________________
૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17
નવોઢાઓ ઉપર કર્યો. જંબૂકુમારે આઠેય પત્નીઓને પૂછ્યું કે, ‘મને તો તમારા ઉપર પ્રેમ-લાગણી જેવું કાંઈ નથી પણ તમને મારા ઉપર પ્રેમ છે ?’
૮૩
‘સ્વામિનાથ ! અમને જો આપના ઉપર પ્રેમ-લાગણી ન હોત તો આખી રાત આ મહેનત શા માટે કરત ?'
― 363
આઠેય નવોઢાઓને આ જવાબ સાંભળીને જંબૂકુમારે પૂછ્યું કે, ‘સાચો પ્રેમ કોને કહેવાય ? જેના ઉપર સાચો પ્રેમ હોય તેની ઉ૫૨ હક્ક-દાવો કરવાનું મન થાય કે તે જે કહે તે કરવાનું મન થાય ? જેના ઉપર પ્રેમ હોય તેને જે ગમે તે જ કરવાનું મન થાય તો સમજવું કે આ સાચો પ્રેમ છે.’
આ સાંભળીને આઠેય પત્નીઓએ કહ્યું કે, ‘અમને આપના પ્રત્યે અનહદ પ્રેમ છે માટે આપને જે ગમે તે કરશું, આપ જે કહેશો તે કરશું, અમે આપના માર્ગમાં ક્યાંય અવરોધ નહીં કરીએ. પણ સહયોગ કરશું.'
જંબૂકુમારે કહ્યું - ‘મેં તો નિર્ધાર કર્યો છે, ઉગતી પ્રભાતે સંયમ સ્વીકારી ભગવાન શ્રી સુધર્માસ્વામીજીના ચરણોમાં જીવન સમર્પિત કરવું. શું તમે પણ તેમ જ કરશો ?' આઠેય પત્નીઓએ કહ્યું કે, ‘સ્વામિનાથ ! જે આપની ઈચ્છા એ જ અમારી ઈચ્છા. જે આપનો માર્ગ એ જ અમારો માર્ગ. અમે પણ આપના માર્ગે જ સંચરશું.’
કેવો સુંદર યોગ હશે ! કેવી એ જીવોની ઉત્તમતા હશે ! કેવાં એમનાં માતાપિતા હશે ! કેવા ઉત્તમ સંસ્કારોનું એમણે સિંચન કર્યું હશે ! જેમાંથી આ ઉત્તમ પરિણામ નિપજી શક્યું.
નવેનાં મા-બાપ રાહ જોઈને બેઠાં હતાં કે નિર્ણય શું થાય છે. સવારે નવેયનાં માતા-પિતાને ખબર પડી કે આ બધાં જ પ્રભુ વીરના પંથે સંચરવા સજ્જ બન્યાં છે, ત્યારે તેમને થયું કે ઉગતી વયમાં આપણાં સંતાનો જો આ રીતે સંસાર છોડીને જો પ્રભુ વીરના પંથે સંચરતાં હોય તો આપણાથી હવે આ સંસારમાં કેમ રહેવાય ? જે એમનો માર્ગ તે જ આપણો માર્ગ.
વચ્ચે ૫૦૦ ચોરોની પણ વાત આવે છે, પણ એ વાત હમણાં કરતો નથી. લગ્નનો વરઘોડો એકનો હતો. અને દીક્ષાનો વરઘોડો પ૨૭ મતાંતરે ૫૨૮નો હતો. લગ્ન કર્યા પછી સંસાર માણવા ઘણું રાખવાનું હતું. આજે બધું છોડીને જવાનું હતું. કેવો હશે એ વરઘોડો ? ગઈકાલે જેમણે લગ્નની
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org