________________
૨૪૫
-
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23
525
વ્રતના પાલનસ્વરૂપ દેશવિરતિ ધર્મ છે.
સર્વવિરતિ એ વહાણ છે, તો દેશવિરતિ એ તરાપો છે. જો વહાણમાં ચડવાની તમારી તાકાત નથી, તો તમારા માટે આ તરાપો તરતો મૂક્યો છે. આ તરાપામાં પાણી જરૂર આવશે. દરિયાની ખારાશ તમને જરૂર અનુભવાશે, આફતો જરૂર આવશે, આમ છતાં આ તરાપો તમને ડૂબતાં જરૂર બચાવશે.
મહાવ્રતોના પાલનરૂપ સર્વવિરતિનું વહાણ સંસારસાગર તરવા પૂરેપૂરી સુવિધાવાળું અને સલામત છે. એમાં બેસીને દરિયા પાર જવાની મુસાફરી અત્યંત સાનુકૂળ અને સહજ છે. જ્યારે સમ્યક્ત્વપૂર્વકનાં બાર વ્રતના પાલનરૂપ તરાપો અનેક છિદ્રોવાળો છે. એમાં કષ્ટો પારાવાર છે. પાણીની થપાટો, ક્ષારની ખારાશ અને સમતુલા જાળવી રાખવાની ક્ષણ ક્ષણની મહેનત - આ બધું જોતાં સર્વવિરતિ કરતાં દેશવિરતિની મુસાફરી કષ્ટદાયક છે. આમ છતાં ભવસાગરમાં ડૂબતાને બચાવવાનું અને વહાણમાં ન ચડાય ત્યાં સુધી ધીરજ બંધાવવાનું સામર્થ્ય એ દેશવિરતિમાં જરૂર છે.”
આ સાંભળીને એ દશેય મહાશ્રાવકોએ ભગવાન શ્રીવીર પાસે સમ્યક્ત મૂલ બાર વ્રતો સ્વીકાર્યા અને એ સમયે એમણે પ્રતિજ્ઞા કરી કે, “આ ક્ષણે અમારી પાસે જે કાંઈ પરિગ્રહ છે, તેમાં હવે એક રાતી પાઈનો પણ ઉમેરો નહિ થાય. આજ પછી એમાંથી પણ ઘટાડવાનું ચાલુ થશે.”
દસે દસ મહાશ્રાવકોને આ પ્રતિજ્ઞા હતી કે, આજ પછી એક નવા પૈસાનો ઉમેરો નહિ થાય અને તે ઘટાડવાની પણ ક્રિયા કેવી કરી છે, તે તમે સાંભળશો તો ખબર પડશે !
ભલે આ ઘટના વિધવિધ સ્થળોમાં અને વિધવિધ સમયે બની, પણ એનું હાર્દ આવું હતું.
જેઓ દેશવિરતિરૂપ તરાપામાં ન બેસી શકે તેને ડૂબતા બચાવવા ભગવાને સમ્યગ્દર્શનનું મજબૂત પાટીયું તરતું મૂક્યું છે. જે એને પણ બરાબર પકડી રાખે તે પણ આ ભયાનક સંસારમાં ન ડૂબે.
જે સમ્યગ્દર્શનના પાટીયાને પણ ન પકડી શકે, તેને ડૂબતો બચવા ભગવાને માર્ગાનુસારિતાનાં દોરડાં નાંખ્યાં છે. આ દોરડાંને પણ જે પકડી લે, તેને માટે પણ ડુબવાના ચાન્સ ઘટી જાય છે અને તરવાના ચાન્સ વધી જાય છે. પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org