________________
૮૨
૨ - આતમ જાગો !
362
સંસારમાં શા માટે ન રહેવું જોઈએ તેની પણ તર્કબદ્ધ રજુઆત કરી દૃષ્ટાંતો દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી નિરુત્તર થઈ અને શાંત થઈ. એટલે બીજી પત્નીએ પણ એ જ શૈલીમાં પોતાની વાત કરી. એને પણ જંબૂકુમારે એ જ રીતે પ્રત્યુત્તર આપ્યો. આ રીતે આઠે આઠ નિરુત્તર થઈ એટલે છેલ્લે આઠે ભેગી થઈને બોલી કે, “સ્વામિનાથ ! આપને અમારા ઉપર જરાય લાગણી કે પ્રેમ જેવું કાંઈ છે કે નહીં ?' આ વાત કરતી વખતે આઠેયની લાગણીઓ ઉભરી આવી હતી અને આઠેયની આંખોમાં મોટાં મોતીઓનાં તોરણ બંધાયાં હતાં.
ચક્રવર્તી માટે કહેવાય છે કે બધાં જ શસ્ત્રો ખુટી જાય ત્યારે છેલ્લે એ ચક્રરત્નને યાદ કરે તેમ સ્ત્રીઓને પણ પોતાનાં બધાં શસ્ત્રો ખૂટી જાય પછી છેલ્લું હથિયાર આંસુનું હોય છે.
આઠેએ કહ્યું કે, “સ્વામિનાથ !' શબ્દોની રજૂઆત તો જુઓ, આજે તો આ શબ્દો સાંભળવાનું ય તમારું કોઈનું સદ્ભાગ્ય નથી. નિપુણ્યક આત્માઓ આવું પુણ્ય લાવે ક્યાંથી ?
હૈયાની વેદના અને આંસુ સાથે આડેએ કહ્યું કે, “સ્વામિનાથ ! શું આપને અમારા ઉપર જરાય પ્રેમ નથી ?
ભલભલા ચમરબંધીઓ પણ આ પ્રશ્ન સામે મહાત થઈ જાય, પણ જંબૂકુમાર તો કોઈ જુદી માટીમાંથી ઘડાયેલા હતા. તેથી તેમણે અત્યંત સહજતાથી કહ્યું કે “મને તમારા ઉપર આટલો (જરાય) ય પ્રેમ નથી !'
તમારા ઘરમાં જો કદાચ કોઈ પ્રસંગે આવો વાર્તાલાપ થાય, એમાં તમને એવું પૂછવામાં આવે કે તમને મારા ઉપર જરાય પ્રેમ-બ્રેમ છે કે નહિ ?' તો તમે શું કહો ? જે હોય તે વિચારીને કહેજો અને જો કદાચ તમે એવું કહી દો કે, “ના મને તારા ઉપર જરાય પ્રેમ નથી. તો તમને વળતો જવાબ શું મળે ? શું મુંડાવા આવ્યા હતા ? શું જોઈને પેણવા આવ્યા હતા? આવો જ કોઈ નબળો જવાબ મળે કે સારા જવાબની આશા રાખી શકાય ? જૈનકુળમાં આવો અવિવેક ક્યારેય ન હોય.
જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય ત્યારે પ્રતિવાસુદેવ દ્વારા વાસુદેવ ઉપર ચક્રરત્ન મૂકવામાં આવે, તે ચક્રરત્ન વાસુદેવને પ્રદક્ષિણા આપીને તેના જ હાથમાં આવે અને વળતો તે જ ચક્રરત્નનો ઉપયોગ વાસુદેવ, પ્રતિવાસુદેવ ઉપર કરે છે. એ જ રીતે જંબૂકુમારે તે જ પ્રશ્નરૂપી શસ્ત્રનો વળતો ઉપયોગ આઠેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org