________________
539
૨૫૯ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23
આ ફરમાનો ઉપર વિચારશો તો તમને પણ સમજાશે કે, સિકંદર અંદરથી કેવો જાગી ગયો હતો.
તમે લાંબું કાંઈ ન કરી શકો તો કાંઈ નહિ, પણ આટલું ય વિચારી શકો તો ય આજે તમે જે રીતે અર્થની પાછળ આંખ મીંચીને દોડો છો, તેમાં ઘણો ફરક પડી જશે.
આ બધી વાતનો સાર એ છે કે, પરિગ્રહની પાછળ થતી વર્તમાનની વિડંબણાઓ સમજાય અને એના ભાવિ પરિણામો જો બરાબર સમજાય તો જ પરિગ્રહ વગેરે બંધનરૂપ લાગે અને એનાથી છૂટવાનું મન થાય.
શાસ્ત્રોમાં કહ્યું છે કે – “અમર્યાદિત લોભને આધીન થઈ પાપો કરવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિઓમાં જન્મ અને દીર્ઘકાળ સંસારમાં ભ્રમણ કરવું પડે છે. એમાં ય મહા-આરંભ અને મહાપરિગ્રહથી જીવ વિવિધ પાપો કરીને વારંવાર નારકીમાં ઉત્પન્ન થાય છે.”
હવે તમે તમારો વિચાર કરો કે, તમને પરિગ્રહ બંધન છે એવું લાગે છે ? જો હું પરિગ્રહને નહિ છોડું તો તે મને ઘસડીને દુર્ગતિમાં લઈ જશે એવું લાગે છે ? હવે મારે પરિગ્રહમાં નવો વધારો નથી કરવો એવું થાય છે ? અને જ્યાં સુધી આ પરિગ્રહ પૂરેપૂરો ન છૂટે ત્યાં સુધી ધીમે ધીમે પણ એમાં ઘટાડો કરવો જ છે; એવું થાય છે ?
મહાપરિગ્રહ નરકગતિનું કારણ બની શકે, તો પરિગ્રહ એ તિર્યંચ ગતિનું કારણ બની શકે કે ન બની શકે ? પરિગ્રહની સાથે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંકળાયેલું છે. સાથોસાથ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા પણ સંકળાયેલી છે. અર્થપ્રિયતામસી : કામપ્રિય-રાજસી : ધર્મપ્રિય-સાત્ત્વિકી :
જ્ઞાની ભગવંતોએ કામભોગના ચિંતનમાં ડૂબેલાઓને અધમ કહ્યા છે; જ્યારે અર્થના ચિંતનમાં ડૂબેલાઓને અધમાધમ કહ્યા છે. જેને કામ-ભોગની વાતો જ સાંભળવી ગમે, જે કામ-ભોગની વૃત્તિવાળા હોય તેને રાજસ પ્રકૃતિવાળા કહ્યા છે અને જેને અર્થની વાતો બહુ ગમે, અર્થ મેળવવાની જ વૃત્તિવાળા હોય તેને તામસ પ્રકૃતિવાળા કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org