________________
૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ
તો ? અમે કાંઈ ગોર નથી કે, ' વર વરો કે કન્યા વરો, ગોરનું તરભાણું ભરો' - એવી અમારી વૃત્તિ હોય. ખરચનારનું થવું હોય તે થાય અમારાં કામ પૂરાં થવાં જોઈએ. એ ભાવના વીતરાગનો સાચો સાધુ ક્યારેય ન રાખી શકે. બહુ ગંભીરતાથી વિચારજો !
૧૯૭
.
21
જ્યારે જીવનમાં એક રૂપિયો પણ વાપરો ત્યારે બંધન છૂટ્યું એનો આનંદ થાય. હાશ, બંધન છુટ્યું - એવી હળવાશ થાય, ત્યારે માનજો કે, વીતરાગના શાસનનું તાત્ત્વિક કોટિનું દાન થયું. વીતરાગની આજ્ઞા મુજબ શ્રેષ્ઠ દાનધર્મ થયો. દાનધર્મ એ બંધન તોડવાની ક્રિયા છે.
477
સાચા ધર્મોપદેશકના ભાવ સમજો. બંધનથી તમે છૂટો તેમ તેઓ ઈચ્છે છે. સાચો ધર્મોપદેશક તમારું બંધન વધે એવું ક્યારેય ન ઈચ્છે, એ તો તમારું બંધન છૂટે એવું જ ઈચ્છે.
જે તમારો પૈસો છોડાવી પોતાનાં કામો-પ્રોજેક્ટો પૂરા કરવામાં પડ્યા હોય તે તમારાં બંધન પણ વધારે છે અને પોતાનાં બંધન પણ વધારે છે.
જે પોતે બંધનમાં ફસાયા છે અને નવાં નવાં બંધનો ઊભાં કરવામાં અટવાયા છે, એમનો તો ઉપદેશ પણ એવો જ રહેવાનો કે જેનાથી એ પોતે ય બંધાય અને પૈસા વાપરનારા પણ વધુને વધુ બંધાતા જાય, એવાં ચક્કરો ચલાવવાના. એવા ધર્મોપદેશકથી સાવચેત રહેવું એ જ સાચા ધર્માત્માઓનું કર્તવ્ય છે.
Jain Education International
આપણું સદ્ભાગ્ય છે કે, શ્રી સુધર્માસ્વામીજીએ આ વાત જંબુસ્વામીજીને કરી, જંબુસ્વામીજીએ આ વાત પ્રભવસ્વામીને કરી એમ અનેક મહાપુરુષોએ તેમના શિષ્યવર્ગને કરીને વહેતી રાખી તો એ નિર્મળ સરિતા આજે આપણા સુધી પહોંચી.
For Private & Personal Use Only
મારે આ પરિગ્રહથી છુટવું છે, મારે આ બંધનથી છુટવું છે. મારે હવે આ પરિગ્રહ ન જોઈએ, આ બંધન ન જોઈએ. જો બંધાણો તો નક્કી દુર્ગતિ થવાની, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ચાલ્યા જ કરવાનાં; સતત આ જાગૃતિ રહેવી જોઈએ.
સભા : પરિગ્રહ ભેગો કરશો તો નરકમાં જશો એમ બોલાય ?
સાધુની ભાષા વિવેકવાળી હોવી જોઈએ. વસ્તુ સ્વભાવ-દર્શક હોવી જોઈએ.
www.jainelibrary.org