SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ - બઘન અને બઘનનાં શeણો : 18 - મિથ્યાત્વ અને અવિeતિ - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૯, શુક્રવાર, તા. ૧૩-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • જેનાથી આત્મા બંધાય તે છે બંધન : • અવિરતિ : • આત્મા સાથે એકમેક બને તે કર્મ બંધન : • આ લવાર મિથ્યાત્વની હાજરી સૂચવે છે : • કષાય પરવશ જીવ કર્મબંધન કરે : • શેર એક, પાપ આખી મીલનું : • કર્મબંધનાં કારણો : • પરિગ્રહ છોડીને આવ્યા બાદ પણ • મિથ્યાત્વ : પરિગ્રહ કઈ રીતે ? • ચાર કષાયોનો ચાર-ચાર પ્રકાર : • ભરતજીનું ભાવવિશ્વ : • સૌથી તગડો છે મિથ્યાત્વ : • સમકિતીની ભાવના સ્વજનો પરનો રાગ તૂટે તો સારું : વિષય : આત્માનો મોટો દુશ્મન : મિથ્યાત્વ. જાગીને આત્માને જાણ્યા પછી કામ બંધનને જાણવાનું હોઈ આ પ્રવચનમાં બંધનનું સ્વરૂપ, પ્રકારો, તેનો ઉદ્ભવ થવાનાં કારણો અને તેને તોડવાના ઉપાયોનું વર્ણન શરૂ થયું છે. પ્રથમ બંધનની વ્યાખ્યા કરાઈ છે. પછી કર્મરૂપ બંધનના પેટા પ્રકારો દર્શાવ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ વગેરે તેમજ કારણમાં કાર્યનો ઉપચાર કરીને પરિગ્રહ, આરંભ વગેરેને અહીં બંધનરૂપ બતાવ્યાં છે. એમાં ય મિથ્યાત્વ' નામના બંધનને સવિગતે ઓળખાવ્યું છે. પરમાત્માએ અને પરમતારક ગુરુદેવે ‘મિથ્યાત્વ' ઉપર પ્રહારો કેમ કર્યા છે ? - તેની કારણમીમાંસા પણ અહીં કરાઈ છે. આગળ વધી ‘અવિરતિ' બંધનની પણ વ્યાપક સમજ આપી છે. ભરત-બાહુબલીજી અને મહાસતી સીતાજી-રામચંદ્રજી જેવાં પ્રસિદ્ધ દષ્ટાંતોનો પ્રસ્તુત વિષય સ્પષ્ટ કરવા ખૂબી પૂર્વક ઉપયોગ કરાયો છે. પ્રવચનનું પ્રતિબિંબ * તમે જેને તમારા આત્માનો અવાજ માનો છો, તે તમારા આત્માનો નહિ પણ તમારા ઉપર કબજો જમાવી બેઠેલા મોહનો, રાગાદિ ભાવોનો અવાજ છે. * જીવ જ્યારે કષાયને પરવશ બને છે ત્યારે કર્મો જીવને સતત બાંધ્યા જ કરે છે. * જેવો જીવ, જેવા એના સંસ્કાર એવી એની વૃત્તિ-પ્રવૃત્તિ બેય ઊંઘમાં થતી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy