________________
૧૦૬ - ૨ - આતમ જાગો !
-- 386 અવિરતિના કારણે જેવો ઘાટો કર્મબંધ થાય તેવો ઘાટો કર્મનો બંધ મિથ્યાત્વની ગેરહાજરીમાં અવિરતિના કારણે થતો નથી.
કર્મબંધના કારણોમાં અવિરતિ કરતાં મિથ્યાત્વનું જોર ઘણું જ વધારે હોય છે; આમ છતાં અવિરતિનું બળ પણ ઓછું આંકી શકાય તેવું નથી. કેટલીક વાર તો એવું પણ બને કે તગડી બનેલી અવિરતિ મિથ્યાત્વને પણ ખેંચી લાવે છે.
સભા : મિથ્યાત્વ જાય તો તેની સાથે અવિરતિ જાય જ ને ? મિથ્યાત્વ જાય એટલે તરત જ અવિરતિ જાય, એવો નિયમ નથી. મિથ્યાત્વ ગયા પછી અવિરતિને જતાં ઘણો ઘણો સમય પણ લાગી જાય. આમ છતાં એટલું આશ્વાસન લઈ શકાય કે, મિથ્યાત્વની હાજરીમાં અવિરતિનું જેટલું જોર હોય, તેટલું મિથ્યાત્વ ગયા પછી નથી રહેતું અને મિથ્યાત્વ જતાં પ્રગટેલ સમ્યગ્દર્શનના સહારે અવિરતિનો નાશ કરવાની લડત સારી રીતે લડી શકાય છે અને અવિરતિને ખતમ પણ કરી શકાય છે.
જેનું સમ્યગ્દર્શન નિર્મળ હોય તે અવિરતિને પંપાળવાનો પ્રયત્ન ક્યારેય ન કરે.
સભા : અવિરતિ એટલે શું? અવિરતિ કોને કહેવાય ? ‘વિરતિનો અભાવ તે અવિરતિ. પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયો મેળવવા, મળેલાને સાચવવા અને સાચવેલાને ભોગવવા માટે જે આરંભ-સમારંભ આદિ પાપો કરાય છે તે છે અવિરતિ.' મિથ્યાત્વની હાજરીમાં આ બધાં પાપો કર્તવ્ય લાગે અને મિથ્યાત્વની ગેરહાજરીમાં અકર્તવ્ય લાગે.
રસોઈ તો ગરમાગરમ જ જોઈએ. ભાવતાં ભોજન વગર મજા ક્યાંથી આવે ? કપડાં સારાં હોય તો જ ગમે. ધંધા વગર ચેન ન પડે. એ માટે આરંભ સમારંભ કર્યા જ કરે તે અવિરતિ. એ બધું કર્તવ્ય લાગે એ મિથ્યાત્વ. આ લવારાં મિથ્યાત્વની હાજરી સૂચવે છે :
અવિરતિ ભેગું જ્યારે મિથ્યાત્વ ભળે ત્યારે એને પરવશ પડેલા લોકો જે કાંઈ બોલે તે બધું વિવેક વગરનું હોય છે. તેઓ ધર્મોપદેશક માટે પણ બોલે કે, “મહારાજ ભલે બોલે, તેમને તેમની વાત બોલવા દો. આપણે સાંભળી લેવાનું, જે કરતા હોઈએ તે જ કર્યા કરવાનું, કેટલી વીશીએ સો થાય છે તે મહારાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org