SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ – ૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20 – 451 ફ્લેટ પણ બંધન ? ઓફીસ દુકાન-પેઢી પણ બંધન ? ખણખણીયા - કડકડતી નોટો પણ બંધન ? સોનાની લગડી-દાગીના પણ બંધન? હીરા-માણેક-મોતી પણ બંધન ? આનો તમે જે પણ જવાબ આપો તે હૈયાથી આપજો ! જેથી તમારી આંતરિક ભૂમિકાનો ખ્યાલ આવે. સભા પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી લક્ષ્મી તો બંધન નહિ ને ? લક્ષ્મીને માટે પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી છે - એમ ક્યારે કહેવાય ? લક્ષ્મી બંધન લાગે તો. જો મળેલી અગર તો મેળવેલી લક્ષ્મી બંધન ન લાગે તો તે પુણ્યાનુબંધી પુણ્યથી મળી છે, - એમ ન કહેવાય. પાપાનુબંધી પુણ્યથી મળી છે, - એમ જ કહેવું પડે ? હૈયાની કબુલાત આપો કે લક્ષ્મી એ બંધન છે, તો કહી શકું કે, “તમારી લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યની છે.' ભલે આજ સુધી “આ પરિગ્રહ બંધન છે” – એમ નથી લાગ્યું પણ તે આજે લગાડવું છે અને એટલા જ માટે આજે આ વિષયમાં ઊંડા ઉતરવું છે. ભગવાન શ્રી મહાવીરદેવે પરિગ્રહને બંધન કહ્યો છે. જ્યાં સુધી એ બંધન નહીં લાગે ત્યાં સુધી આત્મવિકાસના માર્ગે આગળ નહીં જ વધાય. આજે એમાં આગળ વધવું છે, ઉડા ઉતરવું છે. હું તમને એક એવું ધ્યાન બતાવવા માગું છું કે જેમાં શાસ્ત્રના વિશેષ અભ્યાસની જરૂર ન પડે, લાંબા કોઈ પુસ્તકની જરૂર ન પડે. ઉડા બોધની આવશ્યકતા ન રહે. ક્યાંય બહાર જવાની પણ જરૂર ન પડે અને ઘરમાં બેઠાંબેઠાં જ તમે આ ધ્યાનનો અભ્યાસ કરી શકો. ઘરમાં જાવ અને કોઈ પણ ચીજ દેખાય, એટલે તરત જ તમારા મનમાં થવું જોઈએ કે “આ બંધન છે.' રાચરચીલું જુવો, એટલે તરત જ લાગવું જોઈએ કે, “આ બંધન છે.” કબાટ ખોલો અને એમાં કપડાંની જોડની થપ્પી જુવો, ત્યારે પણ થવું જોઈએ કે “આ બંધન છે.' મનગમતી એક જાળી પણ જુવો, ત્યારે પણ એમ જ થવું જોઈએ કે “આ બંધન છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy