________________
- ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે ! - 14 -
287
અનાદિકાળના અંધકારમાંથી, પ્રમાદમાંથી, નિદ્રામાંથી, મોહમાંથી જગાડનારો આ મહામંત્ર છે. પરમાત્માના પાવન મુખેથી આ મહામંગળકારી મંત્ર પ્રગટ્યો છે.
પરમાત્માના પાવન મુખેથી આ મહામંત્ર ક્યારે પ્રગટ્યો ?
પરમાત્માના પાવન મુખમાંથી શું આ પૂર્વે પણ આ મંત્ર પ્રગટ્યો હતો ? જો પ્રગટ્યો હતો તો તે ક્યારે, કયા સંયોગમાં અને કોને માટે પ્રગટ્યો હતો ? આ મહામંત્ર શ્રવણનો અધિકારી બનનાર એ પુણ્યાત્મા કોણ હતો ? શું પરમાત્માને પણ આ મંત્ર વાક્યો કોઈએ સંભળાવ્યાં હતાં ?
જો સંભળાવ્યાં હતાં તો શા માટે ? પરમાત્મા જેવા પરમાત્માને એ મહામંત્ર સંભળાવવાનું પ્રયોજન શું ? અને પરમાત્મા જેવા પરમાત્માને આ મહામંત્ર વાક્યો સંભળાવવાનું સૌભાગ્ય કોને સાંપડ્યું હતું ? આ બધું જ આજે આ અવસરે વિચારવું છે.
પરમાત્માની ગૃહસ્થ અવસ્થા, સાધુપણાની સાધક અવસ્થા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીની સર્વજ્ઞ અવસ્થા, આ ત્રણેય અવસ્થા સાથે આ મહામંત્ર રૂ૫ આ પદો સંકળાયેલાં છે.
પુહિ, બુક્સ, વુક્િa' - આ ત્રણેય મંત્ર પદો “આત્મજાગૃતિ'નો અર્થ દર્શાવે છે. ભગવંતને સંબોધન : “૩ાાદિ :
પરમાત્મા શ્રી મહાવીર દેવ જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા. સંયમ જીવન સ્વીકારવાને હજુ એક વર્ષની વાર હતી, પ્રભુએ ૨૯ વર્ષનો કાળ સંસારમાં પસાર કર્યો હતો. તે સમયે નવ લોકાંતિક દેવોએ આવીને ગુટ્ટાદિ મયવં ! ઢોરનાદ!” લોકના નાથ ! આપ બોધ પામો ! ધર્મતીર્થને પ્રવર્તાવો. એમ પ્રભુજીને વિનંતી કરતાં વુદિ એ પદો સંભળાવ્યાં હતાં. જે સાંભળતાં જ પ્રભુએ સંયમ માટે સજ્જ બનીને વર્ષીદાનનો પ્રારંભ કર્યો હતો. જો કે પરમાત્મા સ્વયં જાગ્રત જ હતા. તેમને બોધ પામો' કહેવાની જરૂર ન હતી, છતાં પણ પોતાના કલ્પને-આચારને અનુસરીને લોકાંતિક દેવોએ “વાહિ માવ રોજના' એવા શબ્દો ઉચ્ચાર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org