________________
૧૧૫
– ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 –
395
અને સૌ કોઈના મુખમાં એક જ વાત હતી કે મહાસતી સીતાદેવી પરમસતી છે. અયોધ્યાવાસીઓએ વિનંતિ કરી કે “મહાસતી, મહાદેવી ! અયોધ્યામાં પધારો અને નગરીને આપનાં પાવન પગલાંથી પાવન કરો !”
જે રામચંદ્રજીએ મહાસતીજીને અંધારામાં રાખીને તીર્થયાત્રાના નામે જંગલમાં એમનો ત્યાગ કરીને એમને મોતના મોઢામાં મૂક્યાં હતાં તે રામચંદ્રજીએ પણ મહાસતીને કહ્યું કે “મહાદેવી ! અયોધ્યામાં પધારો, નગરીને અને રાજમહેલને પાવન કરો !”
આ સમયે મહાસતી સીતાદેવી આગામી સુખોના સ્વપ્નોમાં ન રાચતાં પોતાના કર્મના વિપાકોનું ચિંતન કરી રહ્યાં હતાં. તેઓ હવે કર્મનો ક્ષય કરવા સંયમસાધનાના માર્ગે આગળ વધવાનું વિચારી રહ્યાં હતાં.
મહાસતી સીતાદેવી જન્મ્યા ત્યારથી જ કમેં એમની બેહાલી કરવામાં પાછું વાળીને જોયું નથી. જન્મતાંની સાથે તેમના ભાઈ ભામંડલનું અપહરણ થયું. લગ્ન સમયે તેમના પિતા જનક મહારાજાનું અપહરણ થયું. લગ્ન પછી પોતાના પતિને વનવાસ લેવાનો અવસર આવ્યો. પતિ સાથે પોતે પણ વનવાસમાં ગયાં. વનવાસમાં હતાં ત્યારે રાવણ દ્વારા ખુદ એમનું જ અપહરણ થયું. આ બધું પતાવીને જ્યારે અયોધ્યા આવ્યાં ત્યારે તેમના ઉપર કલંક આવ્યું અને ખુદ એમના પતિ રામચંદ્રજીએ ગર્ભવતી એવાં એમને ઘોર જંગલમાં ત્યજી દીધાં. જોકે પાપોદય વચ્ચે પણ એ દરેક સમયે કોઈને કોઈ રીતે પુણ્યોદયે એમની રક્ષા કરી. આ બધી ઘટનાઓ નજર સામે આવતાં જ આ દારૂણ કર્મોનો ક્ષય કરવા માટે સર્વજ્ઞ પ્રરૂપિત સર્વવિરતિના માર્ગે આગળ વધવાનો તેમણે નિર્ણય કરી લીધો અને પોતાની જાતે જ પોતાના કેશનો લોચ કરી તે વાળ રામચંદ્રજી તરફ ફેંકી વિરતિના માર્ગે ચાલી નીકળ્યાં.
આ અવસરને આંખ સામે લાવશો તો મહાસતી સીતાદેવીના ત્યાગનું, વૈરાગ્યનું, મહાભિનિષ્ક્રમણનું મહત્ત્વ સમજાશે. જે અયોધ્યાવાસીઓએ મહાસતીને કલંકિત ઠેરવ્યાં હતાં, તે અયોધ્યાની સમગ્ર પ્રજા મહાસતીનાં સતિત્ત્વથી પ્રભાવિત થઈને અયોધ્યાને પાવન કરવાની વિનંતી કરે છે. અયોધ્યાવાસીઓની વાતમાં આવીને જેમણે મહાસતીનો ઘોરવનમાં ત્યાગ કરાવ્યો હતો, તે રામચંદ્રજી પોતે તેમને રાજમહેલમાં પધારી, રાજભવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org