________________
પ્રકાશકીય
વ્યાખ્યાનવાચસ્પતિ, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પરમનિઃસ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પરમવિનેય અધ્યાત્મ-ધ્યાનયોગગ્રંથ નિષ્ણાત, જ્યોતિશિવિશારદ, પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે વિ.સં. ૨૦૫૩ થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષોમાં ચાતુર્માસિક તેમજ શેષકાલીન રોજીંદા વ્યાખ્યાનોમાં પ્રભુ શ્રીમહાવીરદેવે અર્થથી પ્રરૂપેલ અને શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સૂત્રથી ગ્રંથિત કરેલ શ્રી આચારાંગજી સૂત્રનું ખૂબ જ રસાળ, વૈરાગ્યવર્ધક શૈલીમાં વાચન કર્યું હતું. મુંબઈમાં શ્રી આચારાંગજી સૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધનાં વ્યાખ્યાનો પૂર્ણ થયાં. એ જ વેળાએ જિજ્ઞાસુ શ્રોતાવર્ગે બીજું આગમ અંગસૂત્ર સૂયગડાંગજી વાંચવા અંગે વિનંતીઓ કરેલ.
તપાગચ્છાધિરાજશ્રીજીના પટ્ટાલંકાર, પ્રશાંતમૂર્તિ, જ્યોતિષમાર્તણ્ડ, સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અંતિમ ઈચ્છા-પાલીતાણા ખાતે ચાતુર્માસ નિશ્રા આપવાની હતી. તે, તેઓશ્રીમદ્નો સમાધિપૂર્વક ચૈત્ર વદ-૨ના કાળધર્મ થવાથી પૂર્ણ થઈ ન હતી.
તેને સામુદાયિક રૂપે પરિપૂર્ણ કરવાની શુભ ભાવનાથી વિ. સં. ૨૦૫૮માં પાલીતાણા, સાચોરી ભવન ધર્મશાળામાં જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી –
પૂ. આ. શ્રી વિજય વિપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ
Jain Education International
4
For Private & Personal Use Only
www.jainelibrary.org