પ્રપંચ-કપટના સ્વરૂપે હોય કે દુનિયાના કોઈ પણ પદાર્થ પ્રત્યેના લોભના સ્વરૂપે હોય; જ્યારે જ્યારે કષાય કોઈપણ સ્વરૂપે સક્રિય બને ત્યારે ત્યારે તે કષાયોની વૃત્તિને કારણે આત્મા સતત બંધાયા કરે છે. સભા બેભાન દશામાં કર્મબંધ કેવી રીતે થાય ? બેભાન વ્યક્તિનો ભલે તમારી સાથેનો સંબંધ તુટી ગયો હોય પણ અંદર તો બધુ ચાલુ જ છે. બેભાનનો મતલબ તમારો સંદેશો તેના સુધી પહોંચતો નથી અને તેનો સંદેશો તમારા સુધી પહોંચતો નથી એટલે તમારો અવાજ- તમારો ચહેરો - તમારો સ્પર્શ એના સુધી પહોંચતો નથી અને તેની પોતાની અનુભૂતિઓ, સંવેદનાઓ તે તમારા સુધી પહોંચાડી શકતો નથી; આમ છતાં અંદર તો બધી ક્રિયા બરાબર ચાલુ જ છે. ઝાડો-પેશાબ બરાબર ચાલે છે ? હૃદયનું ધડકન અને શ્વાસોચ્છુવાસની પ્રક્રિયા ચાલુ જ છે? તો પછી કર્મ કેમ ન બંધાય? માત્ર તમારી સાથેનો સંબંધ તુટ્યો એટલે કર્મ ન બંધાય તેવું નથી. સભા : બધાનું અલગ અલગ બંધાય ? હા.બધાનું અલગ અલગ બંધાય અને તે બંધાવાની રીત પણ અલગ અલગ. સભા : ઉંઘમાં કષાય ક્યાંથી હોય ? ઊંઘમાં પણ કષાયો તો હોય જ છે. ઉંઘમાં પણ કેવી કેવી પ્રવૃત્તિ થતી હોય છે, તે શું તમે નથી જાણતા ? ઊંઘમાં કષાયોની પ્રવૃત્તિ પણ થાય છે અને વિષયોની પ્રવૃત્તિઓ પણ થાય છે. જેવો જીવ, જેવા એના સંસ્કાર એવી એની વૃત્તિ-પ્રવૃત્તિ બેય ઊંઘમાં થતી હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫ : બંધન અને બંધનનાં કારણો ઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 — બંધનને ઓળખવા માટેનો અને ઓળખાયેલાં એ બંધનોને તોડવા માટેનો આ ગ્રંથ છે. બંધનનું સ્વરૂપ પૂરે-પૂરું સમજવું છે. આપણે કોઈની સાડાબારી રાખતા જ નથી. જે લાગે તે કહી જ દેવાનું. ખોટું અંદર અંદર ઘૂમરાયા કરે, એના કરતાં કહી દેવાથી હળવાશ થઈ જાય' – આ બધા ક્રોધના ભાવો છે. આવો ક્રોધનો ભાવ મનમાં જાગે કે તરત બંધન બંધાવાનું કાર્ય ચાલુ થાય છે. ૯૯ ‘મને પુછ્યું કેમ નહિ ? મને યાદ ક૨વો જ જોઈએ, મા૨ી ઉપેક્ષા કેમ કરાય છે ? હું કાંઈક છું, મારી સામે જોવું જ જોઈએ, હું બોલું તે ધ્યાનમાં લેવું જ જોઈએ, મને યોગ્ય પ્રતિભાવ આપવો જ જોઈએ.’ આ બધા માનના પ્રકારો છે. ‘હું થાક્યો-પાક્યો આવ્યો તો છેવટે મને ઠંડો, પાણીનો ગ્લાસ પણ આપવો જ જોઈએ. હું ગમે તેમ પણ ઘરનો મોભી છું ને ?' આ પણ માનના પ્રકારો છે. 379 બોલવું કાંઈક, કરવું કાંઈક, હોય તેવા ન દેખાવું, ન હોય તેવા દેખાવું, ‘આ માલ તો ખાસ તમારા માટે જ રાખેલો છે, ના-ના હું તો એ તરફ જતો જ નથી, બીજે જાઉં છું, તમારા માટે તો મને ઘણી લાગણી છે' એમ હૃદયમાં ન હોય છતાં ઉમળકો વગેરે બતાવવો - આ બધી માયા છે. જગતનો કોઈ પણ પદાર્થ જોતાંની સાથે જ ગમી જવો, તે સજીવ હોય કે નિર્જીવ પણ તે મારે જોઈએ એટલે જોઈએ જ. મારી પાસે કેવી રીતે આવે ? કેવી રીતે તેને મેળવું વગેરે જે વૃત્તિ તે લોભનું સ્વરૂપ છે. આ ક્રોધ કે માન, માયા કે લોભના ભાવો મનમાં જાગે, સક્રિય બને કે તરત જ કર્મબંધ શરૂ થાય. પછી તે તીવ્ર હોય કે મંદ, પ્રગટ હોય કે અપ્રગટ, પણ કર્મનો બંધ તો થાય જ. કર્મબંધનાં કારણો : સભા : શું માત્ર કષાયના કારણે જ કર્મ બંધાય છે કે અન્ય કોઈ કારણોથી પણ બંધાય છે ? માત્ર કષાયના કારણે જ કર્મ બંધાય છે એવું નથી, અન્ય કારણો પણ છે. માટે એ જ ‘તત્ત્વાર્થ સૂત્ર'ના આઠમા અધ્યયનના પહેલા સૂત્રમાં લખ્યું કે ‘મિથ્યાવÁનાઽવિરતિ-પ્રમા૬-ષાય-યોળા વન્યજ્ઞેતવઃ' Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૨ – આતમ જાગો ! – 380 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - એ બંધનાં કારણો છે.' આમ છતાં અન્ય કારણોની સાથે પણ કષાયો તો કામ કરતા જ હોય છે, માટે કર્મબંધમાં કષાયોની મુખ્યતાને લક્ષ્યમાં રાખીને આ વાત કરાઈ છે અને જ્યારે કષાયો બિલકુલ નથી હોતા, ત્યારે એકલા યોગથી થતા કર્મબંધની કોઈ વિશેષતા હોતી નથી. મિથ્યાત્વની હાજરીમાં કષાયો અનંતાનુબંધના હોય છે, અવિરતિની હાજરીમાં કષાયો અપ્રત્યાખ્યાનીના હોય છે, પ્રમાદની હાજરીમાં કષાયો પ્રત્યાખ્યાનના હોય છે અને તે પછી સરાગ અવસ્થામાં કષાયો સંજ્વલનના હોય છે. અહીં સુધી થતા કર્મબંધનું મહત્ત્વ હોય છે, જે સંસારનો આશ્રય કરાવીને આત્માને સંસારમાં બાંધી શકે છે. વીતરાગ ભાવ પ્રગટ્યા પછી માત્ર મન-વચન-કાયાના યોગથી થતા કર્મબંધમાં આત્માને સંસારમાં રખડાવવાનું સામર્થ્ય હોતું નથી. આથી કષાયની હાજરીમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી થતો કર્મબંધ સંસાર પરિભ્રમણનું કારણ હોઈ કર્મબંધના કારણ તરીકે કષાયને જણાવેલ છે. બાકી મિથ્યાત્વ વગેરે પાંચ કર્મબંધનું કારણ છે જ. માટે જ તત્વાર્થકારશ્રીએ મિથ્યાત્વ-૧, અવિરતિ-૨, પ્રમાદ-૩, કષાય-૪ અને યોગ-પ - આ પાંચને કર્મબંધના કારણ તરીકે ઓળખાવેલ છે. આ જ વિષયને જરા જૂદી રીતે સ્પષ્ટ કરતાં “શ્રી સૂયગડાંગ સૂત્ર'ના ટીકાકાર શ્રી શીલાંકસૂરિજી મહારાજ લખે છે કે – 'तद्धतवो वा मिथ्यात्वाऽविरत्यादयः परिग्रहाऽरम्भादयो वा ।' ‘મિથ્યાત્વ અને અવિરતિ વગેરે અથવા પરિગ્રહ અને આરંભ વગેરે કર્મબંધના હેતુઓ છે.' આ બધી બાબતોને ધ્યાનપૂર્વક સાંભળવા, સમજવાનો પ્રયત્ન કરો. હવે ક્રમશઃ આ વાતોને સમજાવું છું. સામાન્ય રીતે કહ્યું કે, કષાયના કારણે કર્મબંધ થાય છે, હવે આ કષાયોની તીવ્રતા-મંદતાના કારણે એની સાથે રહેલ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગના કારણે કર્મબંધ થાય છે, તે વાત સમજવાની છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ – ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 381 આ વાતને લક્ષ્યમાં રાખીને કર્મબંધના પાંચ હેતુઓ-કારણો બતાવ્યાં છે. ૧ – મિથ્યાત્વ, ૨ - અવિરતિ, ૩- પ્રમાદ, ૪ - કષાય અને ૫ – યોગ. આ પાંચ કર્મબંધના હેતુઓ-કારણો છે. ૧ – મિથ્યાત્વ : જે જેવું હોય તેવું ન માનવું અને જે જેવું ન હોય તેવું માનવું તે મિથ્યાત્વ છે.” દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વને, તે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ન માનવા તે અને જેવા સ્વરૂપે નથી તેવા સ્વરૂપે માનવા તે મિથ્યાત્વ છે. નવે-નવ તત્ત્વો જેવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે ન માનવા અને જેવા સ્વરૂપે નથી તેવા સ્વરૂપે માનવાં તેનું નામ મિથ્યાત્વ. એક મિથ્યાત્વનું જ સ્વરૂપ સમજવા-સમજાવવા માટે મહિનાઓના મહિનાઓ જોઈએ. પરમતારક પરમશ્રદ્ધેય પરમકૃપાળુ ગુરુદેવનું “સમ્યગ્દર્શન' નામનું પુસ્તક છે, તેના “મિથ્યાત્વનો ગાઢ અંધકાર' નામના પહેલા જ પ્રકરણમાં મિથ્યાત્વનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તે મિથ્યાત્વને બરાબર ઓળખી લો. મિથ્યાત્વને ઓળખવા અને મિથ્યાત્વને કાઢવા આટલો બધો પ્રયત્ન શા માટે કરવાનો ? સમ્યગ્દર્શન પામવા માટે. મિથ્યાત્વની આટલી ચર્ચાઓ શા માટે ? મિથ્યાત્વને ઓળખવા માટે અને મિથ્યાત્વથી બચી સમ્યગ્દર્શન પામવા માટે. આ મિથ્યાત્વને, મિથ્યાત્વની વાસનાઓને, મિથ્યાદર્શનોને અને મિથ્યાદર્શનની વાસનાઓને ભડકાવવાનું કામ, અનંતાનુબંધી કક્ષાના કષાયો કરે છે. માટે મિથ્યાત્વથી બચવા માટે પણ અનંતાનુબંધી કક્ષાના કષાયોથી બચવાની જરૂર છે. જ્યાં સુધી મિથ્યાત્વ જીવતું જાગતું હોય ત્યાં સુધી કષાયો તગડા રહેતા હોય છે. કારણ કે મિથ્યાત્વની હાજરીમાં તે અનંતાનુબંધીના છે. ચાર કષાયોના ચાર-ચાર પ્રકાર : ક્રોધ વગેરે ચારેય કષાયો જુદી જુદી કક્ષાના હોય છે. ૧ – અનંતાનુબંધી, ૨ - અપ્રત્યાખ્યાનીય, ૩ - પ્રત્યાખ્યાનીય અને ૪ - સંજ્વલન. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ – ૨ – આતમ જાગો ! • 382 આ ચારમાં અનંતાનુબંધી કક્ષાના કષાયો અત્યંત કાતિલ હોય છે. સૌથી વધારે તગડા હોય છે. કદાચ કોઈ વ્યક્તિ ભલે એને વ્યક્ત-પ્રગટ ન કરે, ભલે તે રાડારાડ ન કરે, પણ જેનામાં એ કષાયો અનંતાનુબંધીના હોય, તેના તે કષાયો અંદરથી સૌથી વધુ તગડા હોય છે. જેના કષાયો અનંતાનુબંધી કક્ષાના હોય છે, તેને સૌથી વધુ કર્મબંધ થાય છે. સભા : આ ચાર કક્ષાના ઉપાયો એ શું છે ? ક્રોધ, માન, માયા અને લોભ - આ ચારેય કષાયો, અનંતાનુબંધી કક્ષાના, અપ્રત્યાખ્યાની કક્ષાના, પ્રત્યાખ્યાની કક્ષાના અને સંજવલન કક્ષાના - એમ ચાર કક્ષાના હોય છે. આ ચારેય કક્ષાના કષાયો કેવા હોય, એની અસરો, પ્રભાવ આત્મા ઉપર કેવી અસરો પેદા કરે, એ ક્યાં સુધી પોતાનો પ્રભાવ બતાવી શકે અને એના પરિણામો કેવાં આવે – એ બધી વાતો આગળ વિચારશું. હાલ મિથ્યાત્વ સાથે જેને સંબંધ છે, તેવા અનંતાનુબંધી કક્ષાના કષાયોનું સામાન્ય વર્ણન તમને સમજાવું. આ અનંતાનુબંધી કક્ષાના કષાયો સામાન્ય રીતે એમ કહી શકાય કે, એક વર્ષ કરતાં અધિક સમય સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે અને નરકગતિનું આયુષ્ય બંધાવે છે, તે મિથ્યાત્વને તગડું બનાવે છે અને સમ્યગ્દર્શનને પ્રગટતાં અટકાવે છે, મિથ્યાદર્શનોમાં સમ્યગ્દર્શનનો ભ્રમ કરાવે છે અને સમ્યગ્દર્શનમાં મિથ્યાદર્શનનો ભ્રમ કરાવે છે. વીતરાગ જેવા સુદેવ, નિગ્રંથ જેવા સુગુરુ અને સર્વજ્ઞકથિત મોક્ષમાર્ગરૂપ સુધર્મને કુદેવ, કુગુરુ અને કુધર્મરૂપે ઓળખાવે છે અને રાગી, પી, કુદેવોને સુદેવરૂપે; અજ્ઞાની, આરંભી, અબ્રહ્મચારી એવા કુગુરુઓને સુગુરુરૂપે અને અનેક મિથ્યા માન્યતાઓથી ભરેલ હિંસામૂલક, સંસારવર્ધક કુધર્મને સુધર્મ તરીકે ઓળખાવે છે. સન્માર્ગથી આત્માને દૂર લઈ જાય છે અને ઉન્માર્ગની ગર્તામાં ધકેલી દે છે. આવા મિથ્યાત્વને પોષણ આપવાનું કામ અનંતાનુબંધીના કપાયો કરે છે. આ કારણે મિથ્યાત્વથી બચવું જેટલું જરૂરી છે, તેટલું જ અનંતાનુબંધીના કષાયોથી પણ બચવું જરૂરી છે. જેમ મિથ્યાત્વથી અને અનંતાનુબંધી કષાયોથી બચવું જરૂરી છે, તેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયોને ભડકાવનાર, તગડા બનાવનાર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ – ૫: બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 383 મિથ્યાદર્શનો, મિથ્યામતો, મિથ્થામાન્યતાઓ, મિથ્થામતિઓના પરિચયથી અને એની સંસ્કાર-વાસનાઓથી બચવું એ પણ બહુ જ જરૂરી છે. અપ્રત્યાખ્યાનીના કષાયો ચાર મહિનાથી એક વર્ષ સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આ કષાયોની હાજરીમાં તિર્યંચગતિનું આયુષ્ય બંધાય છે અને આ કષાયો આત્માને થોડી પણ વિરતિ સ્વીકારવા દેતા નથી. આત્માને અવિરતિમાં પકડી રાખવાનું કામ આ અપ્રત્યાખ્યાનીના કષાયો કરે છે. અપ્રત્યાખ્યાનીના કષાયોની હાજરીમાં સમ્યગ્દર્શન જીવતું રહે છે, પણ વિરતિનો પરિણામ જરાય પ્રગટતો નથી. બાહ્ય દૃષ્ટિએ વિરતિની પ્રવૃત્તિ કરવા છતાં તે ચોથા ગુણસ્થાનકેથી પાંચમે ગુણસ્થાનકે એક ક્ષણ માટે પણ જઈ શકતો નથી. પ્રત્યાખ્યાનીના કષાયો પંદર દિવસથી ચાર મહિના સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આ કષાયોની હાજરીમાં મનુષ્યગતિનું આયુષ્ય બંધાય છે. આ કષાયોની હાજરીમાં દેશવિરતિનું આરાધન થઈ શકે છે, પણ સર્વવિરતિ પ્રગટી શકતી નથી. સાધક પાંચમા ગુણસ્થાનકે ટકી શકે છે, પણ છઠ્ઠ ગુણસ્થાનક એક ક્ષણ માટે પણ પામી શકતો નથી. સંજ્વલનના કષાયો એક અંતર્મુહૂર્તથી લઈને પંદર દિવસ સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આ કષાયોની હાજરીમાં આત્મા દેવગતિનું આયુષ્ય બાંધે છે. આ કષાયોની હાજરીમાં સર્વવિરતિ પ્રગટી શકે છે, સર્વવિરતિની આરાધના થઈ શકે છે. છઠ્ઠા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધીનો વિકાસ થઈ શકે છે, પણ વીતરાગતા પામી શકાતી નથી. સૌથી તગડો છે મિથ્યાત્વ : આ ચારેય પ્રકારના કષાયોમાં સૌથી વધારે કર્મબંધ કરાવનાર જો કોઈ હોય તો અનંતાનુબંધીના કષાયો અને મિથ્યાત્વ છે. કષાયોને પોષનાર જો કોઈ હોય તો તે મિથ્યાત્વ, મિથ્યાદર્શનોના સંસ્કારો અને તેની માન્યતાઓ છે. તેને ઓળખશો, તેની વાસનાઓને, તેના સંસ્કારોને ઓળખશો તો કર્મબંધ અટકશે. જ્યાં સુધી મિથ્યાત્વ મજબૂત હશે, ત્યાં સુધી કષાયો મજબૂત રહેશે. જ્યાં સુધી કષાયો મજબૂત રહેશે, ત્યાં સુધી મિથ્યાદર્શનની માન્યતાઓ (વાસનાઓ) મજબૂત રહેશે અને જ્યાં સુધી મિથ્યાદર્શનની માન્યતાઓ-વાસનાઓ મજબૂત રહેશે, ત્યાં સુધી મિથ્યાત્વ મજબૂત રહેશે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૨ – આતમ જાગો ! 384 ભગવાને મિથ્યાત્વની અને મિથ્યામતોની ચર્ચાઓ શા માટે કરી ? દર્શનવાદ શા માટે બતાવ્યો ? છએ મિથ્યાદર્શનોનું ખંડન અને જૈનદર્શનનું ખંડન શા માટે કર્યું? આ બધી ભાંજગડ શા માટે કરી ? નિષ્કષાયી, વીતરાગી એવા ભગવાન કહી શકતા હતા ને કે “તમે તમારા આત્મામાં રહો, બીજી બધી ચર્ચાઓથી દૂર રહો' – પણ એવું ન કહેતાં સ્વયે વીતરાગ પરમાત્માએ છએ છે દર્શનોની મિથ્થામાન્યતાઓ, તેમની એક-એક બેહુદી વાતોને પ્રગટ કરી કરીને બતાવી, તેનું ખંડન કર્યું, કડક સમાલોચના કરી, એનાથી દૂર રહેવાનું કહ્યું, તે શા માટે ? આ બધું અત્યંત ગંભીરતાથી વિચારજો ! વીતરાગ એવા પણ પ્રભુએ આ કામ કર્યું તે આપણને તે તે દર્શનોની મિથ્થામાન્યતા અને વાસનાઓથી બચાવવા માટે. પ્રભુ વીતરાગ હતા, એમને કોઈનાય પ્રત્યે રાગ-દ્વેષ ન હતો. એમણે આ બધું કહ્યું તેની પાછળ તેઓની આપણા સૌના ઉપરની ભાવકરુણા જ કારણ હતી અને એ કરુણાના કારણે જગતના જીવમાત્રને મિથ્યાવાસનાઓથી એમણે બચાવવા હતા. ભગવાને છ એ છ દર્શનોના વાદ શા માટે બતાવ્યા ? એની ચર્ચા શા માટે કરી ? કહેવું જ પડશે કે, જગતને મિથ્યાવાસનાઓથી બચાવવા માટે ! તે પણ શા માટે ? કહેવું જ પડશે કે, મિથ્યાત્વથી બચવા માટે ! અને તે પણ શા માટે ? તો કહેવું પડશે કે કર્મનાં બંધનોમાંથી છૂટવા માટે. અને તે પણ શા માટે ? તો એના જવાબમાં ય છેલ્લે કહેવું જ પડશે કે, આત્માને નિર્મળ બનાવવા માટે, સ્વરૂપદશાના શાશ્વતકાલીન સુખને પમાડવા માટે, | મિથ્યાત્વને ઓળખવું, મિથ્યાવાસનાઓને ઓળખવી-ઓળખાવવી, તેની વાસનાઓને પેદા કરાવનારાં મિથ્યાદર્શનોને ઓળખવાં-ઓળખાવવાં, મિથ્યાદર્શનની મિથ્થામાન્યતાઓને ઓળખવી-ઓળખાવવી તે કષાયોને પોષવાનું કામ નથી પણ કષાયોને કાઢવાનું કામ છે. કષાયોને પ્રદીપ્ત કરવાની, કષાયોને પંપાળવાની તે ક્રિયા નથી પણ કષાયોને તોડવાની, જાતને તેનાથી મુક્ત કરવાની ક્રિયા છે, આત્માનાં બંધનો તોડવાની ક્રિયા છે. આ વાત જેટલી વહેલી સમજાશે તેટલું આત્માનું હિત વહેલું થશે. સભા: કર્મનો હિસાબ કોણ રાખે છે ? Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ – ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 385 તમે ગોળી લીધી ને ઝાડે કેટલીવાર જવું ને ન જવું તેનો હિસાબ કોણ રાખે ? બંને પગ દુઃખે છે, દુઃખાવો મટે તેની ગોળી લીધી. એમાંની અડધી ગોળી બીજે મોકલવી અને અડધી અહીં મોકલવી એવો હિસાબ કોણ રાખે છે? કોમ્યુટરના જમાનામાં જીવનારા માણસો, તમે મને પૂછો છો કે એનો હિસાબ કોણ રાખે છે ? પુદ્ગલની તાકાત તમે જાણો તો આ બધું સમજાય. જેમ જીવની શક્તિ અનંત છે, તેમ પુદ્ગલની શક્તિ પણ અનંત છે. એટલે કર્મનો હિસાબ રાખવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પરમતારક, પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજીએ પણ પોતાના જીવનના આઠઆઠ દાયકાઓ સુધી “મિથ્યાત્વ' ઉપર પ્રહારો કર્યા, તે શા માટે ? જગતને કર્મબંધથી છોડાવવા, મિથ્યાત્વથી બચાવવા, મિથ્યાદર્શનની વાસનાઓથી બચાવવા. જ્યાં સુધી આ બધાથી ન બચીએ ત્યાં સુધી સમ્યગ્દર્શન પામી ન શકાય માટે. ૨ – અવિરતિ : આત્મા સાથે કર્મનાં બંધનનું પહેલું કારણ જેમ “મિથ્યાત્વ' છે તેમ બીજું કારણ “અવિરતિ” છે. સભા : જેનું મિથ્યાત્વ જાય, તેના ઉપાયો પણ જાય ? એનો જવાબ “હા” અને “ના” એમ બન્નેયમાં આપી શકાય છે. કારણ કે જેનું મિથ્યાત્વ જાય તેના અનંતાનુબંધીના કષાયો જાય, પણ અપ્રત્યાખ્યાની વગેરે કક્ષાના કષાયો તે જીવતા જ હોય છે. જેના આધારે અવિરતિ વગેરે જીવંત રહેતી હોય છે. જેના જીવનમાં મિથ્યાત્વ ન હોય પણ માત્ર અવિરતિ હોય તેને પણ જો કર્મ બાંધી લેતાં હોય તો જેના જીવનમાં મિથ્યાત્વ પણ હોય અને અવિરતિ પણ હોય તેને કર્મ કેવી ખરાબ રીતે બાંધે અને એ પછી એ જીવની કેવી અવદશા થાય એ વિચારજો. ટુંકમાં કહેવું હોય તો મિથ્યાત્વ જાય કે એની સાથે વધુ મારકણા, વધુ ઝેરીલા કષાયો જાય છે પણ ઓછા મારકણા, ઓછા ઝેરીલા કષાયો તો હજી બાકી રહે છે. મિથ્યાત્વની હાજરીમાં મિથ્યાત્વના કારણે જેમ કર્મનો બંધ થાય છે; તેમ અવિરતિના કારણે પણ કર્મનો બંધ થાય છે. આમ છતાં મિથ્યાત્વની હાજરીમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ - ૨ - આતમ જાગો ! -- 386 અવિરતિના કારણે જેવો ઘાટો કર્મબંધ થાય તેવો ઘાટો કર્મનો બંધ મિથ્યાત્વની ગેરહાજરીમાં અવિરતિના કારણે થતો નથી. કર્મબંધના કારણોમાં અવિરતિ કરતાં મિથ્યાત્વનું જોર ઘણું જ વધારે હોય છે; આમ છતાં અવિરતિનું બળ પણ ઓછું આંકી શકાય તેવું નથી. કેટલીક વાર તો એવું પણ બને કે તગડી બનેલી અવિરતિ મિથ્યાત્વને પણ ખેંચી લાવે છે. સભા : મિથ્યાત્વ જાય તો તેની સાથે અવિરતિ જાય જ ને ? મિથ્યાત્વ જાય એટલે તરત જ અવિરતિ જાય, એવો નિયમ નથી. મિથ્યાત્વ ગયા પછી અવિરતિને જતાં ઘણો ઘણો સમય પણ લાગી જાય. આમ છતાં એટલું આશ્વાસન લઈ શકાય કે, મિથ્યાત્વની હાજરીમાં અવિરતિનું જેટલું જોર હોય, તેટલું મિથ્યાત્વ ગયા પછી નથી રહેતું અને મિથ્યાત્વ જતાં પ્રગટેલ સમ્યગ્દર્શનના સહારે અવિરતિનો નાશ કરવાની લડત સારી રીતે લડી શકાય છે અને અવિરતિને ખતમ પણ કરી શકાય છે. જેનું સમ્યગ્દર્શન નિર્મળ હોય તે અવિરતિને પંપાળવાનો પ્રયત્ન ક્યારેય ન કરે. સભા : અવિરતિ એટલે શું? અવિરતિ કોને કહેવાય ? ‘વિરતિનો અભાવ તે અવિરતિ. પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયો મેળવવા, મળેલાને સાચવવા અને સાચવેલાને ભોગવવા માટે જે આરંભ-સમારંભ આદિ પાપો કરાય છે તે છે અવિરતિ.' મિથ્યાત્વની હાજરીમાં આ બધાં પાપો કર્તવ્ય લાગે અને મિથ્યાત્વની ગેરહાજરીમાં અકર્તવ્ય લાગે. રસોઈ તો ગરમાગરમ જ જોઈએ. ભાવતાં ભોજન વગર મજા ક્યાંથી આવે ? કપડાં સારાં હોય તો જ ગમે. ધંધા વગર ચેન ન પડે. એ માટે આરંભ સમારંભ કર્યા જ કરે તે અવિરતિ. એ બધું કર્તવ્ય લાગે એ મિથ્યાત્વ. આ લવારાં મિથ્યાત્વની હાજરી સૂચવે છે : અવિરતિ ભેગું જ્યારે મિથ્યાત્વ ભળે ત્યારે એને પરવશ પડેલા લોકો જે કાંઈ બોલે તે બધું વિવેક વગરનું હોય છે. તેઓ ધર્મોપદેશક માટે પણ બોલે કે, “મહારાજ ભલે બોલે, તેમને તેમની વાત બોલવા દો. આપણે સાંભળી લેવાનું, જે કરતા હોઈએ તે જ કર્યા કરવાનું, કેટલી વીશીએ સો થાય છે તે મહારાજને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫ : બંધન અને બંધનનાં કારણો ઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 : ક્યાં ખબર છે ? એમની બધી વાતોમાં બહુ ઊંડા ઉતરવું નહિ. ધર્મના સમયે ધર્મ અને કર્મના સમયે કર્મ કરવાનાં, ધર્મ અને કર્મની-સંસારની ભેળ-સેળ ક્યાંય કરવી નહિ.’ એકલી અવિરતિ આવું ન બોલાવે. જ્યારે મિથ્યાત્વ ભેગું ભળે ત્યારે જ આવી હૈયાવરાળ નીકળે. ૧૦૭ હવે તો મિથ્યાત્વ એટલું વકર્યું છે કે શ્રમણ વેષ ધરનારાઓ પણ એવું બોલવા લાગ્યા છે કે જેની થોડા સમય પૂર્વે કલ્પના પણ થઈ શકતી ન હતી. “જો શ્રાવકો શ્રીમંત નહિ હોય તો જૈનશાસન ચાલશે કઈ રીતે ? જૈન શાસન પ્રભાવક ને સમૃદ્ધ કેવી રીતે બનશે ? આનંદ અને કામદેવ પાસે સંપત્તિ કેટલી હતી ? કેવાં-કેવાં ગોકુળો હતાં ? આજે આટલાં કયાં છે ? આરંભ પરિગ્રહનો ખોટો હાઉ કરવાનો કોઈ મતલબ છે ? શ્રાવકો સમૃદ્ધ હોવા જ જોઈએ ! રાજકારણમાં સત્તાના સ્થાનોમાં શ્રાવકોએ ગોઠવાવું જ જોઈએ, આઈ.એ.એસ., જજ, પ્રોફેસર જેવા સ્થાનોમાં શ્રાવકોએ ગોઠવાવું જ જોઈએ, મોકાના સ્થાનોમાં શ્રાવકોએ શ્રીમંત બનીને પણ ગોઠવાવું જોઈએ. ધંધામાં પણ બજારોનાં મોકાનાં સ્થાનો કબજે ક૨વાં જોઈએ; વેપાર, ઉદ્યોગધંધા, શેર માર્કેટ, આંતરરાષ્ટ્રીય બજારો આ બધામાં શ્રાવકોએ વર્ચસ્વ મેળવવું જોઈએ, શિક્ષણ સંસ્થાઓ ઝબ્બે કરવી જોઈએ;” આવું બધું જ બોલાય છે તે પણ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. સભા : શ્રમણ વેષ ધરનારાઓ મિથ્યાત્વી હોય ? ન જ હોય એવું એકાંતે ન કહી શકાય. હોય પણ ખરા. કારણ કે વેષને અને મિથ્યાત્વ હોવા ન હોવાને એકાંતિક સંબંધ નથી. મિથ્યાત્વનો સંબંધ તો આંતરિક પરિણતિ, વિચારધારા, ભાવધારા સાથે છે. વેષ સાધુનો-શ્રમણનો હોવા છતાં આંતરિક પરિણતિ વેષને અનુરૂપ ન હોય અને એનું દુઃખ પણ ન હોય તો શ્રમણ વેષમાં રહેલી વ્યક્તિમાં પણ મિથ્યાત્વ હોઈ શકે. માટે જ તો ‘ઉપદેશ રહસ્ય’ શાસ્ત્ર કહે છે - 'दीसंति बहू मुंडा, दूसमदोसवसओ सपक्खेऽवि । તે પૂરે મોત્તબા, આળસુદ્ધેસુ દિવંશે ।।૪૬।।’ ‘દુષમકાળના દોષથી સ્વ પક્ષમાં પણ ઘણા મંડ-વેષધારી શ્રમણો દેખાય છે. તેમનો દૂરથી જ ત્યાગ કરવો અને 387 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - ૨ - આતમ જાગો ! – 388 જિનાજ્ઞા મુજબ શુદ્ધ જીવન હોય તેમનામાં બહુમાનભાવ રાખવો જોઈએ.' શાસ્ત્રકારોને કેમ આવું કહેવું - લખવું પડ્યું? એવાઓનો દૂરથી જ ત્યાગ કરવાની અને આજ્ઞા-શુદ્ધ શ્રમણોનો સ્વીકાર કરવાની વાત કેમ કરવી પડી ? ભગવાનની આજ્ઞા હૈયે પ્રસ્થાપિત કરનાર શ્રમણો ક્યારેય આવું બોલતા નથી કે વિચારતા પણ નથી, પણ જિનાજ્ઞાની જેને પડી નથી તેઓ શું શું ન બોલે, ન વિચારે તે જ આશ્ચર્ય છે. નહિતર મિથ્યાત્વના જોર વગર અવિરતિને પોષવાની વાત શી રીતે થાય ? અવિરતિ ઉપર મિથ્યાત્વનો પુટ વ્યાપેલો છે. મિથ્યાત્વના પુટવાળી અવિરતિ અને મિથ્યાત્વના પુટવગરની અવિરતિમાં બહુ ફરક છે. મિથ્યાત્વના પુટવગરની અવિરતિવાળો લગ્ન કરવા જાય તો પણ તેના મનમાં વેદના થાય. તેને મનમાં થાય કે “નાણ મંડાએલી હોય, ચારે બાજુ ભગવાન બિરાજમાન હોય, ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્થિતિ હોય અને નાણની ચારે બાજુ હું ફેરા ફરતો હોઉં, એવો ધન્ય દિવસ ક્યારે આવશે ? એના બદલે આ તો પતંગિયાની જેમ અગ્નિમાં પડી રહ્યો છું.” શ્રાવકના મનોરથો કેવા કેવા હોય ? જેનામાં સમકિત હોય, તેને અવિરતિ સેવતાં કમકમાટી થાય, હૈયું રડું રડું થાય. સમ્યગ્દષ્ટિને અવિરતિ સેવવી પડે તો દૂભાતે હૈયે સેવતો હોય. લગ્ન કરવા જનારો જો મિથ્યાત્વથી ભરેલો હોય તો એટલે સુધી બોલે કે સાધુઓ જ કહે છે કે, મનુષ્યભવ દુર્લભ છે. જો સંસાર મંડાય જ નહિ તો જીવો મનુષ્યભવમાં આવશે ક્યાંથી ? મનુષ્ય જન્મશે નહિ તો દીક્ષાઓ થશે ક્યાંથી? લગ્ન વિના મનુષ્યો જન્મશે ક્યાંથી ? માટે લગ્ન કરવાં જ જોઈએ' આવા ય તર્કબાજો છે. તો વળી “મપુત્રæ વિનંતિ' “પુત્ર વિનાનાને સ્વર્ગાદિ લોક મળતો નથી.” એમ બોલનારાં મિથ્યાદર્શનો પણ પાક્યાં છે. એ કહે કે મર્યા પછી શ્રાદ્ધ ન કરીએ તો જીવની ગતિ ન થાય અને શ્રાદ્ધ કરવા માટે પુત્ર જોઈએ. માટે પુત્ર પેદા કરવો એ ધર્મ છે. આ બોલાયું એટલે અવિરતિ ઉપર મિથ્યાત્વનો પુટ ચડ્યો. અવિરતિ ઉપર મિથ્યાત્વના પુટ ચડે તો કર્મ ચીકણાં બંધાય. અવિરતિના ઉદયથી સુખનાં સાધનો વસાવ્યાં પછી જેને એમાં મોભો લાગે તેણે સમજવાનું કે મિથ્યાત્વ ઘર કરીને બેઠું છે. ભોગસામગ્રી જેટલી વધારે તેટલો મોભો વધારે - એવું લાગે તો સમજવું કે આત્મામાં મિથ્યાત્વ બરાબર કામ કરી રહ્યું છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ – ૫: બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ -18 – 389 ધંધો વધે ને આંખ સામે નરક દેખાય, ધંધો વિકસે ને આંખ સામે નરક દેખાય, એકની બે ફેક્ટરી થાય ને સામે નરક દેખાય તો સમજવાનું કે આપણામાં અવિરતિ છે પણ હજુ મિથ્યાત્વનો પુટ ચડ્યો નથી. અને આ બધું મળતાં એ વખતે જો એમ લાગે કે જીવનમાં કાંઈક હાંસલ કર્યું છે તો સમજવાનું કે મિથ્યાત્વનો પુટ ચડેલો છે. શેર એક, પાપ આખી મીલનું યોગશાસ્ત્ર, તત્ત્વાર્થ જેવા ગ્રંથોમાં જ્યાં નરક ગતિનાં કારણો બતાવ્યાં છે ત્યાં મહારંભ અને મહાપરિગ્રહ : આ બન્નેને નરકગતિનાં કારણો તરીકે ઓળખાવ્યાં છે. તમારી મોટી-મોટી મિલો, મોટાં મોટાં કારખાનાં, ઉદ્યોગધંધા : આ બધું મહારંભ છે. સભા તેના શેર રાખે તો પાપ વહેંચાઈ જાય ને ? કોઈ શેર રાખે, કોઈ નોકરી કરે અને કોઈ તેનો ધંધો વિકસાવી આપે તો તેની ગતિ કઈ ? તમે જ બોલો ! શું એ પણ મારે જ સમજાવવું પડશે ? કોક કતલખાનું ખોલે, કોઈ તેમાં નોકરી કરે અને કોઈ કતલખાનાના શેર લે તો તેની કઈ ગતિ થાય ? એક ને એક બે જેવી વાત છે ને ? શેર લેનાર શા માટે લે છે ? નફો-ડિવીડન્ડ મળે માટે જ ને ? નફો ક્યારે મળે ? મિલ-કારખાનું કે કંપની નફો કરે ત્યારે ને ? એ નફો ક્યારે કરે ? કંપની ધમધમાટ કરતી ચાલે તો જ ને ? મિલ કે કંપની ત્રણ પાલીમાં ધમધમાટ ચાલે, એની અનુમોદના થઈ કે નહીં ? એ પણ પૂરી ચાલે તો જ તમારા શેરનો નફો મળે ને ? માટે જ શેર ભલે એક જ લીધો હોય, પણ અનુમોદના તો પૂરેપૂરી કંપની ચાલે તેની જ હોય ને ? આથી પાપ પણ પૂરી મિલનું જ લાગે ને? આ ગણિત જો તમને સમજાઈ જાય તો પછી “શેરોમાં રોકાણ ન કરાય', એ વાત અમારે સમજાવવાની કોઈ જરૂર ન રહે. જેમ મહારંભ નરકગતિનું કારણ છે ? તેમ મહાપરિગ્રહ પણ નરક ગતિનું કારણ છે. ૧ લાખ, ૨ લાખ, ૫ લાખ, ૨૫-૫૦ લાખ ને ૧ કરોડ, ૨-૫-૨૫ કરોડ... જેમ જેમ આંકડો વધતો જાય તેમ તેમ સમકિતીને ભાર લાગતો જાય. મિથ્યાત્વનો પુટ ન લાગ્યો હોય, એવા અવિરતિઘરને જેમ જેમ પરિગ્રહનો આંકડો વધે તેમ તેમ ભય વધતો જાય. તેને થાય કે આ પરિગ્રહ મને મારી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૨ – આતમ જાગો ! -- - 390 દેશે. ભયંકર દુર્ગતિમાં લઈ જશે એટલે એ સતત પરિગ્રહથી છૂટવાની પેરવીમાં હોય. પરિગ્રહ છોડીને આવ્યા બાદ પણ પરિગ્રહ કઈ રીતે ? સભા મહાપરિગ્રહ હોય છતાં જો તેના ઉપર રાગ ન હોય તો ? પરિગ્રહને છોડી બેઠેલાને પણ જો રાગ સતાવતો હોય તો પરિગ્રહમહાપરિગ્રહવાળાને રાગ ન હોય એમ કહેવું, એ લોટ ફાકીને ભસવાની વાત કરવા જેવું છે. કોઈક વિરલ આત્માની વાત જુદી છે. બાકી પરિગ્રહની વચ્ચે રહેવું અને રાગથી, મૂર્છાથી અળગા રહેવું એ સહેલું નથી. પરિગ્રહ છોડીને આવનારને પણ સાવધ રહેવા કહ્યું કે પદાર્થ તો પરિગ્રહ છે જ, પણ એ મૂકીને આવ્યા પછી પદાર્થો પ્રત્યેની મૂર્છા થાય છે, એ પણ પરિગ્રહ જ છે. આ સમજાવવા માટે જ લખ્યું કે, મુછ પરિપદ વૃત્તો !' "મૂચ્છ પરિગ્રહ કહેલ છે.' આમ છતાં અજ્ઞાનીઓએ એવો અર્થ કર્યો કે, સામગ્રી હોવી તે પરિગ્રહ નથી, પરંતુ એના પર મૂર્છા હોવી એ જ પરિગ્રહ છે અને અમને કોઈ મૂર્છા છે નહિ, માટે અમને પરિગ્રહનો દોષ લાગતો નથી. પરિગ્રહ છોડીને આવ્યા પછી પણ રાગ કેટલો નડતો હોય છે, તેની સાધકોને અનુભૂતિ થતી હોય છે. માટે જ પરિગ્રહત્યાગીઓ એનો રાગ ત્યાગવા માટે પળ પળ મહેનત કરતા હોય છે તો પરિગ્રહની હાજરીમાં રાગ ન હોય ? સમજાય છે ? પરિગ્રહમાં બેસીને રાગ છોડવો અતિ દુષ્કર છે. અસંભવ છે એમ તો નહિ કહું કારણ કે ભરત ચક્રવર્તી જેવા કોક વિરલ આત્માઓ પણ હોય છે. જેઓ મહાપરિગ્રહમાં ય વિરાગી રહી શકે. એ પરિગ્રહ વચ્ચે રહીને પણ પરિણામધારામાં કેવી રીતે ચડ્યા અને ભાવધારામાં આગળ શી રીતે વધી શક્યા તે વાત આગળ સમજાવીશ. એ ભૂમિકા પણ સમજવા જેવી છે. સભા સાધુ તો વર્ષીદાન આપીને આવ્યા, તેમને પરિગ્રહ ક્યાંથી ? ભરતજીનું ભાવવિશ્વ : અનાદિના સંસ્કાર એ કામ કરાવે છે. બધું છોડી આવ્યા બાદ શરીર તો સાથે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ – ૫ બંધન અને બંધનનાં કારણો મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 391 જ લાવવું પડે છે. ઉપકરણો પણ રાખવાનાં હોય છે. અમને અમારા શરીરની. ઉપકરણોની મમતા થઈ જાય તો તે અમારા માટે પરિગ્રહ બની જાય. સાધુને સંયમ સાધના માટે જરૂરી ઉપકરણો રાખવાનાં છે, પરંતુ તેમાં પણ મમત્વ ન થવું જોઈએ. ટૂંકમાં સમજો કે મિથ્યાત્વનાં પડલ સાથે અવિરતિ એટલે મોટું બંધન અને મિથ્યાત્વ વગર અવિરતિ એટલે નાનું બંધન પણ એ બેય સ્વરૂપથી બંધન તો છે જ. સભા ભરત ચક્રવર્તી છ ખંડ વિજય કરવા ગયા તે વખતે કર્મબંધ ખરો ? ભરત ચક્રવર્તી જ્યારે પખંડનો વિજય કરવા ગયા ત્યારે તેમને કર્મબંધ તો ચોક્કસ થયો છે. કર્મબંધ નથી થયો એવું તો કેમ કહી શકાય ? પણ અવિરતિના કારણે થાય તેટલો જ. મિથ્યાત્વના કારણે થાય તેટલો નહીં. કારણ કે તેઓ સમ્યગ્દષ્ટિ હતા. સમ્યગ્દષ્ટિ માટે કહ્યું છે કે, ‘ગબ્બોડ દોફ વંધો ' “સમ્યગ્દષ્ટિને કર્મબંધ અલ્પ-થોડો થાય છે.' સમ્યગ્દષ્ટિની ભૂમિકા સમજો તો આ વાત તરત સમજાઈ જશે. ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. એમના હૃદયમાં પખંડ વિજયની પ્રવૃત્તિ ઉપાદેય સ્વરૂપે ક્યારેય ભાસી ન હતી. ચક્રવર્તી બનવાને યોગ્ય ભોગાવલી કર્મો તેઓ લઈને આવ્યા હતા, એટલે સમ્યગ્દર્શનના પ્રભાવે પખંડ જીતવાની પ્રવૃત્તિ અકર્તવ્યરૂપે એમને લાગતી હોવા છતાં અવિરતિના તીવ્ર ઉદયને કારણે એ કાર્યમાં તેઓ પ્રવર્યા હતા. આથી એમની આ પ્રવૃત્તિથી અવિરતિના કારણે, અપ્રત્યાખ્યાની વગેરે કક્ષાના કષાયોના કારણે, પ્રમાદના કારણે અને મનવચન-કાયાની અપ્રશસ્ત પ્રવૃત્તિરૂપ યોગના કારણે થતો કર્મબંધ થતો હતો, પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના કારણે થતો કર્મબંધ થતો ન હતો. અવિરતિ, અપ્રત્યાખ્યાની વગેરે કષાયો, પ્રમાદ અને યોગના કારણે થતા કર્મબંધ કરતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના કારણે થતો કર્મબંધ ઘણો તીવ્ર હોય છે. તે તેમને થતો ન હતો, માટે અલ્પ કર્મબંધ થયો, એમ કહેવાય. સભા : છ ખંડનો વિજય કરવા માટે અનેક યુદ્ધો કરવા છતાં તેને તેઓ હેય માનતા હતા, એવું શાના આધારે કહી શકાય ? Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - ૨ - આતમ જાગો ! - 392 એક તો તેઓ સમ્યગ્દષ્ટિ હતા અને સમ્યગ્દષ્ટિની આ જ ભાવધારા, પરિણતિ હોય છે. તેના આધારે આમ માની શકાય. ભરતની ભાવધારાનો પડઘો સંભળાવતા આ શબ્દો વાંચવા જેવા છે : મનમેં હી વૈરાગી, ભરતજી મનમેં હી વૈરાગી, બત્તીસ સહસ મુગટબદ્ધ રાજા, સેવા કરે વડભાગી, ચોસઠ સહસ અંતેઉરી જાકે, તોહી ન હુઆ અનુરાગી. ૧ સહસ બત્રીશ દેશ બડભાગી, ભયે સર્વ કે ત્યાગી, છન્નુક્રોડ ગ્રામ કે અધિપતિ, તોહી ન હુઆ સરાગી. ૩' બીજી રીતે વિચારીએ તો બાહુબલીજી સાથે થયેલા યુદ્ધ પ્રસંગની એમના મુખમાંથી પ્રગટ થયેલી વિચારધારા જાણો તો પણ આમ માની શકાય. સભા : બાહુબલી સાથેના યુદ્ધ પ્રસંગની એ વિચારધારા કેવી હતી ? જે વખતે ભરત અને બાહુબલીજી વચ્ચે યુદ્ધ થયું. ત્યારે દેવોએ વચ્ચે પડીને એ બન્નેય વચ્ચે પાંચ યુદ્ધો નક્કી કરી આપ્યાં. આ પાંચેય યુદ્ધમાં ભરતચક્રીનો કારમો પરાભવ થયો. બાહુબલીનો જ્વલંત વિજય થયો. ભરતચક્રીને ગુસ્સો આવ્યો; છેવટે તેમણે નીતિનો ભંગ કરીને બાહુબલી ઉપર ચક્રરત્ન મૂક્યું. ચક્રરત્નનો નિયમ છે કે, એ સ્વગોત્રમાં ન ચાલે. તેથી ચક્રરત્ન બાહુબલીજીને પ્રદક્ષિણા આપીને પાછું આવ્યું ત્યારે ભરતજીએ મનમાં વિચાર્યું કે છ ખંડ વિજેતા ચક્રવર્તી હું કે તે ? ભરતે કરેલા અન્યાયને કારણે બાહુબલીજીના ક્રોધનો પાર ન રહ્યો. તેમણે મનમાં વિચાર્યું કે ભારતને માટે મારી એક મુઠ્ઠી કાફી છે. કચકચાવીને મુઠ્ઠી ઉગામી અને હાથીની જેમ ભરતને મારવા માટે દોડ્યા. બન્ને વચ્ચે ખાસ્સે અંતર હતું. જ્યારે તેઓ અડધે પહોંચ્યા ત્યારે બાહુબલીજીનો વિવેક જાગ્રત થયો. જાગૃત થયેલા વિવેકે બાહુબલીજીને કહ્યું કે ભરતે ભલે ગમે તેમ કર્યું પણ એ મારા મોટા ભાઈ છે. પિતાની ગેરહાજરીમાં મોટાભાઈ પિતાને સ્થાને છે. મારાથી એમની સાથે આવો નબળો વ્યવહાર ન કરાય. જ્યારે એમના જાગેલા વિવેકે એમને આ સલાહ આપી. ત્યારે અંદરથી ક્ષાત્રવટનો અવાજ આવ્યો કે, ક્ષત્રિયની ઉગામેલી મુઠ્ઠી ક્યારેય ખાલી ન જાય. ત્યારે હૃદયમાં પ્રગટેલા વિવેકે એમને એમ કહ્યું કે ઉગામેલી મુઠ્ઠી ખાલી ન Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ – ૫ : બંધન અને બંધનનાં કારણે મિથ્યાત્વ અને અવિરતિ - 18 - 393 જાય એ વાત સાચી, પણ અયોગ્ય સ્થાને તો ન જ વપરાય. ત્યારે અંદરથી ક્ષાત્રવટે ફરી એમ કહ્યું કે ઉગામેલી મુઠ્ઠીને નીચે તો ન જ મુકાય. એ વખતે ફરી વિવેકે એમ કહ્યું કે નીચે ન મૂકાય એ વાત સાચી, પણ વાપરવી જ પડે તો એ માટેના યોગ્ય સ્થાને જ વપરાય. એ માટેનું યોગ્ય સ્થાન કયું? એનો વિમર્શ કરતાં વિવેકે કહ્યું કે, જે કષાયોએ આ સ્થિતિનું સર્જન કર્યું છે તે કષાય જ ન જોઈએ. માટે એ કષાયને ખતમ કરવા જ આ મુઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ. આમ વિચારીને તરત જ એમણે ત્યાંને ત્યાં પંચમુષ્ટિ લોન્ચ કરી સંયમનો સ્વીકાર કર્યો અને કષાયોને ખતમ કરવા ધ્યાનમાં ઉભા રહી ગયા. મારે તમને ભરતજીના સમ્યગ્દર્શનની નિર્મળતા બતાવવી છે. એમને અવિરતિનો ઉદય હતો, કષાયોનો ઉદય હતો, એના કારણે અનીતિનું યુદ્ધ કર્યું. આમ છતાં તેમના કષાયો અનંતાનુબંધીના તગડા તો ન જ હતા. એટલે જ્યારે એમણે બાહુબલીજીને પંચમુષ્ટિ લોચ કરીને ધ્યાનમાં ઉભેલા જોયા, ત્યારે તેઓ તરત જ દોડ્યા, તેમના પગમાં માથું મૂક્યું ને આંસુથી પગ પખાળ્યા અને બોલ્યા કે “ભગવાન ઋષભદેવના દીકરા તરીકે ઓળખાવાનો અધિકાર તમને છે, મને નથી. રાજ્ય એ સંસારરૂપી વૃક્ષનું બીજ છે એવું જ જાણતા નથી તે અધમ છે જ્યારે એવું જાણવા છતાં હું એ રાજ્યને છોડી શકતો નથી, તેથી હું અધમાધમ છું.” આ એમના ઉદ્ગારો જ એમની અંતરંગ વિચારધારા, ભાવધારાને પ્રગટ કરે છે. “ભલે મેં આ બધું કર્યું, પણ એને ખોટું તો માનું જ છું,” એવી બચાવની કોઈ જ વાત આમાં નથી. આ પ્રસંગે તેઓ પારાવાર પશ્ચાત્તાપની લાગણી મનોમન અનુભવી રહ્યા છે અને પોતાની જાત એમને અધમાધમ લાગે છે; આ જ એમની જીવંત એવી હેયબુદ્ધિનો નમૂનો છે. જે એમના માટે “ગપ્પોડસિ રોડ વંધોઅલ્પબંધના નિયમને સિદ્ધ કરે છે. હવે તમને તમારા વ્યક્તિત્વને સમજવાની તક આપું. બે-ચાર વાક્યો આપું; જરા ખાલી જગ્યા પુરો, જેથી તમને તમારી આસક્તિઓનો ખ્યાલ આવે. તમારી જાત સાથે તુલના કરવાની તક મળે અને તમને કર્મબંધ અલ્પ થાય છે કે નહિ, તેનો જાતે ખ્યાલ આવે. Page #133 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! રાત્રિ ભોજન કરવું-કરાવવું એ મોટામાં મોટું પાપ છે એવું જે જાણતા નથી તે અધમ છે જ્યારે જાણવા છતાં હું છોડતો નથી. તેથી ખાલી જગ્યા પૂરી શકશો કે ‘હું અધમાધમ છું.’ ૧૧૪ ૨ કર્માદાનના ધંધા ક૨વા, એ મહાપાપ છે એવું જે જાણતા નથી તે અધમ છે જ્યારે જાણવા છતાં હું છોડતો નથી. તેથી ખાલી જગ્યા પૂરી શકશો કે, ‘હું અધમાધમ છું.' 394 મહારંભ અને મહાપરિગ્રહ નરક ગતિનાં કારણો છે એવું જે જાણતા નથી તે અધમ છે જ્યારે જાણવા છતાં હું છોડતો નથી. તેથી ખાલી જગ્યા પૂરી શકશો કે, ‘હું અધમાધમ છું.' આવી સંવેદના, અનુભૂતિ જેને હોય તેનામાં જ સમ્યગ્દર્શન સંભવી શકે અને જેનામાં સમ્યગ્દર્શન સંભવી શકે, તેને જે પણ કર્મબંધ થાય તે અલ્પ થાય. ‘ઞોઽતિ દોરૂ બંધો' - નો સાચો અર્થ તેનામાં જ સંભવી શકે. સમ્યગ્દર્શનવાળી અવિરતિ ખરી પણ મિથ્યાત્વનાં પડલ વગરની. જે અવિરતિ ઉપર મિથ્યાત્વનાં પડલ હોય, મિથ્યાત્વનો લેપ લાગેલો હોય તેનો કર્મબંધ ચીકણો હોય છે. સમકિતીની ભાવના : સ્વજનો પરનો રાગ તૂટે તો સારું : હવે તમે સંસારમાં છો તો હૈયાથી બોલજો કે સંસાર કેવો ? રહેવા જેવો કે છોડવા જેવો ? આજ સુધીમાં ક્યારેય પત્નીને, દીકરાને, ભાઈને, બહેનને કહ્યું છે કે ‘તારો મોહ છુટતો નથી. ક્યારે એ ધન્ય દિવસ આવશે કે તારો મોહ છુટશે.’ સભા : જ્યારે પત્ની, પુત્ર કે પરિવાર ઉપર રાગ હોય ત્યારે આ રાગ છૂટે તો સારું, એવો ભાવ હોઈ શકે ખરો ? હા, જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હોય તેના હૃદયમાં આવો ભાવ જરૂર હોઈ શકે. રામાયણનો એક પ્રસંગ કહું, એના ઉ૫૨થી આ વાત સહેલાઈથી સમજાશે. જ્યારે મહાસતી સીતાદેવીએ તેમનાં નિર્મલ શીલની પ્રતીતિ કરાવવા દિવ્ય કર્યું અને તેમાં તેઓ ઉતીર્ણ બન્યાં ત્યારે અયોધ્યાવાસીઓ તેમનું સ્વાગત કરીને અયોધ્યામાં આવકારવા થનગની રહ્યાં હતાં. ચોમેર ઉત્સાહ પ્રસરી રહ્યો હતો Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ – ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 395 અને સૌ કોઈના મુખમાં એક જ વાત હતી કે મહાસતી સીતાદેવી પરમસતી છે. અયોધ્યાવાસીઓએ વિનંતિ કરી કે “મહાસતી, મહાદેવી ! અયોધ્યામાં પધારો અને નગરીને આપનાં પાવન પગલાંથી પાવન કરો !” જે રામચંદ્રજીએ મહાસતીજીને અંધારામાં રાખીને તીર્થયાત્રાના નામે જંગલમાં એમનો ત્યાગ કરીને એમને મોતના મોઢામાં મૂક્યાં હતાં તે રામચંદ્રજીએ પણ મહાસતીને કહ્યું કે “મહાદેવી ! અયોધ્યામાં પધારો, નગરીને અને રાજમહેલને પાવન કરો !” આ સમયે મહાસતી સીતાદેવી આગામી સુખોના સ્વપ્નોમાં ન રાચતાં પોતાના કર્મના વિપાકોનું ચિંતન કરી રહ્યાં હતાં. તેઓ હવે કર્મનો ક્ષય કરવા સંયમસાધનાના માર્ગે આગળ વધવાનું વિચારી રહ્યાં હતાં. મહાસતી સીતાદેવી જન્મ્યા ત્યારથી જ કમેં એમની બેહાલી કરવામાં પાછું વાળીને જોયું નથી. જન્મતાંની સાથે તેમના ભાઈ ભામંડલનું અપહરણ થયું. લગ્ન સમયે તેમના પિતા જનક મહારાજાનું અપહરણ થયું. લગ્ન પછી પોતાના પતિને વનવાસ લેવાનો અવસર આવ્યો. પતિ સાથે પોતે પણ વનવાસમાં ગયાં. વનવાસમાં હતાં ત્યારે રાવણ દ્વારા ખુદ એમનું જ અપહરણ થયું. આ બધું પતાવીને જ્યારે અયોધ્યા આવ્યાં ત્યારે તેમના ઉપર કલંક આવ્યું અને ખુદ એમના પતિ રામચંદ્રજીએ ગર્ભવતી એવાં એમને ઘોર જંગલમાં ત્યજી દીધાં. જોકે પાપોદય વચ્ચે પણ એ દરેક સમયે કોઈને કોઈ રીતે પુણ્યોદયે એમની રક્ષા કરી. આ બધી ઘટનાઓ નજર સામે આવતાં જ આ દારૂણ કર્મોનો ક્ષય કરવા માટે સર્વજ્ઞ પ્રરૂપિત સર્વવિરતિના માર્ગે આગળ વધવાનો તેમણે નિર્ણય કરી લીધો અને પોતાની જાતે જ પોતાના કેશનો લોચ કરી તે વાળ રામચંદ્રજી તરફ ફેંકી વિરતિના માર્ગે ચાલી નીકળ્યાં. આ અવસરને આંખ સામે લાવશો તો મહાસતી સીતાદેવીના ત્યાગનું, વૈરાગ્યનું, મહાભિનિષ્ક્રમણનું મહત્ત્વ સમજાશે. જે અયોધ્યાવાસીઓએ મહાસતીને કલંકિત ઠેરવ્યાં હતાં, તે અયોધ્યાની સમગ્ર પ્રજા મહાસતીનાં સતિત્ત્વથી પ્રભાવિત થઈને અયોધ્યાને પાવન કરવાની વિનંતી કરે છે. અયોધ્યાવાસીઓની વાતમાં આવીને જેમણે મહાસતીનો ઘોરવનમાં ત્યાગ કરાવ્યો હતો, તે રામચંદ્રજી પોતે તેમને રાજમહેલમાં પધારી, રાજભવનને Page #135 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! પાવન કરવાનું કહે છે; તેવી પરિસ્થિતિમાં મહાસતી સીતાદેવી ત્યાગના માર્ગે જવા માટે પ્રણિધાન-સંકલ્પ કરે છે. આ નાનીસૂની વાત નથી. જ્યારે ઉન્નત મસ્તકે નગરીમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે નતમસ્તકે ત્યાગ કરી દેવો એ અતિ અસામાન્ય ઘટના છે. એમ કહેવાય કે, ‘હવે જ સુખના દા’ડા આવ્યા હતા' છતાં એમણે એ સુખને લાત મારીને દુઃખના દા'ડા આપનાર કર્મને કાપવા સંયમનો પંથ સ્વીકાર કરી લીધો. ૧૧૭ એ - મહાસતી સીતાજીએ પંચમુષ્ટિ લોચ કરીને પોતાના વાળ રામચંદ્રજી ત૨ફ ફેંક્યા અને તેઓ પોતે સંયમ લેવા ચાલી નીકળ્યાં; ત્યારે રામચંદ્રજીને પોતાના અપરાધોની યાદ આવી. આખી ઘટના આંખ સામે આવી. અપરાધ ખમાવવાની ઈચ્છા હતી પણ તે પૂરી થાય તે પહેલાં તો સીતાજી ચાલી નીકળ્યાં હતાં. મહાસતી સીતાજીને આ રીતે જતાં જોઈ રામચંદ્રજી તરત જ મુચ્છિત થઈને જમીન ઉપર ઢળી પડ્યા, યોગ્ય ઉપચારોથી ભાનમાં આવતાં જ તરત તેમણે અયોધ્યાવાસીઓને ઉદ્દેશીને કહ્યું કે ‘મુંડેલા માથાવાળી પણ એ સીતાને જ્યાં હોય ત્યાંથી લઈ આવો.’ પરંતુ એના જવાબમાં પ્રજા, સૈન્ય કે રાજપરિવારમાંથી કોઈનો કશો જ પ્રતિભાવ ન મળ્યો. સૌ સ્થિર ઉભા હતા. 396 આજ સુધીમાં રામચંદ્રજીનો પ્રતાપ ને પ્રભાવ લોકોએ જોયો હતો. સૌના હૃદયમાં રામચંદ્રજી અને એમની આજ્ઞા પ્રત્યે અત્યંત આદર હતો. એટલા જ માટે આજ સુધી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈએ કર્યું નહોતું. પરંતુ આજનો દિવસ જુદો હતો. આજે મહાસતી સીતાજીનો પ્રભાવ સૌએ નજરોનજર જોયો હતો. ત્રણસો હાથ લાંબી-પહોળી અને બે પુરુષ ઊંડી મોટી ખાઈમાં ચંદનના લાકડાં ભરીને આગ પ્રગટાવી હતી. જે આગ આકાશને પણ આંબીને એવી વિકરાળ બની હતી કે, એ જોવી પણ દુસ્સહ બની ગઈ હતી. આવી ભડભડ બળતી આગમાં મહાસતી સીતાજીએ ઝંપલાવ્યું હતું અને તે વખતે એમણે કહ્યું હતું કે ‘આજ સુધી મેં રામચંદ્રજી સિવાય અન્ય કોઈનો મનથી પણ વિચાર કર્યો હોય તો આગ મને બાળી દેજે. તે વખતે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સૌનું હૃદય ધડકન ચૂકી ગયું હતું. સૌ કોઈ ભયગ્રસ્ત બની વિચારતા હતા કે, હવે શું થશે ? પરંતુ લોકોએ જોયું કે, મહાસતી આગમાં પડતાંની સાથે જ ભડભડ બળતી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ - ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 397 એ આગ પાણીના સરોવરમાં પલટાઈ ગઈ. ચંદનના અંગારા બુઝાણા અને ત્યાં વિશાળ જળરાશીથી લહેરાતું સરોવર રચાઈ ગયું. વચ્ચે કમળની અંદર સીતાજી બેઠાં છે અને લક્ષ્મીની જેમ શોભી રહ્યાં છે. આ બધો મહાસતીના પરમપવિત્ર શીલનો પ્રભાવ હતો. જે સૌએ જોયો, જાણ્યો અને માણ્યો. સૌ કોઈ ભાવવિભોર બની ગયાં અને મહાસતીને અહોભાવપૂર્વક જોવાં લાગ્યા, નમવા લાગ્યાં. ત્યાં તો એક અણધારી ઘટના બની. સરોવરનું એ પાણી ઉભરાવા લાગ્યું, એનો વેગ વધવા લાગ્યો અને અયોધ્યાવાસીઓ તરફ એ પાણી ધસમસતું આવવા લાગ્યું. નગરવાસીઓએ બુમાબુમ કરી મૂકી કે, “મહાસતી બચાવો ! બચાવો ! સીતાજીના મનમાં કોઈના ય પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ન હતો. ભલે અયોધ્યાવાસીઓએ તેમના પ્રત્યે ગમે તે વ્યવહાર કર્યો હતો, પણ એમના મનમાં તો સૌ પ્રત્યે કરુણાનો જ ભાવ હતો. એટલે તેમણે તરત જ કરુણાથી પ્રેરાઈને પોતાના બન્ને હાથ લાંબા કરી પાણીને રોકવાનો ભાવ કર્યો અને એમના એ સંકલ્પ બળથી – એમના સુવિશુદ્ધ શીલના પ્રભાવથી પાણી પાછું ફર્યું. પોતાની માતાના નિર્મળ શીલનો પ્રભાવ જોઈને લવ અને કુશના આનંદનો પાર ન રહ્યો. બન્નેય ભાઈઓએ એ વિશાળ સરોવરમાં ઝંપલાવ્યું અને તરતા તરતા પોતાની માતા પાસે પહોંચી ગયા. કમળમાં બિરાજમાન મહાસતી સીતાદેવીના ખોળામાં બન્નેય ભાઈઓ બેસી ગયા અને કમળમાં તરતાં તરતાં મહાસતી સીતાદેવી સરોવરને કાંઠે આવ્યાં અને જ્યારે તેઓ કાંઠે ઉતર્યા, ત્યારે નગરવાસીઓ તથા રામચંદ્રજીએ તેમને અયોધ્યામાં અને રાજમહેલમાં પધારવા નિમંત્ર્યાં. આમ છતાં વિરક્તિને પામેલાં મહાસતી લોચ કરીને વિરતિના માર્ગે સંચરી ગયાં. આ પરિસ્થિતિમાં રામચંદ્રજીએ આદેશ કર્યો હતો કે, “મુંડેલા માથાવાળી પણ સીતા જ્યાં હોય ત્યાંથી લઈ આવો.' પરંતુ તેમના આદેશનો અમલ કરવા જ્યારે કોઈ આગળ ન આવ્યું, ત્યારે રામચંદ્રજીના આવેશનો પાર ન રહ્યો. તેમણે ધનુષ્ય બાણ હાથમાં લઈને કહ્યું કે, “મારી આજ્ઞાનો આ રીતે અનાદર ? એનું પરિણામ હમણાં બતાવી દઉં.” રામચંદ્રજી આગળ કાંઈ કરવા જાય તે પહેલાં જ લક્ષ્મણજીએ રામચંદ્રજીનો હાથ પકડીને કહ્યું કે, “આર્યપુત્ર ! તમે તમારા ઉપરના કલંકને ટાળવા નિષ્કલંક એવાં પણ મહાસતીનો વનમાં ત્યાગ કર્યો, ત્યારે તમને વાંધો ન આવ્યો અને આજે મહાસતી કર્મના કલંકને ટાળવા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ – ૨ - આતમ જાગો ! 398 સંસારવાસનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવા ગયાં ત્યારે આવો વ્યવહાર કરવો આપને શોભે છે ? એક તરફ મહર્ષિને કેવળજ્ઞાન થયું છે અને બીજી તરફ મહાસતીએ દીક્ષાનો સ્વીકાર કર્યો છે, ત્યારે એનો મહોત્સવ કરવાના બદલે આપ જે કરવા ધારો છો તે કેટલું યોગ્ય છે ?” આ સાંભળતાં જ રામચંદ્રજી મોહનિદ્રામાંથી જાગી ગયા. વિવેક જાગૃત થયો. એમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ કર્તવ્ય માર્ગે આગળ વધ્યા. અનુજ-નાનો ભાઈ પણ વડીલને આ રીતે હાથ જોડીને વિનંતિ કરી શકે છે, કહેવા જોણું કહી શકે છે. રામચંદ્રજીનું આ બધું તોફાન અવિરતિનું હતું. આ સમયે પણ એમાં મિથ્યાત્વ ભળ્યું ન હતું, માટે તેઓ તરત જાગૃત થઈ શક્યા. ત્યાંથી નીકળીને બધા જ જયભૂષણ કેવળજ્ઞાની મહાત્મા પાસે ગયા. એમના પાવન મુખે ધર્મદેશના સાંભળી. આ દરમ્યાન રામચંદ્રજીના હૃદયમાં ઘમ્મર વલોણું ચાલતું હતું. કરેલું દુષ્કૃત્ય ડંખી રહ્યું હતું. એમને થયું કે, મારું કૃત્ય જોતાં મને લાગતું નથી કે હું ભવ્યાત્મા હોઈશ કે નહિ ? ધર્મદેશના પૂરી થતાં જ તેમણે જ્ઞાની ભગવંતને પૂછયું કે “ભગવંત ! હું ભવ્યાત્મા કે અભવ્યાત્મા ?' જ્ઞાની ભગવંતે કહ્યું કે, રામચંદ્રજી ! તમે ભવ્યાત્મા છો.” આ જવાબ મળવાથી ટાઢક તો થઈ પણ પાછું થયું, હું ભવ્યાત્મા છું એ તો બરાબર પણ મારાં લક્ષણો જોતાં લાગતું નથી કે મારો મોક્ષ નજીકના ભવિષ્યમાં થાય. શું હું દુર્ભવ્ય તો નહિ હોઉં ને ? શું મારે ઘણા ભવો સુધી ભટકવાનું તો નહિ બને ને ? એથી એમણે ફરી પ્રશ્ન કર્યો કે, “ભગવંત ! હું ચરમ શરીરી કે અચરમ શરીરી ?” જ્ઞાની ભગવંતે કહ્યું “તમે ચરમ શરીરી છો. આ જ ભવે મુક્તિમાં જશો.” આ સાંભળી અત્યંત ખુશી થઈ. આમ છતાં તેઓએ પોતે પોતાનું આંતરનિરીક્ષણ કર્યું અને એમને થયું કે ભલે મારું સીતાજી પ્રત્યેની મમતાનું બંધન તૂટ્યું, પણ હજુ મારા મનમાં લક્ષ્મણ પ્રત્યેની મમતાનું બંધન તો ઊભું જ છે. લક્ષ્મણ ઉપર તો મને અનહદ રાગ છે. શું લક્ષ્મણ ઉપરનો મારો રાગ જીવતો રહે અને મને કેવળજ્ઞાન થાય, એવું બની શકે ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫ : બંધન અને બંધનનાં કારણો ઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 એમને પોતાની મનઃસ્થિતિ જોતાં લાગતું ન હતું કે, લક્ષ્મણજી ઉપરનો પોતાનો રાગ તૂટે. એટલે તેમણે ગુરુભગવંતને પૂછ્યું કે, ‘ભગવંત ! લક્ષ્મણ ઉપરનો મારો રાગ જીવતો રહે અને મને કેવળજ્ઞાન થાય એવું બને ?' તે વખતે જ્ઞાની ભગવંતે કહ્યું કે, ‘રામચંદ્રજી ! તમારા જીવનમાં એવી ધન્ય પળ પણ જરૂર આવશે કે, જ્યારે તમારો લક્ષ્મણ ઉપરનો રાગ પણ તૂટશે.’ આ સાંભળતાં રામચંદ્રજીના આખા શરીરમાં રોમાંચનો અનુભવ થયો. એમણે પોતાની જાતને ધન્ય માની. એમને થયું કે, મારા જીવનમાં એવી પણ ધન્ય પળ આવશે કે જ્યારે લક્ષ્મણ ઉ૫૨નો મારો અતૂટ રાગ પણ તૂટશે. આ જાણી એમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ. ૧૧૯ - આ ઉપરથી તમને સમજાશે કે, રાગની હાજરીમાં પણ રાગ તોડવાનો ભાવ હોઈ શકે છે અને એ ભાવના મૂળમાં કારણ સમ્યગ્દર્શન જ કામ કરતું હોય છે. — 399 એમણે બંધનને ઓળખ્યું હતું. એ તુટે નહિં ત્યાં સુધી મોક્ષ ક્યાંથી થાય ? એવું એ સમજતા હતા. અવિરતિનો ઉદય હતો; પણ એ અવિરતિનું બંધન પણ એમને ખૂંચતું હતું. કારણ કે તેઓ બંધનને ઓળખતા હતા અને એને એમણે તોડવું હતું અને જ્યારે એમણે જાણ્યું કે, એ બંધન પણ તૂટશે, ત્યારે એ સાંભળીને એમના સાડા ત્રણ કરોડ રૂંવાડામાં દીવા પ્રગટ્યા. અનહદ આનંદ થયો. જેનું વર્ણન કલિકાલસર્વજ્ઞ પ્રભુશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરેમાં સુંદર રીતે કર્યું છે. આજે તમને કહેવામાં આવે કે ‘તમારો પત્ની, પુત્ર, પરિવાર ઉપરનો રાગ તૂટશે' તો શું થાય ? રોમાંચ થાય કે ધ્રાસકો પડે ? આ સાંભળી રોમાંચ થાય તો સમજવાનું કે અવિરતિ ઉપર મિથ્યાત્વનું પડલ નથી અને ધ્રાસકો પડે તો માનજો કે હજુ અવિરતિ ઉપર મિથ્યાત્વનાં પડલો બરાબર લાગેલાં છે. આ વિષયમાં ગણધરભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા આદિ ઉપકારી મહાપુરુષો હજુ શું જણાવે છે, તે અંગે અવસરે વાત. Page #139 -------------------------------------------------------------------------- ________________ મમતાને નાથવા સંતોષ (મુક્તિ)ને આદરો ! (રાગ : ૨ જીવ માન કિજીએ.) ચોથો મુનિવર ધર્મ એ જાણીએ, મુત્તિ નામે અનૂપજી, લોભ તણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ-ભૂપજી. આંતુ મમતા મ આણો રે મુનિ દિલ આપણે, મમતા દુર્ગતિ ગામીજી. મમતા સંગે સમતા નવિ મળે, છાયાડડત૫ એક ઠામોજી. ૧ લોભ જલધિ જલ લહે રે ઉલટે, લોપે શુભગુણ દેશોજી, સેતુ કરીને જિહાં સંતોષનો, નવિ પસરે લવ-લેશોજી. ર દ્રવ્યોપકરણ દેહ મહિમપણું, અશન પાન પરિવારજી, ઈત્યાદિકની રે જે ઈહા ધરે, કેવળ લિંગ પ્રચારજી. ૩ લાભાલાભે સુખ દુઃખ વેદના, જે ન કરે તિલ માત્રજી, ઉપશમ ઉદય તણો અનુભવ ગણે, ભણે સંયમ જાત્ર જી. ૪ લોભ પ્રબળથી રે વિરતિ નહિ રહે, હોય બહુ સંકલ્પજી, સજઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાદિક તલ્પજી. ૫ લોભે ન હણ્યા રમણીએ નવિ છળ્યા, ન મળ્યા વિષય કષાયજી, તે વિરલા જગમાંહિ જાણીએ, ધન ધન તેહની માયાજી. ૭ લોભ તણા સ્થાનક નવિ જીતીયા, જઈ ઉપશાંત કષાયજી, ચિહું ગઈ ગમન કરાવે તિહાં થકી, પુનરપિ આતમરાયજી. ૭ તસ કિંકર પરે અમર નિકર સવે, નહિ ઉણિમ તસ કાંઈજી, જસ આતમ સંતોસે અલંકર્યો, તસ ત્રિભુવન ઠકુરાઈજી. ૮ અનુભવ રસમય ચારિત્ર ફળ ભલું, તે નિર્લોભ પાયજી, જ્ઞાનવિમલ પ્રભુતા લહે અતિ ઘણી, ઉદય અધિક તસ થાયજી. ૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ 19 ૬ – કષાય બંધનની બહુરૂપિdI. - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૦, શનિવાર, તા. ૧૭-૮-૦૨. સાચોરી ધર્મશાળા, પાલીતાણા • જૈનશાસનની શૈલી : પ્રમોદ : • શાસ્ત્ર, શાસ્ત્રસાપેક્ષ પરંપરા અને બંનેથી • માનવ જીવનની એક એક ક્ષણ કિંમતી : અવિરુદ્ધ સ્વાનુભવ પ્રમાણે છે : • આપત્તિની પરંપરાને સર્જનારા પ્રમાદી : • કર્મબંધન છે કેમ કે એ આત્માને બાંધે છે : • વિષયોની આધીનતા ધર્મકાર્યમાં વિખકર્તા : • કષાય : • કષાયની આધીનતા ધર્મમાં નડતરરૂપ: • જ્યાં સુધી કષાય, ત્યાં સુધી કર્મબંધ : • તમારા ઘરમાં ધર્મ રડે છે : • દાન-વ્યસની કવિવર માઘ : • લોભ ખાતર ધર્મને ધક્કો : - આપત્તિમાં મિત્રના ઘરે ન જવાય : • યોગ : • એ પત્ની નહિં, ધર્મપત્ની હતી : વિષય : કષાય અને પ્રમાદની ભયંકરતા. ‘સૂયગડાંગ'નો સંવાદ માત્ર મોઢાનો કે કાનનો નથી, પણ તે આત્માનો – આત્મા સાથેનો સંવાદ હોઈ એમાં નિર્ચાજ વાત્સલ્ય નીતરી રહ્યું છે. ગુરુશ્રી સુધર્માસ્વામી શિષ્ય જંબૂકુમારને જે વાત કરે છે તે પોતાના ઘરની નહિ પરંતુ પોતાના ગુરુદેવ પરમાત્મા મહાવીરદેવથી પ્રાપ્ત થયેલી જ ! અહીં મોટા ચમરબંધીને ય ઘરનું કહેવાની સત્તા નથી. અહીં તો બધા જ લકીરના ફકીર ! આ વાત અનેક પાસાઓ દ્વારા સ્પષ્ટ કરી આ પ્રવચનમાં આત્માનાં બંધનોની જ વાત આગળ ચલાવી છે. આમાં મુખ્યત્વે કષાયરૂપ બંધનનું સ્વરૂપ અને તેની ભયાનકતાનું અસરકારક વર્ણન કરાયું છે. લોભ-કષાયની દારુણતાને અહીં જીવંત ચિત્રિત કરી જૈનદર્શનને નહિ પામવા છતાં કર્મલઘુતાદિના કારણે માર્ગાનુસારિતાદિના ગુણો ધરાવતા કવિવર માઘ દ્વારા ઔદાર્ય ગુણના સહારે નિજ લોભને નાથવાનો પ્રસંગ ખૂબ જ આલ્હાદક વર્ણન કરાયો છે. પ્રવચનનું પ્રતિબિંબ * દેવતત્ત્વના જોડાણ વિનાનું કે દેવતત્ત્વના જોડાણના લક્ષ્ય વિના માત્ર ગુરુતત્ત્વ સાથેનું જોડાણ કામનું નથી. * કદરૂપ મોટું રૂપવાન દેખાડવા મેકઅપ લગાડવો તે પણ માયા. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुज्झिन तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬: sષાથ બંધનની બહુરૂપિતા અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ ચરમ કેવલી શ્રી જંબૂસ્વામીને ઉદ્દેશીને “વુક્ષિz' જેવાં મંત્રપદોનો ઉપયોગ કરીને કહ્યું કે “તું બોધ પામ!તારા સ્વરૂપને જો !માત્ર સ્વરૂપ જોવાથી જ ચાલતું નથી. આત્માના સ્વરૂપને પ્રગટ કરવાનું છે. તે માટે આત્માના સ્વરૂપને જેમ જોવાનું તેમ જ્યાં સુધી સ્વભાવ દશા ન પ્રગટે ત્યાં સુધી આત્માના સ્વરૂપને આવરનારાં, આત્માને બાંધી રાખનારાં બંધનોને પણ ઓળખવાનાં છે. એ બંધનોને પણ માત્ર ઓળખવાથી કામ ચાલતું નથી. ઓળખીને એને તોડવાની પણ જરૂર છે. માટે જ – “બંધનોને ઓળખો... તેને સમ્યક પ્રકારે જાણો...ચારે બાજુથી જાણી ને તોડો !” એમ શ્રીસુધર્માસ્વામીએ કહ્યું છે. પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી અને ચરમકવલી શ્રીજંબુસ્વામીજી વચ્ચેનો આ સંવાદ છે. તેઓનો આ સંવાદ માત્ર મોઢાનો કે કાનનો ન હતો, પણ તે આત્માનો, આત્મા સાથેનો સંવાદ હતો. તે શબ્દો માત્ર મોઢામાંથી નીકળીને કાનમાં પેઠા તેવું ન હતું પણ એક આત્મામાંથી નીકળીને બીજા આત્મામાં પ્રવેશ્યા હતા. એક સિદ્ધ પુરુષના આત્મામાંથી પ્રગટેલ આ નાદ એક શ્રેષ્ઠ કક્ષાના સાધકના આત્મપ્રદેશ સુધી પહોંચ્યો હતો. જેણે તેમના આ સાધક આત્માને સિદ્ધિનાં શિખરે પહોંચાડ્યો હતો. માટે જ પ્રશ્ન જાગ્યો કે, સિદ્ધ પુરુષના આત્મામાંથી ઉઠેલા એ નાદે જ્યારે શ્રેષ્ઠ કક્ષાના સાધકના આત્માને ઢંઢોળ્યો, જાગૃત કર્યો ત્યારે એ સાધક આત્માના હૃદયમાંથી પ્રગટેલી જિજ્ઞાસા શબ્દદેહ ધારીને વ્યક્ત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ 404 – ૨ – આતમ જાગો ! થઈ. એ વ્યક્તીકરણના શબ્દો હતા : વિક્રમાદિ વંધvi વીરો વિ વા નાvi તિડટ્ટ ?' “ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? અને શું જાણીને એને તોડી શકાય છે?' શ્રી જંબૂસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે કે, “ભગવન્! આપે જે પ્રભુના ચરણે જીવન સમર્પિત કર્યું, જેમની પાસેથી આપે યોગ-અધ્યાત્મ વિદ્યાનો માર્ગ મેળવ્યો, જેમના ચરણોમાં બેસીને આપે આત્માને જાણ્યો, બંધનોને જાણ્યાં, બંધનોને તોડવાનો માર્ગ જાણ્યો તે ભગવાન વીરે બંધન કોને કહ્યું છે? અને તેને તોડવાનો માર્ગ કયો બતાવ્યો છે ?' જૈનશાસનની શૈલી : આ વિષયની વિચારણામાં આગળ વધતાં પૂર્વે કેટલીક સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. જેમની વચ્ચે આ પ્રશ્નોત્તરી થઈ છે, તે શ્રીસુધર્માસ્વામી અને જંબૂવામીમાં શ્રી સુધર્માસ્વામીજી ગુરુ હતા અને શ્રી જંબુસ્વામીજી શિષ્ય હતા. એટલે ગુરુ-શિષ્યના નાતે તેઓ સુધર્માસ્વામીજીને સીધું જ પૂછી શકતા હતા કે, આપ બંધન કોને કહો છો અને એ બંધનને તોડવાનો કયો માર્ગ આપ બતાવો છો ? અને એ જ ગુરુ-શિષ્યના સંબંધને કારણે શ્રીસુધર્માસ્વામીજી પણ એવો જવાબ આપી શકતા હતા કે હું આમ કહું છું.' આમ છતાં આવું એક પણ વેણ ન ઉચ્ચાર્યુ. જંબુસ્વામીએ પણ “આપ શું કહો છો ?' તેમ ન પૂછતાં ‘ભગવાને શું કહ્યું છે ?' એવું પૂછયું છે અને સુધર્માસ્વામીજી જેવા, શ્રમણ સંઘ શિરતાજ, ગણધર ભગવંતે કહ્યું કે, “ભગવાન મહાવીરે આમ... આમ કહ્યું છે' - આ શૈલીની પ્રશ્નોત્તરી શું સૂચવે છે, તે ગંભીરતાથી વિચારવાનું છે. તારક ગણધર ભગવંત અને તેમના શિષ્ય વચ્ચે જો સંવાદની આવી શૈલી હોય તો આપણી, અમારી-તમારી વચ્ચેની સંવાદ શૈલી કેવી હોવી જોઈએ, એ આપણે વિચારવું જોઈએ. જ્યારે શ્રીસુધર્માસ્વામીજીએ કહ્યું કે, “જાગો ! બંધનને જાણો ! અને બંધનને તોડો !” ત્યારે જંબુસ્વામી તરત જ પ્રશ્ન કરી શક્યા હોત કે “આપ બંધન કોને કહો છો ? તે બંધનોને હું કઈ રીતે તોડું ?” પણ તેવું તેમણે ન પૂછયું અને પૂછ્યું Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ – ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 405 કે, “ભગવાન વીરે બંધન કોને કહ્યું છે અને એને તોડવાનો એમણે ક્યો માર્ગ બતાવ્યો છે ?' આ પ્રકારની પ્રશ્નશૈલી વિચારકને, તત્ત્વશોધકને એક નવી જ દિશા સૂચવી જાય છે. જંબુસ્વામીએ જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે સુધર્મારવામાં પણ કહી શકતા હતા કે “હું શું કહું છું તે જાણવાની તને ઈચ્છા નથી ? કેમ.. તને મારા ઉપર વિશ્વાસ નથી ? માટે “તું ભગવાન વીરે શું કહ્યું,” એવું પૂછે છે ? જો તને મારા ઉપર વિશ્વાસ ન હોય તો મારે તને શા માટે ઉત્તર આપવો જોઈએ ?” શ્રી સુધર્માસ્વામીએ પણ આવું કાંઈ ન કહ્યું, આ પ્રકારની ઉત્તરશૈલી જે બાબતોનો નિર્દેશ કરે છે તેની પણ થોડી વિચારણા કરી લઈએ. જેનશાસનમાં કોઈને પણ સ્વતંત્રપણે બોલવાનો કે અભિપ્રાય આપવાનો અધિકાર નથી. વર્તમાન ધર્મોપદેશકો તીર્થકરોને અગર તેમને અનુસરનાર પૂર્વાચાર્યોને આગળ કરે તો પૂર્વાચાર્યો પણ તીર્થકરો અગર તીર્થકરને અનુસરનાર ગણધર ભગવંતોને આગળ કરે, જ્યારે ગણધર ભગવંતો ખુદ તીર્થકર ભગવંતોને આગળ કરે. જૈનશાસનમાં સ્વતંત્રપણે બોલવાનો અધિકાર એકમાત્ર તીર્થકરોને છે. કારણ કે, તેઓ સત્યને સંપૂર્ણ રીતે જોઈ-જાણી શકે છે, માટે એ સિવાય કોઈને સ્વતંત્રપણે બોલવાનો-કહેવાનો અધિકાર નથી. જૈનશાસનના ગુરુતત્ત્વની એ વિશેષતા હોય છે કે તે પોતાના સંપર્કમાં આવનારને દેવતત્ત્વ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે અને જૈનશાસનનો સાધક પણ ગુરુતત્ત્વ દ્વારા દેવતત્ત્વનો પરિચય મળતાં દેવતત્ત્વ સાથે જોડાઈ જાય છે. દેવતત્ત્વના જોડાણ વિનાનું કે દેવતત્વના જોડાણના લક્ષ્ય વિના માત્ર ગુરુતત્ત્વ સાથેનું જોડાણ કામનું નથી. શાસ્ત્ર, શાસ્ત્રસાપેક્ષ પરંપરા અને બંનેથી અવિરુદ્ધ સ્વાનુભવ પ્રમાણે છે : “અધ્યાત્મસાર નામના ગ્રંથમાં પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ અધ્યાત્મનો મહિમા જ્યારે વિશિષ્ટ રીતે વર્ણવ્યો ત્યારે શિષ્ય પૂછયું 'भगवन् किं तदध्यात्म, यदित्थमुपवर्ण्यते ?' Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ – - ૨ - આતમ જાગો ! - 406 ભગવત ! આ અધ્યાત્મ શું છે ? જેનું આપ આ રીતે વર્ણન કરો છો ?” ત્યારે પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે, 'श्रृणु वत्स ! यथाशास्त्रं, वर्णयामि पुरस्तव ।' “વત્સ ! સાંભળ! શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ તારી આગળ કહું છું.” અહીં પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શિષ્યનું જોડાણ શાસ્ત્ર સાથે કરાવે છે. “જેનું જોડાણ શાસ્ત્ર સાથે થાય, તેનું ગણધર ભગવંતો સાથે થાય છે અને જેનું જોડાણ ગણધર ભગવંતો સાથે થાય, તેનું જોડાણ તારક તીર્થંકર પરમાત્મા સાથે થાય છે.” યોગશાસ્ત્રના પ્રારંભમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ કહ્યું કે, આ ગ્રંથમાં હું જે કાંઈ કહેવાનો છું, તે માત્ર મારી કલ્પનાના આધારે નહિ પણ સર્વજ્ઞ કથિત શ્રુતસાગરનું ઊંડું અવગાહન કરીને કહેવાનો છું. માત્ર શ્રુતસાગરના આધારે જ કહેવાનો છું, એમ પણ નહીં; પણ જે મહાપુરુષોએ શ્રુતસાગરનું ઊંડું અવગાહન કરીને એ જ પાયા ઉપર ઉત્તમ આચરણાની ઈમારતો ચણી છે, એ ઉત્તમ આચરણાનો સહારો પણ લેવાનો છું. એટલું જ નહીં, એ બન્નેના આધારે જીવન જીવતાં મને સ્વયં જે આત્માનુભૂતિ થઈ છે, તેનો પણ સહારો લેવાનો છું. આ રહ્યા તે યોગશાસ્ત્રના શબ્દો... શ્રુતાઝ્મોથેરપિચ, સાવ સરો: ! स्वसंवेदनतश्चापि, योगशास्त्रं विरच्यते ।।१।।' ‘મૃતસાગરનું અવગાહન કરીને, સદ્ગુરુની પરંપરાને અનુસરીને અને સ્વસંવેદનના આધારે યોગશાસ્ત્રની રચના કરાય છે.' આજ ભાવોને જુદો શબ્દદેહ આપતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે અધ્યાત્મસાર'ના પ્રારંભમાં કહ્યું છે કે – 'शास्त्रात् परिचितात् सम्यक, सम्प्रदायाच धीमताम् । इहानुभवयोगाच, प्रक्रियां कामपि ब्रुवे ।।१।।' Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬ : કષાય બંધનની બહુરૂપિતા – 19 ‘સમ્યક્ રીતે પરિચિત થયેલ શાસ્ત્રોના આધારે ધીમાત પુરુષોની પરંપરાના આધારે અને અહીં થયેલા અનુભવના સહારે અધ્યાત્મની કાંઈક પ્રક્રિયાને કહું છું.' આમ કહીને આ બન્નેય પૂજ્ય પુરુષોએ સ્પષ્ટ કહ્યું છે કે, હું આ ગ્રંથરચના માત્ર કલ્પનાના સહારે નથી કરવાનો, માત્ર શબ્દગ્રાહી બનીને શાસ્ત્રાધારે પણ નથી કરવાનો, શાસ્ત્ર નિરપેક્ષ એવી આચરણાના આધારે પણ નથી ક૨વાનો અને શાસ્ત્ર કે શાસ્ત્ર સાપેક્ષ એવી આચરણા-નિરપેક્ષ ભ્રામક અનુભવના આધારે પણ નથી કરવાનો. ૧૨૭ માત્ર શ્રુત સાગરનું જ અવગાહન કરીને કહ્યું છે એવું નથી, માત્ર શ્રુતને ભણીને કહ્યું છે એવું નથી. પણ સદ્ગુરુના સંપ્રદાયનો એમના શાસ્ત્રસાપેક્ષ આમ્નાય-સામાચારીનો સહારો લીધો છે. અને ત્રીજે નંબરે આ બન્નેના સહારે ઉત્પન્ન થયેલા અને એનાથી અવિરુદ્ધ એવા પોતાના અનુભવનો આધાર લીધો છે. ૧ શાસ્ત્ર, ૨ શાસ્ત્ર સાપેક્ષ રહીને જીવન જીવનારા મહાપુરુષોની પરંપરા અને ૩ - એ બન્નેનાં આધારે જ સાધના કરતાં કરતાં પોતાને થયેલી અવિરુદ્ધ અનુભૂતિના આધારે લખ્યું છે. - - 407 જૈનશાસનની આ મહાનતા છે. મિથ્યાદર્શનોમાં આવી મહાનતા નથી, માટે જ તે દર્શનો તત્ત્વોનું સમ્યક્ નિરૂપણ કરી શક્યાં નથી. નૈયાયિક દર્શનની એક વિચિત્રતા છે. એમને ત્યાં એવું જોવા મળે છે કે, ગુરુ જે પણ પક્ષની સ્થાપના કરે તેનું ખંડન કરીને નવો પક્ષ સ્થાપે તો તે શિષ્ય સમર્થ શિષ્ય કહેવાય. ગુરુનું કહેલું શિષ્ય કરે, તેને તેમને ત્યાં મહત્ત્વ નથી અપાયું, પણ ગુરુનું કહેલું ખોટું સાબિત કરી શિષ્ય નવું કાંઈક કહે, તો તેનું ત્યાં મહત્ત્વ અંકાય છે. અપૂર્ણ દર્શનોમાં આવું બધું હોય, એમાં કાંઈ નવાઈ નથી. કારણ કે, એ દર્શનોનું, એ દર્શનોના સિદ્ધાંતોનું નિરૂપણ કરનારા અલ્પજ્ઞ હતા, વિપરીત બોધવાળા હતા અને સમ્યગ્બોધવાળા, સંપૂર્ણ બોધવાળા એવા સર્વજ્ઞોને તે સમર્પિત ન હતા. અપૂર્ણ દર્શનોમાં આ બધું ચાલે, જૈન દર્શનમાં નહિ. માટે જ સર્વજ્ઞના શાસનમાં આવાં તથાકથિત મૌલિક (!) વચનોને કોઈ સ્થાન નથી. સર્વજ્ઞના શાસનમાં આવા સ્વચ્છંદ ઉદ્ગારો, આચરણાઓ કે અનુભવોને ક્યાંય સ્થાન નથી. માટે શ્રીસુધર્માસ્વામીના મુખે - Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨ આતમ જાગો ! ‘વૃગ્નિજ્ઞ, તિટ્ટિકા, બંધનું રિનાળિયા ।' ‘જાગો ! બંધનને દરેક રીતે જાણો અને તોડી નાખો !‘ - એવાં વેણ સાંભળતાની સાથે જ શ્રીજંબુસ્વામીએ શ્રીસુધર્માસ્વામીને પૂછ્યું કે, ૧૨૮ ‘મિાદ બંધનું વીરો' ‘ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ?' એવો પ્રશ્ન પૂછ્યો. કેવો સરસ પ્રશ્ન પૂછ્યો છે ? શ્રીસુધર્માસ્વામીજી કહેતા નથી કે ભગવાન મહાવીર મારા ગુરુ છે તારા નહિ, એટલે ભગવાન મહાવીરે શું કહ્યું છે, એ મારે વિચારવાનું છે તારે નહિ. તારે તો હું જે કહું તે જ સાંભળવાનું અને સમજવાનું. તારાથી એવું ન પૂછાય કે, ‘ભગવાન મહાવીરે શું કહ્યું છે ?’ આજે આવું પણ ચાલે છે. પોતાના ગુરુ કે ગુરુ પરંપરા પોતાને યાદ ન આવે તો તે કૃતઘ્નપણું છે, નિષ્નવપણું છે. જ્ઞાનના આચારમાં પણ ગુરુને ક્યારેય છુપાવવા નહિ, એ વાત આવે છે. 408 શિષ્ય પૂછે કે ‘ભગવાન શું કહે છે ?' તો એ પ્રશ્ન ગુરુને ગમે ? જો ગુરુને ન ગમે તો સમજવાનું કે ગુરુમાં ગરબડ પેઠી છે. જો શિષ્ય પૂછે કે, ‘ભગવાને શું કહ્યું છે ? શાસ્ત્રોમાં શું કહ્યું છે ? પૂર્વાચાર્યોએ શું કહ્યું છે ?' તો એ પ્રશ્ન ગુરુને ગમવો જ જોઈએ અને એનો એ રીતે ઉત્તર પણ ગુરુએ આપવો જોઈએ. જો એ પ્રશ્નનો ઉત્તર એ રીતે ગુરુ ન આપે તો એ ગુરુએ પોતાનું ગુરુપણું ગુમાવ્યું છે. શ્રી જંબૂસ્વામીજીની દૃષ્ટિ ભગવાન શ્રીમહાવીર પરમાત્મા સુધી પહોંચી તો સુધર્માસ્વામીજીએ તેમને અટકાવ્યા નહિ અને એનો ભગવાને આપેલો ઉત્તર એમણે ભગવાનના નામે જ આપ્યો. કર્મ બંધન છે કેમકે એ આત્માને બાંધે છે : બંધન કોને કહેવાય ? તે આપણે ગઈકાલે વિચારવાનું શરૂ કર્યું હતું. ૧ સ્વતંત્ર આત્માને પરતંત્ર બનાવે તે બંધન. ૨ - આત્માને પોતાના સ્વરૂપમાંથી વિરૂપમાં લઈ જાય તે બંધન. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 ૩ - આત્માને વિરૂપમાં જકડી રાખે તે બંધન. તે બંધન કયાં છે ? જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મો છે. તેનાં પેટા પ્રકારો ૧૫૮ થાય છે. તે જ્ઞાનાવરણીય આદિ કર્મો ચોક્કસ સ્વભાવ ધરાવે છે. એ બંધાય ત્યારે આત્મા ઉપર કબજો જમાવીને બેસે છે. ચોક્કસ સમયે ઉદયમાં આવે છે અને ચોક્કસ પ્રકારનો પોતાનો પ્રભાવ બતાવે છે. આ કર્મનો ક્ષય કરવા માટે એને નક્કી સમય પહેલાં ઉદયમાં લાવીને ખતમ કરી શકાય છે; જેને ઉદીરણા કહેવાય છે. એ માટે તપ, ત્યાગ, સંયમની વિશેષ આરાધના કરવાની હોય છે. આ બધું જાણવા માટે જે જિજ્ઞાસા અને પ્રયત્ન જોઈએ, તે જિજ્ઞાસા અને પ્રયત્ન પેદા થાય તે માટે આ બોલું છું. ઘણાંને આગમ ગ્રંથો ભણવાનો અધિકાર નથી. પૂર્વાચાર્યોએ કર્મના સિદ્ધાંતને સમજાવતા જે વિશેષ ગ્રંથો બનાવેલા તે પણ આજે મળતા નથી.. 409 જેમને આગમ ભણવાનો અધિકાર નથી, જેઓમાં વિશાળફલક ઉપર પથરાયેલ આગમનું અધ્યયન કરવાનું સામર્થ્ય નથી, એવા પણ જીવો આગમમાં વર્ણવેલ કર્મના સિદ્ધાંતને બરાબર સમજી શકે તે માટે પૂર્વાચાર્યોએ આગમનું દોહન કરી તેના આધારે સવિસ્તર કર્મગ્રંથોની રચના કરી, એમાંથી પણ સાર લઈ પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પાંચ કર્મગ્રંથ બનાવ્યા અને શ્રીચંદ્રમહત્તરાચાર્યજીએ દૃષ્ટિવાદમાંથી સાર લઈ છઠ્ઠો કર્મગ્રંથ રચ્યો. પરંતુ આ બધા મહાપુરુષોએ કરેલા એ પુરુષાર્થ આપણા માટે સફળ ત્યારે જ બને કે જ્યારે આપણે એનું અધ્યયન કરીએ. કર્મ એ આત્માને બાંધનારું બંધન છે, માટે એને પણ બંધન કહેવાય છે. આ કર્મનો બંધ ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. ‘નવતત્ત્વ પ્રકરણ’માં એક ગાથામાં આ ચારેની ટુંકી વ્યાખ્યા આપેલી છે - ‘યદ્ સત્તાવો વુત્તો, જિરૂ વાાવદારળ ધ અનુમાનો રસો જેનો, પમાં સંઘો રૂ9।।' ‘૧- કોઈ પણ કર્મ બંધાય ત્યારે તેનો સ્વભાવ નક્કી થાય છે, જેને પ્રકૃતિબંધ કહેવાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૨ - આતમ જાગો ! 410. ૨ - એ કર્મ કેટલા સમય સુધી આત્મા ઉપર બંધાઈને રહેશે, એ નક્કી થાય તેને સ્થિતિબંધ કહેવાય છે. ૩ - બંધાયેલા એ કર્મની તીવ્રતા-મંદતા નક્કી થવી એ રસબંધ છે અને ૪ - બંધાયેલાં એ કર્મનાં પૌદ્ગલિક કણનું પ્રમાણ નક્કી થવું, એ પ્રદેશબંધ છે.” ૩ – કષાય : આ કર્મના બંધમાં સામાન્ય રીતે, મિથ્યાત્વ-૧, અવિરતિ-૨, કષાય-૩, પ્રમાદ-૪ અને યોગ-પ - એમ પાંચ કારણો છે. આમ છતાં એમાં કષાયો મહત્ત્વનો ભાગ ભજવતા હોઈ, ‘તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે “વષયવાણીવ: વર્ષનો યોયાનું પુત્રીના જ વન્ય: I' (૫૦ ૮, . .) ‘કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પગલોને જે ગ્રહણ કરે છે, તે બંધ કહેવાય છે.' એમ કહીને કર્મબંધના હેતુઓ બતાવ્યા. જ્યાં સુધી કષાય, ત્યાં સુધી કર્મબંધ: જ્યાં સુધી કષાયો છે, ત્યાં સુધી જે કર્મો બંધાય છે, તે આત્મવિકાસમાં નડતરભૂત બને છે, કષાયોનો ક્ષય થતાં વીતરાગ બન્યા પછી માત્ર મન, વચન, કાયાના યોગને કારણે બંધાતાં કર્મો આત્મવિકાસમાં નડતરભૂત બની શકતાં નથી અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ - આ બધા વિધવિધ કક્ષાના કષાયોની સાથે હોવાના કારણે પૂ. ઉમાસ્વાતિજી મહારાજે સવા ત્વ૦િ - એમ કહીને કર્મબંધની વ્યાખ્યા આપી અને - મિચ્છરનાવિત્તિ-પ્રાદ-વાવ-ચોળાવન્યતઃ ' (૪૦ ૮, ફૂગ ૨) 'મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ બંધના હેતુઓ છે.' એમ કહીને કર્મબંધના હેતુઓ પણ બતાવ્યા. આમ છતાં કર્મનાં બંધનો મુખ્યત્વે કષાયવશ જ બંધાય છે; જેટલા કષાયો તગડા તેટલો કર્મબંધ મજબૂત થવાનો. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 રેશમનો કોશેટો પોતે ખોરાક લે, પચાવે, લાળ બનાવે અને બહાર કાઢે. જે તેનું બંધન બને અને એનાથી એ પોતે જ બંધાય અને એમાં પોતે જ પૂરાય, તેવું જ આપણા જીવનમાં પણ બની રહ્યું છે. આપણે જ કષાય કરીએ છીએ, કષાયને વશ થઈને આપણે પોતે જ બંધન ઉભાં કરીએ છીએ અને તેમાં અટવાઈએ છીએ. આપણને કોઈ બાંધતું નથી. આપણે પોતે જ બંધન ઉભાં કરીએ છીએ અને એનાથી આપણે ખુદ બંધાઈએ છીએ. આપણો કોઈ શત્રુ નથી. આપણે જ ખુદ આપણા શત્રુ છીએ. આપણે કષાયથી ન બચીએ તો આપણને કર્મબંધથી બચાવવાની કોઈની તાકાત નથી. ખુદ ત્રણ લોકના નાથમાં પણ નથી. ૧૩૧ 411 પરમાત્મા કહે છે કે તમે તગડા કષાયોને નબળા ન પાડો અને જ્યાં સુધી તેની ચુંગાલમાંથી ન છૂટો ત્યાં સુધી હું પણ તમને બચાવી ન શકું. ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારેય કષાયોને ઓળખી લેવા જરૂરી છે. સામાન્ય રીતે તો કષાયોને બધા જ ઓળખતા હોય છે. પરંતુ પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં, પોતાના માનસિક ભાવોમાં કયો કષાય કઈ રીતે કામ કરે છે, તે ન સમજાય તો બીજું બધું સમજવું નકામું છે. અણગમો, અરુચિ, અભાવ, આવેશ, આવેગ, ધમધમાટ, સામાને જોઈને ઘુરકીયા કાઢવાનું મન, અણબનાવ, આ બધું ક્રોધમાં આવે છે. તું - તા કરવું, મારવું, ધોલ-ધપાટ કરવી આ બધું પણ ક્રોધમાં આવે. હું કાંઈક છું, મારામાં કાંઈક છે, હું બીજા કરતાં શ્રેષ્ઠ છું. મારી પાસે કાંઈક છે. મારો બધાએ આદ૨ ક૨વો જોઈએ, મારું દરેકે ઔચિત્ય જાળવવું જોઈએ, મને જગ્યા કરી આપવી જ જોઈએ. આવા બધા સંકલ્પ-વિકલ્પ થાય તે માનકષાય છે. કાંઈક સારું કર્યું ને કોઈએ કદર ન કરી તો કોઈને પડી જ નથી તેમ થાય તે પણ માનકષાયનો જ ભાવ છે. માયા, પ્રપંચ, કૂડ-કપટ, દંભ, રમત, મનમાં જૂદું - વ્યવહારમાં જૂદું, અંદર જૂદું - બહાર જૂદું, કરવું કાંઈક - બતાવવું કાંઈક, હોય બીજું અને દેખાડવું જૂદું, ન હોય એવા દેખાવું અને હોય તેવા ન દેખાવું. આ બધા માયાના પ્રકારો છે. શ્રીમંત હોવા છતાં કોઈને કાંઈ આપવું ન પડે માટે ગરીબ દેખાવું, કોઈનું કાંઈક મેળવવા ગરીબ હોવા છતાં શ્રીમંત દેખાવું. ઉંમર વધેલી હોવા છતાં સ્વાર્થવશ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૨ - આતમ જાગો ! યુવાન દેખાવવાનો પ્રયત્ન કરવો. કેટલાક નાની ઉંમરમાં મળતા લાભ મેળવવા મોટા હોવા છતાં નાના દેખાવું, વાળ ધોળા થયા છતાં લપ કરી કાળા દેખાડવા, હાઈટ ટૂંકી હોય તો ઊંચા જોડાં પહેરી ઊંચા દેખાવું. કુદરતી લાલાશ ન હોવા છતાં દેખાડવા હોઠ વગેરેને લપેડા કરવા. કદરૂપ મોઢું રૂપવાન દેખાડવા મેકઅપ લગાડવો તે પણ માયા. એક રૂપિયો ખર્ચીને સવા રૂપિયો બતાવવો તે પણ માયા. આવા તો માયાના અનેક પ્રકાર છે. વિચારશો તો જીવનની કઈ કઈ પળોમાં અને કયા કયા ક્ષેત્રોમાં કેવી માયા રચાય છે, તેનો ખ્યાલ આવશે. જો માયાને બરાબર ઓળખી શકશો તો જ એનાથી બચી શકશો. માયાને ઓળખવા અંતર્મુખ થવું અને મનના દરેક ભાવોને વાંચવા જરૂરી છે. ધર્મક્રિયાઓ પણ જો આત્મહિતની ભાવનાથી થતી ન હોય, હૈયામાં ધર્મની કોઈ રુચિ ન હોય છતાં ધર્મી દેખાવા ધર્મક્રિયા કરાતી હોય તો તે પણ માયાનો જ એક પ્રકાર છે. ધર્મી ન હોવા છતાં ધર્મક્રિયાનો દેખાડો કરી ધર્મી તરીકે ઓળખાઈ દુન્યવી લાભો મેળવવાનો પ્રયત્ન એ પણ એક પ્રકારની માયા જ છે. 412 દરેક વસ્તુનો મર્મ ભૂલી ગયાં તેનું આ પરિણામ છે. ઉપવાસ કર્યો પણ આત્માની સમીપ ન વસ્યા. પૌષધ કર્યો પણ આત્માનાં ધર્મની પુષ્ટિ ન કરી. સામાયિક કર્યું પણ આત્માને સમતાભાવમાં ઝાકઝબોળ ન કર્યો. જે કાંઈ કર્યું, · તે બીજાને દેખાડવા માટે કર્યું. માટે જ રત્નાકર પચ્ચીસીમાં પૂ. આ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજે લખ્યું કે, 'वैराग्यरङ्गी परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय ।' " ‘ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકનું કરવા કર્યા.’ બીજાને ઠગવા વૈરાગ્યના રંગ ધર્યા અને લોકોને ખુશ ક૨વા ધર્મના ઉપદેશ આપ્યા. પોતાના આત્મા માટે કાંઈ ન કર્યું. દાન આપ્યું, પણ આત્મકલ્યાણ માટે નહિ. લોકોને લાગે કે, ‘આટલા રૂપિયા વાપરે છે, નક્કી પાર્ટી સદ્ધર છે.' પછી જેટલાને અદ્ધર કરવા હોય, તેટલાને અદ્ધર કરી શકાય. શીલના નિયમ જાહેરમાં લીધા. લોકોને લાગે કે, કેવો સંયમી છે ! એના ઓઠા નીચે જેટલાને બરબાદ કરવાં હોય તેટલાને કરી શકાય. જાહેરમાં તપના Page #152 -------------------------------------------------------------------------- ________________ ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 નિયમ લીધા. લોકોને લાગે કે કેવા તપસ્વી છે, પણ ખરેખર તપ કરતા જ ન હોય. તપ કરીને ય આત્મકલ્યાણની ખેવના ન હોય અને કાંઈક ભળતા જ હેતુથી તપ કરાતો હોય, આમ છતાં તપસ્વીને જોઈ લોકો માને કે કેટલી બધી આત્મકલ્યાણની ખેવના છે અને હૈયામાં આત્માનો કોઈ વિચાર જ ન હોય તો આ પણ એક પ્રકારની માયા જ છે. આવી વૃત્તિ રાખીને જે દાનાદિ ક્રિયા કરે તે બધો દંભ છે, માયા છે, પ્રપંચ છે. જે અત્યંત ઘાતક છે. એને ઓળખવી અને એનાથી બચવું અત્યંત જરૂરી છે. ૧૩૩ માયા પછી આવે છે લોભ : સજીવ કે નિર્જીવ જે ગમ્યું તે મેળવવાનું મન મળેલાને ભેગું કરવાનું મન, તેને સાચવવાનું મન એ લોભ છે. 413 લોભવૃત્તિની આગ જેના હૈયામાં પ્રગટે છે, તેને જે કાંઈ દેખાય તે બધું જ મેળવવાનું અને પોતાનું બનાવવાનું મન થાય છે. પછી તે સજીવ હોય કે નિર્જીવ, નાનું હોય કે મોટું, અલ્પ મૂલ્યવાળું હોય કે બહુમૂલ્ય; બધું જ મેળવવાનું અને પોતિકું બનાવવાનું મન હોય છે. એની સાથે પરિગ્રહસંજ્ઞા, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન જોડાય છે. એને માટે ક્રોધ, માયાનો આશરો લેવાય છે. એમાં સફળતા મળતાં માન અને વિષયોને અવકાશ મળે છે. લોભના કારણે ગમે તેટલું મળવા છતાં સદાય અસંતોષનો અનુભવ થાય છે. આમ છતાં આ લોભ ઘણાને લોભ તરીકે - દોષ તરીકે ઓળખાતો નથી, કારણ કે એમાં મિથ્યાત્વ પણ પોતાનો ભાગ ભજવે છે. - આ ચારે કષાયો જ્યારે મિથ્યાત્વની સાથે હોય ત્યારે ઘણા તગડા હોય છે અને એથી જ એ કષાયો કષાય તરીકે ઓળખાતા નથી અને એ જીવનનું સિદ્ધિનું અંગ હોય તેવું લાગે છે. ‘ક્રોધ છે માટે જ બરાબર ચાલે છે. હું તો કોઈની સાડા-બારી રાખતો નથી, આપણને કોઈનું ઉધાર રાખવું ફાવતું જ નથી; સગ્ગા-મા-બાપને પણ ચોક્ખચોખ્ખું સંભળાવી દઉં છું,' - આ બધા ઉદ્ગારો ક્રોધના છે. આવું જે માને તેનો ક્રોધ તગડો છે. તે અનંતાનુબંધીનો છે અને મિથ્યાત્વ એની સાથે બેઠું છે. જેથી અનંતકાળ સુધી તેની પરંપરા ચાલે છે. તેવું જ માનનું છે. માનમાં અંધ બનેલાના ઉદ્ગારો એના અંધાપાને ઉઘાડો પાડે છે. એ કહે કે, ‘દરેકને ભાન હોવું જ જોઈએ કે આપણે કોણ છીએ ! અભિમાન ન હોય એ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ - – ૨ – આતમ જાગ ! - 414 માન્યું પણ સ્વાભિમાન તો હોવું જ જોઈએ ને ! આવા ઉદ્ગારો માનના છે. માયાવી બોલે કે “સીધા માણસોનો જમાનો જ નથી, રમત રમતાં આવડે તો જ દુનિયામાં રહી શકાય, કુશળતા તો જોઈએ જ, એ પણ એક પ્રકારની કળા છે. ભલેને તેને લોકો માયા કહે ..” સભા : થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ ! કૂતરો કરડવા આવે તો તેને કરડવા જશો ને? સામો ગમે તે કરે, આપણી ખાનદાની શું ? આપણો ગુણવારસો - ધર્મવારસો શું ? અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ.” માયા કરવી તે પણ કષાય છે. માયા કરનાર સગા મા-બાપને, સગ્ગા ભાઈને, ખુદની પત્નીને પણ ન છોડે, આગળ વધીને દેવ-ગુર અને ધર્મનાં ક્ષેત્રોને પણ ન છોડે. અહીં આવીને પણ અમારી સાથે રમત રમે, તેને ઉપાદેય માને, રમત કરવી જ જોઈએ, રમત કર્યા વગર જીવાય જ નહિ' એવું માને, આ માયા ઉપર મિથ્યાત્વનો પુટ ચડ્યો. લોભ બોલાવે કે “ટારગેટ તો ઉંચો જ જોઈએ, તે ઉંચો હોય તો જ પ્રગતિ થાય. ઈચ્છા એ વિકાસની ગુરુચાવી છે,' એમ માને, અમારી પાસે આવે અને અમને પણ કહે, “સાહેબ ! આ માણસો કેવા આગળ વધ્યા છે ? એમને તો બધાની ગાડીઓ પણ અલગ-અલગ અને અમારે તો સ્કુટર પણ નથી.' જ્ઞાનીએ કહ્યું છે કે લોભને થોભ નથી. તમારી આજની દોટ જોતાં અમને ય લાગે છે કે ખરેખર લોભને કોઈ થોભ જ નથી. સભા : સાહેબ ! રૂપિયો એ તો સ્ટેટસ છે. એ હોય તો જ્યાં જઈએ ત્યાં બધે જ પૂજાઈએ, રૂપિયાવાળાનું સ્ટેટસ કેવું છે, એની મને બરાબર ખબર છે. આજે રૂપિયાવાળાને કોઈ પૂજતું નથી. હૈયાના આદર વગર આગળ કરે એ કાંઈ સ્ટેટસ નથી. પૈસા ભૂખ્યા લોકો સ્વાર્થને વશ પૈસાવાળાને આગળ બેસાડે પણ એના પ્રત્યે હૈયામાં આદર ક્યાં હોય છે ? અમારી વ્યાખ્યાન-સભાની જ વાત કરું તો ઘણીવાર શ્રીમંતો પાછળથી આવે તો પાછળવાળાને એ પોતાની સાથે બેસે એ પણ ગમતું નથી. એટલે એ એને આગળ જવાનું કહે અને પૈસાના નશાવાળા એ શ્રીમંતો એમાં પોતાની મોટાઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ – ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 – 415 માને, સ્ટેટસ માને, આ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે ? એ પછી જ્યારે એ આગળ જઈને બેસે ત્યારે પાછળવાળા, પાછળથી હાથનાં આંગળાં એની સામે કરી એના પ્રત્યેની નફરત વ્યક્ત કરે. આમાં સ્ટેટસ ક્યાં રહ્યું ? ભલે આગળ બેસનાર શ્રીમંતને આ બધું ન દેખાતું હોય, પણ અમને તો આ બધું નાટક દેખાતું જ હોય છે. આમ છતાં આને તમે તમારું સ્ટેટસ માનો છો ! મને વધુ ન બોલાવો. તમારા ઘરમાં તમારી ઘરવાળી પાસે પણ તમારું સ્ટેટસ નથી. ઘરનો નોકર પણ કહે કે “સવારના પહોરમાં અમારા શેઠનું મોટું જોયું તો આખા દિવસમાં ખાવાય નહિ મળે. શું આ તમારું સ્ટેટસ છે ? શાલિભદ્રને ત્યાં દાસીઓ પણ કેવી હતી ? જાણો છો ? શાલિભદ્રની માતાએ પરદેશીઓનું મોટું પડેલું જોયું અને દાસીને કહ્યું “એમને બોલાવી લાવ.' જ્યારે પરદેશી વેપારીઓએ કહ્યું કે, “અમારે નથી આવવું ત્યારે ભદ્રામાતાની દાસીએ કહ્યું કે, “વેપારીઓ ! મારાં શેઠાણી દર્શન કરવા જેવાં છે.” હવે મને કહો કે આજે તમારા નોકરો તમારી પાછળ તમારા માટે શું બોલે ?' સભા આપે કહ્યું કે, જેવા છીએ તેના કરતાં જુદા દેખાવું તે માયા છે, તો શું જે પણ સંપત્તિ હોય તેનું પ્રદર્શન કરવું ? હું પ્રદર્શનની વાત નથી કરતો, પણ જેવા છો તેવા દેખાવાની વાત કરું છું. પણ તમારાથી એ નહિ બને. કારણ કે, એની પાછળ જવાબદારી આવે છે આપવાની, જે નિભાવવાની તમારી તૈયારી નથી. એક કાળ હતો, જ્યારે એક લાખવાળો પોતાના મકાન ઉપર એક દીવો, બે લાખવાળો બે દીવા, ત્રણ લાખવાળો ત્રણ દીવા એમ નવ્વાણું લાખવાળો પોતાને ત્યાં નવ્વાણું દીવા પ્રગટાવતો અને જેને ત્યાં એક કરોડ હોય તે કોટિધ્વજ ફરકાવતો ! કારણ કે, એમનું એ ધન નીતિનું, સાચી મહેનતનું કે નિર્મળ પુણ્યનું પરિણામ હતું, માટે એમને છૂપાવવા જેવું કાંઈ ન હતું. તેઓએ એ ધન એવી રીતે મેળવ્યું હતું કે, તે બતાવી પણ શકતા, ભોગવી પણ શકતા અને આપી પણ શકતા. પોતાના ધનને જાહેર કરવાનો હેતુ જરૂરીયાતવાળાને આમંત્રણ આપવાનો હતો અને જે પણ એમને આંગણે આવતા તે ક્યારેય ખાલી હાથે ન જતા. “શ્રીપાળ ચરિત્ર' વાંચો તો ખ્યાલ આવે કે, રાજા પ્રજાપાળ નાસ્તિક હતો. છતાં એ “પ્રાર્થનાભંગભીરુ' તરીકે પ્રખ્યાત હતો. એના આંગણે Page #155 -------------------------------------------------------------------------- ________________ જે - આતમ જાગો ! આવીને માંગનારો ક્યારેય ખાલી હાથે પાછો ન જતો. દાન-વ્યસની કવિવર માઘ ઃ આ જ કાળની થોડાં વર્ષો પહેલાંની વાત કરું તો કવિ માઘ, એ પણ ઉદારતાની મૂર્તિ હતા. જ્યારે આપવાનું કાંઈ ન રહ્યું તો, ના પાડતાં પહેલાં પ્રાણો ચાલ્યા જાય, એવું એણે ઈછ્યું. આજે પ્રસંગ નીકળ્યો જ છે, તો કવિ માઘની વાત પણ કરી લઈએ. ૧૩૬ સામાન્ય રીતે એવું કહેવાય છે કે, લક્ષ્મી-સરસ્વતી વચ્ચે મેળ ન હોય. આમ છતાં કવિ માઘ એમાં અપવાદ હતા. 416 કવિ માઘ ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા. તે કાળના રાજવીઓની સમૃદ્ધિ પણ ઝાંખી પડે તેવી એમની સમૃદ્ધિ હતી. તેઓ જેવા શ્રીમંત હતા, એવા જ ઉદાર અને ભોગી પણ હતા. શ્રીમંતાઈની સાથે વિદ્વત્તાનો સુમેળ એમના જીવનમાં સોનામાં સુગંધની જેમ તદાકાર બની ગયો હતો. ભિનમાલના તેઓ વતની હતા. એ સમયે ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા. તે સમયના રાજવીઓમાં રાજા ભોજ એક ગણનાપાત્ર રાજવી હતા. તેમનો રાજવૈભવ અને વિદ્વત્તા બેય નોંધપાત્ર હતાં. રાજા ભોજ અને કવિ માઘ વચ્ચે મૈત્રીનો ગાઢ સેતુ બંધાયો હતો. મૈત્રીના દાવે એકવાર રાજા ભોજે કવિ માઘને પોતાને ત્યાં નિમંત્ર્યા હતા. કવિ માથે પ્રતિનિમંત્રણ સ્વીકારવાની શરતે રાજા ભોજનું નિમંત્રણ સ્વીકાર્યું. રાજા ભોજના મનમાં હતું કે, બન્નેય મિત્રો ભેગા મળી એકાદ માસ કાવ્યવિનોદમાં પસાર કરી સાહિત્યનો રસ માણસું. કેમકે વિદ્વાનોનો સમય કાવ્ય, શાસ્ત્રસેવા અને વિનોદમાં જ પસાર થાય છે. કહ્યું પણ છે - 'काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् ।' કવિ માઘ રાજા ભોજના મહેમાન તો બન્યા પણ બહુ લાંબો સમય એમની સાથે રહી ન શક્યા. થોડા જ દિવસોમાં કવિ માઘે રાજા ભોજની રજા લઈ પોતાના ઘરે પ્રયાણ કર્યું. આમ કેમ બન્યું, તે રાજા ભોજને સમજાયું નહિ. જતાં જતાં કવિ માઘે રાજા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬ : ક્યાય બંધનની બહુરૂપિતા - 19 ભોજને પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ યાદ કરાવ્યું અને તે મુજબ એક દિવસ રાજા ભોજ કવિ માઘના મહેમાન બન્યા. ૧૩૭ કવિ માઘના મહેલમાં પ્રવેશ કરતાં જ રાજા ભોજને કવિ માઘ પોતાને ત્યાં કેમ વધુ ન રોકાયા, તે સમજાઈ ગયું. કવિ માઘની સમૃદ્ધિ જોતાં રાજા ભોજને થયું કે, સત્તાનું પુણ્ય ભલે મારી પાસે હોય, પણ સમૃદ્ધિની છોળો તો અહીં જ ઉછળી રહી છે. 417 જેવી સમૃદ્ધિ એવી જ ઉત્તમ ભોગસામગ્રી અને જેવી ઉત્તમ ભોગસામગ્રી તેવો જ ઉદારતા ભર્યો વ્યવહાર કવિ માઘના જીવનમાં હતો. જે મળ્યું હતું, તેને માણી જાણવાનું અને પરોપકારાર્થે વાપરી જાણવાનું એના જીવનમાં વણાઈ ગયું હતું. કવિ માઘ રસજ્ઞ હતા. એમણે જીવનના રસને માત્ર સાહિત્યના સહારે જ નહોતો માણ્યો, પણ જીવનમાં ચરિતાર્થ પણ કરી જાણ્યો હતો. કવિ માઘની સંગતમાં આખો એક મહિનો ક્યાં પસાર થઈ ગયો, તેની રાજા ભોજને ખબર પણ ન પડી. જિંદગીમાં ન માણ્યું હોય તેવું આતિથ્ય, ન માણ્યા હોય તેવા ભોગ-વિલાસ, ન જાણી હોય એવી અઢળક સામગ્રી અને એની સજાવટ, ન અનુભવી હોય તેવી ઉદારતા અને અકલ્પ્ય એવો હૃદયનો આદર-સત્કાર પામી જીવનના એક અનુપમ, અવિસ્મરણીય કહી શકાય તેવા સુખદ અનુભવના સંભારણાં સાથે રાજા ભોજે વિદાય લીધી. આવી હતી કવિ માઘની સમૃદ્ધિ. આમ છતાં આ સંસાર છે, એ ક્યારેય એકસરખી ચાલે ચાલ્યો નથી. અરહટના ઘટની જેમ ચડતી-પડતી, દુર્ગમ પર્વતારોહણની જેમ જીવનમાં ચડાવ-ઉતાર સંસારમાં આવ્યા જ કરતા હોય છે. રાજા ભોજને પણ ઝાંખો પાડી દે એવી સમૃદ્ધિને ધરનાર અને મેઘની જેમ વરસીને અગણિત લોકોને નવપલ્લવિત કરનારા કવિ માઘ આ સંસારના ચક્રવાતમાં અટવાયા અને એ વખતે પોતાનું પેટ ભ૨વાનાં પણ ફાંફાં પડે એવી પરિસ્થિતિમાં એ મૂકાયા. આવા વિષમ સંયોગમાં હવે ભિનમાલમાં રહેવું એમને યોગ્ય ન લાગ્યું. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૨ - આતમ જગો ! - 418 એકમાત્ર પત્નીને સાથે રાખીને એમણે ભિનમાલ છોડ્યું અને ધારાના ગોંદરે આવી અટક્યા. રહેવા માટે ગામ બહાર એક પર્ણકુટિર બનાવી આશ્રય લીધો. આપત્તિમાં મિત્રના ઘરે ન જવાય : જ્યારે ધારા તરફ પ્રયાણ કર્યું, ત્યારે કવિ માઘની પત્નીને હતું કે, મિત્રને ત્યાં આશ્રય લેવા આ પ્રયાણ કર્યું છે. રાજા ભોજ સાથેના સદ્ભાવભર્યા વ્યવહારો હજુ તો તાજા જ હતા અને બન્ને વચ્ચેની મૈત્રી પણ એવી જ અતૂટ હતી. પણ કવિ ભોજે જ્યારે પર્ણકુટિરમાં આશ્રય લીધો ત્યારે માઘ પત્નીએ આશ્ચર્યપૂર્વક પૃચ્છા કરી કે, “કેમ રાજા ભોજ હવે તમારા મિત્ર નથી ? જો છે તો આમ પર્ણકુટિરમાં શા માટે રહેવાનું ? મિત્રને મળો તો આપણો પ્રશ્ન તત્કાળ ઉકલી જશે. આપણે કરેલું આતિથ્ય ભૂલે એવો એમનો સ્વભાવ નથી.” કવિ માઘે કહ્યું કે, “આપત્તિના સમયે મિત્રને ત્યાં ન જવાય.” કવિ માઘની આ મહાનતા હતી. મૈત્રીના સંબંધમાં આપવાનું, બીજાનું કરવાનું એ માનતા હતા. પોતાનું કરાવવાનું કે લેવાનું એ માનતા ન હતા. કવિ માઘે ધનસમૃદ્ધિ જરૂર ગુમાવી હતી, પણ સંસ્કારસમૃદ્ધિ, ગુણસમૃદ્ધિ તો એમની એવીને એવી જ હતી. એટલે આપત્તિના સમયે મિત્રનો આશરો લેવો એમને પસંદ ન પડ્યો. જે વ્યક્તિ મહેલમાં જન્મી, મહેલમાં ઉછરી અને મહેલમાં જ જીવી, એને ઝુંપડીમાં જીવતાં પણ આવડતું હતું. એમાં પણ એને આનંદ અને પ્રસન્નતાનો સહજ અનુભવ થતો હતો. એ એના સંસ્કાર હતા. આ એમની ગુણગરિમા હતી. અહીં આવ્યા પછી પણ આજીવિકાનું કાંઈ ગોઠવાયું ન હતું. એવામાં એકવાર એમણે એક અદ્ભુત કાવ્યની રચના કરી. ભર્યા પેટે કાવ્ય રચનારા ઘણા હોય છે. ભૂખ્યા પેટે જે કાવ્ય રચી જાણે એનો કાવ્યરસ કોઈ અદકેરો જ હોય છે. પોતે રચેલા કાવ્યનું પઠન કરતાં જ કવિ માઘને રાજા ભોજ યાદ આવ્યા. રાજા ભોજનો કાવ્યરસ યાદ આવ્યો અને એની ભેટ રાજા ભોજને કરવાનું મન થયું. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 ઉદારતા ગુણનો એ સ્વભાવ છે કે, જ્યારે જે કાંઈ પોતાની પાસે હોય તે યોગ્ય અન્યને આપવાનું મન કરાવે. ૧૩૯ કવિ માથે પોતાની પત્નીને કહ્યું કે, ‘આ કાવ્યની પોથી લઈને ભોજના દરબારમાં જા અને આ પોથી એમને ભેટ કરજે.' 419 માઘ પત્ની પોથી લઈને રાજદરબારે ગઈ, પણ એનાં કપડાં અને દેદાર જોઈ ત્યાં એને પ્રવેશ મળવો મુશ્કેલ હતો. ઘણી મહેનતે એ પ્રવેશ મેળવી શકી અને ચીંથરે બાંધેલી કાવ્યપોથી એણે રાજા ભોજના હાથમાં ધરી દીધી. થોડા સમય પૂર્વે જે રાજદરબારમાં કવિ માઘ સાથે એનું પણ સ્વાગત થયું હતું અને કવિવર સાથે એનો પણ પડ્યો બોલ ઝીલાતો હતો, એ જ રાજદરબારમાં આજે એની સામે કોઈ જોવાય તૈયાર ન હતું. આજ સુધી જે કાવ્યપોથીઓનું આદાન-પ્રદાન જરીયન વસ્ત્રોમાં થતું, તે કાવ્યપોથીને આજે ચીંથરે બાંધીને લાવવામાં આવી હતી. જે દેહને લપેટવા જરીયન વસ્ત્રોના ખડકલા હતા, એ દેહને ઢાંકવા પૂરતાં ય ચીંથરાની આજે ખોટ હતી, તો પોથીને વીંટવા તો બીજું શું હોઈ શકે ? આમ છતાં એ કવિ માઘની પત્ની હતી. હિંમતનો એ અતૂટ ભંડાર હતી અને સ્વસ્થતાનો મહાસાગર એણે પચાવ્યો હતો. આ સંયોગમાં પણ એના ચહેરાની પ્રસન્નતા એ એનો અનોખો અલંકાર હતો. જેનાથી એ કાળી વાદળીમાં રહેલ ચાંદનીની જેમ ચમકતી હતી. રાજમહેલમાં અનાદર પામવા છતાં, રાજવી પાસે પહોંચ્યા પછી પણ, રાજવી દ્વારા કોઈપણ જાતનો આવકાર ન મળવા છતાં, એ પૂર્ણ સ્વસ્થ અને સહજ હતી. તેણે પોતાના હાથમાં રહેલી કાવ્યપોથી રાજા ભોજના હાથમાં ઉચિત રીતે અર્પણ કરી. રાજા ભોજ કાવ્યનો રસજ્ઞ હતો. કાવ્યપોથી મળતાં જ ઝવેરાતનો દાબડો ખોલે તેમ કાવ્યપોથી ખોલીને પત્રમાં સુંદર મરોડદાર અક્ષરોમાં લખાયેલ એક એક શ્લોકનું પઠન ચાલુ કર્યું. થોડી વા૨માં તો આખા કાવ્યનું રસપાન એણે કરી લીધું. કાવ્યનું પઠન જેમ જેમ ચાલતુ ગયું, તેમ તેમ રાજા ભોજના ચહેરા ઉપર એક અનેરી આનંદની આભા ઉભરવા લાગી અને કાવ્ય પઠન પૂરું કરીને કોઈક Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨ આતમ જાગો ! આશ્ચર્ય સાથે આવનાર સ્ત્રીને ઉદ્દેશીને પૂછ્યું કે, ‘બહેન ! આવું ઉત્તમ કાવ્ય તું ક્યાંથી લાવી ! આ કાવ્ય કોણે બનાવ્યું છે ?' ‘મહારાજ ! આ કાવ્ય મારા સ્વામિનાથે બનાવ્યું છે.’ ‘બહેન ! તારી વાત બેસતી નથી. આવું કાવ્ય તો મારા મિત્ર કવિ માઘ સિવાય બીજું કોઈ ન બનાવી શકે.’ ‘મહારાજ ! હું પણ એ જ કહું છું ને !' “બહેન ! તારી વાતમાં ફરક કેમ આવે છે ? પહેલાં તે કહ્યું કે, મારા સ્વામિનાથે બનાવ્યું છે અને મારા કહ્યા પછી કહે છે કે, ‘હું પણ એ જ કહું છું.’ તારી આગળ પાછળની વાતનો મેળ નથી મળતો.” ૧૪૦ આમ કેમ મહારાજ ! શું તમે અમને આટલા જલ્દી ભૂલી ગયા ? મને ન ઓળખી ! મહારાજ, શું માત્ર તમે મારાં કપડાં જ જોયાં. મને ન જોઈ ? મારો અવાજ પણ ન સાંભળ્યો ? એક મહિનો આખો આપ અમારે ત્યાં રહી ગયા અને એકાએક અમને ભૂલી પણ ગયા.’ આ સાંભળતાં રાજા ભોજને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. રાજા ભોજની આંખમાં પાણી ઉભરાઈ આવ્યાં અને એણે કહ્યું કે, ‘ક્ષમા કરજો ! હું આપને ન ઓળખી શક્યો. આપ આ સ્થિતિમાં શી રીતે ? આપ હાલ ક્યાં છો અને ક્યાંથી આવો છો ? મારા મિત્ર ક્યાં છે ?’ આમ એક સાથે કેટલાક પ્રશ્નો કરી દીધા. આમ છતાં એ જ સ્વસ્થતાથી માઘ પત્નીએ જવાબ આપ્યો. ‘મહારાજ ! સંસારમાં બધા જ દિવસો સરખા જાય એવો ક્યાં નિયમ છે ? ભલે અમે એના એ રહ્યા પણ અમારી પરિસ્થિતિ તો પૂરેપૂરી બદલાઈ ગઈ છે. અમે ભિન્નમાલનો ત્યાગ કર્યો છે. ધારાના આંગણે આવ્યા છીએ અને ગામ બહા૨ પર્ણકુટિર બનાવીને આશરો લીધો છે. તમારા મિત્ર પણ ત્યાં જ છે અને આ સ્થિતિમાં કાવ્યરચના કરી અને કાવ્ય પૂર્ણ થતાં જ મિત્રતાના દાવે આ કાવ્ય આપને ભેટ મોકલ્યું છે. 420 મહારાજ ! ભલે ધન ગયું. પણ એમનો આપવાનો સ્વભાવ ક્યાં જાય એવો છે ! એટલે જ કાવ્યસર્જન થતાં જ એને માટેના સુપાત્ર આપનું એમને સ્મરણ થયું અને મને મોકલી.’ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ – ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 બહેન ! જો મારું સ્મરણ હતું તો પર્ણકુટિરમાં આશરો કેમ લીધો ? અહીં કેમ ન આવ્યા ? મહારાજ ! તમારા મિત્રનું કહેવું છે કે, આપત્તિના સમયે મિત્રના ઘરે ન જવાય. મિત્ર પાસે લેવા જવાનું ન હોય, આપવા જવાનું હોય. જ્યાં સુધી આપવા જેવું કાંઈ ન હતું, ત્યાં સુધી ન આવ્યા અને આપવા જેવું કાંઈક તૈયાર થયું એટલે તરત જ આપને યાદ કરી આપની પાસે મને મોકલી.' બહેન ! ભલે મિત્ર મારા આંગણે ન આવ્યા, પણ હું મારા મિત્રને લેવા કાલે સવારે જ આવું છું અને અમારી મિત્રતાને છાજે એવા આદર-સત્કારપૂર્વક મારા મિત્રને મારા આંગણે લાવીશ. બહેન ! આજે તો આ કાવ્યનું ઈનામ સ્વીકારવું જ પડશે. એમાં હું કાંઈ આપતો નથી અને તમે પણ કાંઈ સ્વીકારતાં નથી. આ તો સરસ્વતીનું સન્માન છે અને એમાં તમારાથી ના પણ શી રીતે કહેવાશે !” આટલું કહીને રાજા ભોજે કાવ્યની પૂજાથે હાથી, ઘોડા, સોનું, રૂપું, હીરા, માણેક, મોતી, અઢળક વસ્તુઓનું સમર્પણ કર્યું. રાજસભા અવાક બની ગઈ. સૌના કાન ચોકન્ના થયા. જે વસ્તુઓ જોવા મળવી પણ દુર્લભ હતી. એવી વસ્તુઓ માઘ પત્નીને ભેટરૂપે અપાઈ હતી. કવિ માઘની જેમ માઘ પત્નીની ઉદારતા પણ સૌ કોઈ જાણતા હતા. જેને જે કાંઈ જોઈતું હતું, તે કવિ માઘની પત્ની પાસે માંગવામાં કોઈને સંકોચ ન હતો. જ્યારે સન્માન સહ અઢળક સામગ્રી સાથે કવિ માઘની પત્ની રાજદરબારની બહાર આવી, ત્યારે જેને જે જરૂર હતી, તેણે તે માંગી લીધું અને કવિ માઘની પત્નીએ પણ જેણે જે માંગ્યું, તે બધું જ આપી દીધું. રાજ દરબારે જ્યારે તે ગઈ ત્યારે તેની પાસે કાવ્યપોથી પણ હતી, પણ જ્યારે તે પોતાની પર્ણકુટિરે પહોંચી, ત્યારે એ ખાલી હાથે અને પહેરેલાં કપડે જ હતી. એ પત્ની નહિ, ધર્મપત્ની હતી: કવિ માઘ આજે કાંઈ વિચારમાં ચડ્યા હતા. એમણે મનમાં એક આશાનો તંતુ બાંધ્યો હતો કે, રાજા ભોજ કાવ્યની પૂજા તો કરશે જ. પણ જ્યારે પોતાની Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૨ - આતમ જાગો ! – 422 પત્નીને માત્ર પહેરેલાં કપડે જોઈ ત્યારે એને આશ્ચર્ય થયું અને એણે સહજભાવે એકસાથે પ્રશ્નોત્તરી કરી લીધી. કેમ તું રાજદરબારે ન ગઈ ?' ગઈ ને ? આ જઈને તો આવી.' “તો શું રાજા ભોજને તેં કાવ્યપોથી ન આપી ?” આપી ને ! એમને હાથોહાથ આપી !” શું એમણે કાવ્ય ન વાંચ્યું કે વાંચ્યું છતાં ન ગમ્યું?' એમણે પૂરેપૂરું વાંચ્યું અને બહુ જ ગમ્યું?' “તો શું એમણે સરસ્વતીની પૂજા-અર્ચના ન કરી ?' બહુ જ કરી, તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે, એમણે કેવી ઉત્તમ ભેટો ધરી છે અને એ કાલે સવારે સબહુમાન આપણને લેવા પણ આવવાના છે.' તો એમણે આપેલી એ ઉત્તમ ભેટો ક્યાં છે ?' આ બધી ભેટો લઈને હું આવતી હતી, પણ માર્ગમાં જે મળ્યા, જેમને જે જોઈતું હતું તે માંગ્યું અને તે બધું જ મેં તેમને આપી દીધું.” આ સાંભળતાં જ કવિ માઘની આંખમાં આનંદનાં આંસુ ધસી આવ્યાં અને એમણે કહ્યું કે, “તું સાચા અર્થમાં મારી ધર્મપત્ની નીકળી. મેં તો હતું ત્યારે ય થોડું જ આપ્યું અને તેં તો કશું જ ન હતું ત્યારે બધું જ આપ્યું. તું તો મારા કરતાં ય સવાઈ થઈ. આજે કવિ માઘની આંખમાં આનંદનાં આંસુ હતાં, તો હૃદયમાં આ સ્થિતિમાંય કાંઈક કરી શકાયાનો ઊંડો સંતોષ હતો. આજે પત્નીએ આપેલા દાનના આનંદમાં પરિસ્થિતિનું દુઃખ વરાળ થઈ ઊડી ગયું. આમ છતાં પેટમાં આગ ઉપડી હતી અને આંખે અંધારાં આવતાં હતાં. તેમણે ધીમે અવાજે કહ્યું કે, “ઘરમાં થોડા ખીચડીના દાણા પડ્યા છે, ખીચડી બનાવી લે તો આજની આગ ઠારીએ. કાલની વાત કાલે.” માઘ પત્નીએ ખીચડી રાંધી અને ખાવા માટે થાળીમાં પીરસી. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ – ૬ : કષાય બંધનની બહુપિતા - 19 - 423 હજુ કોળીઓ લઈને કવિ માઘ મોઢામાં મૂકવા જાય, ત્યાં ઝુંપડીના દરવાજેથી અવાજ આવ્યો, “કવિરાજ ! ત્રણ દિવસનો ભૂખ્યો છું.' કાંઈક આપો !” કવિવર ઉભા થયા. આખી થાળી તેનાં રામપાત્રમાં ઉંધી વાળી દીધી અને લોટાભર પાણી પેટમાં નાંખીને પેટની આગ ઠારવાનો મિથ્યા પ્રયાસ કર્યો. પત્નીને કહ્યું કે, “હવે દ્વાર બંધ કર. કેમ કે આજ સુધીમાં આ મોઢે આંગણે આવેલાં કોઈને ના પાડી નથી. હવે જો કોઈ કંઈ માંગવા આવશે તો આપણી પાસે આપવા જેવું કાંઈ નથી.” ઊઠીને કવિ માઘની પત્નીએ દરવાજો બંધ કર્યો. દરવાજો તેનો જ બંધ હોય છે, જેની પાસે આપવા જેવું કાંઈ ન હોય અથવા તો દરવાજો તેનો જ બંધ હોય કે જેની પાસે કોઈને કાંઈ આપવા જેવું હૈયું ન હોય. શાસ્ત્રમાં શ્રાવકોનાં દ્વાર અભંગ કહ્યા છે, તે આ જ કારણે. અર્થીને જોઈતું મળી રહે. આજે શી પરિસ્થિતિ છે ? જ્યાં દરવાજો બંધ થયો ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. આંગણે આવેલા ભિક્ષુકે ટકોરા મારીને કહ્યું કે, “કવિરાજ ત્રણ દાડાનો ભૂખ્યો છું. ક્યાંયથી કશું ન મળ્યું. છેલ્લે તમારા આસરે આવ્યો છું. સાંભળ્યું છે કે, કવિ માઘનું દ્વાર તો સદાય ખુલ્લું હોય. શું આજે તમારાં દ્વાર પણ બંધ થઈ ગયાં ? હવે લાગે છે કે ખરેખર કળિયુગ આવી ગયો. જેનાં દ્વાર સદાય ખુલ્લા રહેતાં હતાં તેનાં દ્વાર પણ આજે બંધ છે. કવિરાજ કાંઈક તો આપો !” આ સાંભળીને કવિ માઘથી બેસી ન રહેવાયું. તે ઉભા થયા અને દરવાજા તરફ ગયા. જતાં જતાં તેમણે પોતાના પ્રાણોને ઉદ્દેશીને કહ્યું કે, “હે પ્રાણો! આજ સુધી મારા મો મેં કોઈને ક્યારે ય ના પાડી નથી. આજે મને ના પાડવાનો અવસર આવ્યો છે, પણ હું ના પાડું એ પહેલાં જ તમે ચાલ્યા જાવ.” 'व्रजत व्रजत प्राणाः, अर्थिनि व्यर्थतां गते' ઈતિહાસ નોંધે છે કે કવિ માઘ પોતાના મોંઢે ના પાડે તે પહેલાં જ તેમના પ્રાણો ચાલ્યા ગયા.” પ્રથમ ગુણસ્થાનકની ભૂમિકામાં જેમને આપણે મૂકી શકીએ તેવા પુણ્યાત્મા ત્યાં રહીને પણ જો આ રીતે લોભાદિ કષાયોને આવી કક્ષાએ જીતીને આવી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - ૨ - આતમ જાગો ! - 424 ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરે તો પ્રભુશાસનને સાચા અર્થમાં પામેલા સાધકોની દશા તો કેટલી ઊંચી હોવી જોઈએ ? જેઓ પોતાના કષાયોને ઓળખતા નથી, એને જીતવાનો પ્રયત્ન કરતા નથી, એને આંશિકરૂપે ય જીતીને એનું નિયંત્રણ કરતા નથી, એને કોઈ ઉગારી શકશે નહિ. આ કષાયો ઘણા ભૂંડા છે. કષાયોની પાછળ નોકષાયો પણ આવે. હાસ્યરતિ-અરતિ-ભય-શોક અને જુગુપ્સા, તે પણ આવે. પુરુષવેદ-સ્ત્રીવેદ અને નપુંસકવેદ પણ સાથે આવે. આ બધાની પરસ્પર અત્યંત મૈત્રી છે. એકબીજા સાથે સંપીને રહે, એકબીજા સાથે સંપીને બેસે, એકબીજાની મદદે દોડીને આવે. એક બીજાનું રક્ષણ કરે. કોઈ કોઈને ઉઘાડા ન પડવા દે. કોઈ કોઈને નિષ્ફળ ન થવા દે. લોભ હોય એટલે એને સફળ કરવા તેની વહારે માયા આવે, લોભને માયા સાથે બહુમેળ. પાંચ હજાર વાળો પાવલી વાપર અને પોતે ઉદાર છે એમ કહેવડાવે. કષાય અને નોકષાયનાં સહિયારાં હોય છે જેમ ગાંધીને વૈદ્યનું સહિયારું હોય છે, ડૉક્ટર અને પેથોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ અને કેમીસ્ટ વગેરેનું જેમ સહિયારું હોય છે તેમ કષાય અને નોકષાયનું પણ સહિયારું હોય છે. આ કષાયો મિથ્યાત્વની સાથે હોય તો દોષ પણ ગુણરૂપ લાગે. લોભને સફળતા મળે એટલે એની વહારે માન આવે. એમાં સફળતા ન મળે તો એની વહારે ક્રોધ આવે. શોક અને અરતિ પણ આવે. સફળતા મળે એટલે એની સહાયમાં માન આવે, રતિ આવે, હાસ્ય આવે. એમાં કાંઈક ઊંધું વળે તો ત્યાં શોક આવે. આમ બધા એકબીજા સાથે સંકળાઈને રહે, સંપીને રહે, એકબીજાને સાથ આપે, એકબીજાનો સાથ લે અને એ બધા ઉઘાડા ન પડે તે માટેનું ધ્યાન મિથ્યાત્વ રાખે. એના ટેકામાં માયા ગોઠવાય અને મિથ્યાત્વની મૈત્રીવાળા કષાયો અનંતકાળ સુધી આત્માને મુંઝવ્યા કરે અને અનંત અનુબંધવાળા બંધનો બાંધીને દુરંત સંસારમાં ભટકાવ્યા કરે. કષાય મોટામાં મોટો હોય કે નાનામાં નાનો હોય પણ બંધન આખરે તો બંધન જ છે. ભલે રેશમનો તાંતણો હોય પણ તે બંધન છે અને લોખંડની બેડી હોય, તો પણ બંધન છે. ભલે એ વજની બેડી હોય, લાકડાની બેડી હોય કે દોરડાંની Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ - ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 – 425 બેડી હોય તો પણ બેડી એ બંધન જ છે અને આખરે તો તે બાંધે જ. પુત્ર હોય કે પરિવાર હોય, ધન હોય કે સંપત્તિ હોય પણ તે બંધન છે. સ્નેહ પણ બંધન છે અને લાગણી પણ બંધન છે. રાગ પણ બંધન છે અને દ્વેષ પણ બંધન છે, આ બંધનોને ઓળખવાં બહુ જ જરૂરી છે. આ બંધનોને બંધન તરીકે ઓળખ્યા વિના એનાથી છૂટવું એ શક્ય નથી. આ રીતે આપણે કર્મબંધનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની વિગતવાર વાત કરી, પણ પ્રમાદ અને યોગની વાત બાકી છે. તેની પણ થોડી વિચારણા કરી લઈએ. પ્રમાદ : જે આત્માને મુંઝવે તે પ્રમાદ કહેવાય. કર્તવ્ય અકર્તવ્યનો ખ્યાલ હોવા છતાં અકર્તવ્યથી બચવામાં અને કર્તવ્યમાર્ગે આગળ વધવામાં કે સ્થિર થવામાં આ પ્રમાદ અવરોધક બને છે. મિથ્યાત્વ અને અવિરતિની હાજરીમાં તો આ પ્રમાદ સાધકને ખૂબ જ પડે છે અને આત્મવિકાસમાં અવરોધ કરે છે, પણ મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા ગયા પછી પણ આત્મભાવમાં ઠરવામાં, આત્મરમણતા કરવામાં આ પ્રમાદ બાધક બને છે. જ્યાં સુધી પ્રમાદની હાજરી હોય ત્યાં સુધી સાધક સાતમું વગેરે ગુણસ્થાનક પામી શકતો નથી. સપક કે ઉપશમ શ્રેણી પણ માંડી શકતો નથી. આ પ્રમાદ પાંચ, આઠ અને તેર એમ અનેક પ્રકારે કામ કરે છે. તેને બરાબર ઓળખીને પ્રાથમિક ભૂમિકાથી જ તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં પ્રસંગોપાત પ્રમાદની જુદા જુદા ગ્રંથાધારે થોડી વધુ વિગતથી વિચારણા કરી લઈએ. માનવજીવનની એકેક ક્ષણ કિંમતી : માનવજીવનની એકેક ક્ષણમાં તાકાત છે કે અનાદિનાં બાંધેલાં કર્મોનાં ભુક્કો બોલાવી મોશે પહોંચાડે. આ જીવનમાં સમ્યજ્ઞાનની આરાધના, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૨ - આતમ જાગો ! સમ્યગ્દર્શનની આરાધના, સચ્ચારિત્રની આરાધના, સમ્યકૃતપની આરાધના કઈ રીતે કરી લઉં ? એવા કોઈ મનોરથો તમને થાય છે ખરા ? મહાનુભાવ ! મળેલા તમારા ઊજળા સંયોગોને સફળ કરવા આ બધી આરાધના-સાધના કરવાની છે. તમને કોઈ કહે બે વર્ષ માટે વગર વ્યાજે દસ લાખ આપું ? અગર મોટા મોઢાવાળાને બે ક્રોડ, જે જોઈએ તે આપું ? તો શું કરો ? હજુ તો આપ્યા પણ નથી પણ બે મહિના પહેલાં મનમાં કેવું કેવું પ્લાનિંગ શરૂ કરી દો ? મનમાં તો બધું જ ગોઠવી દો ને ? આમ કરશું ને તેમ કરશું. બે ક્રોડના બાવીસ ક્રોડ કરશું. તો મારે તમને કહેવું છે કે અત્યારે પુણ્યના ઉદયથી તમને જે કાંઈ ધર્મસામગ્રી વગેરે મળી છે, તેને સફલ કરવા માટે તમારું પ્લાનિંગ શું ? આપત્તિની પરંપરાને સર્જનારા પ્રમાદો : ફરી પૂછી લઉં ? 426 આ બધું પુણ્યથી મળ્યું છે, એ વાત કબૂલ ? એને મારે સાર્થક કરી જ લેવું જોઈએ એમ થાય છે ? પાંચે પ્રમાદો પારાવાર આપત્તિને નોતરનારા છે અને આપત્તિની પરંપરાને સર્જનારા છે. માટે બહુ જલ્દીથી પ્રમાદનો ત્યાગ કરી દેવો જોઈએ. પ્રમાદ મહાઆપત્તિને નોતરનારા છે, માટે કહ્યું કે, ‘ગુરૂવાયં' મોટા અપાયભૂત છે. માટે એનો જલ્દી ત્યાગ કરવો જ જોઈએ. જો પ્રમાદ છોડવામાં વિલંબ થયો તો આપત્તિની પરંપરા સર્જાતાં વાર નહિ લાગે. આટલું મળ્યા છતાં તમે ધર્મ કેમ કરતાં નથી ? તેનાં બે કારણો છે. ૧. કિંમત સમજાણી નથી. ૨. પ્રમાદની પરવશતા છે. મળેલી દુર્લભ એવી પણ ધર્મસામગ્રીની કિંમત સમજાણી નથી અને કદાચ સમજાણી છે તો પણ પ્રમાદ નડે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ – કઃ કષાય બંધનની બહુરૂપિતા - 19 – 427 પ્રમાદના આ પ્રમાદ કેટલા છે ? અને એનું સ્વરૂપ શું છે ? પ્રમાદ પાંચ પ્રકારના છે. ૧-મધ, ર-વિષય, ૩-કષાય, ૪-નિદ્રા, પ-વિકથા. ૧–મધ : પહેલો પ્રમાદ છે, નશાખોરી (મદ્ય). કોઈપણ ધર્મ કરતાં આ પ્રમાદ નડતરરૂપ બને છે. • ઉપવાસ કરવાનું મન છે - ચા ન મળે તો માથું ચડી જાય. • અમને કહે “સાહેબ ! બીજી ટેવ નથી દા'ડામાં એક-બે વાર બીડીસિગરેટ પીવું છું. ન પીવું તો ઝાડો સાફ આવતો નથી.' પૌષધ કરેને “પૌષધમાં તમાકું સંધાય ને? અણાહારી છે,” અમને એમ પૂછે. આ તો મામુલી નશાની મેં વાત કરી છે; બાકી નશા કેવા અને કેટલા ? • મોઢામાં ડૂચા નાંખવા, પાન, મસાલા. • બોટલ પીવાં જોઈએ, કેટલાં નામ બોલું ? • ઘણા તો કહે “સાહેબ ! જવનું પાણી તો પીવાય ને ? એ કાંઈ નશો કહેવાય ?' તમે સમજ્યા ને ? અને જો પૂરી ખબર ન હોય તો અમને પણ છેતરીને અમારી સંમતિ લઈ જાય. નશાખોરી એટલી બધી કોઠે પડી ગઈ છે કે, એને નશા તરીકે માનવા પણ તૈયાર નથી. આ મઘ નામનો પ્રમાદ અનેક સ્વરૂપે જોવા મળે છે. જે સાધના માટે આવશ્યક, મનની સ્વસ્થતાને નષ્ટ કરે છે. એને પરવશ પડેલો આરાધના - સાધના કરી શકતો નથી. કરવા જાય તો તેમાં સ્વસ્થતા અનુભવી શકતો નથી. ૨. વિષય : વિષયોની આધીનતા ધર્મકાર્યમાં વિદનકર્તા : પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રમાદ છે. અનુકૂળ સ્પર્શ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - - ૨ • આતમ જાગો ! 428 અનુકૂળ રસ અનુકૂળ ગંધ અનુકૂળ રૂપ અને અનૂકૂળ શબ્દ આ બધા ઈદ્રિયોના વિષયો અનુકૂળ જોઈએ. પ્રતિકૂળ ન જોઈએ. આ વૃત્તિ ધર્મકાર્યમાં વિજ્ઞકર્તા છે. ઘણાને ધર્મસાધના કરવી હોય તો તે માટે ઇંદ્રિયોના જે અનુકૂળ વિષયો છોડવા પડે છે, તે નથી પાલવતું તો ઘણાને ધર્મસાધના માટે ઇંદ્રિયોને પ્રતિકૂળ હોય તેવા વિષયોની વચ્ચે રહેવું પડે તે નથી પાલવતું. આ ઇંદ્રિયોની ગુલામીના કારણે ઘણા લોકો શક્તિ છતાં-ઈચ્છા છતાં ધાર્યો ધર્મ કરી શકતા નથી અને ધર્મ સાધના માટે મળેલા ઉત્તમ સંયોગોને હારી જાય છે. આમ અનેક રીતે વિષયોની આધીનતા ધર્મકાર્યમાં અંતરાયભૂત બને છે. ઘણાને ખાવાની-પીવાની આધીનતા તપ કરવા નથી દેતી. ઘણાને ઉપાશ્રયમાં ગરમી લાગે છે માટે વ્યાખ્યાનશ્રવણ, સામાયિક-પૌષધ વગેરે કરી શકતા નથી. ઘણાને સ્નાન વિના ચાલતું નથી; મેલા રહેવાતું નથી માટે પૌષધ વગેરે કરી શકતાં નથી. રેડિયો, ટીવી. વગેરેના પ્રોગ્રામમાં ફસાયેલા ઘણા શબ્દ અને રૂપના રસિયા અમને વ્યાખ્યાન પ્રતિક્રમણાદિનો સમય બદલવાની વિનંતિ પણ કરતા હોય છે. વચ્ચે એવો વિષય આવેલો ત્યારે એના રસિયા અમને સમય બદલવાની વિનંતિ કરવા પણ આવેલા. સાહેબ ! સમય બદલશો તો લોકો સારી સંખ્યામાં આરાધનાનો લાભ લઈ શકશે.” ઘણા તો કહે કે “સાહેબ ! હમણાં મેચ ચાલે છે. એટલે આવી નહીં શકાય.” આ બધી ઇંદ્રિયોની ગુલામી છે કે બીજું કાંઈ? આ ઇંદ્રિયોની ગુલામી પણ તમને ધર્મથી દૂર રાખે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૬ : કષાય બંધનની બહુરૂપિતા – 19 I ૩. કાય : કષાયની આધીનતા ધર્મમાં નડતરરૂપ : કષાયની આધીનતા પણ ધર્મમાં અંતરાયરૂપ છે. ક્રોધ, અભિમાન, માયા કે લોભ. આ ચાર પૈકી કોઈપણ કષાયની આધીનતા ધર્મ કરતાં અટકાવે. 429 વ્યાખ્યાનમાં આવવા નીકળ્યા, ઘ૨માં કજિયો થયો; જવું નથી. અહીં ઉપાશ્રયમાં આવ્યા, માન-પાન ન મળ્યું; હવે ઉપાશ્રયમાં નથી આવવું. લોભને વશ બનેલાને ઓફિસ-પેઢીનું કામ આવે એટલે ધર્મ રહી જાય. એને એ કામ અગત્યનું લાગે પણ ધર્મ અગત્યનો ન લાગે. ક્રોધ કે માન, માયા કે લોભ, એ ધર્મ કરવા દે નહિ. સભા : માયા કઈ રીતે ધર્મ કરતાં રોકે ? માયાવીના મનમાં સારા બનવા કરતાં સારા દેખાવાની વૃત્તિ હોય. આ સારા દેખાવાની વૃત્તિ એને તાત્ત્વિક ધર્મથી દૂર રાખે ! કરે થોડું, દેખાડે વધારે. કરે કશું નહીં છતાં ઘણું કર્યું એમ બતાવે. ધર્મનાં સ્થાનોમાં પણ આગળ આવવા માટે અનેક પ્રકારની ખટપટો ચલાવે, રાજકારણ રમે, છળપ્રપંચ કરે, નબળાને ફસાવે. થોડું આપે, ઘણું આપ્યું એવો દેખાડો કરે. આપવું ન હોય તો પોતાના સંયોગ ન હોય એવો દેખાવ કરે. આ બધી માયા છે. જે એને ધર્મથી દૂર રાખે છે. ધર્મ કરવાનો હોય ત્યારે જ માથું દુ:ખે, પેટ દુઃખે અને સંસારની ક્રિયા કરવાની હોય ત્યારે બધું જ સારું થઈ જાય. આ પણ માયાચાર જ છે ને ? મારા પરમતારક ગુરુદેવશ્રી ઘણીવાર વ્યાખ્યાનમાં કહેતા કે ઘરમાં પત્ની શ્રાવિકા હોય, અને રોજ પૂજા માટે આગ્રહ કરતી હોય, ભાઈને પૂજા કરવી ન હોય એટલે સ્નાન કરે અને પોતાની જાતે જ પોતાની નાડી તપાસે, પછી કહે તાવ જેવું લાગે છે; આજે પૂજા કરવા જવું નથી અને તેટલામાં કોઈ સાંસારિક કામનો ફોન આવે તો કપડાં પહેરી રવાના થાય. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦. - ૨ - આતમ જાગો ! – 430 પત્ની - શ્રાવિકા પૂછે કે, પૂજા કરવા જવાનું હતું ત્યારે તાવની વાત કરતા હતા અને હવે એકાએક ક્યાં ચાલ્યા ? તો કહે કે, એ તને ખબર ન પડે. આ રીતે પૂજાના સમયે માંદગીની વાત કરવી તે માયાચાર નહિ તો બીજું શું? કોઈ પણ પ્રકારનો માયાચાર તાત્ત્વિક ધર્મને પામવા ન દે. તાત્ત્વિક ધર્મને પામવા માયાચારને તિલાંજલિ આપવી પડે. તમારા ઘરમાં ધર્મ રડે છે ? તમારા ઘરમાં રોજ ધર્મ રોતો હોય છે. તમને સંભળાય છે ? એ એમ કહે છે કે આ ઘરમાં સૌથી અણમાનીતો હું છું, જ્યારે કોઈનો વારો ન હોય, ત્યારે સૌથી છેલ્લે મારો વારો હોય. સોમવારથી શનિવાર સુધીમાં કહે કે આજે ધર્મ કરવા માટે સમય નથી અને છેવટે રવિવારે ધર્મનો વારો, તેમાં પણ પ્રોગ્રામ આવી ગયો તો ધર્મ નહિ. આખી જિંદગી કહે કે, આ ઉંમરમાં ધર્મ ન હોય, ધર્મ તો છેલ્લી ઉંમરમાં કરશું અને ઘરડો થાય એટલે કહે કે, હવે શરીર ધાર્યું કામ નથી આપતું. તમારા ઘરમાં ધર્મની આ પરિસ્થિતિ છે. લોભ ખાતર ધર્મને ધક્કો : કેટલાક લોકોને લોભ એટલો બધો વહાલો હોય છે કે તેને લોભ ખાતર ધર્મને ધક્કો મારતાં વાર નહિ લાગે. લોભને પરવશ પડેલા હિંસક ધંધાઓ દ્વારા અહિંસાને, અસત્યના આચરણ દ્વારા સત્યને, ચોરી વગેરે દ્વારા નીતિમત્તાને હડસેલે ચડાવતા હોય છે. લોભને પરવશ પડેલાઓ ધર્મક્રિયાઓની ઘોર ઉપેક્ષા કરતા હોય છે. લોભને પરવશ પડેલાઓ દાનાદિ ધર્મથી દૂર રહેતા હોય છે. લોભને પરવશ પડેલાઓ જ્યાં જ્યાં ધન ખરચવું પડે કે, ધંધા વગેરે ઉપર કાપ આવે તેવાં ધર્મસ્થાનોમાં જવાનું ટાળતા હોય છે. તેવાં ધર્માનુષ્ઠાન કરવાનું ટાળતા હોય છે. આમ લોભની પરવશતા આત્માને ધર્મથી દૂર રાખે છે. આ રીતે કોઈને ક્રોધ, કોઈને માન, કોઈને માયા, કોઈને લોભ તો કોઈને ચારે ય કષાયો સતાવે છે. જેના પરિણામે આત્મા ધર્મથી દૂર જ રહે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ - ૯ : કષાય બંધનની બહુરૂપિતા - 19 481 ૪. નિદ્રા : નિદ્રાના કારણે ઘણાં લોકો ધાર્યો ધર્મ કરી શકતાં નથી. સવારે વહેલા ઉઠાતું નથી, માટે સામાયિક-પ્રતિક્રમણ થતું નથી. સવારે વહેલા ઉઠાતું નથી, માટે સ્વાધ્યાય, ધાર્મિક અભ્યાસ, ધાર્મિક વાંચન થતું નથી. સાંજે ઊંઘ વહેલી આવે, માટે પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ થતાં નથી. બપોરે ઊંઘવા જોઈએ માટે બપોરે પણ સામાયિક, ધર્મ વાંચન વગેરે થતું નથી. ઘણા ઊંઘના એવા ગુલામ હોય કે, જ્યારે વ્યાવહારિક કોઈ જવાબદારી ન હોય કે ધંધા વગેરેની પ્રવૃત્તિ ન હોય ત્યારે ઘોરવા જ માંડે, પણ ત્યારે તેને ધર્મ સાધના કરવાનું મન ન થાય. અને કેટલાક લોકો ધર્મ કરે તો તેમાં પણ એને નિદ્રા આવે. સામાયિકમાં, પ્રતિક્રમણમાં, નવકારવાળી ગણતાં, વ્યાખ્યાન સાંભળતાં બધે નિદ્રા આવે, પણ રૂપિયાની નોટ ગણતાં નિદ્રા ન આવે. ખાતાં ખાતાં નિદ્રા ન આવે. ઘણા તો સામાયિક-પ્રતિક્રમણ કરવા બેસે જ એવી રીતે કે, ઊંઘ ન આવતી હોય તો પણ આવે. સ્વાધ્યાય કરવા બેસે ત્યારે ઝોકાં આવે પણ વાતે ચડી જાય ત્યારે રાત્રિના બાર વાગે તો પણ ઊંઘ ન આવે, બીજા કહે “ભલા ! હવે તો ઊંઘો” તોય કહે “ઊંઘીએ છીએ. તમે ઊંઘી જાવ.” રાત્રે પણ ઊભા ઊભા બે કલાક વાતે ચડી જાય તો નિદ્રા ન આવે. જ્યાં રુચિ, મનનો ગમો હોય ત્યાં નિદ્રા નથી આવતી. જ્યાં રુચિ ન હોય, અગર રુચિ ઓછી હોય ત્યાં નિદ્રા આવે છે. ૫. વિકથા : - આ વિકથા ચાર પ્રકારની છે. અને સાત પ્રકારની પણ છે. ૧. રાજ્યકથા, ૨. દશકથા, ૩. ભક્તકથા, ૪. સ્ત્રીકથા, ૫. મૃદુકાણિક કથા, ૬. દર્શનભેદિની કથા, ૭. ચારિત્રભેદિની કથા, ૧. રાજકારણની વાતો એ રાજકથા છે. ૨. દેશવિદેશના રીતરિવાજો વગેરેને લગતી વાતો એ દેશકથા છે. ૩. ભોજન-વાનગીને લગતી ખાણી-પીણીની વાતો એ ભક્તકથા છે. ૪. સ્ત્રીઓના રૂપ-રંગ, શૃંગાર, હાવ-ભાવ વગેરેને લગતી વાતો એ સ્ત્રીકથા છે, તે જ રીતે સ્ત્રીઓ ભેગી થઈને પુરુષોના રૂપરંગ, સ્વભાવ, હાવ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૨ – આતમ જાગો ! – 432 432 ભાવને લગતી વાતો કરે તે પણ આ જ પ્રકારમાં આવે છે. ૫. શોક, વિલાપની લાગણીઓ પેદા કરે તેવી વાતોને મૃદુકાણિક કથા કહેવાય છે. ૬. સમ્યગ્દર્શનનો નાશ અને મિથ્યાત્વનો પ્રચાર કરે તેવી વાતો સમ્યગ્દર્શનભેદિની કથા કહેવાય. ૭. સમ્યક્રચારિત્રનો નાશ કરે અને અચારિત્ર-અનાચારને પોષણ આપે તેવી વાતો ચારિત્રભેદિની કથા કહેવાય છે. આવી વાતોને વશ પડેલા ધર્મ સાધના તો કરી શકતા નથી, પણ ધર્મથી વધુને વધુ દૂર ફેંકાતા જાય છે. ઘણાનો સ્વભાવ જ એવો હોય છે કે જરાક નવરાશ મળે કે આવી વાતો માંડે, એને કોઈક સાંભળનાર મળવો જોઈએ. જ્યારે પણ એને કોઈક સાંભળનાર મળે ત્યારે તે કાં તો રાજ્યની વાતો કરે, કાં તો ખાવા-પીવાની વાતો કરે, કાં તો દેશ - પરદેશની વાતો કરે, કાં તો સ્ત્રીઓની વાતો કરે. પણ એને ધર્મનું પુસ્તક લઈને વાંચવાનું મન ન થાય. સવારના પહોરમાં છાપું લઈને બેસે, પણ ધર્મનું પુસ્તક વાંચવાનું એને મન ન થાય. આ છાપું વાંચવું એ પણ એક પ્રકારની વિકથા જ છે ને ? છાપામાં વિકથા સિવાય આવે છે પણ શું ? છાપાની કોલમે કોલમે આ સાત પૈકીની કોઈ ને કોઈ વિકથા જ હોવાની ને ? પ્રતિક્રમણ કરવા આવનાર ભાગ્યશાળી દસ મિનિટની વાર હોય તો ઓટલે બેસીને શું કરે ? તત્ત્વચર્ચા કરે ? આત્મનિરીક્ષણ કરે ? ધર્મની વાતો કરે ? કે કોઈને કોઈ પ્રકારની વિકથા કરે - નિંદા કરે ? વ્યાખ્યાનમાં વહેલાં આવી ગયા તો આ જાજમ ઉપર બેસીને શું વાત કરો ? ગઈકાલના વ્યાખ્યાનની વાત કરો કે કોકની માંડો ? તે વિકથા કે બીજું કાંઈ ? પૂજા કરવા નીકળે – રસ્તામાં બે જણા મળી ગયા, કલાક ઊભાં ઊભાં વાતોમાં પસાર થઈ જાય, હવે મોડું થઈ ગયું, રસ્તામાંથી જ પાછો ફરે, પૂજા પણ માંડી વાળે અને દેરાસર કદાચ જાય તો ટીલી કરી રવાના થાય, આ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ – ૯ : કષાય બંધનની બહુરૂપિતા - 19 – 433 વિકથાનું જ પરિણામ કે બીજું કાંઈ ? વિકથાના કારણે ઘણાનાં સામાયિક, પ્રતિક્રમણ રહી ગયાં. ઘણાંનો સ્વાધ્યાય રહી ગયો. ઘણાનાં વ્યાખ્યાન ચુકાઈ ગયાં. ઘણાંની પૂજાઓ રહી ગઈ. ઘણાના ઉત્તમ આરાધનાના અવસર પણ ચુકાઈ ગયા. આવું બધું બને છે કે નહિ ? પૂજા કરવા નીકળ્યા અને રસ્તામાં કોઈ મળી ગયું. એ વખતે વિકથામાં જો ચડી ગયા તો કલાક ક્યાં પૂરો થયો એની ખબર ન પડે. અને એ સમય પૂરો થયો એનો કાપ ક્યાં પડે ? પૂજા ઉપર જ ને ? એવું જ સ્વાધ્યાય – આરાધના આદિના વિષયમાં બને છે કે નથી બનતું તે તમે સ્વયં વિચારી જુઓ. આ વિકથાના પાપે તો ઘણાનાં પોતાનાં જીવન બરબાદ થયાં અને ઘણાએ બીજાનાં જીવનને પણ બરબાદ કર્યો. આ બધાં વિકથાના અનુભવો છે. આ બધી વિકથાના કારણે પણ ઘણો ધર્મ થઈ શકતો નથી. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે આ પાંચ પ્રમાદો જીવને પોરાતિયો નરવું નયત્તિ' અતિભયંકર નરકમાં લઈ જાય છે. માટે જ શ્રી ગૌતમસ્વામી મહારાજાએ પોતાની દેશનામાં કહ્યું છે કે પંવિલંપિ પમાયં પુરુથીવાય’ આ પાંચ પ્રમાદ મહાઆપત્તિને નોતરનારા છે. આ પાંચ પ્રમાદનો જે ત્યાગ કરી શકે તે ધર્મ કરી શકે. પાછો એ ત્યાગ પણ થાય છે'. “કરશું' એમ કહી જે ધીમે ધીમે કરે તે ધર્મને હારી જાય છે, ધર્મના અવસરને ચૂકી જાય છે. માટે કહ્યું કે શરીર ઉપર સાપ ચડે; ધીમે ધીમે ન ઉતારાય. એકઝાટકે કાઢવો પડે, તેમ પ્રમાદનો ત્યાગ ધીમે ધીમે નથી કરવાનો પણ “ક્ષત્તિ જલ્દી-એકઝાટકે જ કરવાનો છે. તમને સાપ ચડ્યાનો અનુભવ નથી પણ શરીર ઉપર મંકોડો ચડી ગયો હોય તો પણ કેવી રીતે કાઢો ? યોગ : મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ - એમ ત્રણ પ્રકારનો યોગ છે. જેના જીવનમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કે કષાય ન હોય તેવા વીતરાગને આ મન, વચન, કાયાના યોગો આત્મસાધનામાં બાધક બની શકતા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ – ૨ – આતમ જાગો ! – - 434 નથી. આમ છતાં જ્યાં સુધી આ યોગો સક્રિય હોય છે, ત્યાં સુધી સર્વજ્ઞવિતરાગ બનેલા આત્માઓ પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને પામી શકતા નથી અને એ યોગની હાજરીમાં એક સમયની સ્થિતિવાળા કેવળ શાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે. જે બીજા જ સમયમાં ઉદયમાં આવી ત્રીજા સમયે તો નિર્જરી જાય છે. જ્યારે સાતમા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધી સંજ્વલન કષાયોની હાજરીમાં આ યોગો સક્રિય હોય છે, ત્યારે વિશેષ કર્મબંધ થાય છે અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી પ્રમાદની સાથે આ યોગો સક્રિય હોય ત્યારે તો તેનાથી પણ વિશેષ કર્મબંધ થાય છે. ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે અવિરતિના ઉદય અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કષાયોની સાથે જો આ યોગો સક્રિય બને ત્યારે ઘણો બધો કર્મબંધ થાય છે. આમ છતાં મિથ્યાત્વના કાળમાં જેવો કર્મબંધ થાય તેવો કર્મબંધ તો નથી જ થતો. જ્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયોની હાજરીમાં મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન એવા “ઉન્માર્ગમાં અને અવિરતિ વગેરેની પ્રવૃત્તિમાં એવા ઉપાદેય ભાવપૂર્વક પ્રવૃત્ત થાય છે કે તે સમયનો કર્મબંધ અતિભારે અને અતિગાઢો હોય છે. ટુંકમાં મન, વચન, કાયાના યોગો એ પ્રવૃત્તિ સ્વરૂપ છે. તેની સાથે જો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયો ન ભળે તો તે બહુ નડતરભૂત બનતા નથી. છતાં પણ તે કર્મબંધમાં કારણ તો છે જ અને તે યોગની સાથે જો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કે અનંતાનુબંધીના વગેરે કષાયો ભળે તો તે જેટલા પ્રમાણમાં ભળે તેટલા પ્રમાણમાં તે યોગની પ્રવૃત્તિમાં વિકૃતિ પેદા થાય છે અને તે, તે પ્રકારે કર્મબંધમાં નિમિત્ત બને છે. જો મિથ્યાત્વ, અવિરતિ, કષાયો કે પ્રમાદને જીતી શકાય તો તેને જેટલા પ્રમાણમાં જીતી શકાય તેટલા પ્રમાણમાં આ યોગોનો પ્રશસ્ત ઉપયોગ કરીને આત્મકલ્યાણમાં સવિશેષ પ્રયત્નશીલ પણ બની શકાય અને એ દ્વારા બંધનોને તોડવાની સાધના પણ કરી શકાય, મિથ્યાત્વ અને અવિરતિને જીત્યા પછી આ યોગોને પ્રશસ્ત ઉપયોગ કરવો અને તે દ્વારા બંધન મુક્તિની સાધનામાં આગળ વધવું ઘણું જ સરળ બની જાય છે. હજુ બંધનની કેટલીક વાતો વિચારવી છે, તે કાલથી જોઈશું. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૭ – અંવિતિની માયાજાળમાં ક્ષાયેલું વિશ્વ 120 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૨, સોમવાર, તા. ૧૯-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • આત્મા મિથ્યાત્વને વશ થાય ત્યારે કર્મ-પુદ્ગલથી બંધાય: • નિમિત્ત મળતાં જ અવિરતિનો ભડકો: • ચક્રવર્તી ધન્ય કે ધર્મચક્રવર્તી-મુનિ ધન્ય? • અવિરતિ તીવ્ર બને તો મિથ્યાત્વને ખેંચી લાવે ? જેટલા મોટા શ્રીમંત તેટલા વધારે બંધાયેલા : • બંધન, બંધન લાગે તો તોડવાના અનેક માર્ગો છે : - મનસૂબો હોય તો માર્ગ મળી રહે એ જૈનેતરે બંધન તોડ્યું : • ખરચવા કરતાં ન કમાવવું વધુ સારું : વિષયઃ અવિરતિ અને પરિગ્રહનો સંબંધ. મિથ્યાત્વના સકંજામાંથી બચી ગયેલા સાધકોને પણ અવિરતિરૂપ બંધન ખૂબ ખૂબ કનડી જાય એમ બને છે. અવિરતિનું બંધન સુંવાળું હોય છે. અનુકૂળતા ગમે, પ્રતિકૂળતા ન ગમે એ પણ અવિરતિનાં મુખમંડનો છે. અવિરતિના સામ્રાજ્યને લીલુંછમ રાખતો સમ્રાટ પરિગ્રહ છે - એક પરિગ્રહની ચૂંગાલમાં જીવ ફસાય કે એને બાકીનાં બધાં બંધનો ક્યારે બાંધી લે તે કહેવાય નહીં. ઘડપણમાં ય ઘણીવાર સંસારનો પરિગ્રહ-વ્યાપ છુટતો હોતો નથી. આ બધી જ બાબતોનું રોચક વર્ણન કરવા સાથે પરમગુરુદેવના એક વચને સંસારની માયાજાળ તોડવા તૈયાર થયેલા એક જૈનેતરની બંધન-મુક્તિની રોમાંચક ઘટના વર્ણવવા સાથે આ પ્રવચન પરિપૂર્ણતા પામે છે. પ્રવચનનું પ્રતિબિંબ * મોટા ભાગની પરિસ્થિતિ એવી છે કે એમને મિથ્યાત્વ ગમે છે પણ મિથ્યાત્વી કહેવડાવું ગમતું નથી, આ પણ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. * સમકિત આવી ગયું, હવે અવિરતિનો ડર નહિ એવું માનતા નહીં. સમકિતીને જ સૌથી વધુ અવિરતિનો ડર હોય છે. * એવા લોકોને તો સાધર્મિક વાત્સલ્યમાં પીરસવાય ઉભા ય ન રખાય કે જે સાધર્મિક, સાધર્મિકમાં પણ ભેદભાવ કરે. * ગુણો એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી; પણ માણવાની-અનુભવવાની વસ્તુ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुञ्चइ ।।२।।' ‘સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અને અનુમોદન આપવું. આમ કરવાથી દુ:ખથી છૂટાતું નથી.' Page #176 -------------------------------------------------------------------------- ________________ ૭ : અંવિતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધરભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીને ઉદ્દેશીને આત્માને ઓળખવાનું, આત્માને જાગૃત કરવાનું, બંધનને ઓળખવાનું અને બંધનને તોડવાનું શ્રી સૂયગડાંગ નામના મહાન અંગ આગમ દ્વારા કહ્યું છે. આ ઉપદેશ સુધર્માસ્વામીજીએ જંબૂસ્વામીજીને આપ્યો. જંબૂસ્વામીજીએ વિનયપૂર્વક તેને ગ્રહણ કર્યો, પ્રયત્નપૂર્વક તેને જીવનમાં જીવ્યો, બંધનોને બરાબર પછાણ્યાં, તે બંધનોને તોડ્યાં. આ બંધનોને તોડીને ભવ બંધનથી મુક્ત થયા અને સાદિ અનંત ભાંગે મોક્ષ સુખના ભોક્તા બન્યા. જે વખતે જંબુસ્વામીજીને આ ઉપદેશ આપવામાં આવ્યો ત્યારે જંબૂસ્વામીજીએ પૂછ્યું કે “ભગવંત ! ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? તે બંધનને કઈ રીતે જાણવું ? તે બંધનને કઈ રીતે તોડવું ?' તે સંદર્ભમાં બંધન કોને કહેવાય ? તે વાત આપણે જોઈ રહ્યા છીએ. બંધનની કેટલીક વ્યાખ્યાઓ જોઈ ગયા છીએ. પુનરાવર્તન કરવું નથી તેથી સીધા આગળ વધીએ છીએ. આત્મા મિથ્યાત્વને વશ થાય ત્યારે કર્મ-પુદ્ગલથી બંધાય ? જીવ મુખ્યપણે મિથ્યાત્વ અને અવિરતિને કારણે કર્મનાં બંધનો ઊભાં કરે છે. આત્માને બાંધવાની તાકાત ધર્માસ્તિકાયમાં નથી, અધર્માસ્તિકાયમાં પણ નથી, આકાશાસ્તિકાયમાં પણ નથી અને ખુદ આત્મામાં પણ નથી. એક આત્મા બીજા આત્માને બાંધી શકતો નથી. આત્માને બાંધવાની તાકાત એક માત્ર પુદ્ગલમાં જ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ – ૨ – આતમ જાગો ! – 438 પુદ્ગલના પણ ઘણા પ્રકારો છે તે પૈકી માત્ર કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો જ આત્માને બાંધી શકે છે. આમ છતાં એ કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આત્માને ક્યારે બાંધી શકે ? જ્યારે આત્મા મિથ્યાત્વને વશ થાય ત્યારે. અવિરતિને પરવશ થાય ત્યારે અને તે બંધાયેલાં કર્મથી બીજાં બધાં બંધનો ઉભા થાય છે. મુખ્ય બે વસ્તુ છે : મિથ્યાત્વ અને અવિરતિ. આ બેમાંથી સૌથી વધારે ખરાબ મિથ્યાત્વ છે. કારણ કે એનું નામ પણ અણગમતું છે. જે લોકોને આ મિથ્યાત્વ, નામથી-શબ્દથી અણગમતું છે, તેમને આ મિથ્યાત્વ સ્વરૂપથી અણગમતું છે કે નહીં એ એક મોટો સવાલ છે. કોઈ તમને મિથ્યાત્વી કહે તો, તરત આંખ લાલ થાય, ગમે નહિ, સામનો કરવાનું મન થાય, પણ મિથ્યાત્વ કાઢવાનું મન ક્યારેય થાય છે ખરું? કોઈ આપણને મિથ્યાત્વી કહે તો તે આપણને ન ગમે. પણ આપણામાં જે મિથ્યાત્વ ઘર કરીને બેઠું છે, તેનો અણગમો આપણામાં છે ખરો ? જો આપણામાં મિથ્યાત્વનો અણગમો ન પ્રગટે તો આપણું મિથ્યાત્વ શી રીતે દૂર થશે ? અને મિથ્યાત્વ ગયા વિના આપણું કલ્યાણ પણ શી રીતે થશે ? મોટા ભાગની પરિસ્થિતિ એવી છે કે એમને મિથ્યાત્વ ગમે છે પણ મિથ્યાત્વી કહેવડાવું ગમતું નથી, આ પણ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. જેને અવિરતિ ગમે તેના જીવનમાં મિથ્યાત્વ જીવતું જાગતું છે. જેના જીવનમાં મિથ્યાત્વનું બંધન છે, તેને બાકીનાં અવિરતિ વગેરે બધાં જ બંધનો ગમે છે. જેને પણ આત્માને લાગેલાં અવિરતિ વગેરેનાં બંધનને પંપાળવાનું મન થાય છે તેના જીવનમાં મિથ્યાત્વ કામ કરે છે તેમ સમજવું. સભા : અજ્ઞાન પણ મિથ્યાત્વ ? અજ્ઞાનમાંથી એક પ્રકાર એવો છે કે જે સીધો મિથ્યાત્વમાં જાય છે. બાકીના બે પ્રકારનાં અજ્ઞાન સીધાં મિથ્યાત્વમાં જતાં નથી. વિપર્યય નામનું અજ્ઞાન સીધું મિથ્યાત્વમાં જાય છે; જ્યારે અનધ્યવસાય અને સંશય એ સીધાં મિથ્યાત્વમાં જતાં નથી. જે વસ્તુ જેવી હોય તેવી ન માનવી અને જેવી ન હોય તેવી માનવી તે જ મિથ્યાત્વ છે. સંસારનાં જેટલાં સુખ તે કર્મજન્ય છે, દુઃખરૂપ છે, છતાં તેને સુખરૂપ માનવાં - આ મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 – 439 પુદ્ગલના અભાવમાં થતી સુખની અનુભૂતિ ભ્રામક લાગે, એ વળી અનુભૂતિ કેવી ? અનુભૂતિ જ નથી. પુદ્ગલ વગરનું સુખ કેવું? પુદ્ગલ વગરનું સુખ એ સુખ જ નથી એવું લાગે, હાથનું છોડીને કોણીનું ચાટવા જેવી વાત લાગે, તે પણ મિથ્યાત્વનો પ્રભાવ છે. આ મિથ્યાત્વ આત્માને, કર્મને, કર્મનાં બંધનોને, કર્મબંધનાં કારણોને નહિ ઓળખવા દે ! કદાચ બૌદ્ધિક રીતે સમજાશે તો પણ હૃદયથી તો નહિ જ સ્વીકારવા દે. જ્યાં સુધી મિથ્યાત્વ કામ કરે છે, ત્યાં સુધી કષાયો તગડા હોય છે. અવિરતિ પણ બળવત્તર હોય છે. સમ્યક્તને પામવાનો પ્રયત્ન બીજા નંબરે કરવાનો છે; જ્યારે મિથ્યાત્વને કાઢવાનો પ્રયત્ન તો પહેલાં નંબરે કરવાનો છે. તમારા “શ્રાવક જીવનની કરણીની સઝાય'માં પણ કહ્યું છે કે – 'मनइ जिणाणमाणं मिच्छं परिहरइ, धरइ सम्मत्तं' “શ્રાવક પણ જિનાજ્ઞાને માવ્યા બાદ પહેલાં મિથ્યાત્વનો ત્યાગ કરે પછી સમ્યકત્વનો સ્વીકાર કરે.’ મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે પહેલાં મિથ્યાત્વને ઓળખવું પડે. મિથ્યા વિચારધારાને પણ ઓળખવી પડે, એને ઓળખીને એ મિથ્યા વિચારધારાનો અને મિથ્યાવૃત્તિઓનો પણ ત્યાગ કરવો પડે. એ વિના સમ્યગ્દર્શન નહીં આવે. છએ દર્શનોની ચર્ચા એટલા જ માટે કરવામાં આવી છે. સૌ, સૌનું કરે, આપણે તેની ભાંજગડમાં પડીને શું મતલબ છે ? – એમ વિચારીને તત્ત્વની શોધ જ ન કરવી – એ પણ મિથ્યાત્વનું જ પરિણામ છે. અને જો આ વિચારણા સાચી હોય તો આ સૂયગડાંગસૂત્રની રચનાને ખોટી ગણવી પડે. એની રચના કરવાની કોઈ આવશ્યકતા જ ન રહે. અજ્ઞાનીને જો અજ્ઞાન ગમતું હોય તો એના અજ્ઞાન સાથે મિથ્યાત્વ ભળેલું જ છે. કોઈના દ્વારા અપાતા જ્ઞાનને લેવાનો જે અજ્ઞાની પ્રયત્ન કરે, તેનું મિથ્યાત્વ ગયું છે કે, નબળું પડ્યું છે - એમ કહીશું. પણ જો કોઈ જ્ઞાની આપણને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છતાં આપણે લઈએ જ નહિ પોતાનું પકડી જ રાખીએ તો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૨ - આતમ જાગો ! – 440 આપણે અજ્ઞાની એવા મિથ્યાત્વી છીએ – એમ સમજવું પડે. કોઈ રોગી હોવા છતાં એને પોતાને હું રોગી છું – એમ ન લાગતું હોય અને કોઈ રોગનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે, દવા આપવાનો પ્રયત્ન કરે તો પણ એને લેવાનો ઈન્કાર જ કરતો હોય તો એ કેવું કહેવાય ? એના જેવું આ છે. સભા : જો કોઈ પોતે પોતાની વાતને કોઈ અપેક્ષાથી ઘટાવે તો શું કરવાનું? જે જ્યાં ઘટતું હોય તે જ ઘટાવાય, ન ઘટતું હોય તે ક્યારેય ન ઘટાવાય. જેમ કોઈ પરણ્યો જ ન હોય, એનું વેવિશાળ પણ થયું જ ન હોય તો તેને જમાઈ કહેવાય ? તમે તો વ્યવહારમાં બેઠા છો ? કોઈ માણસ આવે અને એને એમને એમ કહેવાય કે જમાઈ આવ્યા ? સભા તેનામાં યોગ્યતા તો છે ને ? તો તેનામાં યોગ્યતા છે એમ બોલાય. પણ અત્યારે એ કોઈનો જમાઈ છે, એમ તો ન બોલાય ને ? મિથ્યાત્વ ક્યારેય પણ આત્માની સ્વભાવ દશાને સમજવા નહિ દે, વિભાવદશાને ઓળખવા નહિ દે, બંધનને બંધન તરીકે પીછાણવા નહિ દે, કષાયને કષાયના રૂપમાં જોવા નહિ દે, અવિરતિને અવિરતિના રૂપમાં ઓળખવા નહિ દે, માટે જ મિથ્યાત્વ સૌથી વધારે ભયંકર છે. પરમાત્માના અનુગ્રહથી એક્વાર સમ્યગ્દર્શન થઈ જાય પછી પણ મિથ્યાત્વ આવી ન જાય તે માટે સાવધ રહેવું પડે છે. મિથ્યાત્વ ગયું હોવા છતાં પાછળ એની બેન અવિરતિને મૂકીને ગયું છે. આ અવિરતિ પણ સાધકને લપસાવનારી છે અને તક મળે તો મિથ્યાત્વને ખેંચી લાવનારી છે. અનાદિકાળથી મિથ્યાત્વે અવિરતિને બળ પૂરું પાડ્યું છે, તેથી જ મિથ્યાત્વ કદાચ જાય તો પણ એ અવિરતિ મિથ્યાત્વ માટે કામ કરે, એ સમકિતીનાં છિદ્રો (વિક પોઈન્ટ) ગોત્યા જ કરે અને તક મળતાં તે મિથ્યાત્વને લાવીને સમકિતીને પાડે; આમ છતાં તે વખતે અત્યાર સુધી આરાધેલું સમ્યગ્દર્શન પણ કહે કે, તું અવિરતિમાં અસાવધ બન્યો, તેથી આજે તને અવિરતિએ પટક્યો છે પણ તક મળતાંની સાથે જ હું તને ઊભો કરીશ. સમકિત આવી ગયું, હવે અવિરતિનો ડર નહિ એવું માનતા નહીં. સમકિતીને જ સૌથી વધુ અવિરતિનો ડર હોય છે. જ્યાં સુધી આત્માને ક્ષાયિક ભાવનું Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ – ૭ઃ અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિચ - 20 - 441 સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી ચેતીને રહેવું પડે. જો સમકિતી સાવધ ન રહે તો અવિરતિ ગમે ત્યારે મિથ્યાત્વને ખેંચીને લાવે. સમ્યગ્દર્શને આવ્યા પછી પણ આ અવિરતિ ભલભલા સાધકને પટકી નાંખે છે. નિમિત્ત મળતાં જ અવિરતિનો ભડકો : ચિત્ર અને સંભૂતિમુનિએ, દીક્ષા લીધી, નિર્મળ સાધુપણું પાળ્યું, ઘોર તપ કર્યો, તેના કારણે એમને અનેક લબ્ધિઓ પેદા થઈ છે. તપના પારણે ભિક્ષા વહોરવા નગરમાં ગયા. ત્યાં સનતકુમાર ચક્રીનો મંત્રી નમુચિ હતો. જે ભૂતકાળમાં અનેક ખોટાં પરાક્રમો કરી ચૂક્યો હતો. આમ છતાં એના દુષ્પરિણામોથી એને ઉગારવાનું કામ આ મુનિવરે કર્યું હતું. તો પણ એ મુનિવરને જોતાં જ એને થયું કે, મારાં બધાં જ ખોટા આચરણો આ મહામુનિ જાણે છે. જો તેઓ કોઈને મારો ભૂતકાળ કહી દેશે તો મારે ચક્રવર્તીનું મંત્રીપણું ગુમાવવાનો વારો આવશે. ‘પાપા: સર્વત્ર દિતા ‘જેણે પાપ કર્યા હોય તે સર્વત્ર શંકાવાળો હોય છે.' નમુચિએ પોતાની ફૂટપટ્ટીથી મહાત્માનું માપ કાઢ્યું. જેમણે પરમાત્માના શાસનનું સાધુપણું આરાધ્યું હોય, જે આત્મભાવમાં લીન હોય, તેમને બીજાના દોષ જોવાનું કે, બોલવાનું મન પણ થતું નથી. આમ છતાં પોતાની દુષ્ટતાના કારણે જ ભયથી પ્રેરાઈને નમુચિએ ઉત્તમ સંયમ સાધક એવા પણ એ સંભૂતિ મુનિવરને મારપીટ કરીને ગામ બહાર કાઢવાનો આદેશ આપ્યો અને રાજ્યના સિપાઈઓ મહાત્માની પાછળ પડી ગયા. તેઓ લાકડીઓના માર મારી મારીને મુનિને નગર બહાર કાઢવા લાગ્યા. મુનિવરે કહ્યું કે, “તમે મને શા માટે મારો છો ? તમે કહો તો ચાલ્યો જાઉં. મને જવા દો !” પણ આ બધાને મુનિવર માત્ર ચાલ્યા જાય એમાં રસ ન હતો. એમને તો માર મારીને, ફજેત કરીને કાઢવા હતા, એટલે જેના હાથમાં જે હતું તેનાથી તેઓ મારતા ગયા. જેને કારણે અનેક વાર મુનિવર પડી ગયા. આમ છતાં એ લોકોએ મારવાનું બંધ ન કર્યું. ત્યારે મુનિવરની ધીરજ ખૂટી, ક્ષમા તૂટી અને તેમાંથી ક્રોધનો આવેશ પ્રગટ્યો. આજ સુધી કરેલી સંયમ સાધનાના પરિણામે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૨ - આતમ જાગો ! તેમને તેજોલેશ્યા સિદ્ધ થઈ હતી. જેનો આજ સુધી ક્યારેય ઉપયોગ કર્યો ન હતો; પણ આજે ક્રોધવશ એનો ઉપયોગ ક૨વાનું મન થયું, તેજોલેશ્યાનો પ્રયોગ કરતાંની સાથે જ તેમના મોઢામાંથી ધુમાડાના ગોટે-ગોટા નીકળવા લાગ્યા. ચિત્ર મુનિને ખબર પડી. તેઓ તરત જ એમને શાંત ક૨વા આવ્યા અને કહ્યું કે, ‘શાંત થા, આપણે તો ક્ષમાશ્રમણ. જો તારા જેવો ક્રોધ ક૨શે તો ક્ષમા ક્યાં જશે ?’ આવાં-આવાં અમૃત વચનોથી શાંત કર્યા. 442 સંભૂતિમુનિએ તેજોલેશ્યા સંહરી લીધી અને નગર બહાર ગયા. સંભૂતિમુનિએ વિચાર કર્યો કે આ પરિસ્થિતિ કેમ આવી ? નગરમાં ગયો માટે ને ? જે આહારને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ તે આહાર જ ન જોઈએ હવે. આમ વિચારીને અણસણ સ્વીકારી લીધું. સનતકુમાર ચક્રવર્તીને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તેમને અત્યંત આઘાત લાગ્યો. તેઓ તે અપરાધ બદલ મહામુનિની ક્ષમાપના કરવા માટે પોતાના આખા અંતઃપુરની સાથે નગરની બહાર ઉદ્યાનમાં ગયા. વંદના કરી, અપરાધ બદલ ક્ષમાયાચના કરી, પણ વંદનાની ક્રિયા દરમ્યાન અવગ્રહની મર્યાદા ચુકાણી. સનતકુમાર ચક્રવર્તીની અગ્રમહિષી, પટ્ટરાણીના માથાના વાળની એક લટ વંદના માટે શીશ ઝુકાવતાં સંભૂતિમુનિના ચરણને સ્પર્શી ગઈ. વાળનો સ્પર્શ થતાં જ અંદર પડેલી અવિરતિએ, ભોગલાલસાએ સળવળાટ કર્યો અને ભડકી ઊઠેલી અવિરતિના કારણે વિચાર આવ્યો કે જે વ્યક્તિના વાળની એક લટનો સ્પર્શ આટલો સુખદ હોય તેના પૂરા અંગનો સ્પર્શ કેટલો સુખદ હશે ? ચક્રવર્તી ધન્ય કે ધર્મચક્રવર્તી મુનિ ધન્ય ? અત્યાર સુધી સાંપડેલી સાધનાજીવનની અનુભૂતિ અને સિદ્ધિઓ દ્વારા પોતાની જાતને ધન્ય માનનારા મહામુનિ આજે ચક્રવર્તીને ધન્ય માનવા લાગ્યા. અવિરતિનો ઉદય આત્માને ક્યાં લઈ જાય છે તે સમજવાનું છે. એક બાજુ ખુલ્લા પગે ચાલનારા મહાત્માઓનાં દર્શન થાય અને બીજી બાજુ ઈમ્પોર્ટેડ ગાડીમાં ફરનારા ગૃહસ્થો દેખાય; ત્યારે બેમાંથી તમારે મન ધન્યતમ કોણ ? બરાબર વિચાર કરજો ! બાર વાગે ભર તડકે ખુલ્લે પગે ચાલનારા મુનિ ધન્ય કે મર્સીડીશ કે એરકન્ડીશન કારમાં ધડાધડ દોડનારા સંસારી ધન્ય ? Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 -- 443 સભા : મુનિ ધન્ય. પહેલા પ્રશ્નનો જવાબ આપનારે બીજા પ્રશ્નનો જવાબ આપવા તૈયાર રહેવાનું છે. બીજો પ્રશ્ન એ છે કે, બંનેને જોયા પછી તમારા મનમાં શું બનવાના મનોરથ થાય ? ક્યારે અણગાર બનું – એમ થાય કે ક્યારે શ્રીમંત બનું - એમ થાય ? જે ચક્રવર્તીને જોઈને ભગવાનના મુનિને દયા આવે, તે જ ચક્રવર્તીને જોઈને અવિરતિ અને મિથ્યાત્વને પરવશ પડેલ સંભૂતિમુનિ પોતાની દયા ખાઈ રહ્યા છે અને ચક્રવર્તીને અહોભાવની નજરે જોઈ રહ્યા છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના શાસનનું સાધુપણું જેને સ્પર્યું હોય તેવા શ્રમણોની મનોદશા કેવી હોય ? તે સમજવા જેવું છે. ઉપમિતિ'માં અનુસુંદર ચક્રવર્તીની વાત આવે છે. તેઓ જીવનના ઉત્તરાર્ધમાં પોતે જીતેલા છ ખંડને જોવા નીકળ્યા હતા. તે દરમ્યાન જ્યારે તેમનો એક નગરમાં પ્રવેશ હતો, ત્યારે તેમને જોવા અને તેમનું સ્વાગત કરવા આખું નગર ઊમટ્યું હતું. તે કાળમાં રાજવીના ચહેરાનાં દર્શન પણ દુર્લભ હતાં. કારણ કે, રાજા-પ્રજા બેયના જીવનમાં વિશેષ મુસાફરી નહોતી અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કે ટી.વી. જેવાં માધ્યમો નહોતાં. જેથી રાજવીનાં દર્શન દૂરના પ્રદેશમાં રહેલા પ્રજાને ક્વચિત્ જ થતાં અને આ બધા રાજવીઓની રાજ્યવ્યવસ્થા એવી ઉત્તમ હતી કે, પ્રજા સુખચેનમાં જીવતી, જેથી પ્રજાને રાજા પ્રત્યે અપાર અહોભાવઆદરભાવ રહેતો. એટલે જ જ્યારે પોતાનો રાજવી પોતાના આંગણે આવ્યો છે, તેવી ખબર પડી ત્યારે આખી પ્રજા એનાં દર્શન કરવા માટે, એના સ્વાગત માટે, એને વધાવવા માટે, એના ઓવારણાં લેવા માટે ઊમટી હતી. આમ છતાં એવા સમયમાં પણ ધર્મમાં રત રહેનારો વર્ગ પણ ઘણો મોટો હતો. જે આ બધી બાબતોથી પર હતો. માટે જ્યારે એક તરફ અનુસુંદર ચક્રવર્તીની સ્વાગતયાત્રા યોજાઈ ત્યારે પણ બીજી તરફ ધર્મસભા યોજાઈ હતી. જેમાં પણ વિપુલ માત્રામાં શ્રોતાવર્ગ ધર્મશ્રવણ કરતો હતો. આજે, ગઈકાલનો રસ્તે રખડતો પણ એમ. પી. કે પી. એમ. બનીને વ્યાખ્યાન સમયે આવે તો શું કરો ? વ્યાખ્યાન સાંભળવા ઉભા રહો કે તેનું Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૨ - આતમ જાગો ! 444 ભાષણ સાંભળવા અને સ્વાગત કરવા દોડી જાવ ? ચક્રવર્તીના સ્વાગત સમયે પણ ત્યાંનાં લોકો એકચિત્તે ધર્મદેશના સાંભળી રહ્યાં હતાં. એવામાં સ્વાગતયાત્રા નજીક આવતાં લોકોનો કોલાહલ અત્યંત વધી ગયો. એ કોલાહલના કારણે ધર્મશ્રવણમાં વિક્ષેપ પડ્યો. એટલે ધર્મસભામાંથી કોઈકે આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો કે, “ભગવંત! આ બધો કોલાહલ શાનો છે ?' એના ઉત્તરમાં જ્ઞાની આચાર્ય ભગવંત શ્રી સમંતભદ્રસૂરિજી મહારાજે જે કહ્યું કે મારે તમને કહેવું છે. જેના ઉપરથી જૈનશાસનના ધર્માચાર્યોની વિવેકદૃષ્ટિ કેવી વૈરાગ્ય રંગથી રંગાયેલી હોય છે, તેનો ખ્યાલ આવી શકે. આચાર્ય ભગવંતે કહ્યું કે, “એક ચોર-તસ્કર ચોરીના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો છે અને એના ગુન્હા બદલ મૃત્યુદંડની સજા ફરમાવાઈ છે અને એ સજાનો અમલ કરવા માટે એને વધ્યસ્થાને લઈ જવાઈ રહ્યો છે, એનો આ બધો કોલાહલ છે.' એક ચક્રવર્તીને જૈનાચાર્ય કઈ દૃષ્ટિએ જુવે છે; તે આના ઉપરથી સમજવાનું છે. સભામાંથી ફરી પૂછવામાં આવ્યું કે, “ભગવંત ! શું એ ચોર માટે બચવાનો કોઈ માર્ગ નથી ?' આચાર્ય ભગવંતે કહ્યું કે, “એને એની શિક્ષાથી બચવાનો માર્ગ જરૂર છે, પણ એ માટે એને અહીં લાવવો જરૂરી છે. આ સાંભળી શ્રોતા પૈકી એક વ્યક્તિ જઈને ચક્રવર્તીને ધર્મસભામાં દોરી લાવી અને ચક્રવર્તી પણ વિશેષ જ્ઞાનશક્તિવાળો હોઈ આચાર્ય ભગવંતનો અભિપ્રાય જાણી, સભાને લાભ થશે, તેમ જાણી પોતાની વૈક્રિય શક્તિથી ચોરનું રૂપ સજીને ધર્મસભામાં આવ્યો. હકીકતમાં અનુસુંદર ચક્રવર્તીનું માત્ર એક જ દિવસનું આયુષ્ય બાકી હતું અને સાતમી નરકને યોગ્ય કર્મોનો સંચય તેણે કરી લીધો હતો. મહાઆરંભ અને મહાપરિગ્રહના પરિણામે આ બધો કર્મસંચય થયેલો હતો. જો આજની ધર્મદેશના સાંભળી તેને વૈરાગ્ય ન પ્રગટ્યો હોત અને સંસાર ત્યાગ કરી તેણે સર્વવિરતિ ન સ્વીકારી હોત તો તેની સાતમી નરક થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું. પરંતુ તેની વિશેષ યોગ્યતાના કારણે ધર્મશ્રવણ કરતાં Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 – 445 જ તેને વૈરાગ્ય પ્રગટ્યો. સર્વસંગનો ત્યાગ કરી તેણે સર્વવિરતિ સ્વીકારી, એક દિવસમાં જ એની એવી ઉત્તમ આરાધના કરી કે, જેના પરિણામે તેઓએ સાતેય નરકને યોગ્ય કર્મો ખપાવી એવા પ્રકૃષ્ટ પુણ્યને ઉપાર્જન કર્યું કે, મરીને સીધા જ તેઓ સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મનુષ્ય થઈ મુક્તિમાં જશે. જો એક દિવસ મોડા પડ્યા હોત તો તેઓ નક્કી સાતમી નરકે જાત. કારણ કે જેટલા ચક્રવર્તી સંસારનો ત્યાગ કર્યા વગર મર્યા તે બધા જ મહાઆરંભ અને મહાપરિગ્રહના કારણે નરકે ગયા છે. સુભૂમ અને બ્રહ્મદત્ત આ બે ચક્રવર્તી પણ આ બે કારણે નરકમાં ગયા, બાકી બધા સંસારત્યાગ કરીને દેવલોકમાં ગયા કે મોક્ષમાં ગયા. આચાર્ય ભગવંતે ચક્રવર્તી માટે ક્યો શબ્દ વાપર્યો ? “ચોર-તસ્કર.” આ શબ્દ ગાળના અર્થમાં નથી વાપર્યો, પણ અનુકંપાના અર્થમાં વાપર્યો છે. વધ્યસ્થાન ઉપર ચડેલો તો એક જ વાર કપાવાનો જ્યારે નરકમાં ગયેલો કેટલીવાર કપાવાનો ? જ્ઞાનદષ્ટિએ ચક્રવર્તીપણાનું ફળ નરકગતિ જાણીને, તેમાં એને ભોગવવા પડનારાં દુઃખોને જાણીને એ જીવ ઉપરની કરુણાભાવનાથી આ શબ્દ વપરાયો છે. માટે જ પરમતારક ગુરુદેવ કહેતા હતા કે “શ્રીમંતને જોઈને જે સાધુને તેની દયા ન આવે એને અને તેવા શ્રીમંતને જોઈને જેને ગલગલીયાં થાય, તે સાધુને સાધુપણાનો સ્વાદ આવ્યો જ નથી.' સભાઃ ધર્મીષ્ઠ હોય એવા શ્રીમંતની તો અનુમોદના કરાયને ? તેના ધર્માનુષ્ઠાનની અનુમોદના કરાય, પણ તેના રૂપિયાની નહીં. આજે સાધર્મિક ભક્તિ કરવાની હોય ત્યારે એક શ્રીમંત હોય અને બીજો સામાન્ય સ્થિતિનો હોય તો બન્નેની સરખી ભક્તિ કરાય છે? એવા લોકોને તો સાધર્મિક વાત્સલ્યમાં પીરસવાય ઉભા ય ન રખાય કે જે સાધર્મિક, સાધર્મિકમાં પણ ભેદભાવ કરે. અવિરતિ તીવ્ર બને તો મિથ્યાત્વને ખેંચી લાવે ? સંભૂતિમુનિને પહેલાં અવિરતિનો ઉદય થયો અને તે પછી તેમાંથી મિથ્યાત્વનો Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૨ - આતમ જાગો ! પણ ઉદય થયો. એટલા માટે જ ચક્રવર્તીને જોઈને એના જેવા થવાનું મન થયું. સામાન્ય રીતે વીતરાગ પરમાત્માના શાસનનો સાધુ કોઈ પણ શ્રીમંતને, ભોગીને, રાજવીને કે ચક્રવર્તીને જુવે એટલે તેને થાય કે, આ બિચારો ફસાઈ ગયો છે, સંસારમાં અટવાઈ ગયો છે, ક્યાં જશે ? હું એને જગાડું, બોધ પમાડું અને આ દુઃખભર્યા સંસારથી ઉગારું. એને બદલે અવિરતિ અને મિથ્યાત્વને પરવશ પડેલા સંભૂતિમુનિને સનકુમાર ચક્રવર્તી ધન્ય લાગ્યા, એના જેવું મેળવવાનું મન થયું અને વિચાર્યું કે, ‘મને આવું સ્ત્રીરત્ન ક્યારે મળશે ?’ જેને જે વ્યક્તિ ધન્ય લાગે તેને તેના જેવું મેળવવાનું – બનવાનું મન થાય. પ્રતિક્રમણમાં બોલવામાં આવે છે ‘ધન્ય મુનિરાજ !' ક્યારે મુનિપણું આવે ! એટલા માટે જ ને ? શ્રાવક માત્રનો એક જ મનોરથ હોય કે, ‘સસનેહી પ્યારા સંયમ કબહી મિલે.’ 446 દિવસમાં એક વખત પણ થાય છે આવું ? સંભૂતિ મુનિને થયું કે, ‘મને આવું સ્ત્રીરત્ન ક્યારે મળશે ?’ એમને ખ્યાલ હતો કે, અત્યારે આ પરિસ્થિતિમાં કે આ ભવમાં આમ બનવું શક્ય નથી. તેથી તેમણે નિયાણું કર્યું. તેઓ જેવા તપસ્વી, ત્યાગી અને સંયમી હતા, તેવા જ જ્ઞાની પણ હતા. એટલે ધર્મના મુખ્ય અને ગૌણ ફળને પણ જાણતા હતા. આમ છતાં એમના ઉપર મિથ્યાત્વ સવાર થયું. વિવેક ગયો, એટલે જ તેમણે ધર્મના મુખ્યફળ મોક્ષની ઉપેક્ષા કરી, ધર્મના ગૌણફળ તરીકે મળતા ચક્રવર્તીપણા વગેરેને ગૌણ ફળરૂપે ન ગણતાં મુખ્યફળરૂપે ઈછ્યું અને એ ઈચ્છાને તૃપ્ત કરવા તેમણે આજ સુધી કરેલા ધર્મને વેચી નાંખીને એના મુખ્યફળ તરીકે ચક્રવર્તીપણું મળે તેવું નિયાણું કર્યું. ‘આજ સુધીમાં મેં જે ધર્મ કર્યો છે, જે સાધના કરી છે તેનું જો કોઈ ફળ હોય તો જન્માંત૨માં મને આવું સ્ત્રીરત્ન મળો.' આવું નિયાણું કરીને તેઓ ધ્યાનમાં બેસી ગયા. સંભૂતિમુનિએ કરેલા આ નિયાણાનો ખ્યાલ જ્યારે ચિત્રમુનિને આવ્યો ત્યારે તેમણે સંભૂતિમુનિને પાછા વાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો. તેમણે કહ્યું કે, ‘સંયમની આવી મહાન સાધનાના બદલામાં આ શું ઈછ્યું ? Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ Xx ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 જે સંયમ સાધનાથી મુક્તિ મળે તેના ફળ તરીકે બંધનની માંગણી ? અમૃતને ઢોળીને વિષ્ટા કોણ ચાટે ? ઐરાવણને વેચીને ગર્દભ કોણ ખરીદે ?’ ચિત્ર મુનિએ આવાં આવાં અનેક અમૃત વચનોથી સંભૂતિમુનિને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ સંભૂતિમુનિ એકના બે ન થયા. જ્યારે તેજોલેશ્યા મૂકી ત્યારે સમજાવ્યા તો તરત વળી ગયા કારણ કે ત્યારે મિથ્યાત્વ ન હતું. માત્ર કષાયનો ઉદય હતો. પરંતુ હવે અવિરતિ ભેગું મિથ્યાત્વ ભળ્યું. એટલે સમજાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તેમાં સફળતા ન મળી. 447 સંભૂતિમુનિના આત્મા ઉપર મિથ્યાત્વ કબજો જમાવીને બેસી ગયું હોવાથી તેમને ચિત્રમુનિએ કહેલી વાતો બુદ્ધિથી સમજાણી પણ ગળે ન ઉતરી. જીવનમાં ઘોર તપ-ત્યાગ કર્યો, અપાર કષ્ટો વેઠ્યાં, અસહ્ય એવા પણ પરીષહો સહન કર્યા. હવે જો તેના ફળમાં સુખ ભોગવવાનું જ ન હોય તો શું કરવાનું ? આટલાં દુ:ખો ભોગવીને તેનાં બદલામાં જો સુખો ભોગવવાનાં જ ન હોય તો તે ત્યાગનો - કષ્ટો સહન કરવાનો અર્થ શું ? આવા વિચારોએ એમના આત્મા ઉપર કબજો જમાવ્યો. આ બધો પ્રભાવ અવિરતિની તીવ્રતામાંથી પ્રગટેલા મિથ્યાત્વનો હતો. અવિરતિ તીવ્ર બને તો ગમે ત્યારે મિથ્યાત્વને ખેંચીને લાવે. મિથ્યાત્વ ન હોય ને માત્ર અવિરતિનો જ ઉદય હોય તો પણ ઘણું સાવચેત રહેવું પડે નહિ તો અવિરતિના સહારે મિથ્યાત્વ ક્યારે સવાર થઈ જાય કહેવાય નહીં. ઘણા એમ માની બેઠા છે કે મિથ્યાત્વ તો ગયું, એટલે હવે અમને ઝાઝો કર્મબંધ નહિ થવાનો, પછી અવિરતિથી શું કામ ડરવું ? અને ધર્મોપદેશક એમને કાંઈક કહેવા જાય તો એમને પણ કહે કે, ‘અમ્પોસિ દોડ્ વંધો’ પણ એ એટલું ય ન વિચારે કે, ‘સપ્લોસિ દોડ્ વંધો' વચન કોના માટે છે ? માત્ર મિથ્યાત્વથી જ ડરવાની જરૂર નથી. અવિરતિથી પણ ડરવાની જરૂર છે. મિથ્યાત્વ તો ભયંકર છે જ પણ અવિરતિ પણ કાંઈ ઓછી ભયંકર નથી. મિથ્યાત્વ ગયા પછી જો વધુમાં વધુ ડર કોઈનો ય રાખવાનો હોય તો તે અવિરતિનો રાખવાનો છે. કારણ કે, તગડી થયેલી અવિરતિ ગમે ત્યારે મિથ્યાત્વને ખેંચી લાવે છે અને સાધકને પકડી પાડે છે. ‘સુખ ભોગવવું એ કાંઈ મિથ્યાત્વ નથી, એ તો માત્ર અવિરતિ જ છે. અમે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ૨ - આતમ જાગો ! - 448 સુખને સારું નથી માનતા એટલે અમારામાં મિથ્યાત્વ નથી. સુખને ભોગવવાનું કામ તો અવિરતિથી થાય છે અને અવિરતિ એ મિથ્યાત્વ જેટલી ખરાબ નથી, માટે સુખને સારું ન માનવું, બાકી ભોગવવામાં વાંધો નથી' - આવી ખોટી માન્યતા પણ મિથ્યાત્વના કારણે જ ઉદ્ભવતી હોય છે. આવી કેળવણી કોણ આપે છે ? અવિરતિને પોષવા શાસ્ત્રવચનોનું ખોટી રીતે ઓઠું લેવાનું પણ માર્ગદર્શન કોણ આપે છે ? મિથ્યાત્વ કે બીજું કોઈ ? અમે સુખને સારું માનતા નથી, એટલે અમારામાં મિથ્યાત્વ નથી. જેનામાં મિથ્યાત્વ ન હોય તેને સુખ ભોગવવા છતાં કર્મનો બંધ અલ્પ જ થાય. માટે અમે ગમે તેટલું સુખ ભોગવીએ તો પણ અમને તો કર્મનો બંધ અલ્પ જ થવાનો છે. કારણ કે, અમે સમ્યગ્દષ્ટિ છીએ. શાલિભદ્ર અપાર સુખ ભોગવ્યું, છતાં સમકિતને કારણે ક્યાં એમને ઝાઝો કર્મબંધ થયો છે ? અમે ગમે તેટલાં સુખ ભોગવીએ તે પણ શાલિભદ્ર જેટલાં તો નહિ જ ને ? પછી અમારે ક્યાં મુંઝાવાની જરૂર છે ? આવી રીતે શાસ્ત્રવચનોનું ઓઠું લઈને અવિરતિને પંપાળવાનું કામ પણ મિથ્યાત્વ જ કરાવે છે. આથી કોઈએ ઉતાવળ કરીને દાવો કરવા જેવો નથી કે મારું મિથ્યાત્વ ગયું છે અને મારામાં સમ્યગ્દર્શન આવ્યું છે. ગમે તેટલી સંતની તળાઈ હોય, પણ જો એમાં માકણ પડ્યા હોય તો સભાન . બેભાન માણસની વાત જુદી છે, તેમ સમ્યગ ળાં સુખ મળે પણ સમ્યગ્દર્શનના પ્રભાવે તે સુખી રહે. જેના જીવનમાં સાચા અર્થમાં ગુણો પ્રગટ્યા હોય તે કદી એવો દાવો ન કરે કે, મારામાં આવા આવા ગુણો પ્રગટ્યા છે. ગુણો એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી; પણ માણવાની-અનુભવવાની વસ્તુ છે. કહ્યું પણ છે ને કે – 'बडा बडाई ना करे, बडा न बोले बोल: हीरो मुख से ना कहे, लाख हमेरो मोल' તમે નાહી-ધોઈને નીકળ્યા હો, ચોખાં કપડાં પહેર્યા હોય, અને ઉપર સેન્ટ કે પરફ્યુમનો ઍ કરીને આવ્યા હો તો તમારે કોઈને કહેવાની જરૂર નથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 રહેતી કે મેં સ્પ્રે કર્યો છે. તમે ત્યાંથી નીકળો એટલે આપોઆપ જ બધાનાં નાક ભરાઈ જાય. તેમ સમ્યગ્દર્શન આવ્યા પછી કહેવું ન પડે કે હું સમ્યગ્દષ્ટિ છું, તેના વ્યવહારો અને તેના ઉદ્દગારોમાંથી જ જાણકારને ખ્યાલ આવી જાય કે આ સમ્યગ્દષ્ટિ છે. ૧૯૯ પરિગ્રહ પણ બંધન છે : મિથ્યાત્વ અને અવિરતિ જેમ બંધન છે તેમ પરિગ્રહ અને આરંભ પણ બંધન છે. જે વાત સૂયગડાંગસૂત્રની ટીકામાં પૂજ્ય આ. શ્રી શીલાંકાચાર્યજી મહારાજે સમજાવી છે. તમને સમજાય તેવી ભાષામાં તેઓશ્રીએ સમજાવ્યું છે. પહેલા નંબરે પરિગ્રહ અને બીજા નંબરે આરંભ. 449 - तद्धेतवो वा मिथ्यात्त्वाविरत्यादयः परिग्रहारम्भादयो वा । शीला. टीका. “બંધના હેતુઓ મિથ્યાત્વ અને અવિરતિ વગેરે છે અથવા પરિગ્રહ અને આરંભ વગેરે છે.” પરિગ્રહ બંધનનું કારણ છે. એટલે અપેક્ષાથી પરિગ્રહ પોતે જ બંધન છે. જેણે બંધનોને તોડવાં હોય, તેણે પરિગ્રહને છોડવાનું કામ કરવું જ પડે. જેની પરિગ્રહ છોડવાની તૈયારી ન હોય તેને બંધન છોડવાનું મન છે, - એવું ભૂલેચૂકે પણ માનવું નહિ. ન જે પરિગ્રહને ન છોડી શકે તે બંધનને ન તોડી શકે. આપણે માટે મોટામાં મોટું બંધન જો કોઈ હોય તો તે પરિગ્રહ છે. ‘મારે પરિગ્રહના બંધનથી છુટવું છે’ - આ મુદ્દા ઉપર હવે આપણે ઠરવું છે. સભા : પરિગ્રહ એટલે શું ? પરિગ્રહ એટલે શું ? એ પણ તમને સમજાવવું પડશે ! ‘પ્રવચનસારોદ્વાર’ ગ્રંથમાં પરિગ્રહની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે 'परिगृह्यते आद्रीयतेऽस्मादिति परिग्रहः परिग्रहणं वा परिग्रहः ।' ‘જેનાથી (વસ્તુઓ) સ્વીકારાય-ગ્રહણ કરાય છે તે પરિગ્રહ છે અથવા મૂર્છા એ પરિગ્રહ છે.’ જે આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ અને આ પરિગ્રહ નવ પ્રકારનો Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૨ - આતમ જાગે ! 450 છે, એટલું તો તમે જાણો છો ને ? “શ્રી વંદિત્તા સૂત્ર'ની - પ--fg-વધૂ, W-સુવરે જ વિપરિમાને છે दुपए चउपयंमि य, पडिक्कमे देसियं सव्वं ।।१।।' - આ ગાથા તો તમે પ્રતિક્રમણ દરમ્યાન બોલી-સાંભળી છે ને ? એમાં નવે ય પ્રકારના પરિગ્રહનો નામોલ્લેખ કર્યો છે. ૧ – ધન-નાણું, ૨ – ધાન્ય-અનાજ, ૩ – ક્ષેત્ર-જમીન, ૪ - વાસ્તુ-મકાન, ૫ - રૂપ્ય-ચાંદી, ૭- સુવર્ણ-સોનું, ૭ - કુષ્ય-અન્ય ધાતુઓ, ૮ - દ્વિપદ-બે પગમાં : પુત્ર-પત્ની, પરિવાર, નોકર, ચાકર, પંખી વગેરે અને ૯ - ચતુષ્પદ- ચાર પગવાળાં જનાવર વગેરે - આ નવ પ્રકારનો પરિગ્રહ છે અને આ નવમાંથી કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ન હોવા છતાં એના પ્રત્યે મનમાં મમતા રહી જાય તો એ મમતા પણ પરિગ્રહ છે. જેને માટે “મુછી પરિષદો વૃત્તો' - એવું સૂત્ર છે. પણ એની વાત પછી કરશું. અત્યારે તો જે નવ પ્રકારનો કે નવ પૈકી એક કે અનેક પ્રકારનો પરિગ્રહ તમે ભેગો કર્યો છે કે કરવા ધારો છો, તે બધું જ બંધન છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે. આજ સુધી તમે જે કાંઈ મેળવ્યું છે, જે કાંઈ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો છે. મેળવેલાને સાચવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ચોવીસ કલાક તેના માટે જ પ્રયત્નશીલ છો, ચોવીસ કલાક મનમાં તેના જ વિચારો કર્યા છે, તેને કારણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ થાય છે, માટે જ તે પરિગ્રહ મોટામાં મોટું બંધન છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે. જેટલા મોટા શ્રીમંત તેટલા વધારે બંધાયેલા : ભગવાન મહાવીર પરમાત્માએ બંધન કોને કહ્યું? સુધર્માસ્વામીજી મહારાજા કહે છે કે, ભગવાન મહાવીરે પરિગ્રહને બંધન કહ્યું છે. જેટલા વધારે શ્રીમંત તેટલા વધારે બંધાએલા, વધારે ખરડાએલા - વધારે લેપાએલા. આજ મુદ્દે હવે મારે તમારી સાથે સંવાદિતા સાધવી છે. એટલે હવે મારે તમને પૂછવું છે – બોલો ! તમારી શ્રીમંતાઈ પણ બંધન? બંગલો પણ બંધન ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 – 451 ફ્લેટ પણ બંધન ? ઓફીસ દુકાન-પેઢી પણ બંધન ? ખણખણીયા - કડકડતી નોટો પણ બંધન ? સોનાની લગડી-દાગીના પણ બંધન? હીરા-માણેક-મોતી પણ બંધન ? આનો તમે જે પણ જવાબ આપો તે હૈયાથી આપજો ! જેથી તમારી આંતરિક ભૂમિકાનો ખ્યાલ આવે. સભા પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી લક્ષ્મી તો બંધન નહિ ને ? લક્ષ્મીને માટે પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી છે - એમ ક્યારે કહેવાય ? લક્ષ્મી બંધન લાગે તો. જો મળેલી અગર તો મેળવેલી લક્ષ્મી બંધન ન લાગે તો તે પુણ્યાનુબંધી પુણ્યથી મળી છે, - એમ ન કહેવાય. પાપાનુબંધી પુણ્યથી મળી છે, - એમ જ કહેવું પડે ? હૈયાની કબુલાત આપો કે લક્ષ્મી એ બંધન છે, તો કહી શકું કે, “તમારી લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યની છે.' ભલે આજ સુધી “આ પરિગ્રહ બંધન છે” – એમ નથી લાગ્યું પણ તે આજે લગાડવું છે અને એટલા જ માટે આજે આ વિષયમાં ઊંડા ઉતરવું છે. ભગવાન શ્રી મહાવીરદેવે પરિગ્રહને બંધન કહ્યો છે. જ્યાં સુધી એ બંધન નહીં લાગે ત્યાં સુધી આત્મવિકાસના માર્ગે આગળ નહીં જ વધાય. આજે એમાં આગળ વધવું છે, ઉડા ઉતરવું છે. હું તમને એક એવું ધ્યાન બતાવવા માગું છું કે જેમાં શાસ્ત્રના વિશેષ અભ્યાસની જરૂર ન પડે, લાંબા કોઈ પુસ્તકની જરૂર ન પડે. ઉડા બોધની આવશ્યકતા ન રહે. ક્યાંય બહાર જવાની પણ જરૂર ન પડે અને ઘરમાં બેઠાંબેઠાં જ તમે આ ધ્યાનનો અભ્યાસ કરી શકો. ઘરમાં જાવ અને કોઈ પણ ચીજ દેખાય, એટલે તરત જ તમારા મનમાં થવું જોઈએ કે “આ બંધન છે.' રાચરચીલું જુવો, એટલે તરત જ લાગવું જોઈએ કે, “આ બંધન છે.” કબાટ ખોલો અને એમાં કપડાંની જોડની થપ્પી જુવો, ત્યારે પણ થવું જોઈએ કે “આ બંધન છે.' મનગમતી એક જાળી પણ જુવો, ત્યારે પણ એમ જ થવું જોઈએ કે “આ બંધન છે.” Page #191 -------------------------------------------------------------------------- ________________ 452 ૧૭૨ - ૨ - આતમ જાગો ! પુત્ર, પત્ની કે પરિવારને જુવો ત્યારે પણ થવું જોઈએ કે, “આ બંધન છે.” સભા : મમતા ન હોય તો પણ ? શું તમે મમતા વગર ઘરમાં બેઠા છો ? ઘર છોડીને આવનારને પણ મમતા છોડવા મહેનત કરવી પડે તો તમારા જેવા ઘરને વળગીને બેઠેલા મને પૂછે છે કે, મમતા ન હોય તો ! મારે જ તમને પૂછવું છે કે, જો તમને મમતા નથી તો શા માટે ઘરમાં મજેથી બેઠા છો ? આગળ પાછળની વાત હમણાં બાજુમાં રાખી, આજની જ વાત કરીએ. હમણાં જ તળેટી સ્પર્શના યાત્રા અંગે સાંબેલા વગેરેના ચડાવા બોલાયા ને ? તમે જ મને કહો કે, આ ચડાવા કેવા થયા ? જો ચડાવા બોલનારને મમતા ન હોત તો ચડાવા આ રીતે મોળા-મોળા બોલાયા હોત ? ઘણી જગ્યાએ મેં જોયું છે કે એક વ્યક્તિ ૧૦૧ રૂપિયા બોલે તો બીજી વ્યક્તિ ૧૦૫ રૂપિયા બોલે ? ફરી પહેલી વ્યક્તિ ૨૦૧ બોલે તો સામે બીજી વ્યક્તિ ૨૦૫ બોલે ? એક વ્યક્તિ ૧૦૦, ૧૦૦ આગળ વધે છે. જ્યારે બીજી વ્યક્તિ એના ઉપર માત્ર પાંચ જ આગળ વધે છે. આ શું બતાવે છે ? આ જ બતાવે છે કે હજુ મમતા અકબંધ છે અને બરાબર ઘર કરીને બેઠી છે. ઘરમાંથી જ્યારે કચરો કાઢવાનો વારો આવે ત્યારે કેવી રીતે કાઢો ? થોડોથોડો કે બધો ? આવ્યો કે તરત કાઢો ? કચરો કાઢઢ્યા પછી બોર્ડ મૂકો કે મેં આટલો કચરો કાઢ્યો ? ઉપરથી આબરું જાય છે, કેટલો બધો કચરો ભેગો કર્યો હશે કે એકસાથે આટલો બધો કચરો કાઢવાનો વારો આવ્યો. એનાં બોર્ડ હોય ? તો જો તમને ધન-સંપત્તિ કચરો લાગે, બંધન લાગે, તો એના ત્યાગનાં-દાનનાં બોર્ડ હોય? કે એનો તો માત્ર નિકાલ જ હોય ? બીજાં (બાહ્ય) બધાં બંધનો, બંધનો લાગ્યાં તો એને તરત જ છોડી દીધાં, એને માટે કોઈ ઉપદેશ કે ઉપદેશકની જરૂર ન પડી; તેમ આ પરિગ્રહ બંધન લાગે તો તે છોડવાનું મન કેમ ન થાય ? જેનામાં મારાપણાની બુદ્ધિ-મમતા થાય તે “જોઈએ જ,' એમ થાય તેને સાચવવાનું, સંઘરવાનું જ મન થાય. એને કોઈ ન લઈ જાય તેની ચિંતા થાય, એ ચાલ્યું જાય તો રડવું આવે. આ બધું શું સૂચવે છે ? મમતા જ. જો આપણી વિચારધારા અને ભગવાનની વાતનો મેળ ન મળે તો આપણા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 - 453 જીવનમાં મિથ્યાત્વ ઉભું જ છે. પરિગ્રહ એ બંધન છે' - એવું જેને હૈયાથી ન લાગે તે બધાના જીવનમાં મિથ્યાત્વ જીવતું છે. સમજના સ્તરે બંધન, બંધન લાગે તો જ્ઞાન જીવવું છે પણ હૃદયની લાગણી, સંવેદનાના સ્તરે બંધન, બંધન ન લાગે તો સમજવું કે, મિથ્યાત્વ જીવતું જાગતું બેઠું છે. જેટલાં પણ બંધન તે બધાં ભૂંડા કહી શકાય. માટે જ વ્યવહારપ્રધાન દેશના આપતા મહાપુરુષો કહેતા કે, “પૈસો ભંડો છે.' ‘વ્યવહારપ્રધાન દેશના રેયા' સામાન્યતઃ દેશના વ્યવહારનયને મુખ્ય રાખીને આપવી. આ શાસ્ત્રવચનને અનુસરી પરમતારક ગુરુદેવ પણ કહેતા પૈસો ભંડો, તમે બોલી શકશો કે, પૈસો ભૂંડો ? તમારાથી નથી બોલાતું - સારું, થોડી સહેલી ભાષા વાપરું. “પૈસો બંધન ?' - એવું તો બોલી શકશો ને ? અહીં વ્યાખ્યાનમાં આવ્યા પછી પણ મન ઘરમાં ને ઘરમાં જ ફર્યા કરે છે, - એ શું બતાવે છે ? ઘરનું બંધન વળગ્યું છે, એ જ કે બીજું કાંઈ ? અહીં જોઈએ તેવું મન ઠરતું નથી એ પણ બંધનનું પરિણામ છે ને ? બે ઘડીનું સામાયિક પણ સાચું થતું નથી એ ય બંધનનું પરિણામ છે ને ? સામાયિકમાં સઝાય કરવાનો આદેશ માંગો છો ને ? આમ છતાં એ આદેશ માંગ્યા પછી પણ સ્વાધ્યાયને બદલે શું શું વિચારો આવે છે ? જ્યાં સ્વાધ્યાય વગેરે જ કરવાનો છે, ત્યાં તેના બદલે ન કરવા જેવા કે બધા વિચારો આવે છે, તે પણ બંધનનું પરિણામ છે ને ? ખરેખર ચેતના મૂરઝાઈ ગઈ છે. તમે અહીં (સાધુપણા) સુધી આવી શકતા નથી તેનું કારણ શું ? બંધન કે બીજું કાંઈ ? અહીં આવવાનો વિચાર પણ થતો નથી તેનું કારણ શું ? બંધન ! કોઈને દીકરાનું બંધન, કોઈને દીકરીનું બંધન તો કોઈને દીકરાના દીકરાનું બંધન કે કોઈને પત્નીનું બંધન. છેલ્લે અમને કહે કે, આટલાં વર્ષ આણે મને જાળવ્યો તો એને જાળવવાની મારી પણ ફરજ ખરી કે નહિ ? આવું કહેવું, માનવું, મનાવવું એ મિથ્યાત્વના બંધનથી ઘેરાયેલું પરિગ્રહનું - અવિરતિનું બંધન છે. બંધન, બંધન લાગે તો તોડવાના અનેક માર્ગો છે : સભા : સાપને કાંચળીનું બંધન હોય છે ને ? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૨ આતમ જાગો ! - ના, કાંચળી છોડે નહીં ત્યાં સુધી જ એને એનું બંધન પણ કાંચળી છોડ્યા પછી સાપને કાંચળીનું બંધન નથી હોતું. સિંહને ગુફા છોડ્યા પછી પણ ગુફાનું બંધન હોય છે. આટલો સિંહમાં ને સાપમાં ફ૨ક છે. સિંહ ગુફા છોડીને નીકળે ત્યારે આગળ જઈને પાછળ ગુફા તરફ નજર કરે છે, જ્યારે સાપ કાંચળી મુકીને જાય ત્યારે પાછળ કાંચળી તરફ નજર પણ કરતો નથી. સિંહને પાછું ગુફામાં જવાનું હોય છે, જ્યારે સાપને પાછી કાંચળી પહે૨વાની નથી હોતી. 454 હવે તમારે વિચારવાનું છે કે, ગરવા ગિરિરાજની છાયામાં તમે જે ચાતુર્માસિક આરાધના કરવા આવ્યા છો, તે સર્પની જેમ કાંચળી ઉતારીને આવ્યા છો કે, સિંહની જેમ ગુફામાં પાછા વળવાનું આયોજન કરીને આવ્યા છો ? અહીં આવ્યા પછી ઘર સામે લમણો તો નથી વાળતાને કે અહીં રહીને પણ ઘરની ચિંતા-વિચારણા કરી લો છો ? ઘણા તો આવ્યા ત્યારથી જવાનું પ્લાનીંગ કરીને આવ્યા છે અને ઘણાનું તો ‘પાછું’ જઈને ત્યાં શું કરવાનું ?' એનું ય પ્લાનીંગ ચાલુ થઈ ગયું છે. આ બધી વાતો એટલા માટે કરું છું કે તમને સમજાય કે ‘અમને કેટલાં બંધનો વળગેલાં છે.’ ચોવીશ કલાકમાં આત્મા ઉ૫૨ નજ૨ જતી નથી. ચોવીશ કલાકમાં આત્માનો વિચાર આવતો નથી. અહીં કહેવાની વાતોની જેવી અસર થવી જોઈએ તેવી અસર પણ થતી નથી, એનું કારણ આ પરિગ્રહ વગેરેનું બંધન પણ છે અને એ બંધન એટલું બધું મજબુત છે કે, જો આ બંધન સાથે મરવાનો વારો આવે તો કઈ ગતિ થશે ? એ મોટો સવાલ છે. અમે આવી વાત કરીએ એટલે મોટી ઉંમરવાળા આવે અને અમને કહે કે ‘દીક્ષા આપશો ?’ જો અમે ના પાડીએ તો ગામ આખામાં કહેતા ફરે કે ‘આપણી તો ભાવના બહુ હતી પણ મહારાજ સાહેબે જ ના પાડી.’ મૂળમાં બંધન છોડવાં નથી, પણ બંધન છોડવાનો દેખાવ કરવો છે, એનાં આ બધાં નાટકો છે. જેમને બંધન બંધન લાગ્યાં હોય, એમને એ બંધનથી છૂટી દીક્ષા લેવાની ઈચ્છા છતાં ઉંમ૨ વગેરેને કારણે બંધન છોડીને દીક્ષા લઈ શકાય તેવું ન હોય તેને આ બંધનો ભરખી ન ખાય તે માટે પણ જ્ઞાની ભગવંતોએ અનેક માર્ગ બતાવેલા છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ -- ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 . તેવી વ્યક્તિ શક્ય હોય તેટલી સંસારની તમામ પ્રવૃત્તિઓ બંધ કરે. સ્વજનપરિવાર સાથેના તમામ વ્યવહારો બંધ કરી, કોઈ તીર્થમાં જઈને રહી જાય. એકાદ જોડી કપડાં - એકાદ ટંકનું ખાવાનું - એ પણ એક વસ્તુથી ચાલે તો બે નહીં, બેથી ચાલે તો ત્રણ નહિ અને ત્યાં જઈને બસ જ્ઞાન-ધ્યાનના અભ્યાસઆરાધનામાં લાગી જાય. કોઈએ કોઈના ઘરની વાત કરવી નહિ. કોઈની સાથે કાંઈ લેવા દેવા નહીં. બંધનથી છુટવું છે, તો આ પણ એક રસ્તો છે. 455 ઘણો સમય વીતી ગયો, હવે થોડો જ સમય હાથમાં છે, માટે ઘ૨માં કહી દો કે ‘હવે હું મારી શારીરિક નબળાઈઓ અને ઉંમરના કારણે સંસાર છોડીને સંયમ લઈ શકું તેમ નથી, પણ હવે મારે તમારી સાથે બંધાઈને જીવવું નથી. કોઈ બાબતમાં માથું મારવું નથી, મારે હવે તમારું કે વ્યવહારનું કોઈ બંધન નથી જોઈતું. સભા : સંસાર છોડી દેવો – એ હજુ સહેલું છે, પણ સંસારમાં રહીને આ બધું છોડી દેવું એ માનીએ એટલું સહેલું તો નથી જ. હું ક્યાં કહું છું કે સહેલું છે, પણ એક વાત સમજી રાખો કે દુર્ગતિઓથી બચવું હોય તો આમ કર્યા વિના છૂટકો પણ નથી. જે કરવું અનિવાર્ય હોય તે સહેલું છે કે અઘરું, - એ જોવાનું હોતું નથી. એને કઈ રીતે કરવું, - એ જ વિચારવાનું હોય છે. જેને છૂટવું છે એને માટે આ વાત છે. જેને છૂટવું જ નથી એને માટે આ વાત નથી. જેને બંધન, બંધન લાગે એના માટે આમાં કાંઈ અઘરું નથી. મનસૂબો હોય તો માર્ગ મળી રહે ઃ એ જૈનેતરે બંધન તોડ્યું : : સભા : સંસારમાં રહીને આવું બધું કરવું એ શું અવ્યવહારુ નથી ? સંસારમાં રહીને જો આવું બધું કરવા જઈએ તો લોકો ગાંડા કહે. જેને બંધન, બંધન લાગે તેને તેનાથી છૂટવાનું મન એટલું તીવ્ર હોય કે લોકો એને શું કહેશે, એની પરવા જ ન હોય. સંસારરસિક જીવોને શું વ્યવહારુ લાગે છે અને શું અવ્યવહારુ લાગે છે ? એનો વિચાર તેને જ આવે કે જેને હજુ બંધન બંધન લાગ્યાં ન હોય. તમે તો જૈન છો. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના શાસનની ઉજળી છાયા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૨ - આતમ જાગો ! તમને મળી છે. જ્યારે જેનો જન્મ જૈનકુળમાં થયો નહોતો અને જેને સીધે સીધી પ્રભુશાસનની છાયા પણ મળી ન હતી, તેવા પણ પુણ્યાત્માને પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીના પાવન મુખે પ્રભુનો ઉપદેશ જ્યારે સાંભળવા મળ્યો અને એ એને ગમ્યો ત્યારે એમણે દુનિયાના લોકો શું કહે છે કે શું કહેશે તેનો લેશ પણ વિચાર કર્યા વિના આત્મકલ્યાણ માટે શું કર્યું ? એ મારે તમને જણાવવું છે ! એ જાણ્યા પછી તમારે તમારી જાતનો વિચાર કરવાનો છે અને આ બંધનોથી છૂટવા તમારે શું ક૨વું જોઈએ, તે ગંભીરતાથી વિચારવાનું છે. 456 જે પુણ્યાત્માની હું વાત કરવા ઈચ્છું છું તે પુણ્યાત્મા ધર્મે જૈન ન હતા. તેમનો જન્મ જૈનકુળમાં થયો ન હતો, કે તેમને જૈનધર્મના સંસ્કાર પણ મળ્યા ન તેવા પણ પુણ્યાત્માને ન જાણે પ૨મતા૨ક ગુરુદેવશ્રીજીએ કયા શબ્દોમાં કહ્યું, કયા શબ્દોમાં સમજાવ્યું ? પણ તે પુણ્યાત્મા બંધનને બંધનરૂપે ઓળખી ગયા અને તેમણે બંધનને તોડવા માટેનો પ્રયત્ન પણ કર્યો. હતા. પરમતારક ગુરુદેવશ્રી એકવાર એ જેઠાભાઈના ગામમાં પધાર્યા, ત્યારે શ્રીસંઘે સામૈયું કર્યું હતું. આગલા દિવસે પડેલા વરસાદના કારણે રસ્તામાં કિચ્ચડ થયેલો હતો. આમ છતાં ચાલુ સામૈયામાં ૬૫/૭૦ વર્ષની ઉંમરના એ પુણ્યાત્મા, એકાએક આવ્યા અને એમણે કિચ્ચડના કારણે પોતાનાં કપડાં બગડવાની લેશ પણ દરકાર કર્યા વિના પરતારકશ્રીનાં પાવન ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ત્યારે ૫૨મતા૨ક ગુરુદેવશ્રીજીએ એમની સામે જોઈને કહ્યું કે, ‘અરે ભાઈ ! આ તમારાં કપડાં ?’ એટલે તેમણે કહ્યું કે, ‘મહારાજશ્રી, મારાં કપડાં બગડ્યાં, એમાં શું થઈ ગયું ? આપે તો મારી આખી જિંદગી સુધારી નાંખી. આપે મને ઉગારી લીધો. બંધનોથી બચાવી લીધો. આપે તો મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.’ ગુરુદેવે કહ્યું, ‘હું તમને નથી ઓળખતો. મેં તમારી ઉપર શું ઉપકાર કર્યો ?’ ત્યારે એમણે કહ્યું કે, ‘મહારાજશ્રી ! આપ મને ક્યાંથી ઓળખો ? આપને તો અનેક મોટા મોટા ભક્તો છે, જ્યારે મારે તો આપ એક જ છો. આપના ઉપકારની વાત મકાને આવીને કરીશ.' એ પછી બપોરે ઉપાશ્રયે આવીને એ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 જેઠાભાઈએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, ‘થોડાં વર્ષો પહેલાં આપ અહીં પધાર્યા હતા. આપનું પ્રવચન ચાલતું હતું. ઘણા બધા લોકો આવ્યા હતા, તેમાં હું પણ આવ્યો હતો. તેમાં તમે ઘણી બધી વાતો કરી હતી. પણ તે બધું જ મને સમજાય તેમ ન હતું. આમ છતાં તેમાંથી કેટલીક વાતો મને બરાબર સમજાણી હતી.’ - 457 આપે કહ્યું હતું કે ‘આ મનખાનો અવતાર મોક્ષની સાધના કરવા માટે છે. સંયમ વગર મોક્ષ મળે નહીં, માટે મનુષ્ય જીવન પામીને સંયમ લેવું-પાળવું ખાસ જરૂરી છે. એ વિના આ મનુષ્ય જીવન સફ્ળ નહિ થાય. છેવટે સંસારમાં રહેવું જ પડે તેમ હોય તો પણ પાછળની જવાબદારી સંભાળનાર કોઈ હોય, તો સંસારની કોઈ પ્રવૃત્તિ ન કરવી અને બીજું કાંઈ ન આવડે તો છેવટે પરમાત્માનું નામસ્મરણ કરવું, પણ સંસારની કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો. એમાં કોઈએ પ્રશ્ન કર્યો કે ઘ૨માં વડીલ તરીકે બેઠા હોઈએ અને કાંઈ ન કરીએ તો દુનિયા અમને ગાંડા કહે. ત્યારે આપે કહ્યું કે, ‘સંસારરસિક દુનિયા જ્યારે તમને ગાંડા કહે ત્યારે સમજજો કે તમે ડાહ્યા છો; હવે તમારામાં સાચો ધર્મ આવ્યો.' આવી કેટલીક સારી-સારી વાતો જે મને સમજાણી તે મારા અંતરમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી. મને થયું કે, મારી જિંદગીનાં મોટા ભાગનાં વર્ષો તો પૂરાં થઈ ગયાં. હવે હું શું કરી શકું ? ઘરબાર છોડી શકું, એવું મને લાગ્યું નહીં. છતાં મને તમે તરવાનો રસ્તો બતાવી દીધો હતો. ‘બીજું કાંઈ ન આવડતું હોય તો પરમાત્માનું નામ લેવું પણ સંસારની કોઈ ભાંજગડમાં પડવું નહિ, સંસારમાં માથું મારવું નહિ.’ મેં એ રસ્તે ચાલવાનું નક્કી કર્યું. હું ઘ૨માં સૌથી મોટો હતો. નાના ચાર ભાઈઓ હતા. મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. બધા ભાઈઓને મેં જ નાનામાંથી મોટા કર્યા હતા. બધાને ભણાવી-ગણાવી-પરણાવીને ધંધે ઘાપે મેં જ લગાવ્યા હતા. તેથી એક દિવસ તેમને બોલાવીને કહ્યું કે, ‘આજ સુધીમાં મારું જે સાંસારિક કર્તવ્ય હતું તે મેં અદા કર્યું છે. તમને બધાને બરાબર ગોઠવી દીધા છે. અત્યાર સુધી મેં તમારાં બધાનું કર્યું, હવે મારી ઉંમર થઈ છે, મારે મારું, મારા આત્માનું કરવું છે. એ માટે મારે પરમાત્માને ભજવા છે; આજ પછી તમારે સંસારની કોઈ વાત મને પૂછવી નહિ.’ - જો તમે મારી આટલી વાત માનો તો હું મારું કાંઈક કરી શકું. બધાએ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ૨ – આતમ જાગો ! - : 458 જવાબદારી સ્વીકારી લીધી. ત્યાર પછી ન એમણે મને કાંઈ પૂછુયું ને ન મેં એમને કાંઈ પૂછ્યું. એ પછી થોડા જ સમયમાં મારા મોટા દીકરાનાં લગ્ન લેવાનાં આવ્યાં ! બધા ભાઈઓ મને પૂછવા આવ્યા કે “પ્રસંગ કેવો કરવો છે ?' મેં કહ્યું “તમારે જેમ કરવો હોય તેમ કરજો, પણ મને એ માટે કાંઈ પૂછશો નહિ.' બધા ભાઈઓ ભેગા થયા અને તેમણે પરસ્પર વિચાર્યું કે, મોટા ભાઈએ આજ સુધી આપણું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આપણને અહીં સુધી એમણે જ પહોંચાડ્યા છે. હવે જ્યારે મોટા ભાઈના દીકરાનો પ્રસંગ આવ્યો જ છે, તો એને આપણે ઠાઠ-માઠથી ઉજવશું. મારા ચારેય ભાઈઓએ લગ્નની રજા લેવા મહાજનને ભેગું કર્યું, મહાજને કહ્યું દીકરાના બાપાને તો બોલાવો ! પણ હું ન ગયો. સમજાવવા ઘણા બધા આવ્યા પણ મેં મચક ન આપી. છેક લગ્નનો આગલો દિવસ આવ્યો. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. મને દહેશત પેસી ગઈ કે આ લોકો મને ગમે તેમ કરીને પણ લઈ જશે. કારણ કે, એ લોકો અંદર-અંદર વાતો કરતા હતા કે ડોસો નહિ આવે તો કાલે આપણે એને ઉપાડીને પણ લઈ જઈશું. તેમનાથી બચવા માટે લગ્નના દિવસે સવારથી જ હું ઘરની મેડી ઉપર ચડી ગયો. એ દિવસ પૂરતો અન્નજળનો ત્યાગ કર્યો અને માળા લઈને ભગવાનનું નામ જપવાનું ચાલુ કર્યું. અંદરથી કમાડ બંધ હતું - જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે મને બોલાવવા વારાફરતી એક આવ્યા - બે આવ્યા – વારંવાર મને બોલાવવા આવવા લાગ્યા. બહારથી રાડારાડ કરવા લાગ્યા. પણ મેં કોઈ જ જવાબ ન આપતાં પ્રભુનું નામસ્મરણ ચાલુ જ રાખ્યું. છેવટે થાકીને એ લોકો બોલ્યા કે, મૂકો એને, “ગાંડો થઈ ગયો લાગે છે' - એ લોકોના આ શબ્દો સાંભળીને મહારાજ ! મને તમારા શબ્દો યાદ આવ્યા કે, “સંસારના રસિયા લોકો જ્યારે તમને કહે કે, તમે ગાંડા થઈ ગયા છો, ત્યારે માનજો કે, તમારામાં ધર્મ આવ્યો એટલે મને થયું કે, આ લોકોની નજરે હું ગાંડો છું એટલે મારામાં ખરેખર કાંઈક ધર્મ આવ્યો. એટલે હું મનોમન બહુ જ ખુશ થયો. અને મારા પ્રભુના ફોટા સામે મન મૂકીને નાચ્યો અને આપનો અને પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. મહારાજ ! તમે તો મને ઉગારી લીધો. તમારા આ ઉપકારનો બદલો ક્યારે વાળીશ?” Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 - 459 એક અજૈન પુણ્યાત્મા સદ્ગુરુના ઉપદેશથી આ રીતે પરિવર્તન પામતો હોય, તેને લઈને આટલો પુરુષાર્થ કરતો હોય, આટલાં પણ બંધનોને તોડી શકતો હોય તો આપણે આવા સદ્ગુરુ ભગવંતોનો ઉપદેશ સાંભળીને શું કરવું જોઈએ ? તમે વિચારો કે, આજ સુધીમાં સદ્ગુરુના મુખે તમે ધર્મોપદેશ કેટલીવાર સાંભળ્યો ? કેટલું પરિવર્તન આવ્યું? ક્યાં સુધી બંધનને વળગી રહેવું છે ? ખરચવા કરતાં ન કમાવવું વધુ સારું: મારે તમારી પાસે કાંઈક વપરાવવું છે, ખરચાવવું છે – એવા ભાવથી આ બધું કહેતો નથી. તમે વાપરવાના, ખરચવાના બદલે કમાવાનું બંધ કરો, એ મારા માટે વધારે મહત્ત્વનું છે. કમાવાનું બંધ કરીને ભેગા થયેલા પરિગ્રહનો ત્યાગ કરો તે અગત્યનું છે. જેઓ આ ન જ કરી શકે, તે પરિગ્રહના બોજ નીચે દબાઈ ન જાય, તે માટે પ્રભુએ તેમને દાનધર્મ બતાવ્યો છે. પરિગ્રહના બંધનથી છૂટવા દાનધર્મ છે. કામભોગના બંધનથી છૂટવા શીલધર્મ છે. ખાવા-પીવાના બંધનથી છૂટવા તપધર્મ છે અને મમતા વગેરેનાં બંધનથી છૂટવા ભાવધર્મ છે. આ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. પરિગ્રહ વધારવા દાનક્રિયા કરવી તે દાનધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. કામભોગ મેળવવા શીલ પાળવું તે શીલધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. ખાવા-પીવાની મોજમજા મેળવવા તપ કરવો તે તપધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. એ જ રીતે મમતાને પંપાળવાના ભાવો કરવા તે ભાવધર્મ નથી, પણ તે બંધન વધારવાની જ ક્રિયા છે. એક વ્યક્તિ ધંધો કરે છે. દર વર્ષે એક એક કરોડ રૂપિયા ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ ધંધો નથી કરતો. ધંધો-ઘાપો બંધ કરીને આરાધના કરે છે. દાનધર્મ કરવાની વિશેષ શક્તિ ન હોવાને કારણે નોંધપાત્ર એવું દાન કરતો નથી તો તમારી દૃષ્ટિએ બેમાંથી સારો કોણ ? Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૨ – આતમ જાગો ! – 460 માટે જ પરમતારક ગુરુદેવશ્રી પાસે જ્યારે અબજોપતિ શ્રીમંતો પણ આવતા ત્યારે તેઓશ્રી તેમને પણ કહેતા કે “હવે ધંધો ક્યારે બંધ કરવો છે ? નિવૃત્તિ ક્યારે લેવી છે ? પરમતારક ગુરુદેવશ્રીજીને બંધન ક્યારેય ગમ્યાં નથી, બંધન માફક આવ્યાં નથી, બંધન સુવાળાં લાગ્યાં નથી. એ બંધનને બંધન તરીકે અનુભવતા હતા. માટે જ એ બંધનમાં ફસાયેલાની એમને દયા આવતી. તેથી જ તેઓશ્રીએ પોતાની પાસે આવનાર સૌ કોઈને જિંદગીભર (પૈસો) બંધન છોડવાનો માર્ગ બતાવ્યો છે. તેમના અનુયાયી તરીકે ગણાતા આપણને આ બંધન કેવા લાગે છે? ભગવાન શ્રી મહાવીરદેવે પરિગ્રહને બંધન કહ્યું છે, હિંસાને બંધન કહ્યું છે, મમતાને બંધન કહ્યું છે, મિથ્યા માન્યતાઓને બંધન કહ્યું છે, આ બધી જ વાતો આપણે કરવી છે તે ક્રમશઃ જોઈશું. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૮ - આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ 21 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૩, મંગળવાર, તા. ૨૦-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા ♦ બંધનની સૂક્ષ્મતા : • સમજવામાં અઘરું બંધન : પરિગ્રહ : ♦ મળે પુણ્યથી જ પણ મળેલું બધું જ ભોગવાય નહિં : તો ‘બાજી ભૂલ્યો’ બોલવાનો વારો તમારો ય આવી જાય : ♦ ધન મેળવવા દાન નથી ધન છોડવા દાન છે ઃ • સારા અને સાચા બધાને ગમે જ, એવો નિયમ નથી : ♦ ર્પોરેગ્રહની મમતા તોડવાના ઉપાયો : વિષય : પરિગ્રહની આસપાસ. બંધનનું ભાન થયા બાદ પણ સામાન્યત: ‘મિથ્યાત્વ, અવિરતિ એ બંધન છે' - એમ જીવને સમજાવવું સહેલું છે; પરંતુ ‘પરિગ્રહ એ બંધન છે' એમ સમજાવવું અઘરામાં અઘરું છે. કારણ કે અનાદિકાળથી જીવને ઘેરી વળેલો બંધનરૂપ એવો પણ પરિગ્રહ રુડો અને રૂપાળો જ લાગ્યા કરે છે. કોઈ કાર્ય થાય તો એની પાછળ ચોક્કસ કોઈ પરિબળ હોવું જ જોઈએ - આ એક સર્વસંમત વાત છે. તેમ આત્મ-બંધનનું મુખ્ય પરિબળ પરિગ્રહ છે એમ પ્રભુવીર કહે છે. આ પ્રવચનમાં ‘પરિગ્રહ'ની આસપાસ જાણે બાયનૉડ્યૂલર લઈને બેઠેલા પ્રવચનકારશ્રીજીએ પરિગ્રહરૂપી દશમો ગ્રહ કઈ રીતે જીવને ચારે બાજુથી ભીંસમાં લઈ ગૂંગળાવે છે – એનું ખૂબ જ દિલચસ્પ વર્ણન કરી રહ્યા છે. આ બંધનથી છૂટવા માટે જ્ઞાનદશાને જગાવવાનો નૂસખો બતાવી દાનધર્મ રૂપી રસાયણને સેવવાની સોનેરી સલાહ આ પ્રવચન પીરસે છે. પ્રવચનનું પ્રતિબિંબ * પરિગ્રહ વધે એટલે બાહ્ય દૃષ્ટિથી ભલે મોકળાશ અનુભવાય; પણ અંદરથી તો આત્મા બંધાયા જ કરે છે, લપેટાયા જ કરે છે, ગુંગળાયા જ કરે છે. * જીવવાનાં ને મરવાનાં સાધનો પણ પુણ્યથી જ મળે. પરંતુ પૈસાથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી હોતું, તેમ પુણ્યથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી. * સાચો ધર્મોપદેશક તમારું બંધન વધે એવું ક્યારેય ન ઈચ્છે, એ તો તમારું બંધન છૂટે એવું જ ઈચ્છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुञ्चइ ।।२।।' સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અને અનુમોદન આપવું. આમ કરવાથી દુઃખથી છૂટાતું નથી.' Page #202 -------------------------------------------------------------------------- ________________ ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીજીને ઉદ્દેશીને બંધનને ઓળખવાનો અને તે બંધનને ઓળખ્યા બાદ તેને તોડવા માટેનો જે સાધનામાર્ગ બતાવ્યો છે, તેને શ્રીસૂયગડાંગ સૂત્ર સ્વરૂપે વણી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી આત્મા જાગ્યો નથી, તેની પોતાના સ્વરૂપ ઉપર નજર મંડાણી નથી ત્યાં સુધી તેને બંધનની કલ્પના પણ થતી નથી. જેમ બેભાન ગમે તેટલાં બંધનથી બંધાયેલો હોય તો પણ તેને ‘હું બંધાએલો છું, સપડાયેલો છું કે પુરાએલો છું,' તેવી તેને કલ્પના પણ આવતી નથી. જોના૨ને લાગે કે એ પરમ શાંતિનો અનુભવ કરે છે; પણ જ્યારે ભાનમાં આવે અને પોતાની અત્યારની પરતંત્ર પરિસ્થિતિનો ખ્યાલ આવે ત્યારે થાય કે ક્યાં હું સ્વતંત્ર રીતે જીવનારો પૂરી દુનિયામાં ઈચ્છા મુજબ ફરી શકનારો અને ક્યાં આ અંધારી કોટડીમાં પુરાણો ? આંખે પાટા, મોઢામાં ડુચા, હાથ-પગમાં બેડી, ભાર-ભાર લાગે છે. કોણે કર્યું, કયારે કર્યું ને કઈ રીતે કર્યું, હું ક્યાં છું ? આ બધું વ્યક્તિ જ્યારે ભાનમાં આવે ત્યારે તેને ખબર પડે. આત્માના વિષયમાં પણ એવું જ છે. માટે જ શ્રી સુધર્માસ્વામીજીએ ‘બુગ્નિજ્ઞ' પદ દ્વારા સ્વરૂપનું ભાન કરાવીને બંધનને ઓળખાવવાનો અને ઓળખ્યા પછી તેને તોડવાનો જે ઉપદેશ આપ્યો તેને શ્રી જંબુસ્વામીજીએ વિનયપૂર્વક ઝીલ્યો, આદરપૂર્વક સાંભળ્યો અને જિજ્ઞાસાભાવે પ્રશ્ન કર્યો કે, ‘ભગવંત ! ભગવાન. શ્રી મહાવીરદેવે બંધન કોને કહ્યાં છે ? તેને કેવી રીતે જાણવાં ? અને તેને શું જાણીને તોડી શકાય ?’ તેના Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - - ૨ - આતમ જાગો ! - 464 જવાબમાં શ્રી સુધર્માસ્વામીજીએ જે વાત કરી છે તે આપણા માટે પણ ઉપકારક બને, જો આપણે જાગવા માંગીએ, જાગીને બંધનને ઓળખવા માંગીએ અને બંધનને ઓળખીને તોડવા માંગીએ તો. આપણી પણ સ્વરૂપ પ્રાપ્તિની દિશામાં કાંઈક સાચી પ્રગતિ થાય. બંધનની સૂક્ષ્મતા : આ બંધનોની વાત કરીએ તો કેટલાંક બંધનો તો એવાં સૂક્ષ્મ છે કે જેને હાથથી સ્પર્શ કરવા માંગો તો સ્પર્શી ન શકાય, આંખથી જોવા માંગો તો જોઈ ન શકાય. કાનથી સાંભળવા માંગો તો સાંભળી ન શકાય. નાકથી સુંઘવા માંગો તો સુંઘી ન શકાય અને જીભથી સ્વાદ કરવા માંગો તો કરી ન શકાય તેવાં છે. આ બંધનોનું નામ “કર્મ' છે અને તે અનાદિકાળથી આત્માને બાંધ્યા જ કરે છે, જેના કારણે આત્મા ચારગતિ, ચોર્યાશી લાખ યોનિ અને ચૌદ રાજલોક પ્રમાણ આ વિશ્વમાં જીવ આમથી તેમ પરિભ્રમણ કર્યા જ કરે છે. આ કર્મોના કારણે આજ સુધીમાં આપણે સૌએ અનંત-અનંત જન્મ મરણ કર્યા છે. એક વાળનું ટોપરું મુકાય તેટલી જગ્યા પણ ખાલી નથી, કે જ્યાં મેં - તમે આપણે અનંત અનંત જન્મ-મરણ ન કર્યા હોય. આ બધી અવદશાનું મૂળ કર્મનાં બંધન જ છે. સમજવામાં અઘરું બંધન : પરિગ્રહ : આત્માને આ કર્મનાં બંધન શા માટે બાંધી શકે છે ? એના મૂળમાં કયાં કારણો કામ કરે છે ? એ સમજાવતાં જ્ઞાની ભગવંતો પહેલા નંબરે મિથ્યાત્વને અને બીજા નંબર અવિરતિને જણાવે છે. આ બન્નેનો આપણે વિચાર કર્યો. જે રીતે આ બન્નેય આત્માને બાંધે છે. તે જ રીતે બીજાં બે કારણોની પણ વિચારણા કરવાની છે. જેમાં પહેલાં નંબરે “પરિગ્રહ અને બીજા નંબરે “આરંભ' છે. ‘મિથ્યાત્વ કર્મબંધનું કારણ છે એ કદાચ સમજાવવું સહેલું છે, “અવિરતિ’ કર્મબંધનું કારણ છે, તે પણ સમજાવવું સહેલું છે પણ “પરિગ્રહ’ એ કર્મબંધનું કારણ છે તે સમજવું-સમજાવવું અઘરામાં અઘરું છે. આ પરિગ્રહ જીવને ચારે બાજુથી બાંધે છે, માટે જ એનું નામ પરિગ્રહ કહેવાય છે.” પરિ’ એટલે ચારે બાજુથી અને “ગ્રહ' એટલે ગ્રહણ કરે, પકડે, બાંધે, Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 465 ચારેબાજુથી આત્માને બાંધે તે પરિગ્રહ. પહેલા આત્મા સજીવ કે અજીવ પદાર્થોને ગ્રહણ કરે છે અને એ પદાર્થો પછી એને બરાબર વળગી જાય છે; એ જ પરિગ્રહ. એક જીવ એવો નહિ હોય જે આ પરિગ્રહથી બંધાયો ન હોય. આ પરિગ્રહ તો એટલો ભયંકર છે કે એને હાથમાં લો તો પણ ઝેર ચડે, ખીસ્સામાં મુકો તો પણ ઝેર ચડે, તીજોરીમાં મૂકો તો પણ ઝેર ચડે, એને જુવો તો પણ ઝેર ચડે, અરે ! એને યાદ કરો તો પણ એનું ઝેર ચડે. આ પરિગ્રહ તો એવો છે કે પળે-પળે એનું ઝેર ચડે છે અને પળે પળે એનાથી આત્માની ચેતના મુરઝાયા કરે. આપણું જ્ઞાન મર્યાદિત છે. આપણી દૃષ્ટિ પણ મર્યાદિત છે. જેને કારણે નથી કર્મ દેખાતાં, નથી કાશ્મણ વર્ગણાઓ દેખાતી, નથી આત્મા દેખાતો કે નથી તેને લાગેલી કાર્મણ વર્ગણાઓ દેખાતી. આત્માના એક-એક પ્રદેશમાં એક-મેક થઈને કર્મ પોતાની સત્તા જમાવે છે, સક્રિય થાય છે અને દુઃખના સ્વરૂપમાં પ્રગટ થઈને આત્માને દુઃખી કરે છે, રિબાવે છે. આમ છતાં તે સમજાતું નથી અને દેખાતું પણ નથી. તેના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે, જે પરિણામો સર્જાય છે તે અનુભવાય છે. પણ તેને માનવી કેવી રીતે ? તમારા મોબાઈલ જેવી આ વાત છે. એનાં દોરડાં નથી હોતાં છતાં એનું ક્યાંક જોડાણ શરૂ થઈ જાય છે. સ્વીચ દબાવી અને એના સ્પંદનો ક્યાંથી ક્યાંય પહોંચે છે, કાંઈક સળવળે છે કાં તો કાંઈક ઝબકારો થાય છે. કનેકશન જોડાય - કાને ધરો ને અવાજ આવે છે. એ અવાજ પરિચિત લાગે છે, જેને કારણે ચહેરા ઉપર ખુશી-નાખુશી અગર તનાવ કે હળવાશ અનુભવાય છે. સામે તમે પણ કાંઈક બોલો છો, એ સામે છેડે જાય છે. ત્યાં પકડાય છે, આ બધું જ થાય છે, આમ છતાં એ દેખાતું નથી છતાં આ બધું બને છે, એ એક નરી વાસ્તવિકતા છે. અઠવાડિયા પછી બન્ને મળો તો કહો ને કે “તમે કહ્યું હતું અને તે કામ મેં કર્યું છે. ત્યારે તે કહે કે “મેં ક્યાં કહ્યું હતું ?' એટલે દેખીતો સંબંધ દેખાતો ન હોવા છતાં બેય વચ્ચે કાંઈક સંબંધ છે જ, એવું તો નક્કી જ છે ને ? એવું અહીં છે. ટી.વી ની સ્વીચ દબાવો કે તરત જ આખી દુનિયા તેમાં અવતરેલી દેખાય છે. દેખાતું નથી કે ક્યાંથી આવ્યું છતાં માનો છો કે “અમુક જ જગ્યાએથી પ્રસારિત કરાયું છે અને તે અહીં સુધી આવ્યું છે.' Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આતમ જાગો ! એ જે રીતે કર્મનાં બંધનો અને કર્મના વિપાકો વચ્ચેના સંબંધની પ્રક્રિયા અજ્ઞાનતાના કારણે આપણે જોઈ શકતા ન હોઈએ, જાણી શકતા ન હોઈએ. આમ છતાં એ ચોક્કસપણે છે અને ચોક્કસપણે કામ પણ કરે જ છે. આજે કોઈને તાવ આવ્યો, તો ક્યાંથી આવ્યો ? કેવી રીતે આવ્યો ? અચાનક આર્થિક નુકસાન આવ્યું, પારિવારિક નુકસાન આવ્યું, સામાજિક નુકસાન આવ્યું. વિચારો છો એ ક્યાંથી આવ્યું ? કેવી રીતે આવ્યું ? ભલે આજે જ્ઞાનના અભાવે તમને નથી દેખાતું, પણ જ્ઞાનીઓને તે દેખાય છે અને જ્યારે આપણને જ્ઞાન થશે, ત્યારે આપણને પણ દેખાશે. 466 જેમ દુનિયામાં ઘણી વસ્તુના સંબંધો, કા૨ણો દેખીતી રીતે દેખાતાં નથી. આમ છતાં કોઈએ કહ્યું કે ફલાણાભાઈનો સંપર્ક કરવો હોય તો આ નંબર લગાડજો ! ત્યારે તમે ત્યાં તર્ક નથી કરતા કે શું ખાતરી એ નંબર ઉ૫૨ એ વ્યક્તિ મળશે જ ? અને તમે તે નંબર લગાવો છો. કારણ કે, ત્યાં તમને શ્રદ્ધા છે. એ જ રીતે જો ભગવાન પ્રત્યે, ભગવાનની વીતરાગતા પ્રત્યે, સર્વજ્ઞતા પ્રત્યે, અનંત કરુણા પ્રત્યે વિશ્વાસ હોય તો આ બધું મનાય. ભગવાન કહે છે પરિગ્રહ બંધન છે, કર્મબંધનું કારણ છે. આ પરિગ્રહ તમારી ચેતનાને, તમારા શુદ્ધ સ્વરૂપને જકડી રાખે છે. અનંતકાળ સુધી તમે તમારું શુદ્ધ ચૈતન્ય પ્રાપ્ત ન કરી શકો, સાદિ-અનંત ભાંગે મુક્તિમાં વાસ ન કરી શકો, ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓનાં બંધનમાંથી છટકી ન શકો તેવું બંધન ઊભું કરવાની તાકાત આ પરિગ્રહમાં છે. જેને દુઃખી જ થવું છે, સંસારમાં જ રહેવું છે તેને માટે આ વાત નથી પણ જેને દુઃખથી છૂટવું છે, અસાર એવા આ સંસા૨થી છૂટવું છે, તેને માટે આ બધી વાત છે. તેને કહેવું છે કે, જ્યાં સુધી પરિગ્રહ નહિ છુટે ત્યાં સુધી આત્માને લાગેલાં બંધન નહિ તૂટે, જ્યાં સુધી બંધન નહિ તૂટે ત્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય અને જ્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી દુઃખમુક્તિ અને સુખસામ્રાજ્યની સિદ્ધિ પણ નહિ થાય. પરિગ્રહને છોડવો હજી સહેલો છે પણ તેને બંધન માનવું એ તો છોડવાથી પણ અઘરું છે. પરિગ્રહનો ત્યાગ એ વિરતિ છે; જ્યારે પરિગ્રહને બંધન માનવું તે સમ્યગ્દર્શન છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ –– ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 467 “આ બંધન છે' એમ સમજાયા વિના સાચા અર્થમાં છોડાય નહિ અને સાચા અર્થમાં છોડ્યા વિના સર્વવિરતિ આવે નહિ. નવે નવ પ્રકારનો પરિગ્રહ છોડવો હજુ સહેલો છે પણ તેને બંધન માનવું એ બહુ કપરું છે. અનાદિકાળથી પરિગ્રહ સંજ્ઞા વળગીને બેઠી છે. તેને પોસીપંપાળીને તગડી કરી છે. તેમાં જ જીવનની સફળતા માની છે. આજનું જેટલું પણ રાચરચીલું, નોકર-ચાકરવર્ગ, સ્થાવર-જંગમ મિલ્કત જેટલાં વધારે તેટલી જિંદગીની સફળતા વધારે એવી માન્યતા મિથ્યાત્વના ઘરની છે. સભા મિથ્યાત્વ છે કે નહિ તેનો પુરાવો શું ? પરિગ્રહ વધે તેમ અંદરથી આનંદ આવે, કાંઈક કર્યું એમ લાગે અને એમાં કશું જ ખોટું ન લાગે તો મિથ્યાત્વ જીવતું જાગતું છે. જેમ જેમ પરિગ્રહ વધતો જાય તેમ તેમ અંદરથી ખુશી-ખુશી થાય, જન્મારો લેખે લાગ્યો - એમ થાય, જીવનમાં, જીવી જાણ્યું, મેળવી જાણ્યું - એમ થાય અને એમાં કશું ખોટું ન લાગે તો મિથ્યાત્વ ઘર કરીને બેઠું છે – એમ સમજજો. એનાથી બંધન વધારે ચીકણું થાય છે. મને ખબર છે, આ વિષય કદાચ સૌથી અઘરો છે. પરિગ્રહ બંધન છે સમજાવવું અઘરું છે. શબ્દથી સમજાવવું સહેલું છે પણ અંદર ઉતારવું, હૃદય સુધી પહોંચાડવું કપરામાં કપરું છે. શ્રદ્ધાના સ્તરે પહોંચાડવું અઘરામાં અઘરું છે. પરિગ્રહ વધે એટલે બાહ્ય દષ્ટિથી ભલે મોકળાશ અનુભવાય; પણ અંદરથી તો આત્મા બંધાયા જ કરે છે, લપેટાયા જ કરે છે, ગુંગળાયા જ કરે છે. મળે પુણ્યથી જ પણ મળેલું બધું જ ભોગવાય નહિ ? સભા પૈસા મળે તો પુણ્યથી જ ને ? જેને આપઘાત કરવો છે તેને જે ઝેર મળે તે પણ પુણ્યથી જ મળે પુણ્ય ન હોય તો મરવાની ઈચ્છાવાળાને ઝેર પણ ન મળે. જીવવા માટે દવા જોઈએ તો શેનાથી મળે ? પૈસાથી જ. અને મરવા માટે ઝેરની પડીકી જોઈએ તો તે પણ શેનાથી મળે ? પૈસાથી જ. તેમ જીવવાનાં ને મરવાનાં સાધનો પણ પુણ્યથી જ મળે. પરંતુ પૈસાથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી હોતું, તેમ પુણ્યથી જે કાંઈ મળે તે બધું જ મેળવવા જેવું નથી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આતમ જાગો ! હોતું. જો આટલું સમજાશે તો ‘પરિગ્રહ પણ ભલે પુણ્યથી મળે, પણ તે મેળવવા જેવો નથી. કારણ કે, તે સ્વયં બંધનરૂપ છે અને બંધનનું કારણ છે’ - એ વાત તમને સમજાશે. પરિગ્રહ મળે પુણ્યથી પણ તે મેળવવા જેવો નથી. પરમતા૨ક ગુરુદેવે આ વિષયમાં બરાબર વિવેક કરી આપ્યો છે. પૈસો મળે પુણ્યના ઉદયથી, પણ પૈસો મેળવવાની ઈચ્છા થાય પાપના ઉદયથી. - = 468 પૈસો રહે પુણ્યના ઉદયથી, પણ પૈસો રાખવાનું મન થાય પાપના ઉદયથી. પૈસો ભોગવાય પુણ્યના ઉદયથી, પણ પૈસો ભોગવવાનું મન થાય પાપના ઉદયથી. ટૂંકમાં મળે, ટકે, વધે, ભોગવાય, પુણ્યના ઉદયથી, પણ મેળવવાનું, રાખવાનું, વધારવાનું, ભોગવવાનું મન મોહનીય કર્મ નામના પાપના ઉદયથી થાય. તમને પૈસો મળે, રહે, સચવાય, ભોગવાય તે જુદી વાત છે, પણ તે પૌસો તમને મેળવવાનું, રાખવાનું, સાચવવાનું અને ભોગવવાનું જે મન થાય છે, તેમાં સુખ માણવાનું જે મન થાય છે તેનો વાંધો છે. કારણ કે તે અવિરતિના ઉદયનું પરિણામ છે. અને આગળ વધીને તે મેળવવા, સાચવવા, વધારવા, ભોગવવા જેવો છે, એવું જે તમને લાગે છે - એનો તો બહુ જ મોટો વાંધો છે. કારણ કે તે મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે. છપ્પર ફાડીને ઉપરથી ગળામાં હાર પડે એનો મને વાંધો નથી પણ તમને તે ગમી જાય તેનો વાંધો છે. પેંડો ખાધો ને ગળ્યો લાગ્યો તેનો મને વાંધો નથી, પણ મીઠો લાગે તેનો વાંધો છે. પેંડો ખાય એટલે ગળ્યો ન લાગે તેવું નથી. કહે પણ ખરો કે ગળ્યો છે પણ મીઠો ન લાગવો જોઈએ. જેમ મીઠું, ખારૂં છતાં તેનામાં પણ મીઠાશ છે, કારેલું કડવું, છતાં તેનામાં પણ મીઠાશ છે. તે જે ગમી જાય છે, તે ન ગમવી જોઈએ. પરમાત્મા, તેમના પ્રતિનિધિ એવા શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને શ્રી શ્રમણસંઘ કહી રહ્યો છે કે પરિગ્રહ સ્વયં બંધન છે અને તે કર્મ બંધનનું કારણ છે. માટે તે સ્વયં દુઃખરૂપ છે અને દુઃખનું કારણ છે. આખો સંસાર તેના આધારે ચાલે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 469 પૈસો કમાવવા જવું એટલે બંધન ઉભું કરવા જવું. પૈસો હાથમાં લેવો એટલે બંધન હાથમાં બાંધવું. પૈસો વધારવો એટલે બંધન વધારવું. માત્ર પૈસો જ બંધન છે એવું નથી. પત્ની વગેરે પણ બંધન છે. પત્ની પણ પરિગ્રહ, દીકરો પણ પરિગ્રહ, વેવાઈ – વેવાણ પણ પરિગ્રહ, જમીન-મકાનબંગલા પણ પરિગ્રહ, હીરા-માણેક-મોતી, સોનું-રૂપું એ બધું જ પરિગ્રહ, ફર્નિચર-રાચરચીલું પણ પરિગ્રહ, નોકર-ચાકર પણ પરિગ્રહ, પશુ-પંખી પાળ્યાં તે પણ પરિગ્રહ, કપડાં-દાગીના એ પણ પરિગ્રહ, વધારે ઉંડો ઉતરીશ તો કહીશ કે શરીર એ પણ પરિગ્રહ. અંદરમાં પ્રવર્તતી રાગાદિ ભાવોની પરિણતિ તે પણ પરિગ્રહ અને તેને કારણે ઉભાં થતાં કર્મનાં બંધનો તે પણ પરિગ્રહ. આ બધો જ પરિગ્રહ દુ:ખનું કારણ છે. માટે જ દરેક પ્રકારના પરિગ્રહથી છૂટવાનું છે. પ્રશ્નવ્યાકરણ' આગમમાં પરિગ્રહના પર્યાયો આપ્યા છે. તેને વાંચતાંસાંભળતાં પરિગ્રહનો વ્યાપ કેટલો મોટો છે તે સહેજે જણાઈ આવે છે. તમે પણ સમજી શકો માટે એ બધાં નામો તમને સંભળાવું. ૧ - પરિગ્રહ, ૨ - સંચય, ૩ -- ચય, ૪ - ઉપચય, ૫ – નિધાન, ૬ – સંભાર, ૭ – સંકરણ, ૮ – આદરણ, ૯ - પિંડ, ૧૦ - દ્રવ્યસાર, ૧૧ - મહેચ્છા, ૧૨ - પ્રતિબંધ, ૧૩ - લોભ, ૧૪ - મહદ્ધિ, ૧૫ – ઉપકરણ, ૧૬ - સંરક્ષણ, ૧૭ - ભાર, ૧૮ - સંપાદોત્પાદક, ૧૯ - કલિકરંડ, ૨૦ - પ્રવિસ્તાર, ૨૧ - અનર્થકારણ, ૨૨ - સંસ્તવ (પરિચય), ૨૩ - અગુપ્તિ, ૨૪ - આયાસ (ખેદ), ૨૫ - અવિયોગ, ૨૬ - અમુક્તિ, ૨૭ - તૃષ્ણા, ૨૮ - અનર્થરૂપ, ૨૯ - આસક્તિ અને ૩૦ - અસંતોષ. જે જોયું તે મેળવવાનું મન, લેવાનું મન, સંઘરવાનું મન, ભોગવવાનું મન થવું તે બધી પરિગ્રહવૃત્તિ છે. આના ઉપરથી તમને થવું જોઈએ કે આ પરિગ્રહ કેવો અને કેટલો ભયંકર છે. સભા કપડાં જો પરિગ્રહ છે તો સાધુનેય પરિગ્રહ છે ને ? ના, સાચા સાધુને કપડાંનો પરિગ્રહ ક્યારેય ન હોય. કારણ કે, સંયમની સાધના માટે અનિવાર્યપણે આવશ્યક હોય એથી અધિક વસ્ત્ર-પાત્ર સાચો સાધુ ક્યારેય ન રાખે અને સંયમ સાધના માટે આવશ્યક એવાં પણ વસ્ત્ર ઉપર એ Page #209 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! ક્યારેય મમતા ન રાખે. માટે એને પરિગ્રહ ન હોય, જે કોઈ સાધુ સંયમજીવનમાં જરૂરી ન હોય તેવાં વસ્ત્ર-પાત્ર રાખે તો તે પરિગ્રહ ગણાય અગર તો આવશ્યક એવાં પણ વસ્ત્ર-પાત્ર પ્રત્યે મમતા હોય તો તે પરિગ્રહ ગણાય, બાકી પરિગ્રહ ન ગણાય. ૧૯૦ ૨ - હા, જો આ કપડાં ગમી જાય તો એ જરૂ૨ પરિગ્રહ ગણાય અને કપડાં વગરના સાધુનેય જો પોતાની આ ચામડી પણ ગમી જાય તો તે પણ પરિગ્રહ અને પ્રભુની આજ્ઞાની ઉપેક્ષા કરી સ્વમતના આગ્રહથી નગ્ન રહે તો પોતાના વિચારોનું મમત્વ એ પણ પરિગ્રહ. 470 આ વાત ‘શ્રી ભગવતી સૂત્ર’ના પહેલા શતકના બીજા ઉદ્દેશામાં જણાવી છે. ત્યાં કહ્યું છે કે - 'परिग्रहो धर्मोपकरणवर्ज वस्तुस्वीकारो धर्मोपकरणमूर्च्छा च ।' ‘પરિગ્રહ એટલે ધર્મોપકરણો સિવાયની ચીજવસ્તુઓનો સ્વીકાર તથા ધર્મોપકરણમાં કરાતી મૂર્છા.' જેને બચવું છે તેના માટે આ વાત છે. જેને પરિગ્રહનો ભય લાગે તે જ એનાથી બચી શકે ? શું તમને ભય લાગે છે, પત્ની-પુત્ર, પરિવાર, પૈસો, મમતા વગેરે પરિગ્રહનો ? ‘શ્રી આચારાંગ સૂત્ર’માં ‘તદેવ Ìસિ મન્નમય મત્તિ ।' ‘પરિગ્રહવાળાને પરિગ્રહથી મહાભય થાય છે.' એમ સ્પષ્ટપણે ૫૨માત્માએ સાધકને ચેતવણી આપી છે. મહાપુરુષોએ આપણને સમજાવવાની મહેનત કરી છે, અમને ગમી છે, ગમતાનો ગુલાલ કરવો છે. હજુ અમારા જીવનમાં પણ ઘણી ન્યૂનતાઓ છે. પણ જે સાચી સમજ પ્રગટી છે, તે તમને આપવી છે, એમાં તમારું, અમારું સહિયારું કલ્યાણ છે. ઉપમિતિની ભાષામાં અમે માત્ર પીરસણીયા છીએ. અમારું પેટ આજે પણ ઘણું બધું ખાલી છે, ખૂબ ભૂખ્યા છીએ, કપડાં પણ ફાટેલાં છે, પણ એટલું વિશ્વાસથી કહું છું કે જે આ વાનગી પીરસાય છે, તે વાનગી મારી નથી પણ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાની છે અને તેનું ો-મટીરીલ ભગવાન શ્રી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ – 21 – 471 મહાવીરદેવની કંપનીનું છે. તેનું પેકિંગ અને મોડલ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાનું છે. અમે એમના નોકરીયાત છીએ. અમે ભૂખ્યાં જરૂર છીએ પણ એટલો વિશ્વાસ રાખજો કે આ માલ એમનો છે. એમના માલમાં ક્યાંય ભેળસેળ કરી નથી અને એ ગદ્દારી જિંદગીમાં ક્યારેય પણ થશે નહિ. માટે અમારું ખાલી પેટ જોઈને, એમનું તો ખાલી છે તો પછી એથી અમારું કઈ રીતે ભરાશે ? - તેવો વિચાર નહિ કરતા. ટૂંકમાં એટલું જ કહેવું છે કે, “પરિગ્રહ બંધન છે, પરિગ્રહ પાપ છે. આ વચનો જે હું બોલું છું, તે તે મૂળભૂત વચનો તો ભગવાન શ્રી મહાવીરદેવનાં છે. ગણધર શ્રી સુધર્માસ્વામીનાં છે. હું તો એક માત્ર વાહક છું. માટે મારી-અમારી ખામી જોઈ પ્રભુના આ વચનોમાં ક્યારેય શંકા ન કરશો. ભલે પરિગ્રહ તમારા જીવનનું એક અભેદ્ય અંગ બની ગયું હોય ! ભલે તમે પરિગ્રહમય બની ગયા હોય, ભલે એના વિના એક ક્ષણ પણ તમને ન ચાલતું હોય, પણ એ બંધન છે, એ પાપ છે, એ દુઃખનું કારણ છે, એવું મારા, તમારા, આપણા સૌના હિત માટે ભગવાને કહ્યું છે. એના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી આપણી જાતને પરિગ્રહથી મુક્ત કરવાનો પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. જો આ પરિગ્રહથી જાતને મુક્ત ન કરી શક્યા તો આ પરિગ્રહ આપણને સીધો જ નરકે લઈ જશે. એમાં જો અનુબંધ તીવ્ર પડ્યો તો વચ્ચે વચ્ચે તિર્યંચ ગતિમાં લઈ જઈને વારંવાર નરકમાં લઈ જશે અને છેક સાતમી નરકમાં પણ લઈ જશે. તો “બાજી ભૂલ્યો બોલવાનો વારો તમારો ય આવી જાય ? સભા અનાદિનું બંધન છે, શું તુટે ? અનાદિનું બંધન છે એમ માની નિરાશ ન બનો ! જો સાચા દિલથી એને તોડવાનો ભાવ હશે અને સાચી દિશાનો સઘન પુરુષાર્થ થશે તો જરૂર તૂટશે. તે બંધનો તૂટવાની શક્યતા ને સંયોગો અહીં જ ઉપલબ્ધ છે. અહીં આ ભવમાં જો પ્રયત્ન ન કર્યો તો ભવિષ્યમાં ક્યારે અને ક્યાં કરશો ? જાગૃત થાઓ ! સંકલ્પબદ્ધ થાઓ ! અને આગળ વધો ! અત્યાર સુધીમાં અનંત આત્માઓએ આ બંધનો તોડ્યાં છે. અગણિત આત્માઓ તોડી રહ્યાં છે અને ભવિષ્યમાં અનંત આત્માઓ તોડવાનાં છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ આતમ જાગો ! શાલિભદ્ર જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. જંબુસ્વામી જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. બંધનો તોડ્યાં છે. નંદિષેણ જેવાએ પણ આ સુબાહુકુમાર જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. વજ્રસ્વામી જેવાએ પણ આ બંધનો તોડ્યાં છે. ૧૯૨ ૨ . વયોવૃદ્ધ એવા પુણ્યાત્માઓએ પણ આ બંધનો તોડ્યાં છે અને યુવાનોએ પણ આ બંધનો તોડ્યાં છે. શ્રીમંતોએ પણ તોડ્યાં છે અને ગરીબોએ પણ તોડ્યાં છે. ભણેલાએ પણ તોડ્યાં છે અને અભણોએ પણ તોડ્યાં છે. કિશોરોએ પણ તોડ્યાં છે અને બાળકોએ પણ તોડ્યાં છે. દરેક કક્ષાના જીવોએ આ પરિગ્રહનાં બંધનો તોડ્યાં છે. જેને તોડવાં હોય તેના માટે બધું જ શક્ય છે. જ્યાં સુધી જ્ઞાનદશા ન જાગે ત્યાં સુધી આત્મવિકાસ શક્ય નથી. ‘જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુઃખનો છેહ' એમ મહોપાધ્યાયજીએ જણાવ્યું છે. માટે જ શ્રી સુધર્માસ્વામીજી જંબુસ્વામીને વ્રુત્ત્તિા પદથી જાગવાનો સંદેશ આપ્યો છે. જે જાગતા નથી, તેમને છેવટે તો રોવાનો જ વારો આવવાનો છે. માટે જ પૂજાકાર મહર્ષિએ મોહાધીન આત્માઓની અવદશાને વર્ણવતાં લખ્યું કે – ‘બાજી ભૂલ્યો બાજી, ભોગ વિઘન ઘન ગાજી ભૂલ્યો બાજી, કર્મ કુટિલ વશ કાજી ભૂલ્યો બાજી, આગમ જ્યોત ન તાજી ભૂલ્યો બાજી, સાહિબ સુણ થઈ રાજી ભૂલ્યો બાજી. કાલ અનાદિ ચેતન રઝળ્યો, એકે વાત ન સાઝી. મયણા ભયણી ન રહે છાની, મળીયા માત-પિતાજી. નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વળીયો, જ્ઞાનદશા તબ જાગી.’ 472 Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ - ૮ઃ આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 473 જ્ઞાનદશા જાગે તો કામ થાય. સભા : આ “જમી જમાઈ પાછો વળીઓ જ્ઞાનદશા તબ જાગી' - એ શું કહ્યું ? સમજાયું નહીં. આ કડીમાં એક વેપારીની જીવંત ઘટના વર્ણવવામાં આવી છે. સભા : એ ઘટના શું છે ? એ ઘટના આમ તો સાવ સામાન્ય છે, પણ એનો બોધ અતિ અસામાન્ય છે. એક નાનો વેપારી હતો, સ્વભાવે સંતોષી હતો, વ્યવહારે નીતિમાન હતો. વેપારમાં રોજ પેટ પૂરતું એને મળતું, એમાં આનંદથી એ જીવતો. એમાં એકવાર એને ઘેબર ખાવાનું મન થયું. રોજની આવકમાંથી ચોપડ્યો રોટલો અને દાળથી અધિક કાંઈ મળતું નહિ. એટલે સીધી રીતના વ્યાપારથી ઘેબર ખાવા મળે તેવું તેને ન લાગ્યું. આમ છતાં ઘેબરની લાલચ એ રોકી ન શક્યો. એમાં એક ભોળી બાઈ મળી. એની સાથે એણે ચાલબાજી કરીને અધિક કમાણી કરી અને એનાથી એ તે ખુશ થયો. ઘેબર બનાવવા જરૂરી સામાન મેળવી એણે ઘરે મોકલી અને બે ઘેબર બનાવવા જણાવ્યું. એણે વિચાર્યું કે, આજે અમે બન્ને પતિ-પત્ની સરસ મજાનાં ઘેબર ખાઈ શકશું. સમય થતાં એ ઘરે જવા નીકળ્યો. મનમાં હતું કે, જ્યારે ઘરે પહોંચે અને ઘેબર ભેગો થાઉં. જ્યારે ઘરે પહોંચ્યો, ત્યારે ઘેબરની સુગંધથી નાકને સાર્થક કરવા એણે ઊંડા શ્વાસ લીધા, પણ એવી કોઈ સુગંધ ન આવી. એણે માન્યું કે, ઘેબર ડબ્બામાં બંધ કરીને મૂક્યાં હશે, એટલે ગંધ નહીં આવતી હોય. તે જમવા બેઠો, ભાણું મંડાણું, પણ એમાં ઘેબર ન પીરસાયું. રોજ તો એના ભાણામાં ચોપડેલો રોટલો પીરસાતો; જ્યારે આજે ઘેબર તો ન પીરસાયું પણ રોટલોય લુખ્ખો જ પીરસાયો. મનમાં એ અકળાયો અને પત્નીને પૂછ્યું કે, ઘેબર બનાવવાનો સામાન નથી મળ્યો કે શું ?' પત્નીએ કહ્યું કે, “સામાન તો બધો બરાબર મળી ગયો હતો. તો ઘેબર કેમ ન બનાવ્યાં ?” બનાવ્યાં હતાં અને તે પણ એક નહીં, બરાબર બે બનાવ્યાં હતાં, પત્નીએ જવાબ આપ્યો. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૨ - આતમ જાગો ! ——– – 474 તો લુખ્ખો રોટલો કેમ પીરસો, ઘેબર કેમ નહીં ?' જવાબમાં પત્નીએ કહ્યું કે, “શું કરું ? ઘેબર તો સરસ બન્યાં હતાં, પણ ઘેબર ઉતરતાંની સાથે જ જમાઈ આવ્યો અને સાથે એના મિત્રને લઈને આવ્યો. બેયને એક એક ઘેબર પીરસવું પડ્યું અને આપણા ભાગે તો રોટલો ય ન રહ્યો. આજનો આ લુખ્ખો રોટલો ય ઉછીના લાવેલા લોટમાંથી બનાવ્યો છે. ઘી તો બધું ઘેબરમાં જ વપરાઈ ગયું.' પત્નીનો આ ઉત્તર સાંભળીને એને ઊંડો આઘાત લાગ્યો. એ નાસ્તિક ન હતો, આસ્તિકતા એના સંસ્કારમાં વણાયેલી હતી. એટલે એને વિચાર આવ્યો કે, અનીતિ કરવા છતાં નસીબમાં ન હતું તો ઘેબર તો ન મળ્યું, પણ એને માટે કરેલી અનીતિનું પાપ તો મારા લમણે લખાઈ ગયું. ઘેબર તો ન મળ્યાં, પણ હવે આ પાપનું ફળ મારો કેડો ક્યાં છોડશે ! એમાંથી એ ચિંતનમાં ચડ્યો. ઊંડે ઉતર્યો કર્મના વિપાક અને સંસારની વિષમતા બધું એને આંખ સામે તરવરવા માંડ્યું. એમાંથી એનો માંહ્યલો જાગ્યો. ચિંતનધારા આગળ વધી, વૈરાગ્ય પ્રબળ બન્યો અને ઘરબાર છોડી ત્યાગના માર્ગે, આત્મકલ્યાણના પંથે એ સંચરી ગયો. એ જ ઘટનાને વર્ણવતાં પૂજાકારશ્રીએ જણાવ્યું કે - નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળીઓ, જ્ઞાનદશા તબ જાગી.” એ તો જાગ્યો, એની જ્ઞાનદશા જાગી, પણ આપણું શું ! એ તો એક જ ઠોકર વાગતાં જાગી ગયો, આપણી જાતને આપણે પૂછવું જરૂરી છે કે, જીવનમાં કેટલી ઠોકર વાગી છતાં આજ સુધી ન જાગ્યા તો હવે ક્યારે જાગશું ? જો ન જાગ્યા તો આપણે પણ એ જ ગાવાનો વારો આવશે કે, “ભૂલ્યો બાજી.” કેટલાક જીવો એક ઠોકરમાં જ જાગી જાય છે, તો કેટલાકને ઠોકરો ખાઈને ખતમ થઈ જાય તો ય જાગતા નથી. આવા નહીં જાગનારાઓને તો રોવાનો જ વારો આવવાનો છે. આપણી એવી દશા ન થાય તે માટે આપણે સાવદ્ય થવાનું છે. આત્માને ફરી ફરીને પૂછો કે, “પરિગ્રહ બંધન છે' - એવું લાગે છે ? પરિગ્રહની આ મમતા મને ક્યાં લઈને જશે ? કૂતરાં, બિલાડાં વગેરે પશુઓને જુવો છો ? ઘરમાં પેદા થયેલ ઉંદર, ગરોળીને પણ જોયાં છે? પરિગ્રહને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 - 475 પરવશ બનીને તમારે પણ તમારા જ ઘરમાં કૂતરાં, બિલાડા, ઉંદર કે ગરોળી તરીકે જન્મવાનો વારો આવે તો પણ નવાઈ નહિ. આ બધું જ પરિગ્રહની મમતાનું પરિણામ છે. શું તમારા માટે તમને આ પરિણામ મંજૂર છે ? સમરાદિત્ય કેવળી ચરિત્ર' વાંચો તો ખબર પડશે કે પરિગ્રહની મમતાના પરિણામે જીવને કેવા-કેવા ભવો કરવા પડે છે. પરિગ્રહ પ્રત્યેની આ મમતાના સંસ્કારો છેક એકેન્દ્રિયના ભાવમાં પણ છુટતા નથી. પરિગ્રહની મમતાના પરિણામે બહુ ભટકવું પડશે. બહુ યાતનાઓ ભોગવવી પડશે. મહાપુરુષોએ એમને એમ તેના ત્યાગની વાત નથી કરી. જો કર્મ બંધથી છૂટવું હોય તો પરિગ્રહથી છુટવું જરૂરી છે. સભા : પૈસો એ પરિગ્રહ છે અને પરિગ્રહ એ બંધન છે'- એ વાત સાચી પણ, પૈસા વગર એક પગલું પણ ક્યાં મૂકી શકાય છે ! દાનધર્મ કરવો હોય, શાસનની પ્રભાવના કે રક્ષા કરવી હોય તો પૈસા વગર ક્યાં શક્ય છે ? કહેવાયેલી વાત સાચા સંદર્ભમાં સમજાઈ નથી અને દાનાદિ ધર્મનું પણ વાસ્તવિક સ્વરૂપ સમજાયું નથી, એટલે આ પ્રશ્ન ઊઠ્યો છે. મૂળ વાત એ સમજવી જરૂરી છે કે, દાનાદિ ધર્મો કોને માટે છે. જેની પાસે પૈસો છે, જે પરિગ્રહના બંધનથી બંધાયેલા છે, તેમને તે બંધનથી છોડાવવા માટે દાનાદિ ધર્મ છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વગેરે મહાપુરુષો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે – 'धर्मार्थं यस्य वित्तेहा, तस्यानिहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ।।' “ધર્મ કરવા માટે પૈસાની ઈચ્છા કરવા કરતાં તેવી ઈચ્છા જ ન કરવી શ્રેષ્ઠ છે. કાદવને ધોવા કરતાં ખરેખર ત ખરડાવું એ જ શ્રેષ્ઠ છે.' શાસનની પ્રભાવના કે રક્ષા વગેરે માટે પૈસો મેળવવાની જરૂર નથી, પણ જેને પૈસાનું વળગણ વળગ્યું છે, તેમને તેનાથી છોડાવવા માટે આ બધાં કાર્યો કરવાનાં છે. આપત્કાલીન અપવાદિક સંયોગોની વાત જુદી છે. દાન કરવા માટે, દાનધર્મને સાધવા માટે, ધર્મની આરાધના-પ્રભાવના કે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨ - આતમ જાગો ! રક્ષાની પ્રવૃત્તિઓ કરવા માટે ધન મેળવવાનું નથી, પરિગ્રહ ભેગો કરવાનો નથી; પણ જે પરિગ્રહ ભેગો થઈ ગયો છે, તે પરિગ્રહથી અને તેની મમતાથી છુટવા માટે આ દાનધર્મ છે. ધન મેળવવા દાન નથી ધન છોડવા દાન છે : બીજી વાત એ પણ સમજી લેવાની જરૂ૨ છે કે, ધન મેળવવા માટે દાન નથી પણ ધનથી છૂટવા માટે દાન છે. ૧૯૬ ‘ગયા ભવમાં આપ્યું હતું માટે અહીં મળ્યું છે, અહીં આપશો તો આવતા ભવમાં કેઈ ગણું મળશે' એમ કહીને ‘કેઈ ગુણું મેળવવાની વૃત્તિને પોષવી – એ ધર્મોપદેશ નથી.’ આવો ઉપદેશ એ વીતરાગના શાસનનો ઉપદેશ નથી. એમ પણ કહેવાય છે કે ‘લોહી - પાણી એક કરીને આ બધું મેળવ્યું છે તે બધું શું તમારે મુકીને જવું છે ? દીકરાને આપીને જવું છે ? હું તમને એક એવી બેન્ક બતાવું કે તમે તેમાં મૂકી દો તો આવતા ભવમાં ચક્રવર્તીના પણ ચક્રવર્તી વ્યાજ સાથે મળશે. આ સાત ક્ષેત્રની બેન્ક છે’ - આવી વાતો કરીને સાત ક્ષેત્રમાં વપરાવવું તે ધર્મ નથી. સાત ક્ષેત્રમાં વા૫૨વાથી કેઈ ગુણું મળે તેનો વાંધો નથી પણ ભવિષ્યમાં મેળવવા, અનંતગુણું મેળવવા વાપરો એમ કહીને પરિગ્રહની વૃત્તિને ભડકાવવી તેનો વાંધો છે. જે ઉપદેશથી પરિગ્રહની વૃત્તિ કે પરિગ્રહસંજ્ઞા પોસાય છે. તેને ધર્મોપદેશ ન કહી શકાય. 476 - સભા : ‘વાવણીની વેળા છે વાવી લ્યો ભાઈ લ્યો.' - આ બોલાય છે તે શું ? એનો અર્થ પણ તમે ન સમજ્યા ? એમાં પણ તમને પૈસા જ દેખાયા ? એમાં જે વાવવાની વાત છે, તે શા માટે એ સમજો ! જે વાવવાનું છે તે ઘાસ માટે કે ધાન્ય માટે ? મોક્ષ એ ધાન્ય છે અને એ સંસારનાં સુખો એ ઘાસ છે. તમારી નજ૨ કોના ઉપર છે ? ઘાસ ઉપર નજર કોની હોય ? પશુની કે માણસની ? માણસની નજર તો અનાજ ઉપર જ હોય ને ? આજે તો કેટલાકની પોતાની નજ૨ પણ ઘાસ ઉ૫૨ છે અને બીજાની નજર પણ ઘાસ ઉપર દોરવાનો પ્રયત્ન કરે છે - એના જેવી દુઃખદ બીના બીજી કઈ હોઈ શકે ? આ તો આગમનો દીવો છે. નરી વાસ્તવિકતા બતાવનારો છે. એમાં જેમ કોઈનો પક્ષપાત નથી, તેમ ક્યાંય સંસા૨વાસનાને પોષવાની વાત પણ નથી. સાત ક્ષેત્રમાં વાપર્યા તેની કિંમત શું ? જો તેનાથી આત્માનો ઉદ્ધાર ન થતો હોય Page #216 -------------------------------------------------------------------------- ________________ ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ તો ? અમે કાંઈ ગોર નથી કે, ' વર વરો કે કન્યા વરો, ગોરનું તરભાણું ભરો' - એવી અમારી વૃત્તિ હોય. ખરચનારનું થવું હોય તે થાય અમારાં કામ પૂરાં થવાં જોઈએ. એ ભાવના વીતરાગનો સાચો સાધુ ક્યારેય ન રાખી શકે. બહુ ગંભીરતાથી વિચારજો ! ૧૯૭ . 21 જ્યારે જીવનમાં એક રૂપિયો પણ વાપરો ત્યારે બંધન છૂટ્યું એનો આનંદ થાય. હાશ, બંધન છુટ્યું - એવી હળવાશ થાય, ત્યારે માનજો કે, વીતરાગના શાસનનું તાત્ત્વિક કોટિનું દાન થયું. વીતરાગની આજ્ઞા મુજબ શ્રેષ્ઠ દાનધર્મ થયો. દાનધર્મ એ બંધન તોડવાની ક્રિયા છે. 477 સાચા ધર્મોપદેશકના ભાવ સમજો. બંધનથી તમે છૂટો તેમ તેઓ ઈચ્છે છે. સાચો ધર્મોપદેશક તમારું બંધન વધે એવું ક્યારેય ન ઈચ્છે, એ તો તમારું બંધન છૂટે એવું જ ઈચ્છે. જે તમારો પૈસો છોડાવી પોતાનાં કામો-પ્રોજેક્ટો પૂરા કરવામાં પડ્યા હોય તે તમારાં બંધન પણ વધારે છે અને પોતાનાં બંધન પણ વધારે છે. જે પોતે બંધનમાં ફસાયા છે અને નવાં નવાં બંધનો ઊભાં કરવામાં અટવાયા છે, એમનો તો ઉપદેશ પણ એવો જ રહેવાનો કે જેનાથી એ પોતે ય બંધાય અને પૈસા વાપરનારા પણ વધુને વધુ બંધાતા જાય, એવાં ચક્કરો ચલાવવાના. એવા ધર્મોપદેશકથી સાવચેત રહેવું એ જ સાચા ધર્માત્માઓનું કર્તવ્ય છે. આપણું સદ્ભાગ્ય છે કે, શ્રી સુધર્માસ્વામીજીએ આ વાત જંબુસ્વામીજીને કરી, જંબુસ્વામીજીએ આ વાત પ્રભવસ્વામીને કરી એમ અનેક મહાપુરુષોએ તેમના શિષ્યવર્ગને કરીને વહેતી રાખી તો એ નિર્મળ સરિતા આજે આપણા સુધી પહોંચી. મારે આ પરિગ્રહથી છુટવું છે, મારે આ બંધનથી છુટવું છે. મારે હવે આ પરિગ્રહ ન જોઈએ, આ બંધન ન જોઈએ. જો બંધાણો તો નક્કી દુર્ગતિ થવાની, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ચાલ્યા જ કરવાનાં; સતત આ જાગૃતિ રહેવી જોઈએ. સભા : પરિગ્રહ ભેગો કરશો તો નરકમાં જશો એમ બોલાય ? સાધુની ભાષા વિવેકવાળી હોવી જોઈએ. વસ્તુ સ્વભાવ-દર્શક હોવી જોઈએ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ - ૨ - આતમ જાગો ! – 478 શ્રાપ વાળી ન હોવી જોઈએ. પરિગ્રહ ભેગો કરે તેને જ્ઞાની ભગવંતોએ નરક ગતિ કહી છે તેમ બોલી શકાય. “પરિગ્રહ દુર્ગતિનું કારણ છે. દુર્ગતિથી બચવાની ઇચ્છાવાળાએ પરિગ્રહ છોડવો જોઈએ. પરિગ્રહ ભેગો કરીને દુર્ગતિથી બચવાની ઇચ્છા કરવી તે ઝેર ખાઈને જીવવાની ઇચ્છા રાખવા જેવું છે. આગમગ્રંથો-શાસ્ત્રગ્રંથોમાં પરિગ્રહને દુર્ગતિના અને મહાપરિગ્રહને નરકગતિના કારણ તરીકે દર્શાવેલ છે. તમારે જો દુર્ગતિથી બચવું જ હોય તો તમારે પરિગ્રહને છોડવો જ જોઈએ. પરિગ્રહને છોડ્યા વિના દુર્ગતિથી બચવાની ઇચ્છા ક્યારેય પૂરી નહિ થાય.” વગેરે બોલી શકાય. બોલવામાં વિવેક જોઈએ. જન્મદાત્રી મા એ “મા” પણ છે અને પિતાની પત્ની પણ છે, આમ છતાં એને માટે “મા” શબ્દ જ વપરાય એના જેવી આ વાત છે. તારે કઈ ગતિમાં જવું છે ?' તેમ પણ બોલે, પણ તે ભાષા “માના હૈયાની હોવી જોઈએ. જીવ યોગ્ય હોય અને ગુરુના હૈયામાં કરુણાબુદ્ધિ હોય તો ચોયણાની ભાષામાં વિવેકપૂર્વક કડક શબ્દો પણ બોલી શકાય. વર્ષો પૂર્વેની અમદાવાદમાં બનેલી ઘટના કહું. એક શ્રીમંતે મિલનો સોદો કર્યો એની એના ગુરુદેવને ખબર પડી તો બીજા દિવસે જ્યારે નિત્યક્રમ મુજબ વંદન કરવા ગયો ત્યારે એનો પગ નહોતો ઉપડતો. આમ છતાં જ્યારે ઉપાશ્રયે પહોંચ્યો અને બન્નેની નજર મળી ત્યારે, કરુણાસાગર ગુરુદેવે ઊંચો અવાજ કરીને પૂછયું કે, “કઈ નરકમાં જવું છે તારે કે તે આ બધા ધંધા માંડ્યા છે' - આ આક્રોશમાં શ્રાવકને સગી માની કરુણા દેખાઈ; એથી એ ગુરુના પગમાં પડી ગયો અને ભીની આંખે કહ્યું કે, “લોભને વશ થઈને મારાથી આ કામ થઈ ગયું છે, આપ મને માફ કરો !” સાચા સાધુશ્રાવકનો આવો પણ વ્યવહાર હોય. માનો માર પણ મીઠ્ઠો લાગે. પણ હૈયું માનું હોવું જોઈએ. | નાના છોકરામાં પણ અક્કલ હોય છે, એ તમારો ચહેરો જુવે, તમે હસતા દેખાવ ને જોરથી ધબ્બો મારો તો એ માર ખાઈને પણ એ ખીલ-ખીલ હસે. પણ જો તમે જરાક ગરમ થઈને બોલો કે સામાન્ય હાથ અડાડો તો પણ તે રડવા બેસે. મોટો ભેંકડો તાણે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 479 સારા અને સાચા બધાને ગમે જ, એવો નિયમ નથી : ઘણા વિચારે કે રામચંદ્રસૂરિ મહારાજ બોલતા તે શબ્દો અમે કેમ ન બોલીએ ? પણ ના, ત્યાં જ મોટી ભૂલ થાય છે. એ મા હતા. આધ્યાત્મિક જગતની મા હતા. એ રામચંદ્રસૂરિ મહારાજા હતા. સાચા ધર્માચાર્ય હતા. વિશિષ્ટ કોટીની મહાકરુણા ભાવના તેમના હૈયાને વરેલી હતી. સાયણાવાયણા-ચોયણી-પડિચોયણા કરવાનો તેમને હક હતો, એમને થપ્પડ મારવાનો અધિકાર હતો - કડવાં વેણ બોલવાનોય અધિકાર હતો - અને જરૂર પડે આંખ લાલ કરવાનો અધિકાર હતો. તેમના ચાળા-તમારે-મારે ન કરાય. હું હૃદયથી કહીશ કે એ સગ્ગી મા હતી અને અમારા સૌના જીવનમાં અમને અમારી સગ્ગી મા અને સગ્ગા બાપે જે વાત્સલ્ય નથી આપ્યું તે વાત્સલ્ય તેમણે આપ્યું છે. પણ તે કરુણામાં, તે વાત્સલ્યમાં મોહનો પડછાયો ન હતો. ક્યારેય એમને કોઈને પોતાના બનાવવાની ભાવના ન હતી. કોઈની પાસેથી કામ કઢાવી લેવાની વૃત્તિ ન હતી. બધાનું આત્મહિત કરવાની ભાવના હતી. બધાને શાસનના બનાવવાની ભાવના હતી. સભા : છતાં તેઓ બધાને કેમ ગમતા ન હતા ? સારી અને સાચી વ્યક્તિ બધાને ગમે જ એવો કોઈ નિયમ નથી – એ યોગ્યને જ ગમે. જેમ તેઓ ઘણાંને ગમતા ન હતા તેમ તેઓ ઘણાં ઘણાંને એવા ગમતા હતા કે, તેઓ એમની ખાતર પોતાનું જીવન ન્યોછાવર કરી દેવા તૈયાર હતા. જે એમના નિકટના પરિચયમાં આવ્યા, નિઃસ્વાર્થભાવે પરિચયમાં આવ્યા, સત્યના અર્થી બનીને પરિચયમાં આવ્યા, આત્મકલ્યાણ માટે પરિચયમાં આવ્યા, એ બધાને એ બહુ જ ગમ્યા. બહુ બહુ ગમ્યા. સગા માવતર કરતાં ય વધારે ગમ્યા. સભા એ તો અમે પણ અનુભવ્યું છે. એ જ મારે કહેવું છે. બાકી સાચા અને સારા મહાપુરુષો બધાયને ગમે જ એવું ક્યારેય બન્યું નથી. ભગવાન શ્રી મહાવીરદેવ પણ બધાને ક્યાં ગમતા હતા ? સૂર્ય ઉગે છે તે પણ બધાને ગમતો નથી. બીજાની ચિંતા છોડીને આપણી ખુદની ચિંતા કરો કે આપણને એ મહાપુરુષ ગમ્યા કે ન ગમ્યા ? સભા અમને તો બહુ બહુ ગમ્યા. એટલે તો એમનું નામ સાંભળતાં ય અમારાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - ૨ - આતમ જાગો ! - 480 રૂંવાડાં ઊભાં થઈ જાય છે અને આજે એમનું નામ સાંભળતાં અમારી આંખો ય ભીની થાય છે, એ તો આપ પણ જોઈ શકો છો. પણ એટલાથી મને સંતોષ નથી. સાચા અર્થમાં એ મહાપુરુષ ગમ્યા ત્યારે કહેવાય કે જ્યારે એમની કહેલી દરેક વાત ગમે. જ્યાં સુધી તેમની કહેલી દરેક વાત ન ગમે ત્યાં સુધી એ મહાપુરુષ બરાબર ગમ્યા છે એમ ન કહેવાય. બોલો આ ઓઘો બહુ ગમે ? આ શાસ્ત્રો બહુ ગમે ? શાસ્ત્ર અને ઓઘો આ બે જો ન ગમ્યા હોય, છતાં તમે કહો કે ગુરુદેવ ગમ્યા તો તે ભ્રમ છે. કોઈ દિવસ ઓશીકું ભીનું થયું ? કેવા ગુરુદેવ મળ્યા ? આઠ વર્ષે સંસાર છોડવાનું કહ્યું? જિંદગીનાં કેટલાં વર્ષ વીત્યાં ? એમની પાછળ-પાછળ ફર્યા, એમના નામે જગતમાં ઓળખાણા, ગવાણા અને ઘણા ઘણા લાભો મેળવ્યા. આજે ૧૮-૨૮૩૮-૪૮-૫૮-૬૮ વર્ષની ઉમરે પહોંચ્યા, હવે બે જ વર્ષ બાકી રહ્યાં છે. દીક્ષા નહીં લઉં તો જન્મારો એળે જશે. આવો કોઈ વિચાર આવે છે ? એ માટે રડવું આવે છે? આંખો ભીની થાય છે ? કોઈ કહે કેમ રડો છો ? તો તમારા મોઢામાંથી સહેજે ઉદ્ગારો સરી પડેને કે, “તકલીફ કોઈ નથી પણ મારા ગુરુદેવની વાત અમલમાં મૂકી શક્યો નહિ તેનું દુઃખ છે.” મૂળ વાત ઉપર આવીએ. બાકીનાં બંધનો તો વીંટળાય તો બાંધે પણ આ પરિગ્રહને તો અડો તો ય બાંધે છે. હું મુંબઈમાં હતો - વાચના શ્રેણીમાં બરાબર મારી સામે એક ભાઈ બેઠા હતા. એમણે પોતાની આગળ એક થેલી મૂકી હતી. એમની થેલીમાં કાંઈક હતું. મને શંકા પડી કે ક્યાંય વ્યાખ્યાનનું ટેપ રેકોર્ડીંગ થતું તો નથી ને ? મેં યોગ્ય વ્યક્તિને ઈશારો કરી, તપાસ કરવા જણાવ્યું. તે ગયા ને કહ્યું, “ભાઈ થેલી ખોલવી પડશે, “શું કામ છે ?” “અંદર ટેપ નથી ને ?' પેલા ભાઈએ કહ્યું કે, “ના, નથી. આમ છતાં એમણે થેલી ખોલવાની ઘસીને ના પાડી, એટલે તપાસ કરનારને વધારે વહેમ પડ્યો. સમજાવીને થેલી ખોલી તો. થેલીમાંથી ટેપ રેકૉર્ડર ન નીકળ્યું, પણ જત્તાં નીકળ્યાં. જોનારના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમને પૂછ્યું કે, “આ રીતે થેલીમાં જુત્તાં ભરીને સામે થેલી રાખીને વ્યાખ્યાન સાંભળવાનું કાંઈ કારણ ?” એમણે જવાબ આપ્યો, “વ્યાખ્યાન શાંતિથી સંભળાય તે માટે. જો જુત્તાં બહાર મૂકીને આવું તો મારો જીવ ત્યાં રહે, લઈને Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - ૧ – 481 આવું તો એટલી નિરાંત રહે અને વ્યાખ્યાન શાંતિથી સંભળાય નહિ તો મન ત્યાં જ રહે.” એક જુત્તાનું પણ બંધન કેવું ? તમે વિચારો કે, વ્યક્તિને એક-એક બંધન કેવું પડે છે. એવા શ્રીમંતો મેં જોયા છે કે કોઈ સામાન્ય માણસ આવીને બાજુમાં બેઠો હોય તો ચારવાર ચહેરો જુવે અને વારંવાર એનો હાથ પોતાના ખિસ્સા ઉપર જાય. જાણે કે એના પોતાના સિવાયના બીજા બધા ચોર જ હશે. પોતાના તરફથી અઠ્ઠમનાં અત્તરવાયણાં અને પારણાં રાખે. એમાં અચુક હાજર રહે અને નજર રાખે કે મફતનું તો કોઈ ખાઈ જતું નથી ને ? ધર્માનુષ્ઠાન કરવા છતાં તે સમયે પણ ચિત્તવૃત્તિને આવી સંક્લિષ્ટ બનાવવાનું કામ પણ આ પરિગ્રહની મમતા કરે છે. પરિગ્રહની મમતા તોડવાના ઉપાયો : પરિગ્રહના બંધનથી છૂટવા પરિગ્રહની મમતા તોડવી જરૂરી છે અને તે માટે શુભ ચિંતન-ભાવના કરવાં બહુ જરૂરી છે. કદાચ તમારી પાસે એ માટે ઊંડું શાસ્ત્રજ્ઞાન ન હોય તો પણ તમે કરી શકો એવો ચિંતન-ભાવનાનો માર્ગ મારે તમને બતાવવો છે. તમે આજ સુધીમાં જે કાંઈ વસાવ્યું છે, ભેગું કર્યું છે તે બધું આંખ સામે લાવવાનું છે. આમ તો રોજ લાવો જ છો. પણ હવે જુદા સ્વરૂપે લાવવાનું છે. એનું ચિંતન-ભાવના-ધ્યાન જુદા સ્વરૂપે કરવાનાં છે. એક એક વસ્તુને, વ્યક્તિને, આંખ સામે લાવીને વિચારવું જોઈએ કે, આ બંધન છે, આનામાં મને બાંધવાની તાકાત છે, આ મને બાંધીને દુર્ગતિમાં લઈ જશે. ઘસડીને દુર્ગતિમાં લઈ જશે. આમ વિચારી દરેક વસ્તુને યાદ કરવી અને એની સાથે આ બંધન છે, આ બંધન છે, એમ સ્મૃતિપંથમાં લાવવું! પૈસો એ બંધન છે. પત્ની એ બંધન છે, પુત્ર-પરિવાર એ બંધન છે. સ્વજનવર્તુળ એ બંધન છે. બંગલો, ફ્લેટ, ફર્નિચર, ગાડી વગેરે બધું જ બંધન છે, આ બધામાં મને દુર્ગતિમાં લઈ જવાની તાકાત છે. એક રૂપિયાની નોટમાં પણ એ તાકાત છે કે, મને નરકે લઈ જાય. ફર્નિચરમાં પણ એ તાકાત છે. દાગીનામાં પણ એ તાકાત છે. કપડાંની જોડમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૨ – આતમ જાગો !' 482 પણ એ તાકાત છે અને આગળ વધીને પૂરા પરિવારમાં પણ એ તાકાત છે, એક-એક સ્વજનની મમતામાં પણ એ તાકાત છે કે, એ તમને પકડી પકડીને દુર્ગતિમાં લઈ જશે. કોઈ પણ વસ્તુને તો યાદ કરો, એટલે એના ઉપર તમને બંધન' શબ્દ જોડાયેલો દેખાય. જેમ દવાની બોટલો ઉપર રેડ બોક્ષમાં ‘પોઈઝન' - એમ લખેલું હોય છે, તેમ દરેક ચીજ ઉપર તમને બંધન છે, નરકે લઈ જનાર છે' - એમ દેખાવું જોઈએ, વંચાવું જોઈએ. આ પરમતત્ત્વ છે. તમે આ વાતને હળવાશમાં ન લેશો, એનાથી તમારું જ અકલ્યાણ થશે. આ વાત અતિ ગંભીર છે અને તમે એને અતિ ગંભીરતાથી લેશો તો જ તમારું કલ્યાણ થશે. ફરી પણ તમારું ધ્યાન દોરવા માગું છું કે, પત્નીના બંધનમાં ફસાયેલા પણ દુર્ગતિમાં ગયા અને પુત્રના બંધનમાં ફસાયેલા પણ દુર્ગતિમાં ગયા, મકાનના બંધનમાં ફસાયેલાં પણ દુર્ગતિમાં ગયા અને રાચરચીલું કે પૈસા ટકામાં ફસાયેલા પણ દુર્ગતિમાં ગયા. પરિગ્રહના બંધનમાંથી કર્મનું બંધન, કર્મના બંધનમાંથી દુર્ગતિનું બંધન અને આ રીતે દુર્ગતિના બંધનમાં ફસાયેલાની દશા શું થવાની ? એ બધા કેવા કેવા અવતારોમાં ક્યાં ક્યાં પેદા થઈને કેવી કેવી વિડંબણા ભોગવવાના ? બિલાડી, ગરોળી, દેડકાં, કૂતરાં, ઉંદર, વાંદા કે ઊધઈ વગેરે કેવા કેવા સ્વરૂપે પોતે પોતાના ઘરમાં ઘરની મમતાના કારણે પેદા થવાના અને ઘરમાં પેદા થયા પછી એ જ ઘરનાં પોતે પેદા કરેલાં સંતોનો વગેરે પરિવાર તેમની પોતાની સુખ-સુરક્ષા માટે તમને ઘરમાંથી બહાર કાઢવાના, મારવાના, ઉપરથી નીચે ફેંકવાના. એ મારનારને ખબર નહિ હોય કે તેનાં જ પોતાનાં મા-બાપ કે દીકરા-દીકરી આ સ્વરૂપે અહીં પેદા થયાં છે. કેટલાય લોકો ઘરની સાફસફાઈ માટે, સુરક્ષા માટે જે જે જીવો ઉપર દવા છાંટીને જેને મારી નાંખે છે કે ઝેરી વસ્તુ ખવરાવીને જેને મારી નાંખે છે કે, પકડીને બારીમાંથી જેને નીચે ફેંકી દે છે, બને કે એમાંનાં કેટલાંક પોતાના જ પૂર્વજ, માતા-પિતા, પુત્ર-પુત્રી કે સ્વજન પણ હોઈ શકે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે, તમે પણ પરિગ્રહની મમતાના કારણે ત્યાં જ પેદા થાઓ અને જેના ઉપર મમતા કરીને મરશો તે તમારાં સંતાનો જ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 – 483 તમારી આવી અવદશા કરશે. આ સંસાર બહુ જ વિચિત્ર છે – એમાં કશું જ અશક્ય નથી. ઘણાં તો મરતાં કોલ કરાર કરે, ભવોભવ તમારો સાથ મળજો. સાત-સાત જન્મારા સુધી તમારો સંબંધ રહેજો ! સાથે મેળવીને શું કરવું છે? સુધર્માસ્વામીજી કહે છે કે આ બધું બંધન છે. આજ સુધીમાં અજ્ઞાનવશ કદાચ તમે પણ બંધનને વધારનારી આડી અવળી જ વાતો કરી હોય, પણ હવે નક્કી કરો કે, આજ પછી જે પણ વાત કરશું તે બંધન ઘટાડનારી વાત કરશું, વધારનારી નહિ. ઘરે જાઓ તો પત્નીને વિવેકપૂર્વક કહેજો કે, આજ સુધીમાં એવી એવી વાતો કરી છે કે જેને કારણે મારા મનમાં તારું બંધન ઉભું થાય અને તારા મનમાં મારું બંધન ઊભું થાય. પણ હવે આજથી શુભ શરૂઆત કરવી છે, - નાિ ને વોડુ નામિત્ર સ$ !” એવું ન જ બની શકે તો છેવટે એટલું તો નક્કી કરો કે, આજ પછી પરસ્પરનું બંધન ઊભું થાય કે બંધન વધે તેવો એક વાર્તાલાપ કરવો નથી. સભા હૃદય નિષ્ફર ન થાય ? ના, દયાળુ થાય, મોટું પડેલું નહિ રાખવાનું, પ્રસન્ન રાખવાનું, ભાષા બોલવી પડે તો વિવેકવાળી, સહાનુભૂતિવાળી, સદ્ભાવવાળી બોલવી, પણ રાગ વધે તેવી ભાષા ન બોલવી. પરસ્પર મમતા વધે તેવી કોઈ વાત ન કરવી. આટલું થશે તોપણ નુકસાન થતું અટકશે અને લાભ પણ થશે. બંધન તોડવાની વાત તો જુદી પણ બંધન વધે નહિ તેવો પણ પ્રયત્ન કરશો તોપણ મોટા નુકસાનથી બચી જશો. Page #223 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર પૂજન (રાગ : આશાવરી) પૂજન કરો શ્રુતજ્ઞાનનું ભવિયા, પૂજન કરો શ્રુતજ્ઞાનનું આગમ અમૃત અનુભવધારા, પ્રગટન આતમ રામનું. ૧ ગ્રંથો મજાના જ્ઞાન ખજાના, કારણ સમકિત પાનનું. ૨ સોહમ જંબૂ હરિ હેમ સૂરિવર, યશોવિજય ગુરુ નામનું. ૩ મૂળ નિર્યુક્તિ ભાષ્ય ને ચૂર્ણ, ટીકા વ્યાખ્યાન ગુરુ રામનું. ૪ બોધ પામો ને બંધન જાણો, તોડી દો કર્મના નામનું. ૫ પરિગ્રહ હિંસા ને મમતા ત્રીજું, મિથ્યાત્વ બંધન હરામનું. ૭ સૂયગડાંગ જિનવર ભાખે, સરનામું શાશ્વત ધામનું. ૭ શ્રત શ્રતધરનું જ્ઞાન-ગુરુપૂજન, આંગણું વિષય-વિરામનું. ૮ ગુણ-કીર્તિ શ્રુતજ્ઞાનની ગાતાં, રત્ન મળે ભગવાનનું. ૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૯ – ઘંટિગ્રહની પાછળ થતી આભાની પાયમાલી 2 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૪, બુધવાર, તા. ૨૧-૮-૦૨. સાચોરી ધર્મશાળા, પાલીતાણા • સજીવ પણ પરિગ્રહ : • શાલિભદ્રની લક્ષ્મી એ પણ બંધન જ : નિર્જીવ પણ પરિગ્રહ : - પરિગ્રહ અનેક ઉપમાઓથી ભયંકર : • અર્થ દુઃખનું કારણ છેઃ • પૈસાવાળાને હજાર દુઃખ : • પરિગ્રહી દુઃખથી મૂકાતો નથીઃ • ગુરુદેવની પરમકરુણા : • ન્યાયથી મળેલું ધન પણ છે તો પાપ જ : ૧ થોડો પણ પરિગ્રહ બંધનરૂપ જ : • પરિગ્રહને હેય માને તેનામાં જ સમકિત ટકે : • માત્ર મૂળને માનનારા શાસન બહાર : • પૈસાવાળાને જોઈ સાધુને એની દયા આવે. અહીં તો પંચાંગી જ પ્રમાણે છે : • લક્ષ્મીનાં બે રૂ૫ : એક દેવી - બીજી ડાકણ, સંયમરક્ષા માટે રાખેલ તે પરિગ્રહ નથી : વિષયઃ પરિગ્રહથી સર્જાતી અવદશા. બંધનની વાત હવે બરાબર જામી છે. પ્રવચન સાંભળનારા પુણ્યાત્માઓ મંડપમાંથી નીકળતા ‘બંધન.. બંધન... પરિગ્રહ બંધન !”ના પ્રતિધ્વનિથી ભાવિત થયેલા જોવાય છે. અત્યાર સુધીમાં બંધનના અનેક પાસાઓ ખોલ્યા બાદ આ પ્રવચન પરિગ્રહના કારણે આત્માની થતી બેહાલીનું તાદૃશ વર્ણન કરે છે. સજીવ કે નિર્જીવ, નાની કે મોટી, ઓછી કે વધારે કોઈપણ વસ્તુને પોતે તાબે કરવી એ પરિગ્રહનો સીધો ગુજરાતી અર્થ છે. પરિગ્રહનો આગ્રહ પરમાર્થથી અનર્થનું મૂળ બને છે, એ વાત અહીં પ્રભાવી શૈલીમાં પ્રસ્થાપિત કરાઈ છે. પરિગ્રહ સંજ્ઞાને જીતવાનો ગુરુદત્ત મંત્ર મારે કાંઈ જોઈતું નથી' અહીં આપણને સંપ્રાપ્ત થાય છે. અહીં પૈસાના લોભે ભલભલાની થયેલી પાયમાલી અને પૈસાને હેય માનતા શ્રાવકોની ય ઉત્તમતાનું બયાન કર્યા છે. - પ્રવચનનું પ્રતિબિંબ * જે પરિગ્રહને ભેગો કરે છે, તે સુખને નહિ પણ દુઃખને ભેગું કરે છે. » જુનું એટલું સોનું - એમ આંખ મીંચીને બોલવા જેવું નથી. એમાં પણ બહુ જ - વિવેક કરવો પડે તેમ છે. * જ્યાં સુધી આ પરિગ્રહ એ બંધન નહિ લાગે, એ ભડકે બળતી આગ જેવું નહિ લાગે, એ સાપનાં રાફડા જેવું નહિ લાગે ત્યાં સુધી એનાથી છુટશે નહિ. Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुञ्चइ ।।२।।' સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અન્યને અનુમોદન આપવું, - આમ કરવાથી દુ:ખથી છૂટાતું નથી.' इह बन्धनं कर्म तद्धेतवो वाऽभिधीयन्ते । तत्र न निदानमन्तरेण निदानिनो जन्म इति निदानमेव दर्शयति । तत्रापि सर्वारम्भा दर्शयति। ___ तत्रापि सर्वारम्भाः कर्मोपादानरूपा प्रायश आत्मीयग्रहोत्थाना इति कृत्वाऽऽदौ परिग्रहमेव दर्शितवान् । चित्तम्-उपयोगो ज्ञानं तद्विद्यते यस्य तश्चित्तवत् द्विपद-चतुष्पदादि, ततोऽन्यदचित्तवत्कनकरजतादि, तदुभयरूपमपि परिग्रहं परिगृह्य कृशमपि स्तोकमपि तृणतुषादिकमपीत्यर्थः । यदि वा कसनं कसः - परिग्रहग्रहणबुद्धया जीवस्य गमनपरिणाम રૂતિ થાવત્ L xxx તારા ___ तदेवं स्वतः परिग्रहं परिगृह्य, अन्यान्वा ग्राहयित्वा, गृह्णतो वाऽन्याननुज्ञाय दुःखयति इति दुःखम् - अष्टप्रकारं कर्म तत्फलं वा अशातोदयादिरूपं तस्मात्र मुच्यते इति परिग्रहाग्रह एव परमार्थतोऽनर्थमूलं भवति ।' ‘કર્મ અથવા કર્મનાં કારણોને બંધન કહેવાય છે. કારણ વિના કાર્ય થતું નથી. તેથી તે (કર્મબંધ)નાં કારણોને જ જણાવે છે. દરેક પ્રકારના આરંભો કર્મબંધનાં કારણો છે. કર્મના મૂળ કારણભૂત દરેક આરંભો મોટે ભાગે મમત્વને કારણે થાય છે, તેથી સૌ પ્રથમ પરિગ્રહને જ (કર્મબંધના કારણ તરીકે) દર્શાવેલ છે. ચિત્ત એટલે ઉપયોગ, જ્ઞાન. તે જેને હોય તે ચિત્તવાન-સચિત્ત કહેવાય છે. તે દ્વિપદ (દેવ-મનુષ્ય-પંખી) ચતુષ્પદ (ગાય-ભેંસ) આદિ (સ્થાવર જીવો વગેરે) છે. તે સિવાયતા એટલે કે ઉપયોગ-જ્ઞાનરૂપ ચિત વગરના હોય તે અચિત્ત-સુવર્ણ, રજત વગેરે. સચિત-સજીવ કે અચિત્ત-અજીવ રૂપ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ગ્રહણ કરીને, તે પછી ઘાસના છોડવા જેટલો થોડો પણ કેમ ન હોય (તે પરિગ્રહ છે.) અથવા તો કરવું તે કસ એટલે કે પરિગ્રહ ગ્રહણ કરવાની ઈચ્છાથી જીવતો પ્રવૃત્તિનો પરિણામ (તે પણ પરિગ્રહ) છે. તે આ મુજબ સ્વયં પરિગ્રહને ગ્રહણ કરીને અથવા અન્યની પાસે ગ્રહણ કરાવીને અથવા તો ગ્રહણ કરતા અચને અનુમતિ આપીને, (જીવ દુઃખથી મુક્ત થતો નથી) જે દુઃખી કરે તે દુઃખ કહેવાય. આઠ પ્રકારનું કર્મ અથવા અશાતાના ઉદયરૂપ તેનું ફળ તેનાથી (પરિગ્રહ)મુક્ત થતો નથી એટલે પરિગ્રહનો આગ્રહ જ પરમાર્થથી અનર્થનું મૂળ બને છે.' Page #226 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ પટિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધરભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીજીને ઉદ્દેશીને આત્મજાગૃતિનો નાદ સંભળાવીને, બંધનને ઓળખવાની અને બંધનને ઓળખીને તેને તોડવાની જે વાત કરી છે, તે બધી જ વાત શ્રી સૂયગડાંગજી નામના બીજા અંગ આગમમાં વિસ્તારથી વર્ણવાયેલ છે. જ્યારે શ્રી સુધર્માસ્વામીજીએ જંબૂસ્વામીજીને બંધનને ઓળખીને તેને તોડવાનો ઉપદેશ આપ્યો ત્યારે જંબૂસ્વામીજીએ પ્રશ્ન કર્યો કે, “ભગવંત ! ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? અને તેને તોડવાનો માર્ગ કયો છે ?' તેના અનુસંધાનમાં મિથ્યાત્વ અને અવિરતિ એ બંધન છે, એ વાત કર્યા બાદ હવે પરિગ્રહ એ પણ બંધન છે, એમ સમજાવે છે. સજીવ પણ પરિગ્રહ : નિર્જીવ પણ પરિગ્રહ : પરિગ્રહ એ બહુ મોટું બંધન છે. તે સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો, તેના ઉપર માલિકી કરવી તે બધો પરિગ્રહ છે અને તે બંધન છે. સ્વયં આ પરિગ્રહ રાખવો તે જેમ બંધન છે, તેમ અન્યની પાસે પરિગ્રહ રખાવવો કે જે કોઈ પરિગ્રહ રાખતું હોય તેને અનુમોદન આપવું તે બધું જ બંધન છે. ભેગો કરેલો કે કરાતો પરિગ્રહ પછી તે સજીવ હોય કે અજીવ હોય, મોટો Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ – – ૨ – આતમ જાગો ! 488 હોય કે નાનો હોય, તણખલા જેવી અલ્પ મૂલ્યવાળી વસ્તુનો હોય કે સોનું, રૂપું, હીરા, માણેક વગેરે બહુમૂલ્યવાળી વસ્તુનો હોય તે બંધન છે. આ બંધનમાં સપડાયેલા જીવ માટે ભગવાન કહે છે કે, “વં સુવા ન મુરૂ' - ‘આ રીતે (તે) દુઃખથી નહિ છૂટે' જે પરિગ્રહ રાખશે, તે જેમ દુઃખથી નહીં છૂટે તેમ જે પરિગ્રહને બીજા પાસે રખાવશે, તે પણ દુઃખથી નહિ છૂટે અને જે કોઈ પરિગ્રહ રાખીને બેઠા હોય તેને જે પ્રોત્સાહન આપશે, ટેકો આપશે, તે પણ દુઃખથી નહિ છૂટે. જે બંધનથી નહિ છૂટે તે દુઃખથી ક્યારેય નહિ છૂટે. આ પરિગ્રહ - વિત્તમંતચિત્ત વા સજીવ હોય કે અજીવ હોય પણ તે બંધન છે. આ બંધન સજીવના રૂપમાં હોય કે અજીવના રૂપમાં હોય તે બધું જ દુ:ખદાયક છે. ચિત્તવત્ ક્રિપ-તુષાદિ બે પગવાળા, ચાર પગવાળા વગેરેનો પરિગ્રહ તે સચિત્તનો પરિગ્રહ છે. સજીવ વસ્તુના સ્વરૂપમાં, પશુ-પક્ષી, દાસ-દાસી, નોકર-ચાકર, પત્ની-પુત્ર કે સ્વજનનાં સ્વરૂપે હોય, ગાય-ભેંસ-બળદ સ્વરૂપે હોય કે પછી મુસાફરીનાં સાધન એવા હાથી-ઘોડા કે ઊંટના સ્વરૂપે હોય, તે બધો પરિગ્રહ છે, તે બંધન છે અને તે બંધન છે, તેથી જ તે દુઃખનું કારણ છે. સજીવમાં પૃથ્વી-પાણી, સરોવર-તળાવ-બગીચો, પહાડો અને ખાણનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે દરેક પ્રકારનાં ધાન્ય, ફળ, ફુલનો પણ સમાવેશ થાય છે. જેટલા સજીવ પદાર્થો તે બધા જ સચિત્ત પરિગ્રહમાં આવે. આ પરિગ્રહને મેળવવો, સાચવવો, પોતાના કબજામાં રાખવો, પોતાની માલિકી કરવી, પોતે ન રાખતાં બીજાની પાસે રખાવવો અને જેણે રાખ્યો હોય, તેને અનુમોદન આપવું તે બધું જ પરિગ્રહનું બંધન છે. એ જ રીતે તોડરિવ–નરખતરિ સચિત્ત હોય તે સોનુંરૂપું વગેરે અચિત પરિગ્રહ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 – 489, અજીવ વસ્તુ, પછી તે સોના-ચાંદીના રૂપે હોય કે, દર-દાગીનાના રૂપે હોય, રોકડ રકમના રૂપે હોય કે મકાન-જમીનના રૂપે હોય કે અન્ય કોઈ પણ રૂપે હોય, તે બધા અચિત્ત પરિગ્રહ છે, તેથી તે બંધન છે. આ પરિગ્રહનું બંધન દુઃખની પરંપરાનું સર્જન કરે છે. ઘણાં બધાં પાપોનું મૂળ આ પરિગ્રહનું બંધન છે. એક જગ્યાએ લખ્યું છે કે, સર્વ પાપોનું મૂળ લોભ છે, પાપનો બાપ લોભ છે. તે લોભ પણ આ પરિગ્રહ સાથે સંકળાયેલો છે. નિશ્ચયનયથી લોભવૃત્તિ – એ પાપનું મૂળ છે અને વ્યવહારનયથી પરિગ્રહ જ પાપનું મૂળ છે. અર્થ દુઃખનું કારણ છે : જગતના જીવો સુખ મેળવવા માટે, જાતની સુરક્ષા માટે, મન અને ઈન્દ્રિયોને પોષવા માટે, કષાયોની ભૂખને પૂરવા માટે, આભિમાનિક ભાવોને સંતોષવા માટે, પરિગ્રહને મેળવવાનો, સાચવવાનો, વધારવાનો અને તેનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કહે છે, આ તમારો ભ્રમ છે કે પરિગ્રહથી તમારાં દુઃખો ટળશે અને તમને સુખ મળશે. તમે સમજો કે, પરિગ્રહ એ સુખનું કારણ નથી, સુખનું સાધન નથી, સુખનું મૂળ નથી, એ દુઃખનું જ કારણ છે, દુઃખનું જ સાધન છે અને દુઃખનું જ મૂળ છે. જે પરિગ્રહને ભેગો કરે છે, તે સુખને નહિ પણ દુઃખને ભેગું કરે છે. એક સ્થળે લખ્યું છે કે – ‘કનાર્નને સુર-મતાનાં ૪ રક્ષot | आये दुःखं व्यये दुःखं, धिगर्थो दुःखकारणम् ।।' ‘અર્થ એટલે પૈસો, અર્થ એટલે પરિગ્રહ. આ અર્થને મેળવવામાં દુઃખ, મેળવેલાના રક્ષણમાં દુખ, આવે ત્યારે પણ દુઃખ અને જાય ત્યારે પણ દુઃખ.' આ રીતે દુઃખના કારણભૂત અર્થને ધિક્કાર થાઓ ! પૈસો દુઃખનું કારણ છે. એ વાત દરેક દૃષ્ટિકોણથી બરાબર સમજી લેવી જોઈએ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. ૨ – આતમ જાગો ! - 490 પૈસો કમાવવામાં પણ દુઃખ છે. એક વખત પૈસો મેળવ્યો, કમાઈ લીધો, પછી તેના રક્ષણમાં પણ દુઃખ છે, આવે ત્યારેય દુઃખ છે ને જાય ત્યારે ય દુઃખ છે. આ વાત આટલી બધી સીધી, સાદી અને સરળ હોવા છતાં તેને જ સમજાય છે કે, જેનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય ! જેનું મિથ્યાત્વ ગાઢ હોય, જરાય નબળું ન પડ્યું હોય તેને તો આ વાત ગળે ઉતરતી જ નથી. તેને તો પૈસો વધે ને આનંદ આવે. નવું મકાન લે ને આનંદ આવે. ફેક્ટરી-કારખાનાં વધે ને આનંદ આવે. ઘરમાં નવી વ્યક્તિ કે વસ્તુ આવે તો પણ આનંદ આવે અને તેને તે મોભો માને છે. આ આનંદ એ બંધનનું પરિણામ છે, જે દુઃખનું કારણ છે અને એને મોભો માનવો તે મિથ્યાત્વનું પરિણામ છે, તે મહાબંધન છે અને તે મહાદુઃખનું કારણ છે. જ્ઞાનીઓ તો કહે છે કે જેટલો પરિગ્રહનો વ્યાપ વધુ તેટલું દુઃખ વધારે. માટે જ “ઉપમિતિમાં કહ્યું છે કે – 'यथा यथा महत्तन्त्रं, विस्तरश्च यथा यथा । तथा तथा महदुःख, सुखं च न तथा तथा ।।' જેમ જેમ વહીવટ વધે, જેમ જેમ વિસ્તાર વધે તેમ તેમ મોટું દુઃખ પ્રાપ્ત થાય છે અને તેમ તેમ સુખ પણ રહેતું નથી.' પરિગ્રહના કારણે આત્મિક નુકસાનો તો થાય જ છે, પણ દુન્યવી રીતે પણ પારાવાર નુકસાન થાય છે અને અનેક વિષમતાઓ સર્જાય છે. આજની જેટલી પણ કોર્ટો, કચેરીઓ છે, વૈયક્તિક કે સામૂહિક જીવનમાં જે ક્લેશ, સંક્લેશ, તનાવ, ટેન્શન, ડીપ્રેશન, દોડધામ, હાડમારીઓ અનુભવાય છે, જ્યાં ક્યાંય પણ જે હિંસા, જૂઠ, ચોરી, અસત્ય, અન્યાય, વિશ્વાસઘાત થાય છે, આ બધાના મૂળમાં પૈસો વગેરે પરિગ્રહ છે. લોકોના વૈયક્તિક જીવનમાં કે સામાજીક જીવનમાં જે પણ ખરાબી દેખાય છે, તેના મૂળમાં પરિગ્રહ પણ એક અગત્યનું કારણ છે. માટે જ લખ્યું કે - ‘ધિર કુશાર ' 'દુઃખના કારણભૂત અર્થને ધિક્કાર થાઓ ! Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 491 સભાઃ આપને લાગે છે કે, આ બધા પ્રશ્નો પરિગ્રહને કારણે છે અને અમને લાગે છે કે, આ બધા પ્રશ્નો ‘જરૂરી પરિગ્રહ નથી મળ્યો” – એના કારણે છે. તમારી આ માન્યતા સાચી ત્યારે કહેવાય છે, જેને પરિગ્રહ મળ્યો છે, તેના જીવનમાં આવી કોઈ સમસ્યા ન હોય તો. બીજી અગત્યની વાત એ છે કે, તમે જે “જરૂરી પરિગ્રહ' - એમ કહીને જરૂરી” શબ્દ ઉપર ભાર મૂક્યો, તો જરૂરી એટલે કેટલો ? એની કોઈ લિમીટ ખરી ? છ ખંડના સામ્રાજ્યવાળા ચક્રવર્તીને જે કાંઈ મળવું શક્ય ગણાય, તે બધું જ મળી ગયું હોય છે, છતાં એમને પણ આ બધી જ સમસ્યા હોય છે, તો હવે તમારી માન્યતાને સાચી માનવાનો ક્યાં અવકાશ રહ્યો ? પરિગ્રહી દુઃખથી મૂકાતો નથી ? સભા : પરિગ્રહના બંધનવાળો દુઃખથી નહિ છૂટે - એમ આપે કહ્યું તો તે કયું દુઃખ? પરિગ્રહને કારણે બંધાતાં આઠેય કર્યો અને એના ફળ તરીકે પ્રગટતી અશાતા વગેરે બધું જ દુઃખ છે. માટે જ ટીકાકાર મહર્ષિએ પણ સ્પષ્ટતા કરી કે, 'दुःखम् - अष्टप्रकारं कर्म, तत्फलं वा अशातोदयादिरूपं तस्मान मुच्यते ।' ‘દુખ એટલે આઠ પ્રકારનું કર્મ અને અશાતાનો ઉદય વગેરે રૂપ તેનું ફળ. તેનાથી છૂટતો નથી.' સભાઃ જરૂરી પરિગ્રહ મળ્યા પછી અમને જો આનંદ આવતો હોય તો તમને શું વાંધો ? અમને શું વાંધો હોય ? અમને કોઈ જ વાંધો ન હોય. આમ છતાં અમને વાંધો એટલે છે કે, અમારા હૈયે કરુણા છે અને જ્ઞાનીઓના વચનના સહારે જોતાં તમારું ભવિષ્ય જોખમમાં દેખાય છે, એટલે આટલું કહેવું પડે છે. જો તમારું ભવિષ્ય ઉજળું જણાતું હોત તો આ બધું કહેવાની કોઈ જરૂર ન હતી. ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે, “વં યુવા મુ 'પરિગ્રહ ભેગો કરશો તો તમે દુઃખથી છૂટી નહિ શકો. એનાથી તો દુઃખ વધશે. પરિગ્રહના કારણે કર્મસત્તાના સકંજામાં સપડાયેલાને સુખ ક્યાંથી હોય ? માટે લખ્યું છે કે – “બિલાડીની દોટે ચડીઓ ઉંદરડો શું મહાલે ?' પરિગ્રહ ગમે તેટલો મળે તોપણ ફૂલાવામાં મજા નથી. આ વાત તમને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨. - ૨ -- આતમ જાગો ! – 492 બરાબર સમજાઈ જાય તો આગળ હજુ ઘણી વાત કરવાની છે. આમ છતાં હજુ આગળ એટલા માટે નથી વધતો કે, જ્યાં સુધી આ વાસ્તવિકતા હૃદય સુધી નહિ પહોંચે, હૃદયમાં નહિ ઉતરે ત્યાં સુધી પરિગ્રહ પાછળની દોટ અટકશે નહિ. આગમ ગ્રંથો માત્ર વાંચી-સાંભળી લેવા માટે વાંચવાના-સાંભળવાના નથી, પણ જીવનમાં જીવવા માટે વાંચવાના-સાંભળવાના છે. કેટલાકનું તો અહીં પણ પ્લાનીંગ ચાલુ થઈ ગયું હશે. ક્યારે ઘરે જઈએ ! ક્યારે પાછો વેપાર કરીએ ! ક્યારે વ્યાપારમાં ઝંપલાવીએ અને ક્યારે ખર્ચેલું પણ બધું પાછું મેળવીએ ! એ વાત તો જવા દો, અહીં પણ આટલી અનુકૂળતા તો જોઈએ જ. આવી રૂમ જોઈએ જ, આટલી સગવડ તો જોઈએ જ અને આટલી સામગ્રી પણ જોઈએ જ - આવું થાય તે પણ પરિગ્રહવૃત્તિનું પરિણામ છે. પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીને કોઈએ પૂછ્યું હતું કે, સુખનો સહેલામાં સહેલો માર્ગ બતાવો. ત્યારે તેઓશ્રીએ એક મંત્ર આપ્યો હતો કે, “મારે કાંઈ જોઈતું નથી.” આ કેટલું સીધુંસાદું વાક્ય છે, પણ ગંભીર અર્થથી ભરેલું છે. મહાપુરુષો આગમોનું દોહન કરીને ઊંચામાં ઊંચાં, ઊંડામાં ઊંડાં તત્ત્વોને પણ કેટલા સહેલા શબ્દોમાં પીરસી દે છે. ન્યાયથી મળેલું ધન પણ છે તો પાપ જ ? સભા: આ પરિગ્રહ ન્યાયપૂર્વક મેળવેલો હોય તો ચાલે કે નહિ ? ના, ન ચાલે, પરિગ્રહ એટલે પરિગ્રહ, બંધન એટલે બંધન. “અનીતિના માર્ગે આવેલો પરિગ્રહ બંધન અને નીતિના માર્ગે આવેલો પરિગ્રહ બંધન નહિ - એવું નથી. નીતિના માર્ગે આવેલો પરિગ્રહ બંધન અને અનીતિના માર્ગે મેળવેલો પરિગ્રહ મહાબંધન. પણ બન્નેય બંધન તો ખરાં જ. એક બંધન અને બીજો મહાબંધન. સભા પૈસા વિના વ્યવહાર ચાલતો નથી. ચલાવવો છે જ કોને ? પરિગ્રહથી ચાલતો વ્યવહાર નથી ચલાવવો, એ માટે તો આ બધો પ્રયત્ન છે. આપણે તો એવો વ્યવહાર જીવવો છે કે, જેમાં પરિગ્રહની જરૂર જ ન પડે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 – 493 સભા તો “ન્યાયસંપન્નવિભવ:' - એમ શા માટે કહ્યું ? ન્યાયસંપન્ન વૈભવ'ની જે વાત કરાઈ છે, તે વૈભવની આવશ્યકતા કે ઉપાદેયતા બતાવવા માટે નહિ પણ ન્યાયની નીતિની આવશ્યકતા, ઉપાદેયતા બતાવવા માટે કરાઈ છે. ન્યાયસંપન્ન' એ પદ વૈભવની મહત્તા કે આવશ્યકતા બતાવતું નથી, એ પદ તો વૈભવ ઉપરનો અંકુશ છે. મૂળમાં પરિગ્રહ પાપ છે. દુઃખનું કારણ છે, માટે તે રાખવા જેવો નથી, છોડવા જેવો જ છે. આમ છતાં જેઓ પરિગ્રહને છોડી શકતા નથી, તેવા વિવિધ કક્ષાના જીવોને લક્ષ્યમાં રાખીને પરિગ્રહ ઉપર વિવિધ રીતે અંકુશ મૂકવામાં આવ્યો છે. માર્ગાનુસારીના વૈભવ ઉપર “ન્યાયસંપન્નતા' નો અંકુશ - ૧, સમ્યગ્દષ્ટિના વૈભવ ઉપર “હેયતાની પ્રતીતિ'નો અને “સમ્યગ્દર્શનને બાધ ન આવે એવા લોકો સાથે જ વ્યાપાર કરવાનો અંકુશ - ૨, દેશવિરતિધરને માટે “કર્માદાનના ધંધાનો ત્યાગ કરવાનો અને પરિગ્રહના પરિમાણનો' અંકુશ - ૩. આ રીતે વિધવિધ કક્ષાના સાધકો ઉપર વિધવિધ કક્ષાના અંકુશને મૂકીને તેમને પરિગ્રહના બંધનથી બચાવવાનો અને છોડાવવાનો પ્રયત્ન કરાયો છે. જેઓ હજુ દેશવિરતિ પણ પામ્યા નથી અને સમ્યગ્દર્શન પણ પામ્યા નથી, તેવા માર્ગાનુસારી કક્ષાના જીવોને હજુ પરિગ્રહ હેય, ત્યાજ્ય લાગ્યો નથી. તેથી તેને કહ્યું કે, જે પણ વૈભવ મેળવવો પડે તે નીતિના માર્ગે જ મેળવવો, અનીતિના માર્ગે ગમે તેટલો વૈભવ મળે તો પણ ન લેવો ન મેળવવો. આ કક્ષામાંથી આગળ વધીને જે સમ્યગ્દષ્ટિ બન્યા, તેમને કહ્યું કે, નીતિના માર્ગે મળેલા વૈભવને પણ હય,ત્યાજ્ય માનવાનો અને તેને મેળવતાં સમ્યકત્વને ક્યાંય દૂષણ ન લાગે તેની કાળજી રાખવી. દેશવિરતિધરની કક્ષાએ પહોંચેલાને કહ્યું કે, પરિગ્રહને ત્યાજ્ય માનીને નીતિના માર્ગે મળતા પરિગ્રહને પણ પરિમિત કરવાનો અને એને મેળવવામાં ક્યાંય કર્માદાનના ધંધા ન થઈ જાય, તેની કાળજી રાખવાની છે અને ધીમે ધીમે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ - ૨ - આતમ જાગો ! 494 પરિગ્રહ ઘટાડતા જવાનું છે અને એમાંથી આગળ વધીને જેમણે પરિગ્રહનો ત્યાગ કર્યો, તે સાધુને કહ્યું કે, “માસા વિ જ પત્થણ પરિગ્રહને મનથી પણ ઈચ્છવાનો નથી. કારણ કે, પરિગ્રહ દરેક રીતે દુઃખદાયી છે. એક તરફ તમે તમારી જાતને દેવ-ગુરુ ભક્તિકારક, સુશ્રાવક, એકવીશ ગુણસમેત, નમસ્કાર મહામંત્રના આરાધક – એવાં વિશેષણો ધરાવો અને બીજી તરફ તમે “પરિગ્રહ હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે,' - એ વાત આવે ત્યારે આઘા-પાછા થવા માંડો તે કેમ ચાલે ? સભાઃ અમે આઘાપાછા થવા નથી ઈચ્છતા પણ અમને અમારી લાચારી લાગે છે. પરિગ્રહ એ બંધન છે, છોડવા યોગ્ય છે, દુઃખનું કારણ છે – એવું તમે હૃદયથી સ્વીકારતા હો, આમ છતાં સત્ત્વની ખામી કે આસક્તિ વગેરે કારણે તમે પરિગ્રહને છોડી ન શકતા હો તો તમારું આજે નહિ તો કાલે પણ કલ્યાણ થશે. પણ તમારી આ સ્થિતિને ખરેખર તમે લાચારી માનો છો ? જેઓ એમ માને કે આ જમાનામાં ધન-સંપત્તિ વગર ન ચાલે, આ બધામાં પાપ-પાપ કરે ન ચાલે. ન્યાય-નીતિની વાતો ન ચાલે” – આવી વિચારધારાવાળા લોકો અહીં આવીને કરોડો ખર્ચો તો પણ તેની કોઈ કિંમત નથી. કારણ કે તેમનું મિથ્યાત્વ અકબંધ છે, જ્યાં સુધી એમની આવી મનોવૃત્તિ હશે ત્યાં સુધી એમનું કલ્યાણ ક્યારેય નહિ થાય. સભા સાહેબ ! આટલું બધું કડક કહેશો ? હા, આ ચોયણાની ભાષા છે. તમે સાચું, હિતકર, ભગવાનનું કહેલું સાંભળવા આવ્યા છો, એમ માનીને આટલું જોરથી બોલું છું. તમારા હિતાહિતની ઉપેક્ષા કરીને તમને ગમતું સંભળાવવાનું મારાથી નહિ બને. આમ છતાં જો તમારે ગમતું જ સાંભળવું હોય તો આ પોથી બંધ કરી દઉં. જ્યાં સુધી મિથ્યાત્વ મંદ નહિ પડે ત્યાં સુધી વૈભવ ઉપર ન્યાયસંપન્નતાનો અંકશ નહિ ગમે. જેને ન્યાયસંપન્નતા ગમે, જે નીતિના માર્ગે જ વૈભવ મેળવે, તેનું મિથ્યાત્વ મંદ પડ્યું ગણાય. છેવટે વૈભવ મેળવવા જેને અનીતિ કરવી પડતી હોય તેને પણ તે જરાય ન ગમતી હોય, તો પણ મિથ્યાત મંદ પડ્યું ગણાય. બાકી તો મિથ્યાત્વ ગાઢ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 જેને અનીતિ કરવી પડતી હોય પણ તે તેને ડંખતી હોય. અનીતિ કરવી પડે તેવી કમનસીબી સાલતી હોય, નીતિમત્તા મારા જીવનમાં ક્યારે આવે, એવો જેનો મનોરથ હોય, હું આટલું ય કરી શકતો નથી ? એનું જેને દુઃખ હોય તેનો નંબર મંદ મિથ્યાદૃષ્ટિમાં આવી શકે. પણ જે માને કે આ જમાનામાં અનીતિ વગર ચાલે જ નહિ અને બીજાને પણ એવું મનાવે, તેનું મિથ્યાત્વ ગાઢ છે. પરિગ્રહને હેય માને તેનામાં જ સમકિત ટકે : ૨૧૫ માટે જ કહ્યું કે ચોથું ગુણસ્થાનક ક્યારે આવે ? હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય માને ત્યારે જ. સભા : નવતત્ત્વને ન જાણે તેનામાં સમકિત હોય ? જે નવતત્ત્વને ન જાણે તેનામાં સમકિત હોય, પણ જે નવતત્ત્વને ન માને તેનામાં સમકિત ક્યારેય ન હોય. - 'भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं ।' ‘ભાવથી શ્રદ્ધા કરતો, ‘ન જાણતો’ હોય તો પણ તેનામાં સમ્યક્ત્વ હોય.' - 495 તમે મને આડી-અવળી વાતોમાં ન લઈ જાઓ ! જે વાત ચાલે છે, તેમાં બરાબર ધ્યાન આપો અને મને સીધો જવાબ આપો કે પરિગ્રહને પાપ માનો છો ? સભા : માનીએ છીએ. હૈયાથી કે હોઠથી ? હમણાં સાપ આવે તો જેવો ડર લાગે તેવો પરિગ્રહને જોઈને ડર લાગે છે ? જૂના જમાનામાં ગામડાંનાં મકાનોની શૈલી એવી હતી કે પહેલાં બેઠક ખંડમાઢ આવે, પછી ચોક આવે તે પછી આંગણું આવે, તે પછી ઓસરી આવે, પછી ઓ૨ડા આવે અને ઓસરીની બાજુમાં રસોડું આવે. એ જમાનામાં સારી અને ખોટી એમ દરેક પ્રકારની સ્વાગતની કેટલીક રીતો રહેતી. એ ખોટી રીતો પૈકીની એક એવી પણ રીત હતી કે, જેમાં ફૂંકવા માટે ચલમ આપીને સ્વાગત કરાતું. જુના જમાનામાં બધું જ સારું હતું - એવું ન હતું. એટલે જુનું એટલું સોનું - એમ આંખ મીંચીને બોલવા જેવું નથી. એમાં પણ બહુ જ વિવેક કરવો પડે તેમ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ——— ૨ – આતમ જાગો ! – 496 છે. આ તો મારે તમને જે મુદ્દો સમજાવવો છે, તે માટેનું દૃષ્ટાંત આપવાની ભૂમિકા કરી રહ્યો છું. એ જમાનામાં આવનાર મહેમાનના સ્વાગત માટે જે ચલમ ફૂંકવા અપાતી, તેમાં તમાકું ભરેલું રહેતું, પણ એને સળગાવવા અંગારાની જરૂર રહેતી. કારણ કે લાઈટ-બાકસનો એ જમાનો ન હતો. આ અંગારો લેવા છેક રસોડામાં જવું પડતું. રસોડામાં પણ અંગારો પકડવા દર વખતે ચીપિયો વગેરે સાધનો હાથવગાં ન રહેતાં, તેથી ગામડાના લોકો ચૂલામાંના એ અંગારાને સીધો હાથથી પકડી લેતા, પણ એમને ખબર હતી કે, આ અંગારો, બાળનારો છે, એટલે એને હાથમાં રમાડતાં રમાડતાં લઈને આવતા. રસોડું, ઓસરી, આંગણું, ચોક પસાર કરી છેક માઢ-બેઠક ખંડ સુધી આવતા અને મહેમાનની ચલમમાં એ અંગારો મૂકી આપતા, પણ ત્યાં સુધી એ અંગારાને હાથમાં એવી રીતે રમાડતા કે, ક્યાંય દાઝી ન જવાય. આ રીતે અગ્નિનો વ્યવહાર કરવા છતાં તેઓ ક્યારેય દાઝતા નહિ. એઓ ક્યારે ય પણ એ અગ્નિને મુઠ્ઠી વાળીને ન લેતા, એને દાબીને પકડી ન રાખતા, અને એને ક્યારે ય ખિસ્સામાં ન મૂકતા. કારણ કે, એમને ખબર હતી કે આ અંગારો બાળનારો છે. માટે જ તેઓ સીધો અગ્નિ સાથે વ્યવહાર કરવા છતાં ક્યારે ય દાઝતા નહિ. તે જ રીતે નવતત્ત્વના જાણકાર કે શ્રદ્ધાવાળા સમકિતી શ્રાવકને જ્યારે પૈસો લેવાનો વારો આવે ત્યારે એને બરાબર ખબર હોય કે, આ બાળનાર છે, એટલે એ હાથમાં લે ત્યારથી જ છોડવાની પેરવીમાં હોય. સાત ક્ષેત્ર વગેરેમાં વાપરવાની ભાવનામાં ૨મતો હોય, તક મળે કે તરત જ તે મળેલો પૈસો સાતક્ષેત્ર વગેરેમાં વાપરીને હળવાશ અનુભવતો હોય. તેને પૈસો સંઘરવો કે અંદર ભરવો ન ગમે. કારણ કે એ એને બાળનારો માને છે. બોલો, તમારી શું સ્થિતિ છે ? પૈસો જ્યારથી આવ્યો ત્યારથી રમાડો છો ને ? ક્યારે વાપરું, ક્યારે વાપરું તેમ જ થાય છે ને? સભા સહેલું કરો ને ! પૈસાથી દાઝવું ન હોય તો પૈસો લેવો જ નહિ, એ સૌથી સહેલો રસ્તો છે. પૈસો રાખવો અને દાઝવું નહિ કે, સંસારમાં ડૂબવું નહિ, તે લોટ મોઢામાં Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 497 રાખીને ભસવા જેવું કઠણ કામ છે. સહેલામાં સહેલું એ છે કે એને લેવો નહિ અને પ્રબળ પુણ્યના ઉદયથી જે પણ મળ્યો હોય તેને સંપૂર્ણ છોડી દેવો. સાપ ખિસ્સામાં રાખવો છતાં કરડે નહિ એવી અપેક્ષા રાખવા કરતાં સાપને છોડી દેવો સારો. સભાઃ સાપની દાઢોમાંથી ઝેરની કોથળી કાઢી લઈએ તો ? શું ઝેરની કોથળી તમે કાઢી નાંખી છે ? પરિગ્રહ એ સાપ છે અને પરિગ્રહની મૂચ્છ-મમતા, એ ઝેરની કોથળી છે. તમારી મૂચ્છ-મમતા નીકળી ગઈ છે ? તમારી વાત તો બાજુમાં રાખો ! અમારી વાત કરીએ તો અમારે માટે પણ ઘણી ઘણી સાવધાનીઓ બતાવી છે. અહીં મૂકેલા રૂપિયાનું ઝેર સાધુને ન ચડે એટલા માટે જ્ઞાની ભગવંતોએ સાધુને કહ્યું છે કે, એની ઉપર નજર પણ નહિ માંડતા, દશની નોટ મૂકી કે સોની મૂકી, એ જોવાનું મન થાય તો પણ બંધન ઊભું થાય. માટે જ કહ્યું કે, “મુરપ વત: ' “માયા દેખી મુનિવર ચળે.” એટલે અમને એને અડવાની તો ના પાડી પણ એની સામે જોવાની પણ ના પાડી. પૈસો રાખવો તે પણ બંધન, રખાવવો તે પણ અને રાખનારને સારો માનવો કે તેને ટેકો આપવો તે પણ બંધન. પૈસાવાળાને જોઈ સાધુને એની દયા આવે ? સાધુએ પરિગ્રહ રાખ્યો નથી, રખાવ્યો નથી, પણ કોઈ આવીને સાધુને કહે કે, “સાહેબ ! ઓળખો છો આ ભાઈને ?” ૧૦૦ કરોડની પાર્ટી છે, ત્યારે સાધુ એને અનુમોદન મળે, ટેકો મળે, એવું કોઈ પણ વચન બોલે, તો એ બોલવાથી પણ સાધુ બંધાય. એનાથી સાધુનું પાંચમું મહાવ્રત જોખમમાં મૂકાય અને ચાલ્યું પણ જાય. સભા શું બોલવું સાધુએ ? બોલવું ન પડે, અંદરથી ઉઠે. કોઈ કહે કે, આ ભાઈને ત્રીજા સ્ટેજનું કેન્સર છે, - એવું સાંભળીને સાધુને તેના પ્રત્યે જેવી દયા આવે તેવી દયા સાધુને પૈસાના બંધનવાળાને જોઈને આવે. આવી દયા જેને આવે એના મોઢામાંથી અનુમોદનાના ઉદ્ગારો ન નીકળે પણ દયાના-કરુણાના ઉદ્ગારો નીકળે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૨ - આતમ જાગો ! - 498 વીતરાગનો માર્ગ હજુ જેણે પરિણતિમાં ઉતાર્યો ન હોય, પચાવ્યો ન હોય, જીવનમાં જીવ્યો ન હોય, એને જ શ્રીમંતને જોઈને ગલગલીયાં થાય. વીતરાગ માર્ગના સાચા સાધુને એવું ક્યારેય ન થાય; એને તો શ્રીમંતોની, સત્તાધીશોની દયા જ આવે. અર્થ કે કામને કર્તવ્યરૂપ પુરુષાર્થ માનવો, તે પ્રબુદ્ધપણાની નહિ પણ અબુધપણાની નિશાની છે : પરમતારક ગુરુદેવના જીવનમાં બનેલો અને જોયેલો એક પ્રસંગ કહું. પૂજ્ય ગુરુદેવશ્રીજીની બહુ જ સેવા કરનારા એક બહુ મોટા શ્રીમંત, બેસતા વર્ષે પોતાના પરિવાર સાથે માંગલિક સાંભળવા આવ્યા. વાસક્ષેપ નખાવ્યા પછી તે ભાઈએ વિનંતી કરી. “સાહેબ ! બધાને લઈને આવ્યો છું, કાંઈક હિતશિક્ષા આપો !” ત્યારે એ મહાપુરુષે કહ્યું – “આ મજૂરી ક્યારે છોડવી છે? કેટલાં વર્ષો સુધી આ બધી મજૂરી કરવી છે ? હજુ આ બધો ધંધો ક્યાં સુધી કરવો છે ? શું ઓછું છે કે – આટલાં બધાં પાપનાં પોટલાં ભેગાં કરો છો ? ક્યાં જશો એનો કોઈ વિચાર આવે છે ?” બેસતા વર્ષે માંગલિક સાંભળવા આવેલાને આવું કહી શકાય ? આ હતો સાચી સાધુતાનો ઓડકાર, નિબંધતાનો ધબકાર. વિ. સં. ૨૦૨૫મી સાલમાં એક પુણ્યાત્માએ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં જામનગરથી જૂનાગઢનો સંઘ કાઢ્યો. બહુ ઉદારતાપૂર્વક કાઢ્યો. તેમની ઉદારતા સમજાવવા માટે એક પ્રસંગ કહું. એક દિવસ આરાધકોને એકાસણામાં બેસાડવાનું મોડું થયું. આરાધકોના મોઢા ઉપર ગ્લાની દેખાઈ. સંઘવીને ખબર પડી. કાર્યકર્તાઓને બોલાવીને પૂછ્યું કે, “આટલું મોડું કેમ થયું ?” “લાકડાં લીલાં આવી ગયાં હતાં, એટલે સળગતાં વાર લાગી' - એવો જવાબ મળ્યો. એ સાંભળી એમણે તરત જ કહ્યું કે, “ઘી-તેલના ડબ્બા ક્યાં ગયા હતા ? – ઠલવી દેવા'તાને ચૂલામાં !” સંઘમાં આવેલા સાધર્મિકોને તકલીફ થાય તે કેમ ચાલે ? આવી ઉદારતાવાળા પુણ્યાત્માનો સંઘ પૂરો થયો. ભક્તિભાવમાં લીન બનીને પ્રભુ સમક્ષ ખૂબ નાચ્યા, ખૂબ નાચ્યા. એ પછી પાછા વળતાં આશીર્વાદ લઈને હિતશિક્ષા માંગી; ત્યારે ગુરુદેવે શું કહ્યું હશે ? “હવે સમેતશિખરનો બીજો સંઘ કાઢજો !' ને, તેઓશ્રીએ એવું કશું જ ન કહ્યું, તેઓશ્રીએ તો પૂછયું કે, “હવે આ ધંધો-ધાપો ક્યારે બંધ કરવો છે? – આ બધો પૈસો એમને એમ આવે છે ? Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 499 એને માટે તમારે આરંભ-સમારંભથી લઈને કેટકેટલાં પાપ કરવાં પડે છે ? એના પરિણામનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? બહુ ગંભીરપણે વિચારશો તો તમને એક દિવસ આ ધંધો કરવાનું મન નહિ થાય” વગેરે કહ્યું અને એ પછી એઓ જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે પરમતારક ગુરુદેવશ્રી આ વાતની ફરી ફરી ઉઘરાણી કરતા. સભા: મહેનત કરવી ન પડે અને લક્ષ્મી આવ્યા જ કરે તો વાપરવી સારી કે ધંધો બંધ કરવો સારો ? ઘરમાં કચરો આવે ત્યારે તો કાઢવાની જ મહેનત કરવાની હોય પણ પહેલા નંબરે તો ઘરમાં કચરો ન આવે તે માટેનો જ પ્રયત્ન હોય ને ? સભાઃ લક્ષ્મી કચરો છે ? તો શું એ સોનું છે ? એક વાત નોંધી લો કે, આ લક્ષ્મી એ માત્ર કચરો જ નથી, એ આગ પણ છે. કેટલાયના જીવનમાં એણે આગ લગાડી દીધી છે. કલિકાલસર્વજ્ઞશ્રીજી તો પરિગ્રહની આશાને રાક્ષસી કહે છે અને તૃષ્ણાને પિશાચીની ઉપમા આપે છે. જે દિવસે તમને આ સમજાશે તે દિવસે તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો એમ માનજો. લક્ષ્મીનાં બે રૂપઃ એક દેવી – બીજી ડાકણ : સભા શું લક્ષ્મી આવે એટલે એકાંતે અહિત જ કરે ? હું કોઈપણ વાત એકાંતે નથી કહેતો. જે વસ્તુ મોટે ભાગે બને છે, તે કહું છું. બાકીનો આધાર તો જીવની લાયકાત અને એના પુણ્યના પ્રકાર ઉપર રાખે છે. જેનો પાપાનુબંધી પુણ્યોદય હોય તેને ત્યાં આવેલી લક્ષ્મીથી એનું અહિત થાય અને જેનો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેને ત્યાં આવેલી લક્ષ્મીથી એનું અહિત ન થાય. કારણ કે, પાપાનુબંધી પુણ્યની આવનાર લક્ષ્મી ડાકણના રૂપે આવે છે; જ્યારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયી આવનાર લક્ષ્મી દેવીના રૂપે આવે છે. આમ છતાં એ બન્નેમાંથી કોઈ પણ પ્રકારે આવેલ લક્ષ્મી જ્યાં સુધી હોય ત્યાં સુધી ગણાય તો બંધન જ. એક લોઢાનું અને એક સોનાનું. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૨ - આતમ જાગો ! – 500 સભા લક્ષ્મીનાં દેવી અને ડાકણ આ બે સ્વરૂપ કેવી રીતે ? લક્ષ્મી બે સ્વરૂપે આવે છે - એક ડાકણ સ્વરૂપે અને એક દેવી સ્વરૂપે. ઉત્તમ દેવ-દેવીને બોલાવો ત્યારે જ એ આવે અને વિસર્જન કરો એટલે તરત જતાં રહે, તેઓ જ્યારે પણ આવે ત્યારે મુખ્ય દ્વારેથી એટલે કે સીધે રસ્તે આવે અને તે આવે એટલે વાતાવરણ પણ દિવ્ય બની જાય. ચારે બાજુ સુગંધ-સુગંધ પ્રસરી જાય. વાતાવરણમાં દિવ્યતાનો, સુખનો, શાંતિનો, સંપનો, આનંદનો અનુભવ થાય; જ્યારે ડાકણ વગેરે ભૂતડાં તો વગર બોલાવ્યું આવી જાય, પેસી જાય અને વળગી જાય. આવ્યા પછી એ સીધી રીતે ક્યારેય ન જાય. મોટે ભાગે જીવ લઈને જ જાય. એ ક્યારેય સીધા માર્ગે ન આવે, પાછલા બારણે જ આવે અને આવે એટલે અશાંતિ ફેલાય અને પૂરા ઘરનું વાતાવરણ અજંપાવાળું વિદ્વેષવાળું, બની જાય. હવે તમે તમારા ઘરની પરિસ્થિતિ જોઈને કહો કે, તમારા ઘરમાં આવેલી લક્ષ્મી એ દેવીના સ્વરૂપે આવી છે કે ડાકણના સ્વરૂપે ? તમારા ઘરમાં જે પણ લક્ષ્મી આવી છે, તે સીધે રસ્તે આવી છે કે આડે રસ્તે ? લક્ષ્મી જો દેવી સ્વરૂપે આવે તો ઘરમાં પરસ્પરનો સંપ, નિરવ શાંતિ, ઉત્તમ વિચારો, વડીલોનો વિનય, દેવ-ગુરુની ભક્તિ, ઉત્તમ માર્ગે વાપરવાના મનોરથો થાય અને ઈચ્છા કરો ત્યારે એ સહેલાઈથી છૂટી જાય. પણ જો લક્ષ્મી ડાકણના સ્વરૂપે ઘરમાં આવે તો ઘરમાં અશાંતિ, અજંપો, કુસંપ, ફ્લેશ, કંકાસ, ખોટા વિચારો, ખોટા માર્ગે વાપરવાનાં જ વિચારો આવે. સારા માર્ગે સારી રીતે વાપરવાનું કે છોડવાનું મન ન થાય અને છેલ્લે જીવ લઈને જાય. તમારો વળગાડ ઉતરે તેમ છે ? તમને પૂછું છું ? ધન્ના-શાલિભદ્રને ત્યાં લક્ષ્મી, દેવી સ્વરૂપે આવી તો તેઓએ તેને ભોગવી પણ જાણી અને છોડી પણ જાણી. જ્યારે મમ્મણને ત્યાં લક્ષ્મી, ડાકણ સ્વરૂપે આવી તો તે તેને ભોગવી પણ ન શક્યો ને છોડી પણ ન શક્યો. એ એનો જીવ લઈને ગઈ અને એને સાતમી નરકે ઘસડી ગઈ. આમ છતાં ભગવાન કહે છે, શાલિભદ્રની લક્ષ્મી તે પણ પરિગ્રહ અને તે પણ બંધન. માટે જ તેમણે છોડી અને એ છોડીને આવ્યા ત્યારે જ ભગવાને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 501 તેમને સ્વીકાર્યા, નહિ તો ભગવાને કહ્યું હોત કે, “તમે જ્યાં છો ત્યાં બરાબર છો. તમારે આ બધું છોડવાની જરૂર નથી. કારણ કે, તમારે અત્યારે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પ્રવર્તે છે. એ પુણ્ય પણ પ્રકૃષ્ટ કોટિનું છે. ધનસંપત્તિ મેળવવા તમારે ક્યાંય પુરુષાર્થ પણ કરવાની જરૂર પડતી નથી. સીધે સીધી રોજ નવ્વાણું પેટી દેવલોકમાંથી ઊતરે છે. એનાથી થાય તેટલો દાનધર્મ કરો ! તમારે આ બધું છોડવાની જરૂર નથી' – પણ તેમને ભગવાને આવું કશું જ ન કહ્યું અને બધું જ છોડીને આવ્યા એટલે તરત દીક્ષા આપી. આ અંગે તમે વિચારો કે ભગવાને આવું કેમ કર્યું ? શાલિભદ્રની લક્ષ્મી એ પણ બંધન જ : સભા શાલિભદ્રને બંધન ક્યાં હતું ? બંધન તો હતું જ, પણ તે તમારા બંધન જેવું ઘાતક બંધન ન હતું. જો એ બંધન જ ન હોત તો જેટલો સમય સંસારમાં રહ્યા, તે ન રહ્યા હોત અને જ્યારે છોડવાનું નક્કી કર્યું, ત્યારે પણ રોજ એક એકનો ત્યાગ કરવાનું વિચાર્યું ન હોત. બત્રીસેય પત્ની વગેરેનો તેમણે એક ઝાટકે ત્યાગ ન કર્યો. માટે તો ધન્નાજીએ એમને કાયર કહ્યા અને એ સાંભળતાં જ એમનાં બંધન તૂટ્યાં. તેથી તે પછી બાકીનું બધું એક ઝાટકે છોડવા તૈયાર થયા. આ બધું વિચારશો તો સમજાશે કે, આ બધાં બંધનો કેટલાં ભારે હોય છે. સભા એટલે આપ એમ કહેવા માંગો છો કે, બધાએ સંસાર છોડી જ દેવો જોઈએ? હા, છોડી જ દેવો જોઈએ. એમાં પ્રશ્નને કોઈ અવકાશ જ નથી. આમ છતાં જેને લાગે કે, અમે બંધાયા છીએ, એને જ આ વાત ગમવાની છે. જેને લાગે કે, અમે ડુબીએ છીએ, એને જ આ વાત ગળે ઉતરવાની છે, બીજાને નહિ. સભા : શું નાનાં નાનાં છોકરાઓને પણ આ જ વાત લાગુ પડે ? હા, દરેકને માટે લાગુ પડે. નાનાં છોકરાં માટે પણ લાગુ પડે અને કિશોરો માટે પણ લાગુ પડે. યુવાનો માટે પણ લાગુ પડે અને પ્રૌઢો, વૃદ્ધો માટે પણ લાગુ પડે. સંસાર તો સાગર જેવો છે, જેમાં બધા જ ડુબી રહ્યા છે. કરુણાસાગર પ્રભુએ સૌને ઉગારી લેવા આ ધર્મ - શાસનરૂપ જહાજને વહેતું મૂક્યું છે. જે એમાં ન ચડી શકે, તેને માટે નાનાં નાનાં વ્રતો, નિયમોરૂપી હોડીઓ, તરાપાઓ તરતા Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ ૨ - આતમ જાગો ! – 502 મૂક્યા છે. એમાં પણ ન ચડી શકે તેને માટે સમ્યગ્દર્શનનાં દોરડાં નાંખ્યા છે. જે પણ એનો સહારો લેશે, તે તરશે, એનો સહારો નહિ લે તે ડુબશે. પરિગ્રહ અનેક ઉપમાઓથી ભયંકર : સભા શું આપ એમ કહેવા માંગો છો કે, જેને જેને સંસાર છોડવો હોય, તે બધાને છોડવા જ દેવો. કોઈને રોકવા જ નહિ? ના, હું માત્ર એટલું જ નથી કહેતો કે, “જેને સંસાર છોડવો હોય તે બધાને છોડવા દેવો, કોઈને રોકવા નહિ.” પણ હું તો ઉપરથી એમ કહું છું કે - “જેને સંસાર નથી છોડવો - એમને પણ સંસારની વાસ્તવિકતા સમજાવી સંસાર છોડવાની પ્રેરણા કરવી અને એ પ્રેરણા જે પણ ઝીલે તે દરેકને સંસાર છોડવામાં દરેક રીતે સહાયક બનવું.' મકાનમાં જ્યારે આગ લાગી હોય ત્યારે જે કોઈ બચવા માંગે, ભાગવા માંગે તેને તો ભાગવા જ દેવા, પણ જે ઊંઘમાં હોય અને ભાગવા ઈચ્છતા ન હોય તેને પણ જગાડવા, ભાગવાની પ્રેરણા કરવી અને એને ભાગવામાં જે રીતે સહાયક થવાય તે રીતે સહાયક થવું. મકાનમાં આગ લાગી હોય, આખું મકાન ભડકે બળતું હોય, ત્યારે જેને પણ બચવું હોય તેને રોકવાનો પ્રયત્ન કરવો, એ તો કેટલું મોટું પાપ છે. તેમ પાપમય સંસારથી જે બચવા માંગે તે દરેકને બચાવવા એ અમારું તમારું સૌનું સહિયારું કામ છે. પણ આ બધું ત્યારે જ બને કે, જ્યારે સર્વત્ર બંધન, બંધનની અનુભૂતિ થાય, આખો સંસાર ભડકે બળતો લાગે. જ્યાં સુધી આ પરિગ્રહ એ બંધન નહિ લાગે, એ ભડકે બળતી આગ જેવું નહિ લાગે, એ સાપનાં રાફડા જેવું નહિ લાગે ત્યાં સુધી એનાથી છૂટાશે નહિ. જ્ઞાનીઓએ તો પરિગ્રહની દારૂણતા બતાવવામાં કાંઈ મણા રાખી નથી. - એમણે પરિગ્રહને સમુદ્રમાં ડૂબી રહેલા જહાજની ઉપમા આપી છે. જેમ મોટું પણ જહાજ એમાં રહેલા ભારથી ડૂબીને તળીયે જાય છે, તેમ આત્મા પરિગ્રહના ભારથી ભવસાગરમાં ડૂબી જાય છે. - એમણે પરિગ્રહને વાવંટોળની સાથે સરખાવ્યો છે. વાવંટોળ જૂના, સ્થિર, દઢમૂળ વૃક્ષોને પણ ઉખેડી ફેંકી દે છે, તેમ પરિગ્રહ વૈરાગ્યાદિ ગુણોને ઉખેડી ફેંકી દે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - w - એમણે પરિગ્રહને લોઢાની નાવ સાથે સરખાવતાં કહ્યું કે - લોઢાની નાવમાં બેસીને સમુદ્રને તરવાની ઈચ્છા રાખવી જેમ વ્યર્થ છે, તેમ પરિગ્રહ ભેગો કરીને મોક્ષ ઈચ્છવું વ્યર્થ છે. 503 આગળ એમણે જણાવ્યું છે - પરિગ્રહ છે ધર્મના ફળરૂપે જ પણ એ મારક છે, દાહક છે. ચંદનવૃક્ષથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ બાળે જ છે. તેમ ધર્મથી મળેલો પરિગ્રહ પણ બાળનારો છે. આ એક-એક પૈસા પાછળ કેટલાં આરંભનાં પાપ? કેટલાં સંકલ્પ-વિકલ્પનાં પાપ? કેટલાં આર્ત્ત અને રૌદ્રધ્યાનનાં પાપ ? આ પરિગ્રહને કારણે સગ્ગા ભાઈ સાથે કેટલા ક્લેશ ને સંક્લેશ ? ખુદની પત્ની સાથે કેટલો ક્લેશ ? ખુદનાં માવતર સાથે કેટલા કજીયા ? જો તમે બરાબર વિચાર કરશો તો તમને ય સમજાશે કે, આ પૈસાની પાછળ તો તમારી આખી જિંદગી પાયમાલ થઈ ગઈ. ક્યાંય શાંતિ છે ? મુંબઈમાં વસનાર કોઈપણ વ્યક્તિની અવદશાનો વિચાર કરો તો પણ ખ્યાલ આવે કે, એ કેવો અશાંતિની આગમાં શેકાઈ રહ્યો છે અને અસલામતિમાં અટવાઈ ગયો છે. એક માત્ર પૈસાની ખાતર પોતાનું ગામ છોડ્યું. ગામનાં મોટામાં મોટાં ૫૦ ૧૦૦ માણસ રહી શકે એવાં મકાન મૂકી મુંબઈની દસ બાય દસની ઘોલકીમાં ભરાયો. પારિવારિક જીવન છોડી વૈયક્તિક-એકલવાયું જીવન જીવવાનું ચાલુ કર્યું. કેટલાક તો સગાં મા-બાપને મૂકીને અહીં આવ્યા તો કેટલાક તો તાજી પરણેલી સ્ત્રીને મૂકીને પણ અહીં આવ્યા અને લઈને આવ્યા તે પણ અટવાણા. રોજ સવારે ઘડીયાળના કાંટે ઉઠવાનું, ઘડીયાળના કાંટે ન્હાવાનું, ઘડીયાળના કાંટે ચા-પાણી કરવાનાં, ઘડીયાળના કાંટે ઘરથી નીકળવાનું અને ઘડીયાળના કાંટે ગાડી પકડવા પ્લેટફોર્મ પર પહોંચવાનું. ઘડીયાળના કાંટે ઑફિસે જવાનું અને ઘડીયાળના કાંટે ઘરે આવવાનું. ઘરની વાતચીત પણ ઘડીયાળના કાંટા જોઈને કરવાની અને છેવટે સૂવાનું પણ ઘડીયાળના કાંટાના આધારે. કેવી યંત્રવત્ જીંદગી ? ક્યાંય પોતાની સ્વતંત્રતા કે હળવાશનું નામ નહીં. બચારો સવારના પહોરમાં હાંફળો ફાંફળો થઈ ઉઠ્યો, રઘવાટમાં ને રઘવાટમાં ચા-પાણી કરી તૈયાર થયો. રઘવાયો રઘવાયો ઘરથી નીકળ્યો, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ ૨ - આતમ જાગો ! – 504 રઘવાયો રઘવાયો દોડ્યો, હાંફતો હાંફતો પ્લેટફોર્મ ઉપર પહોંચ્યો, મોતનાં મોઢામાં જવાનું હોય તેમ પાછળના ધક્કાથી ગાડીમાં ભરાણો. બકરાંની જેમ અંદર ભીસાણો, ઉનાળાની ગરમીમાં બફાણો, કલ્પના ન આવે એટલા સફોકેશનમાં મૂરઝાણો, જગ્યા ન મળી તો સળીયે ભેરવાણો, વચ્ચે થાંભલો આવ્યો ને ભટકાણો તો પરલોકની વાટે સીધાવ્યો. એમાં જો બચી ગયો તો પાછળનાં ધક્કાથી સ્ટેશન ઉપર ઠલવાણો, આશાવાદમાં જીવવાનું. રઘવાયા રઘવાયા ઓફિસે પહોંચવાનું. પહોંચીને કેટલાં ય ને સલામ ભરવાની - કેડ તોડીને કામ કરવાનું. સાંજ પડે એટલે એ જ રીતે રઘવાયા-રઘવાયા દોડવાનું, ગાડીમાં ભરાવાનું. છેલ્લે સ્ટેશન ઉપર ઠલવાવાનું. જે રીતે હાડકાં પાંસળાં એક કરીને ઘરે પહોંચવાનું. જ્યારે ઘરે પહોંચે ત્યારે સાવ નખાઈ ગયો હોય, ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો હોય, ગળું સુકાતું હોય, પાણી અને હુંફ બેયની તરસ જાગી હોય. મનમાં થાય કે પત્ની ઠંડો પાણીનો ગ્લાસ આપે તો સારું. જરા લાગણીથી ખબર-અંતર પૂછે તો સારું, બે હંફના બોલ બોલે તો સારું. ત્યાં તો એ પૂછી બેસે કે, “સવારે જે બધું લાવવાનું કહ્યું હતું તે લાવ્યા ? અને જો ના પાડી તો પછી થાય ધડાકો. ન મળે પાણી કે ન મળે પ્રેમ. ન મળે હુંફ કે ન મળે હામ. પાણી પણ જાતે પીવાનો વારો આવે અને ભાણું પણ જાતે ભરવાનો વારો આવે અને એમાંય હૈયાને દઝાડે એવાં તીખા તમતમતાં વેણ સાંભળવાનો વારો આવે. આમાં સુખ ક્યાં આવ્યું ? પૈસાવાળાને હજાર દુઃખ : આટલી બધી હાડમારી ભોગવીને મેળવેલા ધનની પણ સુરક્ષા ક્યાં ? સરકારથી બચવાનું, ભાઈલોકથી બચવાનું, ખુદની પત્નીથી પણ બચવાનું અને પરિવારથી પણ બચવાનું. કોઈ ચોરી ન જાય તેનું ય ટેન્શન અને જે બેન્ક કે કંપનીમાં મૂક્યા હોય તે બેન્ક કે કંપની જરાક આમ-તેમ થઈ તો તેનું ય એટલું જ ટેન્શન. વ્યાજે મૂક્યા અને વ્યાજ ઘટ્યું તો ય ટેન્શન. કોઈ પાર્ટીને આપ્યા અને પાર્ટી હાલમ-ડોલમ થઈ તોય ટેન્શન. બેન્કમાં મૂક્યાં ને બેન્ક ઉઠી ગઈ તોય ટેન્શન અને ઘરમાં રાખ્યા ને રાતે બારી કે બારણું ખખડ્યું તો એનું ય ટેન્શન. ક્યાંય શાંતિ છે ? Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 – 505 ‘યોગશાસ્ત્રના આંતશ્લોક'માં જણાવ્યું છે કે – રાન-તસ્કર-તાલા-વદ્વિ-તોયfમમઃ | धनैकतानै-निभि-निशास्वपि न सुप्यते ।।' “રાજા, ચોર, દેવાદાર, અગ્નિ, પાણી આદિતા ઉપદ્રવોથી ડરેલા તેમજ ધનરક્ષામાં જ એકતાન બનેલા શ્રીમંતો રાત્રે સૂતા પણ નથી.' 'दुर्भिक्षे वा सुभिक्षे वा, वने जनपदेऽपि वा । शङ्काऽऽतङ्काकुलतया, धनी सर्वत्र दुःखितः ।।' "દુકાળ હોય કે સુકાળ, જંગલ હોય કે તગર, બધે જ શંકારૂપ આતંકથી આકુળ-વ્યાકુળ બનેલ શ્રીમંત દુઃખી જ હોય છે.' માટે જ કહ્યું છે કે, આ પૈસો - આ પરિગ્રહ એ આગ છે આગ, ભડભડ બળતી આગ, જીવતા જીવને બાળીને રાખ કરતી આગ, સમગ્ર જીવતરને અને આધ્યાત્મિક ચેતનાને ભસ્મસાત્ કરતો દાવાનળ. તેનાથી જે જાગે અને ભાગે તે જ બચે. બાકીનાનો તો ક્યાંય પત્તો ય નહિ લાગે. ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ છેલ્લી ધર્મદેશનામાં ચાર પુરુષાર્થની વાત કરી. તેમાં પણ કહ્યું કે - અર્થવન્તો નામધેવાન પરમાર્થતા ' અર્થ એ કામ નામના જે પુરુષાર્થ છે. વાસ્તવિક રીતે તો અનર્થ કરનારા છે.' આજે કમનસીબે અર્થ અને કામ સેવવા જેવા છે. એવી આત્મઘાતક વાતો આર્યસંસ્કૃતિને નામે થઈ રહી છે. ભગવાન અર્થનો અનર્થકારી કહે અને અમે જો એને અર્થભૂત કહીએ તો એ અમારું પ્રબુદ્ધપણું ગણાય કે અબુધપણું ગણાય ? ભગવાન જે અર્થ-કામને નામના પુરુષાર્થ કહી છોડવા જેવા કહે, તે અર્થકામને અમે પુરુષાર્થ તરીકે ઓળખાવી સેવવા જેવા કહીએ તો એ અમારા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ૨ - આતમ જાગો ! - 506 પ્રબુદ્ધપણાનું પરિણામ છે કે, અમારા અબુધપણાનું પરિણામ છે? જો અમે અમારી જાતને ભગવાન કરતાં ય વધારે પ્રબુદ્ધ માનતા હોઈએ તો એનાથી મોટો અમારો અબુધપણાનો પરિચય બીજો ક્યો હોઈ શકે ? ભગવાને અર્થનો અનર્થકારી શા માટે કહ્યો? ઘણા અમારે માટે કદાચ એવી કલ્પના પણ કરે છે કે, “બિચારા મહારાજ ! એમણે પૈસો ક્યાં જોયો-જાણ્યો ને માણ્યો ? “પૈસો કેવો છે' - એની એમને શું ગતાગમ પડે ?” એમ પણ કહેનારા મળ્યા કે, “પૈસાથી શું ન મળે ? મા-બાપ પણ મળે. આગળ વધીને ગુરુ પણ મળે.” – આવું કહેનારને એમના સંતોષ માટે મારે કહેવું છે કે, ચાલો “અમે તો પૈસાનું સ્વરૂપ જાણતા નથી. કબૂલ !, પણ ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા માટે શું કહેવું છે ? એ તો સર્વજ્ઞ હતા ને ? એમણે આ પૈસાનું સ્વરૂપ જાણ્યું હતું કે નહિ ? એમણે તો પૈસાનો પ્રભાવ પણ જોયો હતો ને? આમ છતાં એ જ ભગવાને કહ્યું છે કે, “ર્વ સુક્વા જ મુદ્' જે પરિગ્રહ રાખશે – રખાવશે - રાખનારને સારો માનશે, તે દુ:ખથી મુક્ત નહિ થાય.' જો ભગવાન ઉપર શ્રદ્ધા હોય તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. આમ છતાં પ્રબળ કર્મના ઉદયથી આ વાત જો તમારા ગળે ન ઉતરતી હોય તો વિચારો કે, મારી બુદ્ધિ મર્યાદિત છે, અજ્ઞાન મને ઘેરો લગાવીને બેઠું છે, એટલે ભલે મને ન પણ સમજાય; પણ સર્વજ્ઞ-વીતરાગ એવા મારા પ્રભુની વાત તો સો એ સો ટકા સાચી અને શંકા વગરની છે. તો ફરી પ્રભુ વીરનાં એ વચનને યાદ કરો કે, 'चित्तमंतमचित्तं वा, परिगिज किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुञ्चइ ।।' ‘સજીવ કે અજીવ, થોડો કે ઘણો, એક તણખલા જેટલો પણ પરિગ્રહ જે રાખે, રખાવે કે રાખનારને અનુમતિ આપે કે, અનુમોદન કરે તે દુ:ખથી મુક્ત નહિ થાય.' આ નિશ્ચિત વાત છે. આ એક ત્રિકાલાબાધિત સત્ય છે, પરમ સત્ય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 – 507 એમાં કોઈ ક્યારેય કોઈપણ જાતનું પરિવર્તન કરી શકે તેમ નથી. ગુરુદેવની પરમકરુણા : આજે ખબર પડશે કે પરમતારક ગુરુદેવે આખી જીંદગી દીક્ષાની વાતો શા માટે કરી અને દીક્ષામાર્ગને ખુલ્લો કરવા જાનના જોખમે જીવનભર ભગીરથ પુરુષાર્થ શા માટે કર્યો ? આટલા પરીષહો-અપમાનો શા માટે વેક્યા ? જેને આ પરિગ્રહના બંધનોથી છૂટવું હતું, તેના પ્રત્યે પ્રગટેલી અપાર કરુણાનું એ પરિણામ હતું. જે પરિગ્રહનાં બંધન નહિ તોડે તે દુઃખથી મુક્ત નહિ બને. - એ પ્રભુવીરની વાણી તેઓશ્રીના હૈયે વસી હતી. તેથી જ તેઓશ્રી એવા વિચારોથી ભાવિત બન્યા હતા કે, જેઓને પરિગ્રહનું બંધન ઓળખાયું છે, જેને એ બંધન તોડવું છે, એ માટે જેઓ મારા શરણે આવ્યા છે, તેમને સાથ આપવો, આલંબન આપવું, શરણ અને સંરક્ષણ પૂરું પાડવું – એ ધર્મગુરુ તરીકે, પ્રભુવીરના એક વારસદાર તરીકે, મારું પરમ કર્તવ્ય છે, - એમ સમજીને એ મહાપુરુષે, શરણે આવેલાને સાથ આપ્યો, આવતાં આક્રમણો પોતાની જાત ઉપર ઝીલ્યાં, દીક્ષાધર્મનાં દાન કર્યા અને એ માટે જે પણ સહન કરવું પડે તે બધું જ સહન કર્યું. એ માટે ગામે ગામ વિહર્યા, એ માટે અપમાન અને તિરસ્કારો પણ વેઠ્યા, એ માટે છાપાંઓ દ્વારા કરાતા અપપ્રચારોના ભોગ પણ બન્યા, એ માટે અનેકવાર કોર્ટના કઠેડામાં પણ ઉભા રહ્યા. એ માટે જ્યાં જવું પડે ત્યાં ગયા, જે વેઠવું પડ્યું તે વેક્યું, જે બોલવું પડે તે બોલ્યા, જે વાંચવું પડે તે વાંચ્યું. ટુંકમાં જે કાંઈ કરવું પડે તે બધું જ કર્યું. એટલા જ માટે વિક્રમની ૧૯૮૫-૮૬ની સાલમાં મુંબઈ-લાલબાગની સભામાં, શ્રી આચારાંગ સૂત્રના “ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનનું વાંચન કર્યું. ધૂત એટલે ધૂનન. ધોવું, ખંખેરવું, ઝાટકવું, હલાવવું, કર્મ અને કર્મથી પેદા થયેલ શરીર-સ્વજનાદિ બધી જ ઉપાધિઓને મૂળથી હલાવી ખંખેરી-સાફ કરી નાખવું એ ધૂત=ધૂનનનો અર્થ છે. એ વિષય ઉપર એકધારાં ૪૦૦/૪૦૦ પ્રવચનો કર્યા. સંઘના નામે પોતાની જાતને ઓળખાવીને દીક્ષાના માર્ગનો વિરોધ-અવરોધ કરનારા આજ્ઞાનિરપેક્ષ, માર્ગનિરપેક્ષ પ્રભુના શાસનની સામે વિદ્રોહ પોકારનારાં એ ટોળાને ઉઘાડા પાડવા અને પ્રભુનો સાચો સંઘ કોને કહેવાય ? Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - ૨ - આતમ જાગો ! 508 - એ સમજાવવા, પ્રતિષ્ઠિત કરવા શ્રી “નંદિસૂત્ર' આગમના આધારે ૧૨૦ પ્રવચનો કર્યા. જેમાં “સંબોધ પ્રકરણ' ગ્રંથનો પણ સહારો લીધો અને ભગવાનનો સંઘ કોને કહેવાય અને કોને ન કહેવાય, એ બધું જ ચોખ્ખું કર્યું અને લોકના હૃદયમાં પ્રગટેલો દીક્ષાધર્મ પ્રત્યેનો દ્વેષ-પ્રàષ દૂર કરી, દીક્ષાધર્મ પ્રત્યે પ્રીતિ-ભક્તિની પ્રતિષ્ઠા કરી, આખું જીવન એ માટે હોમવું પડવું તો હોમી દીધું. આ બધું પરિગ્રહ વગેરેના બંધનમાં ફસાયેલા જીવો પ્રત્યેની વિશિષ્ટ કોટિની ભાવકરુણાનું પરિણામ હતું. એમને ઉગારી લેવાની ઉત્કટ ભાવનાનું એ વિરાટ સર્જન હતું અને પ્રભુવીરે ઉપદેશેલા બંધન-મુક્તિના માર્ગની સુરક્ષા માટેનું એ મહાઅભિયાન હતું. એનું જ એ પરિણામ આવ્યું કે, એમને સાંભળીને મડદાં જેવા આત્માઓ પણ ચેતનવંત બન્યા, મોહાંધ આત્માઓ પણ જાગૃત બન્યા. જ્યાં એકાદ દીક્ષા પણ દુર્લભ હતી, ત્યાં સંખ્યાબંધ દીક્ષાઓ એકસાથે એકસ્થળે થવા લાગી. મસમોટા શ્રીમંતો અને ધીમંતો પણ પરિગ્રહનો ત્યાગ કરવા સજ્જ થયા અને એમના ચરણે જીવન સમર્પ સર્વવિરતિધર બન્યા. જેમની ખુદની દીક્ષા કોઈએ નહોતી જાણી. એમણે જ દીક્ષાધર્મની એવી લહાણી કરી, એવી પ્રતિષ્ઠા કરી કે, જીવનના ઉત્તરાર્ધમાં એમની નિશ્રામાં થયેલી દીક્ષા પૂરા વિશ્વમાં ગાજી, એનો ડંકો દેશ-વિદેશમાં વાગ્યો. મહાપરિગ્રહથી બંધાયેલા અકિંચન બન્યા, નિગ્રંથ બન્યા, અણગાર બન્યા, આ બધો પ્રભાવ પ્રભુવીરના સાચા સેનાની, અણનમ યોદ્ધા, જૈનશાસનના સાચા પ્રહરી એ પરમગુરુદેવનો હતો. આ કારણથી જ તેઓશ્રીમનું દીક્ષાયુગપ્રવર્તક’ વિશેષણ પ્રયોજાય છે. એનો અર્થ થાય છે – દીક્ષા યુગનું પ્રવર્તન કરનારા સભા : (એક ભાઈએ નીતરતી આંખે પૂછ્યું કે, આવા મહાન ગુરુદેવ મળવા છતાં. અમારા જીવનમાં જોઈએ તેવું પરિવર્તન કેમ ન આવ્યું ? અમારાં આ બંધન ક્યારે છૂટશે ? જ્યાં સુધી પરિગ્રહ બંધન છે, એ નહિ સમજાય, નહિ મનાય ત્યાં સુધી આ પરિણામ નહિ આવે. એટલે કહું છું કે, પરિગ્રહ છોડવાની વાત પછી, પણ પહેલાં જાણો અને માનો કે “પરિગ્રહ બંધન છે.' સતત આ વિષયનું ચિંતન અને મનન કરો ! આજે નહિ તો કાલે આ સમ્યક પુરુષાર્થનું પરિણામ જરૂર આવશે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 509 થોડો પણ પરિગ્રહ બંધનરૂપ જ ઃ સભા : પોતાની આજીવિકા પૂરતો રાખ્યો હોય તો ? આજીવિકા પૂરતો તો હજુ ઘણો કહેવાય. ભગવાન તો કહે છે કે – 'किसामवि' - कृशमपि स्तोकमपि, तृणतुषादिकमपीत्यर्थः । અત્યંત નગણ્ય ગણાય તેવા તણખલાના છોડવા વગેરે જેટલો પણ પરિગ્રહ બંધન છે.' શ્રાવકને જે પરિગ્રહ રાખવો પડ્યો હોય તેમાં પણ એ ઓછું કરતો જાય. વધારે તો નહીં જ; પણ જે છે તેમાંય ઘટાડતો જાય. માટે સમજો કે આજીવિકા પૂરતું પણ ધન વગેરેનો રાખવો તે પરિગ્રહ પણ બંધન તો ખરો જ. અમે પણ જો પુસ્તકનો સંગ્રહ કરીએ તો અમને પણ કહેવામાં આવ્યું કે તે પણ બંધન છે. સંસારીઓ માટે ધન-દોલત-ઘર વગેરે બંધન અને સાધુઓ માટે પુસ્તક, ઉપધિ, વસતિ, શિષ્ય અને ભક્ત વગેરે બંધન. જે જેનાથી બંધાય તે તેમના માટે બંધન. જે એનાથી અળગા રહે, તેને જ બંધન નહિ. “ગરજ ગાંઠે અને વિદ્યા પાડે' - એ ઉક્તિ અનુસાર “વિધા પાડે” એ સ્થિતિ અમારી હોત તો અમને પુસ્તકની કોઈ જરૂર ન રહેત, પણ અમારી નબળાઈ છે કે, ગોખી શકતા નથી. ક્ષયોપશમની નબળાઈ છે કે યાદ રહેતું નથી, પુરુષાર્થની નબળાઈ છે કે પરાવર્તન થતું નથી, માટે પુસ્તકો રાખવાં પડે છે. પણ બંધન તો ખરું જ. એમાં પણ મર્યાદા હતી કે, સ્વાધ્યાય માટે જોઈતાં હોય તો ગૃહસ્થોએ લખાવેલાં તેમના ઘરમાં રાખેલાં હોય. તેમાંથી માંગીને લાવવાનું – વાપરવાનું અને પાછું આપવાનું. જ્યારથી ક્ષયોપશમ ઘટ્યો અને ધૃતરક્ષા માટે પુસ્તકની આવશ્યકતા ઊભી થઈ, ત્યારથી પુસ્તક લેખન શરૂ થયું. પણ તે પુસ્તકો ગૃહસ્થના ઘરમાં રહેતાં. સંઘના કબજામાં રહેતાં. જ્યારે ગુરુભગવંત પધારે, ત્યારે શ્રાવકો કહેતા કે, ભગવંત ! અમારે ત્યાં આટલાં પુસ્તકો છે. આપને અભ્યાસ માટે જે જરૂર હોય તેનો લાભ આપવા કૃપા કરજો !” જરૂર મુજબ પુસ્તક મંગાવાતાં, ઉપયોગ કરીને પાછાં અપાતાં. એમાં ચાતુર્માસ વગેરે દરમ્યાન જ્યારે શ્રીસંઘ સમક્ષ વાચન કરવાનું હોય, ત્યારે અનેક પુણ્યાત્માઓ પોતાના પુસ્તકનું વાચન થાય, તે માટે વિનંતિ કરતા. એમાંથી કોને લાભ આપવો ? - તે માટે ચડાવો બોલાતો Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આતમ જાગો ! અને જે ચડાવો લે, તે પોતાનું પુસ્તક લાવી અર્પણ કરતા અને તેનું વાચન થતું ! વાચન પૂર્ણ થતાં એ ગ્રંથ પાછો એમને સોંપી દેવાતો. આ મર્યાદા હતી. ૨ આજે તો ચડાવો લેનાર ગૃહસ્થ, સાધુ પાસે જ પુસ્તક માંગે, સાધુ એને પુસ્તક આપે અને એનું એ પુસ્તક એ પાછું સાધુને અર્પણ કરે, વહોરાવે - આમ ઊલટી ગંગા વહે છે. - પુસ્તકોનો ઉપયોગ પણ સાધુએ આ મર્યાદામાં રહીને કરવાનો હતો. એના બદલે એનો પણ સંગ્રહ વધ્યો, એના ઉપર પણ માલિકી હક્ક થયો. એ કોઈ લઈ ન જાય એનો બીજો કોઈ ઉપયોગ ન કરે, એને ક્યાંય ઘસારો ન પડે, એની ચિંતા થઈ. પુસ્તક પડ્યું પડ્યું સડી જાય એ ચાલે પણ કોઈ લઈ જાય કે ઉપયોગ કરે, એ ન ચાલે. આ બધું પુસ્તકની મમતાનું પરિણામ છે. આવી મમતા એ જ પરિગ્રહનું સ્વરૂપ છે અને આવો પરિગ્રહ એ પણ બંધન છે. આમ છતાં દુ:ખની વાત છે કે, આ બંધન પણ ઘણાંને બંધન તરીકે ઓળખાતું નથી. 510 સભા : પુસ્તકની વાત તો સમજાઈ. પણ ગઈકાલે આપે કહ્યું હતું કે, ‘સાધુ સંયમ પાલન માટે વસ્ત્ર-પાત્ર રાખે તો તે પરિગ્રહ ન કહેવાય. એ વાત માટે કોઈ ગ્રંથોનો નહીં પણ આગમશાસ્ત્રોનો આધાર ખરો ? પહેલી એક બે વાત સ્પષ્ટ કરીને પછી તમારા પ્રશ્નનો જવાબ આપું. સાધુ વસ્ત્ર-પાત્ર રાખે તો પણ તે પરિગ્રહ ન કહેવાય, એવું મેં નથી કહ્યું. મેં એમ કહ્યું છે કે, આગમાદિ ધર્મશાસ્ત્રમાં સંયમજીવનની સાધના માટે જે જે ઉપકરણો જે પ્રમાણમાં રાખવાની આજ્ઞા-અનુમતિ અપાઈ છે, તે ઉપકરણોને તેટલા જ પ્રમાણમાં રખાય તો તે પરિગ્રહ ન કહેવાય અને ઉપરાંત એ પણ વાત કરી હતી કે સંયમજીવનની સાધના માટે આગમાદિ ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલ ઉપકરણોને તે શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાનુસા૨ ૨ાખવામાં આવે અને તેના ઉપ૨ પણ જો મમત્વ-મૂર્છા ન હોય તો તે પરિગ્રહ ન બને. બાકી તો તે સંયમ સાધક ધર્મોપકરણો ઉપર પણ જો મમત્વ-મૂર્છા થાય તો તે પણ પરિગ્રહ બની જાય, બંધન બની જાય. માત્ર મૂળને માનનારા શાસન બહાર : અહીં તો પંચાંગી જ પ્રમાણ છે 09 તમારા પ્રશ્નનો બીજો મુદ્દો એ છે કે - સંયમજીવન માટે રખાતાં ઉપકરણો પરિગ્રહ ન કહેવાય, તેવી વાત અન્ય ધર્મગ્રંથોમાં ભલે કહી હોય પણ તે વાત Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ – ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 511 આગમગ્રંથોમાં ક્યાંય કહી છે ખરી ? તેના અંગે પણ કેટલીક સ્પષ્ટતા કરવી જરૂરી છે. જેઓ માત્ર મૂળ આગમને જ માનવાની વાત કરે છે, તેઓ પરમાત્માના શાસનની ઉજળી મર્યાદાને સમજ્યા જ નથી. જૈનશાસનની ઉજળી મર્યાદા સમજનાર એવું ક્યારેય ન કહી શકાય કે, મને માત્ર મૂળ આગમ જ માન્ય છે. જૈનશાસનમાં માત્ર મૂળ આગમ જ નહીં, પણ આગમ પંચાંગીને અને એની સાથે વિરોધ ન આવે તે રીતે મહાપુરુષોએ બનાવેલ અન્ય ગ્રંથોને પણ એટલા જ પ્રમાણભૂત માનવામાં આવ્યા છે. આગમ પંચાંગીમાં મૂળ આગમ-૧, તેનું ભાષ્ય-૨, નિર્યુક્તિ-૩, ચૂર્ણિ-૪ અને ટીકા-૫, એમ પાંચનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પંચાંગીના આધારે કે એનાં વચનોનો ક્યાંય વિરોધ ન આવે તે રીતે બનાવેલ મહાપુરુષોના ગ્રંથો પણ એટલા જ પ્રમાણભૂત છે. માટે તો પૂ. આ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરે અને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાપુરુષોના ગ્રંથોની સાક્ષીઓ ટાંકતાં અનેક મહાપુરુષોએ એ માટે ‘યલામ:' એમ કહી એને પણ આગમ જેટલું જ મહત્ત્વ આપ્યું છે. સંયમરક્ષા માટે રાખેલ તે પરિગ્રહ નથી : આટલી સ્પષ્ટતા કર્યા પછી હવે તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપું કે મૂળ આગમમાં પણ સંયમજીવનની સાધના માટે રખાતાં વસ્ત્ર-પાત્ર વગેરેને પરિગ્રહ નથી ગણાવ્યો. “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના છઠ્ઠા અધ્યયનમાં આ વાતને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરતાં જણાવ્યું છે કે – 'जं वत्थं व पायं व, कंबलं पायपुच्छणं । तं पि संजमलजट्ठा, धारंति परिहरंति य ।।१९।। न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । મુછી પરિષદો વૃત્તો, રૂ ૩ત્ત મસિT Fારના” સાધુ-સાધ્વી સંયમના પાલન માટે અને લજ્જાતા નિવારણ માટે જે પણ વસ્ત્ર, પાત્ર, કાંબળી કે પાદપૃચ્છન (આદિ ધર્મોપકરણ) રાખે છે કે પહેરે છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૨ - આતમ જાગો ! તેને વિશ્વનું રક્ષણ કરનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પરિગ્રહ કહ્યો નથી. તેઓ જો એના ઉપર મૂર્છા-મમત્વ કરે તો તે પરિગ્રહ છે, તેવું કહ્યું છે - એમ ગણધર મહર્ષિઓએ જણાવ્યું છે.' શ્રી દશવૈકાલિક સૂત્રનાં આવાં ટંકશાળી વચનો સાંભળ્યા પછી હવે તમારા મનમાં કોઈ વિકલ્પ રહેવો ન જોઈએ. એ જ રીતે ‘પ્રશ્નવ્યાકરણ' આગમની ટીકામાં - 'एतदपि च संयमस्योपबृंहणार्थमुपष्टम्भार्थं न परिग्रहसंज्ञया ' “ધર્મોપકરણો સંયમના ટેકા માટે, આધાર માટે ગ્રહણ કરાય છે, નહિ કે પરિગ્રહ સંજ્ઞાથી.’ એમ જણાવી વિહિત ધર્મોપકરણો રાખવાં એ પરિગ્રહ નથી એમ સ્પષ્ટપણે બતાવેલ છે. એ જ રીતે અહીં શ્રી સૂયગડાંગ સૂત્રની આ જ ગાથાની વૃત્તિના પ્રાંત ભાગમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે - 'परिग्रहाऽऽग्रह एव परमार्थतोऽनर्थमूलं भवति । ' ‘તાત્ત્વિક રીતે પરિગ્રહનો આગ્રહ જ અનર્થનું મૂળ છે.' હવે આગળ વધીને અજૈન ગ્રંથોમાં આવતી વાતો પણ ધ્યાનમાં લાવીને અજૈન વર્ગને પણ આ પરિગ્રહની ભયાનકતા અને વિવેકની મર્યાદા સમજાવવી છે. ‘જ્ઞાનસાર’માં પૂ. મહોપાધ્યાયજી મહારાજા જણાવે છે કે - ‘મુતિચ્છન્નધિવાં સર્વ, ખળવેવ પરિબ્રહ્મ: । मूर्च्छया रहितानां तु, जगदेवाऽपरिग्रहः ।।' 512 ‘જેમની બુદ્ધિ મૂર્છા-મમતાથી ઢંકાયેલી હોય, તેમના માટે જગત આખું જ પરિગ્રહ છે. જેઓ મૂર્છા-મમતાથી રહિત છે, તેમને માટે પૂરું જગત જ અપરિગ્રહ છે.’ જૈનેતર ગ્રંથ ‘મહાભારત’માં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 ‘દે પવે વન્ય-મોક્ષાય, નિર્મમતિ મમતિ ચ। ममेति बध्यते जन्तु - निर्ममेति विमुच्यते ।।' ‘નિર્મમભાવ અને મમત્વભાવ મમતાભાવ બંધનું કારણ છે અને નિર્મમભાવ એ મોક્ષનું કારણ છે. આ મારું છે, એમ માનનાર બંધાય છે અને જે નિર્મમ બને છે, તે મુક્ત થાય છે.' આ બે પદો છે. ―― આટલી વાત જો બરાબર ધ્યાનમાં લેશો તો મને લાગે છે કે, હવે કોઈ શંકા નહીં રહે. 513 હવે એક જવાબ તમારે મને આપવાનો છે. ગઈ કાલે તમને જે ચિંતન કરવાનું કહ્યું હતું, તે તમે કર્યું ? શું ચિંતન કરવાનું કહ્યું હતું, તે યાદ છે ? તમે જેની વચ્ચે બેઠા છો, તે બધું જ - શરીર, પત્ની, પરિવાર, ઘર-બાર, પૈસો-ટકો, પેઢી, દર--દાગીનો બધું જ ‘બંધન’ છે, એક એક વસ્તુને યાદ કરીને ‘આ બંધન છે’ - ‘આ બંધન છે’, એમ ચિંતન-ભાવના વગેરે કરવાનું કહ્યું હતું, તે કર્યું ? કેટલા પુણ્યશાળીઓએ કર્યું છે ? સભા : હજુ બંધન લાગ્યું નથી. સાચુ કહું તો, તે લગાવવા માટે જ આ ચિંતન કરવાનું કહ્યું હતું. જેટલું વધારે ચિંતન કરશો તેટલો વધારે લાભ થશે, સાચા અર્થમાં જીવનને સાર્થક કરવાની તક મળશે. આ જ વિષયમાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ આગળ શું ફરમાવે છે - તે હવે પછી. - Page #253 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ દોષનું મૂળ (રાગ : જિમ જિમ એ ગિરિ ભેટીએ રે...) પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂળ, સલુણે, પરિગ્રહ જેહ ધરે ઘણો, તસ ત૫ જપ પ્રતિકૂળ. સલુણે. ૧ નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય, સલુણે, પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુઃખ સોય, સલુણે. ૨ પરિગ્રહ મદ ગુરુઅરણે, ભવમાંહિ પડે જંત, સલુણે, યાન પાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત, સલુણે. ૩ જ્ઞાન ધ્યાન હય ગય વરે, તપ જપ ગ્રુત પરિતંત, સલુણે, છોડે પ્રથમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત, સલુણે. ૪ પરિગ્રહ ગ્રહ વશે લિંગિયા, લે કુમતિ રજ સીસ, સલુણે, જિમ તિમ જગ લવતા ફરે, ઉન્મત્ત હુઈ નિસ દિસ, સલુણે. ૫ તૃપ્તો જીવ ન પરિગ્રહે, ઇંધણથી જિમ આગ સલુણે, તૃષ્ણા દાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ, સલુણે. ૬ તૃપ્તો સગર હુઓ નહિ, ગોધનથી કુચિકર્ણ, સલુણે, તિલક શેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ, સલુણે. ૭. અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ-નરિંદ, સલુણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ-શમ-કંદ, સલુણે. ૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૦ – પરિગ્રહ એ સુંવાળું બંઘના 23 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૫, ગુરુવાર, તા. ૨૨-૮-૦૨. સાચોરી ધર્મશાળા, પાલીતાણા • બધા પાપ પરિગ્રહ ઉપર નભે છે : • બંધન વચ્ચે રહીને બંધન તોડવાનો પ્રયત્નઃ પેથડશા : • બંધન ન તૂટે તોય બંધનને અટકાવો : • સુંવાળાં બંધનો તોડવાં અઘરાં : • બંધન તોડવા માટે જ જૈનશાસનની સ્થાપના : • નામાંકિત અને નામચીનનો ફરક સમજો ! • અર્થપ્રિયતામસી : કામપ્રિય-રાજસી : ધર્મપ્રિય-સાત્વિકી : • પૈસાથી સુખ - એ નરી ભ્રમણા છે : • સાધનાના આનંદનું વર્ણન ન થાય ? વિષય : સર્વ અવસ્થામાં દુઃખદાયી પરિગ્રહ. પરિગ્રહને આમ અને ખાસ ગણાતા સૌ કોઈએ એવો તો ઘૂંટ્યો છે કે એ ‘ભાવનામય’ બની ગયો છે. ભાવના આપેલ ઔષધની શક્તિના ગુણાકાર થતા હોય છે તેમ ભાવનામય બનેલ પરિગ્રહ પણ કંઈ કઈ ગુણો મારક બની જતો હોય છે. એ રેશમની દોરી જેવો સુંવાળો-સોહામણો લાગે છે. માટે ખૂબ ગમે છે છતાં એ રેશમી દોરી જીવ લઈ જનાર નીવડે છે. પરિગ્રહ પણ એવો જ ઘાતક છે. આ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ સોય ઝાટકીને એક જ વાત કરી છે – પરિગ્રહ છોડો !' અને એ જ ધ્રુવપદની આસપાસ ફરતા અનેક પ્રસ્તોનાં હદયંગમ સમાધાનો આપી વ્યાખ્યાનને ખૂબ જ રસાળ બનાવી દીધું છે. મંત્રીશ્વર પેથડશાએ તોડેલ બંધન, પરમાત્માના દશ મહાશ્રાવકોએ પરિગ્રહને નાથવા કરેલા અભિગ્રહો અને અંતે સિકંદરનું જાહેરનામું વર્ણવી પ્રવચન પૂર્ણ કર્યું છે. વ્રવચનનું પ્રતિબિંબ * જો તમારે કર્મનાં બંધનથી છૂટવું હોય, કર્મના પરિણામે સર્જાતાં દુઃખથી બચવું હોય તો લાંબું કાંઈ કરવાની જરૂર નથી. એક પરિગ્રહને છોડો. * બરછટ બંધન કરતાં સુંવાળુ બંધન વધારે ખતરનાક હોય છે. * ધર્મગુરુ પાસે જઈને બંધન વધારવાની વાતો કરવી કે એ માટે રોવું એ નરી બાલીશતા છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત ચિત્તમંતમપિત્ત વા, परिगिज्झ किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुइ ।।२।।' ‘સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અન્યને અનુમોદન આપવું, આમ કરવાથી દુઃખથી છૂટાતું નથી.' Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૦ઃ પરિગ્રહ એ સુંવાળું બંઘના અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા બંધન કોને કહેવાય ? તેને તોડવાના ઉપાયો શું ? શું જાણીને તેને તોડી શકાય ? તે સમગ્ર વાત સૂયગડાંગજી સૂત્ર નામના મહાન આગમના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે. એમના પાવન મુખેથી બંધન અને બંધનમુક્તિનો માર્ગ જાણવાનું પરમ સૌભાગ્ય શ્રી જંબુસ્વામીજીને મળ્યું. તે પરમ સૌભાગ્ય ભલે આપણું નથી, છતાં આપણને સદ્ગુરુભગવંતની પરંપરાએ પણ જે સાંભળવા મળ્યું તે સૌભાગ્ય પણ નાનું-સૂનું તો નથી જ. હવે તેને આપણે લેખે લગાડવાનું છે. બધા પાપ પરિગ્રહ ઉપર નભે છે : કર્મ એ બંધન છે, અનાદિકાળથી આત્મા તેનાથી બંધાયેલો છે. આ કર્મોનું સર્જન કરવાની એક આગવી તાકાત પરિગ્રહમાં છે. એક અપેક્ષાએ કહી શકાય કે, અઢાર પૈકીનાં સત્તર પાપ આ પરિગ્રહ ઉપર નભે છે. કોઈપણ વ્યક્તિ જે હિંસાદિ પાપો કરે છે - મુખ્યતયા પરિગ્રહ માટે કરે છે. કેટલાંક પાપો પરિગ્રહ માટે થાય છે તો કેટલાંક પાપો પરિગ્રહના સહારે થાય છે. મિથ્યાત્વશલ્ય નામનું અઢારમું પાપ એવું છે કે, પરિગ્રહની આસક્તિ એ પાપ છે, તેમ લાગવા ન દે. આને કારણે નિરંતર પાપ ચાલુ જ રહે અને જ્યાં સુધી પાપ ચાલુ રહે ત્યાં સુધી નિરંતર થતા કર્મબંધથી આત્મા બંધાયા જ કરે. આ રીતે નિરંતર કર્મબંધનના કારણે આત્મા વધુને વધુ દુઃખી થયા કરે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ૨ - આતમ જાગો ! 518 આત્માને દુઃખી કરતા આ કર્મબંધનોને જોવા માટે આપણી પાસે એવી આંખ પણ નથી કે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન પણ નથી, પરંતુ જ્ઞાની ભગવંતો આ બંધનને બરાબર જોઈ શકે છે, જાણી શકે છે. એક-એક આત્મા કેવા કેવા કર્મોથી બંધાઈ રહ્યો છે અને તે કર્મોને કારણે કેવી-કેવી વિડંબણાઓનો ભોગ બની રહ્યો છે, તે કેવળી ભગવંતો અત્યારે પણ સાક્ષાત્ જોઈ શકે છે. આપણે ભલે બંધનને, બંધનની ક્રિયાને કે બંધનનાં કારણરૂપ કર્મને જોઈ ન શકીએ, તો પણ તેનાં પરિણામ - તેના વિપાક તો બરાબર જોઈ જાણી શકીએ છીએ; આમ છતાં પણ જ્ઞાનાવરણ અને મોહાવરણના કારણે આ વિપાકો એ આ કર્મબંધનના વિપાકો છે – એવું જાણી કે જોઈ શકતા નથી. અનંત કરુણાનિધાન સર્વજ્ઞ ભગવંતો કહે છે કે, તમારી અજ્ઞાનતાના કારણે ભલે તમને કર્મ, કર્મનાં બંધનો ન દેખાતાં હોય, પણ અમને તો સાક્ષાત્ દેખાય છે. તેથી જ તમને કહીએ છીએ કે, “જો દુ:ખ કે દુઃખદ પરિસ્થિતિ તમને મંજૂર ન હોય તો તમારે એ વસ્તુ સમજી લેવી જરૂરી છે કે, તમારા જીવનમાં જે પણ દુઃખ આવે છે કે દુઃખદ પરિસ્થિતિઓનું સર્જન થાય છે, તે તમને બંધાયેલાં કર્મોનું પરિણામ છે અને એ કર્મબંધનું જો કોઈપણ કારણ હોય તો તે કર્મબંધનાં કારણો પૈકીનું એક અતિ મહત્ત્વનું કારણ પરિગ્રહ છે. એથી જો તમારે કર્મનાં બંધનથી છૂટવું હોય, કર્મના પરિણામે સર્જાતાં દુઃખથી બચવું હોય તો લાંબું કાંઈ કરવાની જરૂર નથી. એક પરિગ્રહને છોડો. આ પરિગ્રહને છોડવાનું શક્ય ત્યારે બનશે કે જ્યારે અર્થ, અનર્થકારી છે એવું સમજાશે. સભા અર્થ, અનર્થકારી છે એવું તો અમે પણ કહીએ જ છીએ ને ? અર્થ અનર્થકારી છે, - એમ તમે બોલો છો ખરા, પણ તમને તેની પ્રતીતિ થઈ છે ખરી ? જેના જીવનમાં સદણાનો ભાવ પ્રગટ્યો હોય, સમ્યગ્દર્શનનો ભાવ પ્રગટ્યો હોય, તેને માટે જ “અર્થ-અનર્થકારી છે' - એ વાત પ્રતીતિનો વિષય બની શકે. એક વાત નક્કી છે કે, વીતરાગ-સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માનાં પાવન વચનો ઉપર વિશ્વાસ નહિ થાય ત્યાં સુધી “અર્થ એ અનર્થકારી છે, પરિગ્રહ એ પાપ છે' - એ વાતો, પ્રતીતિનો વિષય નહિ થાય. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 – 519 સભા અમે જે કાંઈ રૂપિયા વાપરીએ છીએ, એ શું અર્થ, અનર્થકારી લાગ્યા વગર વાપરીએ છીએ ? રૂપિયા વાપરવા એ અલગ છે અને રૂપિયા છોડવા એ અલગ છે. રૂપિયા મેળવવા રૂપિયા વાપરવા કે રૂપિયાના બદલામાં બીજું કાંઈ મેળવવા, કીર્તિ વગેરે કમાવા રૂપિયા વાપરવા એ તો પરિગ્રહભાવનાનું જ પોષણ છે. જ્યારે રૂપિયા બોજ લાગે, બંધન લાગે અને એનાથી છૂટવા માટે એ વપરાય ત્યારે જ એ પરિગ્રહથી છૂટવા વાપર્યા કહેવાય. સભા રૂપિયા છોડવાનું મન શી રીતે થાય ? જે ઊંડું તત્ત્વ ચિંતન કરે, સતત આંતર નિરીક્ષણ કરે, જ્ઞાનીનાં વચનો ઉપર અનુપ્રેક્ષા કરે, તેને જ વ્યાપારથી, ધનથી, સંસારથી, ભર્યા-ભર્યા સંસારથી છૂટવાનું, પાછા ફરવાનું મન થાય અને તે રૂપિયાથી અને ભર્યાભર્યા સંસારથી પાછો ફરી શકે. બરાબર વિચારો કે, ચક્રવર્તીઓના જીવનમાં એવો કયો પ્રશ્ન હતો કે તેમણે સંસારનો ત્યાગ કર્યો ? ભૂતકાળમાં થઈ ગયેલા મોટા-મોટા રાજવીઓ, મંત્રીઓ, સેનાપતિઓ, ગર્ભશ્રીમંતો અને નગરશ્રેષ્ઠિઓએ, એમના ભર્યા-ભર્યા સંસારનો જે ત્યાગ કર્યો ? તે શા માટે કર્યો ? એમને બંધન, બંધન લાગ્યું - બંધન કહ્યું, તેથી જ તેને તોડવા માટે તેમણે પારાવાર પુરુષાર્થ કર્યો. બંધન વચ્ચે રહીને બંધન તોડવાનો પ્રયત્ન પેથડશાઃ બંધન જેને બંધન લાગે છે, તે બંધનની વચ્ચે રહીને પણ બંધનને તોડવાનો પ્રયત્ન કરે છે અને બંધન જેને બંધન નથી લાગતું, તે જ્યારે બંધન વગરના હોય ત્યારે પણ બંધન ઊભાં કરવાનો, વધારવાનો પ્રયત્ન કરે છે. સભા : બંધનની વચ્ચે રહીને બંધનને તોડવાનો પ્રયત્ન શી રીતે થાય ? શી રીતે થાય એમ ન બોલો ! એ કરવો જ પડે. જો બંધન જ ન હોય તો તોડવાનો પ્રયત્ન શું કરવાનો ! બંધન હોય ત્યારે જ એને તોડવાનું છે. સભા : જરા વિગતવાર સમજાવો ને ? એ માટે મંત્રીશ્વર પેથડશાના જીવનમાં બનેલો એક પ્રસંગ સમજવા જેવો છે. મંત્રીશ્વર પેથડશાહ, દેવભક્તિ, ગુરુભક્તિ કરીને જ્યારે પોતાના મહેલમાં Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ – ૨ – આતમ જાગો ! – 520 આવતા ત્યારે સીધા એ અંદરના કમરામાં ચાલ્યા જતા અને કમરામાં રહેલા મૂલ્યવાન વસ્તુઓ માટેના કબાટને ખોલીને તેની સામે તેઓ બે હાથ જોડીને ઊભા રહેતા. તેમની બન્નેય આંખો બંધ થઈ જતી અને કોઈક ઊંડા જ વિચારમાં ગરકાવ થઈ જતા હતા. એમના જીવનમાં આવું આ પરિવર્તન છેલ્લા થોડા સમયથી જ આવ્યું હતું. આ પરિવર્તન જોઈને મંત્રીશ્વર પેથડશાની પત્ની પ્રથમિણીને બહુ જ આશ્ચર્ય થયું. કારણ કે, મંત્રીશ્વર પેથડશા બુદ્ધિના બેતાજ બાદશાહ હતા. માત્ર પચ્ચીસ, અઠ્યાવીસ, વર્ષની ઉંમરમાં તો એ માંડવગઢના મંત્રી બન્યા હતા. અત્યારે એમની ઉંમર માત્ર ૩૨ વર્ષની હતી. તેમનામાં ક્યારેય કોઈ જાતની ઘેલછા, અંધશ્રદ્ધા કે અવ્યવહારુતા જોઈ ન હતી. આથી આ રીતે રોજ પુનરાવર્તન પામતા, આ દશ્યને જોઈને પ્રથમિણીને થયું કે, કબાટમાં નથી કોઈ ઈષ્ટદેવની મૂર્તિ, નથી કોઈ ગુરુની પ્રતિકૃતિ કે નથી કોઈ ધર્મનાં પ્રતીક; તો આ શેને હાથ જોડતા હશે ? આજે તમારા માટે આ પ્રશ્ન ન થાય. કારણ કે, તમે તો ગમે ત્યાં ગમે તેને પગે લાગો એવા છો. કેટલાક તો દુકાને જાય તો ઓટલાને ત્રણ વાર પગે લાગે, ચાવીને પણ નવકારવાળીના ફુમતાની જેમ ત્રણ વાર આંખે લગાડે. તાળાને પણ ત્રણ વાર પગે લાગે, પેઢી ખોલ્યા પછી ગાદીને ત્રણ વાર પગે લાગે. ફોનને પણ ત્રણ વાર પગે લાગે, વજનના કાંટાને ય પગે લાગે. વળી ઘણાંના કબાટમાંથી શું શું ન નીકળે – એ સવાલ છે. શંખ પણ નીકળે અને માદળીયાં પણ નીકળે, નાળિયેર પણ નીકળે, અને યંત્રો પણ નીકળે, શું શું ન નીકળે ? સભા સાહેબ ! અત્યારનું અમારું જીવન જ એવું થઈ ગયું છે કે, અમારી કોઈ વાત જ કરવા જેવી નથી. તમને લાગે છે ને કે, તમારું જીવન બહુ નીચે ઊતરી ગયું છે ? માટે જ તો એ જીવનને ઊંચે લઈ જવા માટેનો આ બધો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ માટે જ મંત્રીશ્વર પેથડશાને પણ યાદ કર્યા છે. પ્રથમિણીએ મંત્રીશ્વરને પૂછ્યું કે, “સ્વામિનાથ ! છેલ્લા થોડા સમયથી હું જોઉં છું કે આપ કબાટની સામે ઉભા રહીને બે હાથ જોડીને, આંખો બંધ કરીને કાંઈક એવા ઊંડા ચિંતનમાં અને ઘેરા મંથનમાં ખોવાઈ જઈને કોઈક એવી Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 અકથ્ય અનુભૂતિ કરતા હો છો, જે આજ સુધીમાં ક્યારેય અનુભવ્યું નથી. તો એવું તો આ કબાટમાં શું છે કે, જેને આ રીતે આપ હાથ જોડો છો અને આવી અગમ્ય અવસ્થાને અનુભવો છો ?' ૨૪૧ જવાબમાં પેથડશાએ કહ્યું કે, “પ્રિયે ! ભીમશ્રાવકની વાત તું કેમ ભૂલી ગઈ ? ભીમ શ્રાવકના ગુરુદેવનો કાળધર્મ થયો. એનો એને બહુ ઊંડો આઘાત લાગ્યો. એને થયું કે, ગુરુદેવનાં ચરણોની સેવા કરવાની તક ચાલી ગઈ, ગુરુદેવના સાંનિધ્યમાં સાધવા જેવું ન સાધી શક્યો : ગુરુદેવની પાવનસ્મૃતિમાં મારે મારા જીવનને પાવન ક૨વા કાંઈક કરવું જ જોઈએ, - એમ વિચારી એણે જીવનભર માટે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. એ નિમિત્તે તેમણે બધા ચતુર્થ વ્રતધારીને ખાસ રેશમી વસ્ત્રની ભેટ મોકલી અને સંઘના મોભી તરીકે મને પણ એ વસ્ત્રની ભેટ મોકલી છે. 521 ત્યારે મને વિચાર આવ્યો કે, ‘ચતુર્થ વ્રત નિમિત્તે આ ભેટ મોકલાઈ છે. હું તેમાંનો નથી. આ ભેટ કેમ લઈ શકું ?’ સાથોસાથ મને એ પણ વિચાર આવ્યો કે, ‘આટલા ભાવથી મોકલેલી આવી ઉત્તમ ભેટને પાછી પણ કેમ વાળી શકું ?' એટલે તો એ ભેટનો સ્વાગત કરીને બહુમાનપૂર્વક સ્વીકાર કર્યો અને આ કબાટમાં એને બહુમાનપૂર્વક પધરાવી મનોમન સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી હું પોતે જીવનભર માટે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર નહિ કરું ત્યાં સુધી હું આ વસ્ત્ર નહિ પહેરું. ત્યારથી રોજ પ૨માત્મભક્તિ, ગુરુવંદના કરી ઘરે આવું છું ત્યારે આ કબાટમાં રાખેલ આ ઉત્તમ વસ્ત્ર સામે ઉભો રહી ભાવના કરું છું કે, ‘જીવનમાં ક્યારે એવી ધન્ય પળ આવશે કે, જ્યારે હું બ્રહ્મચર્ય વ્રતનો ધારક બનીશ !" આ સાંભળીને પ્રથમિણીથી ન રહેવાયું અને એણે અતિ સહજપણે પૂછી લીધું કે, ‘આપની આવી ઉત્તમ ભાવના છે, તો એ માટે આપ કોની રાહ જુઓ છો ?’ જવાબમાં મંત્રીશ્વરે કહ્યું કે, ‘એ માટે મારે બીજા કોની રાહ જોવાની હોય, જ્યારે તું તૈયારી બતાવે ત્યારે આ મહાન વ્રત સ્વીકારી ધન્ય બનવું છે.' આ સાંભળી પ્રથમિણીએ મંત્રીશ્વરની વાત સાનંદ સ્વીકારી લીધી અને એ બન્ને ય પુણ્યાત્માઓએ માત્ર ત્રીસ અને બત્રીસ વર્ષની ભરયુવાવસ્થામાં અમાપ સત્તા અને અફાટ સમૃદ્ધિની ઉછળતી છોળો વચ્ચેય બ્રહ્મચર્ય વ્રતની મહાપ્રતિજ્ઞા સ્વીકારવાનો નિર્ણય કર્યો. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જે - આતમ જાગો ! આવો હતો મંત્રીશ્વર પેથડશાહ અને એમના ધર્મપત્ની પ્રથમિણી વચ્ચેનો વાર્તાલાપ અને આવી હતી એ બન્ને ય પુણ્યાત્માઓની ઉત્તમતા અને પરમ સાત્ત્વિકતા. આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે, મંત્રીશ્વર પેથડશાને એમના પ્રબળ પુણ્યના ઉદયથી પત્ની નહિ પણ ધર્મપત્ની મળી હતી. જેણે પોતાના જીવનકાળ દરમ્યાન મંત્રીશ્વર પેથડશાની પ્રત્યેક ધર્મસાધનામાં સહચારિણી બનીને ધર્મપત્ની પદને સાર્થક કર્યું હતું. 522 એ બન્નેય પુણ્યાત્માઓ વિપુલ ભોગસામગ્રીની વચ્ચે જીવવા છતાં કરેલા ઉત્તમ સંકલ્પને સાર્થક ક૨વા સદ્ગુરુના ચરણે ગયા અને જીવનભર માટે ચતુર્થ વ્રતનો સ્વીકાર કર્યો. સ્વીકારેલા એ વ્રતને એ બન્નેય પુણ્યાત્માઓએ એવું વિશુદ્ધ રીતે પાલન કર્યું છે કે જેના પરિણામે તમારી કલ્પનામાં પણ ન આવે એવા, કેવા કેવા અનુપમ પ્રભાવો સર્જાયા, તેની વાત આજે નથી કરતો. તે વાત કોક અવસરે ક૨શે. આ આખી વાતનો સાર એ છે કે, બંધનની વચ્ચે રહેલા આત્માને જ્યારે બંધન, બંધન લાગે છે, ત્યારે તે કેવી ભાવનાઓ કરે છે, કેવું ચિંતન કરે છે ? કેવા મનોરથો કરે છે અને એ બંધનને તોડવા માટે કેવો સબળ પુરુષાર્થ કરે છે કે જેના પરિણામે મોહનીય કર્મના ભૂક્કા બોલે છે અને એ બંધનોને તોડવાનાં નિમિત્તો પણ સહેલાઈથી મળે છે. તે નિમિત્ત મળતાં જ તે પોતાનાં બંધનોને તોડી નાંખે છે. બંધન ન તૂટે તોય બંધનને અટકાવો : ભલે તમે પરિગ્રહના બંધનમાં બંધાયેલા હો, સત્ત્વના અભાવે તમે તમારાં એ બંધનોને તોડી ન શકો, પણ શું તમે તેને નિયંત્રિત પણ ન કરી શકો ? વધતાં અટકાવી પણ ન શકો ? પરમાત્માના દસ મહાશ્રાવકો, કે જેઓ જન્મે જૈન ન હતા. આમ છતાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની એક જ ધર્મદેશનાથી એમના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું. એમની વૃત્તિ પણ બદલાણી અને પ્રવૃત્તિ પણ બદલાણી. એમની દિશા પણ બદલાણી અને દોટ પણ બદલાણી. ન જાણે એમને પરમાત્માએ કયા શબ્દોમાં સંસારનું સ્વરૂપ સમજાવ્યું, બંધનનું સ્વરૂપ સમજાવ્યું, એ બંધનથી છૂટીને મેળવવાની મુક્તિનું સ્વરૂપ સમજાવ્યું અને એ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ - ૧૦: પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 – 523 મુક્તિને સાધવા માટેનો સાધના માર્ગ સમજાવ્યો કે, તે પુણ્યાત્માઓના હૃદયમાં એ બધી વાતો સોસરી ઉતરી ગઈ અને તેમને થયું કે, ભગવાન મહાવીરે કહેલી આ તમામ વાતો નિતાંત સત્ય છે, પરમ સત્ય છે. આ સંસાર સાચે જ અનંત દુઃખમય છે. પ્રભુએ વર્ણવેલો મોક્ષ એ જ અનંત સુખમય છે અને એ માટે પ્રભુએ બતાવેલો શ્રમણ ધર્મ એ જ એક જીવનનો સાચો રાહ છે. આમ છતાં એ માર્ગે ચાલવા માટે એમણે પોતાના સત્ત્વનું, સામર્થ્યનું માપ કાઢ્યું અને એમાં એમને જ્યારે લાગ્યું કે, પ્રભુએ બતાવેલ આ શ્રમણ ધર્મને જીવવાનું અમારું સામર્થ્ય નથી, ત્યારે એમણે પારાવાર વેદના અનુભવી. અમને મનોમન એવી મુંઝવણ થઈ કે, હવે શું કરવું? ઘણા ઘણા વિચારો કર્યા. કોઈ રસ્તો દેખાયો નહિ, એટલે તેઓ ભર સમવસરણમાં ઉભા થયા. ભગવાન સમક્ષ બે હાથ જોડી નતમસ્તકે તેમણે આંતરિક સંવેદનાને વાચા આપી. ‘મય ! જે મહું, જે પરમ, સેસે !” ભગવાન ! આપે જે સંયમ બતાવ્યું તે અર્થભૂત છે. આપે જે મોક્ષ બતાવ્યો તે પરમાર્થભૂત છે અને એ સિવાય પૂરો સંસાર, બધું જ અનર્થભૂત છે.' - આવા એમના હૃદયના ઉદ્ગારો હતા. પરમાર્થભૂત મોક્ષ એમને પામવો હતો. એ માટે અર્થભૂત સંયમ એમને લેવું હતું અને એ માટે જે અનર્થભૂત પૂરો સંસાર એમને છોડવો હતો, પણ તે માટેનું પોતાનું સામર્થ્ય એમને ન જણાયું. તેથી તેમણે પોતાની સંવેદનાને વાચા આપીને પોતાના સામર્થ્યને અનુરૂપ તરવાનો માર્ગ બતાવવા ભગવાન શ્રી મહાવીરદેવને પ્રાર્થના કરી. જેના ઉત્તરમાં ભગવાને તેમને સમ્યકત્વપૂર્વકનાં બાર વ્રતવાળો દેશવિરતિ ધર્મ બતાવ્યો. એક જ દેશનાથી એમનું પરિવર્તન થયું. એમને દેશના આપનારા પરમાત્મા કેવા હતા અને સામે ઝીલનારા પુણ્યાત્માઓ કેવા હતા, - એ બરાબર વિચારજો! આપણને પણ અનેકવાર સાક્ષાત્ પરમાત્મા મળ્યા હશે, એમને આપણે ઘણીવાર સાંભળ્યા પણ હશે, આમ છતાં આપણને એ બંધન બંધન કેમ ન લાગ્યાં? આપણે એ બંધનને તોડવાનો પ્રયત્ન કેમ ન કર્યો ? અને હજુ આપણું Page #263 -------------------------------------------------------------------------- ________________ રે આતમ જાગો ! એ બંધન કેમ ન તૂટ્યું - એ વાત ગંભીરપણે વિચારજો ! પ્રભુએ જેને બંધન કહ્યાં, તે આપણને બંધન ન લાગ્યાં. એ આપણને સુંવાળાં લાગ્યાં, માટે જ જીવનમાં ઉત્તરોત્તર બંધનો વધી રહ્યાં છે - એ વધે છે એ ગમે પણ છે અને વધા૨વાનું મન પણ થાય છે, એટલું જ નહિ પણ જ્યારે જ્યારે એ પરિગ્રહ વગેરે રૂપ બંધનો ઘટે છે, ત્યારે ત્યારે દુઃખ પણ થાય છે. ૨૪૪ પ્રભુના દશેય મહાશ્રાવકોને બંધન, બંધન લાગ્યાં હતાં. જો આ બંધનો ન છોડીએ તો સર્વવિરતિ ન મળે અને એ સર્વવિરતિને પામીને તેને ન આરાધીએ તો મુક્તિ ન જ મળે, એવો એમને દૃઢ વિશ્વાસ થઈ ગયો હતો. માટે જ એમને મુંઝવણ થવા લાગી. 524 આવી મુંઝવણ તેને જ થાય કે જે વિચા૨ક હોય, જે વિચારક ન હોય, તેને ક્યારેય આવી મુંઝવણ થતી નથી. મોહની મૂઢતામાં ફસાયેલાઓને જેવી થવી જોઈએ, તેવી મુંઝવણ ક્યારેય ન થાય. જે મોહની મૂઢતામાંથી બહાર આવે તેને જ આવી સાચી મુંઝવણ થાય. મોહજન્ય મૂઢતા દૂર થતાં પ્રગટેલી આવી મુંઝવણના કા૨ણે જ આનંદ વગેરે શ્રાવકો ભ૨ સમવસરણમાં ઉભા થયા, તેમણે બે હાથ જોડ્યા, મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ‘ભગવંત, આપે જે સાધના માર્ગ બતાવ્યો તે જ ‘અર્થભૂત’ છે. તેના ફળ સ્વરૂપે જે મુક્તિપદ બતાવ્યું, તે જ ખરેખર ‘પરમાર્થભૂત’ છે. બાકીનો પૂરો સંસાર ‘અનર્થભૂત’ છે. આ શબ્દો માત્ર તેમના મોઢાના ન હતા, માત્ર મગજના ન હતા, તે તો હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલા હતા, માત્ર હૃદયના જ ન હતા, પણ જાગૃત થયેલા - આત્માના - અંતરાત્માના એ શબ્દો હતા. આમ છતાં એમને ખબર હતી કે, ‘અમે પૂરો સંસાર સજીને બેઠા છીએ. સંસારને ખૂબ લાંબો-પહોળો કરીને બેઠા છીએ, નિઃસત્ત્વ છીએ', તેથી તેમણે ભગવાનની આગળ પોતાની ન્યૂનતાનો એકરાર કર્યો અને કહ્યું કે, ‘ભગવન્ ! આપે જે સંસારને અનર્થકારી કહ્યો છે, તે સંસારને અમારે પૂરેપૂરો છોડવો છે. જે સંયમને આપે અર્થકારી કહ્યું, તે સંયમ અમારે સ્વીકારવું છે અને જે મોક્ષને આપે પરમાર્થ કહ્યો, તે મોક્ષ અમારે મેળવવો છે, પણ એ માટે જરૂરી સત્ત્વસામર્થ્ય અમારામાં નથી ! શું અમારા માટે તરવાનો કોઈ માર્ગ નથી ?' જવાબમાં પ્રભુ વીરે કહ્યું કે, ‘તમારા જેવા અસમર્થો માટે સમ્યગ્દર્શનપૂર્વક બાર Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ - ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 525 વ્રતના પાલનસ્વરૂપ દેશવિરતિ ધર્મ છે. સર્વવિરતિ એ વહાણ છે, તો દેશવિરતિ એ તરાપો છે. જો વહાણમાં ચડવાની તમારી તાકાત નથી, તો તમારા માટે આ તરાપો તરતો મૂક્યો છે. આ તરાપામાં પાણી જરૂર આવશે. દરિયાની ખારાશ તમને જરૂર અનુભવાશે, આફતો જરૂર આવશે, આમ છતાં આ તરાપો તમને ડૂબતાં જરૂર બચાવશે. મહાવ્રતોના પાલનરૂપ સર્વવિરતિનું વહાણ સંસારસાગર તરવા પૂરેપૂરી સુવિધાવાળું અને સલામત છે. એમાં બેસીને દરિયા પાર જવાની મુસાફરી અત્યંત સાનુકૂળ અને સહજ છે. જ્યારે સમ્યક્ત્વપૂર્વકનાં બાર વ્રતના પાલનરૂપ તરાપો અનેક છિદ્રોવાળો છે. એમાં કષ્ટો પારાવાર છે. પાણીની થપાટો, ક્ષારની ખારાશ અને સમતુલા જાળવી રાખવાની ક્ષણ ક્ષણની મહેનત - આ બધું જોતાં સર્વવિરતિ કરતાં દેશવિરતિની મુસાફરી કષ્ટદાયક છે. આમ છતાં ભવસાગરમાં ડૂબતાને બચાવવાનું અને વહાણમાં ન ચડાય ત્યાં સુધી ધીરજ બંધાવવાનું સામર્થ્ય એ દેશવિરતિમાં જરૂર છે.” આ સાંભળીને એ દશેય મહાશ્રાવકોએ ભગવાન શ્રીવીર પાસે સમ્યક્ત મૂલ બાર વ્રતો સ્વીકાર્યા અને એ સમયે એમણે પ્રતિજ્ઞા કરી કે, “આ ક્ષણે અમારી પાસે જે કાંઈ પરિગ્રહ છે, તેમાં હવે એક રાતી પાઈનો પણ ઉમેરો નહિ થાય. આજ પછી એમાંથી પણ ઘટાડવાનું ચાલુ થશે.” દસે દસ મહાશ્રાવકોને આ પ્રતિજ્ઞા હતી કે, આજ પછી એક નવા પૈસાનો ઉમેરો નહિ થાય અને તે ઘટાડવાની પણ ક્રિયા કેવી કરી છે, તે તમે સાંભળશો તો ખબર પડશે ! ભલે આ ઘટના વિધવિધ સ્થળોમાં અને વિધવિધ સમયે બની, પણ એનું હાર્દ આવું હતું. જેઓ દેશવિરતિરૂપ તરાપામાં ન બેસી શકે તેને ડૂબતા બચાવવા ભગવાને સમ્યગ્દર્શનનું મજબૂત પાટીયું તરતું મૂક્યું છે. જે એને પણ બરાબર પકડી રાખે તે પણ આ ભયાનક સંસારમાં ન ડૂબે. જે સમ્યગ્દર્શનના પાટીયાને પણ ન પકડી શકે, તેને ડૂબતો બચવા ભગવાને માર્ગાનુસારિતાનાં દોરડાં નાંખ્યાં છે. આ દોરડાંને પણ જે પકડી લે, તેને માટે પણ ડુબવાના ચાન્સ ઘટી જાય છે અને તરવાના ચાન્સ વધી જાય છે. પણ આ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૨ - આતમ જાગો ! બધુંય તેને માટે જ છે કે, જેને ત૨વું છે. સર્વવિરતિ સ્વીકારવાની ઈચ્છા છતાં જેઓની તેવી શક્તિ ન હોય, સત્ત્વ ન હોય, તે માટે જરૂરી કર્મોનો ક્ષયોપશમ જેને થયો ન હોય, તેવા આત્માઓ પણ ભવસાગર તરવાની, કર્મબંધનોથી છૂટવાની સાધના કરી શકે, તે માટેના આ બધા માર્ગો છે. જે કોઈ સમ્યગ્દર્શનના આ મજબૂત પાટીયાને પકડી લે, એનામાં એ વિવેક પ્રગટે કે એ ૨હે સંસારમાં પણ એમાં ૨મે કદી નહીં. ભલે એનું શરી૨ સંસારમાં હોય પણ એનું મન તો મોક્ષમાં જ હોય. 526 માટે તો પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય'માં લખ્યું કે, 'सम्यग्दर्शनपूतात्मा न रमते भवोदधौ । ' ‘સમ્યગ્દર્શનથી પવિત્ર બનેલો આત્મા સંસારસાગરમાં રહેવું પડે તો રહે પણ એમાં રમે નહિ.’ આ ઉપરાંત ‘શ્રી યોગબિંદુ' ગ્રંથરત્નમાં તેઓશ્રીમદે જ લખ્યું છે કે, 'भिन्नग्रन्थेस्तु यत् प्रायो मोक्षे चित्तं भवे तनुः ।' ‘જેણે ગ્રંથી ભેદીને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યું હોય, તેનું શરીર સંસારમાં હોય પણ તેનું મન તો મોટે ભાગે મોક્ષમાં હોય.' જેને સમ્યગ્દર્શન થાય તે ભલે બંધન છોડી ન શકે, પણ એને બંધન તો બંધન જ લાગે. જેને બંધન – બંધન લાગ્યું હોય, તેના ચિત્તની સ્થિતિ એવી હોય કે એનું શરી૨ સંસારમાં હોવા છતાં એનું મન તો મોક્ષમાં હોય. સુવાળાં બંધનો તોડવાં અઘરાં : માટે જ સમકિતી નિરંતર બંધનથી છૂટવાની મહેનત કરતો હોય. એને ખબર છે કે, બરછટ બંધન કરતાં સુંવાળુ બંધન વધારે ખતરનાક હોય છે. ઘણીવા૨ કોઈને ફાંસીનું ફરમાન થઈ ગયું હોય પછી છાપામાં અહેવાલ આવતા હોય છે કે, ગાળીયો તૈયા૨ થઈ રહ્યો છે. એને માખણ પીવડાવીને લીસ્સો Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ - ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 – 527 બનાવાઈ રહ્યો છે. લસ્સો કેમ બનાવાય છે ? જેટલો લીસ્સો વધારે તેટલી વધારે ઝડપથી ભીસ આવે અને એટલા જ ઝડપથી પ્રાણ લે. એટલે જ શત્રુ વગેરેનાં બરછટ બંધનો કરતાં પુત્ર-પત્ની વગેરેનાં સુંવાળાં બંધનોથી વધારે સાવધ રહેવાનું છે. પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજનું એ વચન યાદ કરો કે, ૧૮ રત્વ પાશ તનયનતા સ્નેહટિતમ્ !' મોહતા સુભટ એવા વિષયોરૂપ કસાઈઓ, પુત્ર-પત્ની અને સ્નેહનો ફાંસલો ગળામાં ભેરવીને જીવોને ખતમ કરે છે.' સભા : સાહેબ એ આખો શ્લોક અને એનો અર્થ સંભળાવોને ? એ શ્લોકમાં એમ કહ્યું છે કે, 'गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं, निपीड्यन्ते यत्र प्रकृतिकृपणा: प्राणिपशवः । नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटै - “વ-શૂનીસ્થાનં તવદદ મહાસાધ્વરમ્ !' ‘સ્વભાવથી શક્તિહીન અને અત્યંત પીડિત એવા જીવોરૂપ પશુઓને પુત્ર અને સ્ત્રીના પ્રેમથી બતાવેલો ગાળીયો (પાશ) ગળામાં નાંખીને વક્ર-વિષયોરૂપ કસાઈઓ જ્યાં ખૂબ પીડા આપી રહ્યા છે, તે સંસારરૂપી કતલખાનું ખરેખર મહાભયંકર છે.' “અધ્યાત્મસાર”ના “ભવસ્વરૂપ-અધિકાર'ના આ શ્લોકમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સંસારને કતલખાનાની ઉપમા આપી છે અને પાંચેય ઈન્દ્રિયોના વિષયોને કાતિલ કસાઈઓની ઉપમા આપી છે. આ કસાઈઓ પુત્ર અને પત્નીના સ્નેહ સ્વરૂપ ફાંસલાઓ તૈયાર કરી અજ્ઞાન અને અવિવેકના કારણે પશુ જેવું જીવન જીવતા જીવોના ગળામાં ભરાવે છે અને મૂળથી જ દુઃખી એવા જીવોને વધુને વધુ રિબાવે છે. જેનાં વિવેક ચક્ષુ ખૂલે તેને આ કતલખાનાનું દેશ્ય તાદશ દેખાય તેવું છે. જેને તે સ્વરૂપ દેખાય તે સંસારસ્વરૂપ કતલખાનામાં રહેવાના બદલે, પુત્ર-પત્નીના સ્નેહથી સર્જાતા ફાંસલામાં ફસાવાનું પસંદ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૨ - આતમ જાગો ! 528 કરવાના બદલે ભાગી છૂટવાનો પ્રયત્ન કરે. પરિગ્રહ, ધન, સંપત્તિનો લોભ કેવો ભયાનક છે, એને વશ થયેલી દુનિયા કેવા કેવા કાર્યો, સાહસો અને પુરુષાર્થો કરે છે અને અંતે કેવા દુઃખી થાય છે, તેનું તાદશ વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. હિતોપદેશ' નામના ગ્રંથમાં પૂ. આ. શ્રી પ્રભાનંદસૂરિજી મહારાજે ખૂબ પ્રભાવી શબ્દોમાં આ વર્ણન કરતાં જણાવ્યું છે કે – 'गाहंति गहिरमुवहिं अडंति वियडाडवीसु भीमासु । पविसंति य विवरेसुं रसकूइयं पलोयंति ।।५०९।।' લોભવશ માનવો ઊંડા સમુદ્રમાં ડૂબકી મારે છે, ભયંકર અને વિકટ એવા જંગલોમાં ભમે છે, ઘોર ખાડામાં પ્રવેશે છે અને રસકૂંપિકાઓને શોધે છે.' 'तिहुयणविजयं विजं जवंति रत्तिं भमंति पेयवणे । कुव्वंति धाउवायं खिजंति य खन्नवाएण ।।५१०।।' ‘લોભીઓ ત્રિભુવન પર વિજય મેળવવા માટે વિદ્યા-મંત્ર જપે છે, રાતમાં સ્મશાનમાં ભમે છે, ધાતુવાદ (સોનું બનાવવાની વિદ્યા) કરે છે અને વિધાનો મેળવવા ખોદકામ કરે છે.' 'पसिणंति किन्हचित्तयउप्पत्तिं धुत्तदेसिएहितो । निउणं बिल्लपलासप्परोहमग्गे विमग्गंति ।।५११।।' લોભીઓ, ધૂર્ત લોકો પાસે કૃષ્ણ ચિત્રાવેલીની ઉત્પત્તિના પ્રશ્નો કરે છે, બિલીપત્ર કે ખાખરાના મૂળસ્થાને ધન હોવાની વાતો બધાને નિપુણતાથી કહેતા ફરે છે.' 'वंचंति सामिगुरुजणयतणयसयणाइयं च जं पुरिसा । विलसियमिणमो सयलं निब्भरलोभस्स निब्भंतं ।।५१२।।' લોકો જે ૧ - સ્વામીને ઠગે છે, ૨ - ગુરુને ઠગે છે, Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ 529 ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 ૩ - માતા-પિતાને ઠગે છે, ૪ - પુત્રોને ઠગે છે, ૫ - સ્વજનાદિકને ઠગે છે તે બધો જ મર્યાદાહીન લોભનો વિલાસ છે.' 'का गणणा अण्णेसिं जं जिणमयभाविएसु वि मणेसु । लहलहइ लोहलइया संतोसतुसारवरिसे वि ।।५१३।।' ‘સંતોષરૂપી તુષારની વર્ષા થવા છતાં જિનમતથી ભાવિત થયેલા લોકોના (સાધુ અને શ્રાવકોના) મતમાં લોભરૂપી લતા લહલહે છે તો બીજા લોકોની તો શું વાત કરવી ?” સૌથી વધુ ઘાતક - પરિગ્રહ : બંધનમાં ફસાયેલા તમે હવે તમારી સ્થિતિનો વિચાર કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે, તમે ક્યાં ક્યાં ફસાયા છો, કેવા કેવા ફાંસલા તમારા ગળામાં ભરાયા છે, પળે પળે તમારી ચેતના કેટલી અને કેવી મુરઝાઈ રહી છે ? પળેપળે મૂચ્છનો કેવો હુમલો આવી રહ્યો છે? ધનની મૂર્છા, પરિવારની મૂચ્છ, ભોગ-સામગ્રીની મૂચ્છ, સંપત્તિની મૂચ્છ, મકાનની મૂર્છા, જમીનની મૂર્છા, દર-દાગીનાની મૂર્છા - આ એક-એક વસ્તુની મૂર્છા - આ બધી મૂર્છાઓ, આસક્તિઓ તમને વધુ ને વધુ ગૂંગળાવી રહી છે. એને જ કારણે ભગવાન પાસે ગયા તો ય ભગવાન સાથે વાત ન કરી શક્યા. અગર વાત કરી તો બંધન વધારવાની વાત કરી. ત્રણ લોકના નાથ કે જે બંધનને તોડાવનારા અને મુક્તિને પમાડનારા છે; તેમની પાસે જઈને પણ મુક્તિ માંગી કે બંધન માંગ્યું ? જેમણે બંધન તોડવાનો માર્ગ બતાવ્યો, બંધન તોડવાનો ઉપદેશ આપ્યો, જેઓ સ્વયં પણ બંધન તોડીને મુક્ત થયા, તે પરમતારકની જ પાસે જઈને કહ્યું કે, “ભગવદ્ ! આપ મને મારા ગળામાં આ ગાળીયો નાંખી આપો ! મજબૂત કરી આપો !” કેવી નરી અજ્ઞાનતા ? કેવી બાલીશતા ? કેવી કમનસીબી ? સભા: આ સભામાં તો એવું કોઈ નહિ હોય ! કોણ બાકાત હશે એ મોટો સવાલ છે ! જેમણે બંધન મુક્તિનો માર્ગ બતાવ્યો, તેમની જ પાસે જઈને બંધન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - ૨ - આતમ જાગો ! - 530 વધારવાનો માર્ગ પૂછવો, માંગવો, તે કાંઈ સમજની વાત છે ? - જેમને પરિગ્રહ વગેરે બંધન તરીકે નથી ઓળખાયાં તે ક્યાંય પણ જાય, એ આ જ ધંધો કરવાના. ભગવાન પાસે જાય તો ત્યાં પણ બંધન વધારવાની કે તેને મજબૂત કરવાની વાત કરવાના અને ગુરુ પાસે જાય તો ત્યાં પણ બંધન વધારવાની કે એને મજબૂત કરવાની વાત કરવાના. આ કેવી દુઃખદ પરિસ્થિતિ છે ! જ્યાં જઈને બંધન છોડવાનાં ત્યાં જઈને જ બંધન વધારવાની વાતો કરવી અને એનાં જ રોદણાં રોવાનાં ! સભા : આપની પાસે ન રુવે તો કોની પાસે રુવે ? અમારી પાસે કે કોઈ પણ ધર્મગુરુ પાસે રોવાની ના નથી. પણ શું રોવું અને શા માટે રોવું? – તે સમજવું જરૂરી છે. ધર્મગુરુ પાસે જઈને, બંધન નથી તૂટતું તે રોવાની છૂટ છે અને એ તોડવાના માર્ગો – ઉપાયો પૂછવાની પણ છૂટ છે; પણ બંધન કેમ વળગતું નથી ? – એવી વાતો કરવાની છૂટ નથી. ધર્મગુરુ પાસે જઈને બંધન વધારવાની વાતો કરવી કે એ માટે રોવું એ નરી બાલીશતા છે. સભા: “શું બાળકો મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે અને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે...” એમ જે કહ્યું છે તેનું શું? આ કડી પાપો રોવા માટેની છે, દુઃખોને રોવા માટેની નથી. બંધનો વળગ્યાં છે, એની વેદના વ્યક્ત કરવા માટેની છે. બંધનો નથી મળ્યાં, એ રોવા માટે નથી. હું જે કહું છું, તેને તમે થોડા ગંભીર થઈને સાંભળો અને પૂરી ગંભીરતાપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરો. આ વાતો એ માત્ર કહેવાની - મોંઢે બોલવાની કે લુખી શાસ્ત્રચર્ચા કરવાની વાત નથી. આ અંદરથી સંવેગ પેદા કરવાની વાત છે, જે ભગવાને કહી છે. જો એને એ રીતે નહિ સાંભળો કે એ રીતે સમજવાનો પ્રયત્ન નહિ કરો તો નુકસાન તમને થશે અને આ નુકસાનને તમે સામાન્ય નહિ સમજતા. જેની કોઈ રીતે ભરપાઈ ન થઈ શકે તેવું આ નુકસાન છે. એટલે હવે ફરી પણ સ્વસ્થ બની, સજાગ બની ઉપયોગશીલ બની, સમજવાનો પ્રયત્ન કરો કે આ દરેક દરેક પ્રકારનો પરિગ્રહ એ બંધન છે. પછી ભલે તે કોઈ પણ વ્યક્તિનો હોય કે Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 - 531 વસ્તુનો એટલે કે સજીવ વ્યક્તિનો કે અજીવ વસ્તુનો હોય. એક વાત સમજી લો કે, જે ઝેર હોય તેને ઝેર જ કહેવાય. એને માટે આ મારનારું છે, જીવ લેનારું છે, - એમ જ કહેવાય. પછી ભલે તે ધોળું હોય કે કાળું હોય. સોનાની ડબ્બીમાં હોય કે ચાંદીની ડબ્બીમાં હોય. ઘન સ્વરૂપે હોય કે પ્રવાહીના રૂપમાં હોય, બાટલીમાં હોય કે ડબ્બીમાં હોય, છેલ્લે ઝેર તો ઝેર જ છે, એ મારનારું જ છે. કોઈ પૂછે કે, તે ઝેર શેમાં પીવાય? સોનાના ગ્લાસમાં કે ચાંદીના ગ્લાસમાં? તેને કહેવું પડે કે, ન પીવાય. તેમ જ્ઞાની ભગવંતો કહે છે કે, કોઈ પણ સ્વરૂપે જેમ ઝેર એ ઝેર છે, તેમ પરિગ્રહનું બંધન એ બંધન છે. જેમ ઝેર ન પીવાય, તેમ આ પરિગ્રહનું બંધન પણ ન રખાય. જ્યારે તમને આ બધું સમજાશે અને આ બધાં બંધન જ્યારે તમને બંધન લાગશે ત્યારે તમે એને માંગી જ નહિ શકો. તમે સ્વયં કહેશો કે, ભગવાન ! હવે આ ગાળીયો છોડાવો ! તમારું અંતર જ તમને કહેશે કે, “હવે મારે દેવ-ગુરુ પાસે બંધન છોડવા જવું છે. બંધનથી બંધાવા નથી જવું.' | કોઈ મા-બાપ એવાં હોઈ શકે, કે દીકરો પોતાના ગળામાં ગાળીયો નાંખીને કહે કે, “પપ્પા, હવે ભીસ મારો ! અને તે સાંભળીને બાપ એ દીકરાના ગળામાં ભીસ મારે ? કોઈ દીકરો કહે કે, “ગાળીયો નાંખ્યા પછી કેવું થાય ? એ મારે જોવું છે ! પંખામાં ગાળીયો લગાવું છું અને પછી તમે સ્વીચ ઓન કરજો !” તો તમે શું કરો ? ખૂબ રુવે, કરગરે, “કરો ને પપ્પા કરો !” એમ કહે તો એની ઈચ્છા ખાતર પણ તમે કરો ખરા ? તમે કહોને કે, “બેટા ! ઝેરનાં પારખાં ન હોય.” બંધન તોડવા માટે જ જૈનશાસનની સ્થાપના : સભા: તો પછી ભગવાને આ બધાં બંધનો આપ્યાં કેમ ? અહીં જ તમારી ભૂલ થાય છે. તમે જે માનો છો કે, આ બધું ભગવાને આપ્યું છે, એ તમારી મોટામાં મોટી ભૂલ છે, ગંભીરમાં ગંભીર ભ્રમણા છે. ભગવાને આ કશું જ આપ્યું નથી. ભગવાને તો આ બધાંને બંધન કહી એનાથી છૂટવાનું કહ્યું છે અને એનાથી છૂટવાનો માર્ગ બતાવ્યો છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ ૨ - આતમ જાગો ! – 532 ત્રણ જગતના આ નાથે તો આ બધાં બંધનોને છોડવાનો-તોડવાનો ઉપદેશ આપ્યો છે અને એ માટેનો માર્ગ બતાવ્યો છે. ભગવાને તો કહ્યું કે, ન ગામનું બંધન જોઈએ, ન ઘરનું બંધન જોઈએ, ન પરિવારનું બંધન જોઈએ, ન પૈસાટકાનું બંધન જોઈએ અને છેલ્લે કહ્યું કે, આ શરીરનું પણ બંધન ન જોઈએ. એમાંય આગળ વધીને કહ્યું કે, માત્ર આ ઔદારિક શરીરનું જ બંધન ન જોઈએ, એમ નહિ; પણ એના કારણભૂત કાર્પણ અને તૈજસ શરીરનું બંધન પણ ન જોઈએ. આ બધાં જ બંધનો તોડવા માટે તો ભગવાને મહાન એવા આ ધર્મશાસનની સ્થાપના કરી છે. જો આંખ ખુલ્લી રાખીને, હૃદયને સાબદું કરીને અને બુદ્ધિનો બરાબર ઉપયોગ કરીને વિચારશો તો તમને પણ સમજાશે કે, જ્યાં જ્યાં બંધન છે, ત્યાં ક્યાંય સુખ નથી, પણ દુઃખ છે. માટે તો કહ્યું કે – 'संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा ।' “સંયોગના કારણે જીવ દુઃખોની પરંપરાનો ભોગ બન્યો.' જેટલા ચિંતકો થઈ ગયા, જેટલા વિચારકો થઈ ગયા, જેટલા સાધકો થઈ ગયા; જેટલા જ્ઞાનીઓ થઈ ગયા, એ બધાએ એકી અવાજે કહ્યું કે, ભોગમાં તો હજી પણ કોઈને સુખનો ભ્રમ થવાની શક્યતા છે. કારણ કે - માપતિરણા પરિણામ વિષય: ' ‘વિષયો પહેલી નજરે રમ્ય છે પણ પરિણામે દારુણ છે.' જ્યારે અર્થમાં તો પહેલાં કે પછી ક્યારેય સુખ નથી. એટલે જ અર્થ માટે, પરિગ્રહ માટે યોગશાસ્ત્રકારે કહ્યું કે, “ગર્ગને રક્ષો નાશે, વ્યયે સર્વત્ર ટુમ્ | धत्ते कर्णगृहीताच्छ-भल्ललीलां धनं नृणाम् ।।' ધત અર્જતમાં, નાશમાં, વ્યયમાં બધે દુઃખદાયી છે. તેથી તે ધન કાનથી પકડેલ રીંછની જેમ (કૂદાકૂદ) લીલા ધારણ કરે છે.' સાચું બોલો ! શું વગર મહેનતે પૈસો આવે છે? પૈસો મેળવવા તમે કેટલાં દુ:ખ વેઠ્યાં ? Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 મેળવ્યા પછી એને જાળવવાની જફા ઓછી છે ? જ્યારે પૈસો આવે ત્યારે પણ કેટલી ચિંતાઓ અને ઉપાધિઓ અનુભવી છે ? અને જ્યારે જાય કે જો એમ લાગ્યું ત્યારે પણ તમારી હાલત કેવી થઈ છે ? એ બધું બરાબર વિચારો ! ૨૫૩ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘જ્ઞાનસાર’માં લખ્યું છે કે, ગ્રહોની ગમે તેવી વિડંબણા હોય, પણ પરિગ્રહ નામના ગ્રહની વિડંબણા સામે એ ગ્રહોની વિડંબણા કોઈ વિસાતમાં નથી. કારણ કે, સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો જે રાશિમાં આવીને કષ્ટપ્રદ જણાતા હોય તે રાશિનું પરાવર્તન થતાં કષ્ટપ્રદ નથી જણાતા અને સુખપ્રદ પણ જણાય છે. બુધ વગેરે જે ગ્રહો વક્રી બનીને દુ:ખપ્રદ જણાતા હોય તે માર્ગી બનતાં દુઃખપ્રદ નથી જણાતા અને સુખપ્રદ પણ જણાય છે, જ્યારે આ પરિગ્રહ નામનો ગ્રહ તો ક્યારેય પોતાની રાશિ બદલતો નથી અને ક્યારેય એ પોતાનું વક્રીપણું છોડી માર્ગી પણ બનતો નથી. તેથી જ તેણે ત્રણેય જગતના લોકોની વિડંબણા કરવામાં ક્યારેય પાછું વાળીને જોયું પણ નથી. તેઓશ્રીમદ્ના શબ્દોમાં જ જોઈએ તો - ‘ન પરાવર્તતે રાશે-ર્વતાં ખાતુ નોતિ । પરિગ્રહ: પ્રહ: હોય, વિન્વિતન ત્રયઃ ।।।।' ‘ત્રણેય જગતની વિડંબણા કરતાર આ પરિગ્રહ નામનો ગ્રહ કયો છે કે, એ ક્યારેય રાશિનું પરાવર્તન પણ કરતો નથી અને વક્રતાનો ત્યાગ પણ ક્યારેય કરતો નથી.' 533 જે આ પરિગ્રહ નામના ગ્રહની, ચાલમાં ફસાય તેને નવેય ગ્રહો નડે અને જે આ પરિગ્રહની ચુંગાલમાંથી છૂટે તેને નવમાંથી એકપણ ગ્રહ નડી શકે નહિ. સભા : પૈસાથી ભલે બીજું કાંઈ સુખ ન મળે પણ પ્રસિદ્ધિ તો મળે ને ? પ્રસિદ્ધિને તમારે કરવી છે શું ? એનાથી તમારું શું વળવાનું ? ક્યારેય કોઈની પ્રસિદ્ધિ કાયમ રહી છે ? ચક્રવર્તી જેવા ચક્રવર્તીનાં નામ પણ ભૂંસાઈ ગયા તો શું તમારું નામ કાયમ રહેશે ! જે દુનિયા આજે તમારા ગુણ ગાઈને તમને ઉપર ચડાવે છે, એ જ કાલે તમારી ઘોર નિંદા કરીને તમને પટકી નાંખશે અને એ પ્રસિદ્ધિ માટે કરેલ પાપનાં ફળ જ્યારે ભોગવવાનો વારો આવશે, ત્યારે આમાંના કોઈ બચાવવા નહિ આવે. જ્યારે પણ આવી ખોટી ભૂખ જાગે ત્યારે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જાતને બચાવવા આ કડી યાદ રાખજો. ૨ - આતમ જાગો ! ‘કબહિક કાજી, કબહિક પાજી, કબહિક હુઆ અપભ્રાજી; કબહિક જગ મેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલ કી બાજી.’ છતાંય તમારી એ ભૂખ ન છૂટતી હોય તો સમજી લો કે, પ્રસિદ્ધિ પણ બે જાતની હોય છે. સારી અને ખરાબ. હિતકર અને અહિતકર. જેને ખરાબ અને અહિતકર પ્રસિદ્ધિ જોઈતી હોય તેને અમારે કાંઈ કહેવું નથી. જેને સારી અને હિતકર પ્રસિદ્ધિ જોઈતી હોય તેને તો કહેવું છે કે, ભૂલે ચૂકે ય પરિગ્રહનો પડછાયો લેશો નહિ. 534 નામાંકિત અને નામચીનનો ફરક સમજો ! સારાં કામ કરીને, ત્યાગ કરીને જે પ્રસિદ્ધ થાય તેને ‘નામાંકિત’ કહેવાય છે અને ખરાબ કામ કરીને, ગમે તે રીતે પરિગ્રહ ભેગો કરીને જે પ્રસિદ્ધિ પામે તે ‘નામચીન’ કહેવાય છે. આ તમે જાણો છો ? ખોટાં કામ કરીને જેને પ્રસિદ્ધિ મળી હોય તેને નામચીન કહેવાય અને સારાં કામ કરીને જેને પ્રસિદ્ધિ મળી હોય તે નામાંકિત કહેવાય. જેમ સિકંદર પહેલાં નામચીન હતો. પણ એ પાછળથી મરતાં મરતાં નામાંકિત બની ગયો. જ્યારે માંદગીમાં પટકાયો ત્યારે એ જીવી શકે તેવા સંયોગો દેખાતા નહોતા. તેથી તેને અજાયબ ઘરમાં લઈ જવામાં આવ્યો. આ અજાયબ ઘરમાં એક એક અજાયબ વસ્તુને સારામાં સારી રીતે ગોઠવીને રાખવામાં આવી હતી. આવા અજાયબ ઘ૨માં એનો પલંગ ગોઠવવામાં આવ્યો. આ તકનો લાભ ઉઠાવી કોઈ શત્રુ હુમલો કરી ન બેસે, એ માટે આખું સૈન્ય ચારે બાજુ કડક પહેરો લગાવીને બેઠું હતું. તો બીજી બાજુ દુનિયાના શ્રેષ્ઠ વૈદ્યો, હકીમો, માંત્રિકો અને તાંત્રિકો ખડે પગે એની ચાકરી કરી રહ્યા હતા. મૃત્યુશય્યામાં પોઢેલો સિકંદર છેલ્લી-છેલ્લી નજર માંડતો હોય તેમ અજાયબ ઘરની એક એક વસ્તુઓ ઉપર નજર માંડી રહ્યો હતો અને એને એક એક વસ્તુ અદ્ભુત અદ્ભુત દેખાતી હતી. જેમ તમને પણ પથારીમાં પડ્યાં-પડ્યાં તિજોરીમાં પડેલી વસ્તુઓ દેખાય, બેન્કના લોકરમાં પડેલી વસ્તુઓ દેખાય અને એકાએક તમારા ચહેરા ઉપર મલકાટ આવે અને એમાંથી કોઈક વાર ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જાવ, Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 – 535 એવી એની પણ સ્થિતિ હતી. આવા સ્વભાવના ઘણા લોકો તો અમારી પાસે આવીને પણ પોતાના ધંધાનું વર્ણન કરે ! અને અમને કહે કે, સાહેબ દોરીલોટો લઈને આવ્યો હતો અને એમાંથી આ આ રીતે આ બધું સર્જન કર્યું છે. ... અમે થાકી જઈને એની સામે નજર ન કરીએ તો છેવટે કહે, “સાહેબ ! મારો આ બધો ઈતિહાસ સાંભળવા જેવો છે, કેટલી મહેનત પછી મેં આ બધું સર્જન કર્યું છે. એ બધું આપ સાંભળશો તો આપને પણ આશ્ચર્ય થશે ?” સભાઃ આપને વ્યાખ્યાનમાં કહેવા કામ લાગે ને ! વ્યાખ્યાનમાં કહેવા માટે તમારી પાસેથી અમારે કાંઈ જાણવાની જરૂર નથી. અમે અનંતજ્ઞાની બાપના દીકરા છીએ. આજનો કોઈ પણ સાહિત્યકાર કે, દુનિયાનો કોઈપણ લેખક, કોઈ પણ દાર્શનિક કે કોઈ પણ અનુભવી અમને જે જ્ઞાન આપી શકે તેના કરતાં અનંતગણું જ્ઞાન, અનંતગણો અનુભવ અનંતજ્ઞાનીઓનું આ શાસ્ત્ર આપી શકે છે. કહેવા એ માંગુ છું કે, તમે જેમ તમારા પરાક્રમનું વર્ણન કરો, તેમ સિકંદરને અજાયબ ઘરમાં રહેલી એક એક વસ્તુને જોતાં એને મેળવવા માટે એણે પોતે કરેલાં એક-એક પરાક્રમો યાદ આવતાં હતાં, દેખાતાં હતાં. આના માટે આ પરાક્રમ કર્યું, આના માટે આટલાં ગામો ઉજ્જડ કર્યા; આના માટે આટલા લોકોને વધેરી નાંખ્યા, આના માટે આટલા માઈલો સુધી દિવસ-રાત જોયા વગર ઘોડા ઉપર દોડ્યો, આના માટે આટલી-આટલી દડમજલો કરી. એ બધું એને યાદ આવવા લાગ્યું અને એમાં એને ખુશી થવા લાગી. કારણ કે, એમાં એનું માન પોષાતું હતું અને મન પોરસાતું હતું. આ રીતે શરૂઆતમાં એને પોતાનાં એક એક પરાક્રમો યાદ આવવા લાગ્યાં. પણ આ પછી એકાએક એની વિચારધારામાં પલટો આવ્યો. જોવાનું એનું એ જ હતું. એની પાછળની ઘટનાઓની સ્મૃતિ પણ એની એ જ હતી. પણ એ આખાયે ઘટનાચક્રને જોવાની એની દૃષ્ટિમાં અચાનક પરિવર્તન આવ્યું. એનો દૃષ્ટિકોણ બદલાયો અને વિચારની આખી દિશા જ બદલાઈ ગઈ; જેણે એને “નામચીનમાંથી “નામાંકિત” બનાવી દીધો. એને થયું કે, આમાંનું એક પણ કામ બીજા કોઈએ કર્યું હોય તો તેને કઈ સજા થાય ? આજ સુધીમાં આવાં કાર્યો કરનારને મેં કઈ કઈ સજા કરી છે, જેણે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ - ૨ - આતમ જાગો ! 536 કોઈનો હાથ કાપ્યો હોય કે કોઈનો પગ કાપ્યો હોય, જેણે કોઈની સંપત્તિ લૂંટી હોય કે, કોઈની મા-દીકરીને લૂંટી હોય, જેણે કોઈ એકાદ જણનું ખૂન કર્યું હોય કે, અનેકનું ખૂન કર્યું હોય, એ બધાને આજ સુધી મેં કેવી કેવી શિક્ષાઓ ફરમાવી છે? તો આમાંની એક એક વસ્તુ મેળવવા મેં આમાંનું કાંઈક નહિ પણ બધું જ અને તે પણ એકવાર નહિ, પણ અનેકવાર કર્યું છે, તો એની મને શું શિક્ષા થશે? અહીંથી મરીને મારે ખુદાતાલાના દરબારમાં જવાનો વારો આવશે. ત્યાં મારો ચોપડો ખુલશે. ત્યારે મારી શી દશા થશે ? મને કેવી કેવી શિક્ષા કરવામાં આવશે, એ વિચારતાં જ એ ધ્રૂજી ઊઠ્યો. એ ગમે તેવો તોય આવું કાંઈક માનનારો હતો. ભલે એની પાસે સાચી સમજ ન હતી, પણ પરલોક અને પરલોકમાં આ રીતે પણ કરેલી કરણીની શિક્ષા થશે, એવી માન્યતા તો એનામાં પણ ઘર કરીને બેઠી હતી. એટલા અર્થમાં એ આસ્તિક પણ હતો. આ રીતે પણ એના મનમાં કાંઈક શુભ ચિંતન શરૂ થયું. મૃત્યુ અને મૃત્યુ પછીના પાપના વિપાકો એને દેખાવા લાગ્યા. એથી એની આંખો આંસુથી ભરાઈ ગઈ. ચિકિત્સકોને થયું કે, પરિસ્થિતિ કાંઈક વધુ ગંભીર બની લાગે છે. તેથી તેઓ એકદમ સિકંદરની નજીક ધસી ગયા અને એમણે સિકંદરની નાડી પોતાના હાથમાં લીધી પણ સિકંદરે કહ્યું, “હવે મને તમારી જરૂર નથી, મને એક સાચા ફકીરની જરૂર છે, એને બોલાવો.' જેને પોતાની જિંદગીમાં ક્યારેય ફકીરની જરૂર પડી નહોતી, તેને આજે ફકીરની પોતાના ધર્મગુરુની જરૂર પડી. એ જાગ્યો તો એને ગુરુની જરૂર પડી. જે જાગે તેને ગુરુની જરૂર પડે. તમે જાગ્યા નથી અને જાગવા માગતા નથી માટે જ તમને ગુરુની જરૂર પડી નથી. ભલે એની સમજ મર્યાદિત હતી. ભલે એના ધર્મગુરુ ફકીર પાસેથી બીજું કાંઈ ઉત્તમ તત્ત્વ મળે તેવું ન હતું. પણ એ આટલો જાગ્યો તો એને પોતાની સમજ મુજબ પણ પોતાના ધર્મગુરુની જરૂર પડી અને એ મુજબ એમને બોલાવવામાં આવ્યા અને એ ફકીરને એણે જે કાંઈ સૂચનો કર્યા અને એનો જે રીતે અમલ કરાયો, એના પરિણામે છેલ્લે છેલ્લે ય એ નામચીનમાંથી નામાંકિત બની ગયો. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭. ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 – 537 સભા : સિકંદરે ફકીરને શું કહ્યું? અને ફકીરે એનો અમલ શી રીતે કર્યો છે, જેથી એ નામચીનમાંથી નામાંકિત બન્યો ? મરતાં પહેલાં જ સિકંદરે પોતાના મંત્રી, સેનાપતિ વગેરેને જણાવ્યું કે મારા મૃત્યુ પછી જે કાંઈ કરવાનું છે, તે બધું જ મેં આ ફકીરને જણાવ્યું છે. મારા મરણ પછી તે જેમ કહે તેમ જ બધું તમારે કરવાનું છે. કોઈને ખબર નહોતી કે બાદશાહે ફકીરને શું કહ્યું છે અને એનો અમલ શી રીતે કરવાનો છે ? જ્યારે બાદશાહ સિકંદરનું મૃત્યુ થયું ત્યારે ફકીરની સૂચના મુજબ જ બધી તૈયારીઓ કરવામાં આવી. સામાન્ય રીતે કોઈપણ બાદશાહના મૃત્યુ પછી એનો જનાનો એના સ્વજનો ઉપાડતાં હોય છે. અહીં એનાથી જુદું હતું. એનો જનાનો જગતને જીવાડવાનો દાવો કરનાર વૈદ્યો અને હકીમોના ખભે ઉપડાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા સમયે લશ્કર, શસ્ત્રોને મ્યાન કરીને આગળ ચાલતું હોય છે. જ્યારે અહીં પૂરા લશ્કરે શસ્ત્રોને મ્યાનમુક્ત કરીને નાનાની પાછળ દોડવાનું હતું. સામાન્ય રીતે મૃત્યુ પછી જીવનકાળમાં મેળવેલી સંપત્તિનું પ્રદર્શન કરાતું નથી, હોતું. અહીં તે પણ કરવાનું હતું અને એ જ રીતે જમાનામાં ગોઠવાયેલ મૃતદેહના હાથ ઢંકાયેલા હોય છે. જે અહીં ખુલ્લા રાખીને ખાલી બતાવવાના હતા. ફકીરની આ સૂચના મુજબ સિકંદરનો જનાનો કાઢવામાં આવ્યો અને નગરના દરેક રાજમાર્ગો ઉપર ફેરવવામાં આવ્યો. એ દરમ્યાન મુખ્ય મુખ્ય સ્થળોએ બહુ ઊંચા મંચો બાંધવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં જનમેદનીએ નીચે એકત્રિત થવાનું હતું. એમને કહેવાયું હતું કે જહાંપનાહ મૃત્યુ પામતાં પૂર્વે પ્રજાજોગ જે ફરમાન કર્યા છે, તે તમને સંભળાવવાનાં છે અને તમારે સાંભળીને એનો અમલ કરવાનો છે. આ સાંભળીને પ્રજાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. દરેકને થયું કે, જીવતે જીવ તો એ બધાંને મારતો ગયો અને મરતાં પણ એ કેવાં ફરમાનો કરીને ગયો હશે ! એના મૃત્યુથી લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો, પણ આ ફરમાનની વાત Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ - ૨ - આતમ જાગો ! 538 સાંભળતાં સૌનાં દિલ અધ્ધર થઈ ગયાં. જ્યારે જનાનો અલગ અલગ વિભાગમાં જતો ત્યારે ત્યાં બંધાયેલા માંચડા પાસે ઊભો રહેતો. ફકીર ઉપર ચડીને જ્યારે ફરમાન સંભળાવવાની શરૂઆત કરતો ત્યારે સૌના શ્વાસ ચિંતાથી થંભી જતા, પણ એ ફરમાનો પ્રજા જેમ જેમ સાંભળતી ગઈ, તેમ તેમ તેમના શ્વાસ નીચે બેસતા ગયા અને સૌને થયું કે બાદશાહ મરતાં મરતાં પણ જીવી ગયો અને જગતને જીવવાનો સાચો સંદેશ આપી ગયો. પોતાના જીવનના વ્યવહારથી જે સિકંદર નામચીન બન્યો હતો તે જ મૃત્યુ સમયનાં આ ફરમાનોથી નામાંકિત બની ગયો. પ્રજાએ પૂરા આદરથી એની અંતિમ ક્રિયા કરી. એ માટે સિકંદરનાં ચાર ફરમાનો આજે પણ લોકજીભે ગવાય છે. સભા : સાહેબ એ સંભળાવોને ? સિકંદરે કરેલાં ફરમાનોને રજુ કરતાં એક કવિએ લખ્યું છે કે – મારા મરણ વખતે બધા વૈધોને અહીં બોલાવજો, મારી નનામી એ જ વૈદ્યોના ખભે ઊંચકાવજો; રે દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે. – ૧ મારા મરણ વખતે બધાં હથિયાર લશ્કર લાવજો, આગળ રહે મૃત દેહ, પાછળ સર્વને દોડાવજો; આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને ના કોઈ છોડાવી શક્યું. – ૨ મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો; જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો. ખાલી હથેલી રાખીને જીવો જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી સૌ ત્યજી ચાલ્યા જતા; યૌવન ફના જીવન ફના જર-જમીન ને જોરૂ ફના, પરલોકમાં પરિણામ ફળશે, પુણ્યનાં કે પાપનાં. – ૪' Page #278 -------------------------------------------------------------------------- ________________ 539 ૨૫૯ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 આ ફરમાનો ઉપર વિચારશો તો તમને પણ સમજાશે કે, સિકંદર અંદરથી કેવો જાગી ગયો હતો. તમે લાંબું કાંઈ ન કરી શકો તો કાંઈ નહિ, પણ આટલું ય વિચારી શકો તો ય આજે તમે જે રીતે અર્થની પાછળ આંખ મીંચીને દોડો છો, તેમાં ઘણો ફરક પડી જશે. આ બધી વાતનો સાર એ છે કે, પરિગ્રહની પાછળ થતી વર્તમાનની વિડંબણાઓ સમજાય અને એના ભાવિ પરિણામો જો બરાબર સમજાય તો જ પરિગ્રહ વગેરે બંધનરૂપ લાગે અને એનાથી છૂટવાનું મન થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે – “અમર્યાદિત લોભને આધીન થઈ પાપો કરવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિઓમાં જન્મ અને દીર્ઘકાળ સંસારમાં ભ્રમણ કરવું પડે છે. એમાં ય મહા-આરંભ અને મહાપરિગ્રહથી જીવ વિવિધ પાપો કરીને વારંવાર નારકીમાં ઉત્પન્ન થાય છે.” હવે તમે તમારો વિચાર કરો કે, તમને પરિગ્રહ બંધન છે એવું લાગે છે ? જો હું પરિગ્રહને નહિ છોડું તો તે મને ઘસડીને દુર્ગતિમાં લઈ જશે એવું લાગે છે ? હવે મારે પરિગ્રહમાં નવો વધારો નથી કરવો એવું થાય છે ? અને જ્યાં સુધી આ પરિગ્રહ પૂરેપૂરો ન છૂટે ત્યાં સુધી ધીમે ધીમે પણ એમાં ઘટાડો કરવો જ છે; એવું થાય છે ? મહાપરિગ્રહ નરકગતિનું કારણ બની શકે, તો પરિગ્રહ એ તિર્યંચ ગતિનું કારણ બની શકે કે ન બની શકે ? પરિગ્રહની સાથે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંકળાયેલું છે. સાથોસાથ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા પણ સંકળાયેલી છે. અર્થપ્રિયતામસી : કામપ્રિય-રાજસી : ધર્મપ્રિય-સાત્ત્વિકી : જ્ઞાની ભગવંતોએ કામભોગના ચિંતનમાં ડૂબેલાઓને અધમ કહ્યા છે; જ્યારે અર્થના ચિંતનમાં ડૂબેલાઓને અધમાધમ કહ્યા છે. જેને કામ-ભોગની વાતો જ સાંભળવી ગમે, જે કામ-ભોગની વૃત્તિવાળા હોય તેને રાજસ પ્રકૃતિવાળા કહ્યા છે અને જેને અર્થની વાતો બહુ ગમે, અર્થ મેળવવાની જ વૃત્તિવાળા હોય તેને તામસ પ્રકૃતિવાળા કહ્યા છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ 540 ૨ - આતમ જાગો ! કામ-ભોગની વૃત્તિમાં ડૂબેલાઓને રાજસ-પ્રકૃતિવાળા તરીકે ઓળખાવી તેમને અધમ કહ્યા અને અર્થ-પરિગ્રહની વૃત્તિમાં ડૂબેલાઓને તામસ પ્રકૃતિવાળા તરીકે ઓળખાવી તેમને અધમાધમ કહ્યા છે. સામાન્ય રીતે એમ કહેવાય કે, રાજસ પ્રકૃતિવાળા માટે તિર્યંચગતિ છે તો તામસ પ્રકૃતિવાળા માટે નરકગતિ છે. આ હું મારા ઘરની વાત નથી કરતો. શાસ્ત્રકારોએ આ બધી વાતો શાસ્ત્રોના પાનાઓમાં લખેલી છે. ઉપમિતિમાં પૂ. શ્રી સિદ્ધર્ષિગણીએ પણ કહ્યું છે કે - 'मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः । ये वाञ्छन्ति कथामाथीं, तामसास्ते नराधमाः ।।१-३५।।' માયા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદ વગેરેથી યુક્ત એવા જેઓ અર્થ (પૈસો) સંબંધી કથાને ઈચ્છે છે, તે નરાધમો તામસી કહેલા છે.' 'ये रागग्रस्तमनसो, विवेकविकला नराः । कथामिच्छन्ति कामस्य, राजसास्ते विमध्यमाः ।।१-३६।।' જેઓ રાગથી વ્યાપ્ત મનવાળા, અવિવેકી એવા માણસો છે તે કામભોગની કથાઓને ઈચ્છે છે, તે મધ્યમ કક્ષાના-રાજસી કહેલા છે.' 'मोक्षाकाङ्क्षकतानेन, चेतसाऽभिलाषन्ति ये । शुद्धां धर्मकथामेव, सात्त्विकास्ते नरोत्तमाः ।।१-३७।।' જેઓ મોક્ષની જ એક ઈચ્છાથી ભાવિત ચિત્તથી શુદ્ધ એવી ધર્મકથાને જ ઈચ્છે છે, તે નસેતમો-સાત્વિક કહેલા છે.' હવે વિચારો કે, તમારી શું સ્થિતિ છે ? તમારી પ્રકૃતિ કઈ, તમારી કક્ષા કઈ અને અંતે તમારી ગતિ કઈ ? બહુ જ ગંભીર બનીને આ બધું વિચારજો. આ માટે તમે રોજ તમારી જાતનું અન્વેષણ કરો અને ચિંતન કરીને એકથી બે પાનાં લખો કે પરિગ્રહ મેળવવા મેં કેટલાં આડા-અવળાં કામો કર્યા ? કેટલી હિંસા-ચોરી કરી, કેટલું જૂઠ કર્યું ?, કેટલી હાથની અજમાયતો કરી ? કેટલો માયાચાર કર્યો ? કેટલાં દગો-પ્રપંચ કર્યા ? કેટલા ક્લેશ ને કજીયા કર્યા ? Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૧ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 – 541, કેટલાને દુઃખી કર્યા ? કેટલાને ખતમ કર્યા? જેને ખતમ ન કરી શક્યા, તેને ય ખતમ કરવાના કેટલા વિચાર કર્યા ? આ બધું વિચારીને પછી એ બધાનું પરિણામ શું આવશે ? એ વિચારશો તો જ તમારી આંખ ખુલશે અને આ રીતે જો આંખ ખુલશે તો જ તમારા જીવનની દિશા બદલાશે. સભા : સાહેબ, અમે જ્યારે આવું બધું વિચારીએ છીએ, ત્યારે અમને તો બધું સારું સારું જ લાગે છે. હજુ આ બધાંનું પરિણામ તો અમારી આંખ સામે આવતું જ નથી. કારણ કે, તમારી વિચારવાની દિશા અને રીત બેય ખોટાં છે. તમે તો એટલું જ વિચાર્યું કે, “મારી પાસે આટલો પૈસો ! પચીસ પેટી, પચાસ પેટી, એક ખોખું, બે ખોખાં, ચાર ખોખાં' - જેમ જેમ ખોખાં વધ્યાં, તેમ તેમ સુખ વધ્યું. આવું બધું તમે વિચાર્યું, પણ આ બધું કઈ રીતે વધ્યું ? એને વધારવા તમે કેવી કાળી મજુરી કરી ? કેવાં કાળાં કામ કર્યા ? એ બધાનું ભવિષ્યમાં પરિણામ શું ? આજે પણ આ બધી સંપત્તિ વધવાના પરિણામે કેટલાં ટેન્શન વધ્યાં ? કેટલી ઉપાધિ વધી ? કેટલી દોડધામ અને જવાબદારી વધી ? કેટલાં પાપ અને અસલામતી વધી ? આ બધું ક્યારેય વિચાર્યું ? આ બધું વિચારો તો ખ્યાલ આવે કે પૈસા વધવાથી સુખ વધ્યું કે દુઃખ વધ્યું ? પૈસાથી સુખ – એ નરી ભ્રમણા છે : આ બધું તમે નથી વિચાર્યું એટલે જ તમને સુખ વધ્યું એમ લાગે છે. પૈસાથી દુઃખ વધવા છતાં સુખ વધ્યું એમ તમને જે લાગે છે, એ તમારો ભ્રમ છે. આ સુખ નથી, પણ સુખાભાસ છે. જેમ ગટરમાં પડેલો દારૂડીયો - બને કે એનું મોટું ભંડ કે કૂતરા ચાટતાં હોય તો પણ એ તો એવું જ અનુભવે કે, હું રાજમહેલમાં રાજસિહાસને બિરાજી પરમસુખ અનુભવી રહ્યો છું. દારૂડીયાની આ અનુભૂતિ શું એ વાસ્તવિકતા છે કે ભ્રમ છે ! એ સુખ છે કે નરી વિડંબણા છે. નશાનો સ્વભાવ જ એવો છે કે, જે ભ્રમમાં વાસ્તવિકતાનો અનુભવ કરાવે. પણ નશો ઉતરતાં જ્યારે ભ્રમ ટળે ત્યાર પછી શું ? સભા : એનો તો નશો ઉતરે છે, અમારો ક્યારે ઉતરશે ? તમારો મોહનો નશો ઉતરે એ માટે તો ભગવાને આ શાસન સ્થાપ્યું છે અને એ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ * ૨ – આતમ જાગો ! - 542 માટે જ તો સ ઓ ભગવાનની આજ્ઞા મુજબ આ બધો પ્રયત્ન કરે છે. હવે તમારે એમને સાથ-સહકાર આપવાનો છે. જ્યારે તમે નદી કે દરિયા કિનારે ફરવા ગયા હો, ત્યારે તમારું નાનું બાળક, ત્યાં રેતીમાં ઘર બનાવે. મારું ઘર, મારું ઘર – એમ કરીને ખુશ થાય અને જ્યારે તમે ઘરે જવાની વાત કરો, ત્યારે તે કહે છે કે, “ના, મારું ઘર મૂકીને નહિ આવું.' કારણ કે, એ એને પોતાનું ઘર માને છે. એના સર્જનમાં એને સુખનો અનુભવ થાય છે, પણ તમે જાણો છો કે, “આ બધી બાળચેષ્ટા છે. સુખનો ભ્રમ છે.” પણ એ બાળકને જે રસ રેતીના ઘરમાં છે, તે તમારા ઘરમાં નથી. તેથી એ જ્યારે રેતીનું ઘર મૂકીને આવવાની ના પાડે ત્યારે ઘણીવાર ગુસ્સે થઈને તમે એનું રેતીનું ઘર તોડી પણ નાંખો છો અને એ વખતે એ બાળક રડે છે, છતાં તમને એની દયા નથી આવતી. કારણ કે, તમને ખબર છે કે, આ એની બાળચેષ્ટા છે. અહીં પણ એવું જ છે. તમે બાળક જેવા છો અને જ્ઞાનીઓ માવતર જેવા છે. એ તમારા ભ્રામક ઘરને છોડાવી તમને તમારા સાચા ઘરે લઈ જવા ઈચ્છે છે. જો પૈસામાં ખરેખર સુખ હોત કે પૈસાથી સુખ ખરીદી શકાતું હોત તો આજ સુધીમાં થઈ ગયેલા તીર્થકર ભગવંતોએ “જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી' ને બદલે ‘જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું અબજોપતિ' - કે એવી જ કોઈક ભાવના કરી હોત, જે નથી કરી. - આ અંગે પણ તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે, ભગવાને આવી ભાવના કેમ ન કરી ? સીમંધરસ્વામી ભગવાન તો આજે પણ મહાવિદેહમાં વિચરે છે, તેઓ સર્વજ્ઞ પણ છે. અહીંની બધી જ પરિસ્થિતિ તેઓ જોઈ પણ રહ્યા છે અને તેમની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ હાજર હોય છે. જો પૈસાથી સુખ ખરીદાતું હોત તો ભગવાન કોઈ પણ એક ઈન્દ્રને એટલું જ કહે કે, “ઈન્દ્ર ! તારું કર્તવ્ય છે - ભરત ક્ષેત્રમાં જા અને દરેકના ઘરમાં આટલા-આટલા ધનની વર્ષા કરી આવ, જેથી દરેક સુખી થઈ જાય.” મને કહો કે, સીમંધર ભગવાન આવું કેમ કાંઈ કહેતા નથી, કરતા નથી ? હવે પૂછી લઉં ? તમને કેટલા મળે તો સુખી ? પછી દુઃખની ક્યારેય કોઈ ફરિયાદ નહિ રહે. એવી ખાતરી આપી શકશો ? બોલો, કેટલા મળે તો સુખી ? Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 પછી જીવનમાં મરતાં સુધી ક્યારેય કોઈ ફરિયાદ નહિ હોય ને ? સભા : મારાથી વધારે કોઈની પાસે ન જોઈએ ! ૨૬૩ એટલા મળે તો ય છાતી કૂટે એવા ઘણા છે. કેમ કે લોભનો ખાડો ક્યારેય પૂરાતો જ નથી. કલિકાલસર્વજ્ઞશ્રીજીએ જ માર્મિક કહ્યું છે કે ‘અપિ નામેષ પૂર્વેત, યોમિ: વયસાં પતિઃ । न तु त्रैलोक्यराज्येऽपि प्राप्ते लोभः प्रपूर्यते ।।' | ‘કદાચ પાણીથી આખો સાગર ભરી શકાય, પરંતુ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ લોભનો ખાડો પૂરી શકાય નહીં.' 543 તમને એ ખબર નથી કે, નવમા ત્રૈવેયકમાં બધા સરખા હોય છે, ત્યાં એમનાથી વધારે સુખ-સંપત્તિનાં સાધનો કોઈની પાસે નથી હોતાં; આમ છતાં ત્યાં ગયેલા મોટા ભાગના મિથ્યાદ્દષ્ટિ દેવો છાતી કૂટે છે અને રુવે છે કે અહીં તો અમે બધા જ સરખા તેમાં મારી વેલ્યુ શું ? એમાં ને એમાં રોઈને જીવે છે. મિથ્યાદ્દષ્ટિઓ, પરિગ્રહની આસક્તિવાળાઓ ત્યાં પણ સુખી નથી અને આવી વિચારસરણીના પરિણામે તેઓ જે વધુ દુઃખી થવાના છે તે જૂદું. ‘પૈસો મળે એટલે સુખી થવાય’, એવા ભ્રમમાં ક્યારેય ન રહેશો. પૈસાથી ક્યારેય સુખી થવાતું નથી. એ તો દુઃખનું જ મૂળ છે. જેણે દુઃખથી છૂટવું હોય તેણે દરેક દૃષ્ટિકોણથી અર્થની અનર્થકારિતાનું ચિંતન કરવું બહુ જ જરૂરી છે, તમે પણ જો આવું ચિંતન કરશો તો તમારું કલ્યાણ થશે. આજ સુધી એક જ ચિંતન કર્યું છે, ‘પૈસો હોય તો સુખ,’ - આવી ઊંધી વ્યાપ્તિ બાંધી દીધી છે, તેથી જ દુઃખી છો. હવે ચિંતન કરો કે, ‘પૈસો હોય તો દુઃખ’ અને મારી પાસે ‘પૈસો છે, તેથી જ હું દુઃખી છું.’ ગમે તેટલો પુરુષાર્થ કરીને મેળવેલી વસ્તુઓની અનર્થકારિતા જ્યારે સમજાશે, ત્યારે તેને છોડતાં વાર નહિ લાગે. ચક્રવર્તીઓને પણ જ્યારે આ સમજાયું ત્યારે તેઓ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના છોડીને ચાલી ગયા હતા. સભા : સાહેબ ! અર્થ અનર્થકારી છે, એવું નથી જ સમજાયું, એવું તો નથી જ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ૨ – આતમ જાગો ! 544 અને સમજાઈ ગયું જ છે, એવું પણ નથી. જો તમને સમજાઈ જ ગયું છે, તો એની પાછળ આટલી બધી દોડધામ શા માટે ? સભા : જેટલા જેટલા વેપાર-ધંધા કરે છે, એ બધાને પૈસો જ મેળવવો છે, એવું નથી, પણ મુંઝવણ એ છે કે, જો ધંધો-ધાપો બંધ કરીએ તો આખો દિવસ કરીએ શું ? ઘરમાં બેઠા કાંઈ સારા લાગીએ ? જો તમે ઘરમાં બેઠા સારા ન લાગો તો શું ઓફિસ-પેઢીમાં બેઠા સારા લાગો છો એમ ? ના, જરાય નહિ. તમે તો ધર્મસ્થાનમાં બેઠા હો તો જ સારા લાગો. આજે આ ઉમરે ય કે આટલું મળ્યા પછી પણ તમને બજારમાં જતા જોઈ કોઈ પણ સાચા વિચારકને તમારામાં અને મજુરમાં કોઈ ફરક લાગતો નથી. બીજી વાત એ છે કે, તમને એવી કેમ મુંઝવણ થઈ કે, “ધંધો-ધાપો છોડી દઈએ તો આખો દિવસ કરીએ શું?” શું જીવનમાં એક માત્ર “ધંધો કરવો’ એ જ કર્તવ્ય છે ? શું “ધર્મ જ કરવો' - એ કર્તવ્ય નથી ? ધંધો કરવો એ કર્તવ્ય ન હોવા છતાં “ધંધો કરવો એ જ એકમાત્ર કર્તવ્ય છે' - એમ માનવું અને એમાં સુખની અનુભૂતિ થવી, એ અજ્ઞાન, વિપર્યાસ, મિથ્યાત્વનો પ્રભાવ છે. ધંધો એ એકમાત્ર કર્તવ્ય તો નથી, પણ એ કર્તવ્ય પણ નથી. એ તો ન છૂટકે લાચારીથી કરવાની વસ્તુ છે. ધર્મસામગ્રી સંપન્ન ઉત્તમ માનવ જીવન પામ્યા પછી જો કાંઈ પણ કરવા યોગ્ય હોય તો એકમાત્ર રત્નત્રયીની ઉજળી આરાધના જ કરવી' - એ જ કર્તવ્ય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધના અને એમાં સહાયક એવી તપધર્મની સાધનાના જેટલા પણ પ્રકારો બતાવ્યા છે, એને બરાબર સમજો અને એની આરાધનામાં લાગી જાઓ તો તમારી પાસે એક મિનિટ પણ બચે તેવી નથી. ટૂંકમાં કહું તો એક સંતોષ ગુણને અપનાવી લો તો ય ઠેકાણું પડી જાય. યોગશાસ્ત્ર' વગેરે ગ્રંથોમાં દર્શાવેલ શ્રાવકની દિનચર્યા તમે એકવાર બરાબર વાંચી લો તો તમને ખ્યાલ આવે કે, રોજ રોજ તમારે કયાં કયાં કર્તવ્યો કઈ કઈ રીતે કરવાં જોઈએ ? અને એ બધાં કર્તવ્યોને પૂર્વના ઉત્તમ શ્રાવકો કઈ કઈ રીતે આરાધી ગયા છે ? Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 સાધનાના આનંદનું વર્ણન ન થાય : આ બધું સમજીને જીવન જીવવાનું ચાલુ કરો તો તમારી પાસે બજારમાં જવાનો કોઈ સમય જ નહિ રહે અને એમાં તમને જે આનંદ આવશે, જે અપૂર્વ શાંતિ, અપાર સુખાસિકા અને અનરાધાર ઉત્સાહનો અનુભવ થશે, તેની તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય. અન્ય આરાધનાની વાત તો પછીની છે; માત્ર સભ્યજ્ઞાનની ઉપાસનામાં એકવાર જોડાઈ જાઓ તો તમને પૂ. ઉપાધ્યાયજી ભગવંતનાં વચનો તમારી કક્ષા મુજબ તમારા જીવનમાં સાર્થક થતાં અનુભવાશે. તેઓશ્રીમદે, ‘શ્રીજ્ઞાનસાર'માં કહ્યું છે કે, ‘જ્ઞાનમગ્નસ્ય વચ્છર્મ, તદ્દનું નૈવ શવતે ।' ‘જ્ઞાનમગ્નને જે સુખ હોય છે, તે તો કહેવું શક્ય નથી.' એ જ રીતે ‘શ્રીઅધ્યાત્મસાર'માં કહ્યું છે કે 'कान्ताऽधरसुधास्वादाद्यूनां यज्जायते सुखम् । बिन्दुः पार्श्वे तदध्यात्म - शास्त्राऽऽस्वादसुखोदधेः ।। ' ‘સ્ત્રીના અઘરામૃતનો આસ્વાદ કરતાં યુવાનોને જે સુખ મળે છે. તે સુખ અધ્યાત્મશાસ્ત્રોના આસ્વાદના સુખસાગર સામે બિંદુ જેવું છે.' અધ્યાત્મનાં સુખ સામે જગતનાં શ્રેષ્ઠ કહેવાય તેવાં ભોગસુખો સમંદર સામે બિંદુ જેવાં છે. જેના જીવનમાં અધ્યાત્મ નથી, તે ગમે તેવો જ્ઞાની હોય તો પણ તે અજ્ઞાની છે, ગમે તેવો ચારિત્રી હોય તો પણ તે અચારિત્રી છે. આગળ વધીને કહ્યું - ‘રસો મોળાવધિ જામે, સદ્ધર્યે મોબનાવધિ । अध्यात्मशास्त्रसेवायां, रसो निरवधि पुनः ।।' 545 ‘કામતો આનંદ ભોગક્રિયા ચાલે ત્યાં સુધી હોય છે, સુંદર વાનગીનો આનંદ ભોજન ક્રિયા ચાલે ત્યાં સુધી હોય છે. જ્યારે અધ્યાત્મશાસ્ત્રની સેવા-ઉપાસનાનો આનંદ અધિ વગરતો/અમર્યાદ હોય છે.' Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ૨ - આતમ જાગો ! - 546 અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન માત્ર બોજો છે. તેનું ફળ માત્ર સંસાર છે. ‘અધ્યાત્મશાસ્ત્રલેવાયાં, રસો નિરવધિ પુન: I' અધ્યાત્મશાસ્ત્રોની સેવા (અભ્યાસ-પરિશીલન)નો આનંદ અવધિ વગરનો હોય છે.' માટે જ કલિકાલસર્વજ્ઞ પ્રભુએ “યોગશાસ્ત્રમાં કહ્યું કે, જ્ઞાન-વન-ચરિત્ર-રત્નત્રતામાનને मनुजत्वे भोगकर्म, स्वर्णपात्रे सुरोपमम् ।।' જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીનાં ભાજન એવા મનુષ્યજીવનમાં ભોગકર્મ કરવું, તે સુવર્ણ પાત્રમાં મદિરાપાન કરવા જેવું છે.' મનુષ્ય જીવનમાં ભોગ-કર્મ જ મદિરા જેવું ગણાય તો અર્થ-કર્મ કેવું ગણાય ? ધનની ઈચ્છા શાંત થાય ત્યારે આત્મા કેવું સુખ અનુભવે છે, તે પણ કલિકાલસર્વજ્ઞશ્રીજીએ બતાવ્યું છે -- 'निवृत्तायां धनेच्छायां, पार्श्वस्था एव सम्पदः । अङ्गुल्या पिहिते कर्णे, शब्दाद्वैतं विजृम्भते ।।' ‘જેમ આંગળીથી કાન બંધ કરીએ તો અપૂર્વ અવાજ પ્રગટે છે, તેમ ધનની આશા-ઈચ્છા શાંત થાય ત્યારે બધી સંપદાઓ નજીકમાં જ આવી મળે છે.' આ બધી વાતોને પૂરી ગંભીરતાથી વિચારજો. આ અંગે સૂત્રકાર પરમર્ષિ વધુ શું કહી રહ્યા છે, તે અંગેની વિશેષ વાતો હવે પછી. (બીજો ભાગ પૂર્ણ) Page #286 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગમાં પ્રયોજાયેલ દષ્ટાંતોની અનુક્રમણિકા અનુ. દષ્ટાંતો વિષય પ્રવ. પૃષ્ઠ | | | પૃષ્ઠ | - 14 ભ ભ ભ = = = આર્યરક્ષિતસૂરિજી અનુયોગ વિભાગ ૨. મહાવીર પ્રભુ જીવન દર્શન ૩. ઋષભદેવ પ્રભુ માતા-પિતા છતે દીક્ષા નેમિનાથ પ્રભુ માતા-પિતા રોતે દીક્ષા ૫. શંકર-ગંગા ગણધર ત્રિપદી ઝીલે . પક્ષી મા-બચ્યું પદાર્થ સરલીકરણ ૭. હરસૂરિજી-અસ્વાધ્યાય ગુરુભક્તિનો એક પ્રકાર છે દેવચંદ્રસૂરિજી-પાહિણી ગુરુભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર ક્ષીરકદંબક પાઠક વિશેષજ્ઞતા ચિત્રકાર-પુત્ર અહંકાર-વિદ્યાનાશ કાલિકસૂરિજી સામાચારી ફેરફાર ૧૨. મહારાજા શ્રેણિક વ્રત દઢતા મહાસતી સુલસા સમ્યક્ત દઢતા ભરૂચનો શ્રાવક વ્રત દૃઢતા રામચંદ્રસૂરિજી અનુકૂળ ઉપસર્ગ ૧૬. | પુણિયો શ્રાવક સામાયિક-સંવેગ ૧૭. | સુબાહુકુમાર દષ્ટિપરિવર્તન-વૈરાગ્ય માષ0ષ મુનિ ધર્ય-ગુર્વાજ્ઞા ગૌતમસ્વામીજી પૃચ્છનાની રીત પાડો ડહોળામણ રાજકુળ ધાવમાતા પ્રવચનમાતા અકબર-બિરબલ અનુકરણ કોનું કરાય? પુણિયો શ્રાવક સાધર્મિકભક્તિ ધન્નાજી ઘરના સંવાદો ૨૫. કાલસૌકરિક-લોહખુર-ગોશાળો હું પણ આપ્ત છું આર્યરક્ષિતસૂરિ-રુદ્રમોમાં સમકિતી મા કેવી હોય? | ૧૦ આત્મારામજી મહારાજ યતિસંસ્થા નાબૂદી સ્થૂલિભદ્રસૂરિ અયોગ્યતા સિદ્ધસેન દિવાકર અયોગ્યતા હેમચંદ્રસૂરિ-સુવર્ણસિદ્ધિયાચના અયોગ્યતા ૩૧. સિંહગુફાવાસી મુનિ-કોશા | અનુકૂળ ઉપસર્ગ ૧૮. | ૨૦. > > > ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - 10 117! 122 130 137/ 154 157) 158 167 189. 192 193 206) 24 230 2301 230] 230] 236 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ – ૨ – આતમ જાગો ! 548 અનુ. દેષ્ટાંતો વિષય પ્રવ પૃષ્ઠ | સળંગ પૃષ્ઠ 263 281 બોધ 582 ૩૨. | રામચંદ્રસૂરિજીકાનપુરના સંન્યાસી | જૈન સાધ્વાચાર 244 રામચંદ્રસૂરિજી-હસ્તગિરિ તીર્થ | પ્રોજેક્ટ-તીર્થ 246 કેલાશસાગરસૂરિજી-હસ્તગિરિ | નિઃસ્પૃહતા 247 રામચંદ્રસૂરિજી-જૈન પ્રવચન | પ્રોજેક્ટ-છાપું 247 આદિનાથ પ્રભુ કળા/ શિલ્પ | કલ્પરૂપે પ્રવર્તન આર્દ્રકુમાર-તાપસો ચર્ચા-વાદ 265] | ઉદય-પેઢાલ-ગૌતમસ્વામી સંવાદ 267 રામચંદ્રસૂરિજી-હર્ડીકરવેદ્યરાજ સ્વાધ્યાય આનંદ 270. રામચંદ્રસૂરિજી| અમદાવાદના શ્રાવકો ધર્મલાભ ર1 272 મહાવીર પ્રભુ-લોકાંતિક દેવ બોધ મહાવીર પ્રભુ-ચંડકૌશિક સર્પ 282 મુનિસુવ્રત પ્રભુ-ઘોડો બોધ જંબુસ્વામી બોધ 289 મહાવીરસ્વામી-રોહિણીયો ચોર બોધ 291 પિતા-ત્રણ પુત્રો પરમાર્થ કાઢવો 303 પિતા-પુત્રી સ્વાધ્યાય હિત આર્દ્રકુમાર પુરુષાર્થ 327 ૪૯. સંન્યાસી-બાવલું સાવધાની રામચંદ્રસૂરિજી ચિંતન 335 રામચંદ્રસૂરિજી ઉપદેશ શૈલી 338 સુધર્માસ્વામી-જંબૂસ્વામી સંવાદ કૃષ્ણ-અર્જુન સંવાદ 344 રામચંદ્રસૂરિજી-ભક્ત કસોટી રામચંદ્રસૂરિજી-વકીલ વેરાગ્યનિકષ 349 ગૌતમસ્વામીજી પ્રમાદ 359. આતંકવાદી-અપહરણ અવાજ કોનો ? શક્તિશાળી માણસ-કમળપત્ર સમયની સૂક્ષ્મતા 371 રામચંદ્રસૂરિજી મિથ્યાત્વ પર પ્રહાર 379 ભરત-બાહુબલી સમકિતીની મનોદશા 384 રામચંદ્રજી-સીતાજી-લક્ષ્મણ રાગ ખટકે શાલિભદ્ર-નોકરો ૧૩. પ્રજાપાલ રાજા દાન ગુણ 409 ૯૪. | કવિવર માઘ-માઘપત્ની દાન વ્યસન || ૧૯] ૧૩૬ 410 309. 331 344 349 369 388 409 ઉદારતા Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અનુક્રમણિકા 549 અનુ. દષ્ટાંતો વિષય પ્રવ. પૃષ્ઠ સળંગ 423 435 437 449 465 472 473) 474 * # 0 # 0 # 0 # 0 493 # 0 505 # 0 # ૫. પતિ-પત્ની સંવાદ પ્રમાદે-માયા ૬૬. ચિત્ર-સંભૂતિ નિમિત્તની અસર ૬૭. અનુસુંદર ચક્રવર્તી ચક્રવર્તી ય દયાપાત્ર ૬૮. | રામચંદ્રસૂરિજી-અજેન જેઠાભાઈ | બંધન તોડ્યું ૬૯. વેપારી-ઘેબર-જમાઈ | વૈરાગ્ય ૭૦. મિલમાલિક-શ્રાવક-ગુરુભગવંત ચોયણા શબ્દો ૭૧. | રામચંદ્રસૂરિજી ચોયણા શબ્દો ૭૨. એક શ્રોતા-થેલીમાં ચંપલ પરિગ્રહ સંજ્ઞા ૭૩. જૂનો ગ્રામીણ-ચલમ અંગારો અનર્થબુદ્ધિ ૭૪. રામચંદ્રસૂરિજી-શ્રીમંત ભક્ત હિતશિક્ષા ૭પ. રામચંદ્રસૂરિજી-શ્રીમંત સંઘવી હિતશિક્ષા ૭૬. લક્ષ્મી બે રૂપ દેવી-ડાકણ અર્થ-અનર્થતા | રામચંદ્રસૂરિજી દીક્ષાયુગપ્રવર્તન ૭૮.| સાધુઓ અને પુસ્તકો પરિગ્રહ ૭૯. પેથડશા-પ્રથમિણી બંધન ત્યાગ-બ્રહ્મચર્ય ૮૦. આનંદાદિ દશ શ્રાવકો કબૂલાત ૮૧. સિકંદર નામાંકિત-નામચીન ૮૨. દારૂડીયો-ગટર સુખ-ભ્રમ ૮૩. | બાળક-રેતીનું ઘર સુખ-ભ્રમ ૮૪. સીમંધર પ્રભુ-ઈન્દ્ર ધનવૃષ્ટિ ૫. | યમરાજ-કોળીયો મૃત્યુ ૮૬. | કંસારાના કબુતર ઉપદેશ અસર ૮૭.| રામચંદ્રસૂરિજી-શ્રીમંત દલાલ અર્થ વિનય ૮૮. ગોભદ્ર બ્રાહ્મણ શ્રીમંતનાં દુઃખો ૮૯. આનંદ-કામદેવ પરિગ્રહ ત્યાગ આદિનાથ પ્રભુ-૯૮ પુત્રો ત્યાગ ૯૧. | ખાણીયો મજુર તૃષ્ણા ૯૨. મહાવીર પ્રભુ-નાવિક સમભાવ ૯૩. | બંગલો-સંડાસ ગરજ ૯૪. | હરિભદ્રસૂરિજી સંવિગ્નપક્ષી ૫. દેવચંદ્રસૂરિજી-પથ્થર ભાવના ૯૯. યશોવિજયજી ઈચ્છાયોગ ૯૭. આનંદ-કામદેવ મમતા ત્યાગ ૯૮. | જનક વિદેહી જ્ઞાતાદૃષ્ટાભાવ ૯૯, મહાવીર પ્રભુ-ભમરાનો ઉપદ્રવ સમભાવ 503 513 516 528 535 536 536 ૨૪ 549 533 ૨X ૨૪ 569 ૪ 575 588 595 605 614 616 616] ( (o (a to 616 Page #289 -------------------------------------------------------------------------- ________________ - ૨ - આતમ જાગો ! 550 | અનુ. દષ્ટાંતો વિષય સળંગ પૃષ્ઠ 629 633 638 641 643, 644 ITC ૧૦૮. | હીરા ૧૦૦ 644 645 645 648 651 655 ૧૧. ૨૮ ૧૨૭ ૨૯ ૧૪૮ 690 ૧૦૦. રામચંદ્રસૂરિજી-શ્રાવકો ધંધો બંધ કરવો ૧૦૧, યુદ્ધ-માયકાંગલા પરાક્રમહીનતા /૧૦૨ | હાથીનું આળોટવું હિંસા બંધક મુનિ હિંસાનું ફળ સર્પો-વૃક્ષમાં ખીલે ઠોકવું હિંસા ૧૦૫. ગાય-બળદ-ગરમ પાણી હિંસા બાળકો-શિક્ષણ હિંસા મા-બાપ ભૃણહત્યા હીરાનો ધંધો હિંસા ૧૦૯. | વિજળી સજીવ છે ચર્ચા-સ્વચ્છેદ તામલી તાપસ હિંસા-કતલખાના ૧૧૧. જેન ઘરો-જીવવિચાર શિક્ષણ ૧૧૨. શોકસભા નફફટાઈ નિર્ધામણા ભય [૧૧૪ નિર્ધામણા મમતા ૧૧૫ નિર્ધામણા લોભવૃત્તિ ૧૧૬| ! નિર્ધામણા મોહ-અજ્ઞાન ૧૭. કલ્યાણમિત્ર દાનાંતરાય નાશ ૧૧૮. સંન્યાસી-યુવાન અન્યત્વ ભાવના ૧૧૯. સંન્યાસી-યુવાન સ્વાર્થના સગાં ચોસઠ પ્રહરી પૌષધ (ધર્માનુષ્ઠાન) લોભથી ધર્મક્રિયા પુણિયો શ્રાવક સંતોષ ૧૨૨. શ્રીમંત અવદશા ૧૨૩. મહાવીરદેવ-ધન્નાજી-શાલિભદ્રજી | સંપત્તિમાં સુખ નથી ૧૨૪. લક્ષ્મણજી-સીતાજી અશરણ ૧૨૫. ઘરડો-વિજ્ઞાન વાસના-અજ્ઞાન ૧૨૭. | રાજસ્થાનનો એક પ્રસંગ-ચાતુર્માસ વિષાનુષ્ઠાન ૧૨૭. ગુજરાતનો એક પ્રસંગ-જિનાલય વિષાનુષ્ઠાન ૧૨૮. સાધુઓ-વાર્તાલાપ પ્રોજેક્ટ-રમત મદારી-સાપ કાળજી ઉપવાસનું પારણું-ગરોળી પરિણામ વિચાર ૧૩૧. સાસુ-વહુ-ઝઘડો શિખામણ-હિત હેમચંદ્રસૂરિજી-કુમારપાળ હિત-જવાબદારી ૧૩૩. જંબૂસ્વામીજી આદિ ચંચલચિત્તા (!) ૧૩૪. ચોમાસાના આરાધકો બંધનમુક્તિવાળા 700 711] ૧૭પ 115 ૧૯૭ 136) 752 ૩૧ ૨૧૩ ૩૨ ૨૨૧ ૩૩૨૩૧ ૩૩ ૨૩૨ ૩૩ ૨૪૨ ૩૩ ૨૪૫ 753 161 771] 772 ૧૨૯. ] ૧૩૦. 782 ૧૩૨. ' હમચ ( ૩૩૬ 795 Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગમાં પ્રયોજાયેલ શાસ્ત્રોનો અકારાદિક્રમ ૧. અખા-દુહા ૩૨. ગચ્છાચાર પન્ના ૨. અધ્યાત્મસાર ૩૩. ગીતગોવિંદ ૩. અધ્યાત્મની સઝાય ૩૪. ગીતા (અર્જન). ૪. અનુયોગદ્વાર ૩૫. ગુરુતત્ત્વ વિનિશ્ચય ૫. અમૃતવેલી સઝાય ૩૬. ગૌતમસ્વામીનો રાસ ૬. અંતરાયકર્મની પૂજા ૩૭. જન્મભૂમિ પંચાંગ ૭. અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન ૩૮. જીતકલ્પ ભાષ્ય ૮. અર્થશાસ્ત્ર ૩૯. જંબુસ્વામીનો રાસ ૯. અષ્ટક પ્રકરણ ૪૦. તત્ત્વનિર્ણય પ્રાસાદ ૧૦. આચાર દિનકર ૪૧. તત્ત્વતરંગિણી - મૂળ ૧૧. આચારાંગ ૪૨. તત્ત્વતરંગિણી – ટીકા ૧૨. આનંદઘન ચોવીસી ૪૩. તત્ત્વાર્થ સૂત્ર ૧૩. આવશ્યક સૂત્ર ઈરિયાવહી ૪૪. તત્વાર્થ આદ્યકારિકા ૧૪. ઓઘનિર્યુક્તિ ૪૫. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વનું ૧૫. પપાતિક સૂત્ર ૧૦ ૧૬. ઈન્દ્રિયપરાજય શતક ૪૬. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ૧૭. ઉત્તરાધ્યયન સૂત્ર ૪૭. દશવૈકાલિક ૧૮. ઉત્તરાધ્યયન ચિત્ર-સંભૂતીય અધ્યયન ૪૮. દશવૈકાલિક ચૂલિકા-૨ ૧૯. ઉપદેશ રહસ્ય ૪૯. દશવૈકાલિક નિર્યુક્તિ ૨૦. ઉપદેશમાળા ૫૦. દસમાવય ચરિયું ૨૧. ઉપમિતિ ભવપ્રપંચા કથા ૫૧. દીપોત્સવ કલ્પ ૨૨. ઉપાસક દશાંગ પર. દ્રવ્યસપ્તતિકા ૨૩. ઉમાસ્વાતિ પ્રઘોષ ૫૩. દ્વાચિંશ દ્વાત્રિશિકા ૨૪. કર્મગ્રંથ ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૨૫. કલ્પદીપિકા પપ. ધર્મસંગ્રહ ૨૬. કલ્પરિણાવલી પક. ધ્યાનશતક ૨૭. કલ્પસૂત્ર ૫૭. નવતત્વ પ્રકરણ ૨૮. કલ્પસૂત્ર સામાચારી ૫૮. નવપદ પૂજા ૨૯. કલ્પસૂત્ર સુબોધિકા ૫૯. નિશ્ચયવ્યવહાર ગર્ભિત ૩૦. કુમારપાળ રાસ સીમંધર જિનસ્તવન ૩૧. કુમારપાલદેવ ચરિત ૧૦. નીતિશાસ્ત્ર Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨ ૨ - આતમ જ 552 | ઉ૧. નંદીસૂત્ર ૬૨. પતન અને પુનરુત્થાન ૬૩. પંચવસ્તુક ગ્રંથ ૩૪. પંચસૂત્ર ઉપ. પાક્ષિક સૂત્ર ૬૬. પાર્શ્વનાથ થાય ૬૭. પરિશિષ્ટ પર્વ ૧૮. પીસ્તાલીસ આગમની પૂજા ૩૯. પ્રજ્ઞાપના સૂત્ર ૭૦. પ્રમાણમીમાંસા ૭૧. પ્રશમરતિ ૭૨. પ્રશ્નવ્યાકરણ ૭૩. પ્રવચન સારોદ્ધાર ૭૪. બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચય ૭૫. બૃહત્કલ્પભાષ્ય ૭૧. ભક્તામર સ્તોત્ર ૭૭. ભગવતી સૂત્ર ૭૮. ભરત ચક્રીની સઝાય ૭૯. મમતા (સ્મૃતિ ગ્રંથમાળા) ૮૦. મહાભારત (અજૈન). ૮૧. મહાવીરચરિયું ૮૨. માયાની સઝાય ૮૩. માર્ગ પરિશુદ્ધિ ૮૪. મૂર્ખની સઝાય ૮૫. યોગદષ્ટિ સમુચ્ચય ૮૬. યોગબિંદુ ૮૭. યોગવિશિકાવૃત્તિ ૮૮. યોગશતક ૮૯. યોગશાસ્ત્ર ૯૦. રત્નાકર પંચવિંશિકા (સં.) ૯૧. રત્નાકર પચ્ચીશી (ગુ.) ૯૨. લલિતવિસ્તરા ૯૩. વંદિત્તા સૂત્ર ૯૪. વિશેષાવશ્યક ભાષ્ય ૫. વીતરાગ સ્તોત્ર ૯૭. વૈરાગ્ય શતક ૯૭. વૈરાગ્યની સઝાય ૯૮. વ્યવહાર સૂત્ર ૯૯. વ્યવહાર ભાષ્ય ૧૦૦. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૧૦૧. શાંત સુધારસ ૧૦૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય ૧૦૩. શ્રાવક જીવનની કરણીની સજઝાય ૧૦૪. શ્રાદ્ધવિધિ મૂળ-ટીકા ૧૦૫. શ્રાવકધર્મવિધિ પ્રકરણ ૧૦૧. શ્રીપાળ રાજાનો રાસ ૧૦૭. શ્રીપાળ ચરિત્ર (જ્ઞાનવિમલ સૂરિ) ૧૦૮, ષોડશક પ્રકરણ ૧૦૯. સન્મતિતર્ક ૧૧૦. સમકિતની ૬૭ બોલની સઝાય ૧૧૧. સમરાદિત્ય કેવળી ચરિત્ર ૧૧૨. સંથારા પોરિસી ૧૧૩. સંબોધ પ્રકરણ ૧૧૪. સંબોધ સિત્તરી ૧૧૫. સવાસો ગાથાનું સ્તવન ૧૧. સાડી ત્રણસો ગાથાનું સ્તવન ૧૧૭. સુકૃત સાગર ૧૧૮. સુલસા ચરિત્ર ૧૧૯. સૂયગડાંગ-ચૂર્ણિ ૧૨૦. સૂયગડાંગજી ટીકા ૧૨૧. સૂયગડાંગ-નિર્યુક્તિ ૧૨૨. સૂયગડાંગજી સૂત્રની સક્ઝાય ૧૨૩. સ્થાનાંગ સૂત્ર ૧૨૪. સ્તુતિ ૧૨૫. સ્નાત્રપૂજા ૧૨૭. હૃદય પ્રદીપ છત્રીસી ૧૨૭. હિતોપદેશ ૧૨૮. હેમસંસ્કૃત પ્રવેશિકા ૧૨૯. જ્ઞાનસાર Page #292 -------------------------------------------------------------------------- ________________ 'મને જન્મા પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૫૩૫ ૨૦૭૨ - ફેક્સઃ ૨પ૩૯ ૨૭૮૯ - E-mail : sanmargp@icenet.net પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા જ નં. નામ કિંમત ૧. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોના ચાર સેટ) (અપ્રાપ્ય) ૨. સમ્યગ્દર્શન ૧૦૦/૩. આચારાંગ સૂત્રનાં (ધૂતાધ્યયન)-વ્યાખ્યાનો (ભાગ-૧ થી ૧૫) ૨000/૪. જૈનશાસનની મિલકત (અપ્રાપ્ય) ૫. આત્માની ત્રણ અવસ્થાઓ (અપ્રાપ્ય) ૬. સનાતન સત્યનો સાક્ષાત્કાર ૪૦/૭. વંદિત્તા સૂત્રનું વિવરણ ૫૦/૮. રામાયણનો રસાસ્વાદ (અપ્રાપ્ય) ૯. આર્યસંસ્કૃતિનો આદર્શ (અપ્રાપ્ય) ૧૦. વિંશતિ-વિંશિકા Sol૧૧. નિનશાસન કે પ્રતિ મારી ઉત્તરવયિત્વ ૩૬/ કે અન્ય પ્રકાશનો જ ૧. મૃત્યુની મંગળપળે – સમાધિની સાધના ૨. અરિહંતના અતિશયો ૩. અહંન્નમસ્કારાવલી ૪. વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન ૫. દ્રવ્યસપ્તતિકા ૬. પ્રેરક પરિવર્તન ૭. ભાવપ્રતિક્રમણનું તાળું ખોલો ૮. વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક ૯. નેમિદૂત કાવ્યમ ૧૦. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧. શ્રાવકધર્મ ધર્મ સંગ્રહ સારોદ્ધાર ભાગ-૧ ૧૨. સૂત્રસંવેદના ભાગ-૧ ૧૩. સૂત્રસંવેદના ભાગ-૨ ૧૪. શ્રમણ ઉપયોગી સૂત્ર-સાર્થ ૧૫. શ્રમણ ધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨ (અપ્રાપ્ય) ૨૦/(અપ્રાપ્ય) ૧૦૦/૫૦/Sol ૭૦/(અપ્રાપ્ય) ૧૨૫/ઉ૦/૫૦/Sol૪૦/૫૦/ Page #293 -------------------------------------------------------------------------- ________________ • પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા • (પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા.) નં. નામ ૧. પ્રવચનનું પ્રતિબિંબ ૨. નવપદ ઉપાસના ૩. નવપદના ઉપાસકો (શ્રીપાળ-મયણા) ૪. સાધના જીવનના ચડાવ ઉતાર ૫. પ્રાર્થના સૂત્રના માધ્યમે પરમાત્માને પ્રાર્થના ૬. જિનાજ્ઞા પરમમંત્ર ૭. જિનાજ્ઞા જીવનમંત્ર ૮. માર્ગ : દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ '૮. ૧૦. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ ૧૧. અહિંસાનો પરમાર્થ ૧૨. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા ૧૩. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો... સાધના અને સાધક . પ્રતવનપ્રમાવહ દિી ગ્રંથમાના १. जिनाज्ञा परममंत्र ૧૪. ૧૫. આત્મધ્યાનના અવસરે (અપ્રાપ્ય) ૫૦/ ૧૬. સમકિતનો સંગ મુક્તિનો રંગ ૪૦|-- ૫૦ 30/ ૧૭. જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન (પેપરબેક) ૧૮. ઝાણું : (મનને જાણો ! મનને જીતો !) પેપરબેક આગમ જાણો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૧) આતમ જાગો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૨) ૨૧. બંધન જાણો ! બંધન તોડો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા.૩) ૩૦ ૧૯. ૬૦ ૨૦. ૬૦ २. प्रार्थनासूत्र के माध्यम से परमात्मा को प्रार्थना ३. जैन संघ के अग्रणिओं को मार्गदर्शन ४. आत्मध्यान के अवसर पर * English Books * 1. Jainism A Glimpse 2. Atma The Self 3. Devasia-rāia Pratikramana Sütra કિંમત ૫૦ ૬૦ (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) ૩૦૪ (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) (અપ્રાપ્ય) ૨૫/ ૨૦ ૨૫ ૨૦ રૂ/ ૨૧/ 、૦/ ૨૦/ 20/ 25/ 30/ Page #294 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા જ १. जीवनसाफल्यदर्शनम् (श्री विजय रामचन्द्रसूरि) ५०-०० २. दर्शनशुद्धिप्रकरणम् (बृहद्वृत्ति सह) १००-०० ३. धर्मोपदेश काव्यम् (सटीक) (श्री लक्ष्मीवल्लभगणि) ६०-०० ४. नवस्मरण-गौतमस्वामी रास ६३-०० ५. इन्द्रियपराजयशतक (सटीक) (श्री गुणविनयगणि) ६०-०० ६. दीपोत्सवकल्प (श्री हेमचन्द्रसूरि विरचित) ५०-०० ७. श्रीश्रीपालचरित्रम् (श्री ज्ञानविमलसूरिकृतम्) ६५-०० ८. श्रीश्रीपालचरित्रम् (श्री सत्यराजगणि विरचितं) १००-०० ९. योगविंशिका-प्रकरणम् (श्री हरिभद्रसूरि विरचित) २५-०० १०. हितोपदेशः सटीक (श्री प्रभानंदसूरि) प्रत ३००-०० • प्राकृत-संस्कृत शब्दकोश ४०-०० ११. उत्तराध्ययनसूत्र सटीक प्रत (पं. श्री. भाव वि. कृत) ३००-०० १२. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-१ १३०-०० १३. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-२ १५५-०० १४. हितोपदेशः (मूल-वृत्ति-कथा-तुला-टिप्पणीसमन्वितः) १७५-०० १५. हितोपदेशः (कथारहित-वृत्तिसमन्वितः) ७५-०० સભા પ્રકાશ જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net સારા એરિયામાં માત્ર એક વેઅર ફુટ જગ્યા મળે એટલી જ રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા અઢળક પુસ્તકો મેળવો! - જન્માર્ટ પ્રદાશન દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જેન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે. દસ વર્ષના ગાળામાં દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કિંકનાં જીવન પલટ્યાં છે. નવી દૃષ્ટિ આપી છે. મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧૦૦૦ પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય ઘેરબેઠાં પ્રાપ્ત થશે. માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જ રૂ. ૫૦૦૦/- ભરી સન્મા] |પ્રદાન - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો. | सभ्य बनतांनी साथे ४ तमारी पसंहसीन३. १000/-Fi पुस्तओ भेट अपाशे. પુસ્તકો માટે આજીવન સભ્ય ફી માત્ર રૂ.૫૦૦૦/ Page #295 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિાળ તે જ છે. સાચા-ખોટાની પden કરે ૪. ==essional સારાણા પ્રકાશન પાર્તિવાહિક સમાચાણ કરવાવાઝcesses सन्मार्गेणेव गन्तव्यं, नान्मागंण कदाऽपि हि । सन्मार्गाज्ञायते सिद्धि सन्मार्गाववद्धनम् ।। તેમના પ્રકાશન : એન આરાધના ભવન ટ્રસ્ટ, પછીયાની પોળ, દર પંદર દિવસે ડીઝીટ સંડ, અમદાવાદ-!. ફોન : 2535 2872 ગુજરાતી અને હિન્દી ભાષામાં E-mail: sanmargp@icenet.net o*: 2539 2789 જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક જન્મા પ્રકાશન પારિવારિક જમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સવામી બનવાનો કિમીયો બતાવતું જાળ પાક્ષિદ જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. જન્માતા ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સભા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એક જ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠાં મેળવો. જના પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net મગ 1000/- ૩.માંજિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો. Page #296 -------------------------------------------------------------------------- ________________ આ તો જાઈ ! સ્વયંસંબુદ્ધ પરમાત્મા મહાવીરદેવને લોકાંતિક દેવોએ કલ્પ સાચવવા “સુનાદિ’ કહી બોધ આપ્યો. છદ્મસ્થ, પ્રભુ મહાવીર મહારાજાએ ચંડકૌશિક સર્પને “સુન્સ યુન્સ'ના અમૃત વચને બોધ આપ્યો. એ જ પ્રભુએ કૈવલ્ય બાદ ગૌતમ-સુધર્માદિ મહામુનિઓને ‘ગુજ્જાફા' આગમપદ દ્વારા બોધ આપ્યો. બોધની મહત્તા કેટલી–તે આના ઉપરથી સહેજે સમજી શકાય છે. - પ્રભુ વીરની આ આગમ પ્રસાદી જંબુસ્વામીજીને મળીસૂરીશ્વરોની પરંપરાએ આપણા સુધી આવી. અનંત અનંત પુણ્યોદયે જ પ્રાપ્ત થાય તેવાં આ વચનો આપણને સાંભળવા મળી. રહ્યાં છે - તો આપણું સૌભાગ્ય કેવું ? | ‘આતમ જાગો !'ની આસ ધુનીનો આલાપ છેડતાં આ પ્રવચન પુસ્તકનાં દસે પ્રવચનો સુતેલા આતમરામને જગાડવા સુસમર્થ છે. આપણાં સૌભાગ્યનું વધામણું અહીં મહેરામણ બની છલકાઈ રહ્યું છે. ચાલો ! એની મોજ માણીએ. પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા Me AlI/II HSurtiitals (079) 25352072 | NOTir/ Educomelanda For Perial Use Only સુહમા gamelibrary.org