________________
૬૦
રે
આતમ જાગો !
એ જ રહું છું અને એ જ રીતે આ બધાં અકબંધ હશે ત્યારે પણ હું નહીં હોઉં અને બધા કહેશે કે ‘ભાઈ ગયા.' તો પછી ખરેખર હું કોણ છું ? એ બરાબર વિચારો.
340
આ વિચારણાથી એટલું તો જરૂ૨ સમજાય છે કે, આ શરીર કે શરીરનાં અવયવો એ હું નથી. હું એનાથી જુદો જ છું અને એ પણ મારાથી જુદાં જ છે. ભલે એ મારી સાથે હોય અને હું એની સાથે હોઉં પણ શરીર કે શરીરનાં અવયવો એ તો હું નથી જ. આટલું તો નક્કી જ છે.
જેમ કે, મકાન તમે બનાવ્યું છે, અંદર તમે રહો છો. એક દિવસ તમે જ એ મકાન છોડીને ચાલ્યા જવાના. કારણ કે મકાન એ તમે નથી.
ગાડી તમે ખરીદી છે, ગાડીમાં તમે બેસો છો, ગાડી તમે ચલાવો છો, એક દિવસ ગાડી છોડીને ચાલ્યા જવાના. કારણ કે ગાડી એ તમે નથી.
કપડાં તમે બનાવ્યાં છે, કપડાં તમે પહેરો છો, એક દિવસ કપડાં તમે છોડી દેવાના. કારણ કે કપડાં એ તમે નથી.
તેમ શરીર તમે બનાવ્યું છે, શ૨ી૨માં તમે રહો છો ! શરીરનું સંચાલન તમે કરો છો; આમ છતાં એક દિવસ શરીર છોડીને ચાલ્યા જવાના, કા૨ણ કે શરીર એ તમે નથી.
આવા વિચારોથી મન જેમ જેમ ભાવિત થશે, તેમ તેમ જાગૃતિની પળો શરૂ થશે, એના સહારે તમે તમને ઓળખી શકશો. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકશો. સમ્યગ્દર્શન એટલે જ સુખારંભ :
સર્વવિરતિ પામીને જીવન સફળ થાય તે તો સર્વશ્રેષ્ઠ વાત છે; પણ ઓછામાં ઓછું સમ્યગ્દર્શન પામી જ્વાય તો ય જીવન સફળ થાય અને આપણો દીર્ઘ સંસાર ખાબોચીયા જેટલો નાનો થઈ જાય. અનંત પરિભ્રમણમાંથી માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્તની અંદર આવી જાય.
Jain Education International
જ્ઞાની ભગવંતોએ કહ્યું છે, સમ્યગ્દર્શન થાય એટલે આત્માની ઝાંખી થાય, આત્મિક સુખની શરૂઆત થાય, સુખનો આરંભ થાય. માટે જ ‘બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચય' નામના ગ્રંથરત્નમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સમ્યગ્દર્શનને ‘સુખારંભ’ કહ્યો છે. સમ્યગ્દર્શન આવે એટલે અનાદિનું દુઃખ જાય
For Private & Personal Use Only
www.jainelibrary.org