________________
૨૭
આતમ જાગો !
‘તિઽટ્ટિા’ એ સચ્ચારિત્રનું પ્રતિક છે અને
‘પરિનાળિયા’ એ સમ્યજ્ઞાનનું પ્રતિક છે.
-
વ્યવહારનયની અપેક્ષાએ સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય, એટલે જ સમ્યગ્દર્શનના પ્રતીક સ્વરૂપ પહેલું પદ સહજતાથી ગોઠવાયેલું છે. બોધિ ખૂબ જ દુર્લભ છે, આપણને આત્માનું ‘આરોગ્ય' –મોક્ષ જોઈએ છે અને તે માટે ‘બોધિ’-સમ્યગ્દર્શન જોઈએ છે માટે જ દ૨૨ોજ પ્રભુને પ્રાર્થના કરતાં ‘આરુTવોદિત્ઝામ' પદ દ્વારા આત્માનું આરોગ્ય અને તે માટે બોધિલાભ માંગીએ છીએ.
આગમોમાં-શાસ્ત્રોમાં બોધિનો લાભ કેટલો દુર્લભ છે, તેનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. બોધિ એટલે જ સમ્યગ્દર્શન.
સમ્યગ્દર્શન વિના આત્માની ઝાંખી ક્યારેય થતી નથી. સમ્યગ્દર્શન વિના તાત્ત્વિક રીતે આત્મા ઉપર નજર ક્યારેય મંડાતી નથી. સમ્યગ્દર્શન વિના ‘હું આત્મા છું,’ તેની પ્રતીતિ પણ થતી નથી. માટે જ પરમતારક ગુરુદેવે આઠ-આઠ દાયકા સુધી આ સમ્યગ્દર્શનને સમજાવવાનો, એને પ્રગટાવવાનો અને તેમાં આડે આવતાં આવરણોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. સમ્યગ્દર્શન વિના વાસ્તવિક સાધના ક્યારેય થતી નથી. સમ્યગ્દર્શન વિના સાધનામાં વાસ્તવિક યત્ન પણ થતો નથી.
‘અધ્યાત્મસાર’ ગ્રંથરત્નમાં કહ્યું છે કે
'गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
प्रवर्त्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः ।'
306
‘મોહની પક્કડમાંથી બહાર આવેલ સાધકોની આત્માને ઉદ્દેશીને જે શુદ્ધ ક્રિયા થાય છે તેને જિનોએ અધ્યાત્મ કહ્યું છે.’
આત્માને લક્ષ્ય બનાવીને, તેને કેન્દ્રમાં સ્થાપીને જે સાધના થાય તે અધ્યાત્મ છે. જ્યાં સુધી આત્મા કેન્દ્રમાં ન મૂકાય ત્યાં સુધી કોઈપણ આરાધના-સાધના અધ્યાત્મ બનતી નથી.
Jain Education International
હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? ક્યાં જવાનો છું ? તેનું જ્યાં સુધી ભાન થાય નહિ, ત્યાં સુધી અધ્યાત્મ સાધના પ્રગટે નહિ. ક્રિયાઓ ગમે તેટલી કરો,
For Private & Personal Use Only
www.jainelibrary.org