________________
— ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં – 16 ——— 345 સાવ સાદા જણાતા શબ્દોમાં વિશેષ વાત કહીને સામાન્ય સાધક ઉપર જે ઉપકાર કર્યો છે, તે જ ઉપકાર વિદ્યાનાં વિદ્વાન ગણાતા સાધકો ઉપર પણ કર્યો છે. કેટલાક લોકોને એમ લાગે છે કે, આવી સીધી સાદી વાતોથી શું વળે ? આમાં કોઈ તત્ત્વ તો આવતું જ નથી. તેવા લોકોને તો આ આગમોના શબ્દો વાંચીને કે સાંભળીને પણ લાગશે કે આમાં તો કાંઈ નથી. ‘જાગો, બંધનને ઓળખો અને બંધનને તોડો.’ શબ્દોની દષ્ટએ જોઈએ તો આ બધી વાર્તા તો સાવ સીધી સાદી જ વાતો છે ને ? આમાં બીજું કાંઈ નવું નથી ને ?
પ
બુદ્ધિનો અહં જ્યારે આવે છે, જ્ઞાનનો અહં જ્યારે ઘેરો ઘાલે છે, ત્યારે એક પ્રકારનો બુદ્ધિનો અંધાપો આવી જાય છે. એવા બુદ્ધિના અંધાપાને વરેલાને આગમનો, આગમ વચનનો પ્રકાશ મળતો નથી. એને આગમોથી મળતા પ્રકાશમાં પણ કાંઈ દેખાતું નથી. આ કોઈ નિંદા માટેની, ટીકા માટેની કે કોઈને હીન ચીતરવા માટેની વાત નથી. તમને સાવચેત કરવા માટેની આ વાત છે. અવસરે અમારી અને તમારી જાતને ય બુદ્ધિના અંધાપામાંથી બચાવવાની આ વાત છે.
પ્રભુની કહેલી આ વાતોને જેમ જેમ વિચારશો, વાગોળશો તેમ તેમ તમને થશે કે આમાં કેટલું ઉંડાણ ભરેલું છે. કેટલી કરુણા ઉભરાઈ રહી છે, આપણું કેટલું હિત સમાયેલું છે ! આનું માત્ર પહેલું જ ‘બુજ્ઞિ’ પદ જોઈએ તો તેમાં આખું આચારાંગ સમાઈ જાય છે. તે કેવી રીતે સમાયું છે તે વાત આગળ જોઈશું !
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org