________________
૯૦
ર - આતમ જાગો ! --
370
એક-એક વ્યક્તિને જુઓ ? ત્યાં જેમ ચોરાઈ જવાનો ડર છે તેમ સાધકને અહીં ડર લાગવો જોઈએ. તેવું અહીં થવું જોઈએ. અનાદિથી મને વળગેલાં બંધનોને કઈ રીતે ઓળખું ને કઈ રીતે તોડું ? આ જ કામ કરવાનું છે.
આજના ચિંતનનો મુદ્દો યાદ રાખો ! હું આત્મા છું, બંધનોથી અવરાયેલો છું. આ બંધનોને મારે ઓળખવાં છે, એને ઓળખીને મારે તોડવાં છે. એને ઓળખવાનો માર્ગ કયો ? એને તોડવાનો માર્ગ કયો? ક્યારે અને કઈ રીતે એને ઓળખીશ અને ક્યારે, કઈ રીતે એને તોડીને આત્મસ્વરૂપનું દર્શન કરીશ ? આ ચિંતન આજે કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org