________________
૧૫૪
–
૨ – આતમ જાગો !
–
-
434
નથી. આમ છતાં જ્યાં સુધી આ યોગો સક્રિય હોય છે, ત્યાં સુધી સર્વજ્ઞવિતરાગ બનેલા આત્માઓ પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને પામી શકતા નથી અને એ યોગની હાજરીમાં એક સમયની સ્થિતિવાળા કેવળ શાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે. જે બીજા જ સમયમાં ઉદયમાં આવી ત્રીજા સમયે તો નિર્જરી જાય છે. જ્યારે સાતમા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધી સંજ્વલન કષાયોની હાજરીમાં આ યોગો સક્રિય હોય છે, ત્યારે વિશેષ કર્મબંધ થાય છે અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી પ્રમાદની સાથે આ યોગો સક્રિય હોય ત્યારે તો તેનાથી પણ વિશેષ કર્મબંધ થાય છે.
ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે અવિરતિના ઉદય અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કષાયોની સાથે જો આ યોગો સક્રિય બને ત્યારે ઘણો બધો કર્મબંધ થાય છે. આમ છતાં મિથ્યાત્વના કાળમાં જેવો કર્મબંધ થાય તેવો કર્મબંધ તો નથી જ થતો. જ્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયોની હાજરીમાં મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન એવા “ઉન્માર્ગમાં અને અવિરતિ વગેરેની પ્રવૃત્તિમાં એવા ઉપાદેય ભાવપૂર્વક પ્રવૃત્ત થાય છે કે તે સમયનો કર્મબંધ અતિભારે અને અતિગાઢો હોય છે.
ટુંકમાં મન, વચન, કાયાના યોગો એ પ્રવૃત્તિ સ્વરૂપ છે. તેની સાથે જો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયો ન ભળે તો તે બહુ નડતરભૂત બનતા નથી. છતાં પણ તે કર્મબંધમાં કારણ તો છે જ અને તે યોગની સાથે જો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કે અનંતાનુબંધીના વગેરે કષાયો ભળે તો તે જેટલા પ્રમાણમાં ભળે તેટલા પ્રમાણમાં તે યોગની પ્રવૃત્તિમાં વિકૃતિ પેદા થાય છે અને તે, તે પ્રકારે કર્મબંધમાં નિમિત્ત બને છે.
જો મિથ્યાત્વ, અવિરતિ, કષાયો કે પ્રમાદને જીતી શકાય તો તેને જેટલા પ્રમાણમાં જીતી શકાય તેટલા પ્રમાણમાં આ યોગોનો પ્રશસ્ત ઉપયોગ કરીને આત્મકલ્યાણમાં સવિશેષ પ્રયત્નશીલ પણ બની શકાય અને એ દ્વારા બંધનોને તોડવાની સાધના પણ કરી શકાય, મિથ્યાત્વ અને અવિરતિને જીત્યા પછી આ યોગોને પ્રશસ્ત ઉપયોગ કરવો અને તે દ્વારા બંધન મુક્તિની સાધનામાં આગળ વધવું ઘણું જ સરળ બની જાય છે. હજુ બંધનની કેટલીક વાતો વિચારવી છે, તે કાલથી જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org