________________
૫૯ – ૩ બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16- 339
જેને રાજ્યનું બંધન બાંધી ન શક્યું, જેને લશ્કરનું બંધન બાંધી ન શક્યું. જેને મિથ્યામતોની તર્કજાળનું બંધન બાંધી ન શક્યું તેને એક કન્યા બાંધી શકી.
જ્યારે એ કન્યા પણ બાંધી ન શકી ત્યારે એક નાનું બાળક બાંધી શક્યું. જેને રાજ્યના તોતીંગ કિલ્લાઓ બાંધી ન શક્યા, તેને એક સ્ત્રીનાં હાથે કંતાયેલ અને બાળકના હાથે બંધાયેલ કાચા સુતરના તાંતણે બાંધી લીધા. ફરી બાર વર્ષ સંસારના બંધનમાં બંધાઈ રહેવું પડયું. છતાં એ આદ્રકુમારના એવા અનુબંધો ન હતા કે, એની પરંપરા ચાલે. છેવટે એ બંધન પણ તોડ્યું ને સાધનામાં આગળ વધી ગયા. એમને કર્મોનું બંધન હતું પણ કર્મોના અનુબંધ ન હતા. માટે એ છૂટી શક્યા.
જે કર્મ એકવાર ભોગવીને છૂટી જાય તેવા આત્મા સાથે એકાકાર થયેલા કર્મના જોડાણને બંધ કહેવાય છે અને જે કર્મો, ભોગવતી વખતે નવાં કર્મનાં બંધન મૂકીને જાય છે. ફરી એને ભોગવતાં એ બીજાં બંધન મૂકી જાય છે, એવા આત્મા સાથેના પરંપરાવાળા કર્મના જોડાણને અનુબંધ કહેવાય છે. આ બંધ અને અનુબંધની વાતો પણ ઊંડાણથી સમજવા જેવી છે. આપણે આ બંધનોને ઓળખ્યા જ ક્યાં છે ? હું કોણ? શરીર કે આત્મા?
શ્રી “આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, હું આત્મા છું, એવું મોટા ભાગના જીવોને ભાન નથી. હું ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો છું ? એનું પણ મોટા ભાગના જીવોને ભાન નથી. રોજ પંદર મિનિટ માટે પણ વિચારવાનું નક્કી કરવું છે ? આત્માને જાણવો છે ? જોવો છે ? - એ માટે જાગવું છે ? તો એ માટે પ્રયત્ન કરો અને વિચારો કે હું શરીર નથી, બહુ શાંતિથી વિચારો ! હું શરીર નથી તો હું કોણ છું ? અને જો એમ લાગતું હોય કે હું શરીર છું, તો વિસ્તારથી વિચારો ! શરીરનો કેટલો ભાગ હું છું ? શું વાળ એ હું છું? શું કાન એ હું છું? નાક એ હું છું ? દાંત એ હું છું ? આંખ એ હું છું ?, અંદરના ડોળા એ હું છું ? જીભ એ હું છું ? હાથ એ હું છું ? પગ એ હું છું ? શું અંદરનાં આંતરડાં, લીવર, કીડની કે ફેફસાં હું છું? શું આ શરીરમાં જે વાયુ ફરી રહ્યો છે તે હું છું? શું આ શરીરમાં ફરતું લોહી કે કફ હું છું? આમાંની ઘણી વસ્તુઓ ન હોવા છતાં, કે તે બદલાઈ જવા છતાં કે એમાંના ચોક્કસ ભાગો દૂર થવા છતાં પણ હું તો એનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org