________________
૭ – અંવિતિની માયાજાળમાં ક્ષાયેલું વિશ્વ 120 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૨, સોમવાર, તા. ૧૯-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• આત્મા મિથ્યાત્વને વશ થાય ત્યારે
કર્મ-પુદ્ગલથી બંધાય: • નિમિત્ત મળતાં જ અવિરતિનો ભડકો: • ચક્રવર્તી ધન્ય કે ધર્મચક્રવર્તી-મુનિ ધન્ય? • અવિરતિ તીવ્ર બને તો મિથ્યાત્વને ખેંચી લાવે ?
જેટલા મોટા શ્રીમંત તેટલા વધારે બંધાયેલા : • બંધન, બંધન લાગે તો તોડવાના
અનેક માર્ગો છે : - મનસૂબો હોય તો માર્ગ મળી રહે
એ જૈનેતરે બંધન તોડ્યું : • ખરચવા કરતાં ન કમાવવું વધુ સારું :
વિષયઃ અવિરતિ અને પરિગ્રહનો સંબંધ. મિથ્યાત્વના સકંજામાંથી બચી ગયેલા સાધકોને પણ અવિરતિરૂપ બંધન ખૂબ ખૂબ કનડી જાય એમ બને છે. અવિરતિનું બંધન સુંવાળું હોય છે. અનુકૂળતા ગમે, પ્રતિકૂળતા ન ગમે એ પણ અવિરતિનાં મુખમંડનો છે. અવિરતિના સામ્રાજ્યને લીલુંછમ રાખતો સમ્રાટ પરિગ્રહ છે - એક પરિગ્રહની ચૂંગાલમાં જીવ ફસાય કે એને બાકીનાં બધાં બંધનો ક્યારે બાંધી લે તે કહેવાય નહીં. ઘડપણમાં ય ઘણીવાર સંસારનો પરિગ્રહ-વ્યાપ છુટતો હોતો નથી. આ બધી જ બાબતોનું રોચક વર્ણન કરવા સાથે પરમગુરુદેવના એક વચને સંસારની માયાજાળ તોડવા તૈયાર થયેલા એક જૈનેતરની બંધન-મુક્તિની રોમાંચક ઘટના વર્ણવવા સાથે આ પ્રવચન પરિપૂર્ણતા પામે છે.
પ્રવચનનું પ્રતિબિંબ * મોટા ભાગની પરિસ્થિતિ એવી છે કે એમને મિથ્યાત્વ ગમે છે પણ મિથ્યાત્વી
કહેવડાવું ગમતું નથી, આ પણ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. * સમકિત આવી ગયું, હવે અવિરતિનો ડર નહિ એવું માનતા નહીં. સમકિતીને
જ સૌથી વધુ અવિરતિનો ડર હોય છે. * એવા લોકોને તો સાધર્મિક વાત્સલ્યમાં પીરસવાય ઉભા ય ન રખાય કે જે
સાધર્મિક, સાધર્મિકમાં પણ ભેદભાવ કરે. * ગુણો એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી; પણ માણવાની-અનુભવવાની વસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org