________________
૧૧૭ - ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 397 એ આગ પાણીના સરોવરમાં પલટાઈ ગઈ. ચંદનના અંગારા બુઝાણા અને ત્યાં વિશાળ જળરાશીથી લહેરાતું સરોવર રચાઈ ગયું. વચ્ચે કમળની અંદર સીતાજી બેઠાં છે અને લક્ષ્મીની જેમ શોભી રહ્યાં છે. આ બધો મહાસતીના પરમપવિત્ર શીલનો પ્રભાવ હતો. જે સૌએ જોયો, જાણ્યો અને માણ્યો. સૌ કોઈ ભાવવિભોર બની ગયાં અને મહાસતીને અહોભાવપૂર્વક જોવાં લાગ્યા, નમવા લાગ્યાં. ત્યાં તો એક અણધારી ઘટના બની. સરોવરનું એ પાણી ઉભરાવા લાગ્યું, એનો વેગ વધવા લાગ્યો અને અયોધ્યાવાસીઓ તરફ એ પાણી ધસમસતું આવવા લાગ્યું. નગરવાસીઓએ બુમાબુમ કરી મૂકી કે, “મહાસતી બચાવો ! બચાવો !
સીતાજીના મનમાં કોઈના ય પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ન હતો. ભલે અયોધ્યાવાસીઓએ તેમના પ્રત્યે ગમે તે વ્યવહાર કર્યો હતો, પણ એમના મનમાં તો સૌ પ્રત્યે કરુણાનો જ ભાવ હતો. એટલે તેમણે તરત જ કરુણાથી પ્રેરાઈને પોતાના બન્ને હાથ લાંબા કરી પાણીને રોકવાનો ભાવ કર્યો અને એમના એ સંકલ્પ બળથી – એમના સુવિશુદ્ધ શીલના પ્રભાવથી પાણી પાછું ફર્યું.
પોતાની માતાના નિર્મળ શીલનો પ્રભાવ જોઈને લવ અને કુશના આનંદનો પાર ન રહ્યો. બન્નેય ભાઈઓએ એ વિશાળ સરોવરમાં ઝંપલાવ્યું અને તરતા તરતા પોતાની માતા પાસે પહોંચી ગયા. કમળમાં બિરાજમાન મહાસતી સીતાદેવીના ખોળામાં બન્નેય ભાઈઓ બેસી ગયા અને કમળમાં તરતાં તરતાં મહાસતી સીતાદેવી સરોવરને કાંઠે આવ્યાં અને જ્યારે તેઓ કાંઠે ઉતર્યા, ત્યારે નગરવાસીઓ તથા રામચંદ્રજીએ તેમને અયોધ્યામાં અને રાજમહેલમાં પધારવા નિમંત્ર્યાં. આમ છતાં વિરક્તિને પામેલાં મહાસતી લોચ કરીને વિરતિના માર્ગે સંચરી ગયાં.
આ પરિસ્થિતિમાં રામચંદ્રજીએ આદેશ કર્યો હતો કે, “મુંડેલા માથાવાળી પણ સીતા જ્યાં હોય ત્યાંથી લઈ આવો.' પરંતુ તેમના આદેશનો અમલ કરવા જ્યારે કોઈ આગળ ન આવ્યું, ત્યારે રામચંદ્રજીના આવેશનો પાર ન રહ્યો. તેમણે ધનુષ્ય બાણ હાથમાં લઈને કહ્યું કે, “મારી આજ્ઞાનો આ રીતે અનાદર ? એનું પરિણામ હમણાં બતાવી દઉં.” રામચંદ્રજી આગળ કાંઈ કરવા જાય તે પહેલાં જ લક્ષ્મણજીએ રામચંદ્રજીનો હાથ પકડીને કહ્યું કે, “આર્યપુત્ર ! તમે તમારા ઉપરના કલંકને ટાળવા નિષ્કલંક એવાં પણ મહાસતીનો વનમાં ત્યાગ કર્યો, ત્યારે તમને વાંધો ન આવ્યો અને આજે મહાસતી કર્મના કલંકને ટાળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org