________________
રે આતમ જાગો !
એ બંધન કેમ ન તૂટ્યું - એ વાત ગંભીરપણે વિચારજો !
પ્રભુએ જેને બંધન કહ્યાં, તે આપણને બંધન ન લાગ્યાં. એ આપણને સુંવાળાં લાગ્યાં, માટે જ જીવનમાં ઉત્તરોત્તર બંધનો વધી રહ્યાં છે - એ વધે છે એ ગમે પણ છે અને વધા૨વાનું મન પણ થાય છે, એટલું જ નહિ પણ જ્યારે જ્યારે એ પરિગ્રહ વગેરે રૂપ બંધનો ઘટે છે, ત્યારે ત્યારે દુઃખ પણ થાય છે.
૨૪૪
પ્રભુના દશેય મહાશ્રાવકોને બંધન, બંધન લાગ્યાં હતાં. જો આ બંધનો ન છોડીએ તો સર્વવિરતિ ન મળે અને એ સર્વવિરતિને પામીને તેને ન આરાધીએ તો મુક્તિ ન જ મળે, એવો એમને દૃઢ વિશ્વાસ થઈ ગયો હતો. માટે જ એમને મુંઝવણ થવા લાગી.
524
આવી મુંઝવણ તેને જ થાય કે જે વિચા૨ક હોય, જે વિચારક ન હોય, તેને ક્યારેય આવી મુંઝવણ થતી નથી. મોહની મૂઢતામાં ફસાયેલાઓને જેવી થવી જોઈએ, તેવી મુંઝવણ ક્યારેય ન થાય. જે મોહની મૂઢતામાંથી બહાર આવે તેને જ આવી સાચી મુંઝવણ થાય.
મોહજન્ય મૂઢતા દૂર થતાં પ્રગટેલી આવી મુંઝવણના કા૨ણે જ આનંદ વગેરે શ્રાવકો ભ૨ સમવસરણમાં ઉભા થયા, તેમણે બે હાથ જોડ્યા, મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ‘ભગવંત, આપે જે સાધના માર્ગ બતાવ્યો તે જ ‘અર્થભૂત’ છે. તેના ફળ સ્વરૂપે જે મુક્તિપદ બતાવ્યું, તે જ ખરેખર ‘પરમાર્થભૂત’ છે. બાકીનો પૂરો સંસાર ‘અનર્થભૂત’ છે. આ શબ્દો માત્ર તેમના મોઢાના ન હતા, માત્ર મગજના ન હતા, તે તો હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલા હતા, માત્ર હૃદયના જ ન હતા, પણ જાગૃત થયેલા - આત્માના - અંતરાત્માના એ શબ્દો હતા.
આમ છતાં એમને ખબર હતી કે, ‘અમે પૂરો સંસાર સજીને બેઠા છીએ. સંસારને ખૂબ લાંબો-પહોળો કરીને બેઠા છીએ, નિઃસત્ત્વ છીએ', તેથી તેમણે ભગવાનની આગળ પોતાની ન્યૂનતાનો એકરાર કર્યો અને કહ્યું કે, ‘ભગવન્ ! આપે જે સંસારને અનર્થકારી કહ્યો છે, તે સંસારને અમારે પૂરેપૂરો છોડવો છે. જે સંયમને આપે અર્થકારી કહ્યું, તે સંયમ અમારે સ્વીકારવું છે અને જે મોક્ષને આપે પરમાર્થ કહ્યો, તે મોક્ષ અમારે મેળવવો છે, પણ એ માટે જરૂરી સત્ત્વસામર્થ્ય અમારામાં નથી ! શું અમારા માટે તરવાનો કોઈ માર્ગ નથી ?' જવાબમાં પ્રભુ વીરે કહ્યું કે, ‘તમારા જેવા અસમર્થો માટે સમ્યગ્દર્શનપૂર્વક બાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org