________________
૨૧૦.
૨ – આતમ જાગો ! -
490
પૈસો કમાવવામાં પણ દુઃખ છે. એક વખત પૈસો મેળવ્યો, કમાઈ લીધો, પછી તેના રક્ષણમાં પણ દુઃખ છે, આવે ત્યારેય દુઃખ છે ને જાય ત્યારે ય દુઃખ છે.
આ વાત આટલી બધી સીધી, સાદી અને સરળ હોવા છતાં તેને જ સમજાય છે કે, જેનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય !
જેનું મિથ્યાત્વ ગાઢ હોય, જરાય નબળું ન પડ્યું હોય તેને તો આ વાત ગળે ઉતરતી જ નથી. તેને તો પૈસો વધે ને આનંદ આવે. નવું મકાન લે ને આનંદ આવે. ફેક્ટરી-કારખાનાં વધે ને આનંદ આવે. ઘરમાં નવી વ્યક્તિ કે વસ્તુ આવે તો પણ આનંદ આવે અને તેને તે મોભો માને છે. આ આનંદ એ બંધનનું પરિણામ છે, જે દુઃખનું કારણ છે અને એને મોભો માનવો તે મિથ્યાત્વનું પરિણામ છે, તે મહાબંધન છે અને તે મહાદુઃખનું કારણ છે.
જ્ઞાનીઓ તો કહે છે કે જેટલો પરિગ્રહનો વ્યાપ વધુ તેટલું દુઃખ વધારે. માટે જ “ઉપમિતિમાં કહ્યું છે કે –
'यथा यथा महत्तन्त्रं, विस्तरश्च यथा यथा ।
तथा तथा महदुःख, सुखं च न तथा तथा ।।' જેમ જેમ વહીવટ વધે, જેમ જેમ વિસ્તાર વધે તેમ તેમ મોટું દુઃખ પ્રાપ્ત થાય છે અને તેમ તેમ સુખ પણ
રહેતું નથી.' પરિગ્રહના કારણે આત્મિક નુકસાનો તો થાય જ છે, પણ દુન્યવી રીતે પણ પારાવાર નુકસાન થાય છે અને અનેક વિષમતાઓ સર્જાય છે. આજની જેટલી પણ કોર્ટો, કચેરીઓ છે, વૈયક્તિક કે સામૂહિક જીવનમાં જે ક્લેશ, સંક્લેશ, તનાવ, ટેન્શન, ડીપ્રેશન, દોડધામ, હાડમારીઓ અનુભવાય છે, જ્યાં ક્યાંય પણ જે હિંસા, જૂઠ, ચોરી, અસત્ય, અન્યાય, વિશ્વાસઘાત થાય છે, આ બધાના મૂળમાં પૈસો વગેરે પરિગ્રહ છે. લોકોના વૈયક્તિક જીવનમાં કે સામાજીક જીવનમાં જે પણ ખરાબી દેખાય છે, તેના મૂળમાં પરિગ્રહ પણ એક અગત્યનું કારણ છે. માટે જ લખ્યું કે -
‘ધિર કુશાર ' 'દુઃખના કારણભૂત અર્થને ધિક્કાર થાઓ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org