________________
૧૪૭
–
કઃ કષાય બંધનની બહુરૂપિતા - 19
–
427
પ્રમાદના
આ પ્રમાદ કેટલા છે ? અને એનું સ્વરૂપ શું છે ? પ્રમાદ પાંચ પ્રકારના છે.
૧-મધ, ર-વિષય, ૩-કષાય, ૪-નિદ્રા, પ-વિકથા. ૧–મધ :
પહેલો પ્રમાદ છે, નશાખોરી (મદ્ય). કોઈપણ ધર્મ કરતાં આ પ્રમાદ નડતરરૂપ બને છે. • ઉપવાસ કરવાનું મન છે - ચા ન મળે તો માથું ચડી જાય.
• અમને કહે “સાહેબ ! બીજી ટેવ નથી દા'ડામાં એક-બે વાર બીડીસિગરેટ પીવું છું. ન પીવું તો ઝાડો સાફ આવતો નથી.'
પૌષધ કરેને “પૌષધમાં તમાકું સંધાય ને? અણાહારી છે,” અમને એમ પૂછે. આ તો મામુલી નશાની મેં વાત કરી છે; બાકી નશા કેવા અને કેટલા ? • મોઢામાં ડૂચા નાંખવા, પાન, મસાલા. • બોટલ પીવાં જોઈએ, કેટલાં નામ બોલું ?
• ઘણા તો કહે “સાહેબ ! જવનું પાણી તો પીવાય ને ? એ કાંઈ નશો કહેવાય ?' તમે સમજ્યા ને ? અને જો પૂરી ખબર ન હોય તો અમને પણ છેતરીને અમારી સંમતિ લઈ જાય. નશાખોરી એટલી બધી કોઠે પડી ગઈ છે કે, એને નશા તરીકે માનવા પણ તૈયાર નથી.
આ મઘ નામનો પ્રમાદ અનેક સ્વરૂપે જોવા મળે છે. જે સાધના માટે આવશ્યક, મનની સ્વસ્થતાને નષ્ટ કરે છે. એને પરવશ પડેલો આરાધના - સાધના કરી શકતો નથી. કરવા જાય તો તેમાં સ્વસ્થતા અનુભવી શકતો નથી. ૨. વિષય : વિષયોની આધીનતા ધર્મકાર્યમાં વિદનકર્તા : પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રમાદ છે. અનુકૂળ સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org