________________
૨૧૮
૨ - આતમ જાગો !
-
498
વીતરાગનો માર્ગ હજુ જેણે પરિણતિમાં ઉતાર્યો ન હોય, પચાવ્યો ન હોય, જીવનમાં જીવ્યો ન હોય, એને જ શ્રીમંતને જોઈને ગલગલીયાં થાય. વીતરાગ માર્ગના સાચા સાધુને એવું ક્યારેય ન થાય; એને તો શ્રીમંતોની, સત્તાધીશોની દયા જ આવે. અર્થ કે કામને કર્તવ્યરૂપ પુરુષાર્થ માનવો, તે પ્રબુદ્ધપણાની નહિ પણ અબુધપણાની નિશાની છે :
પરમતારક ગુરુદેવના જીવનમાં બનેલો અને જોયેલો એક પ્રસંગ કહું. પૂજ્ય ગુરુદેવશ્રીજીની બહુ જ સેવા કરનારા એક બહુ મોટા શ્રીમંત, બેસતા વર્ષે પોતાના પરિવાર સાથે માંગલિક સાંભળવા આવ્યા. વાસક્ષેપ નખાવ્યા પછી તે ભાઈએ વિનંતી કરી. “સાહેબ ! બધાને લઈને આવ્યો છું, કાંઈક હિતશિક્ષા આપો !” ત્યારે એ મહાપુરુષે કહ્યું – “આ મજૂરી ક્યારે છોડવી છે? કેટલાં વર્ષો સુધી આ બધી મજૂરી કરવી છે ? હજુ આ બધો ધંધો ક્યાં સુધી કરવો છે ? શું ઓછું છે કે – આટલાં બધાં પાપનાં પોટલાં ભેગાં કરો છો ? ક્યાં જશો એનો કોઈ વિચાર આવે છે ?” બેસતા વર્ષે માંગલિક સાંભળવા આવેલાને આવું કહી શકાય ? આ હતો સાચી સાધુતાનો ઓડકાર, નિબંધતાનો ધબકાર.
વિ. સં. ૨૦૨૫મી સાલમાં એક પુણ્યાત્માએ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં જામનગરથી જૂનાગઢનો સંઘ કાઢ્યો. બહુ ઉદારતાપૂર્વક કાઢ્યો. તેમની ઉદારતા સમજાવવા માટે એક પ્રસંગ કહું. એક દિવસ આરાધકોને એકાસણામાં બેસાડવાનું મોડું થયું. આરાધકોના મોઢા ઉપર ગ્લાની દેખાઈ. સંઘવીને ખબર પડી. કાર્યકર્તાઓને બોલાવીને પૂછ્યું કે, “આટલું મોડું કેમ થયું ?” “લાકડાં લીલાં આવી ગયાં હતાં, એટલે સળગતાં વાર લાગી' - એવો જવાબ મળ્યો. એ સાંભળી એમણે તરત જ કહ્યું કે, “ઘી-તેલના ડબ્બા ક્યાં ગયા હતા ? – ઠલવી દેવા'તાને ચૂલામાં !” સંઘમાં આવેલા સાધર્મિકોને તકલીફ થાય તે કેમ ચાલે ? આવી ઉદારતાવાળા પુણ્યાત્માનો સંઘ પૂરો થયો. ભક્તિભાવમાં લીન બનીને પ્રભુ સમક્ષ ખૂબ નાચ્યા, ખૂબ નાચ્યા. એ પછી પાછા વળતાં આશીર્વાદ લઈને હિતશિક્ષા માંગી; ત્યારે ગુરુદેવે શું કહ્યું હશે ? “હવે સમેતશિખરનો બીજો સંઘ કાઢજો !' ને, તેઓશ્રીએ એવું કશું જ ન કહ્યું, તેઓશ્રીએ તો પૂછયું કે, “હવે આ ધંધો-ધાપો ક્યારે બંધ કરવો છે? – આ બધો પૈસો એમને એમ આવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org