________________
૨૬૫
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23
સાધનાના આનંદનું વર્ણન ન થાય :
આ બધું સમજીને જીવન જીવવાનું ચાલુ કરો તો તમારી પાસે બજારમાં જવાનો કોઈ સમય જ નહિ રહે અને એમાં તમને જે આનંદ આવશે, જે અપૂર્વ શાંતિ, અપાર સુખાસિકા અને અનરાધાર ઉત્સાહનો અનુભવ થશે, તેની તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય. અન્ય આરાધનાની વાત તો પછીની છે; માત્ર સભ્યજ્ઞાનની ઉપાસનામાં એકવાર જોડાઈ જાઓ તો તમને પૂ. ઉપાધ્યાયજી ભગવંતનાં વચનો તમારી કક્ષા મુજબ તમારા જીવનમાં સાર્થક થતાં અનુભવાશે.
તેઓશ્રીમદે, ‘શ્રીજ્ઞાનસાર'માં કહ્યું છે કે,
‘જ્ઞાનમગ્નસ્ય વચ્છર્મ, તદ્દનું નૈવ શવતે ।'
‘જ્ઞાનમગ્નને જે સુખ હોય છે, તે તો કહેવું શક્ય નથી.' એ જ રીતે ‘શ્રીઅધ્યાત્મસાર'માં કહ્યું છે કે
'कान्ताऽधरसुधास्वादाद्यूनां यज्जायते सुखम् । बिन्दुः पार्श्वे तदध्यात्म - शास्त्राऽऽस्वादसुखोदधेः ।। ' ‘સ્ત્રીના અઘરામૃતનો આસ્વાદ કરતાં યુવાનોને જે સુખ મળે છે. તે સુખ અધ્યાત્મશાસ્ત્રોના આસ્વાદના સુખસાગર સામે બિંદુ જેવું છે.'
અધ્યાત્મનાં સુખ સામે જગતનાં શ્રેષ્ઠ કહેવાય તેવાં ભોગસુખો સમંદર સામે બિંદુ જેવાં છે.
જેના જીવનમાં અધ્યાત્મ નથી, તે ગમે તેવો જ્ઞાની હોય તો પણ તે અજ્ઞાની છે, ગમે તેવો ચારિત્રી હોય તો પણ તે અચારિત્રી છે. આગળ વધીને કહ્યું -
‘રસો મોળાવધિ જામે, સદ્ધર્યે મોબનાવધિ । अध्यात्मशास्त्रसेवायां, रसो निरवधि पुनः ।।'
545
‘કામતો આનંદ ભોગક્રિયા ચાલે ત્યાં સુધી હોય છે, સુંદર વાનગીનો આનંદ ભોજન ક્રિયા ચાલે ત્યાં સુધી હોય છે. જ્યારે અધ્યાત્મશાસ્ત્રની સેવા-ઉપાસનાનો આનંદ અધિ વગરતો/અમર્યાદ હોય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org