________________
૨૧ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 – 541, કેટલાને દુઃખી કર્યા ? કેટલાને ખતમ કર્યા? જેને ખતમ ન કરી શક્યા, તેને ય ખતમ કરવાના કેટલા વિચાર કર્યા ? આ બધું વિચારીને પછી એ બધાનું પરિણામ શું આવશે ? એ વિચારશો તો જ તમારી આંખ ખુલશે અને આ રીતે જો આંખ ખુલશે તો જ તમારા જીવનની દિશા બદલાશે. સભા : સાહેબ, અમે જ્યારે આવું બધું વિચારીએ છીએ, ત્યારે અમને તો બધું સારું
સારું જ લાગે છે. હજુ આ બધાંનું પરિણામ તો અમારી આંખ સામે આવતું
જ નથી. કારણ કે, તમારી વિચારવાની દિશા અને રીત બેય ખોટાં છે. તમે તો એટલું જ વિચાર્યું કે, “મારી પાસે આટલો પૈસો ! પચીસ પેટી, પચાસ પેટી, એક ખોખું, બે ખોખાં, ચાર ખોખાં' - જેમ જેમ ખોખાં વધ્યાં, તેમ તેમ સુખ વધ્યું. આવું બધું તમે વિચાર્યું, પણ આ બધું કઈ રીતે વધ્યું ? એને વધારવા તમે કેવી કાળી મજુરી કરી ? કેવાં કાળાં કામ કર્યા ? એ બધાનું ભવિષ્યમાં પરિણામ શું ? આજે પણ આ બધી સંપત્તિ વધવાના પરિણામે કેટલાં ટેન્શન વધ્યાં ? કેટલી ઉપાધિ વધી ? કેટલી દોડધામ અને જવાબદારી વધી ? કેટલાં પાપ અને અસલામતી વધી ? આ બધું ક્યારેય વિચાર્યું ? આ બધું વિચારો તો ખ્યાલ આવે કે પૈસા વધવાથી સુખ વધ્યું કે દુઃખ વધ્યું ? પૈસાથી સુખ – એ નરી ભ્રમણા છે :
આ બધું તમે નથી વિચાર્યું એટલે જ તમને સુખ વધ્યું એમ લાગે છે. પૈસાથી દુઃખ વધવા છતાં સુખ વધ્યું એમ તમને જે લાગે છે, એ તમારો ભ્રમ છે. આ સુખ નથી, પણ સુખાભાસ છે.
જેમ ગટરમાં પડેલો દારૂડીયો - બને કે એનું મોટું ભંડ કે કૂતરા ચાટતાં હોય તો પણ એ તો એવું જ અનુભવે કે, હું રાજમહેલમાં રાજસિહાસને બિરાજી પરમસુખ અનુભવી રહ્યો છું. દારૂડીયાની આ અનુભૂતિ શું એ વાસ્તવિકતા છે કે ભ્રમ છે ! એ સુખ છે કે નરી વિડંબણા છે. નશાનો સ્વભાવ જ એવો છે કે, જે ભ્રમમાં વાસ્તવિકતાનો અનુભવ કરાવે. પણ નશો ઉતરતાં જ્યારે ભ્રમ ટળે ત્યાર પછી શું ?
સભા : એનો તો નશો ઉતરે છે, અમારો ક્યારે ઉતરશે ? તમારો મોહનો નશો ઉતરે એ માટે તો ભગવાને આ શાસન સ્થાપ્યું છે અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org