________________
૧૬૭
૨ - આતમ જાગો !
પણ ઉદય થયો. એટલા માટે જ ચક્રવર્તીને જોઈને એના જેવા થવાનું મન થયું.
સામાન્ય રીતે વીતરાગ પરમાત્માના શાસનનો સાધુ કોઈ પણ શ્રીમંતને, ભોગીને, રાજવીને કે ચક્રવર્તીને જુવે એટલે તેને થાય કે, આ બિચારો ફસાઈ ગયો છે, સંસારમાં અટવાઈ ગયો છે, ક્યાં જશે ? હું એને જગાડું, બોધ પમાડું અને આ દુઃખભર્યા સંસારથી ઉગારું. એને બદલે અવિરતિ અને મિથ્યાત્વને પરવશ પડેલા સંભૂતિમુનિને સનકુમાર ચક્રવર્તી ધન્ય લાગ્યા, એના જેવું મેળવવાનું મન થયું અને વિચાર્યું કે, ‘મને આવું સ્ત્રીરત્ન ક્યારે મળશે ?’
જેને જે વ્યક્તિ ધન્ય લાગે તેને તેના જેવું મેળવવાનું – બનવાનું મન થાય. પ્રતિક્રમણમાં બોલવામાં આવે છે ‘ધન્ય મુનિરાજ !' ક્યારે મુનિપણું આવે ! એટલા માટે જ ને ? શ્રાવક માત્રનો એક જ મનોરથ હોય કે,
‘સસનેહી પ્યારા સંયમ કબહી મિલે.’
446
દિવસમાં એક વખત પણ થાય છે આવું ?
સંભૂતિ મુનિને થયું કે, ‘મને આવું સ્ત્રીરત્ન ક્યારે મળશે ?’
એમને ખ્યાલ હતો કે, અત્યારે આ પરિસ્થિતિમાં કે આ ભવમાં આમ બનવું શક્ય નથી. તેથી તેમણે નિયાણું કર્યું.
તેઓ જેવા તપસ્વી, ત્યાગી અને સંયમી હતા, તેવા જ જ્ઞાની પણ હતા. એટલે ધર્મના મુખ્ય અને ગૌણ ફળને પણ જાણતા હતા. આમ છતાં એમના ઉપર મિથ્યાત્વ સવાર થયું. વિવેક ગયો, એટલે જ તેમણે ધર્મના મુખ્યફળ મોક્ષની ઉપેક્ષા કરી, ધર્મના ગૌણફળ તરીકે મળતા ચક્રવર્તીપણા વગેરેને ગૌણ ફળરૂપે ન ગણતાં મુખ્યફળરૂપે ઈછ્યું અને એ ઈચ્છાને તૃપ્ત કરવા તેમણે આજ સુધી કરેલા ધર્મને વેચી નાંખીને એના મુખ્યફળ તરીકે ચક્રવર્તીપણું મળે તેવું નિયાણું કર્યું.
‘આજ સુધીમાં મેં જે ધર્મ કર્યો છે, જે સાધના કરી છે તેનું જો કોઈ ફળ હોય તો જન્માંત૨માં મને આવું સ્ત્રીરત્ન મળો.' આવું નિયાણું કરીને તેઓ ધ્યાનમાં બેસી ગયા. સંભૂતિમુનિએ કરેલા આ નિયાણાનો ખ્યાલ જ્યારે ચિત્રમુનિને આવ્યો ત્યારે તેમણે સંભૂતિમુનિને પાછા વાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો.
તેમણે કહ્યું કે, ‘સંયમની આવી મહાન સાધનાના બદલામાં આ શું ઈછ્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org