________________
૨ - આતમ જાગો !
રક્ષાની પ્રવૃત્તિઓ કરવા માટે ધન મેળવવાનું નથી, પરિગ્રહ ભેગો કરવાનો નથી; પણ જે પરિગ્રહ ભેગો થઈ ગયો છે, તે પરિગ્રહથી અને તેની મમતાથી છુટવા માટે આ દાનધર્મ છે.
ધન મેળવવા દાન નથી ધન છોડવા દાન છે :
બીજી વાત એ પણ સમજી લેવાની જરૂ૨ છે કે, ધન મેળવવા માટે દાન નથી પણ ધનથી છૂટવા માટે દાન છે.
૧૯૬
‘ગયા ભવમાં આપ્યું હતું માટે અહીં મળ્યું છે, અહીં આપશો તો આવતા ભવમાં કેઈ ગણું મળશે' એમ કહીને ‘કેઈ ગુણું મેળવવાની વૃત્તિને પોષવી – એ ધર્મોપદેશ નથી.’ આવો ઉપદેશ એ વીતરાગના શાસનનો ઉપદેશ નથી.
એમ પણ કહેવાય છે કે ‘લોહી - પાણી એક કરીને આ બધું મેળવ્યું છે તે બધું શું તમારે મુકીને જવું છે ? દીકરાને આપીને જવું છે ? હું તમને એક એવી બેન્ક બતાવું કે તમે તેમાં મૂકી દો તો આવતા ભવમાં ચક્રવર્તીના પણ ચક્રવર્તી વ્યાજ સાથે મળશે. આ સાત ક્ષેત્રની બેન્ક છે’ - આવી વાતો કરીને સાત ક્ષેત્રમાં વપરાવવું તે ધર્મ નથી. સાત ક્ષેત્રમાં વા૫૨વાથી કેઈ ગુણું મળે તેનો વાંધો નથી પણ ભવિષ્યમાં મેળવવા, અનંતગુણું મેળવવા વાપરો એમ કહીને પરિગ્રહની વૃત્તિને ભડકાવવી તેનો વાંધો છે. જે ઉપદેશથી પરિગ્રહની વૃત્તિ કે પરિગ્રહસંજ્ઞા પોસાય છે. તેને ધર્મોપદેશ ન કહી શકાય.
476
-
Jain Education International
સભા : ‘વાવણીની વેળા છે વાવી લ્યો ભાઈ લ્યો.' - આ બોલાય છે તે શું ? એનો અર્થ પણ તમે ન સમજ્યા ? એમાં પણ તમને પૈસા જ દેખાયા ? એમાં જે વાવવાની વાત છે, તે શા માટે એ સમજો ! જે વાવવાનું છે તે ઘાસ માટે કે ધાન્ય માટે ? મોક્ષ એ ધાન્ય છે અને એ સંસારનાં સુખો એ ઘાસ છે. તમારી નજ૨ કોના ઉપર છે ? ઘાસ ઉપર નજર કોની હોય ? પશુની કે માણસની ? માણસની નજર તો અનાજ ઉપર જ હોય ને ? આજે તો કેટલાકની પોતાની નજ૨ પણ ઘાસ ઉ૫૨ છે અને બીજાની નજર પણ ઘાસ ઉપર દોરવાનો પ્રયત્ન કરે છે - એના જેવી દુઃખદ બીના બીજી કઈ હોઈ શકે ?
આ તો આગમનો દીવો છે. નરી વાસ્તવિકતા બતાવનારો છે. એમાં જેમ કોઈનો પક્ષપાત નથી, તેમ ક્યાંય સંસા૨વાસનાને પોષવાની વાત પણ નથી. સાત ક્ષેત્રમાં વાપર્યા તેની કિંમત શું ? જો તેનાથી આત્માનો ઉદ્ધાર ન થતો હોય
For Private & Personal Use Only
www.jainelibrary.org