________________
૧૮૪
-
-
૨ - આતમ જાગો !
-
464
જવાબમાં શ્રી સુધર્માસ્વામીજીએ જે વાત કરી છે તે આપણા માટે પણ ઉપકારક બને, જો આપણે જાગવા માંગીએ, જાગીને બંધનને ઓળખવા માંગીએ અને બંધનને ઓળખીને તોડવા માંગીએ તો. આપણી પણ સ્વરૂપ પ્રાપ્તિની દિશામાં કાંઈક સાચી પ્રગતિ થાય. બંધનની સૂક્ષ્મતા :
આ બંધનોની વાત કરીએ તો કેટલાંક બંધનો તો એવાં સૂક્ષ્મ છે કે જેને હાથથી સ્પર્શ કરવા માંગો તો સ્પર્શી ન શકાય, આંખથી જોવા માંગો તો જોઈ ન શકાય. કાનથી સાંભળવા માંગો તો સાંભળી ન શકાય. નાકથી સુંઘવા માંગો તો સુંઘી ન શકાય અને જીભથી સ્વાદ કરવા માંગો તો કરી ન શકાય તેવાં છે. આ બંધનોનું નામ “કર્મ' છે અને તે અનાદિકાળથી આત્માને બાંધ્યા જ કરે છે, જેના કારણે આત્મા ચારગતિ, ચોર્યાશી લાખ યોનિ અને ચૌદ રાજલોક પ્રમાણ આ વિશ્વમાં જીવ આમથી તેમ પરિભ્રમણ કર્યા જ કરે છે.
આ કર્મોના કારણે આજ સુધીમાં આપણે સૌએ અનંત-અનંત જન્મ મરણ કર્યા છે. એક વાળનું ટોપરું મુકાય તેટલી જગ્યા પણ ખાલી નથી, કે જ્યાં મેં - તમે આપણે અનંત અનંત જન્મ-મરણ ન કર્યા હોય. આ બધી અવદશાનું મૂળ કર્મનાં બંધન જ છે. સમજવામાં અઘરું બંધન : પરિગ્રહ :
આત્માને આ કર્મનાં બંધન શા માટે બાંધી શકે છે ? એના મૂળમાં કયાં કારણો કામ કરે છે ? એ સમજાવતાં જ્ઞાની ભગવંતો પહેલા નંબરે મિથ્યાત્વને અને બીજા નંબર અવિરતિને જણાવે છે. આ બન્નેનો આપણે વિચાર કર્યો. જે રીતે આ બન્નેય આત્માને બાંધે છે. તે જ રીતે બીજાં બે કારણોની પણ વિચારણા કરવાની છે. જેમાં પહેલાં નંબરે “પરિગ્રહ અને બીજા નંબરે “આરંભ' છે.
‘મિથ્યાત્વ કર્મબંધનું કારણ છે એ કદાચ સમજાવવું સહેલું છે, “અવિરતિ’ કર્મબંધનું કારણ છે, તે પણ સમજાવવું સહેલું છે પણ “પરિગ્રહ’ એ કર્મબંધનું કારણ છે તે સમજવું-સમજાવવું અઘરામાં અઘરું છે. આ પરિગ્રહ જીવને ચારે બાજુથી બાંધે છે, માટે જ એનું નામ પરિગ્રહ કહેવાય છે.”
પરિ’ એટલે ચારે બાજુથી અને “ગ્રહ' એટલે ગ્રહણ કરે, પકડે, બાંધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org