________________
૨ - આતમ જાગો !
એ પછી પ્રભુએ પોતાની ત્રીસ વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કર્યો હતો. સર્વવિરતિની મહાપ્રતિજ્ઞાનો સ્વીકાર કરીને પ્રભુએ સાધના જીવનનો પ્રારંભ કર્યો હતો.
288
આ સાધનાકાળમાં જ કેવળજ્ઞાન પામતાં પૂર્વે પ્રભુના પાવન મુખેથી ‘વુાં, વ્રુષ્ણ' - એવાં મંત્ર પદોનો ઉચ્ચાર થયો હતો. જેના કા૨ણે એક દૃષ્ટિવિષ સર્પનો ઉદ્ધાર થયો હતો. પ્રભુના જીવનમાં આ મંત્રપદો સાથેના સંબંધનો આ બીજો અવસર હતો.
ભગવાનશ્રી મહાવીર પરમાત્મા સર્વવિરતિનો સ્વીકાર કરીને અનુપમ કોટિની સાધના કરતા હતા તે સમયની આ બીજી ઘટના છે.
પ્રભુની એ સમયની સાધનાનું વર્ણન ચૌદ પૂર્વધરશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ શ્રી કલ્પસૂત્રમાં યથાતથ રીતે રજૂ કર્યું છે. રૂરિવામિણ - વગેરે પદો દ્વારા એ વર્ણનનો પ્રારંભ કર્યો છે. જે ગણધરવાદના દિવસે સવારના વ્યાખ્યાનમાં ઉપસર્ગો ને પરીષહોનું વર્ણન પત્યા પછી સંભળાવવામાં આવે છે. જે સાંભળતાં સમજાશે કે, પરમાત્માની અંતરંગ સાધના અને અંતરંગ પરિણતિ કેવી પરાકાષ્ઠાની હતી ? તેનું વર્ણન પણ કરાયું છે.
ચંડકોશિકને સંબોધન : ‘વુાં... વ્રુષ્ણ...’
એ સાધના કાળમાં વિહાર કરતાં-કરતાં પરમાત્મા કનકખલ આશ્રમ તરફ જતા હતા; ત્યારે લોકોએ ૫૨માત્માને રોકવાનો પ્રયત્ન કર્યો અને પ્રભુને કહ્યું કે, ‘આર્ય ! ભલે એ માર્ગ ટૂંકો હોય પણ આપ એ રસ્તે ન જશો. કારણ કે ત્યાં દૃષ્ટિવિષ સર્પ છે. સૂર્ય સામે દૃષ્ટિ નાંખીને એ જેની ઉ૫૨ દૃષ્ટિ કરે છે, તે ત્યાંને ત્યાં રાખનો ઢગલો થઈ જાય છે. આપ આ બીજા માર્ગે પધારો.' પરમાત્માએ કાંઈ જવાબ ન આપ્યો, છતાં માર્ગ પણ ન બદલ્યો, પગની દિશા પણ ન બદલી, વ્યવહારભાષામાં કહીએ તો હાથે કરીને મોતના મોઢામાં ગયા. પણ ના ! એ કરુણાના નિધાન હતા અને એમની અનંત કરુણા જ એમને તે દિશામાં લઈ ગઈ હતી.
કેવળજ્ઞાન થયા બાદ તારવા માટેનો ઉપદેશ તારવા માટેની પ્રવૃત્તિ ૫૨માત્મામાં સહજ હોય છે. વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી એક ઘોડાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org