________________
૧૬૦
૨ - આતમ જાગો !
–
440
આપણે અજ્ઞાની એવા મિથ્યાત્વી છીએ – એમ સમજવું પડે.
કોઈ રોગી હોવા છતાં એને પોતાને હું રોગી છું – એમ ન લાગતું હોય અને કોઈ રોગનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે, દવા આપવાનો પ્રયત્ન કરે તો પણ એને લેવાનો ઈન્કાર જ કરતો હોય તો એ કેવું કહેવાય ? એના જેવું આ છે. સભા : જો કોઈ પોતે પોતાની વાતને કોઈ અપેક્ષાથી ઘટાવે તો શું કરવાનું?
જે જ્યાં ઘટતું હોય તે જ ઘટાવાય, ન ઘટતું હોય તે ક્યારેય ન ઘટાવાય. જેમ કોઈ પરણ્યો જ ન હોય, એનું વેવિશાળ પણ થયું જ ન હોય તો તેને જમાઈ કહેવાય ? તમે તો વ્યવહારમાં બેઠા છો ? કોઈ માણસ આવે અને એને એમને એમ કહેવાય કે જમાઈ આવ્યા ?
સભા તેનામાં યોગ્યતા તો છે ને ?
તો તેનામાં યોગ્યતા છે એમ બોલાય. પણ અત્યારે એ કોઈનો જમાઈ છે, એમ તો ન બોલાય ને ?
મિથ્યાત્વ ક્યારેય પણ આત્માની સ્વભાવ દશાને સમજવા નહિ દે, વિભાવદશાને ઓળખવા નહિ દે, બંધનને બંધન તરીકે પીછાણવા નહિ દે, કષાયને કષાયના રૂપમાં જોવા નહિ દે, અવિરતિને અવિરતિના રૂપમાં ઓળખવા નહિ દે, માટે જ મિથ્યાત્વ સૌથી વધારે ભયંકર છે.
પરમાત્માના અનુગ્રહથી એક્વાર સમ્યગ્દર્શન થઈ જાય પછી પણ મિથ્યાત્વ આવી ન જાય તે માટે સાવધ રહેવું પડે છે. મિથ્યાત્વ ગયું હોવા છતાં પાછળ એની બેન અવિરતિને મૂકીને ગયું છે. આ અવિરતિ પણ સાધકને લપસાવનારી છે અને તક મળે તો મિથ્યાત્વને ખેંચી લાવનારી છે.
અનાદિકાળથી મિથ્યાત્વે અવિરતિને બળ પૂરું પાડ્યું છે, તેથી જ મિથ્યાત્વ કદાચ જાય તો પણ એ અવિરતિ મિથ્યાત્વ માટે કામ કરે, એ સમકિતીનાં છિદ્રો (વિક પોઈન્ટ) ગોત્યા જ કરે અને તક મળતાં તે મિથ્યાત્વને લાવીને સમકિતીને પાડે; આમ છતાં તે વખતે અત્યાર સુધી આરાધેલું સમ્યગ્દર્શન પણ કહે કે, તું અવિરતિમાં અસાવધ બન્યો, તેથી આજે તને અવિરતિએ પટક્યો છે પણ તક મળતાંની સાથે જ હું તને ઊભો કરીશ.
સમકિત આવી ગયું, હવે અવિરતિનો ડર નહિ એવું માનતા નહીં. સમકિતીને જ સૌથી વધુ અવિરતિનો ડર હોય છે. જ્યાં સુધી આત્માને ક્ષાયિક ભાવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org