________________
૪-દીપ સે દીપ જલે પ્રવટ વૈરાગી જંબૂટવામી 17 | - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૮, ગુરુવાર, તા. ૧૫-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• જંબુસ્વામીનાં ઓવારણા લઈએ
એટલાં ઓછાં : • બ્રહ્મચર્ય એટલે અડધી દક્ષા : • મોહની મૂચ્છ અને મુમુક્ષુનું કર્તવ્ય : • એ અખતરો બીજા કોઈએ
કરવા જેવો નથી : • લોકો પાપ ન બાંધે ઃ એ સમકિતીની ચિંતા :
• ધર્મી આત્માના વાર્તાલાપ પણ કેવા ? • પ્રમાદ સૌએ છોડવા જેવો : • શબ્દ એક અર્થ અલગ : ઉપદેશ એક
મર્મ અલગ : • આત્માની ઓળખ એટલે
સાધનાની શરૂઆત :
વિષય : સંબોધનનું સોભાગ્ય ! સર્વાક્ષરસંનિપાતી પંચમ ગણધરશ્રી સુધર્માસ્વામીજી મહારાજા જેમને સંબોધન કરી આ સૂત્રના માધ્યમે જાગવાનો, બંધનને જાણવાનો અને બંધનને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે તે – તેઓશ્રીના પલંકાર શ્રી જંબૂસ્વામીજી કોણ હતા ? કેવી એમની સુખ-સાહ્યબી હતી ? ગણધર ભગવંતની એક જ દેશનાથી એમને કેવી રીતે વૈરાગ્ય થયો ? એમના પરિવારજનોએ એમને સંસારમાં રોકવા કઈ શરત મૂકી ? એનો એમણે કઈ શરતે સ્વીકાર કર્યો ? એમનાં લગ્ન કેવાં લેવાયાં ? પહેલી જ રાતે પોતાની નવોઢાઓ જોડે અને ઘરે ચોરી કરવા આવેલા ચોર જોડે એમનો શો સંવાદ થયો? પરિણામ શું આવ્યું? એ આખો ઘટનાક્રમ અહીં જીવંત ઊતારવામાં આવ્યો છે. અંતે આત્મદર્શન કઈ રીતે થાય ? એ પ્રશ્નના સમાધાનમાં સુંદર ઉપાયોનું નિદર્શન કરાયું છે.
પ્રવચનનું પ્રતિબિંબ ગ્ર વિરતિધરને સુખ શેમાં ઉપજે ? સાધનામાં, વિરતિમાં, સાધનાની અને
વિરતિની ક્રિયાઓમાં. * બ્રહ્મચર્ય વ્રતને અડધી દીક્ષા તરીકે ઓળખાવ્યું છે. એનાથી અડધો સંસાર કપાઈ
જાય છે. * મિથ્યાત્વનો જ્યારે હુમલો આવે ત્યારે શું શું ન બોલાય, એ સવાલ છે. * જેને બંધનો જાણીને તોડવાની ઈચ્છા જાગે તેને જ જિજ્ઞાસા જાગે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org