SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 491 સભાઃ આપને લાગે છે કે, આ બધા પ્રશ્નો પરિગ્રહને કારણે છે અને અમને લાગે છે કે, આ બધા પ્રશ્નો ‘જરૂરી પરિગ્રહ નથી મળ્યો” – એના કારણે છે. તમારી આ માન્યતા સાચી ત્યારે કહેવાય છે, જેને પરિગ્રહ મળ્યો છે, તેના જીવનમાં આવી કોઈ સમસ્યા ન હોય તો. બીજી અગત્યની વાત એ છે કે, તમે જે “જરૂરી પરિગ્રહ' - એમ કહીને જરૂરી” શબ્દ ઉપર ભાર મૂક્યો, તો જરૂરી એટલે કેટલો ? એની કોઈ લિમીટ ખરી ? છ ખંડના સામ્રાજ્યવાળા ચક્રવર્તીને જે કાંઈ મળવું શક્ય ગણાય, તે બધું જ મળી ગયું હોય છે, છતાં એમને પણ આ બધી જ સમસ્યા હોય છે, તો હવે તમારી માન્યતાને સાચી માનવાનો ક્યાં અવકાશ રહ્યો ? પરિગ્રહી દુઃખથી મૂકાતો નથી ? સભા : પરિગ્રહના બંધનવાળો દુઃખથી નહિ છૂટે - એમ આપે કહ્યું તો તે કયું દુઃખ? પરિગ્રહને કારણે બંધાતાં આઠેય કર્યો અને એના ફળ તરીકે પ્રગટતી અશાતા વગેરે બધું જ દુઃખ છે. માટે જ ટીકાકાર મહર્ષિએ પણ સ્પષ્ટતા કરી કે, 'दुःखम् - अष्टप्रकारं कर्म, तत्फलं वा अशातोदयादिरूपं तस्मान मुच्यते ।' ‘દુખ એટલે આઠ પ્રકારનું કર્મ અને અશાતાનો ઉદય વગેરે રૂપ તેનું ફળ. તેનાથી છૂટતો નથી.' સભાઃ જરૂરી પરિગ્રહ મળ્યા પછી અમને જો આનંદ આવતો હોય તો તમને શું વાંધો ? અમને શું વાંધો હોય ? અમને કોઈ જ વાંધો ન હોય. આમ છતાં અમને વાંધો એટલે છે કે, અમારા હૈયે કરુણા છે અને જ્ઞાનીઓના વચનના સહારે જોતાં તમારું ભવિષ્ય જોખમમાં દેખાય છે, એટલે આટલું કહેવું પડે છે. જો તમારું ભવિષ્ય ઉજળું જણાતું હોત તો આ બધું કહેવાની કોઈ જરૂર ન હતી. ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે, “વં યુવા મુ 'પરિગ્રહ ભેગો કરશો તો તમે દુઃખથી છૂટી નહિ શકો. એનાથી તો દુઃખ વધશે. પરિગ્રહના કારણે કર્મસત્તાના સકંજામાં સપડાયેલાને સુખ ક્યાંથી હોય ? માટે લખ્યું છે કે – “બિલાડીની દોટે ચડીઓ ઉંદરડો શું મહાલે ?' પરિગ્રહ ગમે તેટલો મળે તોપણ ફૂલાવામાં મજા નથી. આ વાત તમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy