SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ ૨ – આતમ જાગો ! ---- 332 ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસારમાં કહ્યું છે કે, સારી વાનગી જોઈને બે જણને પાણી આવે. સંસારના રસીયાને પણ પાણી આવે અને વૈરાગ્યવાન એવા સાધકને પણ પાણી આવે. પણ ફરક એટલો જ કે, સંસારના રસીયાને વાનગી જોઈ મોઢામાંથી પાણી છૂટે જ્યારે વેરાગ્યવાન એવા સાધકને આંખમાંથી પાણી છૂટે. 'मधुरं रसमाप्य निष्पतेद्रसनातो रसलोभिनां जलम् । परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोर्जलम् ।।' મધુર રસને પામીને રસના લોલુપોની જીભથી પાણી ટપકે છે. જ્યારે વૈરાગી આત્માઓને તો તેના પરિણામોનો ભય વિચારીને બંને આંખોમાંથી પાણી ટપકે છે.” તેને થાય કે - પુદ્ર પુત્રીસ્કૃHિ, વાન્યાત્મા પુનર ત્મિના ! परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन युज्यते ।।' । પુદ્ગલો, યુગલોથી વૃદ્ધિ પામે છે; જ્યારે આત્મા, આત્માથી વૃદ્ધિ પામે છે. પરની તૃપ્તિને પોતાની તૃપ્તિ માનવી એ જ્ઞાનીને ઘટતું નથી.' (જ્ઞાનસાર) જે જ્ઞાની છે, જેણે પોતાને ઓળખ્યો છે, તેને પારકાની તૃપ્તિમાં કયારેય પોતાની તૃપ્તિ લાગતી નથી. આપણને પારકી વસ્તુ વસ્તુની તૃપ્તિમાં આપણી તૃપ્તિ લાગે છે. એનો અર્થ એ થયો કે, આપણે આપણી જાતને જાણી નથી. જ્યાં સુધી આપણને પરતૃપ્તિમાં, પુદ્ગલની તૃપ્તિમાં, પોતાની તૃપ્તિનો અનુભવ થશે અને એમાં કાંઈ ખોટું પણ નહિ લાગે ત્યાં સુધી આપણે શ્રી સૂયગડાંગ સૂત્ર સાંભળીને પણ આત્મવિકાસ શી રીતે સાધી શકીશું ? ખોરાક ખાવાથી, પાણી પીવાથી, શક્તિપ્રદ ઔષધો લેવાથી શરીરનું સંતર્પણ થાય છે, આત્માનું નહીં. આત્માના સંતર્પણ માટે તો આત્મિક ખોરાક, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ જ ઉપકારક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy