SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ – ૮ : આત્માને ચારેય બાજુથી બાંધે તે પરિગ્રહ - 21 - 475 પરવશ બનીને તમારે પણ તમારા જ ઘરમાં કૂતરાં, બિલાડા, ઉંદર કે ગરોળી તરીકે જન્મવાનો વારો આવે તો પણ નવાઈ નહિ. આ બધું જ પરિગ્રહની મમતાનું પરિણામ છે. શું તમારા માટે તમને આ પરિણામ મંજૂર છે ? સમરાદિત્ય કેવળી ચરિત્ર' વાંચો તો ખબર પડશે કે પરિગ્રહની મમતાના પરિણામે જીવને કેવા-કેવા ભવો કરવા પડે છે. પરિગ્રહ પ્રત્યેની આ મમતાના સંસ્કારો છેક એકેન્દ્રિયના ભાવમાં પણ છુટતા નથી. પરિગ્રહની મમતાના પરિણામે બહુ ભટકવું પડશે. બહુ યાતનાઓ ભોગવવી પડશે. મહાપુરુષોએ એમને એમ તેના ત્યાગની વાત નથી કરી. જો કર્મ બંધથી છૂટવું હોય તો પરિગ્રહથી છુટવું જરૂરી છે. સભા : પૈસો એ પરિગ્રહ છે અને પરિગ્રહ એ બંધન છે'- એ વાત સાચી પણ, પૈસા વગર એક પગલું પણ ક્યાં મૂકી શકાય છે ! દાનધર્મ કરવો હોય, શાસનની પ્રભાવના કે રક્ષા કરવી હોય તો પૈસા વગર ક્યાં શક્ય છે ? કહેવાયેલી વાત સાચા સંદર્ભમાં સમજાઈ નથી અને દાનાદિ ધર્મનું પણ વાસ્તવિક સ્વરૂપ સમજાયું નથી, એટલે આ પ્રશ્ન ઊઠ્યો છે. મૂળ વાત એ સમજવી જરૂરી છે કે, દાનાદિ ધર્મો કોને માટે છે. જેની પાસે પૈસો છે, જે પરિગ્રહના બંધનથી બંધાયેલા છે, તેમને તે બંધનથી છોડાવવા માટે દાનાદિ ધર્મ છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વગેરે મહાપુરુષો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે – 'धर्मार्थं यस्य वित्तेहा, तस्यानिहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ।।' “ધર્મ કરવા માટે પૈસાની ઈચ્છા કરવા કરતાં તેવી ઈચ્છા જ ન કરવી શ્રેષ્ઠ છે. કાદવને ધોવા કરતાં ખરેખર ત ખરડાવું એ જ શ્રેષ્ઠ છે.' શાસનની પ્રભાવના કે રક્ષા વગેરે માટે પૈસો મેળવવાની જરૂર નથી, પણ જેને પૈસાનું વળગણ વળગ્યું છે, તેમને તેનાથી છોડાવવા માટે આ બધાં કાર્યો કરવાનાં છે. આપત્કાલીન અપવાદિક સંયોગોની વાત જુદી છે. દાન કરવા માટે, દાનધર્મને સાધવા માટે, ધર્મની આરાધના-પ્રભાવના કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy